________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખતે એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે; તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાંણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે.
પત્રક - ૧૩૯/પૂ. રર૬-૨૨૭/૨૩ મું વર્ષ
સર્વાર્થસિદ્ધની જે વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઊઠયો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો.
કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે કે એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે.
પત્રક - ૧૫૨/પૃ. ૨૩૧/૨૩ મું વર્ષ
• નિષ્ફળતામાં નિરાશ નથી થતો, હિમ્મત નથી હારતો તે જ સાચો | બહાદુર અને સમજદાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org