________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૨૫
(૧) આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં.
પત્રક - ૨૧-૮/પૃ. ૧૫૫/૨૦ મું વર્ષ (૨) મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંત:કરણ જોવું એ વધારે પરીક્ષા છે.
પત્રક - ૨૧-૧૫/પૃ. ૧૫૫/૨૦ મું વર્ષ (૩) આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
પત્રાંક - ૨૧-૨૮/પૃ. ૧૫૬/૨૦ મું વર્ષ (૪) હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં ધું સુખ છે ? "
પત્રક - ૨૧-૩૪/પૃ. ૧૫૬/૨૦ મું વર્ષ (૫) એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય.
પત્રાંક - ૨૧-૪૬/પૃ. ૧૫૭/ર૦ મું વર્ષ (૬) નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી મળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
પત્રાંક - ૨૧-૬૦/પૃ. ૧૫૭/૨૦ મું વર્ષ • રાગ-દ્વેષ, મારું-તારું, સુખ-દુ:ખ, પ્રિતિ-ભિતિ, માન-અપમાન, |
કીર્તિ-લાલસા, ધન-વૈભવ, ઈચ્છા-એષણા, કામ-કોધથી પર કરી સદાય હરિચરણમાં ચિત્તની વૃત્તિને જોડી દે તે સદ્ગુરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org