________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
કરે છે; અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે.
પત્રાંક - ૩૩૮/પૃ. ૩ર૧/૨૫ મું વર્ષ
¤
૧૦૫
કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.
પત્રાંક - ૩૪૫/પૃ. ૩૨૩/૨૫ મું વર્ષ
¤
૧૦૬
Jain Education International
૬૫
સમક્તિની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો.
સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.
પત્રાંક - ૩૫૪/પૃ. ૩૨૫/૨૫ મું વર્ષ
¤
• અગરબત્તી અગ્નિના સંગથી વાતાવરણને મહેકાવી દે છે તેમ વાણી અને વર્તનના સંયોગથી શાંતિનો પરિમલ પ્રસરી ઊઠે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org