________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
જ રહેલા. જ્યારે પોલીસે આવીને આ દુર્જનને પકડયા ત્યારે મહારાજશ્રીએ પોતે જ તેમને છોડવા માટે પોલીસ પર દબાણ કરાવ્યું. આવી ક્ષમા જોઈને પોલીસના માણસો તો આભા જ બની ગયા. આવી ક્ષમામૂર્તિ હતા તે જૈનાચાર્ય !
¤
૭
બ્રહ્મચર્યથી વીર્યનો લાભ થાય છે, દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, બુદ્દિશક્તિ વધે છે, સ્મરણશક્તિ તેજસ્વી થાય છે, વાણી સુમધુર અને પ્રભાવશાળી બને છે, આસનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, સુવિચારદશા લંબાય છે, ધ્યાનમાં થાકનો અભાવ થાય છે અને સર્વતોમુખી આત્મસંયમ પ્રગટવાથી મહાન આનંદપ્રદ સમાધિના સ્વામી બની શકાય છે. આથી એમ જાણીએ છીએ કે બ્રહ્મચર્ય તે સાધકનો એક સર્વોત્તમ સાથી છે.
¤
[4]
ઉત્તમ પુરૂષોની સંપત્તિનું મુખ્ય પ્રયોજન અન્ય જીવોની વિપત્તિનો નાશ કરવો તે છે, અને તે કાર્ય કરવાને લીધે જ તેનું ‘લક્ષ્મી’ એવું નામ પડ્યું છે.
¤
સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડવૃતિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારની સાધનાના જય માટે બ્રહ્મચર્ય અદ્ભૂત અનુપમ સહાયકારી છે.
Jain Education International
૬૯
¤
જેઓની અંતરચેતના જાગી છે તે જ શ્રદ્ધાની શક્તિને જાણે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org