________________
૪૦
અમૃત કળશ
અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમા છે.
પત્રાંક - ૧૭૯/પૃ. ૨૫૪/૨૪ મું વર્ષ
g
૬૪
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી: પરંતુ યોગ (મન, વચન, કાયા) થી અસંગ થવા વનવાસની આવશ્યક્તા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !
કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરૂષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને માત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ! પત્રાંક - ૧૮૭/પૃ. ૨૫૭/૨૪ મું વર્ષ
Jain Education International
¤
વરસાદના જળથી ઘાસ અનાજનો દુષ્કાળ દૂર થાય; સંતાવાણીની વૃષ્ટિની માણસાઈનો દુષ્કાળ દૂર થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org