________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૪
પેલા મુસાફરોએ પૂછ્યું : “મહારાજ, તમે અમારી નિંદાનો પ્રત્યુત્તર કેમ ન આપ્યો ?” તેઓ કહે : 'ભાઈઓ ! હું તો મારા જીવનકાર્યની વિચારણામાં જ ગૂંથાયેલો રહું છું, કોઈની સાથે વાદવિવાદમાં પડતો નથી.
શાંત સ્વભાવ અને મૌનવ્રતની સાધનાથી પેલા મુસાફરોને પોતે કરેલી નિંદા બદલ ખૂબ પસ્તાવો થયો.
¤
૧૫
જીવ લંપટ ન બને અને શારીરિક સ્વાસ્થ્ય ન બગડે એવા વિવેકપૂર્વક કરેલો વિવિધ રસોનો ત્યાગ સાધકને અનેક રીતે ઉપયોગી નીવડે છે.
Jain Education International
¤
૭૧
૧૬
આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે આત્મા અને અનાત્માનું લક્ષણભેદથી ભિન્નપણું નકકી કરીને તેનો અભ્યાસ કરવો પડે છે, આ સાધના કરવા માટે સત્સંગ, સદ્ગુણ-સંપન્નતા અને આત્મવિચાર - આ ત્રણ ઉત્તમ સાધનો છે. આમાંના પ્રત્યેક સાધનને આત્મસાત્ કરીને જેમ જેમ આ સાધન-ત્રિવેણીના સંગમ દ્વારા સાધકના જીવનમાં સદ્બોધનો અભ્યાસ દૃઢ થતો જાય છે તેમ તેમ સાધનામાં સુંદર વિકાસ થતો જાય છે, જેના ફળરૂપે સુવિચારદશા અને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તેથી અભ્યાસી સાધકે સર્વ જીવોમાં સમતાભાવ, ઈન્દ્રિય અને મનના વિષયોની ઉપેક્ષા, કુવિચારોનો ત્યાગ અને તત્વની ભાવના વડે આ સમતાભાવનો અભ્યાસ નિરંતર કર્તવ્ય છે.
¤
શુભચિંતન એ આત્મજાગ્રતિનો સંકેત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org