________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
‘જાણવા-દેખવાના સ્વભાવવાળા આ મારા આત્મા સિવાય, આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી. એવી શ્રદ્ધા થવાથી બાહ્ય પરિગ્રહને ઘટાડે અથવા છોડે તે મહાપુરુષને ત્યાગધર્મ હોય છે.
::
નિશ્ચયષ્ટિથી પોતાની ખોટી શ્રદ્ધાનો ત્યાગ કરવાનો છે. એટલે કે હું દેહ છું. એવી અસત્ય માન્યતાનો ત્યાગ કરી, હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું એવી શ્રદ્ધા દઢ કરવાની છે. વળી ક્રોધ, અભિમાન, લોભ, ઈર્ષાભાવ, નિંદા, માયાચાર વગેરે વિકારી ભાવોનો ત્યાગ કરવો તે અત્યંતર ત્યાગ છે. ત્યાગના અનેક પ્રકાર છે. તોપણ લોક-પ્રતિબંધ, સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ એમ ચાર પ્રકારે પ્રતિબંધોનો ત્યાગ કરવા માટે જ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે, માટે તે અર્થે યોગ્ય ઉદ્યમ કરવો અને બંધનરહિત થવું.
સૌ મનુષ્યો અને સાધર્મીઓને સાચા પ્રેમથી સ્વાત્મતુલ્ય માની વાત્સલ્યભાવને પ્રગટ કરીશું ? જો આમ થાય તો જ આપણા જીવનમાં સાચી આધ્યાત્મિક્તાની ભૂમિકા બંધાઈ શકે.
સ્વદોષ દર્શન, પ્રભુ પાસે તેનો એકરાર અને તેમાંથી મુક્તિ માટે આર્ત હૃદયે પોકાર થાય તોજ આ પામરતા હટે.
Jain Education International
Jain Edi 74
For Private & Personal Use Only
www.jainelibrary.org