________________
પ૦
અમૃત કળશ
હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સો૦ જેવા સપુરૂષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો. તો હું વિશેષ પ્રસન્ન છું.
પત્રક - ૨૪૦/પૃ. ૨૮૨-૨૮૩/૨૪ મું વર્ષ
સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે. તમારી ઈચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે.
પત્રક - ૨૪૩/પૃ. ૨૮૪/૨૪ મું વર્ષ
પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ.
કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે • સંસારની બળતરા અને મનની કડવાશને વાગોળવાથી અશાંતિ સિવાય કશું જ મળતું નથી; તેમ પ્રભુનામ, પ્રભુગુણ કે પ્રભુની ! લીલાઓને વાગોળવાથી પૂર્ણ શાંતિ સિવાય બીજું કશું જ મળતું નથી.
/
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org