________________
અમૃત કળશ
સ્થિરતા થતાં, ચિત્તની સાધના વડે ઉત્તમ અતીન્દ્રિય આનંદને ઉપજાવનારી નિર્વિકલ્પ સમાધિ તે મનુષ્યને પ્રાપ્ત થાય છે, આ સ્થિતિની પ્રાપ્તિ તે જ આધ્યાત્મિક જીવનની સફળતાની ચરમ સીમા છે, તે જ યોગીઓનું ધ્યાન, ભક્તોની પરાભક્તિ અને જ્ઞાનીઓનું આત્મજ્ઞાન છે.
', IT,
જેટલું જેટલું વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન દઢ કર્યું હશે તેટલા તેટલા પ્રમાણમાં સાધકને કોઈ પણ પ્રકારનું દુ:ખ કે વિઘ્ન આવી પડતાં પોતાનો જ દોષ દેખાશે. સાચો સાધક સંયોગનો, બહારની વ્યક્તિઓનો કે વસ્તુઓનો દોષ ન કાઢતાં પોતાનો જ દોષ જુએ છે, અને તેથી તેને વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. •
જે સમ્યગ જ્ઞાનના પ્રભાવથી આશાને છોડી દે છે તેનું મન કમે કરીને ચપળતાને છોડી દે છે. ચપળતા જવાથી મન અને ઈન્દ્રિયોનો જય થાય છે, મનોજયથી સંકલ્પવિકલ્પોની જાળ તૂટી જાય છે, અને સાધકને પરમ નિર્વિકલ્પ સમાધિના આનંદની પ્રાપ્તિ થાય છે.
પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ એક વાર મધ્યપ્રદેશના લલિતપુર પાસે રાજાખેડા ગામમાં કોઈ દુર્જન પુરૂષોએ ભેગા થઈને મહારાજશ્રીને મારવાનો નિર્ણય કર્યો, પરંતુ તેઓ તો પોતાના ધ્યાનમાં લીન • આચાર વિનાના વિચારથી સુંદરતા ઘડીયે ટક્તી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org