________________
અમૃત કળશ
ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પત્રક - ૮૦/પૃ. ૧૯૭/૨૨ મું વર્ષ
વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
પત્રાંક - ૪૦/૫. ૧૭૧/૨૧ મું વર્ષ
| (i) છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા,
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂ૫ ભારે ઊપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મુકે કોઈને. ૬ • તમારાં વખાણથી રાજી ન થાઓ અને નિંદાથી નારાજ ન થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org