________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
ગુરૂગમ વિના પોતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાન માર્ગની આરાધનાનો પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્ક જ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આંબર, અનિવાચાળપણું, મિથ્યાઅહંકાર, સ્વરછંદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિદાપણું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમની આવી દશા હોય તેમનામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની ભૂમિકા પણ સંભવતી નથી તો પછી આત્મજ્ઞાન તો કેવી રીતે સંભવે ? આમ, જ્ઞાનમાર્ગની આરાધનાનું આ કાળે દુરાધ્યપણું જાણવું.
એક લૌકિક સજજન પણ જો શરણાગતનું રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરૂ કેમ સહાયક થયા વિના રહે ? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમસંબંધની વાત છે, જે માત્ર ભક્ત-હદય જ સમજી શકે છે.
૩)
સંતોષ જેના જીવનમાં ઉત્પન્ન થાય છે તેને વર્તમાનમાં જ શાંતિ, નિરાંત અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. મોટા મોટા આરંભસમારંભોમાં તેની વૃત્તિ જતી નથી. આમ ક્રમે કરીને અંતર્મુખ અને • ત્યાગ, પ્રેમ અને પવિત્રતા એ ભગવત - પ્રાપ્તિનાં અંગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org