Book Title: Aatm Vigyan Part 02 Author(s): Khubchand Keshavlal Parekh Publisher: Khubchand Keshavlal Parekh View full book textPage 8
________________ કિંચિત श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ श्री शांतिनाथाय नमः ॥ श्री सद्गुरुदेनेभ्यो नमः ॥ સચ્ચિદાનંદ પરમાત્મપદની પ્રાપ્તિ, એ જ માનવજીવનને મુખ્ય ઉદ્દેશ છે. હકીક્તમાં આ જીવાત્મા તે પરમાત્મસ્વરૂપ છે જ, છતાં અનાદિકાલીન અજ્ઞાન (અવિદ્યા) તથા અજ્ઞાનજન્ય (અવિદ્યામૂલક) વાસનાદિ વિવિધ વિકારથી તેનું મૌલિક પરમાત્મસ્વરૂપ સદા ઢંકાયેલું જ રહેલું હોવાથી આ સંસારની વિવિધ યોનિઓમાં તેણે ફરજિયાત પરિભ્રમણ કરવું જ પડે છે. અને વિવિધ એનિઓનાં દુઃખે અને યાતનાઓના ભાગ તેને અનિચ્છાએ પણ બનવું જ પડે છે. આ અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે માનવજન્મ એ એક જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસર છે, એમ સર્વ ધર્મશાસ્ત્રોએ તથા સર્વ સંતપુરૂષોએ પોકારી પોકારીને કહ્યું છે. માત્માજ્ઞાન માં :વમાત્માને દુન્યતે –[ચોપરાસ્ત્ર ૧/૩] “સવે દુઃખે આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને સવે દુઃખ આત્માના જ્ઞાનથી નષ્ટ થાય છે, પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે બહિરાત્મદશાનો ત્યાગ કરીને અંતરાત્મદશામાં સર્વ પ્રથમ આવવું પડે છે. અંતરાત્મદશામાં સ્થિર થઈને જ પરમાત્મદશાની સાધના કરી શકાય છે. અંતરાત્મદશાની સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ઘણું ઘણું વિવિધ ભૂમિકાઓ હોય છે. આ બધાનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી આવે છે. પરંતુ શાસ્ત્રોને સમુદ્ર અગાધ છે, અને ધર્મશાસ્ત્રની ભાષાનું જ્ઞાન પણ ઘણું શ્રમસાધ્ય છે. એટલે બહુજનસમાજ ઉપયોગી ભાષામાં, સરળતાથી અને સ્પષ્ટતાથી આત્મા સંબંધી ધર્મશાસ્ત્રની વાતPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320