________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિષે પણ સત સંબંધી સંસકાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિઆ અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે.
પત્રક - રર૯/૫. ૨૭૮/૨૪ મું વર્ષ
જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઇચ્છા છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે, એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો.
એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું • ભાઈ ! પવિત્રતા માટે તો અગાઉનાં પુણ્યો સાથે જાગૃત પરમ પુરુષાર્થની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org