________________
૩૮
અમૃત કળશ
૫૯
અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે? સર્વસત્તામકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું. તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ !!
પત્રક - ૧૬૪/પૃ. ર૪૪/૨૪ મું વર્ષ
તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી.
આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. (નોંધ : આ દેહધારી હાલ અજ્ઞાની છે. હરનીશ શાહ)
પત્રક - ૧૭૩/પૃ. ૨૫૧-૨૫૨/૨૪ મું વર્ષ
નદીની જેમ માનવી બે કિનારા વચ્ચે વહે તો તે શાલીન, સુખદાયક અને શાંતિદાયક બની અંતે પરમાત્માને મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org