________________
અમૃત કળશ
માગું છું. જે વિચારો સઘળી સગપણતા દુર કરી, સંસારયોજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવના છે; અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉ છું.
પત્રાંક - ૩૦/પૃ. ૧૬૮/ર૧ મું વર્ષ
સાતપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
પત્રાંક - ૪૭/પૃ. ૧૭૯/રર મું વર્ષ
સર્વ દર્શન પારિમાણિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ.
પત્રક - ૬૮/પૃ. ૧૯૨/૨૨ મું વર્ષ
| • જેના નયનોમાં સદાય નૂર ઝરે છે તે સદગુરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org