________________
૫૬
८८
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
પત્રાંક - ૨૭૩/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ
૪
૮૯
‘સત્' હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી.
જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ સત્ કાંઈ કાળે ‘સત્ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે.
અમૃત કળશ
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
Jain Education International
પત્રાંક - ૨૭૪/પૂ. ૨૯૯/૨૪ મું વર્ષ
¤
શ્રદ્ધાવિહીન શબ્દચર્ચાથી આત્મજ્ઞાન થતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org