________________
આધ્યાત્મિક સાધનામાં એને ઉપયોગ કરવામાં આવે તે જીવન ખરેખર ધન્ય બની જાય. કર્મવાદ પણ એવી જ ઘણું મહત્ત્વની છતાં અટપટી વસ્તુ છે.
આ પુસ્તકમાં સ્યાદ્વાદ, સપ્તભંગી, નય, નિક્ષેપ વગેરે અનેકાન્તવાદને લગતી ઘણી ઘણી વાતો તથા કર્મવાદનું ઘણું સુંદર અને સરળ વિવેચન વાચકોને એક જ સ્થળેથી જાણવા મળશે. ઘણું ઘણું વિષયે આ પુસ્તકમાં ક્રમે ક્રમે પદ્ધતિસર આવરી લેવામાં આવ્યા છે.
માસ્તર ખૂબચંદભાઈનો ખાસ પરિચય અને સં. ૨૦૩૩ ના વાવ (બનાસકાંઠા)ને ચેમાસામાં જ થયો. તેમનું વાંચન વિશાળ છે. ચિંતન-મનન પણ ઘણું છે. તેઓ શ્રદ્ધાયુકત છે. તથા સત્યના જિજ્ઞાસુ હોવાથી અનાગ્રહી છે. ધાર્મિક પાઠશાળાના શિક્ષક તરીકે ઘણું દીર્ધકાળને (ચાલીશ વર્ષ સુધીની તેમને અધ્યાપક તરીકે અનુભવ છે. એટલે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે વિચારોની અને વિષયની રજુઆત કરવી તેની તેમને સારી હથેટી પ્રાપ્ત થયેલી છે. આ પૂર્વે પણ તેમણે અનેક પુસ્તકો, લેખો લખેલાં છે, અને તે લોકપ્રિય તથા લેકોપયોગી બન્યાં છે. આ પુસ્તકમાં પણ તેમની લેખન કળાનો -તથા તેમના અનુભવજ્ઞાનને અને બહુશ્રુતપણાનો વાંચકોને અનુભવ થશે. તેમનું આ પુસ્તક પણ દેવ-ગુરૂ કૃપાએ સફળ થાઓ એ શુભેચ્છા.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મદ્વિજય આદરિયાણા સિદ્ધિ સૂરીશ્વર પટ્ટાલંકાર–પૂજ્યપાદ વિ. સં. ૨૦૩૫, આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂપિષ સુદિ ૧૦ રીશ્વર શિ–પૂજ્યપાદ ગુરૂદેવ-મુનિ
રાજ શ્રી ભુવનવિજયાતે વાસી મુનિ એ જ મૂવિજય