________________
અમૃત કળશ
૧૦૭
હૃદયરૂપ શ્રી સુભાગ્ય, - તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શક્યું નથી.
સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે ઉદય તે પણ દવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.
પત્રાંક - ૩૫૭/પૃ. ૩૨૫/૨૫ મું વર્ષ
૧૦૮
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે.
પત્રાંક - ૩૫૮/પૃ. ૩૫/૨૫ મું વર્ષ
• આપણું જીવન નિત્ય નિર્મળ અને સદા સભર સરોવર જેવું હોવું
જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org