________________
४४
અમૃત કળશ
ત્રિલોકના નાશ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંત:કરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં કવચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષને જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ.
પત્રક - ૨૧૩/પૂ. ર૬૯/૨૪ મું વર્ષ
‘સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિનો ઉપાય છે. • લોકો વાંચે તેવું લખવા કરતાં વાંચવા જેવું જીવવું અનેકઘણું
ચઢિયાતું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org