________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મુકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.
પત્રક - ર૦૫/પૃ. ર૬૫/૨૪ મું વર્ષ
અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નાનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.
પત્રક - ૨૦૮/પૃ. ૨૬૬-૨૬૭/૨૪ મું વર્ષ |
દાતા પોતાના દાનનાં મીઠાં ફળ ખાય છે, કંજૂસ એકઠાં કરેલાં | સોનાચાંદીનું દુ:ખ ખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org