________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
મન, વચન, કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે.
પત્રાંક - ૨૬૩/પૃ. ૨૯૫/૨૪ મું વર્ષ
x
૪૬
Jain Education International
ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે.
પત્રાંક - ૨૬૯/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ
¤
62
જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.
૫૫
પત્રાંક - ૨૭૦/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ
¤
સવિચારને તરત જ અમલમાં મૂકો પણ દુષ્ટ વિચારનો અમલ તો મુલત્વી જ રાખજો.
For Private & Personal Use Only
www.jainelibrary.org