________________
૭૨
૧૭
સમતાભાવને ધારણ કરવાથી આશાઓનો નાશ થાય છે, અવિદ્યાનો વિલય થાય છે, અને મનરૂપી મર્કટ (વાંદડું) પણ વશ થઈ જાય છે માટે સમતાને ભજ.
g
૧૮
Jain Education International
ખાવાપીવામાં, નાહવામાં, વેપારમાં, લેણદેણમાં, કુંટુંબ-સંબંધો વગેરે વ્યવહારકાર્યોમાં કે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, નિત્યપાઠ, ધ્યાન વગેરે ધર્મકાર્યોમાં સતત તત્વાનુસંધાનની ટેવ પાડવાની છે. હું સાધકઆત્મા છું' એ ભાવ નિરંતર જાગૃતિમાં રાખવાનો ઉદ્યમ કરવાનો છે અને આના ફળ રૂપે એવું જીવન બનાવવાનું છે કે જેથી આપણા જીવનના દરેક કાર્યમાં સદ્ગુણોની સુગંધ પ્રસરે અને આપણું જીવન સ્વ-પર કલ્યાણમય બની જાય. બસ, આટલું ખરેખર થાય તો આત્મજ્ઞાન, આત્મસમાધિ અને આત્માનંદ પ્રગટયા વિના રહેશે જ નહિ, કારણ કે યોગ્ય કારણોના સમન્વયથી કાર્યની નિષ્પત્તિ અવિનાભાવિ છે.
મ
અમૃત કળશ
૧૯
હવે જો સ્વચ્છંદ દુ:ખદાયી છે એમ નકકી કર્યું છે તો તેનો નિરોધ કઈ રીતે થઈ શકે તે વિચારવું સ્વાભાવિક રીતે જ આવશ્યક થઈ પડે
સંસારરૂપી વિશાળ વનમાં માનવજીવનનો એક રથ એવો નથી કે જેને અનિવાર્ય અનિષ્ટોના પથ્થર ન નડયા હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org