________________
૪૮
એ વાસ્તવિક માર્ગ છે કે કેમ ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ?
જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિ:સ્પૃહ પુરુષો લક્ષ કરતા હશે કે કેમ ?
૨૩૩/પૃ. ૨૭૯-૨૮૦/૨૪ મું વર્ષ
પત્રાંક
¤
૭૫
Jain Education International
અમૃત કળશ
-
સર્વાત્મસ્વરૂપને નમસ્કાર
પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડયો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હોવાથી આપને વિનંતી છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરુપાયતા મારી છે.
પત્રાંક - ૨૩૪/પૃ. ૨૮૦/૨૪ મું વર્ષ
સ
• ધૈર્ય એ મનુષ્યજીવનનો કેળવવા જેવો અણમોલ ગુણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org