Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 6
________________ પછી જ તે પ્રમાણે સફલતા મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. તત્ત્વવેત્તાઓએ આ રીતે ધર્મારાધકો માટે, તત્ત્વજ્ઞાનના વિષયનું જ્ઞાન, સંપાદન કરવાનું જરૂરી કહ્યું છે. આત્મિજ્ઞાનને સમજાવનારૂં જ્ઞાન, તે જ સાચું તત્ત્વજ્ઞાન છે. તેવા તત્ત્વજ્ઞાનથી જ વિશ્વનો ઉદ્ધાર છે. વિશ્વશાંતિ છે. અલ્પજ્ઞાની એવા મેં, આવા તત્વજ્ઞાનના વિષયને જ લગતી હકિકત, પુર્વ મહાપુરૂષોએ રચિત આધ્યાત્મિક ગ્રંથને અનુસરે, અલ્પઅંશે આ પુસ્તકમાં આળેખી છે. તેમાં જે કંઈ સારું છે, તે પુર્વ મહાપુરૂષોને જ આભારી છે. અને જે કંઈ ક્ષતિ છે, તે મારી બુદ્ધિમંદતા કે જ્ઞાનની અધુ રાશના કારણે છે. ભાષામાં શબ્દસંસ્કારે જરૂરી છે. એવી ભાષાવાળું લખાણ જ વિદભોગ્ય બની શકે છે. પરંતુ મારી આ લેખનશૈલીમાં વ્યાકરણના વિદ્વાનોની દ્રષ્ટિએ ખૂબ જ ખામી જણાશે. તેમ થવામાં મારા ભાષાઅભ્યાસની જ ન્યૂનતા છે. કોઈપણ વસ્તુનું વિવેચન કરવામાં છવાસ્થને તાત્વિક વિષય અગે પણ ભૂલ આવવાનો સંભવ છે. કેમકે સર્વગુણ તે વીતરાગ છે. વીતરાગના જેવા ગુણો, છઘસ્થમાં ક્યાંથી હોય? છદ્મસ્થ જીવો તો વીતરાગ પ્રભુની વાણીના અનુસાર, સ્વપરના કલ્યાણ માટે તાત્વિક સાહિત્યનું સર્જન કરે છે. તેમાં પિતાના કરતાં વિશેષ જ્ઞાનવાળાને શાસ્ત્રોથી કંઇક ઉલટું લખેલ માલુમ પડે, અગર કોઈક ઠેકાણે સુધારવાનું માલુમ પડે, એમ પણ બની શકે છે. તો તે પ્રમાણે આ પુસ્તકમાં ભૂલચૂક થઈ હોય તો, વિદ્વાને સુધારશે. અને શુભ આશયથી લખેલ આ પુસ્તકમાંથી હંસચંચુંની પેઠે સારભાગ ગ્રહણ કરશે, એવી આશા રાખું છું. આવા ગહન તાત્વિક વિષયને લખવા માટે કલમ ઉપાડવામાં ખરેખર તો હું અગ્ય જ છું. પરંતુ પુર્વાચાર્યોએ લખેલ સાહિત્ય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 320