________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાત્મ વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે.
પત્રાંક - ૧૯૧/પૃ. ૨૫૮/૨૪ મું વર્ષ
અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેઓએ જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ (સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચીત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. વિ. રા.
પત્રાંક - ૧૯૩/પૃ. ૨૫૯/ર૪ મું વર્ષ
ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. • જેના જીવનની બન્ને બાજુ સ્વનિર્મિત સંયમના કિનારા હોય તેની | જીવન સરિતા જ બેય સાગર સુધી પહોંચી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org