________________
અમૃત કળશે
(i) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ (i) સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ (iii) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭
શિક્ષાપાઠ ૩૪/૫. ૮૩/૧૩ મું વર્ષ
(i) દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી;
એ મુજ નેમ સદા શુભ ક્ષેમક,નિત્ય અખંડ રહો ભવહારી. | (i) તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન વિવેક, વિચાર વધારું;
નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. (i) સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતાર.
શિક્ષાપાઠ ૪૫/પૃ. ૯૦/૧૭ મું વર્ષ
તમારા ઘરમાં જ મહેમાન બનીને રહો અને પ્રભુના તમામ હુકમોનું પાલન કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org