________________
૩૨
અમૃત કળશ
૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસન ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી, ૧૦. પોતાની ગુરુતા દબાવનાર,
એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમકદશાને પાત્ર છે. પહેલા જેવું એકકે નથી.
પત્રક - ૧૦૫/પૃ. ૨૧૦/૨૩ મું વર્ષ
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.
ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકારો જવાતું નથી. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.
પત્રાંક - ૧૨૮/પૂ. રરર/૨૩ મું વર્ષ
• આગેવાન બનવા ઇચ્છનારે પ્રથમ નમ્ર સેવક બનવું પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org