________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૪૯
આપની ઇચ્છા સવૃત્તિઓ થવા રહે છે; એ વાંચી વારંવાર આનંદ થાય છે.
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે સત્સંગનો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બળ્યા કરે છે; તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુષ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. સતને વિષે પ્રીતિ, સતરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે.
પત્રક - ૨૩૮/પૃ. ૨૮૨/૨૪ મું વર્ષ
• શુભસંકલ્પ પછી પ્રારંભાયેલા પુરુષાર્થમાં હૃદયપૂર્વકની પ્રાર્થના || ભળે તો તેમાં ઈશ્વરકૃપા અવશ્ય ઊતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org