________________
અમૃત કળશ
તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદુ કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે.
પત્રાંક - ૨૧૮/પૃ.ર૭૪/૨૪ મું વર્ષ
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
પત્રક - ૨-૧૫/પૃ. ૪/૧૩ મું વર્ષ પહેલાં
વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.
પત્રાંક - ૨-૬૫/પૃ. ૬/૧૭ મું વર્ષ પહેલાં
• સફળતાને તમારો જન્મસિદ્ધ અધિકાર માનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org