________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૪
સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સગુરુની શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિ:શંક્યાથી આરાધન કરવું; અને તો જ સર્વે માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, સત મળ્યા નથી, સન સુર્યું નથી, અને સત શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. • બાન માર્ગે આવતા વિચારો રસ્તા પરનાં બાળકો જેવા છે, તમે | - તમારે બાજુ પરથી પસાર થઈ જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org