________________
૫૪
અમૃત કળશ
એવો ચોકકસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ.
જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જયાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી.
પત્રાંક
૨૫૫/પૃ. ૨૯૦/૨૪ મું વર્ષ
g
૮૪
આપણો વિયોગ રહેવામાં પણ હિરની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું.
-
શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું.
પત્રાંક
૨૫૯/પૃ. ૨૯૨-૨૯૩/૨૪ મું વર્ષ
m
Jain Education International
૮૫
ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ?
૦ રખડતા ઢોરને જો ખીલે બાંધવામાં ન આવે તો તે ઘણું નુકશાન કરે છે તેમ મન પણ રખડતું થઈ જાય તો ન ભરી શકાય તેટલું નુકસાન કરી શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org