________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
ધર્મને ધારણ કરવાથી તૃષ્ણાનો ત્યાગ કર્યો છે તેવા જ્ઞાની-મુનિજનો પોતાના આત્મામાં તૃપ્ત થઈ આત્માનંદના ભોગી બને છે. આવા મહાપુરૂષો કોને વંદ્ય નથી ? અર્થાત્ સૌ જીવો વડે તેઓ પૂજ્ય છે.
¤
૩૧
ખરેખર સર્વ આત્મસાધનોમાં શિરોમણિ તરીકે સત્સમાગમ છે અને સામાન્ય સુખથી માંડીને મહાન અને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવવાની સર્વ શક્તિ આ સત્સમાગમમાં રહેલી છે તે નિ:સંદેહ છે. જોકે તેનો પૂર્ણ મહિમા કહેવાને કોઈ સમર્થ નથી, છતાં અનેક મહાન પુરૂષોએ તેનું સ્વાનુભવજનિત માહાત્મ્ય ગાયું છે.
g
૩ર
નામદેવજીએ પોતાના સહજ સ્વભાવ મુજબ કહ્યું : 'હું પ્રભુની આજ્ઞા લઈ આવું. જ્ઞાનેશ્વર પણ તેમની પાછળ પાછળ મંદિરમાં ગયા. પ્રભુની આજ્ઞા માગતા માગતા શ્રી નામદેવજી તો પ્રભુની સ્તુતિમાં તલ્લીન થઈ ગયા અને તેમની બન્ને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. જ્ઞાનેશ્વરને તો આંખમાં એક પણ આંસુ ન આવ્યું.
Jain Education International
આ બનાવ પછી જ્ઞાનેશ્વર શ્રી નામદેવજીની સાથે તીર્થયાત્રાએ ગયા, તેમની સાથે રહી પ્રભુભક્તિના પ્રત્યક્ષ પાઠો શીખ્યા અને તેમને પણ પ્રભુભક્તિનો રસાસ્વાદ પ્રાપ્ત થયો.
૭૭
x
• સત્પંથની ગતિમાં મંઝિલ સિદ્ધ કરવા માટે ઈશ્વર આપણા પગમાં બળ પૂરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org