________________
અમૃત કળશ
ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી બાનાદિક નહીં જેવાં કામનાં છે.
માટે એમાંથી જે જે સાધનો થઈ શક્તાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી.
પત્રક - ૨૯૯/પૃ. ૩૦૬/૨૫ મું વર્ષ
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.
પત્રાંક - ૩૦૧/પૃ. ૩૦૭/૨૫ મું વર્ષ
રોજનો થોડા સમયનો જાગૃત પુરુષાર્થ મનુષ્યના સમગ્ર જીવન ઉપર તેની આંતરિક ચેતનાની સુષુપ્ત દિવ્યતાને પ્રગટાવી દે છે. |
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org