________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે.
પત્રાંક - ૨૪૪/પૂ. ર૮૪/૨૪ મું વર્ષ
હરિ ઇચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું?
લિ. આજ્ઞાંકિત. પત્રક - ૨૫૧/પૃ. ૨૮૮/૨૪ મું વર્ષ
ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય.
અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે.
પત્રક - ર૫૩/૫. ૨૮૮/૨૪ મું વર્ષ
એક વાર તમારું સર્વસ્વ પ્રભુચરણમાં ધરીને જુઓ કે તમે ક્યાં ? છો ? અરે તમે તો તરત જ શાશ્વત સુખના સામ્રાજ્યમાં પ્રવેશી ચૂક્યા હશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org