Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ
श्री परमात्मने नमः
પ્રથમન નવનીત
(ભાગ-૨ )
[પૂ. ગુરુદેવશ્રીની પસંદગીનાં ખાસ પ્રવચન]
પ્રકાશક:
શ્રી વીતરાગ સત્ સાહિત્ય-પ્રસા૨ક ટ્ર સ્ટ
ભાવનગર ૩૬૪ ૦૦૧
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન: શ્રી વીતરાગ સત્ સાહિત્ય-પ્રસારક ટ્રસ્ટ
પ૮૦, જૂની માણેકવાડી, ભાવનગર-૩૬૪ ૦૦૧
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪ ૨૫૦
પ્રથમવૃત્તિ :
પ્રત ૨૧OO વીર નિર્વાણ સંવત્ ૨૫૦૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Zaverchandbhai P Shah, London, UK (to mark the 21st anniversary of his son, Vidyut, passing away on 26 July 1981) who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Pravachan Navneet Part - 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
2 June 2004
First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
www.AtmaDharma.com
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય
પ્રત્યક્ષ પરમોપકારી, મુમુક્ષુઓના તારણહાર, નિષ્કારણ કરુણામુર્તિ, સ્વાનુભવવિભૂષિત, અધ્યાત્મયુગસ્રષ્ટા, અધ્યાત્મસંત પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં, અધ્યાત્મના પરમરહસ્ય ઉપર પ્રકાશ પાડતા, વિશિષ્ટ પ્રવચનોના સંકલનના ભાગરૂપે “પ્રવચન નવનીત' ભાગ-૨ પ્રકાશિત કરતાં અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
સદ્ધર્મતીર્થના સ્તંભરૂપ ભગવત કુંદકુંદાદિ આચાર્યો-મુનિભગવંતો તેમ જ અન્ય સત્પરષોના હૃદયમાં પેસી જઈને આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમના ગંભીર આશય/હાર્દને યથાર્થપણે પ્રકાશિત કરી અનુપમ ઉપકાર કર્યો છે. તે પ્રત્યે અહોભાવરૂપ ઉપકૃતમુમુક્ષુહૃદયચિતાર નિમ્ન પંક્તિઓમાં જોતાં મળે છે:
“શ્રત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગત તારણહાર છો.”
(-પૂ. બહેનશ્રી). એવા અનહદ ઉપકારી, મહાપ્રતાપી, કરુણાસાગર, યુગપુરુષે ૪૬ વર્ષો સુધી જૈનધર્મના આધ્યાત્મિક સિદ્ધાંતોનું વિવેચન અતિ સ્પષ્ટરૂપે સરળ અને લોકભોગ્ય ભાષા અને શૈલીમાં કરી અપૂર્વ ભવાંતકારી પ્રવચન-ગંગા વહાવી. તેમાં પરમાગમોની કેટલીક ગાથાઓ અને પુરુષનાં વચનો તે મુમુક્ષુઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપકારી હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણા જ પ્રિય હતાં. તે ઉપર તેઓશ્રીએ ખાસ ૧૪૩ મંગલકારી પ્રવચનો આપ્યાં હતાં. તે મુમુક્ષુજગત માટે આત્માર્થ પુષ્ટિદાયક માખણરૂપ (નવનીતરૂપ ) સારભૂત વિષયો પ્રકાશિત થાય તેવી નિષ્કારણ કારુણ્યવૃત્તિથી આપેલાં પ્રવચનો જેને આપણે “મહાપ્રવચનો' ની સંજ્ઞાથી બિરાદાવવું સાર્થક ગણાશે. આ પ્રવચનો દરમ્યાન અનેકવાર પ્રમોદથી તેઓશ્રી ફરમાવતા કેઃ “આ વ્યાખ્યાન ઘણાં સૂક્ષ્મ છે! આ બાર અંગનો સાર છે ! ટેઈપ ઉપરથી બધા વ્યાખ્યાન છપાશે.' પરંતુ તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું પુનિત કાર્ય સફળ થયેલું નહીં.
પૂ. ગુરુદેવના નિષ્કારણ કરણાભર્યા ઉક્ત વિકલ્પને સાકાર કરવાનો, તેમજ વર્તમાન અને ભાવી મુમુક્ષુજગતને અધ્યાત્મના સારભૂત વિષયોનો અભ્યાસ થવા અર્થે અમૂલ્ય સાધન સુલભ કરવાનો, શુભ સંકલ્પ–વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર-ધર્મ-ધર્માત્માઓ પ્રત્યે અનન્ય નિષ્ઠાવાન, સિદ્ધાંતનિષ્ઠ, અધ્યાત્મરસિક શ્રદ્ધય શ્રી શશીકાંત મ. શેઠની પ્રશસ્ત પ્રેરણાથી-શ્રી વીરનિર્વાણોત્સવ-૨૫૧૮ના શુભ દિને શ્રી સોનગઢ તીર્થધામમાં કરવામાં આવ્યો હતો, ત્યારે ઉપસ્થિત શ્રી સદ્ગ-પ્રવચન-પ્રેમી મુમુક્ષુઓએ ઘણા જ હર્ષોલ્લાસપૂર્વક તેને વધાવી લીધો અને તેમાં સહભાગી થવા માટે અનેક પ્રકારે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
પ્રથમ તો ટેઈપ ઉપરથી પ્રવચનો ઉતારવાનું, તેમજ તેને ભાષાંતર કરવાનું કામ ઘણા પરિશ્રમવાળું અને કઠિન હોવા છતાં ભાવનગરનાં મુમુક્ષુભાઈ–બહેનોના ભાવનાપૂર્ણ સહકારથી પાર પડતાં તે પ્રવચનો ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. સર્વ પ્રથમ પ્રવચનો અક્ષરશ: લખી, તેને ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યક્તિ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેના ઉપરથી સંકલન કરતી વખતે પૂ. ગુરુદેવશ્રી જે ક્રમમાં બોલ્યા તે જ ક્રમમાં યથાશક્ય બધી વાક્યરચના રાખવામાં આવી છે. જેથી કોઈ ભાવ ચૂકી ન જવાય. ક્યારેક સાહિત્યમાં સંક્ષેપને ગુણ અને પુનરુક્તિને દોષરૂપ ગણવામાં આવે છે જયારે અધ્યાત્મમાં તો વિસ્તાર અને પુનરુક્તિનું સ્થાન ભાવનામાં રસવૃદ્ધિસ્વરૂપે છે. વળી જ્યાં જ્યાં કોઈ વાક્ય વગેરે અધૂરાં હોય ત્યાં આશય મૂજબ કૌંસમાં (બ્રેકેટમાં) લખવામાં આવ્યું છે. તેમ જ યથોચિત સ્પષ્ટીકરણ માટે પણ કસમાં લખવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી યથાવતું પ્રવાહી લાગે તે રીતે, તેમ જ આપણી સમક્ષ પૂ. ગુરુદેવશ્રી જ બોલતા હોય તેવી રીતે, આ સંકલન કરવાની નીતિ રાખેલ છે. સંકલન થયા બાદ તેને આખરી સ્વરૂપ આપવા માટે બે વિદ્વાનો દ્વારા તપાસવામાં આવે છે અને ત્યારબાદ છાપવા માટે આપવામાં આવે છે. આ બધું કાર્ય માનનીય શ્રી શશીભાઈ શેઠના નિર્દેશનમાં કરવામાં આવ્યું છે. ટૂંકમાં ગુરુદેવશ્રીની બોલાયેલી વાણી તેના મૂળ સ્વરૂપમાં જાળવવા માટે શક્ય પ્રયત્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] કર્યો છે. છતાં તેમાં કોઈ ત્રુટિ જણાય તો સુજ્ઞજનોને તે તરફ અમારું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતી છે. જેથી દ્વિતીય આવૃત્તિમાં અને બાકીના ભાગો તૈયાર કરવામાં તે અમને સહાયરૂપ થાય.
આ પ્રવચનાવૃત્તિ “શ્રી નિમયસાર' પરમાગમના મૂળ સૂત્ર-પ્રણેતા શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ; ટીકાકાર મહામુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ; ઉદ્ધત શ્લોક-વિરચિયતા શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્ય અને શ્રી પાનંદીઆચાર્યદેવ આદિની રચનાઓ ઉપર પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા એવા એ સર્વ ભગવંતોને; તેમજ પ્રવચન દરમ્યાન જે મહાત્માઓનાં વચનોને ઉદ્ધત કર્યા એવા મહાસમર્થ શ્રી વીરસેનસ્વામી, શ્રી સમતભદ્રસ્વામી, શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી કાર્તિકેયસ્વામી, શ્રી યોગીન્દુદેવસ્વામી અને જયસેનસ્વામી આદિ આચાર્યભગવંતોને; તથા સ્વાનુભવવિભૂષિત સર્વ શ્રી બહેનશ્રી ચંપાબેન, નિહાલચંદ્રજી સોગાની, પં. બનારસીદાસજી, શ્રીમદ્ રાજચંદ્રજી, ૫. રાજમલ્લજી, ૫. જયચંદજી, આચાર્યકલ્પ ૫. ટોડરમલ્લજી આદિ સર્વ સંપૂજ્ય મહાત્માઓને ઉપકૃતહૃદયથી કોટિકોટિ વંદન કરીએ છીએ.
વળી, જેમની ૮૧મી જન્મજંયતી પ્રસંગે આ ગ્રંથ પ્રકાશન કરવાનું મહાભાગ્ય સાંપડ્યું તેવાં પ્રશમમૂર્તિ સ્વાનુભવવિભૂષિત ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન જેઓએ આત્મસાધના સહિત પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અખંડિત રાખી સમાજ સમક્ષ એક મહાન આદર્શરૂપ રહ્યાં. તેઓશ્રીને પણ ઉપકારવશ શતશત વંદન કરીએ છીએ.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યામંદિર ટ્રસ્ટના ટેઈપ વિભાગ તરફથી ટેઈપ ઉતારી સંગ્રહ કરવાનું કાર્ય પણ આ પ્રસંગે મહત્ ઉપયોગી થયું છે તે બદલ તેના સ્થાપક પ્રમુખ સ્વ. શ્રી નવનીતભાઈ જવેરી તથા ટેઈપ વિભાગના કાર્યકરોના પણ અત્યંત આભારી છીએ.
ઉક્ત સંકલન માટે ટેઈપ ઉપરથી અક્ષરશઃ ઉતારી તેને ગુજરાતી ભાષાંતર કરી આપવા બદલ શ્રીમતી સરોજબહેન અરવિંદભાઈ ગાંધી; તેની ચકાસણી કરવા બદલ શ્રી કિરીટભાઈ ચુનિલાલ શાહ તથા તેને સંકલન કરવા બદલ શ્રી ચિરંજીલાલ જૈન, તથા સંકલિત મેટરને પ્રથમવાર તપાસવાનું કાર્ય કરવા બદલ માનનીય શ્રી પ્રાણભાઈ પી. કામદાર; અને તેને અંતિમરૂપ આપવા બદલ માનનીય શ્રી શશીભાઈ મ. શેઠ પ્રત્યે ટ્રસ્ટ અત્યંત આભારી છે.
આ પ્રવચનનું પ્રકાશન કરવા માટે જે જે મુમુક્ષુઓ તરફથી આર્થિક સહ્યોગ પ્રાપ્ત થયેલ છે તેઓની નામાવલિ સાભાર અન્યત્ર પ્રકાશિત કરવામાં આવી છે.
ગ્રંથમુદ્રણનું સુંદર કાર્ય કરી આપવા બદલ શારદા મુદ્રણાલય તથા ભગવતી મુદ્રણાલયનો પણ આભાર માનીએ છીએ. તદુપરાંત આ સંકલન પ્રકાશિત કરવાના કાર્યમાં સહભાગી થનાર બાકીના સર્વના પણ અમે આભારી છીએ.
ટૂંકમાં જે કોઈ સુંદર છે તે સઘળુંય પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રતાપે છે. તેમને ફરી નિમ્ન પંક્તિઓથી વંદન કરી અત્ર વિરમીએ છીએ.
“સતત દષ્ટિધારા બરસાતે ચૈતન્યક પ્રદેશ-પ્રદેશ સહજ મહા દીપોત્સવકી ક્ષણેક્ષણે વૃદ્ધિ કરતે શ્રી ગુરુદેવકો અત્યંત ભક્તિભાવે નમસ્કાર!” ( –પૂ. શ્રી સોગાનીજી)
સપુરુષોનો પ્રત્યક્ષ યોગ જયવંત વર્તા!
-ત્રિકાળ જયવંત વર્તા! ભાવનગર, તા. ૨૩-૮-૧૯૯૪
ટ્રસ્ટીગણ (પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રી ચંપાબેનની
શ્રી વીતરાગ સત સાહિત્યપ્રસારક ટ્રસ્ટ ૮૧મી જન્મજયંતી)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯
૧૨૧
૧૨૯
૧૭૫
પ્રવચન નવનીત ” ભાગ-૨ શ્રી “નિયમસાર' ઉપર પૂ. ગુરુદેવશ્રીની પસંદગીના ખાસ પ્રવચન અનુક્રમણિકા
પૃષ્ઠસંખ્યા * ગાથા ૩૮ ઉપર પ્રવચન
૧ થી ૨૫ * શ્લોક ૫૪ ઉપર પ્રવચન
થી ૪૧ * ગાથા ૫૦ ઉપર પ્રવચન
થી ૮૪ * શ્લોક ૭૪ ઉપર પ્રવચન * ગાથા ૫૧-૫૫ ઉપર પ્રવચન * શ્લોક ૭૫ ઉપર પ્રવચન
૧૧૮ * શ્લોક ૧૦૮ ઉપર પ્રવચન
૧૨૩ * ગાથા ૭૭-૮૧ ઉપર પ્રવચન
૧૩૧ ૧૭૪ * શ્લોક ૧૦૯ ઉપર પ્રવચન
૧૮૨ * ગાથા ૮૨ ઉપર પ્રવચન
૧૮૩ ૧૯૭ * શ્લોક ૧૧૦ ઉપર પ્રવચન
૧૯૮
૨OO * ગાથા ૮૩ ઉપર પ્રવચન
૨૦૧
૨૧) * શ્લોક ૧૧૧ ઉપર પ્રવચન
૨૧૧ * ગાથા ૮૪ ઉપર પ્રવચન * શ્લોક ૧૧ર ઉપર પ્રવચન
૨૨૮ * ગાથા ૮૫ ઉપર પ્રવચન
૨૨૯ થી * શ્લોક ૧૧૩ ઉપર પ્રવચન
૨૩૮ થી * શ્લોક ૧૧૪ ઉપર પ્રવચન
૨૪૦ થી ૨૪૬ * ગાથા ૮૬ ઉપર પ્રવચન
૨૪૭ થી * શ્લોક ૧૧૫ ઉપર પ્રવચન
ર૬૦ થી ર૬૧ * ગાથા ૮૭ ઉપર પ્રવચન
ર૬૩ થી * શ્લોક ૧૧૬-૧૧૭ ઉપર પ્રવચન
૨૭૦ થી
૨૭ર * ગાથા ૮૮ ઉપર પ્રવચન
ર૭૩ થી ૨૭૭ * શ્લોક ૧૧૮ ઉપર પ્રવચન
૨૭૮ થી * ગાથા ૮૯ ઉપર પ્રવચન
૨૮૩ થી
૨૯૪ * શ્લોક ૧૧૯ ઉપર પ્રવચન
૨૯૫ * શ્લોક ૧૨૦ ઉપર પ્રવચન
૩૦૪ થી ૩૦૫
૨૧૩ ૨૨૪
૨૧૫
૨૨૫.
૨૩૭ ૨૩૯
૨૫૯
ર૬૯
- ૨૮૧
૩૦૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસા૨: ગાથા ૩૮ શ્રી પદ્મપ્રભમલધારિદિવવિરચિત સંસ્કૃત ટીકા
[શુદ્ધભાવ અધિકાર ] अथेदानीं शुद्धभावाधिकार उच्यते।।
जीवादिबहित्तचं हेयमुवादेयमप्पणो अप्पा। कम्मोपाधिसमुभवगुणपज्जाएहिं वदिरित्तो।।३८।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा।
कर्मोपाधि समुद्भवगुणपर्यायैर्व्यतिरिक्तः।।३८ ।। हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत्।
जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम्।। आत्मन: सहजवैराग्यप्रासादशिखरशिखामणे: परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरूपादेयोह्यात्मा। औदयिकादिचतुर्णा भावान्तराणामगोचरत्वाद् द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्माह्यात्मा। अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तेरण न किंचिदुपादेयमस्तीति।
ગુજરાતી અનુવાદ: હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે,
-જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮. અન્વયાર્થ:- [ નીવાવિવસ્તિત્ત્વ ] જીવાદિ બાહ્યતત્ત્વ [દેય] હેય છે, વર્ણોપાકિસમુદ્રમવાપર્યા: ] કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી [ વ્યતિરિવ7:] વ્યતિરિક્ત માત્મા ] આત્મા [ માત્મન: ] આત્માને [ ૩પાવેયન્] ઉપાદેય છે.
ટીકાઃ- આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજા વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે, પરદ્રવ્યથી જે પરાઠુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહુજન પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજ) કાંઈ ઉપાય નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
પ્રવચન: તા. ૩૦ - ૧ - ૧૯૭૮
‘નિયમસાર ’ગાથા-૩૮, અધિકાર ત્રીજો. શુદ્ધભાવ અધિકાર. આ શુદ્ધભાવ એટલે જે પુણ્ય અને પાપના અશુદ્ધભાવ તેનાથી રહિત, તે ‘શુદ્ધભાવ ’. એ પર્યાય નથી. આ ‘શુદ્ધભાવ ’ ત્રિકાળીની વાત છે. શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે; એ અપેક્ષાએ આત્માની સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પર્યાય એ શુદ્ધ છે; પણ એ આ શુદ્ધભાવ એ આ શુદ્ધભાવ અધિકાર નથી. આ શુદ્ધભાવ અધિકાર તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવને કહે ( દર્શાવે ) છે. એ (સમ્યગ્દર્શનાદિ ) શુદ્ધભાવ, તે (તો ) પર્યાય છે; નિશ્ચયસમ્યગ્દર્શન હોં! વ્યવહાર (સમ્યગ્દર્શન ) તો અશુદ્ધ ( ભાવ ) માં ગયો. અહીંયાં તો આત્માનું જે ધ્રુવસ્વરૂપ ત્રિકાળી, એને શુદ્ધભાવ કહે છે. એના આશ્રયથી જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ ) નિર્મળપર્યાય, શુદ્ધપર્યાય, મોક્ષનો માર્ગ (પ્રગટયો ) એ ( પણ ) અહીંયાં (શુદ્ધભાવ ) નથી. અહીંયાં તો એ શુદ્ધપર્યાય પણ હૈય છે, આશ્રય કરવા લાયક નથી-એમ બતાવવું છે! આહા... હા! નિમિત્ત તો હૈય છે. નિમિત્ત તરફનો શુભાશુભભાવ, (એ ) પણ હૈય છે. ઉદયભાવ તો (અશુદ્ધમાં) ગયો. પણ અહીં તો દ્રવ્યના આશ્રયથી પર્યાયમાં જે શુદ્ધ મોક્ષનો માર્ગ-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ(રૂપ ) સમ્ય વર્શનજ્ઞાન ચારિત્રાણિમોક્ષમાર્ગ: ' –એ નિર્મળપર્યાય-ઉત્પન્ન થાય, એને પણ હેયમાં નાખે છે! (એની ઉપાદેયતાનો ) આ અધિકાર નથી. અહીંયાં તો શુદ્ધભાવ (અર્થાત્ ) ત્રિકાળીવસ્તુ, એ શુદ્ધભાવ; ( ( એનો ) આ અધિકાર છે.
.
ટીકાઃ- “ આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે”- છોડવા લાયક શું છે? આશ્રય કરવા લાયક શું છે? અને ઉપાદેય (એટલે ) આશ્રય કરવા લાયક કોણ છે? -એનું અહીં કથન છે. છે! સૂક્ષ્મ વાત છે, ભગવાન !
66
એની
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” વ્યાખ્યાઃ જીવાદિ સાત તત્ત્વ, એ કયા? (કેઃ) જીવ-પર્યાય. વ્યવહા૨ જીવ! ઉદયભાવ-પુણ્યપાપના ભાવ તો અશુદ્ધ છે, એ તો બાહ્યતત્ત્વ છે. પણ અંદરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આનંદનો સ્વાદ ( આવ્યો ) એ જીવની પર્યાય (પણ) બાહ્યતત્ત્વ છે. એ જીવરૂપ પર્યાય, બાહ્યતત્ત્વ છે. ત્રિકાળી આત્મા જ અંતઃતત્ત્વ છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
‘જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ' –અહીં જીવની પર્યાય જીવમાં લેવી. પછી (ભલે ) પર્યાય ઉદયની હો, ઉપશમની હો, ક્ષયોપશમની હો કે ક્ષાયિકની હો-એ બાહ્યતત્ત્વમાં જાય છે. આહા... હા! એ ‘જીવાદિ સાત તત્ત્વ' –સંવર, નિર્જરા અને મોક્ષ, એ પણ બાહ્યતત્ત્વમાં જાય છે. કારણ કે એ આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક તો (માત્ર) ત્રિકાળીભાવ છે. જેનાથી મોક્ષમાર્ગ ઉત્પન્ન થાય એવો ત્રિકાળીભાવ, એ એક (જ) ઉપાદેય છે.
ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પારિણામિક-એ પાંચ ભાવ( માં ) એક પારિણામિકભાવરૂપ ત્રિકાળીવ ( એ અંત:તત્ત્વ છે); એના સિવાય જે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એ ચાર ભાવ છે તે જીવાદિ બાહ્યતત્ત્વમાં જાય છે.
આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! આહા... હા! તારું રૂપ તો ભગવાન છે ... નાથ ! પરમાત્મસ્વરૂપ છે!
66
‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતિ-મદિરાકે પાનસૌં, મતવાળા સમુદ્વૈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૩ ન.” –આ (દોહરો) સમયસાર નાટક' નો છે. “ઘટ ઘટ અંતર જિન બર્સ” –આત્મા જિનસ્વરૂપી જ છે, ત્રિકાળી વીતરાગ અકષાયમૂર્તિ પ્રભુ છે! એ પરમપરિણામિકભાવ કહો, જ્ઞાયકભાવ કહો, ધ્રુવભાવ કહો, સામાન્યભાવ કહો, એકરૂપભાવ કહો-એને અહીંયાં “શુદ્ધભાવ” કહેવામાં આવે છે. એનાથી આ જીવાદિ બાહ્યતત્ત્વ હેય (છે), ભિન્ન છે.
આહા... હા! નિમિત્ત તો ય છે જ; કેમકે, તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય તો ક્યારેય પોતાને (આત્માને) સ્પર્યું નથી. અને પોતાની પર્યાય, પરદ્રવ્યને ક્યારેય સ્પર્શી નથી. પણ એને પર્યાયમાં સ્પર્શ છે (જે) રાગાદિભાવ, વિકાર, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ, તે અશુદ્ધભાવમાં જાય છે. એ પણ બાહ્યતત્ત્વ (છે).
ભગવાન (આત્મા) પૂર્ણાનંદનો નાથ જિન પ્રભુ! “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન” -જે પર્ણસ્વરૂપ અંતરમાં છે! એ સ્વભાવના આશ્રયે, એનો અનુભવ થયો, એના આશ્રયથી પર્યાય વીતરાગ થઈ એ જૈનપણું! એ જૈનપણું પણ પર્યાય છે. (છતાં) એને (એ પર્યાય ) અહીં જીવાદિ બાહ્યતત્ત્વ અને હેય કહેવામાં આવી છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
જીવાદિ' –એની પર્યાય-ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, એ “જીવપર્યાય. અજીવ-કર્મ આદિ, શરીર આદિ. પુણ્ય-પાપ-આસ્વ. બંધ-રાગ-કર્મરૂપ. અને સંવર, નિર્જરા ને મોક્ષ. –એ બધાં જીવાદિ તત્ત્વ. અહીં પુણ્ય-પાપને જુદાં નથી પાડ્યાં, આસ્રવમાં નાખ્યાં છે. માટે “જીવાદિ (સાત) તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે –આહા.... હા ! એ તો પરદ્રવ્ય છે; સ્વદ્રવ્ય નથી!
આહા... હા! આ કથની તો જુઓ! વીતરાગી સંત સિવાય, આ વાત ક્યાંય નથી. એ અંતરની વાત છે! અહીં તો હજી સમ્યગ્દર્શન વિના, અનુભવ વિનાના વ્રત ને તપ-વ્યવહાર રત્નત્રય, એ સાધન છે; અને એનાથી નિશ્ચય સાધ્ય થાય છે (-એમ લોકો ભ્રમથી માને છે!) શાસ્ત્રમાં આવે (પણ) છેઃ “ભિન્ન સાધ્ય-સાધન.” –એ તો સમજવાની ચીજ કહી, નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કે ત્યાં કેવો ભાવ હતો.
અરે પ્રભુ! અહીં તો કહે છે કે ક્ષાયિકસમકિત હોય અને કેવળજ્ઞાન હોય, મોક્ષતત્ત્વની પર્યાય ક્ષાયિકભાવે હોય-એ પણ જીવાદિ તત્ત્વ, પરદ્રવ્યમાં જાય છે. આહા... હા !
જીવાદિ સાત તત્ત્વોનો સમૂઠ પરદ્રવ્ય હોવાને લીધે” આા... હા ! ઘણે ઠેકાણે આવે છે. ચારપાંચ ઠેકાણે છે. (જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ) એ તો પરદ્રવ્ય છે! કેમ કે એમાંથી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. જેમ પરદ્રવ્યમાંથી પોતાની વીતરાગી-નિર્મળપર્યાય પ્રગટ ન થાય, તેમ પર્યાયમાંથી (પણ) નિર્મળપર્યાય પ્રગટ ન થાય; તેથી એ પર્યાયને અહીં પરદ્રવ્ય કહેવામાં આવી
–શું કહ્યું? ફરીથી: જેમ પોતાના દ્રવ્ય સિવાય, પરદ્રવ્યથી કોઈ પોતાની નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી, કારણ કે પરદ્રવ્ય ભિન્ન છે; એમ પોતાની નિર્મળપર્યાયમાંથી નવી નિર્મળપર્યાય ઉત્પન્ન થતી નથી, અને એના પર્યાયના) આશ્રયથી ઉત્પન્ન થતી નથી. આહા.... હા! સમજાણું કાંઈ? નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય, નિર્વિકલ્પ વીતરાગીપર્યાય, આ તો “ઉપાય અને એનું “ઉપય'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ - પ્રવચન નવનીત: ભાગ-૨
મોક્ષ; એ પણ પર્યાય છે. એ ક્ષાયિકભાવ, પંચમ પારિણામિકભાવ (રૂપ ) દ્રવ્યની એક પર્યાય છે. એ પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યું છે.
જિજ્ઞાસાઃ આવું ઝીણું સમજીને ધર્મ થાય ?
સમાધાનઃ એ (સમજ્યા ) વિના, તત્ત્વ પકડવામાં આવે નહીં. ભગવાન! તું કેવી ચીજ છે!! અંદર આનંદદળ છે. એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે! (જેમ ) સક્કરકંદ [છે તો એ કંદમૂળ. અનંત જીવ છે. ] એને અમારે ત્યાં શક્કરિયા કહે છે. એની ઉપરની જે લાલ છાલ છે એને ન જુઓ, તો એનું જે આખું દળ છે તે તો સાકરનો પિંડ છે; સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાનઆત્મા, એમાં જે પુણ્ય ને પાપ, દયા ને દાનના વિકલ્પ છે તે તો ઉ૫૨ની છાલ છે. એ છાલની પાછળ અંદર જુઓ તો એ જેમ (શક્કરિયા ) સાકરનો પિંડ છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે! એ અતીન્દ્રિય આનંદનો પિંડ છે સ્વદ્રવ્ય. એ સિવાય બીજી કોઈ પણ પર્યાય-ક્ષાયિકભાવની પર્યાય હોય, ચોથે-પાંચમે–છઠ્ઠે ( ગુણસ્થાને ) ક્ષાયિકસમકિત હોય, –એને તો અહીં બાહ્યતત્ત્વમાં નાખી છે. કેમ કે એનો આશ્રય કરવાથી લાભ થતો નથી. (જોકે પર્યાય અપેક્ષાએ તો) તે છે તો લાભરૂપ, પણ એનો આશ્રય કરવાથી પર્યાય (માં ) વિકલ્પ ઉત્પન્ન થાય છે, (તે ધર્મ નથી; ધર્મનું કારણ તો સ્વદ્રવ્ય છે). સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ”–પર્યાયોનો સમૂહ હોં! પુણ્ય-પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ–એ પર્યાયોનો સમૂહ “પદ્રવ્ય હોવાને લીધે (ખરેખર ઉપાદેય નથી ).” આહા... હા!
આ વાત સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આવી (છે)! (ધર્મ) સભામાં એકાવતારી ઇન્દ્રો બેઠા હતા. શક્રેન્દ્ર એકાવતારી છે. એકભવે મોક્ષ જવાવાળા છે. સૌધર્મ એકભવતારી છે, જેનો ( આ ) છેલ્લો ભવ (છે) પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. એની પત્ની ( ઇન્દ્રાણી ) પણ એકભવતારી છે. સંતો-ગણધરો હતા. એ સભામાં ભગવાનની વાણીમાં આ આવ્યુંઃ પ્રભુ! તું કોણ છો? તું પર્યાય જેવડો છો? તું રાગ જેટલો છો? પર્યાયને તો વ્યવહા૨આત્મા કહેવામાં આવે છે (એ પરદ્રવ્ય છે; સ્વદ્રવ્ય નથી.)
,
આહા... હા ! ( ‘ સમયસાર') ૧૧મી ગાથામાં કહ્યું: “ વ્યવહારોમૂયો ” પર્યાયમાત્ર અભૂતાર્થ છે, અસત્ય (જૂઠી ) છે. કઈ અપેક્ષાએ ? કેઃ મુખ્ય-ધ્રુવની દૃષ્ટિ કરાવવા માટે મુખ્યને નિશ્ચય કહ્યો. પર્યાય છે તો ખરી. પણ ( એને ) ગૌણ કહીને, વ્યવહા૨ કહીને ‘નથી ’ એમ કહ્યું. એ પર્યાય ) નથી, એમ નથી. પણ ( એને ) ગૌણ કરીને, વ્યવહાર કહીને ‘અભૂતાર્થ’ કહી છે. આહા... હા! એ વાત અહીં લીધી છે કેઃ જેટલી પર્યાય છે (એ) વ્યવહા૨ (છે ), અભૂતાર્થ (છે ); એ બધી ‘૫૨દ્રવ્ય ’ છે.
C
‘૫૨દ્રવ્ય હોવાને લીધે ” કારણ આપ્યું (કેઃ ) · ઉપાદેય કેમ નથી ? પાઠમાં તો ‘હેયર્’ (શબ્દ) છે- ‘ વૃત્તિĒ àય' પણ (એનો ) અર્થ એવો કર્યો કે: “ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” પાઠમાં ‘દેયં’ છે. પણ ‘હૈય છે' એનો હેતુ બતાવવો છે કેઃ ‘એ ઉપાદેય નથી, ’· એ આશ્રય કરવા લાયક નથી'; એ કા૨ણે ‘હેય ' નો અર્થ ‘ ઉપાદેય નથી ' એમ કર્યો. સમજાણું કાંઈ ?
“ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ” –અહીં તો ક્ષાયિક-નિર્મળપર્યાયને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૫ પણ પરદ્રવ્ય કહી (છે). કારણ કે, આ “શુદ્ધભાવ અધિકાર છે ને...! જ્યારે ત્રિકાળી શુદ્ધતાનો પિંડ જે પ્રભુ એ “સ્વદ્રવ્ય છે તો એ અપેક્ષાએ પર્યાયમાત્રને બાહ્યતત્ત્વ કહીને “પદ્રવ્ય કહ્યું છે!
આહા.. હા! આવું (તત્ત્વ) છે, પ્રભુ! અરે... રે! આમાં કોની સાથે ચર્ચા કરીએ, વાદ કરીએ? આ (તત્ત્વ) લોકો સમજે નહીં અને પછી માને કે (સોનગઢનું) એકાંત છે. કહો, બાપુ ! તમે ભગવાન છો. અંદર તો ભગવાન છો, ભાઈ ! અંદર ભગવાનસ્વરૂપ છો. તારી (જે) ભૂલ છે એ તો પર્યાયમાં છે. અને તે ભૂલ એક સમયની છે. એક સમય (એટલે ) એક સેકંડનો અસંખ્યાતમો ભાગ, એમાં ભૂલ છે. ભગવાન! ત્રિકાળી તો નિભૂલભગવાનસ્વરૂપ છે. –આ શુદ્ધભાવ !
જિજ્ઞાસાઃ ભૂલનો સમય થોડો પણ જોર કેટલું !
સમાધાનઃ જોર એટલે, એક સમય જ રહે છે. સંસારની પર્યાય એક સમય જ રહે છે, બીજે સમયે બીજી. ભલે એવી ને એવી રહે પણ બીજી (છે). અરે! કેવળજ્ઞાન પણ એક સમયે જે ઉત્પન્ન થાય છે તે બીજા સમયે નહીં. એવું (ને એવું) પણ (તેનું) તે નહીં. આહા. હા! એ કારણે પર્યાયને બાહ્યતત્ત્વ કહી દીધું છે. આહા... હા સમજાણું કાંઈ?
સૂક્ષ્મ પડે, પ્રભુ! પણ શું કરે? માર્ગ તો જે હોય તે (કહેવાય છે. સમાજમાં ન આવે અને (અત્યારે) ન ચાલે એટલે માર્ગ કોઈ બીજો થઈ જાય (એમ નથી). આ તો અનંત કેવળીઓ, અનંત તીર્થકરો (દ્વારા પ્રરૂપેલો છે) ! ત્રિકાળને જાણવાવાળાનો વિરહું ત્રણ કાળમાં ક્યારેય હોતો નથી. શું કહ્યું? ત્રિકાળ તો ત્રણે કાળે છે. તો ત્રિકાળ-વસ્તુ' જ્ઞય છે ને..? તો ત્રિકાળને જાણવાવાળાનો વિરહ ત્રિકાળમાં ક્યારેય હોતો નથી. અનાદિથી સર્વજ્ઞ છે. અનાદિથી ત્રિકાળ છે! ત્રિકાળને જાણવાવાળાનો વિરહ ત્રિકાળમાં નથી ! સર્વજ્ઞ પ્રગટ (હોય છે) હોં ! “આ વાણી” એ સર્વજ્ઞ પરમાત્માની છે! ચાહે તો વર્તમાન ભગવાન હોય, ચાહે તો ભૂતકાળના ભગવાન હોય કે ચાહે તો ભવિષ્યના હોય–તે કહ્યું હતું, (કહે છે અને કહેશે તે “વાણી” આ જ છે!).
હમણાં થોડી તકરાર થઈ હતી ને? અહીં આપણે “નમો નો સવ રિહંતા' કહ્યું ને...! એમાં એક (દિગંબર) સાધુએ ભૂલ કાઢી (છે) કે-આ “જુમો નો સેલ્થ રિહંતાળ ' ક્યાંથી કહ્યું? પાઠમાં તો “નમો રિહંતાળ” છે! આજ છાપામાં આવ્યું છે. (પણ) “ધવલ” માં એવો પાઠ છે: “નમો નો સવ ત્રિતિવર્તી અરિહંતાનું.' આપણે છેલ્લે તો બોલીએ છીએ: “અમો નો સવ્વ સાહૂણ' (પણ) ચારમાં (“નો,” અને “Ö') બોલતા નથી. (“નોઈ' અને “સQ') એ (બન્ને) અન્ય દીપક છે (જે) પાંચેય (પદને) લાગુ પડે છે. નમો નો ( –લોક) અને “સવ' (–સર્વ), (તો એમાં) બીજા બધા (એટલે) જૈન સિવાયના અન્ય સાધુ પણ આવી જાય છે-એમ નથી ! અન્યમાં તો કોઈ માર્ગ જ નથી ને! પ્રભુ! શું કહીએ? અન્યમાં (તો) સમ્યગ્દર્શન જ હોતું નથી; (બધા) ગૃહતમિથ્યાદર્શન છે. શું કહે? લોકોને દુ:ખ લાગે, ભાઈ ! શ્વેતાંબરપંથ પણ ગૃહીતમિથ્યાષ્ટિ છે. (મૂળ) જૈનધર્મના હજારો બોલ ફેરવી નાખ્યા છે. “મોક્ષમાર્ગ (પ્રકાશક)” માં (એ) અન્યમતિમાં નાખ્યા છે. (એ લોકોને) દુઃખ લાગે માટે (સત્ય જાહેર ન કરવું, એમ) નહીં. આ તો સત્ય છે, પ્રભુ! તું આત્મા છો. પ્રભુ! તને દુઃખ લાગે ( એમ અમે ઇચ્છતા) નથી. પણ વસ્તુસ્થિતિ આવી છે! “મોક્ષમાર્ગ (પ્રકાશક)” માં પાંચમો અધ્યાય છે ને? – “અન્યમત અધિકાર”. એમાં વેદાંત,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬-પ્રવચન નવનીત: ભાગ-૨ વૈશેષિક, સાંખ્ય, ઇસ્લામ, સ્થાનકવાસી, શ્વેતાંબર–બધાને અન્યમતિમાં નાખ્યા છે. આહા... હા! આ તો વસ્તુસ્થિતિ છે! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ અનાદિ છે-પર્યાય અને દ્રવ્ય. નિમિત્ત અને ઉપાદાન. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણું, એવું વાણીમાં આવ્યું! અને સંતોએ અનુભવ કરીને એ રીતે (શાસ્ત્ર) રચના કરી (છે). આહા.... હા !
કેટલાક લોકો એમ કહે કે જુઓ! (કાનજીસ્વામી) બધાને શ્વેતાંબરમાં લઈ જશે. અરર... ર! પ્રભુ! તું શું કહે છે, ભાઈ ? અરે ભગવાન! તું શું કરે છે? ભાઈ ! અમે શ્વેતાંબરને અને બધાને જાણ્યા છે. (તર્ક કરે કે, પોતે (કાનજીસ્વામી) વસ્ત્ર સહિત છે ને? પણ ભાઈ ! અમે મુનિ ક્યાં છીએ? “બધાને શ્વેતાંબર બનાવી દેશે” –એવા તર્ક ન હોય, ભગવાન ! આહા... હા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે, પ્રભુ!
સમયસાર' ની ૭ર-ગાથા, કર્તા-કર્મની. એમાં તો એમ લીધું છે કે પુષ્ય ને પાપભાવ અશુચિ છે. એમ કહીને ટીકાકાર ભગવાન અમૃતચંદ્રાચાર્ય એમ લીધું-ભગવાન આત્મા નિર્મળ છે. ટીકામાં ત્રણવાર “ભગવાન” કહ્યું છે. બધા (જીવોને) ભગવાન કહ્યાં છે. સંસ્કૃતટીકામાં ત્રણ બોલ છે. (આસો ) અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે. પુણ્ય, પાપ, વ્યવહાર રત્નત્રય અશુચિ ને મેલ છે. એની સામે કહ્યું ભગવાન આત્મા ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ છે. –આ શુદ્ધભાવ' છે. બીજો બોલ એવો લીધો કે પ્રભુ! પુણ્ય અને પાપનો ભાવ એ જડ છે. કેમકે એ રાગમાં, ચૈતન્યના આનંદના અંશનો અભાવ છે. આહા.... હા! પ્રભુ! એકવાર સાંભળતો ખરો ! રાગ ચાહે તો એ વ્યવહાર રત્નત્રયના મહાવ્રતનો હોય પણ એ રાગ જડ છે. કેમકે, ભગવાન આત્મા ચૈતન્ય-વિજ્ઞાનઘન છે. એમ બીજા બોલમાં પણ ભગવાન કહ્યું. (રાગ) જડ કેમ? – ભગવાન (આત્મા) જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે તો એનો અંશ એમાં (–રાગમાં) નથી. સૂર્યના કિરણમાં સૂર્યનો પ્રકાશ આવે છે તેમ આત્માના કિરણમાં નિર્મળતા હોવી જોઈએ. (પણ) આ ( રાગમાં) મલિનતા છે (તેથી) એ જીવ નથી; અજીવ છે, જડ છે અને ભગવાન (આત્મા) તો વિજ્ઞાનઘન છે ને... પ્રભુ! તે તો ચૈતન્ય છે અને વ્યવહાર તો અચેતન-જડ છે. ત્રીજો બોલ પુણ્ય-પાપનાં ભાવ, દયા-દાન-વ્રતાદિનાં ભાવ, એ દુઃખરૂપ છે. (અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળસ્વભાવી છે). એમ અમૃતચંદ્રઆચાર્ય તો “ભગવાન આત્મા” કહીને બોલાવે છે. આહા... હા! ૭ર-ગાથા ‘સમયસાર' જોઈ લેવી.
અહીં કહે છે કે ભગવાન (આત્મા) જે ત્રિકાળી દ્રવ્ય છે, એ સિવાય “જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે”—જીવાદિ તત્ત્વ “પર્યાય હોં! આ વાત પર્યાયની છેખરેખર, વાસ્તવમાં, યથાર્થમાં ઉપાદેય નથી. આહા... હા! કેવળજ્ઞાનની પર્યાય ઉપાદેય નથી ! કેવળજ્ઞાન છે, એની તો અહીંયાં વાત નથી. આ તો સાધક (ક) જેને નય છે, એની વાત છે. નય તો શ્રુતજ્ઞાનીને હોય છે. નિશ્ચય અને વ્યવહાર તો શ્રુતજ્ઞાનના ભાગ છે. શ્રુતપ્રમાણ “અવયવી' છે અને એના “અવયવ ' નિશ્ચય ને વ્યવહાર નય છે. અહીં કેવળીની વાત નથી. કેવળી તો પૂર્ણ થઈ ગયા. પણ નીચેવાળાને કેવળજ્ઞાનની પર્યાય પણ બાહ્યતત્ત્વ છે. કેમકે, એને (સાધકને) એનું (પર્યાયનું) લક્ષ કરવું નથી, તેથી (તે) ઉપાદેય નથી !
(અહીં એમ કહેવામાં આવે છે કે, “દેયોપાયતત્ત્વસ્વપIધ્યાનમેતતા” “નીવાર સતનાd પરદ્રવ્યવાન્ન હ્યુપાયમા” એ સંસ્કૃત (ટીકા) છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૭ આહા... હા ! પદ્મપ્રભમલધારિદેવ મુનિરાજ ભાવલિંગી સંત! ભાવલિંગનું લક્ષણ શું? – તીવ્ર આનંદનું સ્વસંવેદન જેની મહોરછાપ છે. એ ભાવલિંગ મુનિનું છે. દ્રવ્યલિંગ-પંચ મહાવ્રત; નગ્નપણું તો હોય છે. હોય તો એવું જ હોય, બીજું હોતું નથી. પણ (ભાવલિંગ વિના દ્રવ્યલિંગ) એ વસ્તુની સ્થિતિ નથી. સમજાણું કાંઈ ?
અહીંયાં (અને) “પરમાત્મપ્રકાશ” માં પણ કહ્યું છે: “ભાવલિંગ” એ (પણ) આત્મા નથી ! ત્રિકાળી (આત્માની) વાત લેવી છે ને...!
અહીં કહે છે કેઃ “(જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ) પરદ્રવ્ય હોવાને લીધે ”—એમ કારણ આપ્યું. “ખરેખર ઉપાદેય નથી.” આહા. હા!
હજી તો અહીં (લોકોને) સમ્યગ્દર્શન વિનાની વ્યવહાર-રાગની ક્રિયાને ઉપાદેય મનાવવી છે! પ્રભુ! એ (વીતરાગમાર્ગનો) વિરોધ છે. તારી વીતરાગતા, એમાંથી (રાગમાંથી) ઉત્પન્ન થશે નહીં. આહા. હા! તું વીતરાગસ્વરૂપી છો. (તારું) સ્વરૂપ વીતરાગ છે. તો એમાંથી વીતરાગતા ઉત્પન્ન થશે. (૮) જિનસ્વરૂપી છો. તો પરિણતિમાં જિનસ્વરૂપ-જિનપર્યાય પ્રગટ થાય છે. બહારથી કોઈ ચીજ આવતી નથી!
પણ અહીંયાં તો ત્યાં સુધી કહ્યું કેઃ જિનસ્વરૂપ જે ત્રિકાળ છે; એનો અનુભવ થયો, એ પણ પર્યાય છે; એનો આશ્રય કરવા લાયક નથી; એ કારણે (એવી “શુદ્ધપર્યાય” પણ ) ઉપાદેય નથી ! આહા... હા !
સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, ભગવાન! કોઈ સંસ્કૃત ને વ્યાકરણ જેવી આકરી તો નથી. ચાર ચોપડી ભણેલો હોય તો પણ ખ્યાલ આવી જાય. એમાં કાંઈ વ્યાકરણ ને સંસ્કૃત (ભણેલાની) જરૂર નથી. આહા... હા! અંતરના સંસ્કારની (ઊંડી જિજ્ઞાસાની) જરૂર છે.
હવે કહે છે: “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે.” (એ કોણ?) -મુનિ પોતે! પોતે મુનિ છે ને..! એટલે મુનિથી વાત લીધી છે. “મુનિ' કેવા હોય? અથવા મુનિ કહે છે (ક) અમે કેવા છીએ? કે: “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ '. શિખામણિ અર્થાત્ ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિકલગીનું રત્ન. વૈરાગ્ય-પરથી ઉદાસ ઉદાસ... ઉદાસ (છે). ઉદાસીન (છે). ઉઆસન, ઉદ્+આસીન. જેનું આસન ધ્રુવમાં (છે). (જેની ધ્રુવમાં) દૃષ્ટિ પડી છે!
આહા.... હા! સમ્યગ્દષ્ટિ પણ પરથી ઉદાસ છે. પણ (એને) હજી ત્રણ કપાય (ચોકડી) નું અસ્તિત્વ છે, અને મુનિને તો ત્રણ કષાય (ચોકડી) નો અભાવ છે. એક સંજ્વલન કષાય (ચોકડી) નું અસ્તિત્વ છે. પણ (એ) તો એનાથી પણ ઉદાસ છે.
“સહજ-સ્વાભાવિક વૈરાગ્ય' કોને હોય છે? કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોય છે, તેને સ્વાભાવિક વૈરાગ્ય હોય છે! આમ (હઠથી–બહારથી) વૈરાગ્ય કરીને બૈરી, છોકરાં, કુટુંબ છોડી દીધાં માટે વૈરાગ્ય છે, એમ નથી. (“સમયસાર') પુણ્ય-પાપના અધિકારમાં તો એમ કહ્યું કે: અમે વૈરાગ્ય કોને કહીએ છીએ? કે-પુણ્ય અને પાપથી વિરક્ત હોય, એ નાસ્તિ; અને સ્વભાવમાં રક્ત હોય, એ અસ્તિક-એને વૈરાગ્ય કહીએ છીએ. સમજાણું કાંઈ? આહા... હા ! આવી વાત છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
સ્વાભાવિક- (સહજ) વૈરાગ્યરૂપી મહેલ, એનું શિખર, (એનો શિખામણિ) –શિખર ઉપરનું રત્ન, ચૂડામણિ-એવા (મુનિરાજ છે), “પદ્રવ્યથી જે પરાઠુખ છે.” મુનિરાજ તો પદ્રવ્યથી પરાઠુખ છે! આહા... હા!
જે પહેલાં પરદ્રવ્ય કહ્યું ને...! જીવાદિ સાત તત્ત્વ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. તો અહીં હવે નાસ્તિથી કહે છે–પરદ્રવ્યથી તો એ (મુનિ) પરાક્ષુખ છે. અને અસ્તિથી કહ્યું કે-સ્વદ્રવ્યમાં (જેની તીક્ષ્ણ બુદ્ધિ છે). આહા... હા! સ્વદ્રવ્યમાં જે પર્યાયનો ભેદ-પ્રકાર પાડ્યો એ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. (તેથી) પરદ્રવ્યથી પરાઠુખ છે.
આ ઉત્કૃષ્ટ અનુભૂતિ ધર્માત્મા સંતો (ને) છે. સમ્યગ્દષ્ટિને અનુભૂતિ હોય (પણ) તે નીચેના દરજ્જાની છે. ચોથા ગુણસ્થાનમાં અનુભૂતિ છે, આનંદનો અંશ છે; પણ હુજી દશા જે પાંચમાની જોઈએ તે નથી અને મુનિને જોઈએ તે નથી. એટલે ઉગ્ર વૈરાગી તો એને (મુનિરાજને ) ગણવામાં આવ્યા છે. આહ... હા ! સમજાણું કાંઈ ?
સ્વાભાવિક વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ-ટોચ ઉપરનું રત્ન, ચૂડામણિ, કલગીનું રત્ન-છે, પરદ્રવ્યથી જે પરાઠુખ છે. પરદ્રવ્ય-જીવાદિ સાત તત્ત્વો. ગજબ વાત કરે છે ને....! આહા.... હા! મુનિરાજ તો એને કહીએ, અરે! સમ્યગ્દષ્ટિ પણ એને કહીએ (કે-) પદ્રવ્યથી જે પરાઠુખ છે ! સ્વદ્રવ્યથી (જે) સન્મુખ છે અને પારદ્રવ્યથી પરાઠુખ છે. આહા..હા ! આટલી શરતો છે. આટલી શરતે સમ્યગ્દર્શન ને મુનિપણું થાય છે. આહા... હા! સમજાણું કાંઈ ? સ્વાભાવિક વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (છે), પરદ્રવ્યથી જે પરાઠુખ છે. –એ સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને, અહીં પરદ્રવ્ય કહીને, (એ) પરદ્રવ્યથી (જ) પરાઠુખ છે, એમ કહે છે. પ્રભુ! મુનિરાજ અથવા સમ્યગ્દષ્ટિ જીવ પરદ્રવ્યથી પરાઠુખ છે. આહા... હા ! આ શુદ્ધભાવ અધિકાર છે ને...! શુદ્ધભાવ જે ત્રિકાળ ધ્રુવ, એ (ધર્મીનું) લક્ષ! જેના લક્ષ, એનું લક્ષ
ક્યારેય છૂટતું નથી, એવું લક્ષ (છે)! ચાહે તો શુભરાગ આવો, અશુભ રાગ હોય (તો) પણ, ધ્રુવના ધ્યાનના ધ્યેયથી એનું લક્ષ ક્યારેય પણ છૂટતું નથી. આહા. હા ! એ કારણે અહીં કહે છે કે: મુનિ, વિશેષ વૈરાગ્ય-મહા વૈરાગ્ય (વંત) (છે). આહા... હા ! મુનિરાજ તો અંતરમાં અતીન્દ્રિય આનંદ, પ્રચુર આનંદના વેદનમાં મશગૂલ છે. (તે) તો પરદ્રવ્યથી પરાઠુખ છે. આહ... હા.!
“સમયસાર” ગાથા-૪૯ના, છ બોલ “અવ્યક્ત” ના આપણે આવી ગયા ને..! એમાં એક “અવ્યક્ત” એમ કહ્યું કે: વ્યક્ત (અર્થાત્ ) પર્યાય. અવ્યક્ત (અર્થાત્ ) દ્રવ્ય. બેયનું જ્ઞાન એકસાથે હોવા છતાં પણ વ્યક્તને, (અવ્યક્ત ) સ્પર્શતું નથી. એ કારણે એને અવ્યક્ત કહેવામાં આવે છે. એ પાંચમો બોલ છે.
હમણાં એક એક કલાક બધાં ૧૦૧ વ્યાખ્યાન ઘણાં સૂક્ષ્મ થઈ ગયાં. ૪૭ નય, ૪૭ શક્તિ, ૨૦ અલિંગગ્રહણ, ૬ અવ્યક્ત, ૧૦ બોલ શ્રીમદનાં-એમ ૧૦૧ વ્યાખ્યાન થઈ ગયાં. એક સાથે બધાં વ્યાખ્યાન છપાશે. મોટું પુસ્તક થશે. આ ૩૮મી ગાથા ( વિષે) અમે કાલે નક્કી કર્યું.
(અહીં કહ્યું કે, “પદ્રવ્યથી જે પરાઠુખ છે, પાંચ ઈન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે,” આહા.... હા ! સયમસાર' ૩૧-ગાથામાં આવ્યું છે ને..! “નો વિયે નિnિત્તા”—એની વ્યાખ્યા શું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૯ સંસ્કૃત ટીકામાં એવું લીધું છે કે આ દ્રવ્યન્દ્રિયો-જડ; આ ભાવેન્દ્રિયો એક એક વિષયને જાણવાવાળી; અને ઇન્દ્રિયોના (વિષયભૂત પદાર્થો) –ભગવાન અને ભગવાનની વાણી, સ્ત્રીકુટુંબ-પરિવાર (એમાં આવી જાય છે);-એ ઇન્દ્રિય છે. (એ) ત્રણેયને ઇન્દ્રિય કહી છે! અમૃતચંદ્ર આચાર્ય સંસ્કૃત ટીકામાં ત્રણેયને ઇન્દ્રિય કહી છે. (અ) અણઇન્દ્રિય ભગવાન આત્મા છે. આહા... હા! આ જડ ઇન્દ્રિય; ભાવ ઈન્દ્રિય એક એક વિષયને ખંડ ખંડ જાણે ( ગ્રહણ કરે) એ પણ ઇન્દ્રિય; અને ઇન્દ્રિયનો (જે) વિષય છે એને પણ ઇન્દ્રિય કહી છે. “નો વિયે નિત્તા”...જે ઇન્દ્રિયોને જીતીને, (અર્થાત્ ) દ્રવ્ય-ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોનો વિષય, (એ) ત્રણેય (ઈન્દ્રિય); એને જીતીને એટલે લક્ષ છોડીને, ત્રણેયનું લક્ષ છોડીને “અધિક જાણે આત્મને.' મૂળ પાઠ આ છે: “નો રૃરિયે નિત્તા OTMEાવાધિમં મુવિ માવું” ઇન્દ્રિય જીતીને “[TM સદાવ' જ્ઞાનસ્વભાવ ભગવાન, ત્રિકાળ ચૈતન્ય બ્રહ્મ પ્રભુ; (એ વડ) “ધિર્મ મુઃિ માટું” અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે. એને જિતેન્દ્રિય કહેવામાં આવે છે! ઇન્દ્રિયોથી વિષય ન લીધા અને શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું-એ ઇન્દ્રિયજીત (જિતેન્દ્રિય) નથી! એ બ્રહ્મચર્યને તો અનંતવાર પાળ્યું છે.
એ છ૭ ઢાળા” માં આવે છે ને..! “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” “મુનિવ્રત ધાર' –નગમુનિ, દિગંબર મુનિ પંચ મહાવ્રત ધરનાર, ૨૮ મૂળ ગુણ પાળનાર, “અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ” –એનો અર્થ શું થયો? કેઃ મહાવ્રત ને ૨૮ મૂળગુણનો ભાવ, એ દુ:ખ છે. વિકલ્પ છે. રાગ છે. દુઃખ છે. આત્મજ્ઞાન વિના સુખ પામ્યો નથી. આહા. હા! ‘મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો.'
અને “લિંગપાહુડ' માં તો એમ કહ્યું છે કે: દ્રવ્યલિંગ ધારણ કરીને કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં એણે અનંત જન્મ-મરણ ન કર્યા હોય. કારણ કે એ કોઈ ચીજ નથી. અંતર સમ્યગ્દર્શન-સ્વદ્રવ્યના અનુભવ-વિના આનંદ આવતો નથી. અને એ દ્રવ્યના અનુભવ વિના. પંચ મહાવ્રતના પરિણામ, મહાવ્રતના વિકલ્પ એ બધું પરદ્રવ્ય છે. પંચ મહાવ્રત આદિ (નો વિકલ્પ ), એ તો દુઃખરૂપ છે! આહા... હા!
અહીં મોક્ષમાર્ગને “હેય' કહ્યો, એ દુ:ખરૂપની વાત નથી. પણ એનો આશ્રય કરવા લાયક નથી માટે (હેય) કહ્યો. (પણ) પુણ્ય-પાપના ભાવ તો દુઃખરૂપ છે! મહાવ્રતના પરિણામ આસ્રવ છે. “તત્ત્વાર્થસૂત્ર” ના છઠ્ઠા અધ્યાયમાં (કહ્યું કે) આસ્રવ છે એ દુઃખ છે!
આહા... હા! આવી વાત છે!! માણસને આકરું લાગે અને પછી ટીકા કરે છે. (આચાર્યની) ટીકા એને ન બેસે એટલે એમ કરે. એમાં કાંઈ (નહીં). પ્રભુ! તું પણ ભગવાન છો ને..! અમને તારા પ્રત્યે કંઈ વેર-વિરોધ નથી. (૮) ભગવાન છો ! “સત્વેષ મૈત્રી” –બધા આત્મા તો સાધર્મી છે. આત્માના સ્વભાવ તરીકે દરેક જીવ સાધર્મી છે. પર્યાયમાં ભૂલ છે, એ તો એક સમયની છે, (ઍને) કાઢી નાખશે, તો એના કોઈના પ્રત્યે વેર-વિરોધ કરવો (રહેશે) નહીં.
અહીં કહે છે કે: મુનિ તો પરથી સહજ પરાઠુખ છે. “પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત” –એને પાંચ ઇન્દ્રિયો તરફનું લક્ષ જ નથી. “દેહમાત્ર જેને પરિગ્રહ છે” –મુનિને એક શરીર (છે જે) છૂટતું નથી. એ સિવાય બીજી કોઈ ચીજ હોતી નથી. સાચા સંત-ભાવલિંગી; એને વસ્ત્રનો ટુકડો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ – પ્રવચન નવનીત: ભાગ-૨ પણ ન હોય. (પણ) વસ્ત્રનો ટુકડો રાખીને મુનિ છે, એમ માને ને મનાવે (તો) “નાડુ ળિો ”- “સૂત્ર પાહુડ” ગાથા-૧૮. એમાં અધિક કહ્યું છે? “કાકડીના ચોરને ફાંસી” શું એમ કહ્યું છે ? –એમ નથી. એની ભૂલ નવ તત્ત્વની છે. વસ્ત્રનો ટુકડો રહે તો અજીવનો સંયોગ રહ્યો; એટલે એ સંયોગ, મુનિને હોતો નથી; તો (એ) અજીવ તત્ત્વની ભૂલ. અને વસ્ત્ર લેવાનો વિકલ્પ છે એ, મુનિની યોગ્યતામાં ત્યાં હોતો જ નથી; તો એ વિકલ્પ, આસવની ભૂલ. અને એવો વિકલ્પ ન હોય તો સંવર વિશેષ થાય છે (તેવા) વિકલ્પવાળાને સંવર (નથી); મુનિપણાની યોગ્યતા નથી; તો સંવરની ભૂલ છે. –એમ એમાં નવ તત્ત્વની ભૂલ નીકળે છે.
અહીં કહે છે કે મુનિ તો એ (કે-) “દેહમાત્ર જેને પરિગ્રહ છે” આહા... હા! “જે પરમ જિનયોગીશ્વર છે.” “પરમ જિનયોગીશ્વર' એટલા શબ્દો વાપર્યા છે. આહા... હા! મુનિ પરમ જિન-પર્યાયમાં હોં! પરમ જિનસ્વરૂપ ભગવાન (આત્મા) માં (જેને) પરમ યોગ જોડી દીધો છે (તે) પરમ જિનયોગીશ્વર (છે). શુદ્ધભાવ દ્રવ્યનો-શુદ્ધભાવ-ધ્રુવનો ઘણો, ઉગ્ર આશ્રય લીધો છે, (એ) પરમ જિનયોગીશ્વર (છે) “સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે”–સ્વદ્રવ્યરૂપ જે પારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ; એમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ છે. એણે અંદરમાં (સ્વદ્રવ્યને) પકડી લીધું છે, અને સ્થિરતા ઘણી થઈ ગઈ છે.
વિશેષ કહેશે....
પ્રવચન: તા. ૩૧-૧-૧૯૭૮ [ “નિયમસાર” ગાથા-૩૮. પદ્મપ્રભમલધારિદેવની સંસ્કૃત ટીકા. શુદ્ધભાવ અધિકાર. ‘ત્રિકાળી દ્રવ્યસ્વભાવ” એ શુદ્ધભાવ છે. ]
જે ત્રિકાળી શુદ્ધભાવ-ધુવ; એનાથી “નવા િવદિત્ત”-પર્યાય જે છે તેને અહીં બાહ્યતત્ત્વ કહેવામાં આવ્યું છે. પહેલાં આવ્યું ને...! એ પર્યાયો પરદ્રવ્ય હોવાને લીધે (ખરેખર તે ઉપાદેય નથી). સ્વદ્રવ્ય જે અભ્યતર વસ્તુ (એમાં) અંતરમાં-ઊંડાણમાં જે પર્યાય જાય છે તે ધ્રુવને સ્પર્શે છે (–એવા) પર્યાયમાત્રને અહીં બાહ્યતત્ત્વ કહીને, પદ્રવ્ય કહીને હેય કહ્યું છે. અને (કહ્યું કે, એ ધ્રુવ, એ અંત:તત્ત્વ છે. (વળી, એમ કહ્યું કે:) એ (પર્યાયમાત્રથી) –પરદ્રવ્યથી, મુનિરાજ અને સમ્યગ્દષ્ટિ જીવ પરાઠુખ છે.
આહા.... હા! (અહીંયાં) તો પર્યાય (માત્ર) પરદ્રવ્યમાં આવે છે! ( એમાં) રાગઉદયભાવ પણ આવ્યો. પૂજા, વ્રત, ભક્તિ, વંદનાદિ-એ કોઈ ધર્મ નથી. (- “ભાવપાહુડ') ગાથા-૮૩માં છે. પૂજા, વ્રત, ભક્તિ, વંદન, સ્તુતિ-એ કાંઈ “જૈનધર્મ નથી. એ તો રાગ છે. મોહ-ક્ષોભરહિત પરિણામ “જૈનધર્મ' છે! મોહનો અર્થ મિથ્યાત્વ; અને ક્ષોભનો અર્થ રાગ-દ્વેષ; (એનાથી) રહિતતા, (અર્થાત ) મિથ્યાત્વ અને રાગ-દ્વેષરહિત એવા જે પરિણામ-સ્વદ્રવ્યના આશ્રયથી જે શુદ્ધ ઉપયોગ થાય છે, એને “જૈન ધર્મ' કહે છે. આહા... હા!
આપણે અહીં સુધી આવ્યું છેઃ “સ્વદ્રવ્યમાં જેની તીક્ષણ બુદ્ધિ છે.” પરદ્રવ્યથી (જ) પરાઠુખ છે. અર્થાત્ પર્યાય (માત્ર) થી (જે) પરાઠુખ છે અને સ્વદ્રવ્યથી સન્મુખ છે. (અહીં) પર્યાયમાત્રને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૧ પદ્રવ્ય કહીને, (એનાથી જે) પરાઠુખ (છે) અને સ્વદ્રવ્યમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ (છે) (એવી બુદ્ધિ) સમ્યગ્દષ્ટિજીવની (છે)!
“છબુઢાળા” માં આવે છે ને....! “મોક્ષમહલ કી પરથમ સીઢી, યા બિન જ્ઞાન ચરિત્રા.” – ધર્મની (એટલે) મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શન છે, એ વિના, જ્ઞાન–ચારિત્ર બધું વ્યર્થ છે.
આહા... હા! અંતર્મુખ ધ્રુવ ચીજ, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, પરમપરિણામિકભાવ (રૂપ) જે દ્રવ્ય (છે) – (એને) પર્યાય સ્પર્શતી જ નથી. આહા.... હા ! પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ચાહે તો પર્યાય ક્ષાયિકભાવની હોય! (કેમકે) પર્યાય, એ તો વ્યક્ત છે, પ્રગટ છે અને વસ્તુ અવ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ (વસ્તુ અવ્યક્ત.) પણ વસ્તુ અપેક્ષાએ તો
ગટ છે! આહા... હા ! પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી (તે કારણે ) પર્યાયમાત્ર દ્રવ્યમાં નથી! સમ્યગ્દષ્ટિનો વિષય-ધ્યેય, જે ધ્રુવ. ધ્રુવ દ્રવ્યસ્વભાવ; એમાં એ ક્ષાયિક (આદિ) ચાર ભાવ છે જ નહીં. પુણ્ય-પાપ, દયા-દાનના વિકલ્પ-ઉદયભાવ તો ઠીક; પણ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ પણ પરમસ્વભાવભાવમાં નથી !
“જયધવલ” માં એક અપેક્ષાએ તો એમ પણ કહ્યું છે કે જે રાગ-દ્વેષ છે એ પારિણામિકભાવ છે. પરમપારિણામિકભાવ ભિન્ન (ચીજ) છે. (ત્યાં) પરમપરિણામિકની (જે) રાગાદિ (રૂપ) પર્યાય છે, (તેને) પારિણામિક ગણવામાં આવી છે; પરમપરિણામિક નહીં. પરમપરિણામિકસ્વભાવ તો અંતર્મુખ ધ્રુવ છે.
(અહીં તો કહે છે કે) જે પર્યાય સન્મુખતા છે તે પર્યાયથી વિમુખતા-પરાક્ષુખતા કરીને, જે અંતર તીક્ષ્ણ બુદ્ધિથી દ્રવ્યને અનુભવે છે, એને સમ્યગ્દષ્ટિ, અથવા જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાની કહેવામાં આવે છે. શ્રદ્ધાની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ અને જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાની. તો આત્મજ્ઞાનીનો શું અર્થ થયો? –આત્મા જે (ઉદય-ઉપશમાદિ) ચાર ભાવથી રહિત છે; એનું જ્ઞાન (જેને છે તે આત્મજ્ઞાની) છે. નિમિત્તનું જ્ઞાન ને રાગનું જ્ઞાન ને પર્યાયનું જ્ઞાન-એમ નથી લીધું, (પણ) આત્મજ્ઞાન (લીધું ) આહા... હા ! આત્મા જે પરમ પિંડ, આનંદકંદ પ્રભુ (છે), (એની અંતર) દષ્ટિ તીક્ષ્ણ કરીને (એ) અંતરમાં લગાવવી, અને પદ્રવ્ય અર્થાત્ પર્યાય (માત્ર) થી પરાઠુખ થવું!
(હવે કહે છે:) “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! કેવા આત્માને? કેઃ પર્યાયમાત્રથી જે પરાક્ષુખ (છે). સ્વદ્રવ્યમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ (છે). તીક્ષ્ણ બુદ્ધિનો અર્થ: સ્વદ્રવ્યમાં શુદ્ધપયોગ લગાવી દીધો છે. “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! (કેવા) આત્માને? (ક) પરદ્રવ્યથી (જે) પરાઠુખ (છે). સ્વદ્રવ્ય સન્મુખ અથવા રક્ત (છે) અને (જેની) બુદ્ધિ તીક્ષ્ણ છે. આહા... હા ! (જેણે) પર્યાયમાં ઉપયોગને સૂક્ષ્મ કરીને, સૂક્ષ્મ દ્રવ્યસ્વભાવમાં લગાવ્યો છે. લગાવવાનો અર્થ તે તરફ ઝૂકવું. પણ એ પર્યાય, કંઈ દ્રવ્યમાં એક થઈ જતી નથી. પણ પર્યાયનો-તીક્ષ્ણ બુદ્ધિનો-ઝુકાવ ત્યાં દ્રવ્યસ્વભાવમાં ઊંડ ગયો-એવા આત્માને, “આત્મા” ખરેખર ઉપાદેય છે. આહા.... હા ! આવો માર્ગ છે!! એ આત્મા ત્રિકાળી જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ (છે). એ “આત્મા” -પર્યાયથી પરાઠુખ જેની દષ્ટિ છે એવા આત્માને-ઉપાદેય છે! આહા.... હા! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે. ભગવાન! વાત તો એવી છે! પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ હવે એ (વાત ) સાધારણ પ્રાણીને ન બેસે એટલે કંઈ વસ્તુ (સ્થિતિ) પલટાઈ જાય?
આહા.... હા! “એવા આત્માને” એમ કહ્યું ને....! કેવા આત્માને? કે પરદ્રવ્યથી (જે) પરાઠુખ છે અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે!” આહા... હા! ઉપાદેયનો અર્થ: “હું એને ગ્રહણ કરું” એવો ભેદ ત્યાં નથી. પણ જ્યાં પર્યાયથી પરાઠુખ થઈને દષ્ટિ અંદર ગઈ, એને આત્મા ઉપાદેય છે, એમ થઈ ગયું. “આ આત્મા છે” અને “હું ઉપાદેય કરું છું” –એવો ભેદ પણ ત્યાં નથી. સમજાય છે કાંઈ ?
હમણાં વાંકાનેરનો એક નાનો પાંચ વર્ષનો છોકરો બોલતો હતો ને...! “ભેદબુદ્ધિ એ વિકલ્પ છે, રાગ છે. અને અભેદબુદ્ધિ એ આત્મા છે.” કીધું ઠીક. બાપુ! ભાષા તો છે પણ ભાવ જુદી ચીજ છે, ભાષા જુદી ચીજ છે અને ભાષાથી ધારણ કર્યું એ પણ બીજી ચીજ છે. સમજાણું કાંઈ?
અહીંયાં તો (કહ્યું) : અંદર પ્રભુ શુદ્ધઘન; એમાં તીક્ષ્ણ બુદ્ધિ લગાવીને, એવા આત્માને આત્મા” આદરણીય થયો, ઉપાદેય થયો, ગ્રહણ કરવામાં આવ્યો, એ “આત્મા’ અનુભવમાં આવ્યો!
આહા... હા! થોડી સૂક્ષ્મ વાત છે. ધીમેથી સાંભળવું. ટીકામાં ભાષા એવી છે કેઃ “ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી” અંદર વસ્તુ આવી છે!! સમ્યગ્દર્શનનો વિષય, જ્ઞાનનો-આત્મજ્ઞાનનો વિષય-ત્રિકાળી આત્મા (એને) પોતાની પર્યાયમાં જ્ઞય બનાવીને જ્ઞાન કરવું અને પોતાની શ્રદ્ધાની પર્યાયમાં આખી વસ્તુની પ્રતીતિ કરવી-જાણીને પ્રતીતિ કરવી કે આત્મા એવો છે, એનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન. એ સમ્યગ્દર્શનની પર્યાય ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવે) છે. રાગાદિ એ ઉદયભાવ છે. (દર્શનમોહ) અને ચારિત્રમોહનો ઉપશમ, પોતાના ઉપશમભાવથી થાય છે; એ ઉપશમભાવ (ને ઉપશમ) સમ્યગ્દર્શન (કહેવામાં આવે છે). (અહીં એમ કહે છે કે આત્મા), એ (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક-) ચાર ભાવાંતરોને (અગોચર છે). એ (ઔદયિકાદિ) ચાર ભાવ, એ ભાવાંતર છે. એ (ચારેય) ભાવ, શુદ્ધ દ્રવ્યસ્વભાવ જે પરમ પારિણામિક જ્ઞાયકભાવથી ભાવાંતર છે, અનેરા ભાવ છે. (પાઠમાં) “ભાવાંતર' શબ્દ પડ્યો છે. “ભાવ” તો આ આત્મા પૂર્ણાનંદ ભગવાન (જે) સમ્યગ્દર્શનનો વિષય (છે એ છે). અને ચાર છે એ (એનાથી) પાર-ભાવાંતર છે.
આહા... હા! થોડું સમજાય પણ સત્ય આ છે! આ કાંઈ બહુ લાંબી પંડિતાઈની ચીજ નથી. ઘણું વાંચન હોય ને ઝપટ મારે, અને જેમાં લાખો માણસ (સાંભળવા) ભેગા થાય (તો ત્યાં સત્ય વાત હોય છે, એમ નથી ) આ બીજી ચીજ છે.
આહા.... હા! સમાધિતંત્ર' માં તો ત્યાં સુધી કહ્યું કે: “હું બીજાને સમજાવું છું' એવો વિકલ્પ, પાગલપણું છે. આહા.... હા! રાગ છે ને...! આમ કે: “હું પરને સમજાવું છું” એવો વિકલ્પ છે! પણ પ્રભુ! એ વિકલ્પ તો તારી ચીજ નથી ને! અને એ ચૈતન્ય વસ્તુ તો વિકલ્પગમ્ય નથી! એનાથી તો (તે) ગમ્ય નથી, પણ ઉપશમ–ક્ષયોપશમ-ક્ષાયિક (ભાવ) થી (પણ) ગમ્ય નથી !
એવો પાઠ છે: “અગોચર હોવાથી”—એનો અર્થ કે એ (પશમિકાદિ) ચાર ભાવના લક્ષ પારિણામિકસ્વભાવ અનુભવમાં આવતો નથી. ભાવાંતરોથી અગમ્ય (છે) નો અર્થ એ કે આ (જે) ચાર ભાવ છે એના આશ્રયથી (આત્મા) ગમ્ય થતો નથી. બાકી ગમ્ય તો ઉપશમ, ક્ષયોપશમ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૩ ક્ષાયિક ભાવોમાં થાય છે. સમજાય છે કાંઈ ? વસ્તુ તો ધ્રુવ છે નિત્ય છે, એની જે પર્યાય ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની-સમ્યગ્દર્શન-શાનની છે, એમાં તો એ (વસ્તુ ) ગમ્ય થાય છે. પણ અહીં એમ કહેવું છે કે-એ ચાર ભાવોના આશ્રયથી ગમ્ય નથી. કારણ કે, ચાર ભાવોને આવરણ સહિત કહ્યા છે. એમાં ગાથા-૪૧ની ટીકામાં છેલ્લે છે: “પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી (મુક્તિનું કારણ નથી).” –ચાર ભાવોને આવરણ (સંયુક્ત) કહ્યા; એનું કારણ ઉદય (ભાવ) માં તો આવરણ કર્મનું નિમિત્ત છે, પણ (ઉપશમાદિ) ત્રણમાં નિમિત્તનો અભાવ છે; એટલી અપેક્ષા જાણીને, ચારેય ભાવને આવરણસહિત કહ્યા છે. આહા.. હા! સૂક્ષ્મ વાત છે. ભાઈ ! (આત્મા) ક્ષાયિકભાવથી તો ગમ્ય છે પણ ક્ષાયિકભાવના આશ્રયથી ગમ્ય નથી. પર્યાયના આશ્રયથી ગમ્ય નથી. પર્યાયમાં તો ગમ્ય છે. ગમ્ય તો પર્યાયમાં થાય છે. ધ્રુવમાં (ગમ્ય) ક્યાં થાય છે? ધ્રુવ તો ધ્રુવ છે!
સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! વીતરાગનો માર્ગ પ્રભુ! બહુ સૂક્ષ્મ છે. પૂજા અને વ્રતાદિ પણ, એ “જૈનધર્મ” નથી-એમ કહ્યું!
અહીં તો એમ કહ્યું ને...! કેક (આત્મા), ચાર ભાવોથી અગોચર છે. ચાર ભાવોથી અગમ્ય છે. અગમ્યનો અર્થ એટલો કે-ચાર ભાવોના આશ્રયથી-લક્ષથી સ્વભાવભાવનું ભાન થતું નથી. સમજાય છે કાંઈ ? વાત તો આવી છે, બાપુ !
(ઔદયિકાદિ) ચાર ભાવાંતરોને” એમ કહ્યું ને..ભાવાંતરો અર્થાત્ અન્યભાવો. પંચમ જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, ભૂતાર્થભાવ; એનાથી અન્યભાવ(ઔદયિકાદિ ચારે ય ભાવ, અન્ય ભાવ છે). જુઓ, ટીકાની નીચે ( ફૂટનોટમાં) અર્થ છે:
ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ચાર ભાવો પરમપરિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.
આહા... હા! વ્યવહારરત્નત્રયના રાગથી તો એનું (આત્માનું) જ્ઞાન થતું નથી, પણ (જે) ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (રૂપ) નિર્મળપર્યાય થઈ એના લક્ષથી અને એના આશ્રયથી (પણ આત્માનો) અનુભવ થતો નથી!
આહા... હા! સમજાય છે કાંઈ ? (એ વાત) છે કે નહીં? પ્રભુ! અંદર છે, લખાણ જુઓ. આહા... હા! આ તો શાંતિનો માર્ગ છે, ભગવાન! આ કાંઈ પંડિતાઈનો કે ધામધૂમનો (માર્ગ નથી). મોટા ગજરથ ચલાવે-રથયાત્રા કાઢે ને મોટી (તીર્થ) યાત્રા માટે (સંઘ કાઢ) – એ બધો રાગ છે. રાગ છે એ પુણ્ય છે, અને પુણ્ય છે એ જૈનધર્મ નથી. જૈનધર્મ એ કોઈ સંપ્રદાય નથી. “વસ્તુનું સ્વરૂપ” એ જૈનધર્મ છે.
કહ્યું હતું ને..! “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” આહા.. હા! “જૈન” છે એ પર્યાય છે. “જિન” છે એ દ્રવ્ય છે ત્રિકાળી. “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન –જે “ઘટ ઘટ અંતર જિન બર્સ' એ દ્રવ્ય છે, વસ્તુ છે, પરમ સ્વભાવ-જ્ઞાયકભાવભૂતાર્થભાવ (છે). અને “ધટ ધટ અંતર જૈન” અર્થાત્ એ જિનસ્વભાવનો, (પરમ) પરિણામિકભાવનો આશ્રય લઈને જેણે રાગની એકતા તોડી નાખી છે એ જૈનપણું (એ). ઘટમાં-અંદરમાં છે, જૈનપણું કાંઈ શરીરના ક્રિયાકાંડમાં નથી. આહા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
અહીં, ઔદયિક આદિ ચાર ભાવ કહ્યા. અને બીજે સ્થાને એને ચા૨ વિભાવભાવ પણ કહ્યા છે. ચારેયને વિભાવભાવ કહ્યા છે. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે ને...! તો એ વૈભાવિકશક્તિનો અર્થ ‘વિભાવ કરે’ એમ નથી. આત્મામાં જેમ જ્ઞાન છે, આનંદ છે, શાંતિ છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે, કર્તા-કર્મ આદિ અનંત શક્તિઓ ધ્રુવ છે, એમ એમાં એક વૈભાવિકશક્તિ પણ છે, જે સિદ્ધમાં પણ છે. પણ વૈભાવિકશક્તિનો અર્થ એવો નથી કે વિભાવ કરે માટે વૈભાવિકશક્તિ. વૈભાવિકશક્તિનો અર્થ એઃ (ધર્મ-અધર્માદિ) ચાર દ્રવ્યોમાં નથી અને જીવ અને પુદ્દગલ (દ્રવ્ય) માં છે, એ અપેક્ષાએ વિશેષભાવરૂપ વિભાવશક્તિ કહેવામાં આવી છે. વિભાવનો અર્થ એવો છે. ત્યાં વિભાવનો અર્થ એવો નથી કે વૈભાવિકશક્તિ છે તો વિકાર કરે છે. (જો વિકાર કરે ) તો વૈભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે! એનું તો શુદ્ધ પરિણમન છે. વીતરાગ પરિણમન છે. અતીન્દ્રિય આનંદરૂપ પરિણમન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
થોડું (સમજાય ); પણ પ્રભુ! સત્ય તો આ છે. અરે! લોકોને એકાંત લાગે છે. અહીંથી એમ કહેવામાં આવે છે ને...! કેઃ વ્યવહારથી (નિશ્ચય પ્રાસ) ન થાય. નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) ન થાય! હમણાં (એક મોટા વિદ્વાને) એ વાત તો કબૂલ કરી છે કે ‘ ક્રમબદ્ધ છે’. પહેલાં ક્રમબદ્ધનો નિષેધ હતો. ૨૧ વર્ષ થયાં. સંવત ૨૦૧૩ની સાલ. સમ્મેદશિખરમાં વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી ત્યારે એ બધા પંડિતો બેઠા હતા. (તેઓ ) એમ કહેતા હતા (કે) ‘ક્રમબદ્ધ નથી ’. (પર્યાય ) એક પછી એક, એમ (ક્રમબદ્ધ) જ થાય છે, એમ નથી. એક પછી એક થાય છે, પણ આ પછી આ જ અને આ પછી આ જ (પર્યાય ) હોય, એવું ક્રમબદ્ધ નથી-એમ કહેતા હતા. હવે એમણે કબૂલ કર્યું છે કે, ક્રમબદ્ધ-વસ્તુ વ્યવસ્થિત છે. દરેક દ્રવ્યની પર્યાય જે સમયે, જે ક્ષણે ઉત્પન્ન થવાની લાયકાતથી થાય છે (તે તેનો ) જન્મક્ષણ-ઉત્પત્તિનો કાળ છે, એનું નામ ‘ ક્રમબદ્ધ’ છે. પણ ક્રમબદ્ધનો નિર્ણય કરવાવાળાની દષ્ટિ ક્રમબદ્ધપર્યાય ઉપર નથી.
અમારે તો ૬૨ વર્ષ પહેલાં એ ચર્ચા સંપ્રદાયમાં ઘણી થઈ હતી. (પહેલાં) અમે એમાં (સ્થાનકવાસીમાં ) હતા ને...! સંવત ૧૯૭૦માં દુકાન છોડીને દીક્ષા લીધી. એમાં (સંપ્રદાયમાં ) એમ કહેવાય ને કે ‘દીક્ષા લીધી ’. દીક્ષા તો હતી ક્યાં? એક ગુરુભાઈ હતા. તે તો વારંવાર એમ કહેતા કે ‘ કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે શું પુરુષાર્થ કરીએ ? આપણે કાંઈ કરી શકીએ નહીં'. બે વર્ષ તો સાંભળ્યું. પછી ૧૯૭૨ની સાલ. ફાગણ માસ. સુદ તેરશ. મોટી ચર્ચા થઈ. કીધું કેઃ ક્યાંની આ વાત છે? કોની સાથેની આ વાત છે? એવું ક્યાં લખેલું છે? ( તમે કહો છો ) એવું કેવી રીતે છે? કેવળજ્ઞાન જગતમાં છે. એક સમયમાં જ્ઞાનગુણની એક પર્યાયમાં અનંતા કેવળી જણાય છે. એવી પર્યાય જગતમાં છે. એ પર્યાય જગતમાં છે એની સત્તાનો (તમને ) પહેલાં સ્વીકાર છે? ‘કેવળીએ દીઠું હશે (તેમ થશે ’) એ પછી વાત!
‘ કેવળ( જ્ઞાન ) ' શું છે? (કેવળજ્ઞાન) એક સેકંડના અસંખ્યમા ભાગમાં-એક સમયમાં અનંત કેવળીઓને, અનંત સિદ્ધોને, અનંત નિગોદના જીવોને જાણે છે. એમ જાણે છે એ કહેવું પણ વ્યવહાર છે. પણ પોતાની પર્યાયમાં એવી જાણવાની તાકાત છે કે-ત્રણકાળ-ત્રણલોક, એનાથી અનંતગણા હોય તો પણ (તે) જાણી શકે છે. એ ‘પરમાત્મપ્રકાશ ' માં આવે છેઃ વેલનો મંડપ હોય તો વેલ તો મંડપ હોય ત્યાં સુધી જાય છે અને મંડપ ન હોય તો પછી વેલ આમ ઉ૫૨ ૨હે છે. વેલ આવે તો જતી નથી, મંડપ હોય ત્યાં સુધી જાય છે. એમ કેવળજ્ઞાન, મંડપ અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૫ લોકાલોક છે ત્યાં સુધી જાણે છે, પણ (જો) એનાથી અનંતગણ હોય તો પણ જાણે છે. આહા... હો !
ભગવાન! એકવાર સાંભળતો ખરો. ભાઈ ! આ તો ૧૯૭રની વાત છે. આહા... હા ! અંદરમાંથી આવ્યું હતું ને! આહા... હા... હા ! સર્વજ્ઞપર્યાય કોને કહે !! આત્માનો સ્વભાવ જ સર્વ-જ્ઞ છે! સર્વજ્ઞશક્તિ છે કે નહીં? ૪૭-શક્તિમાં (એક) સર્વજ્ઞશક્તિ છે! તો (આત્માનો) સ્વભાવ સર્વજ્ઞસ્વભાવી છે. એવો જેને અનુભવ થયો કે સર્વજ્ઞપર્યાય જગતમાં છે; એ પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો અને પ્રતીતિ થઈ, તે જ પુરુષાર્થ ' છે. એ કેવળજ્ઞાન છે, એમ માનવું તે જ અંદર પુરુષાર્થ છે.
એક દિવસે તો (અમે) આખો સંપ્રદાય છોડી દીધો હતો. કીધું (કેટ) અમે તો સત્યના શોધક છીએ. આવી અસત્યવાત અમે માની શક્તા નથી. અમારે સંપ્રદાય ન જોઈએ. એ ગુરુ ન જોઈએ. એ શાસ્ત્ર ન જોઈએ !
પ્રભુ! એવી (પુરુષાર્થશૂન્ય) વાત કરવી છે? તારે (શું માત્ર) ધારણા કરવી છે કે કેવળી છે અને કેવળીએ દીઠું તેમ થશે. બસ! (ભાઈ ! એમ ન હોય)
આહા... હા! કેવળજ્ઞાનસ્વભાવી પ્રભુ (આત્મા); (એમાં) પોતાનો એક જ્ઞાનગુણ; (એની) એક સમયની પર્યાય (કેવળજ્ઞાન); એવી અનંતી અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં છે! તો એક સમયની (કેવળજ્ઞાન-) પર્યાયનું અસ્તિત્વ છે. (એવી) સત્તા જગતમાં છે. –એવો જેને સ્વીકાર હોય તો તેની દષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે; જ્ઞાન રહી જાય છે. તે દી” એટલું બધું (ખ્યાલમાં) નહોતું, દ્રવ્ય ઉપરની (વાત) નહોતી, પણ એટલું હતું કે કેવળજ્ઞાન છે. એવો ગુણ-પર્યાયનો સ્વીકાર કરવાનો (હોય તો) પર્યાય જ્ઞાનમાં જાય છે. એની (પર્યાય) જ્ઞાનમાં ઘૂસી જાય છે અને ભવ નથી. ભગવાને એના ભવ દીઠા જ નથી. એને ભવ છે જ નહીં.
મોટી ચર્ચા થઈ હતી. અમે તો નાની ઉંમરના. ૨૫ વર્ષની ઉંમર હતી ને ! ઘણી ગડબડ થઈ. ગુરુ શાંત હતા. કષાય મંદ હતા. આ (તત્ત્વ) તો ક્યાં હતું? વસ્તુ હતી જ નહીં ને..! શ્વેતાંબર અને સ્થાનકવાસી બેયમાં તો એ વસ્તુ જ નથી ! ગુરુએ પહેલાં કબૂલ કર્યું. મારી વાત એને સત્ય લાગી. પણ બીજે દિવસે એને શંકા ઊઠી. (મારી વાત ) સત્ય લાગી (પણ) મેળ વિનાની (લાગી). (કેમ કે) ગુરુભાઈએ (એમ) કહ્યું કે, “એમ (માનવામાં આવે, તો પાંચ સમવાય સિદ્ધ થશે'. પુરુષાર્થ, નિયતિ, સ્વકાળ, સ્વભાવ, કર્મ-પાંચ સમવાય છે ને...! (પણ એ લોકો) પાંચ સમવાય માનતા નથી. તે દી” એ પ્રશ્ન ઊઠ્યો. એ તકરાર વધી.
“મોક્ષમાર્ગપ્રકાશક' નવમા અધ્યાયમાં કહ્યું છે કે એક સમયમાં (જો) એક કારણ છે ત્યાં (બીજા) ચારે કારણ સાથે છે. પાંચ સમવાય એક સમયમાં છે. “મોક્ષમાર્ગપ્રકાશક' માં ઘણું સ્પષ્ટ કર્યું છે. ટોડરમલજીએ શાસ્ત્રનું રહસ્ય ઘણું ખોલી દીધું છે. લોકો ન માને એટલે કંઈ (વસ્તુસ્થિતિ બદલાઈ જતી નથી).
ફલટનમાં પંડિત લોકો એવું બોલ્યા કે: “ટોડરમલજી અને બનારસીદાસજી અધ્યાત્મની ભાંગ પીને નાચતા હતા'. –એવી મશ્કરી કરી ! અરર.... ૨! પ્રભુ! શું કરો છો તમે ભાઈ ? તને નુકસાન છે, ભાઈ ! “અધ્યાત્મની ભાંગ' કહેવાય પ્રભુ? ભાંગ પીને નાચ્યા. માટે એ વાત કબૂલ નથી. પહેલાં લલિતપુરમાં એમ થયું હતું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ - પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રભુ! મારગડા જુદા (છે) નાથ! (વીતરાગનો) માર્ગ, અંતર્મુખ દષ્ટિ કર્યા વિના, ક્યારેય હાથ આવે નહીં. આહા... હા! “છહુઢાળા” માં આવે છે ને..! “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગ દંદ-ફંદ, નિજ આતમ ધ્યાઓ”. આહા.... હા ! એક (છંદમાં) કેટલું ભરી દીધું છે! ગાગરમાં સાગર ભરી દીધો છે. લાખ વાત હોય, ક્રોડ વાત હોય કે અનંત વાત હોય, પણ નિશ્ચય આત્મા, આનંદનો નાથ અંદર છે; એનો લંદ છોડો! આ ગુણી છે અને એમાં અનંતગુણ (છે) એવો કંઠ-દ્વત પણ છોડી દ્યો! આહા. હા! “નિજ આતમ (ધ્યાઓ)” -નિજ આતમ... પાછું; પરભગવાનને ધ્યાવો, એમ નહીં. એ તો પરદ્રવ્ય છે. આહા... હા ! “નિજ આતમ ધ્યાઓ.’
અહીંયાં તો એ કહે છે કેઃ (આત્મા) ચાર ભાવથી ગમ્ય નથી ! (પણ) ક્ષાયિકભાવમાંકેવળજ્ઞાનમાં તો આખું દ્રવ્ય જાણવામાં આવે છે. અને ઉપશમયોપશમભાવમાં પણ આત્મા જાણવામાં આવે છે. ક્ષયોપશમ, (એ) સમકિતનો ક્ષયોપશમ હું! અમથા અજ્ઞાનીઓના જ્ઞાનનો ક્ષયોપશમ નહીં. સમકિતમાં તો આત્મા પ્રતીતમાં ખ્યાલમાં આવે છે. અહીં તો (એને પણ) હેય કહ્યું!
“ચાર ભાવાંતરોને અગોચર હોવાથી”—એનો અર્થ આ કે: ચાર ભાવ-પર્યાયના લક્ષથી અગમ્ય (અગોચર) છે!
આહા... હા ! સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભગવાન! ભગવાન અંદરમાં બિરાજે છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને.. ભાઈ પર્યાયની પામરતા તારી નથી. આહા. હા ! ક્ષાયિકભાવ પણ પર્યાય (છે) એ તો અનંતમા. અનંતમાં.... અનંતમાં... ભાગની એક સમયની પર્યાય છે. અને એવી ક્ષાયિકપર્યાય સાદિ-અનંત (છે). જ્યારે કેવળજ્ઞાન થાય છે તો એ (પહેલા) એ પર્યાય નથી રહેતી; (નવી પ્રગટે છે ). (એ) પહેલી પર્યાયની મુદત એક સમયની છે. તો કેવળજ્ઞાન એક સમય, (પછી) બીજું કેવળજ્ઞાન બીજે સમયે (છે, એમ) બીજું... બીજું બીજું એવું સાદિ-અનંત કેવળજ્ઞાન; એની પર્યાયોનો પિંડ એ “જ્ઞાનગુણ” છે. એવા અનંતગુણનો પિંડ એ “આત્મા” છે. આહા... હા !
(અહીંયાં) એ આત્માને ચાર ભાવોથી (અગોચર) અગમ્ય કહ્યો. તો (કોઈ) એવો અર્થ લે (કે, આત્મા સર્વથા અગોચર છે, તો) એમ કહેવાનો આશય આચાર્યનો છે જ નહીં. (આ) પદ્મપ્રભમલધારિદેવની (સંસ્કૃત) ટીકા છે! (એનો) બ્ર. શીતલપ્રસાદજીએ (જે હિંદી અનુવાદ કર્યો છે એમાં) એનો અર્થ જ કર્યો નથી. જેમ ભાષા છે તેમ મૂકી દીધી છે. પણ ભાવાંતરનો અર્થ આ જે સ્વભાવભાવ નિત્ય પ્રભુ, આનંદદળ, અતીન્દ્રિય જ્ઞાનનો રસકંદ, ધ્રુવ, નિત્ય, ત્રિકાળ, એકરૂપ સ્વભાવ; એનાથી (ઔદયિકાદિ) ચાર ભાવ ભાવાંતર છે. એ (સ્વભાવ) ભાવથી અનેરા ભાવ છે! સમજાય છે કાંઈ?
(“સમયસાર' માં અમૃતચંદ્રાચાર્ય પહેલા શ્લોકમાં કહ્યું કે:) “નમ: સમયસારીય સ્વાનુમૂલ્ય વારસો વિસ્વમાવીય મોવીય સર્વમાવીત્તેરછા –આવે છે ને.. સર્વભાવાંતરરિઝવે” –એ ચોથા પદમાં આવ્યું છે: “સર્વ ભાવાંતર' – પોતાના સિવાય બીજા ભાવ છે. બધાને જાણવાવાળો છે.
અહીંયા કહે છે કેઃ “ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા )”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૧૭ આહા હા ! એ કારણપ્રભુ!
એક સ્થાનકવાસી વકીલ હતા. કાઠિયાવાડમાં એને દિગંબર (શાસ્ત્રોનો ) પહેલવહેલો વાસ. એના દીકરાએ એ પ્રશ્ન કર્યો કે: તમે આત્માને કારણપરમાત્મા કહો છો. તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ. પણ કાર્ય તો આવતું નથી! કીધું: પ્રભુ! કોને? (કે.) જેને એ કારણપરમાત્મા છે એવી પ્રતીતિ હોય એને કારણપરમાત્માનું કાર્ય-સમ્યગ્દર્શન થયા વિના રહે નહીં ! પણ હજી કારણપરમાત્મા છે એની પ્રતીતિની ખબર નથી. ત્યાં શાસ્ત્રથી-પાઠથી ધારી લેવું છે?
વાત સમજાય છે? વાત તો એવી છે, ભગવાન! બહુ સૂક્ષ્મ, બાપુ! અહીં “કારણપરમાત્મા” લખ્યું છે ને..! ઘણી વાર આવશે. આખા “નિયમસાર' માં તો કારણપરમાત્માનાં જ ગાણાં ગાયાં છે.
આહા... હા ! એની સાથે “કારણ (શુદ્ધ) પર્યાય” આવી છે ને...! “નિયમસાર” માં જ ૧૫મી ગાથા. એક કારણ (શુદ્ધ) પર્યાય છે ધ્રુવ. ધ્રુવ.. હોં! જેમ વસ્તુ ધ્રુવ છે, જેમ ગુણ ધ્રુવ છે; તેમ એક કારણ પર્યાય પણ ધ્રુવ છે. ૨૦OOની સાલમાં ઘણો વિસ્તાર કર્યો હતો. ૧ થી ૧૯ ગાથા સુધીનાં વ્યાખ્યાન (પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયેલાં છે). “કારણ (શુદ્ધ) પર્યાય સૂક્ષ્મ છે. જેમ ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ-ચાર દ્રવ્ય છે, એમાં તો પરિણામિકભાવની પર્યાય એકસરખી છે. શું કહ્યું સમજાણું? (એ જે) ચાર દ્રવ્ય છે (એના) દ્રવ્ય-ગુણ તો એકસરખા જ છે; પણ એની પર્યાય પણ એકસરખી (છે). ઓછી-વિપરીત એકય છે જ નહીં. -પારિણામિકભાવની પર્યાય સદાય એકરૂપ (છે). ત્યારે તો એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો દ્રવ્ય પૂર્ણ થાય છે. તો આત્મામાં દ્રવ્ય અને ગુણ પૂર્ણ છે; પણ જે પર્યાય રાગાદિની છે એ રાગાદિ તો ઓછા-વધારે થાય છે. રાગનો અભાવ થઈને સમકિત થાય છે. અને સમકિતની–મોક્ષમાર્ગની પર્યાયનો પણ અભાવ થઈને મોક્ષ થાય છે. તો પર્યાય એકરૂપ ન રહી. (જ્યારે ધર્માદિ ) ચાર (દ્રવ્યમાં) પર્યાય એકરૂપ છે. તો આમાં (આત્મામાં) પારિણામિકની (પર્યાય) એકરૂપ હોવી જોઈએ કે નહીં? તો એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (પર્યાય) સિવાય, અંદર (એક) કારણ (શુદ્ધ) પર્યાય (છે). એ બધો વિસ્તાર ૧૫મી ગાથાના (વ્યાખ્યાનમાં) કર્યો છે. દ્રવ્ય એવું ત્રિકાળી ધ્રુવ, એવું ત્રિકાળી સામાન્ય, એવી પર્યાય વિશેષ. વિશેષ (એટલે) ઉત્પાદ-વ્યય નહીં. ઉત્પાદ-વ્યય વિનાની “કારણપર્યાય ધ્રુવ સંદેશ અનાદિઅનંત છે. જેમ પેલા ચાર દ્રવ્યમાં એક પારિણામિક પર્યાય અનાદિ અનંત એકસરખી છે એવી અહીંયાં ધ્રુવ-કારણ (શુદ્ધ) પર્યાય અનાદિઅનંત એકરૂપ છે. આહા... હા ! મેં ૨૦OOની સાલમાં એનો નકશો પણ બનાવરાવ્યો હતો. પણ (એ વિષે એક મોટા પંડિતને) કહ્યું તો તે સમજ્યા નહીં. વર્ણીજીને કહ્યું તો એણે કીધું કે “કારણ (શુદ્ધ) પર્યાય” એવું છે નહીં. પછી હું અચકાણો કે, મોટા પંડિતો ય સમજતા નથી તો બીજા તો) સમજશે નહીં. (એથી) નકશો બહાર નથી પાડ્યો. એ (વિષય) સૂક્ષ્મ છે, ભાઈ ! દ્રવ્યનો ભાવ, એ કારણ (શુદ્ધ) પર્યાય; એ પારિણામિકભાવમાં જાય છે. એ (ઔદયિકાદિ) ચાર ભાવમાં આવતો નથી. એ ઉત્પાદ-વ્યય વિનાની પર્યાય “કારણ (શુદ્ધ) પર્યાય છે. આવો માર્ગ છે! એ અહીં કહે છે.
અહીંયાં એ (દ્રવ્ય) ભાવને પારિણામિકભાવમાં લેવો છે. તો એ કારણ (શુદ્ધ) પર્યાય, દ્રવ્ય અને ગુણ-ત્રણેને “કારણ પરમાત્મા’ કહેવામાં આવે છે. એ કારણપરમાત્મા, (ઔદયિકાદિ) ચાર ભાવોના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮ પ્રવચન નવનીતઃ ભાગ-૨
લક્ષે ગમ્ય થતો નથી. એ કારણે (એને) ચાર ભાવથી અગમ્ય (અગોચર) કહેવામાં આવ્યો છે. ચાર ભાવથી અગમ્ય. ( છતાં ) ઉપશમભાવમાં, (ક્ષયોપશમભાવમાં ), ક્ષાયિકભાવમાં સમકિત હોય છે. સમજાય છે કાંઈ ?
આહા... હા! આ તો પરમ સત્ય વાત છે, પ્રભુ! એવી વાત, આ કાંઈ પંડિતાઈની ચીજ નથી. આ તો અંતરની વસ્તુ છે!
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
–
6
કહ્યું ને...! એક પ્રશ્ન કર્યો કે: કારણપરમાત્મા છે તો કાર્ય કેમ ન આવ્યું ? પણ કોને ? કીધું: ‘કા૨ણપ૨માત્મા છે' એવી શ્રદ્ધા (જેને ) હોય એને કહેવાય છે ને...! (કા૨ણપ૨માત્મા ) છે તો છે, (જેને એની દૃષ્ટિ નથી) એને તો છે નહીં. દષ્ટિમાં, જ્ઞાનમાં અને પ્રતીતિમાં તો વસ્તુ આ છે' એવું જ્ઞેય તો આવ્યું નથી. ‘દ્રવ્ય એવો કા૨ણપ૨માત્મા છે' એવું જ્ઞેય, જ્ઞાનની પર્યાયમાં આવ્યું નથી, અને જ્ઞાનમાં આવ્યા વિના પ્રતીતિ આવી નથી. તો પ્રતીતિ આવ્યા વિના કા૨ણપ૨માત્મા ’ એને છે, એ આવ્યું ક્યાંથી ?
"
ન્યાય સમજાય છે? આ તો લોજિક (ન્યાય) છે. ભગવાનનો માર્ગ તો ન્યાયમુક્ત છે. ન્યાયમાં ‘ની' ધાતુ છે. ‘ની’ એટલે જ્ઞાનને લઈ જવું. જેવી વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું. એનું નામ ન્યાય છે. આ (જે) વકીલાતના ન્યાય છે એ બધા તો સ૨કા૨ે બાંધેલા છે, એ નહીં. આ તો ભગવાન ત્રિલોકનાથના (ન્યાય ) છે. આહા... હા !
અહીં (કહે છે કે) ‘કારણપરમાત્મા ' કેવો છે? (કે-) “દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે.” આહા... હા! એ ત્રિકાળ ભગવાન, જે સમ્યગ્દર્શનનું ધ્યેય, ધ્યાનનું ધ્યેય, સમ્યક્ત્વનો વિષય, આત્મજ્ઞાનની પર્યાયનો વિષય-એ, દ્રવ્યકર્મથી ભિન્ન છે; ભાવકર્મ અર્થાત્ પુણ્ય-પાપ, દયા-દાન આદિથી ભિન્ન છે; અને નોકર્મ ( અર્થાત્ ) શ૨ી૨, વાણી, મન (આદિ) થી (ભિન્ન છે). -એ-રૂપ ઉપાધિથી જનિત (અર્થાત્ નિમિત્ત ) વિભાવગુણપર્યાયોથી રહિત છે. એને અહીં કારણપરમાત્મા, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ, ભૃતાર્થભાવ, સમ્યગ્દર્શનનો વિષય કહ્યો છે. અને એના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે; પર્યાયના આશ્રયથી થતું નથી.
વિશેષ કહેશે...
*
*
પ્રવચન તા. ૧-૨-૧૯૭૮
[‘નિયમસાર ’ગાથા-૩૮. પદ્મપ્રભમલધારિદેવની ટીકા. “ ઔયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કા૨ણપ૨માત્મા ) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ ઉપાધિજનિત વિભાવગુણપર્યાય વિનાનો છે,” અહીં સુધી આપણે આવ્યું છે. હવે કહે છે:
66
તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિ સ્વભાવવાળો ” ( છે ).
આહા... હા ! ( શું કહે છે? કેઃ) ભગવાન આત્મા ત્રિકાળી, જે સમ્યગ્દર્શનનો વિષય છે કે જેના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, એ તો અતીન્દ્રિસ્વભાવવાળો છે. આહા... હા ! (એ તો અનાદિ-અનંત ) અમૂર્ત અતીન્દ્રિસ્વભાવવાળો છે!
હવે, અર્થ વિશેષ કરે છેઃ “શુદ્ધ” છે-શુદ્ધ પવિત્ર પિંડ છે. સહજ-૫૨મપારિણામિકભાવ
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
66
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૧૯ (જેનો સ્વભાવ છે)” જેને (“સમયસાર') છઠ્ઠી ગાથમાં “જ્ઞાયક' કહ્યો. ૧૧મીમાં જેને “ભૂતાર્થ' કહ્યો. એને અહીંયાં “પરમ પરિણામિકભાવ' કહ્યો (છે). આહા... હા! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે. ભાઈ !
આહા... હા! “પરમ પરિણામિકભાવ” અર્થાત્ (ઔદયિકાદિ) ચાર ભાવમાં તો, ઉદય (ભાવ) માં તો કર્મનું નિમિત્ત આવે છે અને ત્રણ ભાવમાં (ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવમાં કર્મના) નિમિત્તના અભાવની અપેક્ષા આવે છે. (તેથી) એ (ચારે) અપેક્ષિત ભાવ થઈ ગયા. (અને) આ (કારણપરમાત્મા) ત્રિકાળ નિરપેક્ષભાવ (છે) એને (પરમ) પારિણામિકભાવ કહે છે. એ પરમ પરિણામિકભાવ જેનો સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ છે. આહા... હા ! જેનો પરમપરિણામિક સહજ સ્વભાવ, અનાદિ-અનંત શદ્ધ અતીન્દ્રિયઆનંદસ્વભાવ છે ! પર્યાયબુદ્ધિ છોડ (તો) એવી ચીજ અતિરૂપ છે, વિદ્યમાન છે.
“પંચાસ્તિકાય” ગાથા-૧૭રની ટીકામાં એમ લીધું છે કે ચારે અનુયોગનો “સાર” શું? (એમ કે) ચરણાનુયોગમાં એમ કહ્યું ને દ્રવ્યાનુયોગમાં એમ કહ્યું ને કથાનુયોગમાં આમ (ને કરણાનુયોગમાં આમ )! -ચારે અનુયોગમાં તાત્પર્ય તો ‘ વીતરાગતા' છે. જો વીતરાગતા તાત્પર્ય. છે તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય? ત્યાં પાઠ એવો છે કે સૂત્ર અર્થાત્ ગાથા દીઠ તો તાત્પર્ય કહ્યું, પણ આખા શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. જૈનદર્શનના બધા શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા દે
વીતરાગતા તો પર્યાય થઈ. તો વીતરાગતાની પર્યાય કેવી રીતે ઉત્પન્ન થાય ?
હવે આપણે અહીંયા મેળવવું છે ને..? આહા.. હા! આ વાત અહીં કહે છેઃ સમ્યગ્દર્શન એ પણ વીતરાગી પર્યાય છે. ત્રિકાળી પરમસ્વભાવભાવને ધ્યેય કહ્યું, તે જ ઉપાદેય કહ્યું; એને ધ્યાનમાં ધ્યેય બનાવીને, એને ઉપાદેય કરીને, જે (પર્યાયમાં ) સમ્યગ્દર્શન-જ્ઞાન ઉત્પન્ન થયું તે વીતરાગી પર્યાય છે. એ વીતરાગી પર્યાય, ચારે અનુયોગનો સાર છે અને એ વીતરાગી પર્યાય, પરમપરિણામિક ભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ ?
આહા.... હા! આ ટીકા તો ગજબની ટીકા છે! એવી ટીકા તો (બીજે) ક્યાંય નથી. મુનિ પદ્મપ્રભમલધારિદેવે બનાવી છે. પાઠમાં છે એવું સ્પષ્ટ કર્યું છે. જેમ ગાય અને ભેંસને આંચળ હોય છે, આંચળમાં દૂધ હોય છે તો અંદરથી કાઢે છે ને...! અહીં તો પ્રત્યક્ષ જોઈને એક એક વાત નક્કી કરી છે. એમ શાસ્ત્રના શબ્દોમાં ભાવ ભર્યા છે, એને પદ્મપ્રભમલધારિદેવે ર્તકથી ટીકા કરીને ખોલી દીધા છે. એમાં (જે) ભાવ ભર્યા છે એને કાઢયા છે!
પાઠમાં છે: “નીવાવિવદિતઘં દેવમુવાલેયમપૂનો .” એનું સ્પષ્ટીકરણ કર્યું: ઉપાયમMો અપ્પા.” -એ પરમ પરિણામિકભાવ, કારણજીવ, ધ્રુવજીવ, નિત્યજીવ, અતીન્દ્રિયસ્વભાવવાળો, શુદ્ધ-સહજ સ્વભાવવાળો જીવ; એને અહીં “કારણ પરમાત્મા’ કહે છે. આહા... હા ! એ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા છે!
આહા.... હા! વીતરાગતા સાર (છે), તો એમાં પણ ‘આ’ આવ્યું. ચારે અનુયોગનો સાર (છે) – “દ્રવ્યનો આશ્રય લેવો'. આહા... હા ! પૂર્ણ બ્રહ્મ પ્રભુ! પૂર્ણમ્ રૂ!
અન્યમતમાં પણ “પૂર્ણમ્ રૂમ્' તો કહે છે; પણ એને પર્યાયની ખબર (જ) નથી. એ તો એકાંત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
અહીં તો “પૂન રૂમ” –નિર્ણય કરવાવાળી પર્યાય તો છે. પર્યાય છે! પર્યાય નથી, એમ નથી. (પણ) (“સમયસાર') ૧૧મી ગાથામાં તો એમ કહ્યું કે પયાય અભૂતાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે. ત્યાં વ્યવહાર એટલે પર્યાય છે. “પર્યાય અભૂતાર્થ છે, જૂઠી છે,” એમ કેમ કહ્યું? (ક) પ્રયોજન સિદ્ધિ (માટે)! (તો) એ પ્રયોજન સિદ્ધિ, ધ્રુવને મુખ્ય કરીને નિશ્ચય કરીને (એનો) આશ્રય કરે તો થાય છે. એ કારણે મુખ્યને નિશ્ચય કહીને ઉપાદેય કહ્યું અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને હેય કહી. હેય કહી અથવા અસત્યાર્થ કહી. આહા. હા!
આહા.... હા! ગજબ વાત છે! દિગંબર સંતોના એક એક શબ્દમાં અનંત આગમ ભર્યા છે! શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંકઃ ૧૬૬માં એમ) કહે છે: “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે.” આહા.... હા ! પણ એ વાતનો ખુલાસો તો સમ્યગ્દર્શન વિના થઈ શકે નહીં. સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે: “એવો કારણપરમાત્મા તે ખરેખર આત્મા” છે. ભાષા જુઓ! પર્યાય એ આત્મા છે એનો નકાર કર્યો. આહા... હા! શું કહ્યું કે જે “અનાદિ-અનંત અમર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ- (સહજ) -પરમ-પારિણામિકભાવ (જેનો સ્વભાવ છે) - એવો કારણપરમાત્માને ખરેખર આત્મા છે.” પર્યાયને આત્મા ન કહ્યો. નિર્ણય કરવાવાળી પર્યાયને આત્મા ન કહ્યો. કારણ કે નિર્ણય કરે છે એ પર્યાય છે. તેને અભતાર્થ કહી અને મુખ્યને નિશ્ચય કહીને (ભતાર્થ કહ્યું). નિર્ણય કરે છે. પર્યાય. બીજી રીતે કહીએ તો નિત્યનો નિર્ણય અનિત્ય કરે છે. આહા.... હા! નિત્યનો નિર્ણય, નિત્ય-ધ્રુવ શું કરે? સમજાણું કાંઈ ? નિત્યનો નિર્ણય અનિત્ય કરે છે. અનિત્ય કહો કે પર્યાય કહો. પર્યાયનો વિષય શું? (ક) કારણપરમાત્મા ! આહા. હા! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન; એનો “વિષય” તે ખરેખર “આત્મા” છે. (કારણ-પરમાત્મા) ને જ આત્મા કહ્યો. તે જ ખરેખર “આત્મા” છે.
પર્યાયને વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે. જરા શાંતિથી સાંભળો! કારણ કે, પર્યાયને અભૂતાર્થ કહીને, અસત્યાર્થ કહીને, એ “અનાત્મા” છે એમ કહ્યું. વ્યવહારનયનો વિષય હોં! અને વસ્તુ જે ત્રિકાળ છે તે જ ખરેખર આત્મા છે. પણ, ખરેખર આત્મા છે તેનો નિર્ણય ” સમ્યગ્દર્શનની પર્યાય કરે છે અને સમ્યજ્ઞાન કરે છે (છતાં) એ જ્ઞાનમાં “કારણપરમાત્મા” આવતો નથી. એ શ્રદ્ધાની પર્યાયમાં ‘કારણપરમાત્મા’ આવતો નથી. પણ કારણપરમાત્માનું જેટલું સામર્થ્ય છે એટલું જ્ઞાનમાં અને પ્રતીતિમાં આવી જાય છે. આહા.... હા! એની ગંભીર શૈલી !
આહા... હા! બીજી એક વાત કે દરેક વસ્તુ “ક્રમબદ્ધ' છે! જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે જ સમયે (તે) ઉત્પન્ન થશે! (તો) ત્યાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એ પ્રશ્ન ૬ર વર્ષ પહેલાં, સંવત ૧૯૭રમાં ઊઠ્યો હતો. (“સમયસાર') સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પહેલી ગાથા: “રવિવું નં ૩qgટ્ટ અહિં તેહિં નાગનું UUU _જે દ્રવ્ય જે પર્યાયથી ઊપજે છે તે પર્યાય ક્રમબદ્ધ છે. (અર્થાત્ ) જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે જ સમયે (તે) થશે. એવો અનાદિ-અનંત પર્યાયનો ક્રમબદ્ધ છે. “પ્રવચનસાર” ગાથા-૯૩ (ની ટીકા) માં “ગાયત સમુદ્રાય કહ્યું છે. (કાળ- અપેક્ષિત પ્રવાહ. એક પછી એક પ્રવર્તતો, કમભાવી સમુદાય-). “ગાયત. સમુવાય”—એક પછી એક. એક પછી એક. એક પછી એક (પર્યાય). જેમ હારમાં મોતી છે, તે એક પછી એક હોય છે. આવાં-પાછાં નથી. તેમ ભગવાન આત્મા, ધ્રુવ, કારણપરમાત્મા એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૧ પર્યાય એક પછી એક, એક પછી એક-દમસર થવાવાળી હોય તે જ થશે. પણ એ ક્રમબદ્ધનું તાત્પર્ય શું? (ક) વીતરાગતા. તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય ? એ પણ આવી ગયું અંદર ક્રમબદ્ધમાં કેઃ દ્રવ્યનો આશ્રય લેવો! આહા.... હા ! જરી સૂક્ષ્મ (વાત) છે! ભગવાન! વાત તો એનાથી (પણ) ઘણી ગંભીર છે!
પ્રવચનસાર' ગાથા-૧૦૧ માં તો એમ પણ કહ્યું (કેટ) ઉત્પાદના આશ્રયે ઉત્પાદ છે. વ્યયના આશ્રયે વ્યય છે અને ધ્રુવના આશ્રયે ધ્રુવ છે! પરના આશ્રયે તો (ઉત્પાદ-વ્યય) નથી (જ). પણ જે ઉત્પાદના કાળે ઉત્પાદ થાય છે (તે) ક્રમબદ્ધ છે (તોપણ) ઉત્પાદમાં વ્યયની અપેક્ષા નથી. વ્યયમાં ઉત્પાદની અપેક્ષા નથી. ધ્રુવમાં ઉત્પાદ (-વ્યય) ની અપેક્ષા નથી. ઉત્પાદ ઉત્પાદના આશ્રયથી છે. એ સત્ છે ને..! ત્રણે સત્ છે ને..! સમજાય છે કાંઈ?
મગજમાં તો ઘણી સૂક્ષ્મ વાતો છે. એટલી બધી એકદમ આવે તો (લોકોને) કઠણ પડી જાય.
સમયસાર” માં ૪૭ શક્તિઓ-ગુણો (લીધાં) છે ને! એમાં એક ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ ગણી છે. આત્મામાં જેમ જ્ઞાનગુણ છે, આનંદગુણ છે, શાંતિગુણ છે, (શાંતિ) એટલે વીતરાગતા; એમ એક ઉત્પાદવ્યયધ્રુવ નામનો ગુણ છે. એ ગુણના કારણે નવી પર્યાય ક્રમસર આવવાવાળી આવે છે, પૂર્વની પર્યાય વ્યય થાય છે અને ધ્રુવ છે (એ ધ્રુવ રહે છે). એમ ત્રણેમાં એકની-કોઈને (કોઈની) અપેક્ષા નથી. ત્રણે સત્ છે. માટે અહેતુક છે. માટે કોઈની અપેક્ષા નથી !
આહા... હા! ગજબ વાત છે!! હવે લોકોને ક્યાં આટલું બધું (સમજાય) ?
(વળી,) “પ્રવચનસાર' ૧૦ર-ગાથા (ની ટીકા) માં એમ કહ્યું કે એનો જન્મક્ષણ છે! આમ તો આપણે “તત્ત્વાર્થસૂત્ર' માં સાધારણ આવે છે ને..! “ઉત્પાવ્યયધ્રૌવ્ય યુ સતા સત્ દ્રવ્ય નક્ષણન” (અને) અહીં તો (૪૭-શક્તિમાં એમ કહ્યું કે:) અંદરમાં ( આત્મામાં) ઉત્પાદવ્યયધુવત્વ નામનો તો ગુણ છે. એ ગુણના કારણે સમય સમયમાં જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન્ન થશે જ. તો ક્રમબદ્ધ પણ (સિદ્ધ) થઈ ગયું. અને નિમિત્તથી પણ થતું નથી એમ (પણ સિદ્ધ) થઈ ગયું. ( જોકે) નિમિત્ત હોય છે. નિમિત્ત ચીજ છે.
એ તો હમણાં (એક મોટા વિદ્વાને) “જૈનસંદેશ” માં બે વાત કબૂલ કરીઃ ક્રમબદ્ધ છે અને સોનગઢ નિમિત્ત છે એમ માને છે પણ નિમિત્તથી પરમાં થાય છે એમ નથી (માનતા.) – એ બન્ને વાત યથાર્થ છે.
૨૧ વર્ષ થયાં. વર્ણીજી સાથે “પંચાસ્તિકાય” ની ૬રમી ગાથા ( વિષે) એ ચર્ચા તો ઘણી થઈ હતી. એમાં કહ્યું છે કે વિકાર જે થાય છે તે પોતાના પકારકથી થાય છે. એને પરકારકની અપેક્ષા છે જ નહીં. -શું કહ્યું? પોતાનાથી ઉત્પાદની જે પર્યાય કમબદ્ધમાં ઉત્પન્ન થાય છે (એન) કોઈની અપેક્ષા નથી. વિકારને હોં ! વિકાર જે થાય છે-મિથ્યાત્વનો, રાગનો, દ્વેષનો, તે એક સમયની પર્યાયમાં પકારકથી થાય છે. એને દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી અને નિમિત્તની અપેક્ષા નથી. (અર્થાત્ નિમિત્ત હોય પણ એની (નિમિત્તની) અપેક્ષાથી, એના કારકથી એ વિકાર ઉત્પન્ન થાય છે, એમ નથી.
- ઇન્દોરવાળા (એક પંડિતજી) (આ) ૬રમી ગાથા બોલતા હતા, પણ એ (અર્થ) લોકોને ન બેઠો. એ તો “અભિન્ન' ની વાત છે, (એમ એ લોકો માનતા હતા). પણ “અભિન્ન” નો અર્થ શું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ પોતાની પર્યાય પોતાનાથી થાય છે, એનું નામ “અભિન્ન”. પરથી (અભિન્ન) નહીં.
અહીં તો વિકારીપર્યાય હોય કે અવિકારીપર્યાય હોય, એ પોતાની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. એક વાત. એને દ્રવ્ય-ગુણ અને બીજા કારકોની અપેક્ષા નથી. બે વાત. ત્રીજી: એ પર્યાય જે ઉત્પન્ન થાય છે એ પકારકથી ઉત્પન્ન થાય છે. પકારકની શક્તિ ધ્રુવમાં છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાનઅપાદાન અને અધિકરણ–એ છ ગુણ છે. એ ગુણ દરેક (દ્રવ્ય) માં છે. પરમાણમાં (પણ) છે. છયે દ્રવ્યમાં કર્તા નામનો એક ગુણ, (તેમજ) કર્મ (એટલે) કાર્ય, કરણ (એટલે) સાધન, સંપ્રદાન (એટલે) રાખવું, અપાદાન (એટલે) એનાથી, અધિકરણ (એટલે) આધાર છે. એના આધારે, આ (બીજો) છે-એમ નથી. એ પરમાણુમાં પકારકની શક્તિ પડી છે. પરમાણુમાં શક્તિ ધ્રુવ છે. પણ જે આ (વિકારી) પર્યાય અહીં (આત્મામાં) રહી છે એ પર્યાય પોતાના પારકથી ઉત્પન્ન થઈને રહી છે. (એને કર્મ-પરમાણુની અપેક્ષા નથી) ! આહા... હા ! એ તો કોણ માને ? એવી વાત કહેનારને (લોકો ) પાગલ જ કહે ને...!
એક વખતે તો કહ્યું ને કેઃ પગ ચાલે છે તે નીચે જમીનને સ્પર્શ કરતા નથી. અને પગ આત્માથી ચાલતા જ નથી! અરે પ્રભુ! સમજાય છે કાંઈ ? કેમકેઃ એક (જે) પરમાણુ છે તેમાં અનંતગુણ છે; એમાં કર્તા, કર્મ, કરણ આદિ પકારક પડયા છે; એ તો ધ્રુવ છે છે ! પણ છયે દ્રવ્યમાં એક સમયની પર્યાયમાં પકારક છે!
આહા.. હા! આ વાત વીતરાગ સિવાય અને અંતર્દષ્ટિ સિવાય અંદર બેસે એવી નથી, બાપુ! સર્વજ્ઞ પરમાત્મા સિવાય ક્યાંય કોઈ ઠેકાણે આ વાત જ નથી! આહા. હા ! સર્વજ્ઞસ્વભાવ પોતાનો છે! સર્વજ્ઞસ્વભાવ કહો કે કારણસ્વભાવ કહો (એકાર્થ છે). તો જેને સર્વજ્ઞસ્વભાવ અંતર્દષ્ટિમાં ઉપાદેય થયો (એને) સર્વજ્ઞપર્યાય ઉત્પન્ન થઈ છે.
આહા... હા! પ્રત્યેક દ્રવ્યની એક સમયની પર્યાયની કર્તા પર્યાય. પર્યાયનું કાર્ય પર્યાય. પર્યાયનું (સાધન) પર્યાય. પર્યાયનું સંપ્રદાન પોતે કરી અને પોતે રહી. પર્યાયનું અપાદાન પર્યાયથી પર્યાય થઈ. (અને) પર્યાયના આધારે પર્યાય રહી.
આહા... હા! ગજબ વાત છે!! દુનિયાને (એમ લાગે) કે આ તે કેવો જૈનધર્મ! ભગવાન! બાપુ! જૈનધર્મ નહીં, વસ્તુની સ્થિતિ જ આવી છે! કે: દરેક દ્રવ્યનો દ્રવ્ય-ગુણ તો ધ્રુવ! પણ એની એક સમયની પર્યાયમાં પકારકનું પરિણમન સ્વતંત્ર ! કેમકે પર્યાય પણ સત્ છે.
પ્રવચનસાર” શયતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની (ગાથા-૧૦૭માં) કહ્યું છે કે: દ્રવ્ય સત્. ગુણ સત્. પર્યાય સદ્. -એ ત્રણે અહેતુક છે; એને હેતુ જ નથી. (તો પણ લોકો કહે છે કે, એને અપેક્ષાથી–નિમિત્તથી વાત કરો ! સમજાણું?
“ઇબ્દોપદેશ' ગાથા-રૂપમાં (તો) એમ કહ્યું “ધર્માસ્લિાયવેત્ નિમિત્ત માત્રમ્”ા ઇષ્ટોપદેશ (અર્થાતુ) પ્રિય ઉપદેશ-સત્ય ઉપદેશ એને કહીએ કે: નિમિત્તમાત્ર ધર્માસ્તિકાયવત્ છે. ધર્માસ્તિકાયવનો અર્થ શું? કે પોતાની ગતિનું પરિણામ પોતાનાથી કરે છે તો ધર્માસ્તિકાય નિમિત્ત છે,... બસ ! પણ નિમિત્તથી અહીંયાં ગતિ કરે છે, એમ નથી. એમ જે કહ્યું તે બધામાં લઈ લેવું. (ક-નિમિત્તમાત્ર) ધર્માસ્તિકાયવત્ છે. ધ્વજા પવનથી હલે છે, તો કહે છે કે પવન ધ્વજાને સ્પર્યો જ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૩ અહીં તો ( ક્રમબદ્ઘ ) પર્યાયને સિદ્ધ કરવી છે ને...? આ સમ્યગ્દર્શનની પર્યાય, એનો આશ્રય ત્રિકાળી ભગવાન! –એનો આશ્રય લીધો હોય તો એ (સમ્યગ્દર્શની ) પર્યાય, ક્રમબદ્ધમાં ઉત્પન્ન થાય છે. અને તે પર્યાય ઉત્પન્ન થવામાં કર્મના અભાવની અપેક્ષા નથી. પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. ( પર્યાય, ) દ્રવ્ય-ગુણનું લક્ષ કરે છે તો (પર્યાય ) આશ્રય કર્યો, ( એમ કહેવાય છે.) પણ દ્રવ્યને કારણે એ પર્યાય લક્ષ કરે છે, (એમ ) નથી. એ પર્યાય પોતાની સત્તાનાસ્વભાવના કારણે સ્વનું લક્ષ કરે છે. એ પર્યાયનું સામર્થ્ય છે! આહા... હા! આવી વાત !! સમજાય છે કાંઈ ?
ત્યાં (‘પંચાસ્તિકાય ' માં કર્મના ) ષટ્કારકથી (આત્મામાં) વિકાર ઉત્પન્ન થાય એનો નકાર કર્યો છે. અમે તો એ બધું ૭૧ની સાલથી કહીએ છીએ. પહેલી વાત ૭૧ની સાલમાં લાઠીમાં બપોરે વ્યાખ્યાનમાં મૂકી હતી. ખળભળાટ થઈ ગયો. અરે! કર્મ વિના વિકાર થાય છે? કીધું : કર્મ વિના વિકાર થાય છે! વિકારનું પરિણમન ષટ્કારકશક્તિથી પોતાનાથી છે. વિકાર જે થાય છે (તે) પરની અપેક્ષા વિના થાય છે! (તે) પરની અપેક્ષા વિના થાય છે! કર્મથી વિકાર થતો નથી' ખળભળાટ...! ષટ્કારકપરિણમન (વિષેની સ્પષ્ટતા) તે દી' એટલી બધી નહોતી. બે વાત કહી હતી. તે વખતે ખુલાસો કર્યો હતો. કોઈ કહેતા હતા કે આ શું વાત કરે છે? ગુરુ બહાર બેઠા સાંભળતા હતા. બહુ ભદ્રિક હતા. શાંત હતા. બ્રહ્મચર્યમાં ઘણા પાકા હતા. દષ્ટિ તો હતી જ ક્યાં ? આ વસ્તુ (ત્યાં) હતી જ નહીં.
શું કહે છે? કર્મ વિના વિકાર થાય છે. (કેમકે ) કર્મ ૫દ્રવ્ય છે. પોતાની પર્યાયમાં વિકાર સ્વતંત્ર પોતાનાથી છે, એવો નિર્ણય જ્યારે થાય ત્યારે એની પર્યાય, દ્રવ્ય( નો ) આશ્રય કરે છે. કારણ કે, વિકાર મારાથી મારા કારણે થયા છે તે તો દુ:ખ(રૂપ) છે. તો એનાથી જ્યારે દૃષ્ટિ પલટાય છે ત્યારે દૃષ્ટિ, કારણપરમાત્માનો આશ્રય લઈને સમ્યક્ થાય છે. -બધો સાર આવી ગયો! વીતરાગતાનો સાર આવી ગયો. ક્રમબદ્ધ પણ આવી ગયું. નિમિત્તથી નથી થતું, એ પણ આવી ગયું!
(જોકે) નિમિત્ત છે. દરેક પર્યાયમાં ઉચિત નિમિત્ત હોય જ છે. ઉચિત હોં! ઉચિતનો અર્થ? કે–એને યોગ્ય હોય એવું નિમિત્ત હોય. પણ નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય ) થતું નથી ! આહા... હા! એ કોણ માને? ધ્વજા ચાલે છે એ પવનથી ચાલતી નથી, એમ કહે છે. ધ્વજાના પરમાણુની એ પર્યાય, એ સમયે પોતાના ષટ્કારકથી પરિણમતાં એમ ચાલે છે. (એ ધ્વજા ) વાયુને તો સ્પર્શતી જ નથી. પણ (વાયુને ) નિમિત્ત કહેવામાં આવે છે. ( ધ્વજા ), નિમિત્તને સ્પર્શી નથી; અને પોતાનાથી પરિણમન કરે છે, ભગવાન!
એવો ભગવાનઆત્મા; ( એને ) પોતાની વિકારી કે અવિકારની ક્રિયામાં પરની કંઈ અપેક્ષા જ નથી. આ અવિકારીપર્યાયમાં ૫૨ની અપેક્ષા નથી.
ભગવાન કારણપરમાત્મા, નિત્યાનંદ પ્રભુ; એ મને ઉપાદેય છે! ‘એ મને ઉપાદેય છે ' એવો ભેદ પણ ત્યાં નથી !
પણ કથન કરવું શું? સમ્યગ્દર્શનમાં આવે છે ને કેઃ ખરેખર એ આત્મા... એ આત્માએમ. નિત્ય તે આત્મા! એવો નિજ પરમાત્મા-સંસારનો કિનારો જેને અતિ નજીક આવ્યો છે ( અર્થાત્ જેને અલ્પ કાળમાં મુક્તિ-કેવળજ્ઞાન થશે ને થશે, એવા “ અતિ આસન્ન ભવ્યજીવોને ”– ( ઉપાદેય છે ). ( શું કહ્યું ? − ) એવો નિજ પરમાત્મા (જે) ધ્રુવ અતીન્દ્રિયસ્વભાવવાળો, ત્રિકાળી પ્રભુ (છે) –એવો નિજ ૫રમાત્મા; ૫૨ પરમાત્મા નહીં, નિજ પરમાત્મા; આ એક જ ઉપાદેય છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ (એ) સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી ! આહા... હા! ત્યાં તો એવી વિકલ્પદશા નથી.
૪૯ વર્ષ થયાં. સંવત ૧૯૮૫ની વાત છે. મોટી સભા હતી. પંદર-પંદરસો માણસ તે દી' વ્યાખ્યાનમાં. અપાસરામાં માણસ સમાય નહીં. સંપ્રદાયમાં પહેલેથી (જ) પ્રતિષ્ઠા ઘણી હતી ને..! ભલે (પહેલાં સ્થાનકવાસી) સંપ્રદાયમાં હતા. (પણ ખરેખર) અમે તો કોઈ સંપ્રદાયમાં હતાં પણ નહીં. અમને કોઈ સંપ્રદાયની દષ્ટિ નહોતી. જરી કહ્યું કે: જે ભાવે તીર્થકરગોત્ર બંધાય, એ ભાવ ધર્મ નથી. ભાવ શુભ છે ને! ઉદયભાવ છે! સત્ય અને સરળ-સીધી ભાષામાં કહીએ તો કીધું-એ અધર્મ છે! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ, ઉદયભાવ-વિકાર છે; ધર્મ નથી. (કેમકે) ધર્મથી બંધ હોય નહીં. જેનાથી બંધ થાય, એ ધર્મ નથી! આ તો સત્ય (વાત) છે પ્રભુ! આહા... હા! આ તો અંદરથી વાત આવી હતી. વળી) એક બીજી વાત કહી હતી. પંચ મહાવ્રત, એ આસ્રવ છે, રાગ છે અને બંધનું કારણ છે; એ સંવર-નિર્જરા નથી ! ખળભળાટ થઈ ગયો હતો. હો તો હો! પ્રભુ! માર્ગ તો આ છે, ભાઈ !
અહીંયાં તો એ કહ્યું: “કારણપરમાત્મા તે ખરેખર આત્મા” છે.” “ખરેખર' અને આત્મા’ શબ્દ પડ્યા છે ને...! આ તો એક એક શબ્દની કિંમત છે! સમજાય છે કાંઈઅતિ આસન્ન ભવ્યજીવોને “એવા નિજ પરમાત્મા સિવાય (બીજું)” (અર્થાત્ ) નિજ પરમાત્માથી ભિન્ન-પર્યાય કે રાગ કે કોઈ નિમિત્ત-“કાંઈ ઉપાય નથી.”
જિજ્ઞાસા: ઉપવાસ કરવા પડ ને ?
સમાધાન: કોણ કરે ઉપવાસ? ઉપવાસની વ્યાખ્યા જરી સૂક્ષ્મ છે. ઉપ=આત્મા આનંદસ્વરૂપ. વાસ=એની સમીપમાં વસવું. એ ઉપવાસ છે! વ્યાખ્યા બીજી છે, ભાઈ ! આ ( સંપ્રદાયમાં ) જે ઉપવાસ કરે છે તે તો અપવાસ છે! રાગની મંદતા કરે તો કરો, એ તો માઠો વાસ છે રાગમાં.
આહા... હા! આવો માર્ગ!! પ્રભુ! આકરો તો પડે. શું થાય? પોડશકારણભાવના પણ બંધનું કારણ છે. એને આસ્રવ કહેવો અને અધર્મ કહેવો? (રાગ) થાય છે. જ્ઞાનીને (પણ એવા ભાવ) આવે છે. ( જ્ઞાનીને) અનુભવ-દષ્ટિ હોવા છતાં પણ, વીતરાગતા અને કારણપરમાત્મા ઉપાદેય હોવા છતાં પણ, પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી એવો (રાગ) ભાવ આવે છે. પણ છે (એ) હેય. અહીં કહ્યું ને કે: “(બીજું) કાંઈ ઉપાય નથી.”
જિજ્ઞાસાઃ કારણપરમાત્મા, પર્યાયને (સન્મુખ) કરી દે છે?
સમાધાન: નહીં. નહીં. એ તો પહેલાં કહ્યું ને કેઃ પર્યાય પોતે જ (પર્યાયની) કર્તા છે. (કારણ ) પરમાત્માનો આદર-ઉપાદેય કરવામાં પર્યાયમાં અંદર પકારક પડયા છે. દ્રવ્ય છે એ પર્યાયને કાંઈ આપતો (નથી.)
શું થાય...? માર્ગ તો આ છે! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અને મહા વિદેહમાં વર્તમાન ત્રિલોકનાથ બિરાજે છે-એ (બધા) આ જ કહે છે. ઇન્દ્ર અને ગણધરોની વચ્ચે સભામાં આ કહે છે. ભાઈ ! મારગડો આવો કોઈ સૂક્ષ્મ છે. આહા.... હા !
ભાઈએ શું પૂછ્યું? એમ કે એ જે સમ્યગ્દર્શનની (પર્યાય) થઈ એને દ્રવ્ય મદદ કરી ને? દ્રવ્ય કર્તા થયું કે નહીં? નહીં. (એ) પરિણમન પર્યાયમાં (પોતાના) પટ્ટારકથી છે. દ્રવ્યમાં પકારક છે તે તો ધૃવરૂપ છે. કારણપરમાત્મા જેને ખરેખર આત્મા કહ્યો એમાં પકારક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પુરૂષાર્થ મુર્તિ પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાની *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૫ ગુણ પડ્યા છે. જેમ જ્ઞાન-દર્શન-આનંદ આદિ ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું, એવી અનંત શક્તિઓ છે, એમાં પકારકશક્તિ છે; પણ એ તો ધ્રુવ છે, એ પલટાતી નથી. આહા... હા ! પ્રવચનસાર” ગાથા-૧૦૧માં કહ્યું ને...! “ઉત્પાદના આશ્રયે ઉત્પાદ થાય છે.” ભાષા તો વ્યવહાર સમજાવવામાં આવે ત્યારે એમ આવે કે-દ્રવ્યનો આશ્રય કર્યો તો પર્યાય શુદ્ધ થઈ. પણ એનો અર્થ એવો છે પ્રભુ! આશ્રય કોણે કર્યો? પર્યાયે પર્યાયની તાકાતથી આશ્રય કર્યો છે કે દ્રવ્યની તાકાતથી આશ્રય કર્યો છે? પ્રભુ! આવી વાતો છે!! શું કહ્યું? અહીં એમ કહ્યું છે ને....! “(એ) “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! પરમાર્થે તે જ આત્મા અને તે જ ઉપાદેય છે. પણ (કોને? કે.) જેણે પર્યાયમાં ઉપાદેય કર્યો (એને). એ પર્યાય કાંઈ દ્રવ્ય આપી નથી. દ્રવ્ય તો ત્રિકાળથી છે. (જો) દ્રવ્ય આપે તો ત્રિકાળથી કેમ આપતું નથી ? સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા: પર્યાય તો દ્રવ્યનું શરણ લેવા ગઈ, તે (દ્રવ્ય) કૃપા કરે ને...?
સમાધાન: એ શરણ લેવાનો અર્થ શું? એ કહ્યું હતું ને ! આમ (બાહ્ય) લક્ષ (છે, ) (તેને પલટીને દ્રવ્યસન્મુખ) કરે છે. એ લક્ષ, (પર્યાય) પર્યાયની તાકાતથી કરે છે; દ્રવ્યની તાકાતથી નહીં..! આહા.. હા! સમજાણું કાંઈ ? “યોગસાર” -અમિતગતિ આચાર્ય. એમાં એવો પાઠ છેઃ પર્યાયનો દાતા આત્મા નથી. આહા... હા! આ તો કાંઈ વાત છે? –નિમિત્તથી તો થતું નથી, પણ આત્મા (પર્યાયનો) દાતા નથી ! કેમ કેઃ પર્યાય સત્ છે અને સત્ છે એને કોઈનો હેતુ નથી, કોઈની અપેક્ષા નથી. એનું નામ “સત્' કહેવામાં આવે છે.
સમ્યગ્દર્શનની પર્યાય, આત્માનું અવલંબન કરે છે તે ખરેખરમાં પોતાના સામર્થ્યથી કરે છે. ભલે, દ્રવ્યનું (પોતાનું) સામર્થ્ય છે; પણ એ દ્રવ્યના સામર્થ્યની શ્રદ્ધા, (પર્યાયના) સામર્થ્યથી પર્યાયમાં આવી જાય છે. દ્રવ્યમાં જેટલું સામર્થ્ય છે એટલું પર્યાયમાં જ્ઞાન આવી જાય છે. પણ સ્વનો આશ્રય, પર્યાયના સામર્થ્યથી પર્યાયે લીધો છે. આહા.. હા! બહુ ઝીણું આ તો... બાપુ! આ ગાથા જ એવી છે!
આશ્રયનો અર્થ શું? ભાઈ ! આપણા નિહાલચંદભાઈ (સોગાની) અહીં થઈ ગયા ને....! એ તો આશ્રયનો (અર્થ) જરી બહુ વિચાર કરતા હતા. “દ્રવ્યદષ્ટિપ્રકાશ” એ સોગાનીનું. એમને અહીંયા (સોનગઢમાં) સમ્યગ્દર્શન થયું હતું. અહીંયાં અનુભવ થયો હતો. (પહેલાં) ત્યાંનો એટલે કે: બાવાનો, જોગીનો, શાસ્ત્રનો ને જૈન સાધુનો ઘણો પરિચય હતો, ઘણું વાંચન હતું, અને પછી અહીં આવ્યા. (મું) એટલું કહ્યું- “પ્રભુ! આ રાગનો કણ ઉત્પન્ન થાય છે ને.. એનાથી આ પ્રભુ અંદર ભિન્ન છે.” (સાંભળીને) એ આપણું રસોડું છે ને રસોડું.. ત્યાં ગયા. વિચારમાં ધૂન ચડી ગઈ. ધૂન ચડતાં ચડતાં ચડતાં, રાત્રે સાંજથી સવાર સુધી, ભેદ પાડતાં... પાડતાં.... પાડતાં, સવાર ઊગ્યા પહેલાં અનુભવ થઈ ગયો. સમ્યગ્દર્શન અહીંયાં (થયું છે. ઘણી શક્તિ હતી. ઘણી તાકાત!
સમ્યગ્દર્શનમાં કોઈ વિદ્વત્તાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં પણ થાય છે. નારકીમાં પણ થાય છે ને...! સાતમી નરકમાં મિથ્યાત્વ લઈને જાય છે અને મિથ્યાત્વ લઈને નીકળે છે પણ વચ્ચે સમક્તિ હોય છે. સાતમી નરકમાં સમકિત લઈને કોઈ જતું નથી. મિથ્યાત્વ લઈને (જ) જાય છે અને નીકળે છે ત્યારે સમકિત રહેતું નથી. છતાં (ત્યાં) અંદર સમકિત ઉત્પન્ન થઈ જાય છે. આહા... હા! કેટલા પ્રતિકૂળ સંયોગ! (પણ ) સંયોગથી શું? એને અડતાંય નથી. પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ પર્યાયમાં, પોતાનો પરમાત્મા-આત્મા એનો આશ્રય ઉપાદેય કરીને લીધો તે પર્યાયમાં, કોઈ પરની અપેક્ષા નથી.
(અહીંયાં કહે છેઃ ) “એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ”—વ્યવહાર, પર્યાય, રાગ, નિમિત્ત-“ઉપાદેય નથી.”
આકરું લાગે! (પણ) પ્રભુ! સત્ય તો આ છે, ભાઈ ! માર્ગ તો આ છે પ્રભુ! આ (વાત) કોઈ મહંત થવાની કે મોટપ (દખાડવાની) નથી, બાપુ! દુનિયામાં દેખાવ કરવો કે અમે વિદ્વાન છીએ ને અમે ત્યાગી છીએ! ખરો ત્યાગ તો મિથ્યાત્વનો ત્યાગ તે ત્યાગ છે. પહેલાં તો આ (કારણપરમાત્મા) ઉપાદેય થાય તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે! બીજી ભાષામાં કહીએ તો મિથ્યાત્વનો વ્યય થાય છે. સમકિતની ઉત્પત્તિ થાય છે. (અને) એ ઉત્પત્તિમાં ઉપાદેય આત્મા” છે.
સમજાય છે કાંઈ ? વાત તો જરી સૂક્ષ્મ છે. અહીંયાં સુધી આવ્યું. થોડું બાકી (છે) નીચે એનો જ કલશ છે, એ કહેશે.
પ્રવચન: તા. ૨-૨-૧૯૭૮ [ હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
(માનિની) जयति समयसारः सर्वतत्त्वैकसार: सकलविलयदूरः प्रास्तदुर्वारमारः। दुरिततरुकुठारः शुद्धबोधावतारः
सुखजलनिधिपूर: क्लेशवायशिपारः।। ५४ ।। [ શ્લોકાર્થ:- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે કલેશોદધિનો કિનારો છે. તે સમયસાર ( શદ્ધ આત્મા ) જયવંત વર્તે છે. ૫૪.
(“નિયમસાર) . ૩૮–ગાથાની ટીકા પૂરી થઈ. એનો આ કલશ. “હવે ૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે.”શું કહે છે? –
સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ભગવાન (આત્મા) નિત્યાનંદ પ્રભુ, ધ્રુવસ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ પ્રત્યક્ષ છે, જે પર્યાયથી દૂર (છે). પુણ્ય-પાપ આદિથી (તો) દૂર છે જ. પણ એ જે સંવર, નિર્જરા, મોક્ષ આદિ પર્યાય; એનાથી પણ દૂર છે. (એવું) જે તત્ત્વ અંદર ધ્રુવ (છે), તે સમ્યગ્દર્શનનો વિષય છે. એ સર્વ તત્ત્વોમાં-સર્વ તત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ સર્વ તત્ત્વોમાં “સાર એક ત્રિકાળી વસ્તુ છે. જેને, ‘નિયમસાર” માં ૧૧-૧૨ ગાથાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
શ્રી નિયમસાર શ્લોક ૫૪ (ટીકામાં ) ‘સ્વરૂપપ્રત્યક્ષ' કહ્યું છે. ત્રિકાળી વસ્તુ છે (એ) સ્વરૂપપ્રત્યક્ષ છે. સ્વભાવથી પ્રત્યક્ષ છે. સ્વરૂપથી પ્રત્યક્ષ છે. સ્વરૂપની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ પ્રત્યક્ષ છે. આહા... હા! એ વસ્તુ સર્વ તત્ત્વોમાંનવતત્ત્વોનાં પર્યાયમાં ભેદ છે એમાં-એ ત્રિકાળી વસ્તુ એક સાર વસ્તુ છે.
સીસમની લાકડીમાં ચારે બાજુ સાધારણ લાકડું હોય છે એમાં વચ્ચે ચીકણો-પાકો એકલો સાર હોય છે. એ કાઢીને પછી એમાં તલવાર આદિ રખાય છે. એમ આ ચીજ ભગવાનઆત્મા, પુણ્ય-પાપ, આસ્રવ-બંધ, સંવ-નિર્જરા અને મોક્ષ (રૂપ ) પર્યાયોથી ભિન્ન, સાર તત્ત્વ છે. આહા... હા ! અંદર એ વસ્તુ સ્વરૂપપ્રત્યક્ષ છે.
બહુ ઝીણી વાત છે! “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” પર્યાય-તત્ત્વ તો અનેક છે. સંવર, નિર્જરા અને મોક્ષ; પુણ્ય, પાપ, આસ્રવ (અને બંધ ) –એ અનેક પર્યાયોમાં, એક સાર ત્રિકાળી ચીજ છે. આહા... હા! ધ્રુવ સર્વસ્વ સાર (છે). સર્વસ્વ અનંત ગુણનો પિંડરૂપ સાર પ્રભુ, જે કાયમ અનાદિ-અનંત એકરૂપ રહે છે, એ સર્વ તત્ત્વોમાં એક સાર છે. આહા... હા!
(અહીં ) મોક્ષને પણ સાર ન કહ્યો. એ તો પર્યાય છે. સંવ-નિર્જરા ઉપાય છે (અને ) મોક્ષ ઉપય છે, પણ બન્ને તત્ત્વ પર્યાય છે. તો સર્વ તત્ત્વોમાં, ( અર્થાત્ ) અનેક પ્રકારની પર્યાયોના તત્ત્વમાં, ધ્રુવ જે પર્યાયની સમીપમાં (છતાં ) અંદર દૂર છે, એ તો પછી આવશે.
જિજ્ઞાસાઃ આપે તો ‘સમીપ ’ કહ્યું ?
સમાધાનઃ દૂર એટલે પર્યાયની સમીપ છે, પણ પર્યાયથી ભિન્ન છે. એ અપેક્ષાથી દૂર છે. પર્યાયની સમીપ તો શું? જે ક્ષેત્ર પર્યાયનું છે એ ક્ષેત્ર પણ (ખરેખર તો ) દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. આહા... હા! અંદર ભગવાન ચિદાનંદપ્રભુ (જે) એક સાર છે, (તે) પર્યાયની સમીપમાં જ છે. સમીપમાં હોવા છતાં પણ પર્યાયથી એ દ્રવ્ય ભિન્ન છે. (કેમકે) પર્યાયમાં દ્રવ્ય આવતું નથી અને પર્યાય દ્રવ્યમાં ભળતી નથી. જો પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો (દ્રવ્ય) ક્ષણિક થઈ જાય. ( અને ) પર્યાય જો દ્રવ્યમાં ભળી જાય તો (શાશ્વત) તત્ત્વ પણ (ક્ષણિક) થઈ જાય...! આહા... હા ! ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ તો અંદર આવો છે!
અંતઃતત્ત્વ (કારણ પ૨માત્મા છે) અને (જીવાદિ તત્ત્વો) બાહ્ય તત્ત્વ (છે) -એ પહેલાં કહેવાઈ ગયું છે. ‘સંવર–નિર્જરા ’ ‘ ઉપાય ' અને મોક્ષ ‘ ઉપય’ –જે ‘સમયસાર’ માં છેલ્લે આવ્યું છે, પણ એ બધી પર્યાય છે. એ બધાં બાહ્ય તત્ત્વો છે. પર્યાયમાં અને ત્રિકાળી તત્ત્વમાં
સર્વ તત્ત્વોમાં-એક સાર એ છે કે જ્યાં દૃષ્ટિ આપવાથી આનંદ ઊપજે છે. આહા... હા!
સર્વ તત્ત્વો સિદ્ધ કર્યા. સર્વ તત્ત્વો છે તો ખરાં. વેદાંતની પેઠે પર્યાય જ નથી, અને એકલો સર્વવ્યાપક આત્મા જ છે-એમ નથી. સર્વ તત્ત્વ છે! પણ એ લોકો પર્યાય માનતા નથી. અધ્યાત્મની વાતો વેદાંત ઘણી કરે છે; -બધી મિથ્યા એકાંત !
અહીં તો કહે છે કે: આ પુણ્ય, પાપ, આસવ, બંધ પર્યાયમાં છે અને સંવર, નિર્જરા, મોક્ષ પણ પર્યાયમાં છે! જેને (‘ સમયસાર’) ૧૧મી ગાથામાં અમૃતાર્થ કહ્યું. વ્યવહારમાત્ર અભૂતાર્થ છે. પર્યાયમાત્ર અસત્ય છે. (એમ ત્યાં કહ્યું છે.) ત્યાંથી કેટલાક વેદાંત કાઢે છે. મુંબઈમાં નાથુરામ પ્રેમી એ કહેતા હતા કે: ‘કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે.' (પણ) એવી વાત જ નથી. વેદાંત ક્યાં ને આ ક્યાં? વેદાંત તો પર્યાયને માનતા નથી. નિશ્ચયાભાસી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
(છે)! એક જ (આત્માને સર્વ) વ્યાપક માને અને વ્યાપકનો નિર્ણય કરવાવાળી ચીજ કોણ ? –તેને તો માને નહીં! પહેલાં વ્યાપક માનતા નહોતા અને પછી વ્યાપક માન્યા, (તો ) તે શેમાં માન્યા ? –એ માનવું પર્યાયમાં છે કે કોઈ ધ્રુવમાં છે? (શું કહ્યું) સમજાણું? દ્રવ્ય અને પર્યાય ન માને તો તો એને તત્ત્વની જ ખબર નથી.
આહા... હા ! એથી ( અહીં) ‘જે’ શબ્દ લીધો છે કે-સર્વ તત્ત્વોમાં જે... એટલે સર્વ તત્ત્વો છે ખરાં! આસ્રવ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. –એ છે ખરા! પણ “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ( એમ ) બે અસ્તિ સિદ્ધ કરી. પર્યાય તત્ત્વ છે; પણ એમાં સાર એક ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, સામાન્યભાવ, એકભાવ, સદશભાવ, સ્વરૂપ પ્રત્યક્ષભાવ (છે). આહા... હા ! સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. એનાથી એવો પ્રશ્ન નથી કે (તેમાં પર્યાયમાં સ્વરૂપ આવી જાય ?) એ ‘સ્વરૂપ પ્રત્યક્ષ’ એટલે સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અંદર પ્રત્યક્ષ છે. છતી ચીજ છે. હયાત છે!
.
‘સમયસાર ’ ગાથા-૪૯. ‘અવ્યક્ત’ નાં તો વ્યાખ્યાન થઈ ગયાં છે. ત્યાં તો કહ્યું કેવ્યક્ત અને અવ્યક્તનું એકસાથે જ્ઞાન હોવા છતાં પણ વ્યક્તને અવ્યક્ત અર્થાત્ દ્રવ્ય સ્પર્શતું નથી. શું કહ્યું ? ફરીઃ વ્યક્ત અર્થાત્ જે પર્યાય છે તે વ્યક્ત છે. અને દ્રવ્ય છે તે અવ્યક્ત છે. –એમ કહ્યું છે. ‘અવ્યક્ત ’ કેમ કે ‘વ્યક્ત ’ છે તે બાહ્ય-પ્રગટ છે. એ અપેક્ષાથી અહીં (દ્રવ્યને ) અવ્યક્ત કહ્યું ! પણ અહીંયાં તો એ (દ્રવ્ય ) પોતે પ્રગટ છે. પર્યાય (જેમ ) વ્યક્ત છે તેમ. એ ચીજ ધ્રુવ ચિદાનંદ, એ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્યાં જે નકાર કર્યો છે કે નથી, એમ નથી. (‘સમયસાર’) ૧૧મી ગાથામાં પર્યાયનો નકાર કર્યો હતો ને...! એ કઈ અપેક્ષાથી ? - (પર્યાયને ) ગૌણ કરીને અસત્યાર્થ કહી હતી. ( પર્યાયને ) અભાવ કરીને અસત્યાર્થ-અભૂતાર્થ નથી કહી.
ܙ
પણ અહીંયાં કહે છે કેઃ સર્વ તત્ત્વો છે. ભલે એ સંવર-નિર્જરા હોય કે પુણ્ય-પાપ હોય, પણ એનો અંશ પર્યાયમાં છે. એનું પણ અસ્તિત્વ છે. ઉત્પાદ જે થાય છે, વ્યય (જે) થાય છે તે પર્યાય છે અને એમાં જે ધ્રુવ ચીજ છે તે એક સાર છે, એમ બતાવવું છે. આહા... હા! જે ધ્રુવ છે તેનો નિર્ણય કરવાવાળી તો પર્યાય છે. અને ધ્રુવનું વેદન (તો) થતું નથી. વેદન તો પર્યાયનું થાય છે. તો પર્યાય છે–એવું સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ ?
આવું તો આપણે આવી ગયું છે. સાર-સારનાં બધાં વ્યાખ્યાન, ૧૦૫ ઉ૫૨ હમણાં થઈ ગયાં. એમાં ‘અલિંગગ્રહણ' માં એક ૨૦મો બોલ આવ્યો હતોઃ પ્રત્યભિજ્ઞાન અર્થાત્ આ છે... આ છે... આ છે, એવું પ્રત્યભિજ્ઞાનનો વિષય જે ત્રિકાળદ્રવ્ય સામાન્ય, જેને અહીંયાં ‘સાર ’ કહે છે. તે દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. ‘અ લિંગ ગ્ર હુ ણ' એ છ અક્ષરમાંથી વીસ અર્થ કાઢયા છે! જેનાં આપણે ૧૪ વ્યાખ્યાન થઈ ગયાં છે. બધાં છપાશે.
શું કહ્યું ? કે જે અંદર પર્યાય છે તેને ત્યાં ( અલિંગગ્રહણમાં ) વ્યક્ત કહી. અહીંયા પર્યાયને નાશવાન કહી. પછી (ત્યાં) કહ્યું કે પર્યાય છે તે જ આત્મા છે. કેમ ? વેદન તો પર્યાયનું થાય છે. મારે તો જે આનંદનું વેદન આવ્યું એ હું છું. એમ ત્યાં પર્યાયને આત્મા કહે છે. એ ત્રિકાળી આત્મા, તે વેદનનો સ્પર્શતો નથી. ત્યાં તો પર્યાયને જ આત્મા કહ્યો! કારણ કે વેદનમાં આનંદ આવે છે ને...! તો વેદનમાં આનંદ આવ્યો તો મારે તો વેદનમાં આવે તે આત્મા. આનંદ કાંઈ ધ્રુવનો આવતો નથી. ધ્રુવનો સ્પર્શ તો આનંદમાં નથી! આપણે બધું સ્પષ્ટ ઘણું થઈ ગયું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૨૯ વ્યક્ત-અવ્યક્ત બન્નેનું એકસાથે જ્ઞાન હોવા છતાં પણ એ પર્યાયને સ્પર્શે છે, સામાન્યને સ્પર્શતો નથી. જેને અહીં “સાર” કહ્યું. આહા.... હા! ત્યાં કહે કે એને-સારને પર્યાય સ્પર્શતી નથી. વાતો ઝીણી બહુ, બાપુ! અંદર આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, ઈશ્વરતા આદિની પર્યાય જે વ્યક્ત છે તે જ વેદનમાં આવે છે. વેદનમાં ધ્રુવ આવતું નથી. તેથી ત્યાં એમ કહ્યું કે: ધ્રુવને આત્મા સ્પર્શતો નથી; એ આત્મા પર્યાયરૂપ છે.
સમજાય છે કાંઈ? કઈ અપેક્ષાએ કથન છે એ સમજ્યા વિના, એકાંત તાણે-એ ન ચાલે, ભાઈ !
આ તો મહા પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞસ્વરૂપી જ પ્રભુ આત્મા છે! આહા... હા! દરેકનો આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ જ છે. દરેક ભગવાનસ્વરૂપ છે.
એ પણ અહીં વ્યાખ્યાનમાં આગળ આવી ગયું. (શ્રી જયસેનાચાર્યકૃત “તાત્પર્યવૃત્તિ” ટીકા બંધ અધિકાર ‘સમયસાર' ગાથા-૩/૬ થી ૩૦૮. આત્મ-ભાવના.) સર્વ જીવ સર્વકાળ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપી છે. એવી ભાવના ધર્મીએ ભાવવી જોઈએ. હમણાં બહુ ઝીણાં, ૧૦૫ લગભગ, વ્યાખ્યાન (થઈ ગયાં છે) બધાં ઝીણાં છે, સૂક્ષ્મ છે. ૪૭ શક્તિથી શરૂ કર્યા હતાં તે અહીં સુધી આવ્યું છે. અહીંથી એમાં ૫૦ લેવાનાં છે.
ત્યાં “અલિંગગ્રહણ” માં એમ કહ્યું: આત્મા સામાન્ય દ્રવ્ય છે. અહીંયાં કહ્યું: એક સાર (છે), તે પર્યાયને સ્પર્શતું નથી. આત્મા જે સામાન્ય, છે તે સામાન્ય, પર્યાયને સ્પર્શતું નથી. પર્યાયનું વદન પર્યાયમાં છે. વેદન તો એને પરિણતિનું છે. ત્રિકાળી પરિણામિક જ્ઞાયકભાવરૂપ જે સમ્યગ્દર્શનનો વિષય છે. એ કાંઈ વેદનમાં આવતો નથી. વેદનમાં તો સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિ પર્યાય આવે છે. આત્મા સામાન્યને સ્પર્શ કરતો નથી, એવો પર્યાયરૂપ શુદ્ધાત્મા છે-એમ આ વાત કહી છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? એ અહીં કહ્યું.
ત્યાં પણ બે વાત સિદ્ધ કરી–પર્યાય પણ છે અને સામાન્ય પણ છે. આત્મા ( અર્થાત પર્યાય ) સામાન્યને સ્પર્શતો નથી. કેમ કે વેદનરૂપ પર્યાય એ આત્મા. અમારે તો અતીન્દ્રિય આનંદ જે વેદનમાં આવ્યો, પર્યાયમાં આવ્યો તે હું !
આહા.. હા! અહીં કહે છે: “સર્વ તત્ત્વોમાં' સર્વ તત્ત્વો તો સિદ્ધ કર્યા. પણ એક સાર” -ત્રિકાળી વસ્તુ એક સાર છે કે, જ્યાં દષ્ટિ પડવાથી આખા આત્માની પ્રતીતિ અનુભવમાં થાય
છે.
આહા... હા! આ તો હજી પહેલાં સમ્યગ્દર્શનની વાત છે. આટલી મોંઘી, આવડી મોટી ચીજ મૌજૂદ છે! છે તો સ. તો સત છે (તે) સરળ, સુંદર, સર્વત્ર જ્યાં હોય ત્યાં સર્વત્ર (છે). (તો) ધ્રુવ તો સર્વત્ર મૌજૂદ છે ને...? (છે), પણ એ તરફ લક્ષનો ઝુકાવ અનંતકાળમાં કર્યો નથી! મુનિવ્રત ધારણ કર્યા, પંચ મહાવ્રત લીધાં, ૨૮ મૂળ ગુણ પાળ્યાં, નગ્ન દિગંબર (મુનિ થઈ ) જંગલમાં રહ્યો પણ આત્મા શું ચીજ છે એનું જ્ઞાન (આત્માજ્ઞાન) ન કર્યું એ વિના, બધાં વ્રત ને તપ નિરર્થક ગયાં. નિરર્થક એટલે ફળ તો છે પણ સંસાર; ભવના અભાવનું ફળ ન આવ્યું.
(અહીં) સર્વ તત્ત્વ સિદ્ધ કર્યા. સર્વ તત્ત્વો નથી, એમ નથી. શૂન્ય છે, એમ નથી. વેદાંતની પેઠે પર્યાય શૂન્ય છે એટલે કે પર્યાય છે જ નહીં, એમ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) – પ્રવચન નવનીત: ભાગ-૨
(કહે છે કે:) “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે” (એવો) પ્રભુ! ત્રિલોકનાથ ! એ સાર વસ્તુ પોતે તો ધ્રુવ છે પણ એના ઉપર લક્ષ જવાથી પર્યાયમાં સમ્યગ્દર્શન થાય છે. તો એ સમ્યગ્દર્શનની પર્યાયમાં પણ સાર તો તે ધ્રુવ છે. આહા.... હા ! એક વાત.
બીજો બોલઃ “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” એ પર્યાય છે તે નાશ પામે છે. પર્યાયની મુદત એક સમયની છે. ભલે તે કેવળજ્ઞાન હોય કે સંવર-નિર્જરા હોય, પણ (એ) પર્યાયની મુદત એક સમયની (છે). મુદત (એટલે) સ્થિતિ એક સમયની છે. બે સમય પર્યાય રહેતી નથી. બીજે સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, તો સમસ્ત તત્ત્વો નાશ પામવા યોગ્ય (ભાવ) છે. મોક્ષની પર્યાય પણ નાશ પામવા યોગ્ય છે. પર્યાય છે ને...? સંવર-નિર્જરા પણ નાશ પામવા યોગ્ય છે. આહા... હા ! “જે સમસ્ત નાશ પામવા યોગ્ય” -સમસ્તમાં પણ નાશ પામવા યોગ્ય ઘણાં છે, એમ તો (એમાં) આવ્યું (ને..!) જેમ સર્વ તત્ત્વો કહ્યાં હતાં તેમ છે તો ખરાં, પણ તે તત્ત્વો કેવાં છે? કે-સમસ્ત નાશ પામવા યોગ્ય છે ! આહા... હા! એ પર્યાય ચાહે તો સંવર-નિર્જરાની હોય કે કેવળજ્ઞાનની હોય, પણ (તે) એક સમય જ રહે છે. તેથી બધી પર્યાયો નાશ પામવા યોગ્ય છે. એક સમયની (સ્થિતિવાળી) છે ને! એ અપેક્ષાએ નાશ પામવા યોગ્ય (છે). (પણ) વસ્તુ જે છે તે તો ત્રિકાળ મહા આનંદકંદપિંડ છે. (અને) આ (પર્યાય) તો એક સમયની છે. (વસ્તુ ) તો ત્રિકાળી છે. જે ત્રિકાળ દળ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય ચારિત્ર, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય પ્રભુતા, એવી (અનંત) શક્તિઓના સમૂહુરૂપ દળ છે. એ તો છે જ... છે. (એ તત્ત્વ,) “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” –જોયું? પર્યાયથી દૂર છે. દૂરનો અર્થ: પર્યાયના જે ક્ષેત્ર, કાળ અને ભાવ છે, તેવો ભાવ, એમાં (વસ્તુમાં) નથી; એટલે પર્યાયથી દૂર છે. દૂરનો અર્થ : પર્યાયના જે ક્ષેત્ર, કાળ અને ભાવ છે, તેવો ભાવ, એમાં (વસ્તુમાં) નથી; એટલે પર્યાયથી દૂર છે. આહા.... હા ! સંવર-નિર્જરા જે મોક્ષનો માર્ગ એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયએ પણ નાશ પામવા યોગ્ય છે અને એનાથી દૂર-ભિન્ન, (દ્રવ્ય) છે; પર્યાયથી ભિન્ન છે, દૂર છે!
આહા. હા! દૂરનો અર્થ કોઈ ક્ષેત્ર દૂર છે, એમ નથી. એવી ચર્ચા મુંબઈમાં થઈ ગઈ છે ને...! આ દ્રવ્યદૃષ્ટિ- (પ્રકાશ) ” ની ચર્ચા કરવાવાળી જુવાનિયાઓની (મંડળી) મુંબઈમાં છે. અહીં તો ઘણી ચર્ચા થઈ છે ને....! ચર્ચા કરવાવાળા જુવાનિયાઓ ઘણાં છે. “આ (વસ્તુ પર્યાયથી) દૂર છે,' તો દૂરમાંથી એમ કાઢયું કેઃ પર્યાયથી દ્રવ્ય કેવું દૂર છે કે ઉગમણું ને આથમણું જેવું દૂર છે. આ વિંધ્યાચલ ને સહ્યાદ્રિ જેમ બે પર્વત ભિન્ન છે તેમ દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે. (શું ) એવું કહેવું છે? –એમ નથી! ભિન્નનો અર્થ પર્યાયના સત્ત્વમાં દ્રવ્યનું સત્ત્વ નથી. દ્રવ્યનું સત્ત્વ દ્રવ્યમાં છે; એ કારણે “પર્યાયથી દૂર' કહેવામાં આવ્યું છે, આમ છે, પ્રભુ ! અહીં તો એક ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરે. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણી છે; અને એનો એ ભાવ છે; એ આત્માનો ભાવ છે.
આહા.. હા ! સમજાય છે કાંઈ ? ઝવેરાત... એ બધું કાંઈ ધુળમાં ય આવ્યું નથી. મફતમાં વખત ગાળ્યો. અહીં તો સત્ય છે તે સત્ય છે. (દાખલારૂપે) બે ભાઈએ એક-એક લાખ (દાનમાં) આપ્યા. (પણ) થવા યોગ્ય થાય છે. ન થવા યોગ્ય થતું નથી. દાન (આપવા) ના ભાવ-કોઈએ લાખ આપ્યા ને પાંચ લાખ આપ્યા-પણ કદાચિત્ રાગની મંદતા કરી હોય ( તો એ પુણ્ય છે). (પણ) બહાર પડવા માટે દેવાનો ભાવ હોય તો એ પાપ છે અને એ પૈસા મારા છે અને હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ - ૩૧ આપું છું ( એવી માન્યતા હોયતો તે મિથ્યાત્વ છે. કારણ કે અજીવ આત્માનું છે જ નહીં. પણ અજીવ મારી ચીજ નથી, એમાં મારી તીવ્ર મમતા હુતી તેમાં મમતા મંદ કરીને દાનમાં લાખ-બે લાખ આપું છું; ( એવા) તે પરિણામ પણ શુભ (ભાવ) છે, પુણ્ય છે, આસ્રવ છે, ઝેર છે, નાશ પામવા યોગ્ય છે. શુભભાવને ઝેર કહ્યું (ને ?) ભગવાન (આત્મા) તો અંદર અમૃતસ્વરૂપ છે; (એ) અતીન્દ્રિય આનંદના નાથ આગળ રાગ તો ઝેર છે. એના (આત્માના) સ્વભાવથી (રાગ) વિપરીત છે. આહા... હા! (શ્રોતા:) મીઠું ઝેર લાગે છે? (ઉત્તર:) ઝેર મીઠું નથી; એ તો અજ્ઞાની માને છે. બાકી ઝેર છે એમાં મીઠાશ ક્યાં આવી? એવી વાત છે, ભાઈ !
સવારમાં (“સમયસાર') “કલશ ટીકા” શ્લોક-૨પર વાંચ્યો છે ને! એમાં ચાર બોલ કાઢયા છેઃ “સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ (ત્રિકાળી દ્રવ્ય. જેને અહીંયાં “સાર” કીધો તે.) સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ. સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજશક્તિ. પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે.” આહા... હા ! પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે જ; પણ પોતાની એકરૂપ ચીજમાં ભેદકલ્પના કરવી તે (પણ) પદ્રવ્ય છે ! અહીં પરદ્રવ્ય એટલે શરીર, વાણી, મન, કર્મ એ અહીં નથી લેવું, અહીં તો
સવિકલ્પ ભેદકલ્પના' એ પરદ્રવ્ય (લીધું છે). અભેદ જે “સાર' (તત્ત્વ છે) એમાં ભેદકલ્પના કરવી કે આ છે.. આ છે, એવો વિકલ્પ તે પરદ્રવ્ય છે.
જિજ્ઞાસા: પરદ્રવ્ય કેમ કહ્યું?
સમાધાન: (ભેદકલ્પના-વિકલ્પ, એ) પોતાનું સ્વરૂપ નથી. એ (તો) નિર્વિકલ્પસ્વરૂપ છે, એમાં વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. એવી વાત છે બાપુ! ઝીણી વાત છે, ભાઈ !
જિજ્ઞાસા: છ દ્રવ્યમાંથી સાતમું દ્રવ્ય કહ્યું?
સમાધાનઃ સાતમું કહ્યું છે. કહ્યું છે ને..? એ તો “સમ્યજ્ઞાન દીપિકા' માંથી આપણે અવ્યક્ત” ના પહેલા બોલમાં કહ્યું છે. આ “સમ્યજ્ઞાન દીપિકા' (કું.) ધર્મદાસજી (કૃત) છે. એમાં (તે) કહે છે કે-છ દ્રવ્યથી ભિન્ન ભગવાન (આત્મા) સાતમું દ્રવ્ય છે. એ ક્યાંથી કાઢયું છે તે ત્યાં લખ્યું નથી. પણ અમે તો ૬૦ વર્ષ પહેલાં બોટાદમાં જોયું અને જંગલમાં (એને ) વાંચ્યું હતું. એમાં આત્માને સક્ષમ દ્રવ્ય કહ્યું છે. (જોકે ) સાતમું દ્રવ્ય છે નહીં, પણ સમયસાર' ગાથા-૪૯ “અવ્યક્ત” ના છ બોલમાં પહેલો બોલ છે ત્યાં એવું લીધું છે કે- “છ દ્રવ્યસ્વરૂપ લોક શેય છે, વ્યક્ત છે; એનાથી ભિન્ન ભગવાન (આત્મા) અવ્યક્ત છે.” આહા.... હા ! એકકોર ભગવાન (એટલે કે ) એકકોર રામ અને એકકોર ગામ. આહા... હા! ઝીણી વાત છે, ભાઈ ! છે દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞય છે, વ્યક્ત છે; એનાથી ભિન્ન છે એ અવ્યક્ત છે. આ સાર” એ! આ સ્વદ્રવ્ય” એ !
આહા... હા! ઝીણું છે, ભાઈ ! આ માર્ગ એવો છે. આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, એ સ્વક્ષેત્ર. અસંખ્યપ્રદેશી-એકરૂપ, એ સ્વક્ષેત્ર. (અ) સૂક્ષ્મ, અરૂપી, સ્વદ્રવ્ય, સાર- (એવી) ભેદ-કલ્પના એ પરક્ષેત્ર. એક સમયની અવસ્થાની ભેદરૂપ કલ્પના એ પરકાળ. (અને) એક તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર – પ્રવચન નવનીત: ભાગ-૨ પદ્રવ્યનો ભાવ “પરભાવ'. (બીજું) રાગાદિ “પરભાવ' અને (ત્રીજું ) ત્રિકાળી જ્ઞાયક અનંત શક્તિના એકરૂપમાં એક શક્તિની ભેદ-કલ્પના કરવી એ “પરભાવ” ના આવા ત્રણ પ્રકાર છે. આહા. હા ! પરદ્રવ્યના ભાવ તો પરદ્રવ્યમાં છે જ “પરભાવ'. રાગાદિ ભાવ થાય છે એ પણ “પરભાવ'. (પણ) “પરભાવ” અહીં તો ત્રિકાળી શક્તિનું એકરૂપ અભેદ સ્વભાવ; એમાં એક શક્તિનો ભેદ-વિકલ્પ વિચારવો, એને “પરભાવ' (કહે છે) !
આહા... હા! અહીં તો સિદ્ધ કર્યું-શું? કે: “સમસ્ત નાશ પામવા યોગ્ય' –જોયું? એ પર્યાય તો નાશ પામવા યોગ્ય છે. પરકાળ-આપણે ચાલે છે, તે આ ! “સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી'. ભાવ તો છે, એને ભાવ તો કહ્યો; પણ એ નષ્ટ પામવા યોગ્ય ભાવ (છે, એનાથી) ભગવાનઆત્મા દૂર છે. પર્યાયમાં દ્રવ્ય આવ્યું જ નથી. આહા.... હા ! પર્યાયથી દૂર છે
એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે! આહા.... હા ! ઝીણી વાત છે! પર્યાયનો કાળ-પરકાળ, એ સ્વકાળથી ભિન્ન છે! પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી પરભિન્ન છે અને દ્રવ્યભાવ એનાથી (પર્યાયભાવથી) ભિન્ન છે!
આવી વાત છે !! આ તો મૂળ ચીજ છે, પ્રભુ! “ધર્મ' આ ! આ “ધર્મ' એમ થાય છે કે: ત્રિકાળી દ્રવ્યસ્વભાવ (જે) સાર છે એની દષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય છે. બાકી બધાં થોથેથોથાં છે. માર્ગ “આ' છે! “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ” (- “આત્મસિદ્ધિ' ગાથા-૩૬ ). પરમારથનો પંથ તો “આ” એક જ છે. વ્યવહારથી તો થતું નથી પણ ભેદભાવથી પણ નિશ્ચય થતો નથી. સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસાઃ આપે દ્રવ્યથી પર્યાયને ભિન્ન કહી તો પર્યાય નાશ (વ્યય) પામીને ગઈ ક્યાં?
સમાધાન: ક્યાં જાય? અંદર ગઈ ! આ તો ઘણીવાર કહ્યું છે. આ વાત ઘણી વાર આવી ગઈ છે. જરા શાંતિથી સાંભળોઃ જે પર્યાય રાગની છે (તેનો) વ્યય થઈ ગયો, તો એ પર્યાય ગઈ ક્યાં? રાગ તો અંદર દ્રવ્યમાં જતો નથી, પણ એની યોગ્યતા દ્રવ્યમાં જાય છે, તો એનો પારિણામિકભાવ થઈ ગયો! અથવા અહીં સમ્યગ્દર્શન લ્યો. સમ્યગ્દર્શન એક સમયની પર્યાય છે. (એ) નાશ થવા યોગ્ય છે ને....! તો એ પર્યાય વ્યય થઈને ગઈ ક્યાં? –અંદરમાં (ગઈ છે. પણ અહીં સમ્યગ્દર્શનની પર્યાયમાં (જ) ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ હતો, પણ (તે) જ્યાં અંદરમાં ગઈ ત્યાં (તે) પારિણામિકભાવ થઈ ગયો!
આહા... હા! ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ શું છે (તે અહીં ) કહીએ (છીએ). આ તો જિનેશ્વરદેવનો માર્ગ છે! એવો (બીજ) ક્યાંય નથી. હજી તો પહેલાં સાંભળવા ય મળતો નથી ! બહારની વાત-આ... કરો... ને. આ કરો. ને.. આ. કરો. (સાંભળવા મળે છે. પ્રભુ! માર્ગ તો (આ છે). જન્મ-મરણરહિત-ભવચ્છેદ-ની વાત તો ‘આ’ છે.
જિજ્ઞાસાઃ આવું સાંભળીને પછી વ્રત-તપ કરવા કોણ જાય?
સમાધાનઃ વ્રત-તપ કરે કોણ? ભૂમિકાને યોગ્ય એ વિકલ્પ આવે છે; પણ એ પર છે, દુઃખ છે. વિકલ્પ આવે છે પણ છે દુઃખ, હેય, પર. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવે, દુ:
શ્રી નિયમસાર શ્લોક ૫૪ - ૩૩ આવે છે; પણ એ રાગ છે, દુ:ખ છે, હેય છે. વાત તો આવી છે! (પ્રશ્ન) તો પછી કેમ આવે છે? (ઉત્તર:) કમજોરી છે તો આવે છે. પણ એ ઉપાદેય નથી. આદરણીય નથી. તે તો (આગળ) કહી ગયા ને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.” (રાગ ) આવે છે પણ ઉપાદેય નથી. (ઉપાદેય) નથી તેને ઉપાદેય કેમ કહે?
પ્રશ્ન: વ્યવહાર તો આવે છે ને?
ઉત્તરઃ વ્યવહાર ન હોય તો વીતરાગ થઈ જાય! મિથ્યાષ્ટિને પર્યાયમાં અનંત દુઃખ છે, સુખનો અંશ નથી. કેવળજ્ઞાનીને અનંત સુખ છે, દુઃખનો અંશ નથી. (પણ) સાધકને આનંદનો અંશ પણ છે અને દુઃખનો પણ અંશ છે. –બેય છે. નહીંતર (પૂર્ણ વીતરાગ થઈ જાય). (પણ) પૂર્ણ તો નથી. પૂર્ણાનંદ નથી. થોડું દુ:ખ છે. રાગાદિ આવે છે (તેટલું) દુઃખ છે. પણ (સાધક ) એને હેય જાણે છે. સમજાણું? ભગવાનને પૂર્ણ આનંદ છે. મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખ છે. સાધકસમ્યગ્દષ્ટિને પૂર્ણ આનંદ આવ્યો નથી. અપૂર્ણ આનંદનું વેદન છે. જ્યાં પૂર્ણ નથી ત્યાં થોડો રાગ
પણ આવે. તો છે તો ખરું, પણ એ હેય તરીકે છે, ઉપાદેય તરીકે નથી. એ તો કહ્યું ને...! “બીજું કાંઈ ઉપાદેય નથી. તો બીજી ચીજ છે તો ખરી. નથી એમ છે નહીં. ખરેખર તો (જેને) સ્વદ્રવ્યનો અનુભવ થયો. સમ્યગ્દર્શન (થયું) એને, જે રાગ આવે છે , કહેવામાં આવે છે. જો નિશ્ચય હોય તો વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય
વ્યવહારાભાસને વ્યવહાર કહેવો, એ કથનમાત્ર છે. વસ્તુ છે જ નહીં. વ્યવહારનો અર્થ છે જ નહીં.
બીજી રીતે કહીએ તો વ્યવહાર જે શુભરાગ છે તે આંધળો છે. કારણ કે, રાગ પોતાને જાણતો નથી અને જ્ઞાયકને જાણતો નથી. તે કારણે ભગવાને એને આંધળો અને જડ કહ્યો અને ભગવાન (આત્માને) જાગતો અને ચૈતન્ય (કહ્યો છે. એ બે વસ્તુ ભિન્ન છે. એમ અહીં બતાવવું છે. નહીંતર બે વસ્તુની સિદ્ધિ થતી નથી.
આસમીમાંસા' ન્યાયના ગ્રંથમાં એમ કહ્યું: ધર્મી અને ધર્મ-બે ભિન્ન ગયાં છે. ધર્મી અને ધર્મ-એ ભિન્ન છે. બે એક નથી. એક હોય તો ( એવાં ) બે નામ પડે નહીં. બે વાચ્ય ન હોય (તો) બે વાચક ન હોય. પછી વ્યવહારથી કહેવામાં આવે છે કે-આ ધર્મીનો આ ધર્મ અને આ ધર્મનો આ ધર્મી. પણ બેય નિરપેક્ષ ભિન્ન સત્ છે.
આહા... હા! એ તો ભગવાનનાં શાસ્ત્ર છે, પ્રભુ! ( એનો) પાર નથી. એક એક શબ્દમાં એટલા આગમનાં રહસ્ય ભર્યા છે કે પાર નહીં. એ તો સંતો પૂરું કરે. ગણધર પૂરું કરી શકે. આહા... હા ! પાર નથી, એવી વાત છે! સંતો એટલે સાચા સંત હોં! ભાવલિંગી હોય એ.
અહીંયાં કહે છે કેઃ “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” દૂર છે એટલે કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયથી દ્રવ્ય ભિન્ન રહે છે. દૂરનો અર્થ આ કાઢયો!
એ તો “સમયસાર' સંવર અધિકારમાં લીધું છે ને..! પુણ્ય-પાપના ભાવ છે એ પરવસ્તુ છે, પરક્ષેત્ર અને પરભાવ છે. એનું પરક્ષેત્ર છે. જેટલામાં વિકલ્પઅવસ્થા ઉત્પન્ન થાય છે, એ પર્યાય છે તો અસંખ્યપ્રદેશી પણ એ અસંખ્ય પ્રદેશમાં જેટલામાં છેલ્લા અંશમાં વિકૃત કે અવિકૃત-નિર્વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે–એ બેયનું ક્ષેત્ર ભિન્ન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
“ચિવિલાસ” માં દીપચંદજીએ લીધું છે-પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનો ભાવ અને ક્ષેત્ર ભિન્ન છે. અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું વીર્ય ભિન્ન છે. પર્યાયનું સૂક્ષ્મ (C) ભિન્ન છે!
અહીંયાં તો કહે છે કે પણ એ બધા (ભાવ) નાશ પામવા યોગ્ય છે. એનાથી વસ્તુ દૂર છે. (હવે, કહે છે-) “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે.” કામ એમાં છે જ નહીં. એવું કહેવું છે. પણ ભાષા એવી લીધી કે, વસ્તુમાં તો કામની ઇચ્છા જ નથી. પણ એનો અર્થ છે કે “જેણે દુર” (અર્થાત્ ) જે નિવારી નહીં શકે, ટાળી નહીં શકે એવી (દુર્નિર્વાર) વિષયવાસના (રૂપ) વિકૃતદશા; (એ) “કામને નષ્ટ કર્યો છે.” (અર્થાત્ ) એમાં (વસ્તુમાં) છે જ નહીં. એનો આશ્રય કરે છે તો (કામ) નાશ થાય છે, તો એને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? ત્રીજા (બોલનો) વિશેષ વિસ્તાર છે.
(વિશેષ કહેશે...)
પ્રવચન: તા. ૩-૨-૧૯૭૮ (“નિયમસાર” શ્લોક-૫૪). થોડું ફરીને. આ શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધભાવ ( એટલે) ત્રિકાળી ધ્રુવસ્વરૂપ, જે ત્રિકાળ એકરૂપ રહેવાવાળો, અનંતગુણનો એકરૂપ પિંડ, એને અહીંયા શુદ્ધભાવ કહેવામાં આવે છે. એ શુદ્ધભાવ, “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ચાહે તો સંવર, નિર્જરા, મોક્ષ હોય કે પુણ્ય-પાપનાં પરિણામ હોય, એમાં “સાર” એ ધ્રુવ છે. સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેય (એ) “સાર” (છે) સમ્યગ્દર્શન એ પર્યાય છે, એ તત્ત્વ છે પણ એ તત્ત્વમાં સારતત્ત્વ તો ત્રિકાળી–ધ્રુવ છે ! આહા.... હા !
(શ્રોતા.) સમજાતું નથી. (ઉત્તર) સમજાતું નથી? વધારે સ્પષ્ટ કરીએ: વસ્તુમાં પર્યાય અને દ્રવ્ય–બે પ્રકાર છે. પરના સંબંધની કાંઈ લેવાદેવા નથી. એ જીવની એક સમયની પર્યાયમાં જે ભેદ પડ છે-એક સમયનો પુણ્ય-પાપ ભાવ, એક સમયનો આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ બધાં પર્યાયતત્ત્વ છે. (એ) બધાં તત્ત્વોમાં સાર” એક ધ્રુવતત્ત્વ છે. જ્યાં દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એને મુક્તિનું પ્રયાણ શરૂ થઈ ગયું.
શ્રેણિક રાજા. (એને) ચારિત્ર નહોતું. વ્રતાદિ નહોતા. પણ અંદર ક્ષાયિક સમકિત પ્રગટ થયું! પહેલાં તો સમકિત હતું પણ પછી ક્ષાયિક તો ભગવાનના સમીપમાં પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થયું અને તીર્થકરગોત્ર બાંધ્યું! (સમકિત) પહેલાં (સાતમી) નરકનું આયુ બંધાઈ ગયું હતું. તે ઘટી ગયું. આયુષ્યકર્મ તો છૂટતું નથી. જેમ લાડવામાંથી ઘી પાછું કાઢીને એની નવી પૂરી બની શકે નહીં, તેમ આયુષ્ય બંધાઈ ગયું હોય (તો) તે ગતિ ફરતી નથી, પણ સ્થિતિમાં ફેર પડે. તો નરકનું આયુષ્ય તો બંધાઈ ગયું હતું તે પછી સમકિત પ્રાપ્ત કર્યું! આ આત્મા આનંદકંદ પ્રભુ ધ્રુવ! એ સાર છે. –એવો અનુભવ, (એવી) પ્રતીતિ આનંદના અનુભવની સાથે, અનુભૂતિની સાથે સમ્યગ્દર્શનમાં થઈ. પછી વિકલ્પ આવ્યો તો તીર્થકરગોત્ર બંધાઈ ગયું. અત્યારે નરકમાં છે. આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ. (માત્ર ચોર્યાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ.) પહેલાં ૩૩ સાગર બંધાયું હતું. પછી આત્મજ્ઞાન થયું, (સમ્યક) દર્શન થયું. તો એમ ભાન થયું કેઃ અનંતકાળમાં અનંતવાર પંચમહાવ્રત પાળ્યાં છતાં આત્મજ્ઞાન વિના લેશ સુખ ના પાયો. “મુનિવ્રત ધાર અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૩૫ બાર ગ્રીવક ઉપજાયી”. એ તો આત્મજ્ઞાન વિનાનો એકલો ક્રિયાકાંડ છે, શુભરાગ છે; એ તો એકવાર નહીં અનંતવાર કર્યો છે. એમ કરીને તો પછી અનંત પુદગલપરાવર્તન-સ્વર્ગનું અને નરકનું કર્યું છે ! આહા. હા! નરકની ગતિ તો ન બદલાઈ પણ રસ ને સ્થિતિ ઘટી ગઈ. નરકે તો ગયા, પણ આગામી કાળમાં પહેલા તીર્થકર થશે! આહા.... હા!
એ અહીં કહે છે. એ સાર છે. અનુભવ કરવામાં એ ત્રિકાળીદ્રવ્ય તે સાર છે. “જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે.” –આ પર્યાયથી દ્રવ્ય દૂર છે. દૂરનો અર્થ: પર્યાયમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવને પર્યાય સ્પર્શતી નથી અને પર્યાયને ધ્રુવ સ્પર્શતું નથી. –એ અપેક્ષાથી પર્યાયથી દ્રવ્ય દૂર છે. એમ કહેવામાં આવે છે. આહા... હા! પર્યાય, મોક્ષનો માર્ગ છે પણ એ પર્યાય, દ્રવ્યને સ્પર્શ કરતી નથી!
સમયસાર' ગાથા-૪૯ (“અવ્યક્ત” ના) છ બોલમાં એ આવી ગયું છે. દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી અને પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. (અને) પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ ” માં પણ આવી ગયું છે. હમણાં બધાં સાર-સાર વ્યાખ્યાન થઈ ગયાં છે.
અહીંયાં કહે છે કે “જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી”—એ ભાવ તો પર્યાય છે. પર્યાયને ભાવ કહે, દ્રવ્યને ભાવ કહે, ગુણને ભાવ કહે, વિકારને ભાવ કહે અને અવિકારી પર્યાયને પણ ભાવ કહે. ભવન- (“ભૂ') –હોવું છે ને...! તો ભાવ કહે. એ ભાવોથી એ ભાવોમાં “સાર” ત્રિકાળી છે. એ ભાવોથી “દૂર” ત્રિકાળી (છે). પછી કહ્યું કે, “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે.” એમાં અપેક્ષિત વાત છે. એ કામ-કામવાસના-એમાં છે જ નહીં. ત્રિકાળી બતાવવો છે ને! એમાં કામવાસનાનો વિકલ્પ જ નથી. તેથી એ અપેક્ષાએ કહ્યું કે “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે”. એક વાત. જેને કામની ઇચ્છા માત્ર નથી (તો) એવા દુર્વાર કામને નષ્ટ કર્યો છે, એમ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો, એ ધ્રુવસ્વરૂપના આશ્રયથી રાગનો (કામનો) નાશ થાય છે. આહા... હા ! રાગ એ સંસાર છે-પુણ્ય અને પાપ બન્ને. અહીં બન્નેને પાપ કહેશે. સમજાણું કાંઈ ? “જેણે દુર્વાર” (એટલે) નિવારી શકાય નહીં એવી વાસના, વિષયની વાસના, ઇન્દ્રિયોના વિષયની મીઠાશ જે ઝેર છે; એનાથી તો વસ્તુ દૂર છે. ઇન્દ્રિયોના સુખમાં સુખ માનવું, તે ઝેરને સુખ માનવું, તે મિથ્યાત્વભાવ છે. પણ વસ્તુ તો મિથ્યાત્વભાવથી અને સમ્યગ્દર્શનમાં આત્માનું ભાન થયું તે પર્યાયોથી પણ દૂર છે.
આહા.... હા! આવી વાત છે, પ્રભુ! કેટલો દૂર? એ તો કાલે આવી ગયું હતું ભાઈ-એક સમયની પર્યાય અને ધ્રુવ છે તો સમીપ. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી પર્યાય ઊઠે છે તેટલું ક્ષેત્ર અને તેટલો ભાવ; અને ધ્રુવક્ષેત્ર અને ધ્રુવક્ષેત્રનો ભાવ-બે ભિન્ન ભિન્ન છે. તો એના બે અર્થ લેવાઃ એક તો એમાં-ત્રિકાળીમાં કામ છે નહીં. એ “સાર” તત્ત્વમાં કામ છે જ નહીં. બીજી રીતે, એ ત્રિકાળી ભગવાન આનંદકંદ પ્રભુ, નિત્યાનંદ ધ્રુવ; એના આશ્રયથી સંસાર અર્થાત્ કામનો-કામની વાસનાનો-નાશ થાય છે. આહા.. હા! પહેલી-સમ્યગ્દર્શનની ભૂમિકા કોઈ અલૌકિક છે. એ વિના (બધાં થોથેથોથાં છે)!
“સમયસાર’ ૪૧૩-ગાથામાં સંસ્કૃત ટીકામાં એ ત્રણ શબ્દો આવ્યા છે: “(તેઓ) અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ(મોહી) (વર્તતા થકા, ) પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર અનારૂઢ (વર્તતા થકા) –અનાદિથી એ વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ પૂજાના (ભાવ) કરતો આવ્યો છે. અનાદિરૂઢ કેમ? કે એવા ભાવ તો અનંતવાર કર્યા. અનંતવાર નવમી રૈવેયક ગયો, તો એ અનાદિરૂઢ છે, કોઈ નવી ચીજ નથી !
બીજી રીતે કહીએ તો નિગોદમાં-એકેન્દ્રિયમાં પણ શુભભાવ થાય છે. નિગોદનો જીવ છે, ક્યારેય નીકળ્યો નહીં, ત્રસ થયો નથી, એવા નિગોદજીવ અનંત પડ્યા છે; એને પણ ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ કાયમ કામ ચાલે છે. -શું કહ્યું? કેઃ જે કર્મચક્ર છે તે નિગોદમાં પણ શુભભાવ પછી અશુભભાવ, પછી શુભભાવ. એમ, અનાદિથી ચાલે છે. (તેમ જ) અનંતવાર શુક્લલેશ્યા (પૂર્વક) નવમી રૈવેયક ગયો. શુક્લલેશ્યા. હોં! શુક્લધ્યાન નહીં. શુક્લલેશ્યાઊજળો રાગનો ભાવ, તો અભવીને પણ હોય છે. મિથ્યાષ્ટિને પણ હોય છે. એ તો અનંતવાર મુનિવ્રત ધાર નવમી રૈવેયક ગયો. (એ) તો ત્યાં (સમયસાર” ગાથા-૪૧૩માં) અનાદિરૂઢ કહ્યો છે. એ તો અનાદિરૂઢ છે, વ્યવહારમૂઢ છે. કારણ કે (એ) વ્યવહારઆત્મા (છે) એને આત્માનુભવ-સમ્યગ્દર્શન નથી. ત્યાં વ્યવહારને મૂઢ કહ્યો. કારણ કે, વ્યવહારને જાણવાવાળો જાગ્યો નહીં, એ તો મૂઢ છે. આવી વાત છે! આકરી પડે, પણ શું થાય? શુભભાવ તો અનાદિરૂઢ-અનાદિથી ચાલ્યો આવે છે. નવમી રૈવેયક ગયો તો પણ શુભભાવ. નિગોદમાં ગયો ત્યાં પણ શુભભાવ. એમ અનંતવાર (શુભભાવ) કર્યા. એમાં નવી ચીજ શું છે? અજ્ઞાનીને અનાદિરૂઢ, વ્યવહારમૂઢ કહ્યો છે. કારણ કે આત્મા જાગ્રત થયો નથી અને આનંદનો અનુભવ થયો નથી. રાગની-પંચમહાવ્રતાદિની ક્રિયા જેટલી પાળે છે તે બધાને મૂઢ કહ્યા.
કામને નષ્ટ કર્યો છે અર્થાત તે વસ્તુમાં નથી. અનાદિરૂઢનો વ્યવહાર એ (પણ) એમાં નથી. સંસ્કૃતમાં (ટીકામાં) ત્રણ શબ્દો છે: તેનાવિરૂદ્રવ્યવહારમૂઢી: પ્રૌઢવિવેવ નિશ્ચયમનારૂઢી: પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર (તેઓ ) અનારૂઢ છે. પ્રૌઢ વિવેક (અર્થાત ) વિકલ્પથી (રાગથી જ્ઞાનને) ભિન્ન કરવું. મહા ભેદવિજ્ઞાન. અતિશય રાગથી ભેદજ્ઞાન કરવું. એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર (જે) અનારૂઢ છે; (તે) રાગમાં આરૂઢ છે, અનાદિરૂઢ છે, વ્યવહારમૂઢ છે (અને ) નિશ્ચયમાં અનારૂઢ છે. સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કેઃ “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે” એનો અર્થ એ કે એમાં (વસ્તુમાં કામ) છે જ નહીં. અહીં તો ત્રિકાળીને બતાવવો છે. (એ) કામને નાશ કરવાવાળો ક્યાં છે? પણ એના અવલંબનથી કામનો નાશ થાય છે (તેથી) એમ કહેવામાં આવે છે કે: ત્રિકાળી વસ્તુ કામનો નાશ કરવાવાળી છે.
(હવે, કહે છેઃ ) “જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે.” “વીર:' (એટલે કુહાડો.) પાપ શબ્દમાં પુણ્ય-પાપ બેય છે. પુણ-દયા, દાન, વ્રતનાં પરિણામ પાપ-હિંસા, જૂઠ (આદિનાં પરિણામ );-એ બેય પાપ છે!
યોગસાર” (-ગાથાઃ ૭૧માં) યોગીન્દ્રદેવે (કહ્યું છે ને...!) “પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” પાપને તો સૌ પાપ કહે; પણ અનુભવી જન, સમ્યગ્દષ્ટિ જીવ તો પુણ્યને (પણ) પાપ કહે (છે). એ આગળ આવી ગયું“મા” કહે છે. પુણ્ય અને પાપ-બેય અઘ છે, પાપ છે! આહા.... હા! આકરી વાત પડે. શું કરે? સમ્યગ્દર્શન ચીજ કોઈ એવી છે પુષ્ય અને પાપ જેમાં નથી એવી ચીજ (ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૩૭ આત્મા) નો, એ અનુભવ કરે છે અથવા પુણ્ય-પાપ (રૂપી) વૃક્ષને છેદવાવાળો છે. ત્રિકાળીના અવલંબનથી પુણ્ય અને પાપનું છેદન થાય છે; એ કારણે, પાપરૂપી વૃક્ષને છેદવાવાળો કહ્યો છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ત્યાં એમ લે કે પાપને છેદવાવાળો છે અને પુણ્યને રાખવાવાળો છે, એમ છે? (ના, એમ નથી). પાપમાં પુણ્ય-પાપ બેય આવી ગયાં. “ઘ' કહે છે ને...! પુણ્ય-પાપ બેયને અઘપાપ કહે છે.
આહા.... હા ! પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પવિત્ર, એકલો પવિત્રતાનો પિંડ પ્રભુ એનાથી વિરુદ્ધ બધા ભાવને ભગવાન તો પાપ કહે છે. (અહીં ) પાપરૂપ વૃક્ષ લીધું છે ને વૃક્ષ! પાપરૂપ વૃક્ષ અનાદિથી ફાવ્યું છે. શુભના અસંખ્ય પ્રકાર. અશુભના અસંખ્ય પ્રકાર. એના પટાભેદ લ્યો તો અનંત પ્રકાર. –એવું શુભાશુભનું પાપરૂપ વૃક્ષ, એને છેદવાવાળો કુહાડો છે. આહા. હા ! વસ્તુમાં તો એ નાશ કરવાની ચીજ (પુણ્ય-પાપ) છે જ નહીં. નાશ કરવાની પ્રવૃત્તિ) તો પર્યાયમાં કરવા યોગ્ય છે. પણ એના (વસ્તુના) અવલંબનથી નાશ થાય છે. તો એ કારણે કહ્યું કેઃ ત્રિકાળી ચીજ પાપરૂપ વૃક્ષને છેદવાવાળો કુહાડો છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
એ દીપચંદજી થયા ને...! “અનુભવપ્રકાશ' કરવાવાળા, ‘ચિદવિલાસ' કરવાવાળા. એમણે એક “અધ્યાત્મ પંચ સંગ્રહબનાવ્યું છે. એમાં છેલ્લે લખ્યું છે કે અરે.... રે! અત્યારે જોઈએ તો કોઈ આગમ પ્રમાણે સાચી શ્રદ્ધાવાળા દેખાતા નથી. અધ્યાત્મનો સત્ય વક્તા પણ કોઈ દેખાતો નથી. હું સત્ય વાત કહું છું તો (લોકો ) સાંભળતા નથી. (એથી) હું લખી જાઉં છું! તે વખતે (આવું) લખ્યું હતું! કે: આગમ પ્રમાણે જે સ્વભાવના આશ્રયથી અંતરસભ્યશ્રદ્ધા જોઈએ એવી કોઈ શ્રદ્ધા ક્યાંય દેખાતી નથી અને એવા સત્ય વક્તા (કે જે એમ કહે કે, “ત્રિકાળીના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, વ્યવહારથી નહીં. વ્યવહાર બંધનું કારણ છે; એ બંધના કારણથી “અબંધભાવ” નાં અબંધ પરિણામ ઉત્પન્ન થતાં નથી'; એવો કોઈ સત્ય વકતા દેખાતો નથી અને (અમે) મુખેથી કહીએ છીએ તો કોઈ માનતું નથી; એવું છે. કરણાનુયોગમાં ‘ભિન્ન સાધ્ય-સાધન' એવું લખ્યું છે. પણ એ કઈ અપેક્ષાએ લખ્યું છે? એ સમજે નહીં અને (અમે) કહીએ તો માનતા નથી; તેથી લખી જાઉં છું કે માર્ગ કોઈ ચીજ છે!
અહીંયાં કહે છે કે: “જે પાપરૂપ વૃક્ષને છેદનાર છે.” દ્રવ્યમાં તો પુણ્ય-પાપની ગંધ પણ નથી. (છતાં અજ્ઞાની) એનો (પુણ્ય-પાપનો) આશ્રય લે છે, પણ એ (દ્રવ્ય) તો પુણ્ય-પાપનો નાશ કરવાવાળું છે. પુણ્ય-પાપની ઉત્પત્તિ કરવાવાળું દ્રવ્ય નથી. આહા. હા! “પાપરૂપ વૃક્ષ”પુણ્ય, પાપ બન્ને હોં? શુભ અને અશુભભાવ બેય પાપ! (અને એને છેદનાર) ભગવાન આત્મા !
(“સમયસાર') જયસેન આચાર્યની ટીકા. પુણ્ય-પાપ અધિકારને છેલ્લે એવું લખ્યું છે કે: વ્યવહાર રત્નત્રય એ પાપ છે! શિષ્યનો પ્રશ્ન છે કે આ તો પાપનો અધિકાર ચાલે છે એમાં તમે અહીં આ (વાત) ક્યાં લાવ્યા? (તો કહે છે કેઃ) રાગ આવે છે તો સ્વભાવથી પતિત થાય છે માટે પાપ છે! એમ સંસ્કૃત (પાઠ) છે:- “યદ્યપિ વ્યવહારમોક્ષમાર્ગો નિશ્ચયરત્નત્રયस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परम्परया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनत्वेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणं।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
,,
इति निश्चयनयापेक्षया पापम्. '
દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ નિશ્ચયનયથી પાપ છે. કાંઈ બધું યાદ રહે? અહીં તો ભાવ ખ્યાલમાં હોય!
અહીંયાં કહે છેઃ એ પાપ-પુણ્ય અને પાપ બેય- (રૂપ) વૃક્ષને આત્મા છેદવાવાળો છે અથવા એમાં ( આત્મામાં તે) નથી. માટે પુણ્ય-પાપના વૃક્ષને છેદવાવાળો કહ્યો અને એનો આશ્રય લેવાથી પુણ્ય-પાપનો છેદ થાય છે માટે છંદવાવાળો કહ્યો.
( હવે કહે છે: ) “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે” આહા... હા! એ ( આત્મા ) તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે. અવતાર (એટલે) જન્મ લે છે ને! તો અવતાર લીધો. આ શુદ્ધ જ્ઞાન અવતાર જ છે. ત્રિકાળી શુદ્ધજ્ઞાન અવતારી પ્રભુ છે. એ કાંઈ નવો ઉત્પન્ન થાય છે, એમ નથી. શુદ્ધ જ્ઞાન અવતાર-ત્રિકાળી ચીજ શુદ્ધ જ્ઞાનનો જ જન્મ છે. શુદ્ધ જ્ઞાનની એમાં ઉત્પત્તિ ( અર્થાત્ વિધમાનતા છે. ઉત્પત્તિ પર્યાયમાં થાય છે, એ નહીં. (પણ) એ શુદ્ધ જ્ઞાન અનાદિથી જ છે. એને અહીં સમ્યગ્દર્શનનો વિષય કહીએ છીએ.
આહા... હા ! “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે.” શુદ્ધ જ્ઞાન અવતા૨નો અર્થ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. એ તો ત્રિકાળી શુદ્ધસ્વરૂપ છે. ભગવાન! પર્યાયથી દૂર છે. કહ્યું ને? સંવ૨નિર્જરાની પર્યાયથી પણ દૂર છે. એ શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે. પુણ્ય-પાપના વિકલ્પથી-રાગથી (ભિન્ન છે). વ્રત-તપનો વિકલ્પ હોય કે ઉપવાસ કરું ને આ કરું ને તે કરું-એ બધા વિકલ્પ છે; ( એ ) વિકલ્પ, સ્વરૂપમાં તો નથી. ગુણ-ગુણીનો ભેદ લક્ષમાં લેવો, એ પણ એક વિકલ્પ છે, રાગ છે; એ રાગથી ભિન્ન, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. શુદ્ધ જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી છે. આહા... હા ! “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે.”
બે મુખ્ય વાત લે છે. જ્ઞાન અને સુખ. (તો કહે છેઃ ) “જે સુખસાગરનું પૂર છે આહા... હા ! સુખ-સાગરની ભરતી છે. ભરતી બે પ્રકારે છે-સમ્યગ્દર્શન-જ્ઞાન થવાથી પર્યાયમાં સુખ-સાગરની ભરતી આવે છે. પણ એ વસ્તુ જ સુખસાગરનું પૂર છે; અંદર સુખસાગરની ભરતી આવી છે. આહા... હા !
ભાઈ ! પ્રભુનો માર્ગ (આ છે). અહીં તો ભવના છેદની વાત છે. જેનાથી ભવ મળે એ તો અનંતવા૨ મળ્યું અને અનંતવા૨ કર્યું, એ કોઈ ચીજ નથી. આહા... હા ! સમજાણું કાંઈ ? શું કહ્યું? પહેલાં જ્ઞાન લીધું પછી સુખ લીધું. બેય મુખ્ય લીધાં છે. “ જે સુખસાગરનું પૂર છે” દરિયાને કાંઠે જે ભરતી આવે છે, તે તો પર્યાય છે. પણ અહીં તો કહે છે કે: “ જે સુખસાગરનું પૂર છે”–અંદર સુખસાગરની ભરતી પડી છે. આહા... હા !
શુદ્ધભાવનો અધિકાર ચાલે છે ને...! શુદ્ધભાવ (અર્થાત્ ) ધ્રુવ, ત્રિકાળ. જે સમ્યગ્દર્શનનો વિષય (છે). કહે છે કે (એ) તો સુખસાગરનું પૂર છે. અતીન્દ્રિય આનંદનો પુંજ છે, પ્રભુ! આહા... હા! એ સકરકંદમાં સકરકંદની ઉપરની લાલ છાલ ન જુઓ તો (તે) સાકરની મીઠાશનો પિંડ છે. એમ અહીં પર્યાયને ન જુઓ તો વસ્તુ છે એમાં તો અતીન્દ્રિય સુખસાગરની ભરતી છે. ( એમાં ) અતીન્દ્રિય આનંદ-સુખસાગર પડયો છે. તે શુદ્ધભાવ છે. ધ્રુવભાવ છે. નિત્યભાવ છે. સામાન્યભાવ છે. અબદ્ધભાવ છે. જ્ઞાયકભાવ છે. આહા... હા !
એક સમયમાત્રમાં અનુભવ થતાં આખા સંસારનો અંત આવી જાય છે, બાપુ! એ
સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
י
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર બ્લોક ૫૪ - ૩૯ શું ચીજ છે? એ કેમ ઉત્પન્ન થાય છે? અને ઉત્પત્તિ થાય છે તો કેવી દશા અંદર થાય છે? તેની તો ખબરે ય નથી અને બહારથી (શુભક્રિયાઓ ) કરે. અનાદિથી કરે છે. અને નવમી ત્રૈવેયક જાય એવા શુભભાવ તો અત્યારે હોતા પણ નથી. ત્યાં તો પંચમહાવ્રત, ૨૮ મૂળ ગુણ એવાં પાળ્યાં કે ચામડાં ઉતરડીને ખાર છાંટે તો પણ ક્રોધ ન કરે, એવો શુભ ભાવ હતો. શુક્લ લેશ્યા હતી. એવી શુક્લ લેશ્યા તો અત્યારે થતી નથી. આહા... હા! એ કોઈ શુક્લ લેશ્યા અને શુભભાવની કાંઈ કિંમત નથી. આહા... હા! અકીમતી ચીજની કિંમત ( અનાદિથી કરી છે. )!
( ‘સમયસાર ’ગાથા-૩૧માં છે ને...!) “બાળસહાવાધિય મુળવિ આવું ” ભગવાન આત્મા, રાગ અને વર્તમાન પર્યાયથી પણ ભિન્ન, સુખસાગરનું પૂર છે, જ્ઞાનનો ગંજ (છે); એને અહીં શુદ્ધભાવ, નિશ્ચય આત્મા, ખરેખર આત્મા કહેવામાં આવ્યો છે. આહા... હા! “ જે સુખસાગરનું પૂર છે ”.
( હવે, કહે છે કેઃ) “ અને જે કલેશોદધિનો કિનારો છે. ” [ ક્લેશ (અર્થાત્ ) દુ:ખ, ઉદધિ (અર્થાત્ ) સાગર ] દુઃખરૂપી સાગરનો તો ત્યાં કિનારો છે. ક્લેશની (ત્યાં) ગંધ નથી. રાગની, કલેશની ત્યાં ગંધે ય નથી. ભવ અને ભવના ભાવની એમાં ગંધ (પણ) નથી. સમજાય છે કાંઈ ?
( ‘ સમયસાર ’ ) નિર્જરા અધિકાર કલશ-૧૪૨માં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છેઃ શુભ ભાવ કરો તો કરો એ કલેશ છે, રાગ છે, દુઃખ છે. [“ વિનયંતાં 7 પરે મહાવ્રતતપોમારેળ માશ્ચિમ્”]
( અહીં કહે છે: ) કલેશોદધિ-કલેશરૂપી સાગર; એનો કિનારો છે, અંત છે. જેમાં એ છે જ નહીં. અથવા જેના આશ્રયથી ક્લેશરૂપી સાગરનો અંત આવી જાય છે. આમાં આ બે અર્થ લેવા. સંસ્કૃતમાં “ વનેશવારાશિવાર: ” શબ્દ છે. સમુચ્ચય અર્થ લીધો “જે કલેશોદધિનો કિનારો છે, અંત છે.
""
.
આહા... હા! “ તે સમયસાર (શુદ્ધાત્મા) જયવંત વર્તે છે- ‘જયવંત વર્તે’ એમ નથી કહ્યું. પહેલો શબ્દ છે: “ નયતિ સમયસાર: ” એ સમયસાર જયવંત વર્તે ‘છે’. (જે) ધ્રુવસ્વરૂપ (છે તે દુર્વાર) કામની વાસનાને નાશ કરવાવાળો, પાપરૂપ વૃક્ષને છેદવાવાળો, કલેશોદધિનો કિનારો (છે) અર્થાત્ એમાં એ છે જ નહીં, એવો શુદ્ધાત્મા જયવંત વર્તે છે. જયવંત વર્તે છે. ત્રિકાળ જયવંત વર્તે છે! પણ કોને? કે જેને એનો અનુભવ પર્યાયમાં થયો તેને ‘ આ ’ ત્રિકાળ જયવંત વર્તે છે. શું કહ્યું? -સુખસાગર, જ્ઞાનાવતાર જયવંત વર્તે છે. પણ કોને ? જ્ઞાનમાં અનુભવ આવ્યો નહીં, એવું ભાન થયું (નહીં ) એને (તો ) આ ચીજ (એવી ) છે એવું ( એને ) ક્યાંથી આવ્યું? વર્તમાન જ્ઞાનપર્યાયમાં એ જ્ઞેયનું જ્ઞાન ન હોય તો ‘એ જયવંત વર્તે છે’ એવો નિર્ણય કોણે કર્યો? સમજાણું કાંઈ ? એવી વાત છે!
*
‘જયવંત વર્તે છે' એમ કહ્યું ને...! “ નયતિ સમયસાર: ” પહેલો શબ્દ છે. “નયતિ સમયસાર: " વિશુદ્ધભાવ સમયસાર ત્રિકાળી... હોં! એમાં. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરહિત ત્રિકાળી ચીજ સમયસાર જયવંત વર્તે છે! આહા... હા!
‘બહેનશ્રીનાં વચનામૃત’ ' (બોલ-૩૦૬) માં એવો શબ્દ પડયો છે. “ જાગતો જીવ ઊભો છે ને તે ક્યાં જાય ?” એનો અર્થ આ છેઃ ‘જાગતો જીવ' (અર્થાત્ ) જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ત્રિકાળી, વીતરાગસ્વભાવભાવ એવો જીવ ‘ઊભો છે’ એટલે ધ્રુવ છે. આહા... હા! આ જયવંત વર્તે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
જાગતો ( અર્થાત્ ) જ્ઞાયકભાવ. એવો જીવ ધ્રુવ છે. “તે ક્યાં જાય ?” ધ્રુવ ક્યાં જાય? ઓહો... હો! પણ કોને? કે જેને પર્યાયમાં ભાન થયું કે ‘આ તો જાગતો જીવ જયવંત વર્તે છે,' એવું સમ્યગ્દર્શન થયું એને ‘જાગતો જીવ જયવંત વર્તે છે' એમ ભાનમાં આવ્યું. જેને ( એ ) ચીજ ખ્યાલમાં આવી નથી તેને ‘જયવંત વર્તે છે’ –એમ કેવી રીતે કહેવાય ? સમજાણું કાંઈ ?
આહા... હા ! એ જાગતો જીવ એટલે જ્ઞાયકભાવ અથવા સર્વ તત્ત્વોમાં સાર, સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર, દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, (પાપરૂપવૃક્ષને છેદનાર ), શુદ્ધજ્ઞાનનો અવતાર, (સુખસાગરનું પૂર, કલેશોદધિનો કિનારો) -એવો ત્રિકાળી (શુદ્ધાત્મા ), જ્ઞાનની પર્યાયમાં અને સમ્યગ્દર્શનની પર્યાયમાં, (જયવંત વર્તે છે). દ્રવ્ય પર્યાયમાં આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે-આ દ્રવ્ય આવું છે, જયવંત છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, શુદ્ધજ્ઞાનપુંજ પ્રભુ ધ્રુવ, અસ્તિપણે જયવંત વર્તે છે. પહેલાં નાસ્તિથી વાત કરીઃ સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર, જેણે દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, પાપરૂપવૃક્ષને છેદનાર છે અને અસ્તિથીઃ શુદ્ધજ્ઞાનનો અવતાર છે, (સુખસાગરનું પૂર છે, જયવંત વર્તે છે). જેને એવો ખ્યાલ આવ્યો એને અહીં કહે છે કે ‘જયવંત વર્તે છે' એવું ભાન થયું. પણ જે પર્યાયબુદ્ધિમાં, રાગબુદ્ધિમાં, રાગની રુચિમાં પડયો છે એને (તો) ‘જયવંત વર્તે છે’ એવી ચીજ તો ખ્યાલમાં આવી નહીં તો એને જયવંત વર્તે છે–એવું નથી. અને તો રાગ જયવંત વર્તે છે. આહા... હા! માર્ગ આવો છે, ભાઈ !
દ
,
એટલા બોલ કહીને છેલ્લે એ લીધું: “નયતિ સમયસાર: આ ચીજ છે એ જયવંત વર્તે છે! એ પર્યાયમાં અનુભવ થયો, શ્રદ્ધામાં ધ્યેય બનાવીને શ્રદ્ધા થઈ, નિર્વિકલ્પ અનુભવ થયો, એ કહે છે કે-આ ચીજ તો જયવંત વર્તે છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
આમ તો અગિયાર અંગમાં ‘આત્મા નિત્ય છે, ધ્રુવ છે' (શું) નથી સાંભળ્યું? અનંત વાર અગિયાર અંગ કંઠસ્થ કર્યાં. એક આચારાંગમાં ૧૮ હજાર પદ છે અને એક એક પદમાં ૫૧
કરોડથી ઝાઝેરા શ્લોક છે! તો અગિયાર અંગ ભણ્યા એમાં આ વાત (શું) નથી આવી? ધારણામાં અને જાણવામાં તો આ વાત આવી હતી. પણ એનો અનુભવ નહોતો. આ ચીજ છે એવો એનો અનુભવ નહોતો.
( ‘ છઠ્ઠઢાળા ’) માં એમ કહ્યું ને.! “મુનિવ્રત ધાર અનંતબાર ગ્રીવક ઉપજાયો; હૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાૌ.” –એનો અર્થ શું થયો? કેઃ પંચ મહાવ્રત આદિ પરિણામ એ સુખ નથી, દુ:ખ છે. મુનિવ્રત ધાર અનંત વાર ત્રૈવેયકમાં ઉત્પન્ન થયો. પણ આત્મજ્ઞાન વિના લેશ સુખ પામ્યો નહીં અર્થાત્ તે દુ:ખ હતું !
આહા... હા! આકરી વાત છે, પ્રભુ! ‘કલશ' માં પહેલાં એ આવી ગયું છે. વાત કઠણ તો છે. અશક્ય નથી પ્રભુ! તારી ચીજ છે ને !
"
અન્યમતમાં આવે છે: “મારી નજરને આળસે રે મેં નીરખ્યા ન નયણે હરિ. ” આપણે ‘હરિ’ આત્માને કહે છે. ‘ પંચાધ્યાયી ’ માં છે. ‘પાપમ્ અઘક્ હૈંતિ તિ રિ’. ‘હર’ કોને કહે છે? તે ( અન્યમતિ ) રિ કહે છે તે નહીં. (પણ) જે પુણ્ય-પાપના ભાવને હરિત-નાશ કરે; પર્યાયમાં સ્વભાવની ઉત્પત્તિ હોય, સંખ્યામાં અનંતગુણ, બધા ગુણોનો એક અંશ વ્યક્ત હોય; એણે આત્માને નજરે જોયો. બાકી નયણની આળસે રે, પોતાની નજરની આળસે ( એટલે ) નજર પર્યાયમાં ને રાગમાં રોકાઈ ગઈ, (તેથી) ભગવાનને જોયા નથી. ત્યાં (રાગાદિના ) પ્રેમમાં ફસાયો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
''
શ્રી નિયમસાર બ્લોક ૫૪ – ૪૧ આનંદઘનજી તો એમ કહે છે, શ્વેતાંબર છે તો પણ. પાછળથી દિગંબર શાસ્ત્રોનું થોડું વાંચન હશે એમ લાગે છે. સંભવનાથજીની સ્તુતિમાં એમ કહે છે-“દ્વેષ અરોચક ભાવ. રાગના પ્રેમીને (અર્થાત્ ) વ્યવહાર રત્નત્રયના પ્રેમીને સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીની ૨૪ સ્તુતિ છે. ઘણા સમય પહેલાં (સંવત્ ) ૭૮માં બધું જોયું છે. એમાં છે. “સંભવદેવ તે ધૂર સેવો સેવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ૧. ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવ૦ ૨. ” જેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગનો પ્રેમ છે એને ભગવાન-આનંદ પ્રત્યે દ્વેષ છે. “દ્વેષ અરોચક ભાવ.” એને (ભગવાન આત્મા ) રુચતો નથી, એ દ્વેષ છે. અને ( એને ) રાગ રુચે છે. ત્યાંથી પ્રેમ છોડીને અહીં (આત્મામાં) પ્રેમ થયો, ભાન થયું તો કહે છે “જયવંત વર્તે છે.
,,
*
પૂરું થયું હવે.
*
*
66
જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાક પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય રુચે નહિ, આત્મા... આત્મા... ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ”
-શ્રી ‘ ૫૨માગમસાર ' /૨૮.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| “ભાઈ ! તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે ને..! પરમાત્મસ્વરૂપ તું છો. જિનસ્વરૂપ જ આત્મા છે. વીતરાગ અકષાયમૂર્તિ જ આત્મા છે. તેને પરમપારિણામિકભાવ કહો કે એકરૂપભાવ કહો, અહીં તેને શુદ્ધભાવ કહેવામાં આવે છે. તેનાથી જીવાદિ સાત બાહ્યતત્ત્વો ભિન્ન છે. નિમિત્ત આદિ તો ભિન્ન છે જ પણ રાગાદિ અશુદ્ધભાવ છે તે બહિર્તત્વ છે અને પૂર્ણ સ્વરૂપના આશ્રયે જે વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્વ છે ને બહિર્તત્વ છે તે હેય છે.”
–શ્રી “પરમાગમસાર” |૨૬૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવરપ્રણીત શ્રી નિયમસા૨: ગાથા ૫૦ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
[ શુદ્ધભાવ અધિકાર ] पुव्वत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं। सगदव्वमुवादेयं अंतरतचं हवे अप्पा।।५०।। पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः।
स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा।। ५०।। हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्।।
ये केचिद विभावगणपर्यायास्ते पर्वं व्यवहारनयादेशादपादेयत्वेनोक्ताः शद्धनिश्चयनयबलेन हेया भवन्ति। कतः? परस्वभावत्वात. अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खल सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार રુતિ
ગુજરાતી અનુવાદ: પૂર્વોક્ત ભાવો પરદરવા પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદય, અંત:તત્ત્વરૂપ નિજદ્રવ્ય છે. ૫)
અન્વયાર્થ: [ પૂર્વોવત્તસમાવા: ] પૂર્વોક્ત સર્વ ભાવો [ પરત્વમાવા: ] પરસ્વભાવો છે, [ પરદ્રવ્ય ] પ૨દ્રવ્ય છે, [ તિ] તેથી [ દેયા: ] હેય છે; [ સન્તસ્તત્ત્વ ] અંત:તત્ત્વ [ સ્વદ્રવ્યમ્ ] એવું સ્વદ્રવ્ય- [ માત્મા ] આત્મા[ કપાવેયન્] ઉપાદેય [ ભવેત્ ] છે.
ટીકા: આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે તે પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી ? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન-સહજદર્શનસહુજચારિત્ર-સહુજપરવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃ તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણસમયસાર છે. | NOT
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૪-૨-૧૯૭૮
‘નિયમસાર ’ ગાથા-૫૦. ભેદજ્ઞાનની વિશેષ વાત છે. તદ્દન સૂક્ષ્મ (વિષય) છે. પહેલાં જરી મૂળ પાઠ (અન્નયાર્થ) લઈએઃ “ પૂર્વોક્ત સર્વ ભાવો ” નિર્મળ પર્યાયથી માંડીને રાગ અને નિમિત્ત-એ બધું પદ્રવ્ય છે, પરભાવ છે. “પૂર્વોક્ત સર્વ ભાવો પ૨સ્વભાવો છે, ૫૨દ્રવ્ય છે, તેથી હોય છે; અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય ”–ત્રિકાળી જ્ઞાયકભાવ, પૂર્ણાનંદસ્વરૂપ, ધ્રુવ-“ આત્મા ઉપાદેય છે.” આહા... હા! એ સ્વદ્રવ્ય ઉપાદેય છે!
[ ટીકાઃ- ] “ આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.”
ખરેખર એવી વાત છે! તે ‘કલશટીકા' કલશ-૫૯માં કરીઃ “ વાયસો: ” · વા:’ એટલે પાણી. ‘ પયસો: ’ એટલે દૂધ. તે બંને ભિન્ન છે. પછી લશ-૬૦માં લીધું કેઃ અગ્નિસંયોગથી પાણી ઊનું થયું, પણ ઉપણું અગ્નિનું છે, પાણીનું નહીં. પાણી તો સ્વભાવથી શીતળ છે. શીતળપણું પાણીનો સ્વભાવ છે. પણ (એવું) બેઉનું જ્ઞાન થાય છે કોને કે-પાણી શીતળ છે અને ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી અગ્નિના નિમિત્તે ઊનું થયું છે? (‘ઊનું પાણી') અપેક્ષાથી કહેવામાં આવ્યું ( છતાં ) ઉષ્ણતા અગ્નિની છે, એવું ભેદજ્ઞાન કોને થાય? અર્થાત્ એવું યથાર્થ જાણવામાં કોને આવે છે? (કે-) સ્વરૂપગ્રાહી જ્ઞાનીને! આહા... હા! શું કહ્યું ? ‘આત્મા આનંદસ્વરૂપ છે’ એવો જેને અનુભવ થયો, એને સ્વરૂપગ્રાહી જ્ઞાન કહે છે. (એ જ્ઞાન) ઉપાદેય-સ્વરૂપગ્રાહી જ્ઞાન થયું. એને પાણી શીતળ અને (એમાં ) ઉષ્ણતા અગ્નિના નિમિત્તે છે, (એવો ) એનો ભેદ અર્થાત્ યથાર્થ જ્ઞાન, સ્વરૂપગ્રાહી જ્ઞાનીને થાય છે. શું કહ્યું? સમજાય છે કાંઈ ? ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી સ્વભાવથી શીતળ છે; એનું પણ જ્ઞાન-વ્યવહારજ્ઞાન-જેને આત્મજ્ઞાન થયું હોય (તેને થાય છે); અર્થાત્ તેને -સ્વરૂપગ્રાહી જ્ઞાનીને-વ્યવહારનું સાચું જ્ઞાન થાય છે. એમ ને એમ પાણી શીતળ છે અને ઉષ્ણતા અગ્નિના નિમિત્તે થઈ છે, ( શું ) એવો ભેદ, અજ્ઞાનપણામાં હોય ? –ન હોય! એમ કહે છે. ‘કલશ’ ૬૦માં જુઓઃ “ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતળપણાનો ભેદ નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે.” -શું કહેવું છે? (કેઃ) ૫૨નું વાસ્તવિક જ્ઞાન પણ, જેને પોતાનું જ્ઞાન થાય છે, તેને થાય છે. આહા... હા! પાણી શીતળ અને ઉષ્ણતા અગ્નિના નિમિત્તે થઈ, એવો પ૨દ્રવ્યનો ભેદ પણ જેને પોતાનું આત્મજ્ઞાન થયું છે (તેને જ થાય છે). રાગથી ભિન્ન થઈને આનંદનો અનુભવ આવ્યો, એ આનંદનો અનુભવી જીવ, સ્વરૂપગ્રાહી જ્ઞાનથી એને (–શીતળતા અને ઉષ્ણતાને ) ભિન્ન જાણે છે. ( કોઈ ) કહે કેઃ (શું ) લૌકિક (જનો) નથી જાણતા ? તો કહે છે કેઃ ના. પણ એમાં (‘કલશ’ માં ) છે કે નહીં? કારણ છે કે નહીં? ‘મોક્ષમાર્ગપ્રકાશક' માં (પણ ) લીધું છેઃ અજ્ઞાનીને ત્રણ વિપર્યાસ હોય છે–કારણવિપર્યાસ, સ્વરૂપવિપર્યાસ અને ભેદાભેદવપર્યાસ. એ તો અજ્ઞાનીને હોય જ છે. એમ કહે છે કે: અજ્ઞાની, (અર્થાત્ ) જેને આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, એવું જ્ઞાન જેને થયું નથી; અને (જ્ઞાન) રાગથી ભિન્ન છે, એવું ભાન જેને થયું નથી ૫૨દ્રવ્યને જાણવામાં પણ ત્રણ (વિપર્યાસ ) માંથી કોઈ ને કોઈ ભૂલ તો કરે જ છે. સમજાણું કાંઈ? પાઠ (કલશ ) તો એમ છે: “ જ્ઞાનાવેવ જ્વલનપયસોરોળ્યશૈત્યવ્યવસ્થા.” એ જ્ઞાન એટલે સ્વરૂપગ્રાહી [પાછળ અર્થ લીધો છે–નિજસ્વરૂપગ્રાહી ] જ્ઞાન- ‘હું જ્ઞાનસ્વરૂપી છું, રાગથી ભિન્ન છું,' એવું ભેદજ્ઞાનજેને થયું હોય તે જ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો યથાર્થ બોધ કરી શકે છે. અજ્ઞાનીને તો કાંઈ પણ ભૂલ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી *
本书本书本书本书本书本学生主体性事件的本事本本子本子本子本子本素材
વર્ષ ૩૩ મું
શ્રીમદ્ રાજચંદ્ર
વિ. સં. ૧૯૫૬
有业主自主性学生主体,其中主要有
44444444年生中学生自主自力主打#####
#主事主主掌
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૫ (જ) છે. (જે) જીવ રાગની રુચિમાં પડયો છે (તેને તો) અંતર આનંદરૂપ પોતાનું સ્વરૂપ ઉપાદેય થયું નથી! આહા... હા ! આવી વાતો છે!! વાસ્તવિકતાએ તો સ્વના ગ્રાહી-સ્વરૂપગ્રાહી જ્ઞાનીને જ ઉપણાનું અને ઠંડાપણાનું-પરનું-જ્ઞાન થાય છે. આહા... હા ! બહુ ઝીણી વાત! શું કહ્યું ? સમજાણું ? સ્વરૂપ જે ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે, ધ્રુવ સહજાત્મસ્વરૂપ (જેને ) સ્વસંવદેનમાં આવ્યું છે, સ્વવસ્તુ વેદનમાં આવી છે, સ્વસંવેદન-સ્વ=પોતાના+સમ્=પ્રત્યક્ષ+વેદન-માં આત્મા આવ્યો છે, એને જ શીતળપણાનું અને ઉષ્ણપણાનું જ્ઞાન-૫૨નું જ્ઞાન-યથાર્થ થાય છે. બે બોલ લીધા છે. પછી લીધું છે કે: ‘ ખારું વ્યંજન ' એવું જાણવામાં આવે તે જૂઠું છે. વ્યંજનથી ભિન્નપણા વડે ‘ખારો લવણનો સ્વભાવ' એવું જાણપણું નિજસ્વરૂપના જાણપણા દ્વારા (પ્રગટ ) થાય છે. સમજાય છે કાંઈ ?
એક વખતે એમ થયું કે, રાણપુર પાસે હડમતિયા છે ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર આવ્યા હતા. એ વખતે શ્રીમદ્ રાજચંદ્રની ( અંતર ) સ્થિતિ બહુ ઊંચી હતી. તે વખતે હિંદુસ્તાનમાં એવો કોઈ આત્મા નહીં, એવી (તેમની ) સ્થિતિ હતી ! પણ તેઓ ગૃહસ્થાશ્રમમાં હતા. લોકો તો બાહ્ય ત્યાગને માને છે ને...? એમ ત્યાં એકાંત ગામડામાં ૨૫-૫૦ માણસો એકઠા થયાં. (પીરસવામાં) શાક આવ્યું ત્યારે એમણે કહ્યું કેઃ (આમાં) મીઠું વધારે છે. ચાખ્યા વિના હોં! (કોઈને લાગ્યું કે સાહેબે તો) શાક (વધારતાં) જોયું નથી, ચાખ્યું નથી તો કેવી રીતે જાણ્યું ? ત્યારે કહે છે કે, દૂધીનું જે શાક છે એને જો પાણીમાં બાફીએ તો એના પૈસા તૂટતા નથી, પણ રેસા તૂટી ગયા છે, તેથી એમાં ખાર (મીઠું) વધારે પડયું છે. એમ અમે જોઈને કહ્યું કે: મીઠું વધારે છે. ( પછી જ્યારે) લોકોએ ચાખ્યું તો (શાક) ખારું (હતું ). કેવી રીતે જાણ્યું ? ભાઈ ! મેં મારા જ્ઞાનથી જાણ્યું! સમજાણું કાંઈ એમાં? તે વખતે શ્રીમદ્ રાજચંદ્રજીની શક્તિ ઘણી હતી. પણ લોકો ઓળખી શક્યા નહીં. બૈરી, કુટુંબ હતું; પણ એમાં સમકિતીને શું? સમકિતીને જ્ઞાનધારા અને કર્મધારા બન્ને હોય છે-આત્મજ્ઞાનધારા પણ હોય છે અને સાથે રાગ પણ હોય
છે, અશુભ પણ હોય છે (એવી ) કર્મધારા હોય છે. બેય સાથે (હોય છે). જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી બન્ને ધારા ચાલે છે.
( અહીં કહ્યું: ) વ્યંજન ખારું નથી; પણ વ્યંજનમાં ખારાશ લવણની છે. શાક છે તે ખારું નથી. (ખારાપણું ) ભિન્ન ચીજ છે. જુઓ અહીં (‘ક્લેશ-૬૦માં’) એ કહ્યું કેઃ નિજસ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ‘વ્યજંન ખારું નથી અને ખારું લવણ છે' એવું ભેદજ્ઞાન-૫૨નું જ્ઞાન હો ! –એ પણ ‘ જ્ઞાનાત્ ' (અર્થાત્ ) નિજસ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. આહા... હા! ગજબ વાત છે!! જેને પોતાનું જ્ઞાન થયું હોય, ચૈતન્ય સ્વ-૫૨પ્રકાશકના આનંદનું વેદન થયું હોય, રાગથી ભિન્ન થઈને સમ્યગ્દર્શન થયું હોય એને ખારાપણું લવણનું છે અને શાક એ ખારું નથી, એનું જ્ઞાન પણ સ્વરૂપ (ગ્રાહી) જ્ઞાનીને જ થાય છે. સમજાણું કાંઇ?
'
અહીંયા આપણે આ ચાલે છે: · આ હૈય-ઉપાદેય ' ( ના સ્વરૂપનું કથન છે)'. પણ ‘હેય ' નું જ્ઞાન કોને થાય છે? બે શબ્દ પડયા છે ને.. ! ‘ હેય ’ ‘ ઉપાદેય ’ પણ ‘ હ્રય ’ નું જ્ઞાન, યથાર્થ કોને થાય છે? (કે–) જેને પોતાનું આનંદસ્વરૂપ, પૂર્ણાનંદ જ્ઞાયકભાવ, ધ્રુવ ઉપાદેયપણે અનુભવમાં આવ્યો છે તેને રાગાદિ પરદ્રવ્ય, પર્યાય આદિ (ના હૈયપણાનું યથાર્થ જ્ઞાન થાય છે). અહીં પર્યાયને પણ પરદ્રવ્યમાં ગણવામાં આવી છે. (જોકે) નિર્ણય કરે છે પર્યાય; પણ પર્યાયનો વિષય જ્ઞાયક-ત્રિકાળી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ છે. એનું જ્ઞાન જેને થયું હોય (તેને) તેના ઉપાદેયપણાનું જ્ઞાન થયું હોય છે, અને એને (જ) પદ્રવ્ય એટલે પર્યાય (ના હેયપણાનું જ્ઞાન યથાર્થ થાય છે). આહા.... હા! પર્યાય (માત્ર) પરદ્રવ્ય છે! રાગ-વ્યવહાર એ તો પરદ્રવ્ય, ક્યાંય રહી ગયા! અને નિમિત્ત પરદ્રવ્ય (એ પણ) ક્યાંય રહી ગયું!
આ હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.” હેય એટલે ત્યાગ અને ગ્રહણ એટલે ઉપાદેય. આ રાગનો ત્યાગ અને સ્વરૂપની ઉપાદેયતા અર્થાત્ સ્વરૂપનું ગ્રહણ એટલે કે ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે. આ ૫૦મી ગાથામાં સ્વરૂપનું કથન છે.
ઘણી સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ તો ધીરાનાં કામ છે! આમ તો નવમી રૈવેયકે ગયો, પંચ મહાવ્રત ધારીને સાધુ થયો, નિરતિચાર-અંશે પણ અતિચાર નહીં, એવાં વ્રત (પાળ્યાં) છતાં મિથ્યાષ્ટિ ! કારણ કે (તેને) અંદરમાં ઊંડે ઊંડે એ રાગના અંશની ઉપાદેયતા (વર્ત) છે. કેમકે, તેની દષ્ટિ ત્યાં (રાગ ઉપર) પડી છે ને....! સમજાણું કાંઈ ? અને સમ્યગ્દષ્ટિને (તો પર્યાયમાત્ર હેયપણે ભાસે છે).
આહા.... હા ! કહ્યું ને..? શ્રેણિક રાજાએ માથું ફોડયું કે ગમે તે (રીતે) મરણ કર્યું ને....! પણ એ રાગધારા (છે, એનાથી) ભિન્ન જ્ઞાન(ધારા) છે. “રાગ” એ પરદ્રવ્યનો દોષ છે. એ દોષ સમકિતનો નથી, ચારિત્રદોષ છે. ચારિત્ર-દોષથી શ્રદ્ધા-સમ્યગ્દર્શનમાં કોઈ દોષ લાગતો નથી ! કારણ કે બન્ને ગુણ ભિન્ન છે. (જો ચારિત્ર-દોષથી) સમ્યગ્દર્શનમાં દોષ લાગે, તો ચારિત્ર પૂર્ણ થાય ત્યારે સમ્યકત્વ (પૂર્ણ) થાય; પણ એવી તો (વસ્તુસ્થિતિ ) નથી! ચારિત્ર પૂર્ણ થાય ત્યારે સમ્યગ્દર્શન પૂર્ણ થાય એમ તો બનતું નથી ! (પ્રથમ સમ્યકત્વ પૂર્ણ થાય છે.)
ગોમ્મસાર” માં કહ્યું છે: અવિરત (અવ્રતી) સમ્યગ્દષ્ટિ છે, તે ઇન્દ્રિયથી (ઇન્દ્રિયોના વિષયથી) અને હિંસાદિથી વિરક્ત નથી. “એ હજુ વિરક્ત નથી” એ કઈ અપેક્ષાએ? કે એ આસક્તિની અપેક્ષાએ વિરક્ત નથી. બાકી સમ્યગ્દર્શનની અપેક્ષાએ તો તે ઇન્દ્રિયોથી વિરક્ત છે!
સમયસાર' ગાથા-૩૧ (માં તો એમ કહ્યું છે કે:) “નો રૃરિયે નિત્તા [[સાવાધિયું HUરિ ગાવું.” જેણે ઇન્દ્રિયો જીતી છે. જીતીનો અર્થ શું ? કે દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય અને ઇ વિષય (એ ત્રણેયને જીતી છે). ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થમાં ભગવાનની વાણી (પણ આવી જાય છે, એમ) કહીએ છીએ તો બિચારા લોકોને આકરું પડે છે કે તમે ભગવાનની વાણીને ઇન્દ્રિયનો (વિષય) કહો છો ? અહીં તો (એને પણ ) ઇન્દ્રિયમાં નાખી છે. ચાહે તો જડ ઇન્દ્રિય હોય, ચાહે તો ભાવેન્દ્રિય હોય, ચાહે તો ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થ હોય-ભગવાનની વાણી વગેરે હોય-એ ત્રણેયને ઇન્દ્રિય કહી છે. એ ત્રણેય ઇન્દ્રિયને જીતવી, “નો વિયે નિગિતા” ઇન્દ્રિયને જીતવાનો અર્થ કેઃ પરતરફનું લક્ષ છોડીને, સ્વ અતીન્દ્રિય આત્માની દષ્ટિ કરવી, અનુભવ કરવોએને (અહીં) ઇન્દ્રિયને જીતી, એમ કહેવામાં આવે છે.
અને “ગોમટસાર” માં જે કહ્યું કે: “સમકિતી ઇન્દ્રિયોથી વિરક્ત નથી” તે (વાત) આ નથી. સમકિતી ઇન્દ્રિયોમાં આસક્ત તો છે. એને રાગ પણ છે, વિષયવાસના પણ થાય છે, લડાઈ પણ થાય છે. સમકિતીને, ક્ષાયિકસમકિતીને લડાઈ ?! તીર્થંકર-શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ-ચક્રવર્તી, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન અને ક્ષાયિક સમકિતી, એને ૯૬ હજાર સ્ત્રીઓના ભોગ અને લડાઈ ! આહા... હા ! જરી રાગ હોય છે. પણ (તેઓ) એ રાગને કર્મધારા જાણીને, (સ્વના ગ્રાહક છે. તે તો એને (રાગને).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૭ હેય તરીકે જાણે છે. એનાથી મને લાભ છે ને.... મારામાં છે, એમ (તેઓ) જાણતા નથી. આહા.... હા ! હવે આ અંતર કોને ખબર પડે? ભારે મુશ્કેલી!
“સમયસાર નાટક' માં તો બનારસીદાસે તો એમ કહ્યું કે: એવા સમકિતીને અમારી વંદના છે. “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હેંકે ઘટ, સીતલ ચિત્ત ભય જિમ ચંદન, કેલિ કરૈ સિવ મારગમેં, જગ માહિં જિનેસુર કે લઘુ નંદન. સત્યસરૂપ સદા જિલ્ફકે, પ્રગટયો અવદાત મિથ્યાતનિકંદન. સાંતદસા તિÇકી પહિચાનિ, કર કર જોરિ બનારસિ વંદન.” કર જોડીને બનારસીદાસ વંદન કરે છે. સમ્યગ્દષ્ટિની સ્તુતિ (મંગલાચરણનું કુટું પદ) છે. રાગથી ભિન્ન જ્યાં ભેદજ્ઞાન કર્યું, જે રાગમાં આકુળતા હતી તેનાથી અનાકુળ ભગવાનનું ભેદજ્ઞાન થયું ત્યાં જેમ ચંદન શીતળ છે તેમ શાંતિ (અર્થાત્) અકષાયનો અંશ પ્રગટ થયો. (તે) “કેલિ કરે સિવ મારગમેં, જગમાંહિ જિનેસુરકે લઘુ નંદન.' આ વાત સમકિતી-ચોથા ગુણસ્થાનની છે. પોતાનો આત્મા અબંધસ્વરૂપમાં કેલિ કરે છે. અંદરમાં એકાગ્ર છે ને ! ભલે (એક અંશમાં) રાગ હોય. સત્યસરૂપ સદા જિન્હેંકે, પ્રગટ્યો અવદાત મિથ્યાત-નિકંદન.' અહીં તો મિથ્યાત્વનો નાશ કર્યો. સાંતદસા તિવ્કી પહિચાનિ, કર કર જોરિ બનારસિ વંદન.' એટલું માહાભ્ય લીધું છે!
મિથ્યાદષ્ટિ નવમી રૈવેયક ગયો. નિરતિચાર વ્રત પાળ્યાં. હજારો રાણીઓ છોડી. કઈ વાર બાળબ્રહ્મચારી રહ્યો, અનંતવાર પણ રહ્યો. (પણ) એમાં શું થયું? એ તો બહારની ક્રિયા છે.
આ અંતર વસ્તુ જે ચૈતન્યઘન પ્રભુ; એનું જ્યાં અંતરમાં દષ્ટિ કરીને, રાગથી ભિન્ન થઈને ભાન થયું, ત્યાં એ સમ્યગ્દષ્ટિને વાસ્તવમાં રાગ હેય છે. (એને) એનું (રાગનું) યથાર્થ જ્ઞાન થાય છે અને એને કર્મધારાનું (પણ) વાસ્તવિક જ્ઞાન થાય છે. આહા... હા! સમજાય છે કાંઈ? (વિષય) સૂક્ષ્મ તો છે, પ્રભુ! શું કરે? માર્ગ તો આવો છે! સમ્યગ્દર્શન થયું ત્યાં ભવનો અંત આવી ગયો. ભવનો છેદ થઈ ગયો. કારણ કે, વસ્તુમાં ભવ અને ભવના કારણનો અભાવ છે, તેથી જ્યાં વસ્તુની દષ્ટિ થઈ ત્યાં ભવનો છેદ થઈ ગયો. એ (સમકિત) વિના (કોઈ રીતે નિસ્તાર નથી) !
“સમયસાર નાટક' માં તો ત્યાં સુધી કહે છે કે-એ (સમકિતી) ચાલે છે તો પણ સમાધિ છે. મૌન છે એ સમાધિ છે. બોલે છે એ સમાધિ છે. કારણ કે, (રાગને) હેયરૂપે જાણે છે; તેથી એને રાગનું સ્વામીપણું નથી. એ કારણે કહે છે કે, એને રાગ આવે છે તો પણ સમાધિ છે. રાગની નહીં પણ રાગથી ભિન્ન રહે છે તેથી અંતરમાં એને સમાધિ છે. આહા... હા! ચાલે છતાં અડોલ છે! રાગ થાય છે છતાં અંદર સમાધિ છે. સમકિતી ગૃહસ્થાશ્રમમાં વસો કે બહાર જંગલમાં વસો, એ તો પોતાનામાં જ વસે છે.) પોતાના શાંત સ્વભાવના સ્વાદમાં, ક્યાંય રાગ આવે તો તેનો સ્વાદ પોતાનો દેખાતો નથી, ઝેર દેખાય છે. જ્ઞાની શુભરાગને પણ ઝેર દેખે છે. કાળો નાગ દેખે છે. “સમયસાર નાટક” માં આવે છે–કાળો સર્પ. સમજાય છે કાંઈ ?
(અહીંયાં કહે છે કે, જેને અંતરમાં જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદઘન, ધ્રુવ, એ સ્વદ્રવ્ય ઉપાદેયરૂપ થાય છે. ઉપાદેય અર્થાત્ આ દ્રવ્ય ઉપાદેય છે એવો વિકલ્પ નહીં, પણ દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે દ્રવ્ય ઉપાદેય થઈ ગયું એમ કહેવામાં આવે છે. આ દ્રવ્ય છે અને હું ઉપાદેય કરું, એવો વિકલ્પ પણ (ત્યાં) નથી. સમજાય છે કાંઈ ? એ તો અહીં પહેલાં મથાળું બાંધ્યું છે: “આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
,,
કથન છે. આહા... હા ! ગજબ વાત છે, પ્રભુ તારી!! તું કોણ છો ? ક્યાં છો ? કેવડો છો ? એ તને ખબર નથી.
હવે, બીજી લીટી: “જે કોઈ વિભાવગુણપર્યાયો છે.” એનું સ્પષ્ટીકરણઃ જે કોઈ વિભાવગુણપર્યાયો છે-વિભાવગુણપર્યાય બધી હોં! ચારેય પર્યાય વિભાવભાવમાં. એટલા માટે વિભાવગુણપર્યાય. “ તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા.” ઉપાદેય અર્થાત્ જાણવાલાયક, ગ્રહણ કરવા લાયક. અહીંયાં ગ્રહવું એટલે જાણવું. સમજાણું ?
પં. ટોડરમલજીએ ( ‘મોક્ષમાર્ગપ્રકાશક' માં ) સાતમા અધિકારમાં કહ્યું છે કેઃ “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે (તેને તો ‘સત્યાર્થ ’ એમ જ છે, એમ જાણવું) અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી ' પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે, એમ જાણવું. એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે.” ગ્રહણનો અર્થ એવો ન લઈ લેવો કે આ ય ગ્રહવાલાયક છે ને આ પણ ગ્રહવાલાયક છે. ગ્રહણ અર્થાત્ જાણવું... બસ ! સમજાણું કાંઈ ?
‘સમયસાર ’ગાથા-૧૨માં એ આવ્યું છેઃ “વવહારàસિવા પુળ ને વુ અપરમે ટ્ઠિવા ભાવે ” ( જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.) જે અપરમભાવમાં (સ્થિત) છે તેને વ્યવહારમાં-પર્યાયમાં અપૂર્ણતા છે, શુદ્ધિ ઓછી છે અને અશુદ્ધતાનો અંશ છે એને ‘તવાત્વ’ જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એવો પાઠ સંસ્કૃતમાં (ટીકામાં) છે. ‘તવાત્વ’ માં ઘણી ગંભીરતા છે. સમય સમયનું જ્ઞાન જાણવા લાયક છે... બસ ! પહેલા સમયમાં શુદ્ધિ એવી (ઓછી ) હતી, અને પછી શુદ્ધિ વધી અને અશુદ્ધિ ઘટી, તેથી તે સમયે તે પ્રકારે જાણવું-ગ્રહણ છે. પર્યાયની ઉત્પત્તિ જ એવી હોય છે, ‘તવાત્વ' જે તે કાળે જાણવા લાયક છે. સમજાય છે કાંઈ ? ( બીજા ) બધા એવો અર્થ કરે છે કે ‘નીચલી દશામાં વ્યવહા૨નો ઉપદેશ ' કરવો. ( પણ ) એવો અર્થ જ નથી. અર્થ કરવામાં ઘણી વિપરીતતા થઈ ગઈ.
અહીંયાં એ કહ્યું કે: “જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ઘનિશ્ચયનયે ) તેઓ હેય છે.” શુદ્ઘનિશ્ચયનયના બળે... આહા... હા ! પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન, એ નિશ્ચયનયનો વિષય, એને અહીં ‘શુદ્ઘનિશ્ચયનયના બળે '... નય તો જ્ઞાનની પર્યાય છે પણ અહીં શુદ્ધનિશ્ચયનયના વિષયને શુદ્ઘનય કહ્યો છે, શુદ્ઘનિશ્ચયનયના બળથી... આહા... હા !
‘ સમયસાર ’ ૧૧મી ગાથામાં કહ્યુંને...! “ વવદારોઽમૂયો મૂયો વેસિવો વુ સુદ્ધળો.” શુદ્ધનય ભૂતાર્થ દેખાડયો. ત્રિકાળ છે એને અમે શુદ્ધનય કહીએ છીએ. ‘વવહારોઽમૂયત્નો’ પર્યાયમાત્ર અભૂતાર્થ છે. ‘ભૂયો વેસિવો વુ સુદ્ધળો.' ભૂતાર્થ... ભૃતાર્થ ત્રિકાળ ભગવાન, શુદ્ધ ધ્રુવ, નિત્યાનંદ પ્રભુ તે જ શુદ્ઘનય છે. નય તો જ્ઞાનનો અંશ છે; અને ભૂતાર્થ છે તે તો એનો વિષય છે. પણ અધ્યાત્મની શૈલીમાં વિષયમાં ભેદ ન પાડતાં એ ભૂતાર્થને શુદ્ઘનય કહ્યો છે. પછી ત્રીજા પદમાં લઈ લીધું: “ સૂયત્વમસ્તિો ઘણુ સમ્માી હવદ્ નીવો.”
4
અહીં (‘નિયમસાર ’ ગાથા-૪૯માં) વ્યવહારનયના કથન દ્વારા (વિભાવગુણપર્યાયોને )
ઉપાદેય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૯ એટલે જાણવાયોગ્ય કહી ગયા હતા, પરંતુ અહીંયાં શુદ્ધનિશ્ચયના બળથી, શુદ્ધનયના બળથી તેઓ ય છે. -કોણ? કેઃ તે ક્ષાયિકસમકિતની નિર્મળ સમકિતપર્યાય તેને અહીં પરદ્રવ્ય, પરભાવ કહીને હેય કહ્યું છે. વ્યવહારરત્નત્રય તો શુભરાગ છે, તે તો હેય છે, એની વાત તો (દૂર રહી) પણ જેમ પરદ્રવ્યમાંથી (સ્વદ્રવ્યની) પર્યાય આવતી નથી તેમ એક સમયની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી.સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, પણ શુદ્ધિની વૃદ્ધિ પારદ્રવ્યમાંથી નથી આવતી. પરદ્રવ્યના લક્ષે નથી આવતી. અને પર્યાયમાંથી પણ નથી આવતી. એ શુદ્ધિની વૃદ્ધિ દ્રવ્યમાંથી આવે છે. પર્યાયમાંથી શુદ્ધિની વૃદ્ધિ આવતી નથી. જેમ (શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ) પરદ્રવ્યમાંથી નથી આવતી તેમ પર્યાયમાંથી (પણ) આવતી નથી તેથી એ પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું. આહા.... હા ! આવી ઝીણી વાતો છે! વસ્તુની સ્થિતિ અંદરમાં તો એવી છે! ગહન... ગહન વિષય છે!
એ શુદ્ધનિશ્ચયનયના બળથી તેઓ ય છે. એ ચાર ભાવ છે તે હેય છે. ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ એ પણ હેય છે. કારણ કે ચારે ય ભાવને વિભાવભાવ કહ્યા છે.
ત્યાં, “પંચાસ્તિકાય' ગાથા-પટમાં ચાર ભાવને કર્મજનિત (કૃત) કહ્યા છે. ત્યાં પછી લઈ લીધું કે જો કર્મજન્ય હોય તો આત્માએ શું કર્યું? તો કહે છે કે વિકારભાવ છે તો આત્માના જ અજ્ઞાનથી. એ કાંઈ કર્મથી થયા નથી. પણ કર્મના લક્ષથી-નિમિત્તથી ઉપાધિ થઈ છે. તે કારણે એમ કહેવામાં આવે છે કે ચાર ભાવ નિમિત્તથી થયા.
અહીંયાં ચાર ભાવને હેય કહ્યા છે. ક્ષાયિકસમકિતને પણ હેય કહ્યું છે. જિજ્ઞાસા: કેવળજ્ઞાનને પણ હેય કહ્યું છે?
સમાધાન: કેવળજ્ઞાન તો અત્યારે છે જ નહીં એટલે મેં ન કહ્યું. બધી વાત ખ્યાલમાં છે. (અહીં) કેવળજ્ઞાન છે નહીં, એટલે શ્રુતજ્ઞાનીને હેય છે; એ તો એક નયથી વિચાર કરવાથી હેય છે, પણ વર્તમાન તો છે નહીં. વર્તમાન તો (જોડણી) ક્ષાયિકસમકિત હોય; ઉપશમભાવ હોય, ક્ષયોપશમસમકિત (હોય); ઔદયિકભાવ હોય, એ તો ઠીક, ઔદયિકભાવ તો વિકાર છે. વર્તમાનમાં તો ક્ષાયિકભાવ થઈ શકતો નથી; પણ એ ક્ષાયિકની જોડણી થઈ શકે છે. ભગવાનના શ્રીમુખે ક્ષાયિકના બે ભેદ આવ્યા છે. એક મૂળ ક્ષાયિક અને (બીજું ) એ જે ક્ષયોપશમ છે તે ક્ષાયિક થવાવાળું છે, પડવાવાળું નથી, એ જોડણીક્ષાયિક. એ જોડણીક્ષાયિકનો અર્થ ભગવાનના શ્રીમુખેથી આવ્યો છે. ક્ષાયિક તો ક્ષાયિક જ છે. પણ જેને ક્ષયોપશમ (એવા પ્રકાર હોય તેને જોડણીક્ષાયિક કહેવામાં આવે છે ).
પ્રવચનસાર' ગાથા-૯ (ની ટીકામાં) અમૃતચંદ્રાચાર્ય કહે છે કે અમને મિથ્યાત્વનો નાશ, આગમકૌશલ્યથી અને આત્મજ્ઞાનથી થયો છે. તેથી મિથ્યાત્વ ફરીથી ઉત્પન્ન થશે જ નહીં. છે તો ક્ષયોપશમ સમકિતી. ફેર પડશે નહીં. એવો પાઠ છે. પણ પ્રભુ! તમે તો છદ્મસ્થ છો. ભગવાનનો વિરવું પડ્યો છે. હજાર વર્ષ પછી થયા અને ભગવાન પાસે તો કુંદકુંદાચાર્ય ગયા હતા. તમે તો ગયા નહોતા. (પણ કહે છે અમારો આત્મા પોકાર કરે છે!
(“સમયસાર”) ગાથા-૩૮માં છે. એમાં (પણ) એમ લીધું છે કે અમને જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું તે ક્યારે પણ પડશે નહીં! કેમ? કે-અમારો આત્મા પોકાર કરે છે. આ તો ક્ષયોપશમ (સમકિત) છે એ ક્ષાયિક લેશે. આહા.... હા ! અમારા આત્માની સાક્ષી છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
આહા... હા! આખો દરિયો ભર્યો પડયો છે! “સમયસાર”, “પ્રવચનસાર', નિયમસાર”, “પંચાસ્તિકાય”, “ગોમ્મદસાર” -કોઈ પણ શાસ્ત્ર લ્યો, અંદર ગંભીર ભાવ ભર્યા પડયા છે!
એમણે (અમૃતચંદ્રાચાર્ય) કહ્યું. શું કહ્યું? (કે-) અમને મિથ્યાત્વ નહીં થાય, એમ કહે છે કે બિલકુલ નહીં થાય. અમે ક્ષયોપશમમાંથી ક્ષાયિક લેશું, લેશું ને લેશું જ. અમારો અપ્રતિત ભાવ છે, એમ કહે છે. આહા.. હા. હા! (આ વાત) ઘણી ગાથાઓમાં આવે છે.
અહીંયાં તો કહે છે કે એ ક્ષયોપશમભાવ છે એ પણ હેય છે. ક્ષયોપશમમાં એવો નિર્ણય થયો છે કે, અમે પડવાવાળા નથી. (આ ક્ષેત્રે) અત્યારે તો ક્ષાયિક તો છે નહીં. ભગવાન પાસે જાય તો ક્ષાયિક થાય છે. (તે પણ ) અહીંના જીવને તો થતું નથી; ત્યાં (વિદેહક્ષેત્રના) જીવને થાય છે. કુંદકુંદઆચાર્ય (ભગવાન પાસે તો) ગયા પણ એમને (ક્ષાયિક) થયું નહીં. પણ આ ભાવ થયો હતો. અમને જે મુનિપણું આવ્યું, એ ચારિત્ર તો દેહના અંત સુધી રહેશે. સ્વર્ગમાં જશે ત્યાં ચારિત્ર રહે નહીં. પણ અમને જે સમ્યગ્દર્શન છે અને સમ્યજ્ઞાન છે તે તો અપ્રતિહત છે, એ તો ક્ષાયિક લઈને કેવળજ્ઞાન લઈને રહેશે ને રહેશે ! આહા. હા! આવી વસ્તુસ્થિતિ, બાપુ! સમજાય છે કાંઈ ? અહીંયાં તો એ ભાવને પણ હેય કહ્યા! આહા. હા! સંતો કેવળજ્ઞાનીના કેડાયતો છે, ( એવા) દિગંબર સંતોની વાણી તે તો અંતરમાંથી આવી છે. પણ એ વાણીનો મર્મ સમજવો ઘણો કઠણ, પ્રભુ! એ વાણી તો વાણી છે, જડ છે, એ (કંઈ) ચેતન નથી. એ હેય છે. પણ એ હેયનું જ્ઞાન પણ સ્વરૂપના અનુભવીને થાય છે.
હું શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ છું, એવું સ્વરૂપનું જ્ઞાન છે, ત્યાં (સાચું) જ્ઞાન છે. શુદ્ધો:૬, વૃદ્ધS૬. શુદ્ધ છું. બુદ્ધ છું. ઉદાસીન છું. હું ત્રિકાળ એવો છું અને સર્વ જીવ, સર્વ કાળ અંદરમાં એવા જ છે. એના ઉપર વ્યાખ્યાન થઈ ગયાં છે. (“સમયસાર) બંધ અધિકાર અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે છે અને “પરમાત્મ પ્રકાશ” માં (પણ) છેલ્લે છે; એમ (આ વાત) ત્રણ ઠેકાણે છે. હું ઉદાસીન છું, જ્ઞાયક છું અને સર્વ જીવ એવા જ છે. વસ્તુતઃ સર્વ જીવ એવા જ છે. અભવ્ય જીવ પણ એવા છે. પર્યાયમાં ભલે એને પ્રગટ ન હોય; પણ અમે તો બધા જીવને ભગવાન સ્વરૂપ જાણીએ છીએ. સર્વ જીવ સર્વ કાળ ( એવા જ છે ). કેમકે અમારી પર્યાયદષ્ટિ છૂટી ગઈ અને દ્રવ્યદૃષ્ટિ થઈ તેથી અમે તો પરને પણ દ્રવ્યદૃષ્ટિથી જોઈએ કે, તે (બધા) ભગવાનસ્વરૂપે જ છે. પર્યાયમાં ભૂલ હોય તો ભલે હોય એની પાસે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો બહુ કઠણ વાત છે–ચારે ભાવને ય કહ્યા ! ક્ષાયિક(જ્ઞાન), કેવળજ્ઞાનથી નીચે (વાળાને) નથી. પણ (ક્ષાયિક સમકિત તો નીચે(ના ગુણસ્થાનમાં પણ છે). ચોથે, પાંચમ, છઠ્ઠ ક્ષાયિકસમકિત છે અને ક્ષાયિકસમકિતી શ્રેણી ચઢે છે કોઈ ઉપશમ શ્રેણી પણ ચઢે છે. કોઈ ક્ષાયિકસમકિતી હોય અને શ્રેણી ઉપશમ ચઢે તો પાછા પડી જાય પણ સમકિતથી ન પડે અને ક્ષાયિકસમકિત હોય અને ક્ષપક શ્રેણી ચઢે તે તો કેવળજ્ઞાન લે પણ ક્ષાયિકસમકિત હોય અને ઉપશમ શ્રેણી ચઢે ત્યાં પુરુષાર્થની સ્થિરતાની મંદતા છે તેથી તે ઉપશમ શ્રેણી ચઢે તો પાછો પડશે, અને જે ઉપશમ શ્રેણીમાં મરી જશે તો સર્વાર્થસિદ્ધિમાં જશે. સમજાણું કાંઈ ?
(અહીં) તો કહે છે કે-ઉપશમ હોય કે ક્ષાયિક હોય, ( એ હેય છે.) આહા. હા! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ તો ઉદયભાવ છે તે તો હેય જ છે. પંચમહાવ્રતાદિના વિકલ્પ આવે છે તે પણ છે તો હેય. જ્યારે ક્ષાયિક-ઉપશમભાવ હેય છે તો ઉદયભાવની વાત શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૧ કરવી ? સમજાય છે કાંઈ? (પહેલાં જે ક્ષાયિક આદિને) ઉપાદેય કહ્યું હતું તે શુદ્ધનિશ્ચયનયના બળથી હેય છે. આપ ક્યા કારણથી (તેને) હેય કહો છો? એની કોઈ દલીલ કે જાય છે કે નહીં? તે વિશેષ કહેવામાં આવશે....
પ્રવચન: તા. ૫-૨-૧૯૭૮ નિયમસાર' ગાથા-૫૦. ટીકા. ફરીને થોડું લઈએ. “આ હેય-ઉપાદેય અથવા ત્યાગગ્રહણના સ્વરૂપનું કથન છે. જેને પર્યાયનું જ્ઞાન જ નથી કે “પર્યાય છે જ નહીં” એને તો દ્રવ્યનું પણ જ્ઞાન યથાર્થ થતું (જ) નથી. (અહીં) હેય-ઉપાદેય બેનો ભેદ બતાવ્યો ને..? “છે” અને “હેય” પણ ચીજ છે ને...! આત્માની પર્યાયમાં ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ બધી પર્યાયો છે” , તે વ્યવહારનયથી છે! આહા.... હા! સૂક્ષ્મ વાત છે, ભગવાન! વ્યવહારનયથી એટલે પર્યાયદષ્ટિથી એ (પર્યાયો) છે અને પર્યાયમાં વિકાર પણ છે. એટલું જ્ઞાન જેને નથી તેને ત્રિકાળી જ્ઞાયકભાવનું જ્ઞાન સાચું હોતું નથી ! “છે” એટલે આશ્રય કરવા લાયક છે, એમ નથી. સમજાણું કાંઈ ? તેથી બે શબ્દ વાપર્યા છે ને...! હેય-ઉપાદેય. અહીં પર્યાયભાવ હેય છે. એ આશ્રય કરવા લાયક નથી. આહા. હા! ઉદય, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ચાર ભાવ છે, એ વ્યવહારનયનો વિષય છે. (એ) જ્ઞાન જેને નથી તેને તો દ્રવ્યનું પણ જ્ઞાન યથાર્થ નથી, અર્થાત્ (ત્યાં) નિશ્ચયાભાસ થઈ જાય છે. વેદાંત છે ને.! તે પર્યાયને માનતા જ નથી. તે કારણે અહીં હેય-ઉપાદેય-એ બે વાત લીધી છે. “પર્યાય” હેય કરવા લાયક છે. પર્યાયમાં વિકાર પણ છે અને નિર્વિકારી પર્યાય પણ ઉત્પન્ન થાય છે. (જો) એ છે જ નહીં તો એને હેય કેવી રીતે ? હેય કોને કરવું? સમજાય છે કાંઈ ?
એ તો કાલે કહ્યું હતું ને કે-અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડું છે એવું પરપદાર્થનું જ્ઞાન પણ સાચું કોને થાય છે કે જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન હોય તેને સ્વરૂપ અર્થાત્ ત્રિકાળી જ્ઞાયકભાવ; જેમાં ચાર ભાવ નથી.
આ “શુદ્ધભાવ' અધિકાર છે ને...! એ “શુદ્ધભાવ” ત્રિકાળીધુવને જ કહ્યો છે, આ શુદ્ધભાવ” પર્યાયની વાત નથી. એ “શુદ્ધભાવ” -પરમજ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, પરમપરિણામિકભાવ; જેમાં “પર્યાય” છે જ નહીં! “પર્યાય' પર્યાયમાં છે! (પરંતુ) એવી જો પર્યાય” પર્યાયમાં છે જ નહીં, વિકૃત અવસ્થા છે જ નહીં અને નિર્મળ અવસ્થા છે જ નહીં, તો (એ નિર્ણય કર્યો કોણે?) એ નિર્ણય કરવાવાળી તો પર્યાય છે. સમજાણું કાંઈ?
આહા... હા! અંતર ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ ધ્રુવ; એમાં તો ક્ષાયિકપર્યાય પણ નથી. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-અનંત ચતુષ્ટય, એ પણ વસ્તુમાં નથી. એ તો પરમપરિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ-એ સમ્યગ્દર્શનનો વિષય- એનો આશ્રય કરવાથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે, એના આશ્રયથી શુદ્ધિ ટકે છે, એના આશ્રયથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એના (જ) આશ્રયથી શુદ્ધિની પૂર્ણતા થાય છે. –આ એક જ સિદ્ધાંત! (પછી) ભલે મોક્ષમાર્ગથી મોક્ષ થયો એમ કહ્યું; પણ એ “મોક્ષમાર્ગથી મોક્ષ થયો’ એ તો વ્યવહાર થયો. ખરેખર તો ત્રિકાળી પરમસ્વભાવભાવની દષ્ટિ અને અનુભવ થાય, આશ્રય થાય તો સમકિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર – પ્રવચન નવનીત: ભાગ-૨ મોક્ષમાર્ગ-થાય છે. મોક્ષમાર્ગ પણ એ ધ્રુવના આશ્રયે થાય છે અને મોક્ષ પણ ધ્રુવના આશ્રયે થાય છે. નિશ્ચયમોક્ષમાર્ગ હોં! વ્યવહારમોક્ષમાર્ગ એ કોઈ વસ્તુ જ નથી. એ તો વિકલ્પ છે. એ કોઈ માર્ગ છે જ નહી. પણ નિશ્ચયમોક્ષમાર્ગ જે સત્યમાર્ગ છે. (–એ પણ), જે પરમપારિણામિક સ્વભાવભાવ, અતિરૂપસંબંધ, મહાપ્રભુ, ચૈતન્યામૃત, ચૈતન્યના અમૃતના પૂરથી ભરેલો ભગવાન, અનંત ચતુષ્ટયની શક્તિ-સામર્થ્યથી–બળથી-સ્વભાવથી ભરેલો ભગવાન (છે) –એમાં (નથી)! (એમાં) તો ચારે ભાવો ય નથી !
એક ભાઈએ કરણાનુયોગ ઘણું વાંચ્યું છે એમાંથી એમ કહે છે કે જુઓ-લબ્ધિથી આ (સમકિત) થાય છે. પણ ત્યાં લબ્ધિ છે એ શુભભાવ છે અને શુભભાવથી અંદર (સમકિત) થાય છે (એમ ખરેખર નથી). અરે ભગવાન! જે પાંચ લબ્ધિ છે તેને તો અહીં ક્ષયોપશમભાવમાં નાખી છે, અને (કહે છે કેઃ) એ ક્ષયોપશમભાવ વસ્તુમાં નથી. અરે.... રે! જેમાં (જે) નથી તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન થાય?
| ગોમટસાર” માં કરણલબ્ધિ, દેશનાલબ્ધિ આદિ પાંચ લબ્ધિ આવે છે ને..! પહેલું સમકિત પામતાં પહેલાં પાંચ લબ્ધિ આવે છે. આમાંય (“નિયમસાર) ગાથા-૪૧ માં આવે છે. આમાં જરી ફેર કર્યો છે. તેમાં જે ક્ષયોપશમ લીધી તેને અહીં કાળલબ્ધિ લીધી છે. બે ઠેકાણે છે. કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ (એ દેશનાલબ્ધિ), ઉપશમલબ્ધિ અને પ્રાયોગ્યતાલબ્ધિ-એ પાંચ લબ્ધિ છે; પણ એ પાંચ લબ્ધિ વસ્તુમાં નથી. એ પાંચ લબ્ધિથી (સમકિત) પ્રાપ્ત થાય એ પણ વ્યવહાર છે. ભાઈ ! આવી વાતો છે !!
મુંબઈમાં કરણાનુયોગના પ્રશ્ન મૂક્યા હતા-આનું કેમ અને આનું કેમ? પણ ભાઈ ! આ ચર્ચાનો વિષય નથી, વાદનો વિષય નથી, ભગવાન !
(અહીંયાં કહે છે કે, એક સમયની પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હોય કે ચાહે તો સિદ્ધ (દશા) હોય (પણ) એ અંદર પરમસ્વભાવ (ભાવ) નથી.
જિજ્ઞાસા - એ સિવાય આખી ચીજમાં એ પર્યાય છે જ નહીં ?
સમાધાનઃ- એ ચીજ (પરમસ્વભાવભાવ) સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન છે પર્યાય, પણ એ પર્યાય એમાં નથી. એના (પરમસ્વભાવભાવના) આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. પણ કરણલબ્ધિથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે.
અહીં કરણલબ્ધિને ક્ષયોપશમ (ભાવ) માં નાખી છે. બે ઠેકાણે છે. (“નિયમસાર') ગાથા-૪૧ માં છે: કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ અને પ્રાયોગ્યતાલબ્ધિ-એ ભેદ ક્ષયોપશમભાવના છે. એ આત્મામાં નથી. અને બીજે ઠેકાણે ગાથા-૧૫૬માં છે: TIMનીવા ||||— TIMવિરું હવે નવ્વી તન્હા વનયવિવાવું સT૫૨મહિં વgિgો–એમાં (ટકામાં) પણ લબ્ધિ પાંચ લીધી છેઃ કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે (લબ્ધિ) પાંચ પ્રકારની છે. આહા... હા! શું કહેવું છે? (એમ કહેવું છે) કે એ કરણલબ્ધિ અને દેશનાલબ્ધિ પણ હેય છે. એમ આવ્યું.... ને, ભાઈ ! કાળલબ્ધિ અહીં ક્ષયોપશમ છે ને...! પાંચ લબ્ધિમાં એ ક્ષયોપશમલબ્ધિમાં અહીં કાળલબ્ધિ લીધી છે. જે સમયે જે થવાનું હશે તે થશે” એ કાળલબ્ધિ. અહીંયાં એ ક્ષયોપશમભાવમાં લીધી છે. છતાં એ કાળલબ્ધિ વસ્તુમાં નથી. (વળી આચાર્યદવ ફરમાવે છે કે:) વચનવિવાદ સમયો અને પરસમયો સાથે કરીશ નહીં, ભાઈ ! પ્રભુ ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૫૩ તો અંતરની ચીજ છે. તને વાદવિવાદ નહીં સમજાય. વાદવિવાદ સ્વસમયો સાથે કરીશ નહીં અને પરસમયો સાથે કરીશ નહીં. કેમ ? એ (વાદવિવાદની ) મનાઈ છે.
ત્રિકાળી દ્રવ્ય તે જ પરમપરિણામિક પ્રભુ, પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન, પૂર્ણશક્તિનો ભંડાર; જેના ઉપર નજર કરવાથી, અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આહા... હા ! એ ચીજનો તો ખ્યાલ નથી અને બહારની ચીજમાં આમ કરો ને આમ કરો ને આ કરો. ભાઈ ! ભગવંત આ વાત તો એવી છે ! તારી ચીજ એવી છે કે એક સમયની જેટલી પર્યાય છે-કેવળજ્ઞાન, કેવળદર્શન અને કરણલબ્ધિ એ પણ (પર્યાયની જાત છે, તારી જાત નથી). તેથી ( ત્યાં) (કરણલબ્ધિથી) માંડીને કેવળજ્ઞાન (સુધી) ની બધી પર્યાયો હેય છે, ( એમ કહ્યું છે, પણ કોને? “હેય” નું જ્ઞાન કોને યથાર્થ થાય છે? એમ કહે છે.
આ તો ગંભીર (વિષય) છે, ભગવાન! આ દિગંબર સંતોની વાણી કોઈ સાધારણ નથી. આ તો કેવળજ્ઞાનના કેડાયતોના (અંતર) અનુભવમાંથી આ વાત આવી છે. આહા.... હા !
આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણ (ના સ્વરૂપનું કથન છે ).” પર્યાયનો ત્યાગ અને વસ્તુનું ગ્રહણ. આહા... હા! પરના ત્યાગ અને ગ્રહણથી ભગવાન શૂન્ય છે. ભગવાન એટલે આત્મા. ભગ=લક્ષ્મી-જ્ઞાન-આનંદવાન (=વંત) =ભગવાન. એ જ્ઞાન અને આનંદનું પૂર પડ્યું છે, એ લક્ષ્મીવાન=આત્મા, એનું નામ ભગવાન કહીએ છીએ.
આહા... હા! સમજાય એટલું સમજવું, પ્રભુ! આ માર્ગ તો અલૌકિક છે, બાપા! આ કાંઈ (ઉપર) ઉપરથી હાથ આવે એવું નથી. આ તો અંદર મહામોટો ભગવાન પડ્યો છે. !
હેયનું જ્ઞાન અને ત્યાગનું જ્ઞાન. અહીં બે શબ્દ છે ને..! હેય કહો કે ત્યાગ કહો, અને ઉપાદેય કહો કે ગ્રહણ કહો (એકાર્થ) છે). જેને અંતરમાં-પર્યાયમાં (એવી માન્યતા છે કે) પર્યાય બિલકુલ છે જ નહીં, અને પર્યાયમાં વિકાર છે જ નહીં, એને તો વ્યવહારજ્ઞાન પણ સાચું નથી.
અહીં તો જેને વ્યવહારજ્ઞાન સાચું છે. કોને? કે જેને ભગવાન પૂર્ણાનંદ, પરમપરિણામિકસ્વભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, પર્યાયથી રહિત ભાવનો પર્યાયમાં અનુભવ થયો, (અર્થાત ) પર્યાયથી રહિત ભાવને પર્યાયમાં અનુભવમાં લીધો, ( તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે).
આહા.... હા! આવી વાત છે, પ્રભુ ! તારું ભગવંતસ્વરૂપ છે, નાથ ! તું નાનો નથી. (૮) સિદ્ધ સદશ છો ! એ ગાથા આવી ગઈ ને.! સિદ્ધ સદેશ પર્યાય સદેશ નહીં પણ સિદ્ધ સદેશ. જેવો સ્વભાવ સિદ્ધનો છે એવો તારો દ્રવ્યસ્વભાવ. (“સમયસાર નાટક” માં) આવે છે ને...!
ચેતનરૂપ અનૂપ અમૂરતિ, સિદ્ધસમાન સદા પદ મેરી. મોહ મહાતમ આતમ અંગ, કિયો પરસંગ મહા તમ ઘેરી. ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહીં ગુન નાટક આગમકરી. જાસુ પ્રસાદ સર્વે સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરો.”
આહા... હા! આ ઘટ (શરીર) માં-માંસ ને હાડકાં-એમાં રહેવું, ભગવાન! કલંક છે. “ગધેડાંના સડલા ચામડામાં મેસૂબ'! એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી, એને મેસૂબ કહે છે અને એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી એને શક્કરપારા કહે છે.
સકરકંદ (કરિયા) ની છાલને ન જુઓ તો એ સાકરની મીઠાસનો પિંડ છે, તેમ પર્યાયને ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નવનીતઃ ભાગ-૨
૫૪
જુઓ તો અંદર આત્મામાં પૂર્ણાનંદ-અખંડાનંદ ભર્યો છે. આહા.. હા. સમજાય છે કાંઈ ?
ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ તો ઘણો સૂક્ષ્મ છે. આ પૈસાવાળા અબજોપતિ ને ધૂળપતિ બધા બિચારા દુ:ખી છે. ‘કળશ ટીકા’ માં શબ્દ છે- ‘વાકા ’. વાકા અર્થાત્ રાંકા-ભિખારી છે. પોતાની ચીજ ભગવાન (ભગ અર્થાત્ આનંદ ને જ્ઞાન) પૂરણ... પૂરણ... પૂરણ... પૂરણ... પૂરણ વસ્તુ છે. પ્રભુ! આનંદ અને જ્ઞાન ને શાંતિથી લબાલબ ભર્યો છે. ભગવાન કે જેમાં પોણી સોળ આના નથી એવા ભગવાનનો આશ્રય લેવો અને પર્યાયનો આશ્રય છોડવો. પણ આશ્રય છોડવાનું જ્ઞાન કોને થાય છે? કે, જેણે સ્વરૂપનો આશ્રય લીધો અને જ્ઞાન થયું, એને ‘પર્યાય હૈય છે' એવું યથાર્થ જ્ઞાન થાય છે.
,
આહા... હા! એવી સૂક્ષ્મ વાત છે. આમાં તો કાઢે એટલું નીકળે, એવું છે! આ તો પ્રભુની વાણી છે. બાપુ! એ કાંઈ સાધારણ-પામરનું કામ નથી. અંદ૨માંથી એ વાત મુનિઓસંતો કરતા હશે અને સર્વજ્ઞ પ૨માત્માના શ્રીમુખેથી દિવ્યધ્વનિ આવતી હશે, આહા... હા!
શ્રીમદ્દ રાજચંદ્રજીએ ( પત્રાંક-૧૬૬) માં કહ્યું છે કેઃ “સત્પુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” આહા... હા! એક વાકયમાં અનંત આગમ! અસ્તિ-નાસ્તિ, પર્યાય-દ્રવ્ય, શુદ્ધ-અશુદ્ધ આદિ અનેક પ્રકા૨ એમાંથી નીકળે. હૈય-ઉપાદેય ઘણા પ્રકાર એક-એક વાકયમાંથી નીકળે !
-
અહીં શું કહેવું છે? ‘ પર્યાય જ નથી ’ (એવી માન્યતાવાળાને) તો હૈયનું અને ઉપાદેયનું જ્ઞાન પણ સાચું નથી. એ તો નિશ્ચયાભાસી છે. આહા.. હા! પર્યાય છે! વિકૃત અવસ્થા પણ છે! મિથ્યાત્વના કારણે એ રાગની અને પુણ્યની ક્રિયાને હું કરું છું, એમ માનીને તું (પોતાના ) સ્વરૂપદરિયાનું ભાન ભૂલી ગયો છો. રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ પર્યાયમાં છે પણ એટલો જ હું છું એવી પર્યાયબુદ્ધિથી એવું માનીને સંતોષાઈ ગયો કે, મેં દયા પાળી, વ્રત કર્યાં, એવું કર્યું.. એવું કર્યું-એમાં સંતોષાઈ ગયો (તેથી ) એ મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો એ છે એને જાણવું; પણ છે એમાં સંતોષાઈ જવું કે-એ ઠીક છે, મને શુભભાવ થયો, આટલું કર્યું.. આટલું કર્યું, બ્રહ્મચર્ય પાળ્યું, મહાવ્રત પાળ્યાં, આમ કર્યું ને તેમ કર્યું તો જે હૈય છે એનું પણ એને યથાર્થ જ્ઞાન થતું નથી.
આહા... હા ! હૈય-ઉપાદેય અને ત્યાગ-ગ્રહણ-બે એક જ છે. જુઓ! ૪૯-ગાથામાં નીચે ફૂટનોટ છેઃ– “ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને કચિત વિભાવપર્યાયો વિદ્યમાન છે' એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે ‘વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. (-જાણવાની અપેક્ષાથી ), ‘તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવક્ષાથી નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય-આલંબન-વલણ-સન્મુખતા-ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં.” સમજાય છે કાંઈ ?
અહીં તો ‘હ્રય ’ પણ છે કે નહીં? −છે. એ હેય જેને હોય તેને હૈય હોય કે ન હોય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૫ હોય ? –પર્યાય છે, રાગ પણ છે, પર્યાયમાં વિકલ્પ પણ છે, રાગ અને ક્ષયોપશમ પણ છે. વળી આગળ જતાં સાધકને તો ક્ષાયિકભાવ પણ થાય છે. પહેલેથી ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમકિત થાય છે. પરંતુ એનો આશ્રય ગ્રહણ કરવા) લાયક નથી. આહા. હા! મોક્ષમાર્ગ છે, પણ એનો આશ્રય કરવા લાયક, ગ્રહણ કરવા લાયક નથી, એમ કહ્યું છે. આહા. હા! ગજબ વાત છે, પ્રભુ !! મોક્ષમાર્ગ છે, પર્યાય છે; પણ એનો આશ્રય ગ્રહણ કરવો, એની સન્મુખતાથી લાભ થાય-એવી વસ્તુની સ્થિતિ નથી! આહા... હા! સમજાય છે કાંઈ ! થોડું કઠણ (તો) છે, ભગવાન ! પણ વસ્તુ તો આ છે!
(અહીં ) કહે છે કેઃ “આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.” “જે કોઈ વિભાવગુણપર્યાયો છે”. અહીંયાં તો કેવળજ્ઞાનને પણ વિભાવગુણપર્યાય કહે છે. તો પછી કરણલબ્ધિ હેઠે અધઃકરણ, અપૂર્વકરણ (અને) અનિવૃત્તિકરણ આવે છે ને..! એની તો વાત ક્યાંય રહી ગઈ. એના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે, એવું નથી. જે ક્ષાયિકસમકિત થયું-સ્વના આશ્રયે હોં! આશ્રય તો સ્વનો (છે) –એ ક્ષાયિકસમ્યકત્વનો પણ આશ્રય લેવો, એમ નથી. કારણ કે પર્યાયનો આશ્રય લેશે તો વિકલ્પ ઉત્પન્ન થશે. આહા.. હા! ઝીણી વાત છે, પ્રભુ! પરમ સત્ય છે !
આહા... હા! ભગવાન અંદર બિરાજે છે ને...! તે તો ચાર ભાવથી નિરાળો છે! ખરેખર તો (જે) ચાર ભાવ છે તે તો પરમપરિણામિક સ્વભાવને અડતા ય નથી.
-શું કહ્યું? “સમયસાર” ગાથા ૪૯ માં અવ્યક્ત ” ના છ બોલ છે ને..! તેમાંથી પાંચમા બોલમાં આવ્યું ને. કે: “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” (એમાં પહેલો બોલ તો એવો છે કેઃ “છ દ્રવ્યરૂપ લોક જ્ઞય છે, વ્યક્ત છે એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે.” આહા.. હા ! એને અહીંયાં
શુદ્ધભાવ” કહ્યો અને ત્યાં “અવ્યક્ત' કહ્યો. આહા. હા! સમજાણું કાંઈ? થોડું થોડું તો લઈએ છીએ બાપુ! પણ ઝીણું તો છે. શું થાય ? બહારમાં તો આ એટલું બધું ન લેવાય; પણ અહીં હવે સોનગઢમાં તો ચાલે છે ઘણું. ( શ્રોતાઃ) આપે ઘણું સરળ કરી દીધું છે! (ઉત્તર) ભાષા તો સરળ છે, પ્રભુ ! માર્ગ તો એવો જ છે. શું કરીએ ?
અહીંયાં શું કહ્યું? એ મોક્ષમાર્ગની પર્યાય છે તે હેય છે. પણ એ હેય કોને થઈ ? કે, જેને દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તેને. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે દ્રવ્યને ગ્રહણ કર્યું એને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ છે તેને મોક્ષમાર્ગની પર્યાયનો પણ આશ્રય ગ્રહણ કરવો એમ નથી. આહા... હા ! એ કહ્યું ને કે-“વિભાવગુણપર્યાયો.” કેવળજ્ઞાન-ક્ષાયિકભાવ પણ વિભાવપર્યાય છે. (અહીં) વિભાવ એટલે વિકાર, એમ નથી. વિભાવ અર્થાત્ વિશેષ ભાવ. વિકાર પણ વિશેષ ભાવ છે અને ક્ષાયિકભાવ પણ વિશેષ ભાવ છે. જે પરમપરિણામિકભાવ ત્રિકાળી છે તે સામાન્યભાવ છે અને પર્યાયમાત્ર વિશેષભાવ છે. સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસા: વિભાવગુણપર્યાય કહેવાનું તાત્પર્ય શું?
સમાધાન - ગુણપર્યાય-બધી પર્યાય. ગુણની પર્યાય છે તે. તે પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવું છે. સમ્યગ્દર્શન ગુણ, એમ કહે છે ને..! સિદ્ધને આઠ ગુણ પ્રગટયા, એમ કહે છે ને...! શું તે ગુણ છે? ગુણ પ્રગટે છે? ગુણ તો ત્રિકાળ રહે છે. એ તો ભાષા (કથન) છેઃ અવગુણની પર્યાયનો વ્યય થયો ત્યાં ગુણ પ્રગટ થયો, એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ (પણ) ગુણ પ્રગટ થતા નથી. ગુણ તો ત્રિકાળી-ધ્રુવ છે. પ્રગટ થાય છે એ તો પર્યાય છે અને નાશ થાય છે તે પણ પર્યાય છે. ભગવાન (આત્મા) ઉત્પાદ-વ્યયથી ભિન્ન, ધ્રુવ છે. એને અહીં શુદ્ધભાવ કહેવામાં આવ્યો છે. આહા.... હા! શું થાય? એ ‘વિભાવગુણપર્યાય' – ગુણને પણ પર્યાય કહેવામાં આવે છે. એ ગુણનો ભેદ નથી, પરંતુ તે પર્યાયનો ભેદ છે.
આહા. હા! (જે કોઈ વિભાવગુણપર્યાયો છે) “તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે...” એ વિષય ૪ર-ગાથામાં છેલ્લે આવ્યો ને...! “આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (–શુદ્ધનિશ્ચયનય) નથી.” આહા.... હા! (ઉદય-ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક-) ચાર ભાવ આદિ, અરે ! ચૌદ માર્ગણા છે ને...! મતિ-શ્રુત-અવધિ આદિ એવા ભેદ, એ સ્વરૂપમાં નથી. ચૌદ જીવસ્થાન, એ જીવમાં નથી; ચૌદ ગુણસ્થાન, એ જીવમાં નથી; ચૌદ માર્ગણાસ્થાન, એ પણ જીવમાં નથી. –એ જીવ કોણ? આ “શુદ્ધભાવ' , ધ્રુવ, એ જ આત્મા છે. પર્યાયમાં તો વ્યવહાર-અભૂતાર્થ આત્મા થઈ ગયો. સમજાણું કાંઈ ? અહીં ગાથા-૪૨ માં કહ્યું ને..“આ બધાં, તે ભગવાન પરમાત્માને શબ્દનિશ્ચયનયના બળે (-શદ્ધનિશ્ચયનય) નથી-એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે.” પદ્મપ્રભમલધારિદેવે ટીકામાં લખ્યું છે. છેલ્લે જુઓ: "एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मनः शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां સૂત્રકૃતામમિપ્રાય: ”
આહા.. હા ! એને બીજી રીતે કહીએ તો છેલ્લી ગાથા-૧૮૭માં એમ આવે છે ને. : ળિયમીવMITળમિત્ત” કુંદકુંદાચાર્ય કહે છે કે, નિજભાવના નિમિત્તે-મારી ભાવના માટે “મણ pવું ળિયમસારV[[મનુ નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. આહા.. હા ! કુંદકુંદાચાર્ય જે ત્રીજા નંબરે છે- “માં ભવાન વીરો મંHિ નૌતમો 11 મીનં
નૈનધર્મોડસ્તુ મનિમ્ ા એ આચાર્ય એમ કહે છે કે, પ્રભુ! આ શાસ્ત્ર મેં મારી ભાવના માટે બનાવ્યું છે, કાંઈ તમારા માટે નહીં. આહા... હા! છે! “નિયમાવળિમિત્તે મા વં ળિયારામસુવં નિગોવરેલું પુથ્વીવરફ્લોસળિIn [ –પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે.) મેં ત્રણલોકના નાથ તીર્થકરના ઉપદેશને જાણીને આગળપાછળના દોષ રહિત- અવિરોધપણે આગમ કહ્યું છે. આહા. હા ! સમજાણું કાંઇ? છે કે નહીં (પાઠમાં) ? આ શબ્દ બીજે કયાંય આવ્યો નથી. “સમયસાર” ગાથા-૧માં એવું આવ્યું: "वंदित्तुं सव्वसिद्धे धुवमचलमणोवमं गई पत्ते। वोच्छामि समयपाहुडमिणमो સુયોવનીમળિયા” ત્યાં તો પછી ટીકામાં અમૃતચંદ્રાચાર્યે બે અર્થ કાઢયા-કેવળી અને શ્રુતકેવળી. પાઠમાં તો “સુયોવનીમળિય” એવું આવ્યું છે અને “નિયમસાર” ગાથા-૧માં એવું આવ્યું “વનિસુવવનીમળિ”| ગાથા છે ને..! નિ નિમાં વીર
બંતવરાણવંસMદાવો વાચ્છામિ નિયમસાર વનિસુવનીમળિ” અહીં બેય સ્પષ્ટ કરી દીધા છે-કેવળી અને શ્રુતકેવળીથી સીધું સાંભળ્યું છે તે કહું છું. કોઈ કહે છે કે શાસ્ત્રમાં (એવી વાતો કયાંય નથી; પણ કહે છે કે –“વવતિ” અને “સુવતિમવુિં અને (“સમયસાર' માં) એટલું લીધું કે –“સુવતી મળિયા” પણ ટીકામાં તો અમૃતચંદ્રાચાર્ય કેવળી અને શ્રુતકેવળી બેય લીધા છે. અહીં તો કહે છે: “વવતિસુરવનીમળિઃ– મેં કેવળીભગવાનની પાસે સીધું સાંભળ્યું છે અને મેં શ્રુતકેવળી જે બાર અંગના અનુભવી, એ શ્રુતકેવળી પાસેથી સાંભળ્યું છે અને મેં મારી ભાવના નિમિત્તે –“નિયમાવળિમિત્ત મg pવું fજયમસારામસુદ્ર” – (“નિયમસાર” નામનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૭
શાસ્ત્ર કર્યું છે). આહા... હા ! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે: વિભાવગુણપર્યાય તેઓ શુદ્ધનિશ્ચયનયના બળથી-શુદ્ધનયના બળથી એનો અર્થઃ શુદ્ઘનિશ્ચયનયથી- (હૈય છે). શુદ્ધનિશ્ચયનય તે છે તો પર્યાય, નિશ્ચયનય છે તો પર્યાય; પણ અહીં પર્યાયનો વિષય અને પર્યાય બન્નેને એક કરીને શુદ્ઘનિશ્ચયનયના બળથી એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ ? જેમ કાલે કહ્યું હતું ને..!
‘સમયસાર’ ૧૧ મી ગાથા “મૂયો વેસિવો વું સુદ્ધળો”—ભૃતાર્થ તે શુદ્ધનય છે. વવહારો મૂયો”– પર્યાયમાત્ર અભૂતાર્થ છે. “ વેસિવો ૬ સુદ્ધળો” ભૂતાર્થને દેખાડયો શુદ્ધનય, એ ભૂતાર્થને શુદ્ધનય કહ્યો. ‘શુદ્ધનયનો વિષય ભૂતાર્થ’ એમ એકલું ત્યાં ન લીધું. એમ અહીં પણ એવી રીતે જ લીધું. અહીં એમ કહ્યું કે-શુદ્ધનિશ્ચયના બળે, એટલે કે શુદ્ઘનય તો જ્ઞાનની પર્યાય છે પણ એ જ્ઞાનની પર્યાયનો વિષય જે ધ્રુવ-ત્રિકાળી છે એના બળથી... આહા... હા! સમજાય છે કાંઈ ? ઝીણી વાત તો છે, પ્રભુ !
અહીં શું કહ્યું ? કે “ ( જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે ( ૪૯મી ગાથામાં ) વ્યવહારનયના કથન દ્વારા) ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે ) તેઓ હેય છે” આહા... હા! વ્યવહારનયથી કેવળજ્ઞાન છે, સિદ્ધપદ છે. વ્યવહારનયથી સંસારદશા છે, મોક્ષદશા છે. -એ બધો વ્યવહારનયનો વિષય છે. પણ શુદ્ઘનિશ્ચયનના બળે તે બધા પર્યાયો તૈય છે. ઉદયભાવ-વ્યવહા૨૨ત્નત્રયનો વિકલ્પ-તે તો હૈય છે જ; એ તો અસદ્ભૂત છે. પણ જે સદ્દભૂત પર્યાય-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પન્ન થઈ એને પણ અહીંયાં તો (શુદ્ધ) નિશ્ચયના બળે–એટલે કે ત્રિકાળી ભગવાનના આશ્રયના કારણે, ત્રિકાળી ભગવાનના ગ્રહણના કારણે-હૈય કહ્યું છે. સમજાણું કાંઈ ? પહેલાં ખુલાસો થઈ ગયો છે. ઉદયના કેટલાય બોલ, ક્ષયોપશમના, ક્ષાયિકના અને ઉપશમના બોલ કહીને પછી કહી દીધું કે એ બધાં હેય છે.
આહા... હા! ભગવાન પરિપૂર્ણ પ્રભુ, ભગવત્સ્વરૂપ, સાક્ષાત્ જિનસ્વરૂપ છે. (શ્રીમદ્દ રાજચંદ્રજીએ ‘ આપ્યંતર પરિણામ અવલોકન ' – હાથનોંધ ૧/૧૪ માં લખ્યું છે કે–) “જિન સો હી હૈ આત્મા, અન્ય હોઈ સો કર્મ;” અથવા એ (અન્ય છે તે) જિનનું સ્વરૂપ નથી. (તેમજ ‘શ્રીમદ્દ રાજચંદ્ર’ પત્રાંક-૯૫૪માં આવે છે– ) “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, આહા... હા ! નિજપદ અને જિનપદ બન્ને એકસ્વરૂપે છે. એક પર્યાયમાં છે ને એક વસ્તુમાં છે. તે વસ્તુને ઉપાદેય-ગ્રહણ કરવા માટે પ્રથમ દરજ્જામાં પર્યાયમાત્રને ય કહ્યું. પણ ‘હૈય’કોને થાય ? ‘હેય ' નું જ્ઞાન કોને થાય? એ હવે કહે છે કે-જેને શુદ્ધસ્વરૂપ, ધ્રુવ, ભગવાન; પર્યાયમાં દષ્ટિમાં–અનુભવમાં આવ્યો હોય તેને હૈયનું જ્ઞાન યથાર્થ થાય છે.
.
(પર્યાયમાત્ર ) આદરણીય નથી; પણ જ્ઞાન કરવા માટે તો તે ચીજ (પર્યાય ) છે કે નહીં? જ્ઞેય તો છે કે નહીં? - વ્યવહાર' હેયરૂપે જ્ઞેય છે અને ‘નિશ્ચય’ ઉપાદેયરૂપે જ્ઞેય છે. શેય તો બન્ને છે. ‘શેય નથી ’ એમ નથી. તેથી કહ્યું કે : શુદ્ધનિશ્ચયથી (પર્યાયમાત્ર) ય છે. આ તો ગંભીર વાતો, બાપુ! પાર પડે નહીં એવી વાત છે!!
જેને નિમિત્તની દૃષ્ટિ છોડવી છે, રાગ-વ્યવહા૨૨ત્નત્રયના વિકલ્પ-ની દષ્ટિ છોડવી છે, (તેને માટે આ માર્ગ છે). પરંતુ આ (લોકો ) કહે છે કેઃ ‘શુભ કરો. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. વ્યવહાર સુધારો. અશુભથી બચવા શુભ કરો તો શુભથી લાભ થશે.' –બિલકુલ નહીં. એ મિથ્યા શલ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ મિથ્યાદર્શન શલ્ય છે. એ જિનમાર્ગ નથી! આહા... હા! માર્ગ એવો છે, ભાઈ !
અહીં કહે છે કે એ ભાવ (વિભાવગુણપર્યાયો) બધા હેય છે. “શા કારણથી (હેય છે)?” કારણ કે તેઓ પરસ્વભાવો છે.' એ શબ્દ લીધો છે: “પરસ્વભાવો છે.” આહા... હા ! કેવળજ્ઞાન પરસ્વભાવ છે. -કઈ અપેક્ષાએ? –ત્રિકાળી જ્ઞાયકભાવની અપેક્ષાએ પર્યાય (માત્ર) ને પરસ્વભાવ કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ ? “પરસ્વભાવો છે.' લ્યો ! પરદ્રવ્યના ભાવને પરસ્વભાવ કહે, રાગને પરસ્વભાવ કહે (એ તો ઠીક, પણ ) અહીં તો નિર્મળપર્યાયને પરસ્વભાવ કહ્યો ! આવી વાત છે, પ્રભુ!
આહા. હા! ત્રિલોકનાથ ચૈતન્ય, પૂર્ણ ભગવાન-એક સમયની પર્યાયની પાછળ-અંદર બિરાજે છે. એની દષ્ટિ કરવી. એ સિવાય સમ્યગ્દર્શન ક્યારેય થતું નથી. લાખ ક્રિયાકાંડ કરીને મરી જાય... ને, અને જ્ઞાનનો ક્ષયોપશમ કરીને ૧૧ અંગ અને નવ પૂર્વ ભણી જાય, એમાં શું આવ્યું? આહા... હા! અહીં એ પરમભગવાન, પરમસ્વભાવભાવની અપેક્ષાથી પર્યાય માત્રને પરસ્વભાવ કહેવામાં આવ્યા છે.
. વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૬-૨-૧૯૭૮ નિયમસાર' ૫૦-ગાથા. “જે કોઈ વિભાવગુણપર્યાયો છે”- અહીં ક્ષાયિકભાવને પણ વિભાવગુણપર્યાય કહે છે! એક સમયની પર્યાયથી ભિન્ન એવો જે ત્રિકાળી જ્ઞાયકભાવ, પર્યાયને
સ્પર્શતો ય નથી. ઉદય તો રાગ-વિકાર છે એ તો ક્યાંય રહી ગયા. દ્રવ્યસ્વભાવ એવો જ ત્રિકાળી ચૈતન્યરસકંદ, એની અપેક્ષાએ અહીં કહે છે કેઃ ક્ષાયિકભાવ હોય, ઉપશમ હોય કે ક્ષયોપશમ હોય એ બધા પર્યાયો વિભાવગુણપર્યાયો છે.
એ પહેલાં ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા (વિભાવગુણપર્યાયોને) ઉપાદેય અર્થાત્ જાણવા લાયક કહેવામાં આવ્યા હતા. ઉપાદેયનો અર્થ ગ્રહણ કરવો. અને ગ્રહણનો અર્થ જાણવું. આ વિષય “મોક્ષમાર્ગપ્રકાશ' સાતમા અધ્યાયમાં નિશ્ચયાભાસ-વ્યવહારાભાસમાં આવી ગયો છે-વ્યવહારનયને ગ્રહણ કરવા કહ્યું છે ને....! ત્યાં ગ્રહણનો અર્થ જાણવું છે.
અહીં કહે છે: “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે,” એટલે કે ત્રિકાળી શુદ્ધસ્વભાવના નય અર્થાત્ નયનો વિષય, એના બળથી (તેઓ (-વિભાવગુણપર્યાયો) હેય છે.)
નય તો શ્રુતજ્ઞાનનો એક ભાગ છે. શ્રુતજ્ઞાન પ્રમાણ છે. ભાવશ્રુતજ્ઞાન હોં! છે પર્યાય; પણ તે પ્રમાણ છે, અવયવી છે; અને તેમાં નિશ્ચય અને વ્યવહારનય બે અવયવ છે. નિશ્ચયનય પણ એક અવયવ છે અને વ્યવહારનય પણ એક અવયવ છે. પ્રમાણ છે તો
છે તો પર્યાય. જેમાં ત્રિકાળી ભગવાન આત્મા જાણવામાં આવ્યો, ધ્રુવસ્વરૂપ-નિર્વિકલ્પશાંતિમાં-વેદનમાં જાણવામાં આવ્યો, એને અહીં ભાવશ્રુતજ્ઞાન કહ્યું. એ ભાવશ્રુતજ્ઞાન છે પ્રમાણ પણ છે. પર્યાય. નિશ્ચય અને વ્યવહાર એના બે ભેદ-અવયવ છે. એ પ્રમાણના બે ભેદ છે. નય છે તે અવયવ છે અને પ્રમાણ છે તે અવયવી છે. છે તો બેય પર્યાય. સમજાય છે કાંઈ?
અહીં તો શુદ્ધનિશ્ચયનય પણ પ્રમાણનો એક અંશ છે. એ અંશ પણ ત્રિકાળીને પકડે છે.
તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૯ અહીં નિશ્ચયનય કહેવામાં આવ્યો છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
ઘણાં વર્ષ પહેલાં, ૮૩ની સાલ પહેલાંની વાત છે. પ૧ વર્ષ પહેલાં, એક પ્રશ્ન ઊઠ્યો હતો. એક શેઠે એમ કહ્યું કે આ મૂર્તિનું પૂજન તો મિથ્યાદષ્ટિને હોય છે, સમ્યગ્દર્શન થયા પછી મૂર્તિની પૂજા હોતી નથી. ત્યારે (મેં) એમ કહ્યું: ભાઈ! શાંતિથી સાંભળો. નય છે તે શ્રુત(જ્ઞાન) પ્રમાણનો અવયવ છે, ભાગ છે અને નિક્ષેપ છે તે શેયનો ભાગ છે. આ તો અંદરથી વાત આવી હતી. અમે તો (તે વખતે) એમાં (સ્થાનકવાસીમાં) હતા ને તો એ જાણે કે, આ અમારા પ્રમાણે માનશે. (પણ) અમે કોઈ સંપ્રદાયમાં નહોતા. અમે તો હતા તે હતા. એણે કહ્યું કેઃ મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી મૂર્તિપૂજા હોય છે. મેં કહ્યું: જ્યારે શ્રુતજ્ઞાન થાય છે-સમ્યગ્દર્શન થાય છે ત્યારે ત્રિકાળી ધ્રુવસ્વભાવનો અનુભવ-આનંદનો ભાવ આવ્યો.
આનંદનો ભાવ” તે વખતે નહોતો, પણ તે વખતે આ શબ્દ હતો કે જે શ્રુતજ્ઞાન થયું, ત્રિકાળી દ્રવ્યસ્વભાવના અવલંબનથી જે શ્રુતજ્ઞાન થયું તેના બે ભેદ છે-નિશ્ચય અને વ્યવહાર. અહીં એને અવયવ કહ્યા ને..! તેથી જે વ્યવહારનય થયો એ સમકિતીને વ્યવહારનય હોય છે અને એ સમકિતીને નિક્ષેપના-શયના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદ-વ્યવહારનયનો વિષય- “નિક્ષેપ” –મૂર્તિપૂજા હોય છે. અહીં તો કોઈની વાત (ટીકા) નથી. ભાઈ ! સત્ય તો આ છે! ન્યાય સમજાયો? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જે નિક્ષેપ છે તે શેયના ભેદ છે અને નય છે તે શ્રુતપ્રમાણનો ભાગ છે-જ્ઞાનનો ભાગ છે. આ (નય) જ્ઞાનનો ભાગ છે અને તે ( નિક્ષેપ) જ્ઞયનો ભાગ છે. જેને શુદ્ધજ્ઞાન થયું હોય, (સમ્યગ્દર્શનમાં હોં! એકલું શ્રુત સાંભળે એમ નહીં), એ નયનો વિષય જે ત્રિકાળસ્વભાવ છે એનું ભાન થયું હોય, તેને ભાવશ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે; અને ભાવકૃત(જ્ઞાન) નો ભેદ-નિશ્ચય અને વ્યવહાર છે; તેથી એ જે વ્યવહારનયનો વિષય જે સ્થાપના નિક્ષેપ છે, એ જ્ઞયનો ભેદ અર્થાત્ વ્યવહારનયનો આ વિષય, તે એને (સમકિતીને) છે. અજ્ઞાનીએ વ્યવહારનયનો વિષય હોતો નથી! આહા... હા! આ તો ૫૦-૫૧ વર્ષ પહેલાંની વાત છે. ભાઈ ! અમે તો અંતરમાં ભાવભાસન થાય તે માની શકીએ. એમ ને એમ અમે માની લઈએ, એમ નથી. અમે (પૂર્વ દોષે કરી) સંપ્રદાયમાં આવી ગયા, મુહુપત્તીમાં, માટે એ (સંપ્રદાયની માન્યતાઓને) માનવી, એ અમે નહીં! અમને તો અંદરમાંથી ભાસ થાય-સત્ય હોય, તો એ અમે માનીએ ! પરંતુ અન્ય જીવ સ્થાનકવાસીમાં (આવી જાય ) છે તો તે (તે) પ્રમાણે માનશે, ( એમ નથી.) ન્યાય સમજાય છે?
અહીં કહ્યું: “નિશ્ચયનયના બળે” એ નિશ્ચયનય પણ એક અંશ છે, અને એનો વિષય પણ એક અંશ છે. લ્યો ! એ શું કહ્યું? કેમ કે નય છે તે અંશ છે અને પ્રમાણ છે તે અંશી છે. પ્રમાણ છે. પર્યાય. શ્રુતજ્ઞાનપ્રમાણ પર્યાય છે; પણ છે વિષયી; એટલે વિષય કરવાવાળો શ્રુત(જ્ઞાન) પ્રમાણ છે ને ! આખા દ્રવ્ય અને પર્યાય બન્નેને વિષય કરે તે શ્રુત (જ્ઞાન) પ્રમાણ છે. અહીંયાં આદરણીયનો પ્રશ્ન નથી. વ્યવહારનયનો વિષય છે, વ્યવહારનય છે, એને જાણવાવાળો વ્યવહારનય પણ છે. આહા... હા! પણ કોને? કે જેને શુદ્ધનિશ્ચયનય (છે એને). નય છે, એનો વિષય અંશ જ છે.
પ્રશ્ન:- “અંશ' નો અર્થ શું?
સમાધાન:- અહીંયાં જે ત્રિકાળી ધ્રુવ કહ્યો તે અંશ છે. અને ક્ષાયિકભાવ આદિ છે તે પણ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬) – પ્રવચન નવનીત: ભાગ-૨ એક અંશ છે. તેથી એ ક્ષાયિકભાવ આદિ છે તે વ્યવહારનયનો વિષય-અંશ છે.
અહીં તો ભગવાન! બધા ભગવાન છે. નિશ્ચયનયથી તો એનું ભગવાન સ્વરૂપ જ છે; પણ એ પણ ભગવાન સ્વરૂપ છે એનો જે નય છે એ નય પણ પ્રમાણનો ભાગ છે, અને એનો વિષય પણ એક અંશ છે. પર્યાયઅંશ છે તે એનો (નિશ્ચયનયનો ) વિષય નથી. આહા.. હા ! ચાહે તો નય ભૂતાર્થને ગ્રહણ કરે પણ એ ભૂતાર્થ પણ અંશ છે. કઈ અપેક્ષાએ? કે-એમાં પર્યાય નથી આવતી એ અપેક્ષાએ. સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, ભગવાન! પણ જરી ખ્યાલમાં રાખે તો વસ્તુ તો અંદર એવી છે? આહા. હા!
અહીં કહે છે-“શુદ્ધનિશ્ચયના બળે” પણ આ નિશ્ચયનયનું બળ પણ એક અંશને પકડ છે. અંશને અર્થાત્ ધ્રુવને. એ અંશી કહેવામાં આવે છે પણ “નયનો વિષય” અંશ જ છે. (ધ્રુવને) અંશી કહેવામાં આવે છે. આખો ધ્રુવ અંશી છે, સ્વદ્રવ્ય છે. હજી તો આગળ એ લેશે.
સ્વદ્રવ્યનો આધાર પરમપરિણામિકભાવ છે, એવું પણ લેશે. આ તો ધીમે ધીમે (વિષય) ચાલે છે.
નય” સમકિતીને જ હોય છે. અને એને જ વ્યવહારનય હોય છે. બનારસીદાસે (“બનારસીવિલાસ' માં) કહ્યું ને...! “જિન-પ્રતિમા જિન-સારખી” એ આ અપેક્ષાએ કહ્યું. જિન-પ્રતિમા જિન-સારખી, કહી જિનાગમ માંહિ.” જેને નિશ્ચયનયે વેદન–અનુભવ થયો હોય, તેને જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે. પણ એ વ્યવહારનય, એનો વિષય, એ પણ વ્યવહારનયનો વિષય થયો. એ વિષય છે! ભગવાન, દેવ, ગુરુ, શાસ્ત્ર, (એ) સમ્યકવ્યવહારશ્રદ્ધાનો વિષય છે. (“સમયસાર') ૩૧ મી ગાથામાં તો ત્યાં સુધી કહ્યું: “નો રૂરિયે નિશિત્તા” જે ભગવાન છે અને ભગવાનની વાણી છે એ ઇન્દ્રિય છે. શાંતિથી સમજવું. આ જડ ઈન્દ્રિય, અને એક એક વિષયને જાણે છે એ ભાવેન્દ્રિય, અને ઇન્દ્રિયનો વિષય-ત્રણેયને જીતે છે. આહા... હા! ભગવાને તો એમ લીધું. ૩૧મી ગાથામાં ભગવાન કહે છે કે-અમે પણ તારી અપેક્ષાએ ઇન્દ્રિયમાં જઈએ છીએ; અતીન્દ્રિયમાં નહીં. એવો પાઠ છે ને ! નો કુંતિ નિnિત્તા”... દ્રવ્ય. ભાવ અને ઇન્દ્રિયનો વિષય-ત્રણેયને જીતે. જીતેનો અર્થ: તે તરફનું લક્ષ છોડીને.
અહીં કહ્યું છે-જે ધ્રુવ પરમસ્વભાવભાવ, જેને છઠ્ઠી ગાથામાં જ્ઞાયકભાવ કહ્યો, જેને ૧૧મી માં ભૂતાર્થ કહ્યો અથવા પંચમ (ભાવ), પારિણામિકભાવ કહ્યો, તે ઓલા (ઉદયઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક) ચાર ભાવથી ભિન્ન છે. આહા.... હા ! એ ચાર ભાવ છે ખરા. એનો નય છે અને નયનો વિષય છે ખરો; પણ એ આદરણીય નહીં; જાણવાલાયક છે. (છતાં) એને કાઢી નાખો તો એકાંત થઈ જશે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે: નિશ્ચયન એક અંશ છે. પ્રમાણનો વિષય બન્ને અંશ સાથે છે-દ્રવ્ય અને પર્યાય. આ નિશ્ચયનયનો વિષય તો એક ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવ, પર્યાય વિનાનો છે; એને પણ એક અંશ કહેવામાં આવે છે. આહા... હા! આ તો ગંભીર વાત-ભાષા છે, પ્રભુ! આ તો ટીકા કોની છે !!
બેને (બહેનશ્રી ચંપાબહેને) “બહેનશ્રીનાં વચનામૃત' બોલ-૧૦પમાં લખ્યું છેઆત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦
૬૧
‘સમયસાર' માં મોક્ષને પણ પર્યાયનો વેષ (સ્વાંગ) ગણ્યો છે ને...! આહા... હા! બંધ વેષ છે. સંવર વેષ છે. નિર્જરા વેષ છે. -પર્યાય છે ને...! પણ દ્રવ્યનો તો જ્ઞાયકભાવ જ વેષ છે.
આહા... હા! એ ભગવાન (આત્મા) પરિપૂર્ણ ૫૨માત્મા, ચૈતન્યામૃત-ચૈતન્ય અમૃતથી ભર્યો પડયો પરિપૂર્ણ પ્રભુ-એ છે તો અંશ; એ પ્રમાણનો વિષય નથી, (શુદ્ઘનિશ્ચયનયનો વિષય છે). તેથી એમ કહે છે કેઃ “એ શુદ્ઘનિશ્ચયનયના બળે તેઓ (–વિભાવગુપર્યાયો ) હૈય છે.” (જોકે) એ (વિભાવગુણપર્યાય ) વ્યવહારનયનો વિષય છે, પણ છે તે ય !
આહા... હા ! ( · સમયસાર') શ્લોક-૪ માં આવે છે ને..! “ સમયનયવિરોધથ્વસિનિ: બન્ને નયને વિરોધ છે, (અર્થાત્ ) જે નિશ્ચયનયનો વિષય છે તે વ્યવહારનયનો વિષય નથી અને જે વ્યવહારનો વિષય છે તે નિશ્ચયનયનો વિષય નથી, (એમ) બેય વિરુદ્ધ છે. જ્યારે બેય વિરુદ્ધ છે, તો બેઉ ઉપાદેય હોઈ શકે નહીં. વિરુદ્ધ છે ને...! આ (વિભાવગુણપર્યાયોને) તૈય કેમ કહ્યું ? નિશ્ચયનયથી વ્યવહારનયનો વિષય વિરુદ્ધ છે, ભિન્ન છે. ભિન્ન છે (છતાં જો ) બન્નેને આદરણીય કહો તો તો બેઉ વિરુદ્ધ રહેતા નથી. અને (જો ) બન્નેને હેય કહો તો પણ બે નય રહેતા નથી. (તેથી તેઓ જ્ઞેય છે, એમ કહ્યું). સમજાય છે કાંઈ ? આહા.. હા ! દિગંબર સંતોનો આવો માર્ગ!! શેય, હેય તરીકે જ્ઞેય છે અને ત્રિકાળી ઉપાદેય તરીકે જ્ઞેય છે. બેમાં વિરોધ છે ને...! બન્નેના (વિષયમાં ) વિરોધ છે, તેથી વ્યવહાર પણ આદરણીય અને નિશ્ચય પણ આદરણીય-એમ હોઈ શકે નહીં. (કેમકે) બન્ને નયનો વિરોધ (–વિષયનો ભેદ છે તે) રહેતો નથી. આહા.. હા ! વીતરાગની વાણી વિરોધને ધ્વંસ કરનારી છે–“ સમયનયવિરોધથ્વસિનિ’
,,
અહીં કહ્યું: ક્ષાયિકભાવ (તૈય છે). આહા... હા ! ગજબ વાત છે! અહીં તો આગળ કહેશે કેઃ એ ક્ષાયિકભાવ પુદ્ગલ છે. આહા... હા! જે અનંતજ્ઞાન, (અનંત દર્શન ), અનંત આનંદ, અનંદ બળ-વીર્ય-અનંત ચતુષ્ટય શક્તિરૂપે પડયા હતા તે વ્યક્તરૂપે થયા, તો પણ તેને અહીં વ્યવહારનયનો વિષય અને પુદ્ગલ કહ્યા! અહીં પરદ્રવ્ય સિદ્ધ કરવું છે ને..! અને (આ ગાથા પછી જે શ્લોક-૭૪ છે તેમાં તો) એ બધા પુદ્દગલદ્રવ્યના ભાવ છે, એમ કહેશે. કલશ છે ને...! ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદગલદ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી.” ( કઈ અપેક્ષાએ ? કે− ) એક ભગવાન ચૈતન્યમૂર્તિની અપેક્ષાએ.
66
પ્રશ્ન:- એ પર્યાયને પુદ્દગલ કેમ કહ્યા ?
સમાધાન:- પર્યાયનો આશ્રય કરવા જતાં વિકલ્પ ઊઠે છે તેથી તે અપેક્ષાએ એને પુદ્દગલપરિણામ તો કહયાં પણ પુદ્દગલ (પણ) કહ્યાં છે. સમજાણું કાંઈ ?
( ‘ સમયસાર ’) કર્તા-કર્મ અધિકારની પાંચ ગાથાઃ ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯માં ત્યાં પુદ્દગલપરિણામ કહીને પછી બધાં પરિણામને પુદ્દગલ કહી દીધાં છે. પણ ત્યાં વિકારને ( પુદ્દગલ ) કહ્યો છે. અને અહીં તો બધાને ( પુદ્દગલ ) કહ્યા છે. આહા... હા ! આવી વાત ! ! ભગવાન ચેતન ઉદાસીન છે. એની વ્યાખ્યા આ જ છે. ‘રવાસીનો ં' હમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. ‘સમયસાર ' બંધ અધિકારમાં છેલ્લે છે-વૈવિનાશાર્થ' શું ભાવના કરવી ? ‘૫રમાત્મપ્રકાશ ’ માં છેલ્લે છે. અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે છે. ‘સમયસાર’ જાણીને શું કરવું ? ‘ ૩વાસીનોĒ ' સર્વવિશુદ્ધો ં '। ઉદાસીનનો અર્થ એઃ ઉદ્+આસન=મારું આસન ધ્રુવમાં છે. હું પર્યાયથી ઉદાસ છું. આહા... હા ! સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ કહ્યું હતું ને...! સંવત ૧૯૬૪-૬૫ હશે. અમારી દુકાન પાલેજમાં હતી. અમે તો ૧૭ વર્ષની ઉંમરથી દુકાન ચલાવતા હતા. વડોદરા માલ લેવા ગયા હતા. માલ લઈ લીધો. ૧૯-૨૦ વર્ષની ઉંમર. રાત્રે નાટક જોવા ગયા. “અનસૂયા સતી' નું નાટક હતું. મોટું નાટક હતું. બાર આનાની ટિકિટ હતી અને પુસ્તક બાર આનાનું. ભાઈ ! તમે શું બોલો છો એની ખબર ન પડે અને એ
ખ્યાલમાં આવ્યા વિના એકલું શું જવું? માટે બાર આના બીજા લ્યો અને પુસ્તક આપો. પુસ્તક લીધું. એ (નાટક) માં એક બાઈ હતી તે લગ્ન કર્યા વિના સ્વર્ગમાં જતી હતી ત્યારે સ્વર્ગમાં નકાર કર્યો. વેદાંતમાં આવે છે ને.. “મપુત્રસ્ય ગતિ નાસ્તિ” અપુત્ર હોય તેની ગતિ નથી. તો (બાઈએ પૂછયું કે) પછી (મારે) શું કરવું? (ત્યાં કહ્યું કેઃ) નીચે પડ અને નીચે જ્યાં પડ તેની સાથે લગ્ન કર. ત્યાં નીચે એક આંધળો બ્રાહ્મણ હતો. તેની સાથે લગ્ન કર્યું. બાળક થયું. હાલરડાં ગાતી હતી બેટા! શુદ્ધોસિ... બોસિ... નિર્વિકલ્પોસિ... ઉદાસિનોસિ.. એવો તું છો ! ઘણા શબ્દો હુતા પણ એટલા જ યાદ રહી ગયા છે-૩ીસીનોSહં.. શુદ્ધો:૬. વૃદ્ધોSહં. પણ એ તો કેટલાં વર્ષ થઈ ગયાં? ૬પ ની સાલ. ૬૯ વર્ષ. પણ આ શબ્દ બોલાતા હતા, ત્યાં ભાન તો ક્યાં હતું કાંઈ ?
જુઓ, આપણે શબ્દ આવે છે ને...! “સમયસાર' બંધ અધિકારમાં અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે તેમ જ “પરમાત્મપ્રકાશ” માં છેલ્લે આવે છે. બંધ અધિકાર' સંસ્કૃત છે ને..! હમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. “તસ્ય વંધચ વિનાશાઈ વિશેષમાવનામીહંસ૬નશુદ્ધજ્ઞાનાનંવૈવસ્વભાવોS૬, નિર્વિવત્પS૬, ૩ીસીનોÉ– હું તો પર્યાયમાં પણ રહી શકું નહીં, મારું આસન તો ધ્રુવમાં છે. આહા... હા ! આપણે એ ‘અવ્યક્ત” ના છઠ્ઠી બોલમાં આવે છે: “પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રધોતમાન (પ્રકાશમાન ) છે માટે અવ્યક્ત છે.” એ રમણતા પ્રત્યે ૧ છે, આનંદનું રમણ છે એના પ્રત્યે પણ ઉદાસીન છે. એનું આસન અવ્યક્તમાં છે. સમયસાર' ગાથા-૪૯માં છ બોલ છે ને...! એના ઉપર પણ હુમણાં વ્યાખ્યાન થઈ ગયાં છે. અહીં આટલું લેવું છે બસ! (“૩ારીનોSÉ') બીજું તો ત્યાં ક્યાં હતું કાંઈ ! પણ એટલા શબ્દો મેં તે વખતે (“અનસૂયા સતી ' ના નાટકમાં) સાંભળ્યાઃ અહો.. હો ! શું કહે છે આ તે-નિર્વિવત્વોSહં.. શુદ્ધોSહં.. વૃદ્ધો૬.. એ “અહું' તો આપણે છે અહીંયાં. ત્યાં બોલતા હતા-શુદ્ધોસિ.. બુદ્ધોસિ.. નિર્વિકલ્પોસિ.... (ઉદાસીનોસિ) –એમ બોલતા હતા. અહીં આ વાડાવાળાઓને પણ ખબર ન મળે કે શું કહે છે આ !
(અહીં છે) “નિરંન નિનશુદ્ધાત્મશ્રદ્ધા જ્ઞાનાનુષ્ઠાનપનિશ્ચયરત્નત્રયાત્મનિर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंदरूप सुखानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो
ભ્ય: પ્રાર્થ:” હું તો સ્વસંવેદનથી પ્રાપ્ય છે. હું તો અનંત આનંદના નાથના આનંદના વેદન પ્રાપ્ત છું. બીજી રીતે મારી પ્રાપ્તિ થતી નથી. આહા... હા ! “ભરિતાવરથોડ૬”, અવસ્થ શબ્દ પડ્યો છે પણ પર્યાય ન લેવી. અવસ્થ અવસ્થ-ભરેલી અવસ્થા, નિશ્ચયથી “0” –મારામાં પૂર્ણ ગુણ “0”, નિશ્ચયથી “0”, “રી-વેષ–મો–છોધ-માન-માયા-નોમ– पंचेन्द्रियविषयव्यापार, मनोवचनकायव्यापार, भावकर्म-द्रव्यकर्म-नोकर्म-ख्याति-पूजा-लाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभावपरिणामरहित: शून्योऽहं, जगत्त्रये कालत्रयेपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन, तथा सर्वे जीवाः इति નિરંતરે ભાવના વર્તવ્યા” આહા.. હા ! ‘સર્વનીવ:' – અભવી હોય તો પણ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૬૩ બધાય. વસ્તુએ તો વસ્તુ છે ને “સર્વે નીવ:' એક વાત; ત્રણ કાળ, બે વાત; ત્રણ લોક, ત્રણ વાત; પૂર્ણ આવા છે, એવી ભાવના કરવી. આહા.. હા! આ જયસેન આચાર્યની ટીકા છે, અમૃતચંદ્રાચાર્યની ટીકા નથી. બે ઠેકાણે છે (એક આ અને બીજે) સર્વવિશુદ્ધ (જ્ઞાન અધિકાર) ની પાછળ.
એ અહીં (કહે છે) જુઓ: શુદ્ધ નિશ્ચયનયે તેઓ (-વિભાવગુણપર્યાયો) હેય છે. જ્ઞાનમાં તો છે! જાણવામાં તો છે! ક્ષાયિકપર્યાય વગેરે છે! પણ હેય તરીકે જ્ઞય છે! વ્યવહારનો વિષય અને વ્યવહાર ન હોય તો એકલો નિશ્ચયાભાસ થઈ જાય છે અને વ્યવહારને આદરણીય માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આકરી વાત છે! આહા. હા! શદ્ધનિશ્ચયનયે ય છે. “શા
કારણ કે તેઓ પરસ્વભાવો છે.” અહીં સુધી કાલે આવ્યું હતું. તેઓ-ક્ષાયિકભાવ. ઉપશમભાવ, ક્ષયોપશમભાવ-પરસ્વભાવો છે. એ પરસ્વભાવ છે. આહા.. હા! મારો ત્રિકાળ સ્વભાવ જે સમ્યગ્દર્શનનો વિષય છે એનો જે મને અનુભવ થયો તો હું કહું છું કે-એ સર્વ (ક્ષાયિક આદિભાવો) પરસ્વભાવ છે. કારણ કે મારા ધ્યાનમાં ધ્યેયમાં તો ધ્રુવ આવ્યો છે. તે હું છું! અને તે કારણે તે (વિભાવગુણપર્યાયો ) પરસ્વભાવો છે (તે હું નથી )!
આહા... હા! આ કદી સાંભળ્યું કે ન હોય એવી આ વાત છે! ભગવાનનો માર્ગ (આવો છે)! પ્રભુ! આ તો ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવ, વીતરાગ એમ કહે છે. અરે ! જેને સાંભળવામાં ય ન આવે, અરે પ્રભુ! એ શું કરે ? ઘણા ઘણા આગ્રહમાં પડે પણ નુકશાન તો એને છે. સત્યનો વિરોધ કરે છે પણ એ સત્યનો વિરોધ નથી, પણ એના પોતાના સત્નો વિરોધ કરે છે! અહીં (ક્ષાયિકાદિ ભાવને) હેય કહ્યાં પણ અહીં (સંપ્રદાયમાં) તો હુજી શુભભાવમાં મોક્ષમાર્ગ મનાવવો છે! છાપામાં આવ્યું છે ને.! શુભનો માર્ગ મોક્ષમાર્ગ છે” તેમ દિગંબરના એક મોટા વિદ્વાન સામે બીજા વિદ્વાને Challenge (ચુનૌતી) આપી (પડકાર ફેંક્યો) છે. અહીંથી બહાર પડયું કે, “શુભનો માર્ગ એ મોક્ષમાર્ગ છે જ નહીં' તેથી તેનો વિરોધ કરો. બસ! એક જ વાત. ભગવાન! એમ વિરોધ (ન કરાય!) અરે ભગવાન! શું તારે (વીતરાગમાર્ગનો વિરોધ કરવો છે?)
અહીં તો શુભભાવ તો ક્યાંય રહ્યો... પણ અહીં તો ક્ષાયિકભાવને અને પર્યાયભાવને હેય કહ્યો, પ્રભુ! આ અપેક્ષાએ હોં! કે, મૂળ ત્રિકાળી (સ્વભાવ) ઉપાદેય છે ને..! એ અપેક્ષાએ તેઓ હેય છે. કારણ કે, ત્યાંથી લક્ષ છોડાવવું છે ને..! લક્ષ છોડવું છે ને... માટે ઉપાદેય નથી તેથી તેને હેય કહ્યું. આવું સૂક્ષ્મ છે! (વીતરાગની) વાત આ છે! પ્રભુ! એને (શુભના આગ્રહીને) કઠણ પડે!
અહીં તો એ (ક્ષાયિક આદિ) ભાવને પુદ્ગલ કહ્યા છે. કારણ કે એ પર્યાયનો આશ્રય કરવા જાય તો રાગ ઉત્પન્ન થાય છે. રાગ પણ પુદ્ગલ છે તેથી એને (ક્ષાયિકાદિને) પણ પુદ્ગલ કહી દીધા. આહા.. હા! “સમયસાર” ગાથા: ૭૫-૭૬-૭૭માં રાગને તો પુદ્ગલ કહ્યાં છે ને..! પુદ્ગલ છે તે તો આવે છે, જાય છે; આવે છે જાય છે; પુરાય ને ગળાય; પુરાય ને ગળાય; એ એવી ચીજ છે. રાગ પુદ્ગલ છે. અહીં તો પદ્મપ્રભમલધારિદેવ એનું લક્ષ છોડાવવા માટે પરસ્વભાવ ને પુદ્ગલ કહેશે. (કલશ-૭૪માં કહેશે). બાકી એ (ભાવો) છે તો પોતાની પર્યાયમાં, એ કાંઈ પરમાં નથી; પણ પર્યાયબુદ્ધિ છોડાવવા માટે અને દ્રવ્યદૃષ્ટિ (કરવા માટે એમ કહ્યું છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ એ વિના તને સમ્યગ્દર્શન થાય નહીં. એ કારણે, એ (વિભાવ ગુણપર્યાયો) પરસ્વભાવો છે, માટે ય છે. –એમ કહે છે. અહીંયાં પાઠમાં “હેય” પાછળ છે: “પુવ્યવસયનમાવા પરબ્ધ પદાવતિ દે” પણ ટીકામાં “હેય” પહેલાં લીધું છે અને પછી કારણ બતાવ્યું છે. મૂળપાઠમાં પહેલાં પરદ્રવ્ય, પછી પરસ્વભાવ અને પછી હુંય લીધું છે. પણ ટીકામાં ફેરવ્યું-પહેલાં હેય કહ્યું અને પછી એનું કારણ બતાવતાં કહ્યું કે, “તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પદ્રવ્ય છે,” એમ કહ્યું. સમજાય છે કાંઈ ? એક એક શબ્દની કિંમત છે. વ્યાકરણમાં એક અક્ષર-કાના–માત્રની પણ કિંમત છે.
“શા કારણથી (હેય છે)? તેઓ પરસ્વભાવો છે,” માટે હેય છે. - એમ કહ્યું. અહીં (સંપ્રદાયમાં) તો શુભભાવને હેય માનવામાં પરસેવો ઊતરે છે. શુભભાવ કરતાં કરતાં શબ્દ નહીં થાય? જ્યારે શુદ્ધ થાય છે ત્યારે છેલ્લો (ભાવ) શુભભાવ હોય છે. ત્યાં શુભથી ખસીને શુદ્ધ થાય છે. છેલ્લો (ભાવ) અશુભ હોય અને ત્યાંથી ખસીને શુદ્ધ થાય તેમ તો બનતું નથી. છેલ્લે શુભભાવ હોય છે અને ત્યાંથી હુઠતાં શુદ્ધભાવ થાય છે, તેથી એમાં શો વાંધો છે? (ભાઈ !) એમ નથી! સમજાણું કાંઈ ? તેથી અહીં પહેલાં હેય કહીએ, કારણ કહ્યું કે તેઓ પરસ્વભાવો છે. પ્રભુ! એ પરસ્વભાવનો આશ્રય કરવા જશે તો તને રાગ થશે, વિકલ્પ થશે, કારણ કે તે પુગલ છે.
ભાઈ ! આ તો નિસ્પૃહ માણસ હોય, જેને આગ્રહ ન હોય તેની વાતો છે પ્રભુ ! આ તો સત્ય જ આવું છે! ત્યાં ભગવાને કહ્યું, તે સંતોએ-મુનિઓએ આવું વર્ણન કર્યું. સંતો કહે છે તેવી જ ચીજ છે. અનુભવમાં આવે તો એને ખ્યાલમાં આવે કે, આ ચીજ જ એવી છે! આહા... હા ! સમજાય છે કાંઈ ?
“હેય” કેમ કહ્યું? નિશ્ચયનયના બળે તેઓ ય છે. કારણ કે તેઓ પરસ્વભાવો છે. પછી કહે છે કેઃ “અને તેથી જ પરદ્રવ્ય છે.” આહા... હા! ગજબ વાત છે ને.! ક્ષાયિક આદિ ચાર ભાવોને પરસ્વભાવ કહ્યા, પણ કેમ ? પહેલાં કીધું કે શા કારણે ? કે તેઓ પરસ્વભાવો છે, માટે પરભાવ છે અને માટે પરદ્રવ્ય છે ! આહા. હા ! ક્ષાયિકભાવની પર્યાય, પારદ્રવ્ય છે! સાંભળવુંય કઠણ પડે. માર્ગ તો એવો છે, ભાઈ ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ અનંતકાળથી આમ કહેતા આવ્યા છે ! એ કોઈ નવી ચીજ નથી ! આહા. હા! નિશ્ચયનયના બળથી, સ્વભાવના આશ્રયના બળથી, એનું (વિભાવગુણપર્યાયોનું) લક્ષ છૂટી જાય છે-એનું લક્ષ રહેતું નથી એ માટે (તેઓ) ય છે. “હેય” કેમ છે? કે તેઓ પરસ્વભાવો હોવાથી ય છે અને પરસ્વભાવો છે માટે તે પરદ્રવ્ય છે. આહા.. હા! પહેલાં ‘ય’ કહ્યું (પછી કહ્યું કે, શા કારણથી ? કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે.”
આહા... હા! આ વાત તો જુઓ! એ દિગંબર સંતો સિવાય આ વાત હિંદુસ્તાનમાં કયાંય મળે એમ નથી. દિગંબર સંતો એટલે એ તો કેવળજ્ઞાનીના કેડાયતો. ત્રીજે ભવે કેવળજ્ઞાન લેવાના. ભલે પંચમઆરાના મુનિ હોય. અહીંથી સ્વર્ગમાં જશે અને (ત્યાર પછી) મુનષ્ટ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે, એવી તાકાત!
આહા.. હા! એક વાર સાંભળ તો ખરો નાથ ! તારી ચીજ ત્રિકાળી આનંદનો નાથ, અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ!; એની દષ્ટિના બળે, નિશ્ચયનયના બળે, તેઓ ( વિભાવગુણપર્યાયો) હેય છે. “શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પદ્રવ્ય છે.” તે સ્વદ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૬૫ નથી. સમજાય છે કાંઈ ?
ભગવાનનો માર્ગ ન્યાય-લોજિકથી છે. જેમ તેમ નથી. ન્યાયથી છે. “પ્રવચનસાર ગાથા-૨૩૪ની ટીકામાં કહ્યું છે ને.! ભગવાનની વાણી અર્થાત્ આગમમાં જે પદાર્થ-વસ્તુનું સ્વરૂપ કહ્યું તે સ્પષ્ટ તર્કથી સિદ્ધ થાય છે. એમ ને એમ માની લેવું એમ નહીં, પણ તર્કન્યાયથી સિદ્ધ થાય છે. આ જ ચીજ છે. બીજી (અન્યથા) કોઈ ચીજ નથી. આહા. હા! કાંઈ બધું યાદ ન રહે બહુ, પણ ભાવ ખ્યાલમાં હોય.
(અહીં કહ્યું કે- જે વિભાવગુણપર્યાયો છે તેઓ હય છે. “શા કારણથી ? કારણકે તેઓ પરસ્વભાવો છે, અને, તેથી જ પરદ્રવ્ય છે.” એટલું કહીને હવે સ્વદ્રવ્ય (વિષે) કહે છે. એટલું તો-ત્યાં સુધી (ક્ષાયિકભાવને) પરદ્રવ્ય કહી દીધું. હુંય છે, પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે!
એક ભાઈએ કહ્યું કે તમે સમયસાર” નાં બહુ વખાણ કરો છો, “મેં તો પંદર દિવસમાં વાંચી લીધું.” મેં કીધું, “બાપુ! (એવી રીતે વાંચી જવું) એમાં કાંઈ નથી. આહા... હા! એના એક એક શબ્દમાં, ભાઈ ! (ઘણી ગંભીરતા છે). બાપા! એક કડી, એના એક શબ્દના ભાવ, એના સ્પષ્ટીકરણનો પાર નથી, એવી મહાપ્રભુ મોટી ચીજ છે !!'
અહીં હવે કહે છે કેઃ “સર્વવિભાવગુણપર્યાયોથી રહિત (શુદ્ધ) અંત:તત્ત્વ (સ્વરૂપ)” -કોણ છે? તેઓ ( વિભાવગુણપર્યાયો) હેય છે, એમ કહીને, કહ્યું કે પરસ્વભાવો છે અને તેથી જ પરદ્રવ્ય છે; ત્યારે સ્વદ્રવ્ય કોણ છે? સ્વદ્રવ્ય શું છે? તે કહે છે. ખરેખર
સર્વવિભાવગુણપર્યાયોથી રહિત, શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ” છે તે “સ્વદ્રવ્ય” છે, તે “ઉપાદેય છે.” શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય છે તે ઉપાદેય છે. આહા... હા! સમ્યગ્દષ્ટિને-ધર્મીને, એક ત્રિકાળી શુદ્ધઅંતઃતત્ત્વ છે તે ઉપાદેય છે.
..... વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૭-૨-૧૯૭૮ “નિયમસાર.' કુંદકુંદઆચાર્ય કહે છે કે આ શાસ્ત્ર, મેં તો મારી ભાવના માટે બનાવ્યું છે. આહા... હા ! (ગાથા-૧૮૭માં) છેલ્લો શબ્દ છે ને...! “મણ વં” એવો શબ્દ ક્યાંય (“સમયસાર”, “પ્રવચનસાર' આદિમાં) નથી. અહીં આ શબ્દ પડ્યો છે. મેં નિજભાવનાનિમિત્તે “નિયમસાર' નામનું શાસ્ત્ર કર્યું છે. “મેં કર્યું છે' એમ લખ્યું છે, તો
એમાંથી કોઈ એમ કહે કે, જુઓ! શબ્દને એ કરે છે કે નહીં? –એમ નથી. એ તો એમ કહે છે કે “કર્યું છે” , એ તો ભાષાનો ભાવ છે. મેં મારી ભાવના-અંદર આનંદસ્વરૂપ ભગવાન; એની વારંવારની એકાગ્રતા માટે આ (શાસ્ત્ર) બનાવ્યું છે. આહા.. હા ! છે ને છેલ્લેઃ “મણ છવું.” ભાવના માટે મેં કર્યું, એમ શબ્દ છે.
આહા. હા! આ ૫૦મી ગાથા તો અલૌકિક છે. પહેલાં આવી ગયું ને..! જે કોઈ પણ વિભાવગુણપર્યાયો છે, તે વ્યવહારનયથી જાણવાલાયક છે, એમ કહ્યું હતું. “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ હેય છે.” જાણવાલાયક તો છે, પણ હેય છે. વ્યવહાર આવે છે, પર્યાય છે, તે બધું જાણવાલાયક તો છે પણ હેય છે. સમજાણું કાંઈ? જો પર્યાયને ન જાણે તો તો યથાર્થ દ્રવ્યના આશ્રયની જ ખબર નથી! એકાંત થઈ જશે! પર્યાય છે, વ્યવહાર છે, તે જાણવા લાયક છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ પણ કોને? કે જેને પોતાના સ્વભાવનો અનુભવ, આનંદસ્વરૂપ ભગવાન (નો અનુભવ વર્તે છે તેને ). (એટલે કે ) જેને આનંદસ્વરૂપ પ્રભુ, ધ્રુવ, નિત્યાનંદનો અનુભવ છે, તેને તો એકલો ચૈતન્ય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય અને એનું સેવન, એક જ ઉપાદેય છે; (બાકી સર્વ અન્યભાવો
ય છે). આહા... હા ! શા કારણે ? કારણ કેઃ “(તે) પરસ્વભાવ છે. આહા... હા! અહીં તો પર્યાય-ક્ષાયિકભાવને પણ પરસ્વભાવ કહ્યો! (એ) ત્રિકાળીની અપેક્ષાથી. એમ તો પર્યાય છે પોતાનામાં પણ એ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, એ અપેક્ષાએ (તેને) પરસ્વભાવ કહ્યો. સમજાણું કાંઈ ? ( જોકે) એ જે પર્યાય છે તે જ ‘દ્રવ્ય” નો નિર્ણય કરે છે, અનુભવ કરે છે; તેમ છતાં, તે પર્યાય, “દ્રવ્ય ને સ્પર્શતી નથી. તે કારણથી તેને હેય કહી, પરસ્વભાવ કહ્યો. આહા.. હા !
સંસ્કૃત ટીકામાં એમ છે ને “ત? પરમાવવાતા” “અત વ પૂરદ્રવ્ય ભવતિ” - “શા કારણથી? કારણ કે, તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે.” આહા... હા! એ તો પરદ્રવ્ય છે! એનો અર્થ એવો પણ થાય કેઃ જેમ પરદ્રવ્યમાંથી મારી નવી પર્યાય આવતી નથી, રાગમાંથી પણ આવતી નથી, તેમ પર્યાયમાંથી પણ નવી પર્યાય આવતી નથી, એ અપેક્ષાએ વર્તમાન ક્ષયોપશમ, ક્ષાયિક આદિ પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું છે. આહા... હા ! પરમ સત્ય તો આ છે, પ્રભુ ! તે (પૂવોક્ત સર્વભાવો) પરદ્રવ્ય છે. મારી જે નવી (શુદ્ધ) પર્યાય, જે મારા આશ્રયથી ઉત્પન્ન થઈ અને એનાથી ટકે છે અને એના આશ્રયથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે; તે પર્યાયના આશ્રયથી ઉત્પન્ન થતી નથી, ટકતી નથી, વૃદ્ધિ પામતી નથી. આહા. હા! આ તો અંદરની વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ ? આહા.. હા! પરદ્રવ્ય છે!
હવે સ્વદ્રવ્ય કહે છે: “સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ;” એને સ્વદ્રવ્ય કહેશે, અને પછી સ્વદ્રવ્યના આધાર (વિષે) કહેશે. સ્વદ્રવ્ય કોણ? કે શુદ્ધ અંત:તત્ત્વ. તત્ત્વ અર્થાત્ ભાવ.
“તત્ત્વાર્થ ' આવે છે ને....! “તત્ત્વાર્થશ્રદ્ધાનં સચવનમ્” ( – “મોક્ષશાસ્ત્રમ્ અધ્યાન૧, સૂત્ર-૨). ત્યાં “અર્થ' એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય અને “તત્ત્વ' એટલે ભાવ. એ સ્પષ્ટીકરણ “મોક્ષમાર્ગપ્રકાશક' માં આવ્યું છે. તત્ત્વઅર્થ-તત્ત્વાર્થ. “તત્ત્વ' શું અને “અર્થ શું? દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયને “અર્થ' કહે છે. અને એના ભાવને ‘તત્ત્વ' કહે છે. અહીંયાં એ શૈલી લીધી છે. એને સ્વદ્રવ્ય કહેશે.
કહ્યું? “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ”- શુદ્ધઅંત:તત્ત્વ-અંતઃભાવસ્વરૂપ. એમ લેવું અંતઃભાવસ્વરૂપ, શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ, શુદ્ધઅંતઃભાવસ્વરૂપ-એને સ્વદ્રવ્ય કહેશે અને સ્વદ્રવ્યનો આધાર પરમપરિણામિકભાવ કહેશે. આહા... હા! ગૂઢ વાત છે, ભગવાન!
આહા.. હા! “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય - શુદ્ધઅંતઃસ્વભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય. શુદ્ધઅંત:ભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય. અહીંયાં ત્રિકાળી દ્રવ્યને નથી લીધું પણ પહેલાં “ભાવ” ને લીધું છે. જ્યારે ક્ષાયિક, ઔપશમિકાદિ પર્યાયને પરદ્રવ્ય કહ્યું તો અહીં અંત:તત્ત્વ-ભાવસ્વરૂપને સ્વદ્રવ્ય કહ્યું. તે પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું તો અંત:તત્ત્વ જે સ્વભાવભાવ, ત્રિકાળભાવ; ભાવ... હોં ! ( એ સ્વદ્રવ્ય.) ભાવવાન પછી લીધું. આહા... હા! શુદ્ધઅંત:ભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય, તે ઉપાદેય છે. “ઉપાદેય” નો અર્થ એ અનુભવ કરવા લાયક છે. એ આગળ આવશે.
હવે કહે છે: “ખરેખર સહજજ્ઞાન” -જે અંત:તત્ત્વ-અંતઃભાવ કહ્યો ને..? હવે એ ભાવની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૬૭ વ્યાખ્યા કહે છે. કેવો ભાવ ? કેઃ સહજજ્ઞાન. ત્રિકાળી જ્ઞાનસ્વભાવ. ત્રિકાળી જ્ઞાન. ધ્રુવભાવ. સહજજ્ઞાન ત્રિકાળી. ત્રિકાળી સ્વાભાવિક વસ્તુ. કોઈએ કરેલી નહીં. એવું સહજ જ્ઞાન. “ સહજદર્શન-સહજચારિત્ર ”- સહજચારિત્ર ત્રિકાળ.
એક વખત પ્રશ્ન ઊઠયો હતો કે: ‘સિદ્ધને ચારિત્ર ન હોય’ (પણ એમ નથી ). સંયમ (રૂપ ) ચારિત્ર ન હોય, પણ સિદ્ધમાં ચારિત્ર છે. પોતાનું પરિણમન સિદ્ધમાં છે. ચારિત્ર તો સ્વરૂપશક્તિ અંદર છે તે સિદ્ધમાં (પૂર્ણ) પ્રગટ થાય છે. એટલે ચારિત્ર તો છે! સહજચારિત્ર સ્વભાવ છે! એને અહીંયાં સ્વદ્રવ્યમાં લેવું છે. અને જે પછી પરિણમન થશે તેને ૫૨દ્રવ્યમાં લેવું છે. એ આ અપેક્ષાથી. સમજાણું કાંઈ ?
66
‘સહજચારિત્ર ”–સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર, અર્થાત્ સ્વાભાવિક ત્રિકાળી વીતરાગતા. સ્વાભાવિક ત્રિકાળી અકષાયસ્વભાવભાવ, એ ચારિત્ર.
આહા... હા ! ‘સમયસાર નાટક' માં કહ્યું ને...! “જિનપદ નાંહિ શરીૌ, જિનપદ ચેતનમાંહિ; જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનવર્નન નાંહિ.” આહા... હા! ભાઈ ! જિનવર્નન કછુ ઔર હૈ. જિનપદ નાંહિ શ૨ી૨કૌ, જિનપદ ચેતનમાંહિ. જ્ઞાનાનંદ ભગવાન ધ્રુવ, એ જિનપદ છે. એ જિનપદ કહો કે વીતરાગભાવ કહો કે ત્રિકાળી અકષાયભાવ કહો કે ચારિત્ર કહો (એકાર્થ છે). સમજાય છે કાંઈ ? “ સહજચારિત્ર.” અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ લેવું છે; હવે એ સુખની વ્યાખ્યા થોડી લાંબી કરી.
“સહજપરમવીતરાગસુખાત્મક”- કેવો છે આનંદ? કેઃ સહજપરમવીતરાગસુખસ્વરૂપ ( છે ). અંદર ત્રિકાળી ભગવાન, આનંદકંદ, પરમ સહજ-સ્વાભાવિક-૫૨મ ઉત્કૃષ્ટ વીતરાગસુખસ્વરૂપ ત્રિકાળ છે. આહા... હા ! ભગવાન ચૈતન્ય અમૃતના સાગરથી ભર્યો છે, પ્રભુ! ચૈતન્યામૃત છે તે (સ્વદ્રવ્ય છે; ) પર્યાય નહીં. આહા... હા! અહીં તો કહે છે કેઃ સહજ-સ્વાભાવિક એટલે કેઃ અણથયેલ, અણબનેલ, સ્વાભાવિક પરમવીતરાગસુખસ્વરૂપ છે. ભગવાનઆત્મા તો સહજ સ્વભાવ પરમ આનંદરૂપ પ્રભુ છે. આહા... હા! આ આશ્રય કરવા લાયકની વાત કરવી છે ને...! તેથી આ ‘ સ્વદ્રવ્ય ' ઉપાદેય, એની વ્યાખ્યા કરે છે. પહેલાં કહ્યું ને.. ? સ્વદ્રવ્ય ઉપાદેય છે. તો કહે છે કેઃ ‘ સ્વદ્રવ્ય ' કોને કહ્યું ? એના ભાવને અમે સ્વદ્રવ્ય કહીએ છીએ. (ક્ષાયિક આદિ) પર્યાયને અને વિભાવ આદિને પરદ્રવ્ય કહ્યાં અને એ અપેક્ષાએ (તેને) પરભાવ કહ્યાં. તો અહીં ત્રિકાળી સ્વભાવભાવને ‘સ્વદ્રવ્ય ’ કહ્યું. હજી સ્વદ્રવ્યની વિશેષ વ્યાખ્યા આવશે.
'
‘ સ્વદ્રવ્ય ’કોને આધારે છે? –સ્વદ્રવ્ય ‘ આધેય ' છે અને ત્રિકાળી સ્વભાવભાવ પરમપારિણામિકભાવ ‘આધાર' છે. આહા... હા! થોડું પણ ઘણું છે, ભાઈ! એ ચીજના અવલંબને જે અનુભવ થાય છે (તે પર્યાયને ‘આધેય ’ માનતો નથી.)
‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' ગાથા-૩૧૩માં તો ત્યાં સુધી કહ્યું કેઃ એવો સમ્યગ્દર્શનનો અનુભવ થાય, એ પર્યાય (ભાવ) છે, અને ત્રિકાળી છે તે દ્રવ્યભાવ છે. પછી લેશે કે: ભાવનો આશ્રય તે પરમપારિણામિકભાવ (છે). પરમપારિણામિકભાવ તો પૂર્ણ ૫૨માત્મસ્વરૂપ (પ્રભુ) છે. પણ સમ્યગ્દષ્ટિને જ્યારે પર્યાયમાં અનુભવ થયો ત્યારે એ પર્યાયને તૃણવત્ માને છે. કેમકેઃ તે એમ જાણે છે કેઃ ક્યાં આ મારી અલ્પ પર્યાય! અને ક્યાં ચારિત્રની પર્યાય, અને ક્યાં કેવળજ્ઞાનની પર્યાય ?! એને એનો (પ્રગટેલી પર્યાયનો) ગર્વ નથી. રાગનો ગર્વ નથી કે ‘મારો રાગ છે'. પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ – પ્રવચને નવનીત: ભાગ-૨ “હું” પર્યાય જેટલો નથી, માટે એનો પણ ગર્વ નથી. આહા... હા! સમ્યગ્દષ્ટિજીવ પોતાની પર્યાયમાં પામરતા જુએ છે અને પૂર્ણતામાં (સ્વરૂપમાં) પ્રભુ જુએ છે. આહા. હા! મુખ્ય તો એ ( પ્રભુ ) એક જ છે. આ (પર્યાયભાવો) તો જાણવા લાયક ચીજ છે અને એ પર્યાયમાં સમ્યગ્દષ્ટિ એમ માને છે કે, હું તો તૃણવત્ છું. (પોતાને) તૃણ સમજે છે.
આહા. હા! શું કહે છે? કે: હું સહજપરમવીતરાગસુખાત્મક ભાવરૂપ, ત્રિકાળ વીતરાગપરમસુખસ્વરૂપ છું પણ જ્યાં પર્યાયને જોઉં છું તો તૃણતુલ્ય લાગું છું. આહા.... હા ! ક્યાં ચારિત્રની પર્યાય અને ક્યાં વીતરાગ કેવળીની પર્યાય! પર્યાયમાં પામરતા જુએ છે અને વસ્તુમાં પ્રભુતા જુએ છે.
આહા... હા! ભાષા તો સાદી છે, પ્રભુ! સમજાય એવી આ વસ્તુ છે. આ અલૌકિક વાતો છે, બાપા! અત્યારે તો એવી ગડબડ થઈ (ગઈ ) છે કે માણસને આકરું પડે! હજી તો મૂળ સમ્યગ્દર્શન અને તેનો વિષય એ શું ચીજ છે? અને અનુભવ થતાં સમ્યગ્દર્શનમાં શું અનુભવાય? અને એ અનુભવ-પર્યાય છે કે ગુણ છે કે દ્રવ્ય છે? (–એનું કંઈ ભાન નથી). (ભાઈ !) એ પર્યાય છે! અહીંયાં તે અપેક્ષાએ તેને પારદ્રવ્યમાં જ લીધી છે.
આહા.. હા! (ક્યાં એ પ્રગટેલી અલ્પ શુદ્ધપર્યાય?) અને ક્યાં સર્વશની પર્યાય? ક્યાં સ્વસંવેદન–ચારિત્રની પર્યાય? મુનિને તો પ્રચુર સ્વસંવેદન જેનો ટ્રેડમાર્ક (મહોરછાપ) છે. એવો પાઠ “સમયસાર' ગાથા-૫ માં છે. સ્વસંવેદન=સ્વ અર્થાત પોતાનું + સમ અર્થાત પ્રત્યક્ષ આનંદનું + વેદન, એ અમારા અનુભવ (ની) મહોરછાપ છે. જેમ કાગળ (ઉપર) પોસ્ટવાળા મહોરછાપ મારે છે તો કાગળ (પોસ્ટમાં) ચાલે છે, તેમ આ પ્રચુર સ્વસંવેદન, અતીન્દ્રિય આનંદ, એ અમારા અનુભવની મહોરછાપ છે. છતાં અહીંયાં એને પણ “પદ્રવ્ય' કહી દીધું છે. કારણ કે, અનો-ત્રિકાળીનો આશ્રય લેવાથી જ, ત્રિકાળીના સેવન કરવાથી જ સમ્યગ્દર્શન; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ સમ્યજ્ઞાન, ત્રિકાળીનો આશ્રય કરવાથી જ ચારિત્ર; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ શુક્લધ્યાન; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ કેવળજ્ઞાન (પ્રગટ થાય છે) ! (–એવી સર્વ પર્યાયોને અહીં “પદ્રવ્ય' કહી.)! આહા... હા! આવી વાત છે!! અને સહજપરમવીતરાગસુખાત્મક “શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ,” શુદ્ધઅંત:તત્ત્વ અર્થાત્ શદ્ધઅંતઃસ્વભાવસ્વરૂપ, એને “સ્વદ્રવ્ય' કહ્યું. કોને “સ્વદ્રવ્ય” કહ્યું? – “ભાવ” ને અર્થાત સ્વાભાવિક ધ્રુવ જ્ઞાન, સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક ચારિત્ર, એ નિત્ય, ધ્રુવ, રસકંદ, સામાન્યસ્વરૂપ, અભેદ, ભૂતાર્થ, જ્ઞાયક-તે એનો જે ભાવ, એ શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય' છે! આહા... હા! (પાઠમાં) છે.શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય!”
હવે, એ (સ્વ) દ્રવ્યનો પાછો ‘આધાર’ કહેશે. આહા.... હા! ભાવનો આધાર! વળી સ્વદ્રવ્યનો આધાર! એ “ભાવ” ને તો “અંતઃદ્રવ્ય” કહ્યું સમજાય છે કાંઈ? ત્રિકાળી સ્વભાવભાવ જે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે અને અંત:તત્ત્વ- “સ્વદ્રવ્ય' કહ્યું. તો એ “સ્વદ્રવ્ય' નો પાછો આધાર! આહા... હા! અનંત અનંત ગુણો છે એનો એક આધાર પરમપરિણામિકભાવ છે! અહીં તો એકરૂપ લેવું છે ને..? એ તો અનંત છે; સહજજ્ઞાનસહજદર્શનાદિ ઘણા ભાવ આવ્યા ને..! એને અંતઃત-અંતઃભાવસ્વરૂપ સ્વદ્રવ્ય કહ્યું છે તે સ્વદ્રવ્યનો આધાર ?! –આ તો બાપુ, અંતરની વાતો છે, ભાઈ ! શું થાય ? એને દ્રવ્ય નહીં, ભાવ” કહ્યો. અહીં સ્વદ્રવ્યના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીનિયમસાર ગાથા ૫૦ ૬૯ આશ્રયે તે ભાવ છે, એમ કહ્યું. અર્થાત્ અંતઃતત્ત્વ-ભાવસ્વરૂપને સ્વદ્રવ્ય કહ્યું. ‘ભાવવાન' જે ત્રિકાળી છે, તેની વાત પછી લેશે. સમજાય છે કાંઈ ?
,
છે કે નહીં અંદર ટીકામાં? છે...! “ अस्य खलु सहजज्ञान- सहजदर्शन- सहजचारित्रસદનપરમવીતરા સુદ્ધાત્મત્સ્ય શુદ્ધાન્તસ્તત્ત્વસ્વરૂપસ્યાધાર: ” એ તો શબ્દ નો અર્થ જ છે. એનો–સ્વદ્રવ્યનો આધાર! પણ એ દ્રવ્ય એટલે અંતઃતત્ત્વ-ભાવ. ત્રિકાળી શક્તિ, ત્રિકાળી ભાવને સ્વદ્રવ્યનો ગુણ કહ્યો. એમ કે, અનેકરૂપ છે ને...! તો એને ભાવ કહીને એનો આધાર એક છે, એમ લેવું છે. ભગવાન પરમપારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, એ શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્યનો જ આધાર છે. ગુણ-સ્વભાવ અંતઃતત્ત્વ સ્વદ્રવ્ય એ આધેય છે. અને એને (સ્વદ્રવ્યનો ) આધાર છે. પણ અહીંયાં તો એમ કહે છે કેઃ એ ‘ આધાર-આધેય' નો લક્ષ-ભેદ છોડી દે! સ્વાભાવિક અનંતજ્ઞાન, પરમવીતરાગઆનંદ આદિ ત્રિકાળી અને એનો આધાર ૫૨મદ્રવ્ય, એવો ભેદ પણ છોડવા માટે આ વાત કરે છે. ભાવ અને ભાવવાન, આધેય અને આધાર-અંતઃતત્ત્વ ‘આધેય’ અને આખી વસ્તુ ત્રિકાળી એકરૂપભાવ ‘આધાર’ –એવો ભેદ પણ જેને નથી, તે બતાવવા માટે ‘દૃષ્ટિના વિષય’ ની આ વાત છે! આહા... હા ! સમજાય છે કાંઈ ? “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય...” જોયું? આ સ્વદ્રવ્ય એનો આધાર ( કોણ ) ? આહા..... હા ! ઝીણું પડે. (શ્રોતાઃ ) સંસ્કૃત ટીકામાં ‘શુદ્ધઅંતઃતત્ત્વ' શબ્દ નથી આવ્યો! (ઉત્ત૨:) કોણે કહ્યું નથી આવ્યું ? “ શુદ્ઘન્તસ્તત્ત્વસ્વરુપ સ્વદ્રવ્યમુપાવેયન” છે ને..! અંદર છે! પણ વાંચતા નથી. સંસ્કૃતનો અભ્યાસ નથી. માથે કહ્યું ને..! “ સનવિમાવશુળપર્યાયનિર્યુવń શુદ્ધાન્તસ્તત્ત્વસ્વયં સ્વદ્રવ્યમુપાવેયના” પણ અહીં આવ્યું ને..? ‘સ્વદ્રવ્ય ઉપાદેય છે’ તેની તા આ વ્યાખ્યા છે. પહેલાં ‘ સ્વદ્રવ્ય ’ કહ્યું પછી મત્સ્ય વસ્તુ” છે ને...! सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याધાર: ” ‘ અસ્ય ’ અર્થાત્ ‘કોણ ’. ‘વસ્તુ’ અર્થાત્ ખરેખર. એનો-અંતઃતત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો ખરેખર આધાર કોણ ? આહા.. હા !
66
4
દિગંબરસંતો ( નાં વચન )!! ગજબ છે ને..! પદ્મપ્રભમલધારિદેવ એ તો આચાર્ય નહોતા, એ તો મુનિ હતા. એક દિગંબર પંડિતે ‘ખાનિયા તત્ત્વ-ચર્ચા' વખતે કહ્યું કે, અમારે તો આચાર્યનાં વચન જોઈએ. તો સામે પંડિતજીએ કહ્યું કે, અમારે તો આચાર્ય અને પંડિતોનાં બેયનાં વચન જોઈએ. ( અર્થાત્ અમને તો સર્વ સ્વાનુભૂતિ વિભૂષિત ધર્માત્માઓનાં દરેક વચન માન્ય છે)! આહા... હા! આ તે કાંઈ ટીકા છે!! એની (‘નિયમસાર’ ની ) ટીકા કરતાં પોતે શરૂઆતમાંપાંચમા શ્લોકમાં કહ્યું છે: “ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું ક્થન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? પામર! એમ કહે છે. આહા... હા! ગણધર એટલે ગુણના ધારક એવા ગણધરોથી રચાયેલું છે. આ તો ટીકા, આ ભાવ, કંઈ મેં કર્યાં છે, એમ નથી.. શ્રુતધરોની પરંપરાથી-અરિહંતથી ચાલતાં-ચાલતાં વર્તમાન સુધી સારી રીતે વ્યક્ત-પ્રગટ કરાયેલા છે. એ આ ૫૨માગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? આા.. હા! (પાઠ) છે..! “મુળધરાધરરવિત શ્રુતધરસન્તાનતસ્તુ સુવ્યવત્તમ્। પરમાામાર્થસાર્થ “ વવન્તુમનું જે વયં મન્વા: ”।। પ્।। આહા.. હા! બાપુ ! અમે તે કોણ ? મુનિ એમ કહે છેઃ અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે' –આ શબ્દ બે ઠેકાણે આવે છે; એ એમ કહે છે કે આ ટીકા કરનારા ‘અમે તે કોણ ?' પછી છઠ્ઠા શ્લોકમાં કહે છે: “ હમણાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) – પ્રવચન નવનીત: ભાગ-૨ અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. (એ રુચિથી પ્રેરિત થવાને લીધે “તાત્પર્યવૃત્તિ” નામની આ ટીકા રચાય છે).” આહા... હા! આ મુનિ-આ દિગંબર સંત, અતીન્દ્રિય આનંદમાં કિલ્લોલ કરે છે. અંદર અતીન્દ્રિય આનંદના હિલોળા (ઊઠ) છે. જેમ દરિયાકાંઠે ભરતી આવે છે તેમ મુનિને અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. એમ તો સમ્યગ્દષ્ટિને પણ આનંદનો અનુભવ છે પણ તે અંશે છે. અને અહીં (મુનિને) તો આનંદની મોટી ભરતી આવે છે. અંદર આનંદ ઊછળે છે. આ તો ટીકા બની ગઈ, નહીંતર અમે તે કોણ? પણ અમને એવો વિકલ્પ આવ્યા કરે છે કે “આ નિયમસારની પુષ્ટિ થાઓ', તે કારણે ટીકા થઈ જાય છે.
આહા.. હા! અહીંયાં તો કહ્યું: “શુદ્ધઅંત:તવસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર” આહા. હા ! ભારે વાત. ભાઈ ! પહેલાં સહજ અંત:તત્ત્વ સ્વદ્રવ્ય કહ્યું અને સ્વદ્રવ્યનો આધાર એને સ્વદ્રવ્ય” કેમ કહ્યું? કેમકે, એને-પર્યાયને પરદ્રવ્ય કહી ને..? તો એ અપેક્ષાએ આ ભાવને સ્વદ્રવ્ય' કહ્યું.
આમ તો “પ્રવતિ તિ દ્રવ્યમા” દ્રવ્ય કોને કહીએ? “પંચાસ્તિકાય” માં ૯મી ગાથામાં બે બોલ છે: ‘વિવુિં,‘ઋરિ', ‘વિય
િછરિ' , તાડું તારું ભાવUgયારૅ નં વિયં તું ભણંતે ગણUTમૂર્વ તુ સત્તાવો” | II ત્યાં “વિઃિ ' (સ્વભાવપર્યાયોને દ્રવિત થાય છે) શુદ્ધ પરિણતિ લીધી છે અને ‘છવિ' (વિભાવ પર્યાયોને પ્રાપ્ત થાય છે) વિભાવ પરિણતિ લીધી છે. બેય શબ્દમાં ભેદ પાડયો છે. ‘વિયર ઋરિ તાડું તારું ભાવપyયાડું નો' એ સદ્ભાવ (રૂપ) પર્યાય છે. ભલે વિકાર હોય પણ એ પર્યાય તો એની છે ને! અસ્તિકાય સિદ્ધ કરવું છે ને.? (પર્યાય) એના અસ્તિત્વમાં છે. અને (એ) વિકાર પરના અસ્તિત્વમાં નથી. અન્વયાર્થ જુઓઃ “તે તે સદભાવપર્યાયોને જે દ્રવિત થાય છે–પામે છે. તેને (સર્વજ્ઞ) દ્રવ્ય કહે છે કે જે સત્તાથી અનન્યભૂત છે.” અર્થાત્ સત્તાથી એકમેક છે. દ્રવ્ય કંઈ સત્તાથી ભિન્ન નથી એટલું સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છે.) શુદ્ધભાવ જે ત્રિકાળ છે, એ સ્વદ્રવ્ય; એનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ” –સ્વાભાવિક પરમપરિણામિકભાવલક્ષણ. આહા.. હા ! જુઓઃ સ્વાભાવિકપરમપરિણામિકભાવ. (આમ તો) પરમાણુમાં પણ પરમપરિણામિકભાવ કહ્યો છે. પણ અહીં તો એ જ્ઞાયકભાવ લીધો (સમયસાર ') છઠ્ઠી ગાથામાં. નહીંતર બતાવવો છે તો પરમપારિણામિકલ્સાયકભાવને. પણ પારિણામિકભાવ તો દરેક દ્રવ્યમાં છે જ. પણ અહીંયાં જે
પારિણામિકભાવ' કહ્યો તે ત્યાં (“સમયસાર” ગાથા-૬માં) કહ્યો નથી પણ ત્યાં “જ્ઞાયક' કહ્યો. કારણ કે જીવને પરમપરિણામિકભાવ એટલે જ્ઞાયકભાવ ત્રિકાળ છે. અને અહીં પરમપરિણામિકભાવ કહે છે. અહીં તો ચોખ્ખી ભાષા કરી નાખી. અહીં સહજજ્ઞાન, સહજદર્શન આદિ ભાવ લીધા તો એ ભાવ બીજાં (દ્રવ્યો) પરમાણુ વગેરેમાં તો છે જ નહીં. શું કહ્યું? સમજાણું કાંઈ? ત્યાં છઠ્ઠી ગાથામાં જ્ઞાયકભાવ' કહ્યો છે. અહીં પરમપારિણામિકભાવ કહ્યો; પણ પારિણામિકભાવ તો પરમાણુ આદિ દરેક દ્રવ્યમાં (હોવાથી) દ્રવ્યસ્વભાવ તો પરમપરિણામિકભાવે જ છે. માટે એ પરમપરિણામિક કહેતાં આત્મા ન સમજે એટલે આત્માને જ્ઞાયકભાવ કહ્યો. અને અહીંયાં તો પહેલાં સહજજ્ઞાન, સહજદર્શન, આદિ ભાવ કહ્યા અને એનો આધાર' પરમપરિણામિક છે એમ કહેશે. સમજાણું કાંઈ ? અહીં જે સહજજ્ઞાન, દર્શન, આનંદ આદિ ભાવ કહ્યા તે ભાવ ચૈતન્યના છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૭૧ એટલે એનો આધાર પરમપરિણામિકભાવ કહ્યો.
જિજ્ઞાસાઃ- આધાર-આધેય બે થઈ ગયાં કે એક જ છે. સમાધાનઃ- બે એક છે. પહેલાં બે ભેદ કર્યા. છે બે. પણ દષ્ટિમાં બે નથી. દૃષ્ટિમાં
ધય નથી. આધાર-આધેય તો બે છે... ભાવ અનેક છે, વસ્તુ એક છે. માટે “ભાવ” આધાર અને “(ભાવાન)” આધેય છે. પણ દષ્ટિના વિષયમાં બે ભેદ નથી. આહા.. હાઝીણી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ?
અહીંયાં “પરમપરિણામિકભાવ” કહ્યો. અને ત્યાં (“સમયસાર” ગાથા-૬માં) “જ્ઞાયકભાવ' કહ્યો. ત્યાં આત્માને લેવો છે તેથી જ્ઞાયકભાવ કહ્યો. અહીંયાં આત્માને તો લીધો છે પણ (પરમ) પારિણામિકભાવ કહેવા પહેલાં એના જ્ઞાન, દર્શન (આદિ) ત્રિકાળભાવ લીધા. એ ભાવ તો બીજાં (દ્રવ્યોમાં) નથી. આહા... હા ! આશ્ચર્યકારી ટીકા છે!
“शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार" આહા.. હા! “કારણસમયસાર” કહો, કારણજીવ કહો, જ્ઞાયક કહો, ભૂતાર્થ કહો, (એકાર્ય છે.) પણ અહીં તો શુદ્ધભાવ શબ્દ પડ્યો છે ને..! તો શુદ્ધભાવમાં પહેલાં શુદ્ધભાવ તો ત્રિકાળીને કહે છે; પણ એનો ભાવ સહજજ્ઞાનાદિ શુદ્ધ ત્રિકાળીભાવ, એનો આધાર પરમપરિણામિકભાવ છે, (એમ કહ્યું ). સમજાય છે કાંઈ ? જુઓ! “સ્વદ્રવ્ય' નો આધાર પરમપારિણામિકભાવ ( એવો કારણસમયસાર છે ).
- પર્યાયને પણ પારિણામિકભાવ કહી છે. “જયધવલ” માં તો મિથ્યાત્વ-રાગદ્વેષના પરિણામને પણ પારિણામિકભાવ કહ્યા; પરમપરિણામિક નહીં. રાગ-દ્વેષ, પુણ્ય-પાપની પર્યાય પરમપરિણામિકભાવની પર્યાય છે એ અપેક્ષાથી પારિણામિકભાવ કહ્યો. ઉપશમભાવ, એ પરિણામિકભાવ; ક્ષાયિકભાવ, એ પારિણામિકભાવ; ક્ષયોપશમભાવ, એ પારિણામિકભાવ અને ત્રિકાળી એ પરમપરિણામિકભાવ! એ અપેક્ષાએ રાગને પણ પારિણામિકભાવ કહ્યો. જયધવલ” માં પાઠ છે.
પણ, અહીંયાં પરમપારિણામિક કેમ લીધો ? નહીંતર તો પરમપારિણામિકભાવ તો છયે દ્રવ્યોમાં છે. પણ પહેલાં ભાવ બતાવ્યો કે આ દ્રવ્ય છે, અને એનો આધાર પરમપરિણામિક છે. આહા.. હા! સમજાય છે કાંઈ ? જરી (સૂક્ષ્મ પડે) એવી વાત છે, ભાઈ ! સનપરમપરિણામિક”... હોં! છે ને? પરમપારિણામિક, એને પારિણામિક કહ્યું.
પંચાસ્તિકાય” માં “પરિણામે મવતિ પરિણાભિવ:” પાઠ છે ને! પારિણામિકભાવને પરિણામ કહ્યાં. અહીંયાં તો સહજજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવ કહ્યાં અને એને સ્વદ્રવ્ય કહ્યું. તો એનો “આધારપરમપરિણામિકભાવ, જ્ઞાયકભાવ, ત્રિકાળી દ્રવ્ય ! આહા... હા! એ જ્ઞાયકભાવ છે. જાણવાવાળો ભાવ, જાણકભાવ (છે).
અહીંયાં આ જે સહજજ્ઞાન ત્રિકાળી છે એનો આધાર સહજપરમપરિણામિકભાવલક્ષણ. કોનું લક્ષણ ? કેક કારણસમયસારનું! જે સમ્યગ્દર્શનનો વિષય છે! ત્યાં તો આધાર-આધેય, એવો ભેદ પણ નથી. પણ જ્યારે સમજાવવું હોય ત્યાં શું થાય? ભેદ પાડીને સમજાવવું પડે છે. સમજાણું કાંઈ? આહા... હા! સહુજ પરમપરિણામિકભાવલક્ષણ; “લક્ષ” –કારણસમયસાર. ત્યાં એ લક્ષણ આવી વાતો છે !! શાસ્ત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર – પ્રવચન નવનીત: ભાગ-૨ તો સમુદ્ર છે! અને સમ્યગ્દર્શનનો વિષય મહાદરિયો છે! અર્થ કર્યો ને...! સહજપરમપરિણામિકભાવ જેનું લક્ષણ ત્રિકાળ છે. કોનું (લક્ષણ) ? કેઃ કારણસમયસારનું! એ કારણસમયસાર છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્રિકાળ કારણસમયસાર છે! * આ વ્યાખ્યાન પૂરું થયું.
* * * *
પ્રવચન તા. ૮-૨-૧૯૭૮ આ (૫૦મી) ગાથામાં જરી આધાર-આધેય (ફરીથી) લેવું છે. આ જે ગુણો છે-ત્રિકાળ જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ-તેને અહીંયાં “આધેય' કહ્યાં છે અને દ્રવ્યને “આધાર' કહ્યું છે. પાઠમાં છે ને...! “શુદ્ધાત્તસ્તત્વસ્વચ્છપ સ્વદ્રવ્યમુપાયમ– મૂળ–અંત:તત્ત્વ તો અનંત દર્શનઆનંદાદિ ગુણો છે એને અંત:તત્ત્વ કહીને સ્વદ્રવ્ય કહ્યું. કારણ કે જ્યારે પર્યાયને પરદ્રવ્ય કહ્યું ત્યારે ગુણોને સ્વદ્રવ્ય કહ્યું (એ) અંતઃતત્ત્વ. હવે (કહે છે કેઃ) પરમપરિણામિકભાવલક્ષણ, એવો (કારણ) સમયસાર, ત્રિકાળીચીજ, જે સમ્યગ્દર્શનનો વિષય છે, તે ગુણોનો આધાર છે. અને એ ગુણો જે અંત:તત્ત્વ છે તે “આધેય” છે.
(“સમયસાર') “સંવર અધિકાર' માં જે આધાર-આધેય લીધું છે તે આનાથી બીજી ચીજ છે. શાંતિથી સાંભળો, શું ચીજ છે? ત્યાં તો એમ કહેવું છે: “૩૫યોને ઉપયો:અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે. એવો પાઠ છે. એનો અર્થ એવો લીધો કે અંદર આત્મા જ્ઞાનસ્વરૂપઆનંદસ્વરૂપ છે, એ વસ્તુ. (તે) જ્ઞાનક્રિયા (અર્થાત્ ) જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ક્રિયા, તેનાથી જાણવામાં આવે છે. તે કારણે, એ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્વિકલ્પવીતરાગી “પર્યાય' છે તે આધાર છે અને “દ્રવ્ય” આધેય છે. આહા... હા! સાંભળો ! આ (બન્ને) વાતમાં બહુ ફેર છે. ત્યાં તો આગળ રાગનું ક્ષેત્ર અને ભાવ ભિન્ન ગણ્યો છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે, વિકલ્પ છે, એનું ક્ષેત્ર પણ ભિન્ન અને ભાવ પણ ભિન્ન (છે ); એની સાથે આધાર-આધેય સંબંધ નથી. અર્થાત્ તે રાગથી સ્વભાવની દષ્ટિ થાય છે ને સંવર થાય છે, એમ નથી. ત્યારે કહે છે કે સંવર-દશા ( ઉત્પન્ન) થઈ કેવી રીતે? કેઃ એ નિર્મળપર્યાય, વીતરાગી આત્માના આશ્રયથી ઉત્પન્ન થઈ. (પણ) અત્યારે એ વાત ( એક બાજુ ) રાખો. પણ વીતરાગી પર્યાયમાં ઉપયોગમાં ઉપયોગ છે! ઉપયોગ અર્થાત્ વીતરાગી પર્યાય જે મોક્ષમાર્ગની ઉત્પન્ન થઈ તેમાં આત્મા છે! એ સંવર અધિકારનો આધાર-આધેય જુદો અને અહીંયા (નિયમસાર”) નો આધાર-આધેય જુદો. –બન્નેમાં તદ્દન ઉગમણા-આથમણો ફેર છે. ત્યાં જે કહ્યું એ તો દ્રવ્યને આધેય કહ્યું અને નિર્મળપર્યાયને આધાર કહી. ઝીણી વાત છે, બાપુ! આ તો અંતરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે! “ઉપયો? ઉ૫યો :” અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે. એમ કહ્યું ને..! પહેલા ઉપયોગમાં, એટલે નિર્મળ-વીતરાગી-શુદ્ધઉપયોગમાં આત્મા છે. એટલે કે, એ આધારથી આત્મા જાણવામાં આવે છે. સમજાણું કાંઈ ? ભેદજ્ઞાનમાં-રાગથી ભિન્ન કરીનેશુદ્ધસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય વડે “આત્મા જ્ઞાનસ્વરૂપી છે” એમ જાણવામાં આવે છે. તે કારણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયને
* આધાર-આધેય’ વિષે પૂ. ગુરુદેવશ્રીએ કૃપા કરી ફરીથી વિશેષ પ્રવચન આપ્યું તેના વિષય અનુસંધાનાર્થે, અહીં ચાલતા પ્રવચનના શેષ ભાગને પૃ. ૭૮ ઉપર આપવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૭૩ શુદ્ધઉપયોગ કહ્યો અને એમાં આત્મા રહે છે; અર્થાત્ એનાથી (દ્રવ્ય) જાણવામાં આવ્યું; એ કારણે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ' ને આધાર કહી અને “દ્રવ્ય (આત્મા)' ને આધેય કહ્યું, આવી વાતો છે !! ભાઈ. હજ આ તો થોડી થોડી આવે છે. જે આવે તે આવે. આ વિષય (જ) એવો (ગન) છે!! બીજે ઠેકાણે પણ આવે છે. પણ અત્યારે તેનું કામ નથી. (અહીં ‘નિયમસાર” માં જુદો વિષય છે).
પ્રવચનસાર” માં તો એમ આવે છે કેઃ પર્યાય “કારણ” છે અને દ્રવ્ય “કાર્ય' છે. ત્યાં આ સિદ્ધ કરવું છેઃ પર્યાયથી દ્રવ્ય લક્ષમાં આવે છે. તેથી “પર્યાય' કારણ અને દ્રવ્ય' કાર્ય અને
ને ત્યાં એમ પણ લીધું છે કે: દ્રવ્ય “કારણ' અને પર્યાય “ કાર્ય'. કારણ કે, દ્રવ્યના આશ્રયથી પર્યાય ઉત્પન્ન થાય છે; તેથી “દ્રવ્ય' કારણ અને “પર્યાય” કાર્ય. એમ લીધું અને પર્યાય' કારણ અને “દ્રવ્ય” કાર્ય-એ વસ્તુની (અર્થાત્ ) અસ્તિકાયની સિદ્ધિ કરવા માટે એમ
પછી તે
કહ્યું.
(“સમયસાર”) સંવર અધિકારમાં જે આધાર-આધેય કહ્યું- “ઉપયોો ઉપયો:” – ઉપયોગમાં ઉપયોગ છે. આહા. હા! આ શબ્દ કુંદકુંદાચાર્યનો છે. શુદ્ધવીતરાગી શુદ્ધઉપયોગમાં આમા” છે. અર્થાત શદ્ધઉપયોગથી “આત્મા જાણવામાં આવે છે. તે કારણે, શુદ્ધઉપયોગને આધાર કહીને દ્રવ્ય શુદ્ધ જે ત્રિકાળી છે તેને આધેય કહ્યું. સમજાય છે કાંઈ ? ત્યાં તો, (આત્મા) વ્યવહારરત્નત્રયથી જાણવામાં આવતો નથી; (ચાહે તો) વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, લાખ-કરોડ-અબજ કરે, કોડ ભવ સુધી કરે, તો પણ તે તો રાગ છે, એનાથી આત્માનું લક્ષ થાય એમ નથી; એ બતાવવું છે અને (સાથોસાથ ) ભેદવિજ્ઞાન-સંવરની (વિધિનું પણ પ્રકાશન કર્યું છે). (ત્યાં “કળશ” –૧૩૧ માં ભેદવિજ્ઞાનનું મહત્વ દર્શાવતાં કહ્યું છે કેઃ)
મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિલ્ફી કે વિરુન વના
અર્ચવામાવતો વલ્ફ વર્લ્ડ ચે વિઝન વોવના” [ શ્લોકાર્થ: જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે. ]” - અત્યાર સુધી જે કોઈએ મુક્તિ પ્રાપ્ત કરી છે, તે ભેદવિજ્ઞાનથી. ‘મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિક્કા યે છિન વોવન' નિશ્ચયથી જે સિદ્ધ થયા છે તે સઘળાય, રાગથી ભિન્ન પડીને, પોતાનો અનુભવ કરીને સિદ્ધ થયા છે. ‘મર્ચવામાવતો ઉદ્ધા' ભેદવિજ્ઞાનના અભાવથી બંધનમાં છે; કર્મના કારણે નહીં. આહા. હા! સમજાણું કાંઈ? માટે ત્યાં પહેલી જ ગાથામાં, એની ટીકામાં, એમ કહ્યું કે:
આત્માને, રાગ સાથે આધાર-આધેય સંબંધ નથી. ત્યારે કોની સાથે સંબંધ છે? કે: શુદ્ધઉપયોગ જે આત્માની સન્મુખ થઈને થયો, (એની સાથે સંબંધ છે). શુભાશુભ રાગ તે અશુદ્ધ છે; તેનાથી આત્મા, ખ્યાલમાં આવતો નથી; એટલે સંવર થતો નથી. પણ જે રાગરહિત શુદ્ધોપયોગ છે તેનાથી (આત્મા) ખ્યાલમાં આવે છે; માટે શુદ્ધઉપયોગને “આધાર' કહ્યો અને દ્રવ્યને “આધેય' કહ્યું.
આહા.. હા ! ઝીણી વાત છે, ભાઈ ! સંપ્રદાયમાં એમ ને એમ ચાલે છે. એ રીતે તો આ (વિષય) કઠણ પડે એવો છે, બાપુ ! અહીં જે છે એ બીજી ચીજ છે. અહીં તો અંત:તત્ત્વ આત્મા (એ સ્વદ્રવ્ય ); અને અંતર જે ભાવ-પર્યાયમાત્રને, અર્થાત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ પવિત્ર પર્યાય જે મોક્ષના માર્ગની તેને પણ, પરદ્રવ્ય કહ્યું. (એટલે કે.) જે ત્રિકાળીભાવ (સહજ ) જ્ઞાનદર્શન- ચારિત્ર આદિ છે તે અંતતત્ત્વસ્વરૂપ, અંતઃભાવસ્વરૂપ સ્વદ્રવ્ય છે; તો પેલા (પૂર્વોક્ત સર્વ ભાવો) પરદ્રવ્ય છે, એમ કહ્યું હતું અને પછી કહ્યું કેઃ એ અંત:તત્ત્વ જે અંત:ભાવસ્વરૂપ સ્વદ્રવ્ય છે એનો આધાર, એ કારણસમયસાર જે એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તે (સ્વદ્રવ્યરૂપ ભાવનો આધારરૂપ) ભાવ હતો.
તત્ત્વાર્થસૂત્ર' નું એ (સૂત્ર) છે: “દ્રવ્યાશ્રયા નિTI III:”- દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. “નિબT TT:' કેમ કહ્યું? કેઃ ગુણના આશ્રયે ગુણ નથી, દ્રવ્યના આશ્રયે ગુણ છે.
સંવર અધિકાર' માં પોતાના નિર્મળ પરિણામથી (આત્મા') ખ્યાલમાં આવ્યો તો ત્યાં (તેવા પરિણામને) “આધાર' કહ્યો અને અહીંયાં જે ભાવ, ત્રિકાળી સ્વભાવભાવ તેને આધેય' કહીને પરમ (પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા) કારણસમયસાર પ્રભુને ‘આધાર’ કહ્યો. સમજાણું કાંઈ ?
એક આ “અતભાવ” ની વાત મગજમાં આવી! સાંભળો! અહીંયાં જે અંતતત્ત્વ (રૂપ) ગુણ કહ્યા અને આધેય’ કહ્યું. વસ્તુને ‘આધાર’ કહી. તેમ છતાં એ દ્રવ્યને અને ગુણને અતભાવરૂપ અન્યત્વ છે. ગઈ કાલે એક વાત, “પ્રવચનસાર” ગાથા-૧૦૭, સજ્જાઈ (સ્વાધ્યાય) માં આવી હતી. ત્યાં એમ કહ્યું: “સત્ દ્રવ્ય” , “સત્ ગુણ' , અને સત્ પર્યાય' , એ “સ” નો વિસ્તાર છે. હવે ગાથા-૧O૮ માં આ આવ્યું કે: દ્રવ્ય અને ગુણ વચ્ચે, જે ચાર અભાવ-પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યાભાવ, અત્યન્તાભાવ (–તે અહીં) લેવા નહીં; પણ દ્રવ્ય અને ગુણ વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે. (એટલે) દ્રવ્યમાં ગુણ નથી અને ગુણમાં દ્રવ્ય નથી. અહીંયાં જે કહ્યું કે: ગુણ આધેય છે અને દ્રવ્ય આધાર છે. છતાં બે વચ્ચે ફેર છે. શું? કેઃ દ્રવ્ય અને ગુણ અતભાવરૂપે ગણવામાં આવ્યાં છે. જે ભાવ દ્રવ્યનો છે તે ભાવ ગુણનો નથી. તેમ જ જે ભાવ ગુણનો છેતે ભાવ દ્રવ્યનો નથી. અરે! જે ભાવ પર્યાયનો છે તે દ્રવ્યનો નથી અને જે ભાવ દ્રવ્યનો છે તે પર્યાયનો નથી. માટે પર્યાય અને દ્રવ્યની વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે; અભાવરૂપ અન્યત્વ નહીં. આહા.... હા! સમજાણું કાંઈ ? થોડો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! આ તો વીતરાગમાર્ગ, બાપુ! ઝીણો બહુ. આહા... હા! મૂળ વસ્તુ (એવી છે!!)
ત્યાં એવું કહ્યું: ગુણ અને દ્રવ્યમાં પ્રદેશભેદ નથી. ત્યાં પ્રદેશભેદને પૃથક કહે છે. પૃથક કહે છે ને.? અને એમાં આ પ્રદેશભેદ નહીં. પણ દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી, એ અપેક્ષાથી બંને વચ્ચે અતભાવરૂપ અન્યત્વ ગણવામાં આવ્યું છે. આહા... હા ! આધારઆધેયમાં પણ આ વાત ) છે.
ત્યાં “સંવર અધિકાર' માં જે નિર્મળઉપયોગ (આત્માને) પકડવાનો થયો, (અર્થાત) સ્વસંવેદનની દશા થઈ, તેને આધાર કહીને દ્રવ્યને આધેય કહ્યું છતાં “આધાર-આધેય” માં અતભાવ છે. એમ અહીંયાં અંત:તત્ત્વરૂપભાવ” “આધેય’ અને પરમપરિણામિકભાવ જેનું લક્ષણ છે એવો કારણસમયસાર “આધાર' અર્થાત્ “ગુણ” આધેય અને દ્રવ્ય” આધાર છે; છતાં બે વચ્ચે અતભાવ છે, બંને વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે. આવી વાત છે, બાપુ! સમજાય છે કાંઈ ?
“પ્રવચનસાર” ગાથા-૧૦૮, એ “જ્ઞય અધિકાર” છે ને..! “જ્ઞય” નું સ્વરૂપગાથા-૯૩થી શરૂ કર્યું. તો એ જ્ઞયનું સ્વરૂપ એમ બતાવવું છે કેઃ જે ભાવ છે અને જે દ્રવ્ય છે એટલે જે ગુણ છે અને જે દ્રવ્ય છે એ વચ્ચે, જ્ઞયનો એવો સ્વભાવ છે કે, અતભાવ છે. આહા... હા ! ઝીણી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૭૫ વાત, ભાઈ ! માણસને (અંતરનો) પરિચય નથી; અભ્યાસ નથી; અને બાહ્યથી (ઉપર ઉપરથી) માનીને અનંતકાળથી રખડી મર્યો છે.
સંવર અધિકાર' માં પર્યાયને “આધાર' કહી; કેમ કે પર્યાયથી એ (દ્રવ્ય) જાણવામાં આવે છે. કાંઈ દ્રવ્ય વડ દ્રવ્ય જાણવામાં આવતું નથી. અને વીતરાગીપર્યાય જે સ્વસમ્મુખ થઈ, એનાથી (આત્મા) અનુભવમાં આવ્યો; માટે વીતરાગીપર્યાયને “ઉપયોગ' કહ્યો અને એમાં, ઉપયોગ- “આત્મા” છે; (એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે); અને એના (ઉપયોગના) આધારે” આત્મા છે; એમ કહ્યું. કારણ કે એનાથી (ઉપયોગથી “આત્મા') જાણવામાં આવ્યો. જાણવામાં ન આવે ત્યાં સુધી ‘આ આત્મા છે, અને આ ગુણ-પર્યાય છે' એવું આવ્યું ક્યાંથી ? સમજાણું કાંઈ ?
સમયસાર' ગાથા: ૧૭-૧૮ માં તો એમ આવ્યું ને...! ભગવાન આત્મા આબાળગોપાલ સૌને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. આહા.... હા ! જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તે કારણે જે જ્ઞાનની પર્યાય છે તેમાં ય જે સ્વદ્રવ્ય છે તે જ આબાળગોપાલ સૌને (અર્થાત્ ) બાળકથી માંડીને વૃદ્ધ બધાય જીવોને જાણવામાં આવે છે. “વસ્તુ” પર્યાયમાં આવતી નથી; પણ (પર્યાયમાં ) જાણવામાં આવે છે; છતાં, એમ કેમ છે? સૌને પર્યાયમાં દ્રવ્ય આવું છે; એમ પર્યાયમાં જાણવામાં આવે છે. બધાયને જાણવામાં આવે છે; છતાં, એમ કેમ છે? સૌને પર્યાયમાં ‘દ્રવ્ય” જાણવામાં તો આવે છે છતાં અજ્ઞાનીની દષ્ટિ બંધને વશ છે, રાગને વશ છે, તે કારણે “પર્યાય” દ્રવ્યને જાણે છે” એ દષ્ટિ, તેને (અજ્ઞાનીને) નથી. આહા... હા! આવી બધી વાતો છે!! સમજાય છે કાંઈ ?
અહીંયાં તો જે આધાર-આધેય કહ્યું, એ સૂક્ષ્મ વાત છે.
(ગાથા: ૧૭-૧૮માં, કહ્યું? કેઃ અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનું સામર્થ્ય એટલું છે (અર્થાત્ ) સ્વ-પર પ્રકાશક છે. તેથી (તેને પણ) સ્વય-દ્રવ્ય “પર્યાય' માં જાણવામાં તો આવે જ છે. અજ્ઞાનીને પણ હોં..! પણ અજ્ઞાનીની પર્યાયમાં સ્વદ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં પણ તેની દષ્ટિ રાગ-દયા, દાન અને વિકલ્પ-ઉપર પડી છે, એ બંધ નહીં (પણ) ભાવબંધ છે, તે ભાવબંધના વિશે પડયો છે; જોકે તેને અબંધસ્વભાવ જાણવામાં તો આવે છે પણ તેની દષ્ટિ બંધ ઉપર છે; તેથી તે મિથ્યાદષ્ટિ છે; માટે તેને (સ્વય) જાણવામાં આવ્યું નહીં. સમજાણું કાંઈ?
આહા... હા! બહુ ઝીણું છે, બાપુ! આવું... છે! પણ એને સમજવું પડશે કે નહીં? સત્યને સત્ય રીતે (સમજવું જોઈએ કે) આ વાત કઈ રીતે છે? બાપુ! અત્યારે તો (ઘણાંને સાંભળવી પણ) મુશ્કેલ પડે એવી (વાત) છે. સંપ્રદાયમાં તો આ વાત ચાલતી ય નથી. એ તો સમ્યગ્દર્શન વિના, આ વ્રત કરો ને ત્યાગ કરો ને પડિમા લઈ લ્યો ને... એ વાતો ચાલે છે. એ માર્ગ વીતરાગનો નહીં!
૧૭-૧૮ ગાથામાં (એ કહ્યું કેઅજ્ઞાનીની જે પર્યાય છે. એમાં પર્યાયનો પ્રકાશ સ્વ-પર પ્રકાશક હોવાથી દ્રવ્ય જ (-દ્રવ્ય પણ) જ્ઞાનમાં આવે છે પણ તે તરફ એની “દષ્ટિ' નથી; તેથી (દ્રવ્ય) ખ્યાલમાં આવતું નથી. અર્થાત્ અજ્ઞાનીની દષ્ટિ (સ્વદ્રવ્ય ઉપર નથી), તેની દષ્ટિ રાગ ઉપર છે, પર્યાય ઉપર છે. અને સંવર અધિકારમાં એ કહ્યું કે: નિર્મળપર્યાય (શુદ્ધઉપયોગ) ‘આધાર’ છે અને આત્મા “આધેય' છે અને આ (ચાલતા) અધિકારમાં “ગુણ” ને આધેય કહ્યા અને ‘દ્રવ્ય” ને આધાર કહ્યું. અને (“પ્રવચનસાર” ગાથા-૧૦૭ માં ) ગુણ અને દ્રવ્ય વચ્ચે અતભાવ કહ્યો. દ્રવ્યનો ભાવ, ગુણના ભાવમાં નથી અને ગુણનો ભાવ, દ્રવ્ય (ભાવ) માં નથી; માટે (તેમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ અતદભાવ છે, જેને લીધે તેમને અન્યત્વ છે). દ્રવ્ય અને ગુણના પ્રદેશભેદ નહીં હોવા છતાં, સંખ્યા, સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનાદિ ભેદ હોવાથી દ્રવ્ય અને ગુણ ભિન્ન છે. (બંને વચ્ચે) અતભાવ છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા:- ૪૭ નયમાં “આત્માને' રાગનો અધિષ્ઠાતા કહ્યો છે ને?
સમાધાનઃ ત્યાં એમ લીધું છે. બધું ખ્યાલમાં છે. આખું શાસ્ત્ર મગજમાં છે. ત્યાં તો એમ લીધું છે કે: અનંત નય છે. માટે અનંત નયના વિષય અનંત છે. ગુણ-પર્યાય-વિકારી, અવિકારી પર્યાય અને અધિકારી ગુણ-એ બધાના અનંત નય છે. એનો વિષય છે. એનો સ્વામી-અધિષ્ઠાતા આત્મા છે. જરી ઝીણી વાત છે. ફરીને કહીએ ત્યાં સાધકની વાત છે, સમ્યજ્ઞાનીની વાત છે; અજ્ઞાનીની નહીં. ત્યાં ૪૭ નય લીધા પહેલાં બે પ્રશ્ન છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે, પ્રભુ! “આ આત્મા કોણ છે (- કેવો છે) અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?' એવા પ્રશ્ન છે. આચાર્યદવ એમ કહે છે કે એવી જેને અંતરમાં જિજ્ઞાસા થઈ હોય તો અમે એનો ઉત્તર આપીએ છીએ. સાધારણ પ્રાણી વેઠની પેઠે વાત સાંભળવા આવ્યો હોય તો એને અમારો ઉત્તર નથી. જુઓ, સંસ્કૃત ટીકા છે: “નનું વોયમાત્મા 5થે વાવાગત રૂતિ વેત” – એવો પ્રશ્ન જે શિષ્યના હૃદયમાં હોય તો, એને અમે ઉત્તર આપીએ. પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. “તાવચેત સામાન્ય વ્યાનન્તધર્માધિકા 2.” એવો પાઠ છે.
કર્તા-કર્મ' ગાથાઃ ૭૩ માં “અધિષ્ઠાતા”- “સ્વામી” એવું લીધું છે કે વિકારનો સ્વામી કર્મ છે. એ ત્યાં ભેદ બતાવવા માટે કહ્યું અને અહીં તો જેટલી વિકારી અને અવિકારી પર્યાયો, તે બધી પર્યાયોનો સ્વામી આત્મા છે, એટલું બતાવવું છે. ત્યાં (કર્તા-કર્મમાં ) દષ્ટિપ્રધાન કથન છે અને અહીં જ્ઞાનપ્રધાન કથન છે. માટે નયમાં એમ પણ લીધું કે: આત્મા રાગનો કર્તા છે. જ્ઞાનીનો (આત્મા) હોં..! અજ્ઞાનીની વાત નથી. સમ્યગ્દષ્ટિને સ્વાનુભવ થયો છે છતાં જેટલું રાગનું પરિણમન છે એટલો તેને તેનો કર્તા કહીએ અને ભોકતા છે તો તેને ભોકતા પણ કહીએ. અને કર્તા પણ નથી અને ભોકતા પણ નથી, એમ પણ કહીએ છીએ. (કર્તનય, અકર્તનય, ભોકતૃનય, અભોકતૃનય) એમ ચાર નય છે. કુલ ૪૭ નય છે. ત્યાં એમ કહયું કે કર્તા આત્મા છે તો એ કર્તાનનો સ્વામી આત્મા છે! પરંતુ અહીં “સમયસાર” માં ના પાડે છે કે ( આત્મા ) કર્તાકર્તા નહીં ! કેટલી અપેક્ષાઓ આવે !! (અને ત્યાં ૪૭ નય પહેલાં, શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું કે:) અનંત નયો-ધર્મોનો અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. કેમ? કે: અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, તેમાં તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ તે એને (આત્મદ્રવ્યને) જાણે છે. નય છે તે એક એક ગુણને અને એક એક પર્યાયને જાણે છે. અને તે અનંતનયોના શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ ચીજ, એનો વિષય વિકારી અને અવિકારી પર્યાય, બેઉ સમકિતીના છે. પૂર્ણ થયો નથી અને સાધકની વાત છે તો બેઉનો સ્વામી આત્મા છે. એ વિકારનો અધિષ્ઠાતા-સ્વામી આત્મા છે! કારણ કે વિકાર કંઈ કર્મથી થયા નથી અને કર્મમાં છે નહીં. એ (વાત) આવશે. “કળશ ટીકા” માં આવશેઃ “વિકાર એ ચેતનાના પરિણામ છે!” આહા.. હા! એકકોર કહે કે વિકાર એ પુદગલના પરિણામ છે. એ તો નીકળી જાય છે એ અપેક્ષાએ. (અર્થાત્ ) સ્વભાવના દષ્ટિવંતને (તે વિકાર) નીકળી જાય છે, માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા. પણ જો એને એમ જ માની લે કે: ( વિકાર) પુદ્ગલના પરિણામ છે, મારા નથી; (તો મિથ્યા એકાંત થઈ જાય). તો ૪૭ નયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૭ – ૭૭ કહ્યું કે: જેટલી વિકૃત કે અવિકૃત અવસ્થા થાય છે અને જે અનંત ગુણ છે-એ બધાનો સ્વામી આત્મા છે. બધાનો અધિષ્ઠાતા આત્મા છે. સમજાણું કાંઈ ?
આહા... હા! આવી વાતો !!! ઝીણી પડે, શું થાય? આ (સંપ્રદાયમાં) તો (માને છે કે) ‘છાની પરિમયામી' વગેરે બોલે ને સામાયિક થઈ ગઈ ! (પણ એમાં) ધૂળેય સામાયિક નથી! આહા.... હા ! “સામાયિક' કોને કહેવી? એ તો તને હજી ખબર નથી. સામાયિક= સમય વીતરાગતાનો લાભ. તો વીતરાગપણાનો લાભ ક્યારે થાય ? કે જ્યારે પોતાના આનંદસ્વભાવમાંથી સ્વરૂપનું વદન થયું હોય. સ્વરૂપનું જ્ઞાન અને શેય પણ (એ), (એટલે કે)
જ્યાં પોતાની જ્ઞાનપર્યાયમાં દ્રવ્યરૂપી જ્ઞયનું જ્ઞાન થયું હોય! “એ શેય” પર્યાયમાં આવતું નથી. પણ પર્યાયમાં ‘દ્રવ્યશય” નું જ્ઞાન થાય છે. એમ શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવે છે પણ શ્રદ્ધાની પર્યાયમાં ‘પૂર્ણ દ્રવ્ય” આવતું નથી.
એવી (નિર્મળ ) પર્યાય વડે, પર્યાયમાં, (“આત્મદ્રવ્ય ') જાણવામાં આવ્યું માટે તેને ‘આધાર’ કહ્યો. એ પર્યાય, એમાં (દ્રવ્યમાં) છે; માટે (દ્રવ્યને) એનો સ્વામી કહ્યો. સમજાય છે કાંઈ? આવી વાત છે!! બાપુ, શું થાય ?
(અહીં ૪૭ નયમાં કહે છે કેઃ) પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા (એક દ્રવ્ય છે.)” એ રાગ પણ ધર્મ છે. ધર્મ અર્થાત્ ધારી રાખવું પોતાની પર્યાયમાં ધારી રાખ્યું માટે ધર્મ. અહીં ધર્મ એટલે વીતરાગીપર્યાય એમ નહીં. અનંત ધર્મોનું અધિષ્ઠાતા (એક દ્રવ્ય !) સમજાણું કાંઈ ?
આહા... હા! સમજાય એટલું સમજવું, બાપુ! માર્ગ તો આવો છે, ભાઈ! સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માની વાણીમાં દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે. એ સંતો કહે છે. અને એવું અનુભવમાં આવવું જોઈએ.
અહીં વિકારમાં મિથ્યાત્વ ન લેવું. અહીં જે અનંત નયોનું-અનંત ધર્મોનું અધિષ્ઠાતા કહ્યું તેમાં મિથ્યાત્વ ન લેવું. અહીં તો સમ્યગ્દષ્ટિને, જેને અંતર જિજ્ઞાસા થઈને અનુભવ થયો છે એને ઉત્તર આપવામાં આવે છે. એમ લખ્યું છે. અહીં તો “નય” છે ને..? “નય” છે એ કોઈ અજ્ઞાનીને હોતા નથી. “નય' શ્રુતજ્ઞાનીને હોય છે. તો “શ્રુતજ્ઞાની” ક્યારે થાય? કે: દ્રવ્યનો અનુભવ થાય ત્યારે “શ્રુતજ્ઞાની” થાય છે. નય તો શ્રુતજ્ઞાનનો અવયવ છે. અને શ્રુતપ્રમાણ એ અવયવી છે. નય અવયવ છે. તો એ (શ્રુતજ્ઞાની) બધા-રાગાદિ–અવયવને જાણવાવાળો છે. સમકિતીને પણ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે છે પણ (એને જાણવાવાળું શ્રુતપ્રમાણજ્ઞાન છે.) સમજાણું કાંઈ ?
અહીં એ કહ્યું: “[ કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું) જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણે તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય પ્રમેય થાય છે (જણાય છે).]” અનંત નયોમાં વિકૃત અને અવિકૃત બને અવસ્થા આવી ગઈ તેનો સ્વામી છે. કારણ કે-શ્રુતપ્રમાણમાં દ્રવ્ય અને પર્યાય બેઉનું જ્ઞાન આવી ગયું અને શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવઅંતઅનુભવ કરવાથી (તે આત્મા) પ્રમેય થાય છે. જ્ઞાનમાં જ્ઞયનું જ્ઞાન થાય છે. શ્રુતપ્રમાણ થાય છે તેથી વિકૃત અને અવિકૃત બધી પર્યાય અને ગુણ પ્રમેય થાય છે (અર્થાત્ ) શ્રુતપ્રમાણજ્ઞાનમાં વિકારી અવસ્થા પણ પ્રમેય થાય છે, નિર્વિકારીઅવસ્થા પણ પ્રમેય થાય છે, ત્રિકાળી ગુણો પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ પ્રમેય થાય છે અને આખો સમુદાય-એકરૂપ દ્રવ્ય (પણ) પ્રમેય થાય છે. આહા. હા! સમજાણું કાંઇ? પછી તો ખુલાસો કર્યો કે તે આત્મદ્રવ્ય દ્રવ્યનયે (ચિન્માત્ર) છે. હમણાં બધાં વ્યાખ્યાન થઈ ગયાં. અહીં તો આપણે એટલું લેવું હતું.
(પ્રશ્નઃ) આ પરમપારિણામિકભાવ “લક્ષણ ” અને “લક્ષ” કારણસમયસાર; એવો ભેદ છે?
(સમાધાનઃ) ત્યાં એમ કહેવું નથી. ત્યાં તો પરમપરિણામિકસ્વભાવ એક વસ્તુ; એને ‘આધાર’ કહીને, અનંત સહજ જ્ઞાન-દર્શન જે ત્રિકાળી અનંત સ્વભાવભાવ; એને “આધેય” કહીને, “દષ્ટિ” કારણસમયસાર ઉપર લઈ જવી છે. એ બતાવવું છે. સમજાણું કાંઈ ?
પ્રવચનસાર” જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા, એમાં એક-૧૩૬ (ગાથા) ઉપરથી નાખી છે, મૂળમાં નથી. પણ તેમને ક્યાંકથી મળી છે. એ અંદર નાખી છે. ગાથાઃ
“एदाणि पंचदव्वाणी उज्झियकालं तु अत्थिकाय त्ति।
મujતે વાયા પુખ વહુપૂરેસા પાયત્ત” આ પંચાસ્તિકાય મધ્યે જીવાસ્તિકાય ઉપાદેય. જીવાસ્તિકાય જે શુદ્ધ ચૈતન્ય ભગવાનસ્વરૂપ વિધમાન છે એ ઉપાદેય છે. એક જીવ નહીં. સંસ્કૃત ટીકામાં છે: “ સત્ર પગ્નાસ્તિwાયમધ્યે નીવાસ્તિીય ઉપાધેયસ્તત્રાપિ પપરમેષ્ટિપર્યાયાવરથા,” ઉપાદેયમાંથી વિશેષ લ્યો તો પંચપરમેષ્ઠી (છે). પંચપરમેષ્ઠીમાંથી પણ અહંત અને સિદ્ધ (ઉપાદેય છે.) એમાંથી પણ એક સિદ્ધ, અને એમાંથી પણ એ એક (નિજ શુદ્ધાત્મા જ) ઉપાદેય છે. બધો સાર કાઢીને (કહ્યું કે: એ એક મૂળ તો જીવાસ્તિકાય આખો ભગવાનસ્વરૂપ પરમાનંદમૂર્તિ (ઉપાદેય છે.) " वस्तुतस्तु रागादिसमस्तविकल्पजालपरिहारकाले सिद्धजीवसदृशा स्वकीयशुद्धात्मावस्थेति ભાવાર્થ: પહેલાં પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય ઉપાદેય છે એમ કહ્યું. અહીં (લોકમાં) અનંત જીવ છે. બધા ભગવાન. અહીં એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય નિગોદશરીર અને એક શરીરમાં અનંત નિગોદના જીવ છે એવો આખો લોક (નિગોદના જીવોથી) ભર્યો છે. સિદ્ધભગવાન બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવો છે. બધા ભગવાન છે. જીવાસ્તિકાય તરીકે ઉપાદેય છે, એમ કહે છે. દ્રવ્ય તરીકે હોં..! એમાં પછી (ઉપાદેયરૂપે ) પંચપરમેષ્ઠી લેવા. પછી એમાંથી પણ અહંત-સિદ્ધ લેવા; પછી એમાંથી પણ સિદ્ધ લેવા; અને એમાંથી પણ પોતાનો શુદ્ધ આત્મા લેવો. (શ્રોતા) સર્વ કથનનું તાત્પર્ય શું છે? (ઉત્તર) આ તાત્પર્ય છે કે અંદરમાં અંતદૃષ્ટિ કરવી અને અનુભવ કરવો. બાકી તો બધી વાતો છે. સમજાણું કાંઈ ? લ્યો! આધારઆધેયમાં આટલું આવ્યું.
(... શેષાંશ પૃ. ૭૯ ઉપર) (.. પ્રવચન તા. ૭-૨-૧૯૭૮ નો શેષભાગ).
હવે, ટીકાકાર મુનિ પદ્મપ્રભમલધારિદેવ પોતે આધાર આપે છે કે - એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસાર” ની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
(શાર્દૂનવિદોહિત) “ सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૭૯ एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।" “[ શ્લોકાર્થ:- ] જેમના ચિત્તનું ચરિત ઉદાત્ત (-ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.' ” ]
જેમના ચિત્તનું ચરિત” અર્થાત જ્ઞાનનું આચરણ એટલે કે, જ્ઞાન અર્થાત્ પ્રભુ આત્મા, એનું જેને આચરણ છે; એનો અભિપ્રાય શું? કેઃ જેના જ્ઞાનનું ચરિત અર્થાત્ આચરણ “ઉદાત્ત” (છે). આહા.. હા! જેના અભિપ્રાયમાં સ્વરૂપના જ્ઞાનનું આચરણ થયું છે અર્થાત્ એવા જ્ઞાનના આચરણવંત ઉદાત્ત એટલે “ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ” અર્થાત્ “સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપે અનુભવે છે” (– “કળશ ટીકા” માં) મોક્ષાર્થીની વ્યાખ્યા કરી. મોક્ષ છે તે પરમાનંદરૂપ છે એના અર્થીને, એના આનંદનો સ્વાદ આવ્યો છે એ મોક્ષાર્થી છે, એમ કહે છે. સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપે અનુભવે છે, તે મોક્ષાર્થી. (પણ) જેને હુજી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો નથી તે મોક્ષાર્થી ક્યાંથી હોય? એમ કહે છે. આ (અતીન્દ્રિય) સુખની પૂર્ણતા (-પૂર્ણ પ્રાપ્તિ) નો જે અર્થી, તે મોક્ષાર્થી “આ સિદ્ધાંતનું સેવન કરો કે- “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.”
(.. પ્રવચન તા. ૮-૨-૧૯૭૮ નો શેષભાગ)
હવે, આપણે આ શ્લોક (– “સમયસાર' કલશઃ ૧૮૫) જેમના (ચિત્તનું અર્થાત્ ) જ્ઞાનનું ચરિત એટલે આચરણ (એટલે કે) જ્ઞાનનું આચરણ ઉદાત્ત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થીઓ (આ સિદ્ધાંતનું સેવન કરો. અર્થાત્ શુદ્ધાત્માનો આશ્રય કરો.)
હવે મોક્ષાર્થીની વ્યાખ્યાઃ મોક્ષ (એટલે) પરમાનંદસ્વરૂપદશા, (અર્થાત્ ) આત્માના અતીન્દ્રિય પરમાનંદનો લાભ, તે મોક્ષ. સમજાણું કાંઈ ? “નિયમસાર” માં શરૂઆતની ગાથામાં છે કે “મોક્ષ' એટલે શું? કે: અતીન્દ્રિય અનંત આનંદનો લાભ, તે મોક્ષ. અહીં કહે છે કે એ મોક્ષનો અર્થી (તે મોક્ષાર્થી). અર્થાત્ જેને એ આનંદનું વેદન થયું છે, આનંદ અનુભવમાં આવ્યો છે, તે મોક્ષાર્થી છે. તે ભલે પછી ગૃહસ્થાશ્રમમાં હોય, (તેને હજી) રાગાદિ હોય, પણ અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ થઈ ગયો છે તેને સ્થાને સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણસ્થિરતાનો આનંદ આવ્યો છે; એ જીવને મુમુક્ષુ કહે છે, એ જીવને યોગી કહે છે. સમજાણું કાંઈ ? મોક્ષાર્થીની આ વ્યાખ્યા છે! જેને મોક્ષનું (એટલે કે) પૂર્ણ આનંદનું પ્રયોજન છે. અને આનંદનો નમૂનો તો આવ્યો છે. આહા.... હા ! મુમુક્ષુ તો તેને કહીએ કે જે મોક્ષનો અર્થી છે. અર્થી એટલે પ્રયોજન (વંત). જેનું પ્રયોજન છે એનો નમૂનો તો આવ્યો છે. તે નમૂના ઉપરથી પ્રયોજન તો ( પૂર્ણતાનું અર્થાત્ ) મોક્ષનું છે. સમજાણું કાંઈ ? જિજ્ઞાસા:- નમૂનો ન આવે તેને મોક્ષાર્થી ન કહેવાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
સમાધાન- પરમાર્થે મોક્ષાર્થી (કહેવાય) નહીં. એનો (યથાર્થ) નિર્ણય અને અનુભવ કરવા જ (આત્મ) સન્મુખ થાય તો (તેને) સમકિત-સન્મુખ મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે.
જિજ્ઞાસાઃ- તેને (પણ) મોક્ષાર્થી ન કહેવાય ?
સમાધાન નહીં અનુભવનો (-આનંદનો) અર્થ (-પ્રયોજન) આવ્યો (સિદ્ધ થયો) નથી ને...! જે મોક્ષ (અર્થાત્ પ્રયોજન પૂર્ણાનંદ છે એનો નમૂનો ત્યાં આવ્યો નહીં).
એનો અર્થ કાલે બતાવ્યો હતો ને ? (જુઓ, આ જ કળશમાં છે કળશ-૧૮૫ઃ “સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે.” એના દ્વારા એ સિદ્ધાંત એટલે કે વસ્તુ (સ્થિતિ) છે કે: મોક્ષાર્થી એટલે પૂર્ણ અતીન્દ્રિય આનંદનું જેને પ્રયોજન છે–અન્ય
ન નથી, અને જેનું પ્રયોજન છે તેનો નમનો આવી ગયો છે. સમ્યગ્દષ્ટિ થયો છે.
હા! એવો મોક્ષાર્થી-યોગી અર્થાત્ સ્વસ્વરૂપમાં જેનો યોગ-જોડાણ થઈ ગયું છે, તેનું ધ્રુવ ઉપરનું ધ્યેય એક સમય (માત્ર) પણ ખસતું નથી. આહા.. હા ! સમ્યગ્દષ્ટિનું ધ્યેય “ધ્રુવ છે. ચાહે તો ગમે તે વિકલ્પમાં હોય, કે ધંધા-વેપારમાં દેખાય, પણ પોતાનું ધ્યેય જે “ધ્રુવ' છે ત્યાંથી તેની નજર (દષ્ટિ) ખસતી નથી. કારણ કે તે મોક્ષાર્થી છે અને તેને પ્રયોજન આનંદનું
છે.
આહા... હા! એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો. સિદ્ધાંત અર્થાત્ વસ્તુ. એટલે શુદ્ધાત્માનો આશ્રય કરો.
એનું વિશેષ આવશે.
* * * *
પ્રવચનઃ તા. ૯-૨-૧૯૭૮ નિયમસાર' ગાથા –૫૦ નો શ્લોક [ –“સમયસાર' મોક્ષઅધિકારનો શ્લોક-૧૮૫ ] છે.
જેમના (ચિત્તનું” અર્થાત્ ) જ્ઞાનનું (“ચરિત્ર” એટલે) આચરણ “ઉદાત્ત” છે. ત્યાંથી (આ વિષય) શરૂ કર્યો છે. એનો અર્થ શું? કે: આત્મા આનંદસ્વરૂપ; એનો આશ્રય જેને છે તેને જ્ઞાનનું આચરણ છે, એટલે કે આત્માનું આચરણ છે. અહીં “જ્ઞાન” શબ્દથી “આત્મા” લેવો છે. આહા.... હા! સમ્યગ્દષ્ટિને સ્વદ્રવ્યનો આશ્રય હોય છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ના હોય ત્યાં સુધી (તેને) રાગ હોય છે; વ્યવહાર હોય છે, તો પણ તેને આશ્રય કરવા લાયક તો નિજાત્મા છે. તેનું કર્તવ્ય તો જ્ઞાનનું આચરણ (અર્થાત્ ) આત્માનું આચરણ કરવું તે છે. પહેલેથી જ એમ લીધું છે ને. જેમના ચિત્ત અર્થાત્ જ્ઞાનનું ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાર (ઉદાત્ત) છે. આહા. હા! સ્વચૈતન્ય ભગવાન, સહજાન્મસ્વરૂપનું આચરણ જેનું ઉદાર છે; રાગનું આચરણ હોય તે કંઈ ઉદાર, (એટલે કે) મૂળ ચીજ નથી. એ વ્યવહાર તો છઠ્ઠી ગુણસ્થાન સુધી આવે છે; પણ એ રાગથી ભિન્ન થઈને, જેના આત્માનું-શુદ્ધ ચૈતન્ય એવા જ્ઞાનનું-ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે. અર્થાત્ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધસ્વરૂપ પ્રભુ છે; એનું જેને શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ ઊંચું છે, ઉદાર છે ( એવા) મોક્ષાર્થી છે; એમ લીધું છે.
આહા.. હા! આ તો પંચમ આરાના મુનિ કહે છે! આ તો હજાર વર્ષ પહેલાંના અમૃતચંદ્રાચાર્ય કહે છે! અને પંચમઆરાના ગૃહસ્થોને-જીવોને કહે છે! કે: ધર્મીને (અર્થાત્ મોક્ષાર્થીને) તો કરવા લાયક હોય તો ‘આ’ છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૮૧
“ એવા મોક્ષાર્થી ”- એટલે ટીકાકારે એમ લીધું. ભગવાનને તો આઠ કર્મનો નાશ થઈને અનંત આનંદ (પ્રગટ) થયો છે; પણ જેને એ આનંદનો અંશે લાભ થયો છે તે આત્માર્થી છે. જેને આત્માનો સંપૂર્ણ અનુભવ-જ્ઞાન-આનંદનો લાભ થયો હોય એને મોક્ષ; અને જેને એનો અંશ પ્રગટ થયો છે અને જે પૂર્ણાનંદનો અભિલાષી છે તેને અહીં મોક્ષાર્થી કહેવામાં આવે છે. આવું છે ભાઈ ! બીજું શું થાય ?
ટીકામાં તો એવા શબ્દ લીધા છે: મોક્ષાર્થી-મુમુક્ષુ-યોગી. આહા... હા ! મુમુક્ષુ-યોગી, જેનું આત્મ-આચરણ રાગથી ભિન્ન થઈને જેને ધર્માચરણ થયું છે; (એટલે કે) ધર્મ અર્થાત્ શુદ્ધ ચૈતન્ય-આનંદ સ્વભાવ; એનું આચરણ જેને થયું છે; જેની શુદ્ધસ્વરૂપમાં એકાગ્રતા છે; એવા મુમુક્ષુ, તેઓ “ આ સિદ્ધાંતનું સેવન કરો.” આહા... હા! આ તો આદેશ આપે છે. આચાર્ય છે ને! એ વસ્તુનું સેવન કરો. સિદ્ધાંત અર્થાત્ વસ્તુ. જે આનંદકંદ પ્રભુ છે એ સિદ્ધાંત; એ આત્મા આનંદસ્વરૂપે એ શુદ્ધ વસ્તુ; એનું સેવન કરો અથવા એ વસ્તુનો આશ્રય કરો.
‘પ્રવચનસાર ’ ગાથા-૧૦માં લીધું છે કેઃ (વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે?) વ્યવહા૨થી ૯મી ગાથામાં એમ કહ્યું કે: “શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને.” એ ત્રણે લીધા ને..! જે રીતે પર્યાય પરિણમે છે તે-રૂપે (દ્રવ્ય ) પર્યાયમાં તન્મય થઈ જાય છે. પછી ૧૦મી માં કહ્યું કે, આ જે પરિણામ છે એનો આશ્રય દ્રવ્ય છે. ‘ આશ્રય' નો પ્રશ્ન હતો ને? એ પરિણામ વિના દ્રવ્ય ન હોય. પરિણમે છે એ પર્યાય છે, પરિણામ છે. તો તેનો ‘આશ્રય ’ કોણ ? ( કે-દ્રવ્ય.) નહીંતર આમ તો વિકારનો આશ્રય તો નિમિત્ત છે; (વિકાર) ૫૨ના લક્ષે (થાય છે). પરંતુ અહીં એ નથી લેવું. અહીં તો પરિણમનાર પોતે જ તેનો આશ્રય છે. આહા.. હા !
અહીંયાં કહે છેઃ અહો ! સિદ્ધાંતનું સેવન કરો. આખો બાર અંગનો સાર ! વસ્તુ ભગવાન (આત્મા ) તો શરીર, વાણીની ક્રિયાથી તદન ભિન્ન છે; પણ (જે) દયા, દાન, વ્રતનો વિકલ્પ છે એનાથી પણ વસ્તુ ભિન્ન છે. (એવી જે વસ્તુ) તેનો આશ્રય કરો; તેનું સેવન કો અર્થાત્ તેમાં એકાગ્ર થાઓ ! ટીકામાં તો આશ્રય-સેવન કરવાનું કહે છે. ‘આશ્રય' નો અર્થ જ સ્વભાવ તરફની એકાગ્રતા. જે એકાગ્રતા અનાદિથી રાગમાં, મિથ્યાત્વમાં છે, જેથી ) ભગવાન ચિદાનંદસ્વરૂપ એક બાજુ રહી જાય છે. (અર્થાત્ તિરોભૂત થઈ જાય છે), તેને ( બદલે ) રાગને એકબાજુ કરી દે! આહા.. હા! સમજાણું કાંઈ ? આવી વાત છે, પ્રભુ! ઝીણી વાત છે પણ શું કરે ? વસ્તુ તો આ છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહારચારિત્ર આવે; પણ તેને વ્યવહાર ત્યારે કહીએ કે, જેને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અંશ (સાથે ) હોય. પછી એને ( વ્યવહારને ) છોડીને સાતમામાં જાય છે, અર્થાત્ નિશ્ચય (રત્નત્રય ) થાય છે. આહા.. હા ! વસ્તુ તો આ છે, પ્રભુ !
99
‘ છઢાળા ’ માં આવ્યું ને...! “ લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોર સકલ જગદંદ–વૃંદ, નિત આતમ ધ્યાઓ. લાખ વાતની વાત.. લાખ શબ્દ મૂક્યો છે, પણ અનંત વાતની વાત કહો.. (આ છે કેઃ) જગત દંદ-ફંદ (એટલે કે) અંદર આત્મા અને રાગનું (જે) દ્વૈતપણું (થઈ રહ્યું છે) તેને, ગમે તે પ્રકારે છોડીને; અરે! ગુણી અને ગુણ એવું દ્વૈતપણું છોડીને; આત્મા-ત્રિકાળી જ્ઞાયકભાવ-આનંદભાવ-નો આશ્રય કરો, એમાં એકાગ્ર થાઓ! ધ્રુવના ધ્યાનથી એક સમય પણ ખસવું નહીં, (તેમ કરો )!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
એક ક્ષુલ્લક હતા. બિચારા ગુજરી ગયા. અહીં (સાંભળવા) ઘણીવાર આવતા. લોકો પૂછે તો ઘણી થોડી વાત કહેતાઃ “પરથી બસ, પોતાનામાં વસ; ટૂંકું ને ટચ, એટલું બસ.” સાર તો આ છે, ભાઈ ! પરથી ખસ, ખસ એટલે હુઠ. “પરથી
રથી ખસ, સ્વમાં વસ; એટલું બસ, ટૂંકું .” આહા.. હા ! બધા સિદ્ધાંત (નો સાર આ છે). (બાકી તો ) પરથી (શાસ્ત્ર આદિથી) જાણપણું કરે કે ગમે તે લાખ (ક્રિયાઓ) કરે પણ ( એ કર્તવ્ય નથી) કરવા લાયક તો આ ચીજ છે ( -પરથી ખસ, સ્વમાં વસ') . વસ્તુ તો આ છે.
(અહીંયાં કહે છેઃ) આ સિદ્ધાંતનું સેવન કરો કે: “તો”. “હું” શબ્દમાં કેટલો (ભાર છે! કેઃ હું) પ્રત્યક્ષ (છે. જેમ કે નજર સામે) માણસ ઊભો છે તેમ. એમ કહે છે. હું ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! હું પરની-રાગની, વ્યવહારની-અપેક્ષા છોડીને મારી નિર્મળપર્યાયમાં પ્રત્યક્ષ થવાવાળો છું. આહા... હા ! સમજાણું કાંઈ ?
“તત્ત્વાર્થસૂત્ર' (અધ્યાય-૧, સૂત્ર-૯) માં છે કે મતિજ્ઞાનને પાંચ ઇંદ્રિયો અને મન દ્વારા (અર્થાત્ નિમિત્તથી) કહ્યું છે. અને મતિજ્ઞાન દ્વારા (જાણેલા પદાર્થને વિશેષરૂપે જાણવું તે) શ્રુતજ્ઞાન છે, એમ કહ્યું છે. (આ કથન) વ્યવહારનયથી છે. સૂત્ર યાદ ન રહે, ભાવ મગજમાં હોય. મતિ (જ્ઞાન) માં મન અને ઇન્દ્રિયો નિમિત્ત. અને શ્રુત (જ્ઞાન) માં મન નિમિત્ત. એ વ્યવહારથી.
આ પ્રશ્ન ઘણાં વર્ષ પહેલાં ૧૯૮૨ ની સાલમાં રાજકોટમાં ચાલ્યો હતો કે શાસ્ત્રમાં તો મતિ અને શ્રુત, મન અને ઇન્દ્રિયો દ્વારા થાય છે, તો એનાથી તો આત્મા જાણવામાં આવતો નથી. (છતાં) અહીં તમે એમ કહો છો (કઃ આત્માને જાણો !) “તત્ત્વાર્થસૂત્ર' માં એવું આવે છે: મતિ (જ્ઞાનમાં) મન અને ઇન્દ્રિય નિમિત્ત. શ્રુત(જ્ઞાન) માં અણઇન્દ્રિય-મન (નિમિત્ત). અહીંયાં તો એ પણ નહીં. એ વાત ત્યાં ગૌણ રહી છે. વ્યવહાર સાથે છે ને...અહીંયાં તો (આત્માનો અનુભવ-સ્વસંવેદન) પ્રત્યક્ષપણે મતિ અને શ્રુતજ્ઞાનમાં આવે છે.
સમયસાર” ગાથા-૧૪૪ માં “પ્રત્યક્ષ' લીધો છે. (આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે,) વિકલ્પને હેય જાણી તેને છોડીને, મતિ અને શ્રુત-બુદ્ધિઓને આત્મતત્ત્વમાં લાવો. આહા... હા ! શ્રુતતત્ત્વને આત્મા તરફ લાવો.
એમ અહીંયાં છે: “હું તો શુદ્ધ ચૈતન્યમય”- એકલો જ્ઞાનમય! આહા.... હા! “હું તો શુદ્ધ ચૈતન્યમય'! (અહીં) ચૈતન્યવાળો” એમ પણ ન કહ્યું. કેમ કે: ચૈતન્યવાળો (કહેવામાં) પણ ભેદ પડી જાય છે માટે “ચૈતન્યમય’ કહ્યું. આહા.. હા! સમજાય છે કાંઈ ?
હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ”- મતિ આદિનો ભેદ પણ લક્ષમાં ન લેવો. આહા.. હા! “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું.”
આહા... હા! હું ચૈતન્યજ્યોતિનું ધામ (છું ) !! એક (ચૈતન્ય) સ્વરૂપી પરમ ધામ છું. શ્રીમદ્દમાં (“આત્મસિદ્ધિ ગાથા-૧૧૭માં) એ કહ્યું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” શુદ્ધ અર્થાત્ પવિત્ર, બુદ્ધ અર્થાત્ જ્ઞાનનો સાગર. એ “શુદ્ધ ચૈતન્યમય’ – શુદ્ધમાં એ શુદ્ધ આવ્યું અને ચૈતન્યમાં એ બુદ્ધ આવ્યું. શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વયં જ્યોતિ સુખધામ, એ પરમજ્યોતિ. આહા. હા! બહેનશ્રીનાં વચનામૃત” ૩૮૦-બોલમાં આવે છે ને ! “જેમ કંચનને કાટ લાગતો નથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૮૩ અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકભાવમાં આવરણ, ઊણપ, કે અશુદ્ધિ આવતી નથી.”
આ અહીં કહે છે: એવા શદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિઃ જે દૃષ્ટિનો વિષય. તેમાં અનુભવમાં ભેદ પણ નથી. આહા. હા! એક પરમ જ્યોતિ! “પરમ” કેમ કહ્યું? કે: અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ, ચંદ્રની જ્યોતિ; એ બધાને જ્યોતિ કહે છે. જ્યોતિ એટલે પ્રકાશ. પણ આ તો પરમ જ્યોતિ, ચૈતન્યમય પરમ જ્યોતિ, ત્રિકાળ એકરૂપ જ્યોતિ જ.. જ્યોતિ જ.. એકાંત લીધું. નિશ્ચયનયનો વિષય સમ્યક એકાંત છે. સદાય છે. સદાય છે. એવો જ છું. સ એપ સદેવ. સએવત્રિકાળ. સત્ તો એ જ છે. સદાય અર્થાત્ ત્રિકાળ. સત્ તો એ જ છે.
આહા... હા! “અને આ જે ભિન્ન લક્ષણવાળા” ભિન્નના ત્રણ અર્થ કર્યા છે. ભિન્ન લક્ષણવાળા વિપરીત લક્ષણવાળા અને અજ્ઞાનભાવ. રાગાદિભાવ અજ્ઞાનભાવ છે. ટીકામાં છે. મારું ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાયકભાવ એકરૂપ જ્યોતિ; એનાથી ભિન્ન લક્ષણવાળા એ રાગાદિ વ્યવહાર (ભાવ) ગમે તે હોય તે સ્વભાવથી વિપરીત લક્ષણવાળા (છે). સ્વભાવનું લક્ષણ તો પહેલાં કહ્યું છે. રાગાદિ-દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિના પરિણામ, સ્વભાવથી વિપરીત લક્ષણવાળા, ભિન્ન લક્ષણવાળા છે. હું જ્ઞાનજ્યોતિસ્વરૂપ. તો એ રાગાદિ અજ્ઞાનસ્વરૂપ. રાગમાં જ્ઞાનનો-ચેતનાનો અંશ નથી. સમજાણું કાંઈ?
(સમયસાર') અજીવ અધિકારમાં રાગને અજીવના કહ્યા. અજીવ કહ્યા. પુદ્ગલપરિણામ કહ્યાં. આહા... હા ! રાગાદિ ભિન્ન લક્ષણવાળા છે. રાગાદિ વિકલ્પ ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ગુણ-ગુણીના ભેદનો હોય, પણ તે મારા સ્વરૂપના લક્ષણથી તો અન્ય લક્ષણવાળા છે, અજ્ઞાનમય છે. “સર્વવિશુદ્ધ અધિકાર” માં પહેલાં ભિન્ન પાડતાં પાડતાં પછી છેલ્લો અજ્ઞાન (જ્ઞાનેશ્વમાવવાનૂ) શબ્દ છે. (પરમ અધ્યાત્મ તરંગિણી મોક્ષાધિકાર કળશ-૬માં આવે છે કે, “મયે સિદ્ધાંત: સિદ્ધ-નિષ્પન્ન: મંત:- ધર્મ: સ્વભાવો વા યસ્ય સ: તાત્પર્ય વા. સેવ્યતાં આશ્રયતાં, હૈં? મોક્ષાર્થે ઉમ:- મુમુક્ષુમિર્યોનિમ:, વિમૂતે ? ઉદ્દાત્તરિત ચરિતૈ:... યત: यस्मातकारणात् पृथग्लक्षणाः आत्मनः विपरीतलक्षणाः अज्ञानस्वभावत्वात्।”
હવે આપણે તો અહીં લેવું છે: “પૃથક્ષેત્નક્ષUT: કાત્મ: વિપરીતનHTT:”– સંસ્કૃત ટીકા છે. રાગ તો અજ્ઞાનસ્વભાવવાળા છે. એ તો સમયસાર” કર્તાકર્મ અધિકાર, ગાથા-૭રમાં કહ્યું ને.! કેઃ રાગ જડ છે. કારણ કે, રાગ પોતાને જાણતો નથી અને આત્માને જાણતો નથી. અને ભગવાન (આત્મા) પોતાને જાણે છે અને રાગને પણ જાણે છે. એ (રાગ) જડ છે. અને આ (આત્મા) ચૈતન્ય છે. અહીંયાં કહ્યુંઃ (એ રાગાદિ ) ભિન્ન લક્ષણવાળા છે. અજ્ઞાન લક્ષણસ્વરૂપ છે અને વિપરીત લક્ષણસ્વરૂપ (અર્થાત્ ) સ્વરૂપથી વિપરીત લક્ષણવાળા છે. એક વાત. વળી, વિવિધ પ્રકારના છે. એટલે કે એક પ્રકારે નથી. પહેલાં આવ્યું હતું કેઃ શુદ્ધ ચૈતન્યમય ‘એક’ પરમજ્યોતિ; એની સામે ‘વિવિધ” આવ્યું. સમજાણું કાંઈ ? આહા. હા! હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમજ્યોતિ જ સદાય છે. એની સામે (એ રાગાદિ ) ભિન્ન લક્ષણવાળા છે, વિવિધ પ્રકારના છે; (અર્થાત્ ) શુભવિકલ્પ અને અશુભવિકલ્પ અનેક પ્રકારના છે. અશુભ તો ઠીક! પણ શુભવિકલ્પ પણ અસંખ્ય પ્રકારના છે. એ (બધા) પ્રગટ ભિન્ન લક્ષણ, અજ્ઞાન લક્ષણ અને વિપરીત લક્ષણવાળા છે. એ પ્રગટ ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના (રાગાદિ ) ભાવ છે. (અર્થાત્ ) છે તો ખરા. એ ભાવ અસ્તિ છે. હેયપણે; પણ છે કે નહીં? તો કહ્યું કેઃ “વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
છે” નિમિત્તાધીન- વશ થઈને અથવા સ્વતંત્ર ષટ્કારક પરિણમનથી મારી પર્યાયમાં પ્રગટ થાય છે. વિકાર, પર્યાયમાં પ્રગટ થાય છે; એ વસ્તુમાં અને વસ્તુના સ્વભાવમાં નહીં. “તે (વિકાર ) હું નથી.” પ્રગટ થાય છે, તે હું નથી. સ્વના આશ્રયમાં હૈય- ઉપાદેય બંનેનું જ્ઞાન પણ વ્યવહાર છે. (અર્થાત્ ) હેય-ઉપાદેય બેઉનું જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન કહેવાય. અને એકલું ચૈતન્યનું જ્ઞાન, તેને નિશ્ચયજ્ઞાન કહેવાય છે. (હૈય–ઉપાદેયને) જાણવું એ વચમાં આવે છે. – ‘આ હું નહીં' એમ. સમજાવવું હોય તો શું સમજાવે ? ‘આ રાગ તે હું નથી' એમ કહેવા જાય તો પણ વિકલ્પ ઊઠે છે. પણ સમજાવવું હોય તો કેમ સમજાવે ? ‘હું તો (શુદ્ધ ચૈતન્યમય ) લક્ષણવાળું એક પરમજ્યોતિ ધામ સદાય છું' “અને આ જે ભિન્ન લક્ષણવાળા (વિવિધ ભાવો પ્રગટ થાય છે) તે હું નથી ” એમ એમાં નાસ્તિ (સાથે ) હોય છે. એની, સ્વભાવમાં નાસ્તિ છે. પણ એમાં (પોતામાં ) એ અસ્તિ છે. આહા.. હા! “તે હું નથી.” એટલું તો સિદ્ધ કર્યું કેઃ આ છે, તે (મારામાં) છે જ નહીં. (જો) બિલકુલ રાગાદિ હોય જ નહીં, (તો) તેને છોડો-ય છે કેવી રીતે ? વિકલ્પ આવે છે. તે છે. તે ભાવ છે. પણ તે ભગવાનઆત્માથી અન્ય લક્ષણવાળા, અજ્ઞાનભાવ અને વિપરીત ભાવવાળા છે, તે હું નથી! પેલામાં તો ‘હું આ (−શુદ્ધ ચૈતન્યમય ) જ્યોતિ સદાય છું' એમ કહ્યું હતું ને..! અહીં કહ્યું: આ (વિવિધ પ્રકારના ભાવો) પ્રગટ થાય છે તે હું નથી. “ કારણ કે તે બધાય મને ૫૨દ્રવ્ય છે.
,,
અહીં તો રાગાદિને જ પરદ્રવ્ય કહ્યા છે હોં! અને (‘નિયમસાર') ૫૦ મી ગાથામાં તો નિર્મળપર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. આચાર્યે જરી વાતને (-આત્મા ઉપાદેય છે, એને ) સિદ્ધ કરવા થોડી આ વાત લીધી. અહીંયાં તો ફક્ત રાગાદિ વિકલ્પ વ્યવહા૨ત્નત્રય, એ પદ્રવ્ય (છે, એમ કહ્યું ). ૫૦ મી ગાથામાં તો રાગને જાણવાવાળી, પોતાની પર્યાયમાં, સ્વ-૫૨ પ્રકાશકની પર્યાય જે એક સમયનો ભાવ; એને પણ ત્રિકાળી ભાવની અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું. આહા.. હા ! સમજાણું કાંઈ ?
અહીંયાં તો ( કહે છે:) “તે બધાય મને પરદ્રવ્ય છે.” ( કોણ ? કે: ) ( જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો) એ બધાં અસંખ્ય પ્રકારના વિકલ્પ મને તો પરદ્રવ્ય છે. એ મારી ચીજમાં નથી અને એમાં હું નથી. આહા.. હા! આ પુરુષાર્થ! કાંઈ ઓછો છે? પુરુષાર્થ ક્યાંય બાહ્યમાં સ્ફુરે છે?
(લોકો) ગજરથ કાઢે છે ને મોટી રથયાત્રા કાઢે ને રથ ઉપર ચડીને ભગવાનને ચામર આમ.. આમ ઢાળે ને.. કેવો દેખાવ લાગે કે આ તે શું કરે છે! પણ એ આત્મામાં ક્યાં છે? વિકલ્પ ઊઠયો છે એ પરદ્રવ્ય છે. એ તો ક્રિયા પરદ્રવ્યથી થાય છે. રથ ઉપર ભગવાનને પધરાવવા છે. કોણ પધરાવે? બોલી બોલેઃ હજાર... પંદરસો... બે હજાર... પાંચ હજાર... દશ હજાર બોલે એમાં જાણે..! એ હોય. પણ એ શુભભાવ છે, એ પરદ્રવ્ય છે. એવા બધાય (ભાવ) મને ૫રદ્રવ્ય છે. આહા.. હા ! તે અનેક પ્રકારના, વિવિધ પ્રકારના ભાવો “તે બધાય મને પરદ્રવ્ય છે. ” આહા... હા! એક વચનમાં કેટલું ભરી દીધું છે! શ્રીમદ્દ તો (પત્રાંકઃ ૧૬૬ માં) કહે છે ને! કેઃ “ સત્પુરુષના (જ્ઞાનીના ) એકેક વાક્યમાં, (એકેક શબ્દમાં) અનંત આગમ રહ્યાં છે. ”
અહીં (એમાં કેટલું બધું ભર્યું છે!) કાઢવું હોય તો કેટલું ય કાઢી (શકાય તેમ છે. જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૪ - ૮૫ કે.) અતિ ને નાસ્તિ; એક પર્યાયમાં અનંતી સપ્તભંગી, કારણ કે- એક પર્યાય પર્યાયપણે છે, તે (ગુણ) પણે નથી, દ્રવ્યપણે નથી, નિમિત્તપણે નથી, પૂર્વપર્યાયપણે નથી, અને પછીની (ઉત્તર) પર્યાયપણે પણ નથી; એમ એક એક પર્યાયમાં (અનંતી) સપ્તભંગી ઊઠે છે. આહા.. હા! આવી મોટી ચીજ!
અહીં કહે છે કે હું આ ( ભિન્ન લક્ષણવાળા ભાવો) નહીં; હું તો શુદ્ધ ચૈતન્યજ્યોતિ છું. એ મારે આશ્રય કરવા લાયક, સેવન કરવા લાયક છે અને ધ્યેય બનાવીને એકાગ્ર થવા લાયક હોય તો એ જ ચીજ છે બસ ! – આમ આ સમકિતીની દષ્ટિ-દશા છે. સમજાય છે કાંઈ ?
વળી, (આ ૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :તથા દિ
(શાનિની) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुग्दलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।।७४।।
[ શ્લોકાર્થ:-] “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી' – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૭૪.
આ ટીકા કરનાર મુનિ છે. એ શ્લોક બનાવ્યો છે. આ ગાથાના ( પ્રણેતા) તો આચાર્ય (કુંદકુંદદેવ) છે. અને આ ટીકાના (કરનાર) પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે.
આહા. હા! “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય’ (જુઓ) “શુદ્ધ જીવથી અન્ય' એમ ન લીધું. કેમ? કે: અસ્તિકાય અસંખ્યપ્રદેશી જીવ છે તે સર્વજ્ઞ સિવાય (બીજે ક્યાંય-કોઈમાં (ધર્મ-દર્શનમાં) નથી, માટે આખું અસ્તિકાય લીધું છે. “શુદ્ધ એકલો જીવ’ એમ ન લીધું; શુદ્ધ જીવાસ્તિકાય” (લીધું છે. શુદ્ધ જીવાસ્તિકાય અસંખ્યપ્રદેશી છે. એ સર્વજ્ઞ જિનેશ્વર સિવાય કોઈએ જાણ્યું નથી અને કોઈ એ કહ્યું નથી. સમજાય છે કાંઈ? વસ્તુ એવી અસંખ્યપ્રદેશી પહોળી છે.
“પંચાસ્તિકાય” માં (જીવન) લોકપ્રમાણ એકપ્રદેશી (દ્રવ્ય અખંડ છે તે અપેક્ષાએ) કહ્યો છે અને (“સમયસાર') ૪૭-શક્તિમાં અસંખ્યપ્રદેશી (કહ્યો છે.) . નિયતશક્તિ અર્થાત્ નિશ્ચયશક્તિ અસંખ્યપ્રદેશ છે, એમ લખ્યું છે. અહીં એ કહ્યું: શુદ્ધ જીવાસ્તિકાય. શુદ્ધ જીવ છે પણ એ અસંખ્યપ્રદેશનો કાય અર્થાત્ સમૂઠું છે. એ કાય (અસંખ્યપ્રદેશી) એની છે. સમજાણું કાંઈ?
શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે” (અહીં) “અન્ય એવા જે ' (એમ કહ્યું). અને ત્યાં (કળશ ૧૮૫માં) “આ જે ભિન્ન લક્ષણવાળા” કહ્યું હતું ને...? અને “હું પરમ જ્યોતિ છું” એમ કહ્યું હતું. એને અહીં ટૂંકું કરી નાખ્યું. “બધા પુદગલદ્રવ્યના ભાવો” આહા.... હા ! આવી વાત છે !! એ બધા પુદ્ગલદ્રવ્યના ભાવ છે. અહીંયાં એકસમયની નિર્મળપર્યાયને પણ પદ્રવ્ય કહી છે. નિમિત્તથી ભેદ પડ્યો ને..! એટલે કહે છે: પુદગલ તો નિમિત્ત છે એનાથી ભેદ લક્ષમાં આવે છે. નિમિત્તથી ભેદ લક્ષમાં આવે છે એટલે ભેદ છે એ પુદ્ગલ છે, ( એમ કહ્યું). આહા. હા! સમજાણું કાંઈ? આહા.. હા! (લોકોને) કઠણ પડે. “ત્રિકાળી વસ્તુ” પહેલાં કહી હતી ને..! એ શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો-એમાં પૂરણ-ગલન અર્થાત્ રાગનો ઉત્પાદ-વ્યય થાય છે. પર્યાયમાં ઉત્પાદ-વ્યય પણ થાય છે કે નહીં? તો એ ઉત્પાદ-વ્યયને પણ (અહીં) પૂરણગલન કહીને તેને પુદ્ગલનો ભાવ કહી દીધો છે. સમજાય છે કાંઈ? આ (વિષય) તો ઝીણો છે, ભાઈ ! “એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી.” એ (ભાવો) ખરેખર ભગવાન આત્મામાં છે જ નહીં. દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં. કેવળજ્ઞાનની પર્યાય પણ દ્રવ્યમાં નથી. પર્યાય-ક્ષાયિકભાવ તો એક અંશ છે. દ્રવ્ય તો પરમપરિણામિકસ્વભાવભાવ છે. પરમસ્વભાવભાવમાં ક્ષાયિકભાવ નથી.
આગળ “શુદ્ધભાવ અધિકાર' ગાથા-૪૧ માં એ આવ્યું ને...! “જો ફયમાવતી ” – મારામાં એટલે જીવાસ્તિકાય-ધ્રુવ-ત્રિકાળી-શુદ્ધભાવમાં ક્ષાયિકભાવનાં સ્થાનો નથી; “નો
યવસમરસહીવાળા – ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી; “બોયમાવવા ” – એ તો વિકૃત છે એ તો ઠીક; પણ “નો ૩વસમો સદાવડા – ઉપશમસ્વભાવનાં સ્થાનો (પણ) નથી. આહા... હા ! પછી (ગાથા-૪ર) માં તો કહ્યું કે: (ગતિના ભાવો, કુળ) યોનિ, ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો-એ બધાં મારામાં નથી. “હું તો એકલો ધ્રુવ, સનાતન સત્ પ્રભુ છું અને આ બધા તો પુદ્ગલદ્રવ્યના ભાવો છે તે ખરેખર અમારા નથી. આહા... હા ! તે છે તો ખરા, પણ પુદ્ગલદ્રવ્યના ભાવો છે, તે (ખરેખર) મારા નથી. ક્ષાયિકભાવના સ્થાન પણ મારા નથી.
પ્રભુ! આ (સાંભળીને) તો રાડ નાખે રાડ. એક સ્થાનકવાસીએ આ એકતાલીસમી ગાથા વાંચી. અહીંથી નીકળ્યું છે ને... તો ઘણા સ્થાનકવાસી વાંચે છે. ગાથામાં આવ્યું ને...!
જો રમાવતા – જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી. તો કહે કે અરે! ક્ષાયિકભાવ તો સિદ્ધમાં પણ છે, (છતાં) આત્મામાં નહીં? (પણ) બાપુ! કઈ અપેક્ષાએ, પ્રભુ! સિદ્ધ તો પર્યાય છે. સિદ્ધ કોઈ દ્રવ્ય-ગુણ નથી. એ તો પર્યાય છે, તો એ પર્યાય દ્રવ્યમાં નથી.
શુદ્ધભાવ છે ને...! ત્રિકાળ શુદ્ધ, ધ્રુવ, ચૈતન્યભાવ ધ્રુવ, (એ) સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહીં સમ્યગ્દર્શનની પર્યાયને તો ક્ષાયિક અને ક્ષયોપશમમાં નાખી દીધી; એ તો એમાં (ધ્રુવમાં) છે જ નહીં. એમ કહે છે. આહા.. હા ! એનો (ધ્રુવનો) નિર્ણય કરવાવાળી પર્યાય એમાં (ધ્રુવમાં) નથી. આ નથી. આ નથી; પણ એ નિર્ણય તો પર્યાય કરે છે કે ધ્રુવ નિર્ણય કરે છે? મારામાં નથી, મારામાં નથી; પણ “એ નથી” (તે) કોણ? કે-જ્યાં જ્ઞાનની પર્યાય અંદર સ્વસમ્મુખ થઈ તો તે જ્ઞાનની પર્યાય એમ કહે છે કે, “આ (પર્યાય) મારામાં નથી.” એ પર્યાય કહે છે કે, “હું પણ એમાં (ધ્રુવમાં) નથી.' - મારામાં એ (ધ્રુવ ) નથી, ને એમાં (ધ્રુવમાં) હું નથી.
એ તો “સમયસાર” ગાથા-૩ર), જયસેન આચાર્યની ટીકામાં આવ્યું છે ને! ધ્યાતા પુરુષ ખંડખંડ જ્ઞાનને ધ્યાવતા નથી. ટીકા બહુ ઊંચી! ટીકાઃ “વિ ચ विवक्षितैकदेशशुद्धनयाश्रितेयं भावना निर्विकारस्वसंवेदनलक्षणक्षायोपशमिकन्यत्वेनयद्यप्येकदेशव्यक्तिरूपा भवति तथापि ध्याता पुरुषः यदेव सकल निरावरणमखंडैकप्रत्यक्षप्रतिभासमयमविनश्वरं शुद्धपारिणामिकपरमभावलक्षणं निजपरमात्मद्रव्यं तदेवाहमिति भावयति, न च વંડજ્ઞાનપમિતિ ભાવાર્થ.” મતિશ્રુતજ્ઞાન-પર્યાય એ પણ ખંડ જ્ઞાન છે. ધ્યાતા પુરુષ (એટલે) ધ્યાન કરવાવાળા સમ્યગ્દષ્ટિ, એ કોનું ધ્યાન કરે છે? કેઃ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિભામિકપરમભાવલક્ષણ નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૪ - ૮૭ પરમાત્મદ્રવ્યનું ધ્યાન કરે છે. હમણાં (આ ટીકા પર અગિયાર) વ્યાખ્યાન થઈ ગયાં છે. બધું બહાર આવશે. વિસ્તારથી વાત આવશે. વ્યવહારની રુચિવાળાને આકરું પડે એવું છે. વ્યવહારથી (નિશ્ચય) થાય, (શુભ) કરતાં કરતાં (શુદ્ધ) થાય-એને (એવી માન્યતાવાળાને) આકરું પડે, પ્રભુ ! શું કરવું?!
(અહીંયાં કહે છે કેઃ એવા જે બધા પુદ્ગલના અર્થાત્ ) પરના ભાવો તે ખરેખર અમારા નથી. - “આમ જે તત્ત્વવેદી” (અર્થાત્ ) તત્ત્વને જાણવાવાળા, તત્ત્વનું વેદન કરવાવાળા, “સ્પષ્ટપણે કહે છે” પાઠમાં ત્રીજું પદ એમ છે ને...! “ફલ્થ વ્યવર્ત વિત્ત સ્ત વેલી” – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે, સ્પષ્ટરૂપથી કહે છે, એનો અર્થ: સ્પષ્ટરૂપથી જાણે છે. કહે છે, એ તો વાણી છે, ભાષા છે; એની પ્રરૂપણા પણ એવી હોય છે; પણ એનો ભાવ એવો હોય છે; એમ કહેવું છે. સમજાણું કાંઈ ? એ પ્રશ્ન એક ભાઈ લાવ્યા હતા કેઃ “આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે” તો વાણી તો કહી શકતી નથી (છતાં કહ્યું કે, “કહે છે.' (ઉત્તર) અંદર વસ્તુતત્ત્વને સ્પષ્ટપણે જાણે છે. ઉપદેશ ભલે આવતો હોય, એ તો વાણીનો ભાવ છે. સમજાય છે. કાંઈ ? પાઠ તો એવો છે: રૂલ્ય વ્યવક્ત વવત્ત યસ્તત્વવેવી – આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે. “તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.” આહા.... હા! “કહે છે” એનો અર્થ “જાણે છે” એમ કર્યો. “કહે છે' એ તો વાણી-ભાષા છે. (પરંતુ) એનું જે વાચ્ય છે તેને વેદે છે તેથી એમ કહેવામાં આવ્યું કેઃ “આમ જે તત્ત્વવેદી કહે છે.”
(“સમયસાર' ગાથા-૧માં) કુંદકુંદાચાર્ય કહે છે: “વોછામિ સમયપાદુઃ” અને બીજી બાજુ “પ્રવચનસાર” માં અમૃતચંદ્રાચાર્ય કહે કે હું વાણીનો કર્તા નથી અને મારી વાણીથી તમને જ્ઞાન થયું એમ (મોહથી) ન નાચો. કારણ કે વાણી જડ છે અને તમારી જ્ઞાનપર્યાય તમારામાં થાય છે. છેલ્લો શ્લોક છેઃ “ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી; (અર્થાત્ ) “હું કહું છું” એમ નહીં, એ તો ભાષા થઈ; આત્મા તેમને (ભાષાને) પરિણમાવી શકતો નથી; (એટલે કે) ભાષાની પર્યાયને આત્મા કરી શકતો નથી.
તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞયપણે–પ્રમેયપણે પરિણમે છે, ” અર્થાત્ પદાર્થ જે છે તે જ પોતે પ્રમેયપણે, શયપણે, જ્ઞાનપણે પરિણમે છે, “શબ્દો તેમને જ્ઞય બનાવી–સમજાવી શકતા નથી” એટલે કે શબ્દો છે તે શબ્દોની ચીજ ભિન્ન છે અને આની (જીવની) જ્ઞાન-પર્યાય ભિન્ન છે. શબ્દો ટીકા કરે છે તો એમનામાંથી (જીવન) જ્ઞાન શી રીતે થાય? (અર્થાત્ જ્ઞાન તો જ્ઞાનમાંથી થાય છે.) “માટે “આત્મા સહિત વિશ્વ (-છયે દ્રવ્ય) તે વ્યાખ્યય (સમજાવવા યોગ્ય) છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા (સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે” એમ મોહથી જનો ન નાચો) (-ન ફુલાઓ).” આહા... હા ! એમ, હે જીવો ! ભ્રમણાથી ન નાચો. વાણી વાણીના કારણે નીકળે છે અને તમારા જ્ઞાનનું પરિણમન તમારા જ કારણે થાય છે. હું સમજાવવાવાળો છું અને શબ્દોથી તમને જ્ઞાન થાય છે, એમ નથી. “(પરંતુ) સ્યાદ્વાદવિધાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે અવ્યાકુળપણે નાચો (–પરમાનંદપરિણામે પરિણમો).” “આજે જ ' શબ્દ શ્લોક-૨૧ માં પણ આવે છે. હે જીવો! આ ટીકા શબ્દોથી થઈ છે; મેં બનાવી છે એમ નથી અને ટીકાથી તમને જ્ઞાન થાય છે એમ (પણ) નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
“સમાધિશતક' માં તો પૂજ્યપાદસ્વામીએ ત્યાં સુધી કહ્યું છે કે હું બીજાને સમજાવું છું એવો વિકલ્પ ઉન્માદ છે. વિકલ્પ અને રાગ, (અન્યને) સમજાવી શકતા નથી; એનાથી એ (અન્ય જીવો ) સમજતા નથી. આહા... હા ! ઝીણી વાતો બહુ, ભગવાન! હું સમજાવવાવાળો છું
એવો (સમજાવવાનો) વિકલ્પ એ ઉન્માદ છે. એ તો રાગ છે ને, ભાઈ ! તે તો સ્વરૂપથી વિપરીત છે. પ્રગટ લક્ષણ ભિન્ન છે. માર્ગ તો એવો છે. પ્રભ!.
એનો અર્થ ( લોકો ) એવો કરે છે કેઃ (આચાર્યદવ) એમ કહીને પોતાની નિરાભિમાનતા બતાવે છે; છે તો એમની (રચેલી) ટીકા. પણ એ તો નિમિત્તથી કહેવામાં આવે છે. એનો અર્થ નિમિત્ત પરમાં કંઈ કરતું નથી. સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ કહ્યું: “તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે” એટલે કે સ્પષ્ટપણે પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરે છે. સ્પષ્ટ અર્થાત્ પ્રત્યક્ષ. સ્પષ્ટપણે કહે છે એટલે સ્પષ્ટપણે પ્રત્યક્ષ જાણે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.” અનંતકાળમાં ક્યારેય સિદ્ધપર્યાય ન થઈ, એવી અપૂર્વ એ સિદ્ધપર્યાયને પ્રાપ્ત થાય છે. અપૂર્વ શબ્દ લીધો છે ને..! અપૂર્વ એટલે અભૂતપૂર્વ, અર્થાત્ પૂર્વે
ક્યારેય નથી થઈ, એવી અતિ અપૂર્વ સિદ્ધપર્યાયને પામે છે, સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આહા.. હા ! ૫૦મી ગાથા થઈ.
* * * હવે, આ પાંચ (ગાથા) લઈ લેવી છે, ભાઈ ! કારણ કે એમાં વ્યવહાર-નિશ્ચય બંને આવશે. પહેલાં વ્યવહાર બતાવશે અને પછી નિશ્ચય અને જરી દેશનાલબ્ધિ કોને હોય છે એનું સ્પષ્ટ કથન છે. મિથ્યાદષ્ટિ દ્વારા દેશના હોય નહીં, એવું કથન છે. સમજાણું કાંઈ ? એ પાંચ ગાથા છેઃ
(જુઓ પૃ. ૮૯ ઉપર).
કારણપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છે. પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. પણ તેનો વિષય છે કારણપરમાત્મા. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અણાત્મા કહ્યો છે.”
-શ્રી “પરમાગમસાર' | ર૬૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસા૨: ગાથા ૫૧ - ૧૫
શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
[ शुद्धमा अधि॥२]
विवरीयाभिणिवेसविवजियसद्दहणमेव सम्मतं। संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ।।१।। चलमलिणमगाढत्तविवजियसद्दहणमेव सम्मतं। अधिगमभावो णाणं हेयोवादेयतचाणं ।।५२।। सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा। अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी।।३।। सम्मत्तं सण्णाणं विजुदि मोक्खस्स होदि सुण चरणं। ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि।।५४ ।। ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं। णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो।।५।।
विपरीताभिनिवेशविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्। संशयविमोहविभ्रमविवर्जितं भवति संज्ञानम्।।१।। चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्। अधिगमभावो ज्ञानं हेयोपादेयतत्त्वानाम्।।५२।। सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं तस्य ज्ञायकाः पुरुषाः। अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः ।।५३ ।। सम्यक्त्वं संज्ञानं विद्यते मोक्षस्य भवति शृणु चरणम्। व्यवहारनिश्चयेन तु तस्माचरणं प्रवक्ष्यामि।।४।। व्यवहारनयचरित्रे व्यवहारनयस्य भवति तपश्चरणम्। निश्चयनयचारित्रे तपश्चरणं भवति निश्चयतः।।५५ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
रत्नत्रयस्वरूपाख्यानमेतत्।
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धिपरंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्तियुक्तत्वमेव। विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः। संज्ञानमपि च संशयविमोहविभ्रमविवर्जितमेव। तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति। विमोहः शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः। विभ्रमो ह्यज्ञानत्वमेव। पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम्। इति भेदोपचाररत्नत्रयपरिणतिः। तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम्। अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिणयहेतुत्वात् अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति। अभेदानुपचाररत्नत्रयपरिणतेर्जीवस्य टंकोत्कीर्णज्ञायकैकस्वभावनिजपरमतत्त्वश्रद्धानेन, तत्परिच्छित्तिमात्रांत-र्मुखपरमबोधेन, तद्रूपाविचलस्थितिरूपसहजचारित्रेण अभूतपूर्वः सिद्धपर्यायो भवति। यः परमजिनयोगीश्वरः प्रथमं पापक्रियानिवृत्तिरूपव्यवहारनयचारित्रे तिष्ठति, तस्य खलु व्यवहारनयगोचरतपश्चरणं भवति। सहजनिश्चयनयात्मकपरमस्वभावात्मकपरमात्मनि प्रतपनं तपः। स्वस्वरूपाविचलस्थितिरूपं सहजनिश्चयचारित्रम् अनेन तपसा भवतीति।
શ્રદ્ધાન વિ૫રીત-અભિનિવેશવિહીન તે સમ્યકત્વ છે; સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૫૧. ચલ-મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; } આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. પ૨. જિનસૂત્ર સમક્તિહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે; ते अंततु, मोक्षय भने. ५3. સમ્યકત્વ, સમ્યજ્ઞાન તેમ જ ચ૨ણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે;
તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫. अन्वयार्थ:-[ विपरीताभिनिवेशविवर्जितश्रद्धानम् एव] विपरीत. * ममिनिवेश रहित श्रद्धान ते ४ [ सम्यक्त्वं] सभ्यत्व छ; [ संशयविमोहविभ्रमविवर्जितम् ] संशय, विमो ने विभ्रम २हित (न) ते [ संज्ञानम् भवति ] सम्यान छे.
* अभिनिवेश = अभिप्राय; आग्रह.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ વસંમતિનHIઢત્વવિવર્ણિતશ્રદ્ધનમ્ વ ] ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ [ સચવā] સમ્યકત્વ છે; [ રેયોપાયતત્તાના ] હુંય અને ઉપાદેય તત્ત્વોને [ ધિરામમાવ: ] જાણવારૂપ ભાવ તે [ જ્ઞાનમ્ ] (સમ્યક ) જ્ઞાન છે.
[સચવર્વસ્યનિમિત્ત ] સમ્યકત્વનું નિમિત્ત [ નિનટૂ] જિનસૂત્ર છે; [ તચ જ્ઞાયT: પુરુષા: ] જિનસૂત્રના જાણનારા પુરુષોને [બત્તëતવ: ] (સમ્યકત્વના) અંતરંગ હેતુઓ [fમળતા: ] કહ્યા છે, [વર્શનમોદસ્ય ક્ષયામૃતેઃ ] કારણ કે તેમને દર્શનમોહુના યાદિક છે.
[] સાંભળ, [ મોક્ષચ ] મોક્ષને માટે [ સચવત્ત ] સમ્યકત્વ હોય છે, [ સંજ્ઞાનં ] સમ્યજ્ઞાન [ વિદ્યતે ] હોય છે, [વરણમ્ ] ચારિત્ર (પણ ) [ મવતિ] હોય છે; | તમાત | તેથી [ વ્યવહારનિશ્ચયેન તુ] હું વ્યવહાર અને નિશ્ચયથી [ વરVi પ્રવક્ષ્યામિ] ચારિત્ર કહીશ.
| [ વ્યવહારનયરિà] વ્યવહારનયના ચારિત્રમાં [ વ્યવહારનયચ] વ્યવહારનયનું [ તપશ્ચર[મ ] તપશ્ચરણ [ મવતિ ] હોય છે; [ નિશ્ચયનયવારિ2] નિશ્ચયનયના ચારિત્રમાં [ નિશ્ચયત: ] નિશ્ચયથી [ તપશ્ચરણ ] તપશ્ચરણ [ મવતિ ] હોય છે.
આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતામલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ
છે–એવો અર્થ છે. સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યજ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે શિવ દેવ હશે (–એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાયાદિકથિત વસ્તુમાં નિશ્ચય ( અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય ) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત્ વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું ) તે જ વિભ્રમ છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત યઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે. a.
અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડ, તદ્દજ્ઞાનમાત્ર (–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્રસ્વરૂપ ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે રૂપે ( અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહુજચારિત્ર વડ અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન તા. ૧૦-૨-૧૯૭૮
‘નિયમસાર ’ ગાથાઃ ૫૧ થી ૫૫. (શુદ્ધભાવ અધિકારની) છેલ્લી ગાથાઓ છે. એની ટીકા: “ આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.” એમાં નિશ્ચય અને વ્યવહાર બેય સમુચ્ચય લેવા છે. એમાંથી પહેલાં વ્યવહારરત્નત્રયની વાત કરે છે. પણ વ્યવહારરત્નત્રય હોય છે કોને? કે: જેને અંદર નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન આદિ હોય તેને જ વ્યવહાર હોય છે. ‘રત્નત્રય’ બે પ્રકારના છે તેથી કહ્યું: તાવવું એટલે પ્રથમ, વ્યવહા૨૨ત્નત્રયની વ્યાખ્યા કરે છે. પણ એ હોય છે કોને ? કેઃ જેને નિશ્ચય હોય છે તેને. છઠ્ઠા ગુણસ્થાન આદિમાં વ્યવહાર હોય છે. સાતમામાં વ્યવહા૨નો અભાવ થઈને નિશ્ચયચારિત્ર- સ્થિરતા થઈ જાય છે.
‘પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે ”- પ્રથમ, જ્યાં અભેદ-અનુપચાર (એટલે નિશ્ચય ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે ત્યાં સ્થિરતા ઓછી છે તેથી તે (સાધક) ને (પોતાની ) અસ્થિરતા (વશ ) ત્યાં ભેદ-ઉપચાર ( એટલે ) વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે. સમજાણું કાંઈ ? (વ્યવહા૨માં ) ભેદ–ઉપચાર (કહ્યું ) અને નિશ્ચયમાં અભેદ–અનુપચા કહેશે. એને (વ્યવહારને) ભેદોપચાર; અને તેને (નિશ્ચયને ) અભેદ-અનુપચાર. એવી વાત છે.
કેવો છે “ ભેદોપચાર-રત્નત્રય ”- આ પ્રમાણે છે :- “વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાàતુભૂત” મુકિતના પરંપરાòતુભૂત-પહેલી શ્રદ્ધા કરે છે. એવી શ્રદ્ધા તે વ્યવહારશ્રદ્ધા છે. (એ પરંપરા કારણ છે.) અર્થાત્ નિશ્ચયસમ્યગ્દર્શન તે તો સાક્ષાત્ કારણ છે અને તેની સાથે જે વ્યવહારશ્રદ્ધા છે તે પરંપરા કારણ છે. કારણ કે એ (વ્યવહા૨ ) નો અભાવ કરીને પૂર્ણ થશે. એકલો વ્યવહાર એ પરંપરા કારણ નથી. (શ્રોતાઃ ) એકલો વ્યવહા૨ હોતો જ નથી, એમ આપ કહો છો ? (ઉત્તરઃ ) એ (એકલો ) હોતો જ નથી. તેમ છતાં એને ( પણ ) વ્યવહાર કહેવાય. ‘બંધ અધિકા૨’ માં એમ કહ્યું છે ને...! ‘અભવ્યને જિનપ્રણીત કરેલો વ્યવહા૨ છે' (−એવા વ્યવહારભાસને વ્યવહાર કહીએ. પણ તે ) નિશ્ચયથી ( ખરેખર ) વ્યવહાર છે જ નહીં. કારણ કે એવો (વ્યવહાર કરીને ) તો અનંતવા૨ નવમી ત્રૈવેયક ગયો. એવો વ્યવહાર તો અત્યારે (અહીં ) છે જ નહીં. વ્યવહારશ્રદ્ધા, વ્યવહારજ્ઞાન અને પાપ (ક્રિયાથી ) નિવૃત્તિરૂપ વ્યવહા૨ (ચારિત્ર) ને અંગીકા૨ કરી એ મિથ્યાદષ્ટિ નવમી ત્રૈવેયકે ગયો; છતાં સમ્યગ્દર્શન વગ૨ એનાથી કંઈપણ લાભ થયો નહીં. તેના (વ્યવહારના) કારણથી પરંપરાએ (સિદ્ધિ) મળી નથી. (કેમકે) તેવો (વ્યવહા૨ ) કંઈ પરંપરાèતુભૂત (થતો ) નથી. પરંપરાતુભૂત તો તેને કહે છે કેઃ જ્યાં પોતાના સ્વભાવનો અનુભવ હોય. એ અહીંયાં કહે છેઃ વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ એવો જે (વ્યવહાર, તે) મુક્તિના પરંપરાતુભૂત (છે). (પરંતુ ) જેને એકલો વ્યવહાર છે તે (તો) મૂઢ છે.
એ (વાત ) ‘સમયસાર' ગાથા-૪૧૩ માં આવી છેઃ તેઓ અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયપ૨ અનારૂઢ છે. કારણ કે જેને પોતાના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શનઅનુભવ ન થયો હોય તે તો વ્યવહારમૂઢ છે; એને ભેદોપચાર (રત્નત્રય) લાગુ પડતું નથી. ભેદોપચાર ( રત્નત્રય ) તો તેને લાગુ પડે છે કે જેને અભેદ-અનુપચાર (-રત્નત્રયપરિણતિ ) અંશે પ્રગટ થઈ હોય. એટલે કેઃ ભગવાનઆત્મા અભેદ, શુદ્ધ ચૈતન્ય, અખંડ (છે; એની ) જેને અભેદ-અનુપચાર, કોઈ ઉપચાર નથી એવી (રત્નત્રયપરિણતિ અર્થાત્ અંતરમાં
નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અંશે સ્થિરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા પ૧-૫૫ – ૯૩ ઉત્પન્ન થઈ હોય તેને એ ભેદોપચાર-રત્નત્રય પરંપરાહેતુભૂત (છે).
“ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા-મલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે.” (-વ્યવહારસમ્યકત્વની પરિભાષા:) ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા કે જે ચળતા, મલિનતા અને અગાઢતા રહિત નિશ્ચળ ભક્તિરૂપે છે, (તે જ સમ્યકત્વ છે). નિશ્ચળ હોં. નિશ્ચય નહીં; નિશ્ચળ વ્યવહારભક્તિ અર્થાત્ ભગવાન પ્રત્યેની નિશ્ચળભક્તિ! જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે, સમ્યજ્ઞાન છે અને અંશે સ્થિરતા પણ છે તેને એ ભેદોપચાર-રત્નત્રય (જે મુક્તિનું પરંપરાતુભૂત છે, તે વર્તતું હોય છે.) શું કહ્યું? ચળતા, મલિનતા અને અગાઢતા રહિત નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વ્યવહાર હોં! એ છે તો શુભરાગ, પણ એને ભેદનો ઉપચાર કરીને સમકિત કહ્યું. સમજાય છે કાંઈ ? હવે પછી નાસ્તિથી વાત કરે છે: “વિષ્ણુ બ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ છે- (એવો અર્થ છે).” આહા... હા! નિશ્ચયસમકિત તો સ્વરૂપના આશ્રયે થશે. અને અહીંયાં વ્યવહાર જે આવે છે એમાં (જે) પંચપરમેષ્ઠી પ્રત્યે (નિશ્ચળ) ભક્તિ-પ્રેમ-અનુરાગ છે તે બ્રહ્માવિષ્ણુએ કહેલા પદાર્થથી અભાવરૂપ છે; તે શ્રદ્ધા, વ્યવહારશ્રદ્ધા છે. તેને નિશ્ચય (શ્રદ્ધા) છે, એમ આગળ કહેશે. (વળી) પરમજિનયોગીશ્વર (પહેલા) પાપક્રિયાથી નિવૃત્તિરૂપ (વ્યવહારનયના ચારિત્રમાં હોય છે) એમ પણ આગળ કહેશે. (અર્થાત્ જે ) પરમજિનયોગીશ્વર છે તેને પાપ (ક્રિયાથી) નિવૃત્તિરૂપ વ્યવહાર છે (–એમ આગળ કહેશે.) સમજાય છે કાંઈ?
“સમયસાર” ગાથા-૪૧૩ માં આમ તો કહ્યું ને..! કે: આત્મજ્ઞાન અને આત્મદર્શન, આનંદના અનુભવના ભાન વિના જે વ્યવહાર છે તે તો વ્યવહારમૂઢ છે. કારણ કે જાણવાવાળા તેના જ્ઞાનને નિશ્ચયનો આશ્રય આવ્યો નથી, (તેથી) તે તો વ્યવહારમૂઢ છે. જ્ઞાની વ્યવહારમૂઢ નથી. (તેઓ) વ્યવહારને જાણવાવાળા છે. (ત્યાં) ૧રમી ગાથામાં કહ્યું ને..! “જાણેલો પ્રયોજનવાન છે” તે આ વાત.
(અહીંયાં કહ્યું કે, વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશ (અભિપ્રાય) નો અભાવ તે જ (વ્યવહાર) સમકિત છે–એવો અર્થ છે. પહેલા અસ્તિથી કહ્યું પછી નાસ્તિથી કહ્યું. (આ) વ્યવહારસમકિતની વાત છે. (ઉક્ત) વિકલ્પ-રાગને વ્યવહારસમકિત કહે છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધિકારમાં કહ્યું ને...! જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે, તેને સાથે (જે) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (વર્તે છે, તેવા) ભાવને વ્યવહારસમ્યકત્વ કહેવામાં આવે છે. સમકિતનું નિરૂપણ બે પ્રકારે છે. સમકિત બે પ્રકારે નથી. એનું કથન બે પ્રકારે આવે છે-અભેદ અને ભેદ. પોતાનો શુદ્ધચૈતન્ય ભગવાન (આત્મા ); એના અવલંબનથી અતીન્દ્રિય આનંદનું જ્ઞાન અને આસ્વાદ આવ્યો; એવા અભેદ સમકિત (સાથે, જે) દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો ભાવ-રાગ છે તેને પણ વ્યવહારસમકિત કહેવામાં આવે છે.
(હવે વ્યવહારસમ્યજ્ઞાનની પરિભાષા કહે છે:) સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ (વ્યવહાર) સમ્યજ્ઞાન છે.” એ તો હજી ફકત એટલી વાત કહી. વિશેષ તો આગળ કહેશે.
(સંશય:) “ત્યાં જિન દેવ હશે કે શિવ દેવ હશે (-એવો શંકારૂપભાવ) તે સંશય છે.” નિશ્ચયસમકિતીને વ્યવહારસમકિતમાં એવી શંકા થતી નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ - પ્રવચન નવનીત: ભાગ-૨
(વિમોહ-) “શાકયાદિકથિત વસ્તુમાં નિશ્ચય (અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે.” એનાથી રહિત વ્યવહારસમકિત છે.
(વિભ્રમ:-) “અજ્ઞાનપણું (અર્થાત્ ) વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું.”
-એ ત્રણથી રહિત, (વ્યવહારસમ્યજ્ઞાન હોય છે). નિશ્ચયસમ્યગ્દષ્ટિ, વ્યવહારસમતિમાં ચળતા-મલિનતા-અગાઢતા-એ ત્રણેથી (અને સંશય, વિમોહ અને વિભ્રમ) રહિત છે.
(હવે વ્યવહારચારિત્રની પરિભાષા કહે છે:) “પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે.” વ્યવહાર લેવો છે ને.! પણ એ કોને ? (એ વિષે) નીચે બીજા પેરાગ્રાફની પાંચમી લીટીમાં છે – “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” આહા.... હા ! છે તો પરમજિનયોગીશ્વર. એને પહેલાં (અર્થાત્ ) છઠ્ઠી ગુણસ્થાનમાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં હજી શુભભાવથી નિવૃત્તિ નથી; પાપક્રિયાથી નિવૃત્તિ છે. પણ છે પરમજિનયોગીશ્વર. જેને સ્વરૂપમાં જોડાણ-યોગ તો થઈ ગયું છે (તે) જિન છે, વીતરાગી છે, પરમયોગમાં ઈશ્વર છે; તેને પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારચારિત્ર હોય છે. સમજાણું કાંઈ ?
લોકોને આકરું પડે છે. લોકોને એમ જ થાય છે કે ભલે સમકિત ન હોય તો પણ, પહેલાં આ વ્યવહાર-દયા, દાન, વ્રતાદિ-કરતાં કરતાં ( હિત) થાય કે નહીં? પણ જેટલો વ્યવહાર (પાળીને) નવમી રૈવેયકે ગયો એટલો વ્યવહાર તો અત્યારે છે જ નહીં. દેવલોકમાં (છઠ્ઠથી શુક્લ લેશ્યા છે અને નવ રૈવેયક-ઉપરના રૈવેયક-એમાં (તો) શુક્લ વેશ્યા ઘણી ઊંચી, ત્યારે તો નવમી રૈવેયક સુધી જાય છે. શુક્લ “લેશ્યા” હોં! શુક્લ “ધ્યાન” નહીં. શુક્લ લેશ્યા તો અભવ્યને પણ હોય અને મિથ્યાષ્ટિને પણ હોય છે.
“છહુઢાળા” માં એ કહ્યું છે. મુનિવ્રત ધાર અનન્તબાર ગ્રીવક ઉપાયો” – એ શુક્લ લેશ્યા, પંચમહાવ્રતાદિના પરિણામ બહુ ઊંચા (ઉત્કૃષ્ટ) હોય તો મિથ્યાદષ્ટિ પણ નવમી રૈવેયક જાય છે. પણ ત્યાં દષ્ટિ મિથ્યા છે. “પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” એ પચમીવ્રતાદિ, અઠ્ઠાવીસ મૂળગુણ દુ:ખ છે. આહી.. હા ! એટલુ કરવા છતા દુ:ખ છે !
પ્રવચનસાર” માં આવે છે. દેવમાં દુ:ખ છે. [ “દેવેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્રના વૈભવકલેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગચારિત્ર છોડવા લાયક છે.” –ગાથા ૬ ની ટીકા.) હવે કમાવાની ચિંતામાં ને ધૂળમાં (-ધનાદિ સંપત્તિમાં) શું છે? પછી ગાથા-૭૭માં એ જ કહ્યું: (“એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.”) એની પહેલાં એમ કહ્યું કે પાપના ફળમાં અને પુણ્યના ફળમાં દુઃખ જ છે. તો પછી પાપ-પુણ્યમાં તફાવત માનવો જૂઠું છે. (તેમાં ફેર માનવાવાળો) મિથ્યાષ્ટિ છે. (કહે છે કે:) પાપ-પુણ્યમાં વિશેષ માને કે પુણ્ય કરતાં કરતાં પણ લાભ થશે, એમ માને; (તેમજ) પાપથી નિવૃત્તિ થઈને પુણ્ય કરતાં કરતાં ( હિત થશે) એમ પુણ્ય-પાપમાં ફેર માને તો તે ઘોર સંસારમાં રખડશે.
આહા.... હા ! આકરી વાત છે, ભાઈ ! વર્તમાન (સંપ્રદાય) માં બહુ કઠણ લાગે છે. પણ શું થાય? માર્ગ તો આ છે! લોકોને એકાંત લાગે. ( લોકો) શ્વેતાંબરમાં શ્વેતાંબર (માન્યતા) પ્રમાણે; અને દિગંબરમાં દિગંબર (-વર્તમાન પ્રચલિત માન્યતા) પ્રમાણે બાહ્ય વ્રત, તપ અને નિયમાદિ કરે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૯૫ ત્યારે તે સંપ્રદાયમાં કહેવામાં (ગણાય) છે ને... તે વિના (કેમ) કહેવાય? (પણ) એમ (ચારિત્ર) નથી.
અહીં તો કહે છે. જેને અંતરવસ્તુનો આનંદ અને આત્મજ્ઞાન ( પ્રગટ) થયું છે, તે પરમજિનયોગીશ્વરને પહેલાં પંચમહાવ્રતાદિ પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનય (નું ચારિત્ર) હોય છે. અહીં કહ્યું: “પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે.” પણ તે કોને? કે: અભેદઅનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. (એટલે કે, તેને) પૂર્ણાનંદના નાથનો- અભેદનો આશ્રય (અર્થાત્ અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિ) છે (પણ) એને જ્યાં સુધી અંદર પૂર્ણ સ્થિરતા નથી ત્યાં સુધી એવા ભેદોપચારરૂપ શ્રદ્ધા, જ્ઞાન, અને પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ આવે છે. (તેને) “આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે.”
પહેલાં શ્રદ્ધા અને સંશયાદિ રહિત સમ્યજ્ઞાનની વાત કહી હતી ને.? હવે એને બહુ ટૂંકી ભાષામાં કહે છે: “તેમાં, જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે.” છે તો એ (પણ) વ્યવહારસમ્યક (જ્ઞાન). આહા. હા! પોતાના ભગવાનના આનંદનું સમ્યક વેદન થયું (અર્થાત્ ) એને જે (નિજ) ચૈતન્યનું જ્ઞાન તે નિશ્ચયસમ્યજ્ઞાન (છે); અને ય-ઉપાદેય (તત્ત્વોનું જ્ઞાન, એ વ્યવહારસમ્યજ્ઞાન છે); એમ બે થઈ ગયા. જિનપ્રણીત તત્ત્વોમાં પણ હેય અને ઉપાદેય છે. એવા જ્ઞાનને વ્યવહાર (સમ્યક ) જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ ? સમ્યજ્ઞાનની વ્યાખ્યા પહેલાં આવી ગઈ હતી. સંશય, વિમોટું અને વિભ્રમરહિત જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. અહીંયાં આ હેય ને ઉપાદેય સુધી પણ વ્યવહારસમ્યજ્ઞાન છે. બે થયા ને...! આ હેય અને ઉપાદેય. સમકિતીને નિશ્ચયજ્ઞાન પોતાના સ્વભાવનું છે, અને હેય-ઉપાદેયનું જ્ઞાન વ્યવહારજ્ઞાન છે. પણ એ જિનપ્રણીત (ય-ઉપાદેય-તત્ત્વોનું) હોં! અન્યમતિના કહેલાં હેય-ઉપાદેય નહીં. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ, એમણે હેય-ઉપાદેય (તત્ત્વ) કહ્યાં. બે ભેદ થઈ ગયા ને..! હેય અને ઉપાદેય; એટલે વ્યવહાર! આહા... હા!
[“આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વશના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” ] (શું કહે છે?) કે: આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ, (એટલે કે) વ્યવહારસમકિતનું બાહ્ય સહકારી કારણ... સમકિતીને હોં...! નિશ્ચયસમકિતીને વ્યવહારસમકિત (તે) બાહ્ય સહકારી કારણ (અર્થાત્ ) બાહ્ય સહકાર એટલે સાથે રહેલું એવું કારણ- [ વીતરાગ-સર્વજ્ઞપ્રણીત દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન છે.).
એ “મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં કહ્યું: “વ્યવહાર” કેમ છે? કે: સહકારી છે, (માટે) વ્યવહાર છે. એને ઉપચારથી સમકિત અને જ્ઞાન કહેવામાં આવે છે. સાતમા અધ્યાયમાં જ્યાં નિશ્ચય અને વ્યવહારાભાસનું કથન છે ત્યાં એ (વાત ) છે.
અહીંયાં એ કહ્યું કેઃ સમ્યકત્વપરિણામ, જે વ્યવહારસમ્યકત્વપરિણામ છે; એનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું. આહા... હા! અહીં તો વ્યવહાર (સમ્યક ) –જ્ઞાનમાં પણ બાહ્ય સહકારી કારણરૂપે વીતરાગને કહ્યું છે. જરી ઝીણી વાત છે, પ્રભુ! શ્વેતાંબર-શાસ્ત્રને પણ બાહ્ય-વ્યવહાર સહકારી કારણ નથી કહેતા. એને (શ્વેતાંબરને) એવું નિશ્ચય (સમ્યજ્ઞાન) તો હોતું જ નથી; પણ વ્યવહારસમકિતના પરિણામમાં પણ શ્વેતાંબરપ્રરૂપિત શાસ્ત્રો નિમિત્ત થઈ શકતાં નથી, કારણ કેઃ શ્વેતાંબરનાં શાસ્ત્રો સર્વજ્ઞપ્રણીત નથી, કલ્પિત બનાવેલાં છે; એટલે તે શાસ્ત્રો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
વ્યવહા૨સમકિતમાં નિમિત્ત હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ ?
"
એ તો સંત કહે છે કે: આ તો સર્વજ્ઞ ભગવાન, પૂર્ણાનંદને પ્રાપ્ત સંતો, પૂર્ણ મહાત્માઓના મુખકમળમાંથી નીકળેલું (તત્ત્વ છે). ‘મુખકમળમાંથી (નીકળેલું )' એમ કેમ લીધું? ભગવાનને તો મુખકમળથી વાણી હોતી નથી. ભગવાનને જે વાણી હોય છે તે તો આખા શરીરમાંથી ’ૐ કાર નાદ ઊઠે છે. હોઠ બંધ, તાળવું બંધ, છતાં મુખકમળમાંથી લીધું! (કેમકે ) લોકો જાણે છે ને... કે મુખથી વાણી નીકળે છે, માટે એ અપેક્ષાએ લીધું છે. ‘પંચાસ્તિકાય ' માં પહેલી છ ગાથાઓમાં લીધું છે: “મુખકમળથી નીકળે છે.” (એમ તો ) ભગવાનને મુખકમળથી વાણી નથી નીકળતી. પણ લોકો એમ જુએ છે ને કેઃ ‘આમ બોલે છે, એટલે ‘મુખકમળ ’ લીધું છે. બાકી તો ‘સર્વાંગી વાણી' નીકળે છે. હોઠ હલતા નથી, કંઠ હલતો નથી, જીભ હલતી નથી, હોઠ બંધ હોય. આ તો શબ્દેશબ્દમાં સમજવાની ચીજ છે, ભાઈ ? ‘પંચાસ્તિકાય ’ નાં ( પ્રવચનો) વખતે ઘણું સ્પષ્ટ કર્યું હતું. ‘પંચાસ્તિકાય ’ માં ‘મુખકમળથી નીકળેલી ’ એમ કુંદકુંદાચાર્યનો પાઠ છે. પણ મૂળ લોકો એમ જાણે છે ને કે ‘વાણી મુખથી હોય છે' વળી વાણી શ૨ી૨થી હોય! તેથી એ અપેક્ષાથી ત્યાં એમ કહ્યું. એ અહીં કહ્યું: વીતરાગસર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું (સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ આ (વ્યવહા૨) સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ છે.)
66
‘ પંચાસ્તિકાય ' ગાથા-૨ છે. મૂળ પાઠઃ સમળમુદુ।વમટ્યું ” સંસ્કૃત પાઠઃ શ્રમળમુદ્યોાતાથે.” અને (ગુજરાતી ) હરિગીતઃ જિનવદનનિર્ગત ” શ્રમણના મુખથી નીકળેલી ( અર્થમય ) “ વવું વિળિવારળ સળિવ્યાનું ”- ચાર ગતિનો નાશ કરવાવાળી ( અને નિર્વાણની કારણભૂત) –એવી ભગવાનની વાણી છે. ‘સ્વર્ગને પ્રાપ્ત કરાવે ’ એ પણ ભગવાનની વાણી નહીં. “પેસો પળમિય સિરસા સમયમિય સુખદ વોઘ્ધામિ.” –એવા એ સમયને શિરસા નમન કરીને હું તેનું કથન કરું છું તે શ્રવણ કરો. એમ એમાંય ‘નિયમસાર ગાથા-૮ માં છેઃ તફ્સ મુદુઃવવયળ પુષ્વાવ વોસવિરદિય સુÉ”– તેમના શ્રીમુખમાંથી નીકળેલી વાણી' –એમ છે ને..!
"
66
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
k
દ્રવ્યને તત્ત્વ પણ કહ્યાં છે ને દ્રવ્ય પણ કહે છે. (‘નિયમસાર') ગાથા-૮માં અને ૯માં તદ્યસ્થા” કહ્યું. પણ છતાં કેટલાક તકરાર કરે છે ‘દ્રવ્યને તત્ત્વાર્થ ન કહેવાય', ‘તત્ત્વ અને દ્રવ્ય જુદા છે.' પણ એ તો નવમી ગાથામાં કહ્યું ને..! “ તથત્યા રૂવિ મળિવા ”... છે! “ નીવ पोग्गलकाया धम्माधम्मा य काल आयासं । तच्चत्था इदि मणिदा णाणागुणपज्जएहिं संजुत्ता।। છે તો દ્રવ્ય પણ એને તત્ત્વાર્થ કહે છે. એમાં પણ તકરાર. એકેક શબ્દમાં વાંધો ઉઠાવે છે કે તત્ત્વાર્થ નહીં, દ્રવ્યને તત્ત્વ ન કહેવાય. દ્રવ્યને દ્રવ્ય (જ) કહેવાય. અહીં કહ્યું: અમે છયે દ્રવ્યને તત્ત્વાર્થ કહીએ છીએ. અહીંયાં તો એક એક શબ્દની જુદી જુદી બધી વ્યાખ્યા થઈ ગઈ છે.
અહીં કહે છે કેઃ આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ (એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે). ‘સમયસાર ’ નિર્જરા અધિકારની પહેલી ગાથા (-૧૯૩) છે ને...! “સમ્યગ્દષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.” એકકો૨ પ્રભુ એમ કહે કે પરદ્રવ્યને ભોગવાય નહીં, છતાં અહીં ક્યું: જ્ઞાની ચેતન અને અચેતનને ભોગવે છે, તે સર્વ નિર્જરાનું કારણ છે. આહા... હા ! દુનિયા એ દેખે છે ને કેઃ આ અચેત–સચેતને, સ્ત્રીને ભોગવે છે, જુઓ ! લાડવા ખાય છે; છતાં જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે! ‘ ભોગ ’ નો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૯૭ અર્થ: જ્ઞાની (ભોગ) ભોગવે છે (એમ નથી). તે ભોગને ભોગવતો નથી, પરંતુ જરી રાગ આસકિત (વશ આવી જાય છે તો તે સંબંધી) રાગને ભોગવે છે. પણ અહીં તો એમ કહેવામાં આવ્યું. અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે. (પણ) પરદ્રવ્યને તો સ્પર્શતા ય નથી (તો પછી) પરદ્રવ્યને ભોગવે, એવું ક્યાંથી આવ્યું? “સમયસાર' નો પાઠ તો એવો છે: “સમ્યગ્દષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડ અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે, આહા... હા! બાપુ! એ તો અપેક્ષાથી કથન કર્યું છે, એમ જાણવું જોઈએ. શબ્દને પકડી રાખે એમ ન ચાલે. ત્યાં વળી એને (સમ્યગ્દષ્ટિને) ભોગ નિર્જરાનો હેતુ હોય? તો તો ભોગ છોડીને અંદર સ્વરૂપમાં- ચારિત્રમાં રમણતા કરવી નહીં, ભોગથી નિર્જરા થઈ જશે–એમ નથી. એ તો દષ્ટિની પ્રધાનતાથી અધિકતા-વિશેષતા બતાવવા, તથા અતરે આનંદનું (અ) સ્વરૂપમા-અતર્મુખમાં જાર ઘણું છે, એ કારણે, એનો ભોગ પણ દષ્ટિની અપેક્ષાએ નિર્જરી જાય છે એમ કહેવામાં આવ્યું. બાકી તો ભોગનો ભાવ તો પાપ છે. (એનાથી) તો એને બંધન થાય છે. સમકિતીને શું પણ મુનિને છટ્ટ ગુણસ્થાને મહાવ્રતના જે પરિણામ છે તે છે તો શુભ, પણ (તેથી) એને બંધ થાય છે. સમજાય છે કાંઈ ? (તેમ છતાં) એમ લઈ લે કે, સમકિતીને કંઈ આસ્રવ અને બંધ છે જ નહીં, એમ નથી. ભાઈ ! એ (વાત) કઈ અપેક્ષાથી ચાલી છે? સરદારશહેર સાથે મોટી ચર્ચા ચાલી છે ને.! સમકિતીને બંધ અને આસ્રવ છે જ નહીં, (પણ) એમ કઈ અપેક્ષાથી કહ્યું? (એ તો એને) અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધી આસ્રવ અને બંધ નથી (-એમ કહેવામાં આવ્યું છે). અરે બાપુ! જો સર્વથા બંધ ન હોય તો (પછી એમ કેમ કહ્યું કે, દેશમાં ગુણસ્થાને લોભ છે તેથી તે છ કર્મ બાંધે છે. (પ્રભુ !) એકાંત તાણે તો (પણ વસ્તુસ્થિતિ) તેમ હોઈ શકે નહીં.
અહીં કહે છે: વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુનું પ્રતિપાદન.... આહા. હા ! જોયું! એક તો ભગવાનના મુખમાંથી નીકળેલું કહ્યું. અને (બીજું ) સમસ્ત વસ્તુનું પ્રતિપાદન (અર્થાત ) બધી ચીજનું કથન તેમની વાણીમાં આવે છે, એમ કહે છે.
આહા... હા! (અહીં કહે છે કે, સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ! અને બીજી બાજુ શ્રીમદ્ રાજચંદ્રજી) “અપૂર્વ અવસર' માં એમ કહે છે કેઃ “જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.” (તેમજ) “ગોમટસાર” માં પણ છે: જેવું જ્ઞાનમાં જાણ્યું એવું વાણીમાં (આવે નહીં, પણ તેના) અનંતમા ભાગે આવે. (અર્થાત્ ) જેટલું જ્ઞાનમાં આવ્યું તેના અનંતમાં ભાગે તો વાણીમાં આવે છે અને તેના અનંતમા ભાગે ગણધરને ખ્યાલમાં આવે છે.
આહા. હા! અહીં તો એ કહ્યું: મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુનું પ્રતિપાદન (એ) પૂર્ણ જ છે. એ પણ “સમયસાર' માં આવી જાય છે. ભગવાનના મુખથી પૂર્ણ સ્વરૂપ જ આવે છે, પૂર્ણ સ્વરૂપ કહે છે; તે આવે છે. અહીંયાં એ પણ કહ્યું: સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રતરૂપ તત્ત્વજ્ઞાન, તે નિમિત્ત છે. એટલે કે- મુખકમળમાંથી નીકળેલી જે ભગવાનની વાણી તે સમસ્ત પદાર્થને કહેનારી છે, તે વાણી વ્યવહારસમકિતીને નિમિત્ત છે. આહા... હા ! સમજાય છે કાંઈ?
(શું કહે છે?) કે: “એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” ભગવાનના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. તે જ વ્યવહારસમ્યગ્દર્શનમાં બાહ્ય-સહકારી નિમિત્તકારણકહેવામાં આવે છે. આહા.... હા! આવું છે પ્રભુ ! એમાં (બીજું ) શું થાય? હવે (વિવાદાસ્પદ) વિષય આવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
[“જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વ પરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણકે તેમને દર્શનમોહનીય કર્મના ક્ષયાદિક છે.”] શું કહે છે? કે: જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (એટલે કે:) ધર્માત્મા સમકિતી જ્ઞાની હોય, એ પોતે અંતરંગ હેતુ છે; અને એમની દ્રવ્યશ્રુતરૂપ વાણી બાહ્ય ( સહકારી કારણ) છે. એ છે તો બંને બાહ્ય (હેતુ ). પણ જુઓ: મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે, વ્યવહારથી પદાર્થના નિર્ણયના હેતુપણાને લીધે, સમ્યકત્વપરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે.
આમાં (પંડિતો) વાંધા કાઢે છે. એમ કે: “સમકિતી જે થાય છે તેને કર્માદિકનો ક્ષય હોય છે.” પણ એ અહીં એમ નથી. અહીં તો વ્યવહારસમ્યકત્વના પરિણામ જે છે તેને દ્રવ્યશ્રુત બાહ્ય નિમિત્ત છે, ત્યારે શ્રુતને કહેનાર સામે સમકિતી છે. એટલે કેઃ દેશનાલબ્ધિમાં સમકિતીની જ (દેશના) નિમિત્ત હોય છે. અજ્ઞાનીની (દેશના), દેશનાલબ્ધિમાં નિમિત્ત થતી જ નથી. “તત્ત્વાર્થ રાજવાર્તિક' માં એ ઘણું આવ્યું છે.
અહીં કહે છેઃ મુમુક્ષુ છે (એટલે કે) મોક્ષનો અભિલાષી જીવ છે, તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણય-યથાર્થ વ્યવહારના હેતુપણાને લીધે (દ્રવ્યશ્રતરૂપ તત્ત્વજ્ઞાનને અને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિકને ) અંતરંગ હેતુઓ કહ્યા છે. જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે તેને વ્યવહારસમ્યગ્દર્શનમાં જિનવાણી-દ્રવ્યશ્રુત બાહ્ય સહકારી કારણ-નિમિત્ત છે. બાહ્ય સહકારી કારણ (તત્ત્વજ્ઞાન ); અને વ્યવહારથી સમ્યગ્દર્શન એ અંતરંગ હેતુ છે. સામે જ્ઞાની-સમકિતી જીવ છે. તે આ (મુમુક્ષુ) જીવને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. કારણ કે તે નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત છે ને...? જ્ઞાની જીવનો અભિપ્રાય (આશય) જે કહેવામાં આવે તે અંતરંગ નિમિત્ત છે. છે તો એ બાહ્ય. (સમક્તિ અને દ્રવ્યશ્રુત) બંને નિમિત્ત છે, એ વ્યવહારમાં છે, નિશ્ચયમાં નથી; એને પરંપરાએ કારણ કીધું. નિશ્ચયથી તો સ્વથી જ (સ્વનો) આશ્રય થયો છે; અને એ (બંને નિમિત્ત) તો વ્યવહાર છે. નિશ્ચયવાળાનો આ વ્યવહાર એને તો પરંપરા કારણ છે, એટલો નિમિત્ત થયો છે એ છોડીને નિશ્ચય-સ્થિરતા થશે.
જિજ્ઞાસા:- નિશ્ચયસમકિતમાં વ્યવહાર કોણ?
સમાધાન- એમાં કોઈ વ્યવહાર જેવું નથી. એ તો નિરપેક્ષ છે. કહ્યું છે ને...! નિશ્ચયમોક્ષમાર્ગ તો પરમ નિરપેક્ષ છે. “નિયમસાર” ગાથા-ર માં કહ્યું ને..! “નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.” (એટલે કે, એને વ્યવહારની અપેક્ષા નથી.
જિજ્ઞાસા:- છતાં, કથનમાં વ્યવહાર આવે ખરો કે નહીં?
સમાધાનઃ- અહીં ‘નિયમસાર” માં કહ્યું: વ્યવહાર નિમિત્ત છે. પણ એનાથી (નિશ્ચય થાય એમ કહ્યું) નથી.
જિજ્ઞાસા:- નિરૂપણ બે પ્રકારે થાય ને
સમાધાન- નિરૂપણને તો પહેલાં વ્યવહાર કહ્યો. વ્યવહારનું કારણ વ્યવહાર. નિશ્ચયનું કારણ વ્યવહાર છે જ નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ - ૯૯
જિજ્ઞાસાઃ વ્યવહા૨ કારણ લેવું હોય તો?
સમાધાનઃ નહીં... નહીં... નહીં. વ્યવહાર તો ઉપચારથી (કારણ ) કહેવાય છે. અહીં તો કહ્યું ને... એ તો ઉપચારથી (અંતરંગ હેતુઓ) કહ્યા છે. એનો અર્થ ખરેખર છે જ નહીં. પણ નિશ્ચય થયો હોય તેને વ્યવહાર-નિમિત્તને પરંપરા (કારણ ) કહ્યું છે. એનો અભાવ કરીને (પૂર્ણ નિશ્ચય પ્રગટશે ). કારણ કે નિશ્ચયે એ પૂર્ણ છે; છતાં (જ્યાં સુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાં સુધી વચ્ચે ) વ્યવહાર આવે છે.
(અહીં કહે છે કે: ) વ્યવહારસમકિતના પરિણામમાં, ભગવાનના શ્રીમુખેથી નીકળેલું તત્ત્વજ્ઞાન તે બાહ્ય સહકારી-નિમિત્ત કારણ (છે). અને સમકિતી જીવ જે છે તેને મોક્ષની પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ છે. સમિતીમાં તેને ઉપચારથી અંતરંગ હેતુ કહ્યા છે. એકલો અંતર્હતુ ક્યાં? –એ તો બાહ્ય ચીજ છે.
જિજ્ઞાસાઃ વ્યવહારસમકિતનું કારણ કહ્યું !
સમાધાનઃ વ્યવહાર અને નિમિત્ત છે. નિશ્ચયને નિરપેક્ષ કહ્યો ને..! એને (વ્યવહા૨ની ) કાંઈ અપેક્ષા જ નથી. એ તો એકદમ સ્વના આશ્રયે થાય. એક જ વાત છે. આહા.. હા! પરમ
નિરપેક્ષ છે. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-અનુષ્ઠાન (રૂપ શુદ્વરત્નત્રયાત્મક માર્ગ) ૫૨મ નિરપેક્ષ છે. આહા... હા ! નિશ્ચયની સાથે, જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં સુધી, વ્યવહાર આવે છે કે નહીં? તો એ વ્યવહા૨સમકિતમાં બાહ્ય નિમિત્ત-સહકા૨ી કારણ વાણી અને એ વાણીના કહેનારા જ્ઞાની-ધર્માત્મા એ ઉપચારથી અંતરંગ હેતુ છે. નહીંતર (એમ ) તો એ ય બાહ્ય છે. આહા... હા! એનું વજન (મહત્ત્વ ) આપ્યું છે. એનો આત્મા જે સમ્યગ્દર્શન-જ્ઞાન પામેલો છે તે આત્માને એના (મુમુક્ષુના ) જ્ઞાન-સમિતિમાં અંતરંગ હેતુ ઉપચારથી કહેવામાં આવે છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
આહા.. હા ! બીજી ગાથામાં તો (સંસ્કૃત ટીકામાં ) છે ને... 'परमनिरपेक्षतया નિખપરમાત્મતત્ત્વસમ્યશ્રદ્ધાનપરિજ્ઞાનાનુષ્ઠાનશુદ્ધત્નત્રયાત્મમાર્ગો મોક્ષોપાય:। ” પણ આપણે તો અહીંયાં (અંતરંગ-બાહ્ય હેતુઓની) વાત ચાલે છે. આહા.. હા! કેટલાં પડખાં પડે અને કેટલી વાતો!! આવી વાતો છે, ભાઈ! પ્રભુનો માર્ગ ગંભીર છે! નિશ્ચયને કોઈ અપેક્ષા જ નથી. વ્યવહા૨ને નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્ત કંઈ ૫૨ને-નિશ્ચયને કરતું જ નથી ત્યારે (તો વ્યવહારને ) નિમિત્ત કહેવામાં આવ્યું ને...? આ (તત્ત્વજ્ઞાન તેમજ જ્ઞાની પણ નિમિત્ત છે) એ (ખરેખર ) વ્યવહારસમ્યક્ત્વમાં કાંઈ કરતા નથી; પણ એવું (જ) નિમિત્ત હોય છે.
જુઓ અંદર ( પાઠ ) છે: “યે મુમુક્ષુવ: તેષુપવારત: પર્વાનિર્ણયનેતુત્વાત્ અંતર હેતવ ત્યુત્તા: વર્શનમોહનીયર્મક્ષયપ્રવૃત્તે: સાશવિત્તિ ” એમાંથી (કેટલાક પંડિતો ) એવો અર્થ કાઢે છે કે-દર્શનમોહાદિનો જે ક્ષયોપશમ છે તે સમકિત પામવાનો અંતāતુ છે. પણ એવો અર્થ છે જ નહીં. એવો અર્થ પહેલાં બ્ર. શીતલપ્રસાદજીએ પણ કર્યો છે. તેમને ક્યાંક ભંડારમાંથી (‘નિયમસાર ’) મળ્યું. એમણે જ હિંદી ટીકા પહેલવહેલી બનાવી છે. પણ પંડિતજીએ ( શ્રીહિંમતભાઈએ ) ( મૂળ ) પાઠને અનુસરીને આવો અર્થ કર્યો છે જુઓઃ “જે મુમુક્ષુઓ છે એટલે ‘મુમુક્ષુ ’ કોણ ? કેઃ જે મોક્ષાર્થી છે “તેમને પણ ”... ‘તેમને પણ ' કેમ ? ( સમકિતી માટે તો ) જે ધર્માત્માઓની વાણી ) ને ( અર્થાત્ ) દ્રવ્યશ્રુતને બાહ્ય સહકારી કારણ કહ્યું ( પણ અહીં ) મુમુક્ષુ છે “ તેમને પણ ‘તેમને પણ ' ક્યારે આવે ? કે: જ્યાં દ્રવ્યશ્રુત તો છે પણ જે મુમુક્ષુજીવ છે તેમને પણ
66
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
66
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે સમ્યકત્વપરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે. આહા... હા! અંદર (ટકામાં) પાઠ એવો છે: સચ સત્ત્વપરિણામચ વાહ્યસદારિવાર वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षुवः તેડયુવીરત:”—મુમુક્ષુને પણ ઉપચારથી-મુમુક્ષુ કોણ? –અન્ય સમકિતીજીવ. તેમને પણ
પાર્થનિર્ણયહેતુત્વીતુ સંતરાતવ રૂત્યુતા:” – ‘૩૫વીરત:' (કેમ કે) બાહ્ય છે ને....! તે છે. તો બંને ઉપચાર. પણ (૧) શ્રુતના શબ્દને બાહ્ય સહકારી કહ્યા અને (૨) એના ( જ્ઞાનીના) આત્માને ઉપચારથી અંતરંગ હેતુ કહ્યા. સમજાણું કાંઈ ? આવી વસ્તુસ્થિતિ છે, ભાઈ !
જિજ્ઞાસા: જ્ઞાનીનો જે આશય છે, એને અંતરંગ હેતુ કહ્યો?
સમાધાન: એનો (જ્ઞાનીનો) આશય છે ને..! એનો કહેવાનો જે ભાવ છે, તે ભાવ એને (મુમુક્ષુને) સમજવામાં આવે છે. આવે છે (સમજવામાં) પોતાથી. પણ એમાં એનું (એ જ્ઞાનીના આત્માનું) નિમિત્તપણું છે. એના અભિપ્રાયને નિમિત્ત, (તેને) અંતરંગ હેતુ કહેવામાં આવ્યો.
આહા.... હા ! વસ્તુ (સ્થિતિ) તો આ છે! બાહ્ય સહકારી કારણ કહ્યું ને...“આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” - તે નિમિત્ત છે અને જે મુમુક્ષુઓ છે તેમને પણ એટલે કે જેમ વાણીને (નિમિત્ત) કહ્યું તેમ મુમુક્ષુને એટલે જે મોક્ષાર્થી છે, ધર્માત્મા છે એને પણ ઉપચારથી, બાહ્ય સમકિત જે વ્યવહારસમકિત છે તેને તે, બાહ્ય (અન્ય) સમકિતીજીવના પરિણામ અંતરંત હેતુઓ છે, એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ ? “હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કેમ? કેઃ તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે.” કોના? કેઃ જેના આત્માના પરિણામ, બાહ્ય (અન્ય) સમકિતીને ઉપચારથી અંતરંગ હેત કહ્યા, એ જીવને દર્શનમોહનો ક્ષય-ક્ષયોપશમ હોય છે. એના આત્માનો અભિપ્રાય, દેશનાલબ્ધિને અંતરંગ હેતુ છે અને શબ્દ બાહ્ય હેતુ છે; (–એમ કહેવામાં આવ્યું છે.) આવું છે! સમજાણું કાંઈ? કારણ કે “તેમને” એટલે કોને? –મુમુક્ષુને. મુમુક્ષુ” કોણ? –ધર્મ પામનાર નહીં, પણ ધર્મ પામેલ છે (તે). એની વાણી દ્રવ્યશ્રુત બાહ્ય સહકારી કારણ; અને એનો અભિપ્રાય (-છે તો એ પર-નિમિત્ત-બાહ્ય છે, પણ-) ઉપચારથી અંતરંગ હેતુ (છે). કારણ કે તેમને” અર્થાત્ કોને? કેઃ મુમુક્ષુને (એટલે) ધર્મ પામનારને નહીં, ધર્મ પામેલા છે તે, ધર્મ પામનારના વ્યવહારસમકિતમાં ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. (શ્રોતાઃ) પંડિત લોકો બંનેને બાહ્ય કારણ કહે છે! (ઉત્તર) બાહ્ય કારણ કહે છે ને...! એ ખબર છે. એ જીવને ઓલા (દ્રવ્યકૃત) બાહ્ય-સહકારી કારણ (છે) તેને જ અંતરંગ કહ્યું છે. તેથી અહીં કહ્યું ને કેઃ જે મુમુક્ષુઓ છે તેમને પણ દ્રવ્યશ્રત તો છે, એમની વાણી જ્ઞાનીની વાણી છે. તે તો દ્રવ્યશ્રત છે; તે વ્યવહારસમકિતમાં બાહ્ય સહકારી કારણ નિમિત્ત છે અભિપ્રાય છે, એટલે એનો આત્મા જે છે, તે મુમુક્ષુને પણ (અર્થાત્ ) બાહ્ય-વ્યવહારસમકિતી જીવને (પણ) ઉપચારથી અંતરંગ હેતુ છે. (એટલે કેઃ) અહીં એ મુમુક્ષુ ધર્માત્માને પણ (ઉપચારથી) અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. આહા.... હા! સમજાય છે કાંઈ? આવું છે! કારણ કે તેમને એટલે મુમુક્ષુઓને પણ બંને એટલે દ્રવ્યશ્રત છે અને આ પણ બાહ્ય નિમિત્ત છે; એમ તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે.
જેને દર્શનમોહનીયનો ક્ષય-ઉપશમ થયો હોય તો એ આત્મા-સમકિતીને, વ્યવહારસમકિતમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૦૧ વાણી, બહિરંગ-સહકારી કારણ છે અને એ આત્મા અને એનો અભિપ્રાય ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. નિશ્ચયસમકિતમાં તો કોઈ અપેક્ષા છે જ નહીં. આમ છે, ભાઈ ! શું થાય? નિશ્ચયને તો અપેક્ષા છે જ નહીં. એ તો પહેલાં (બીજી ગાથામાં) કહી ગયા કેઃ (પરમ ) નિરપેક્ષ છે. એને કોઈ અપેક્ષા જ નથી. ત્રણલોકનો નાથ, આનંદનો સાગર, પ્રભુનો આશ્રય લઈને (નિશ્ચયસમકિત) થયું તેને કોઈ અપેક્ષા છે જ નહીં.
વ્યવહારસમકિતને નિમિત્ત કહો; પણ નિમિત્ત કંઈ કરતું નથી. એની અપેક્ષા નથી. વ્યવહારસમકિતીને પણ વાણી બાહ્ય-સહકારી કારણ છે, તોપણ એ વાણી એને કંઈ વ્યવહારસમકિત કરી દેશે, એમ નથી. એ તો નિમિત્ત કારણ કહ્યું.
વળી, નિશ્ચયસમકિતી છે, એને વ્યવહારસમકિત થયું છે, એ ધર્મ પામેલ છે, તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે એ જીવ; અને એ જીવના પરિણામ એટલે કે ધર્મી જીવના પરિણામઃ એને અર્થાત ધર્મ પામનાર વ્યવહારસમકિતીને (તે) ઉપચારથી [ અંતરંગ હેત કહ્યા છે.) વાણી કરતાં એના ( જ્ઞાનીના ) અભિપ્રાયનું જોર (–વિશેષતા દર્શાવવા) માટે તેને અંતરંગ હેતુઓ કહેવામાં આવ્યા છે. સમજાય છે કાંઈ?
જિજ્ઞાસાઃ એમ લેવામાં આવે કે બહિરંગમાં મુમુક્ષુ, મુમુક્ષુની વાણી; અંતરંગમાં કર્મ આદિકનો ક્ષયોપશમ તો એમાં શું વાંધો આવે?
સમાધાન: ક્ષયોપશમ તો પોતાનાથી થાય છે. વ્યવહારસમકિત પણ પોતાનાથી થાય છે, એ તો ઉપાદાન (ની વાત છે) અહીં તો નિમિત્તકરણની વાત છે.
જિજ્ઞાસાઃ નિમિત્તમાં એમ લેવામાં આવે કે: અંતરંગમાં કર્મનો ક્ષયોપશમ?
સમાધાન: નહીં... નહીં નહીં. કર્મનો ક્ષય (અંતરંગ હેતુ હોય, એવી) એ વાત અહીં છે જ નહીં. એ તો અપેક્ષા લાગુ થઈ ગઈ. એ અહીંયાં નથી. જેને નિશ્ચય હોય એને કર્મનો ક્ષયોપશમ-ક્ષય હોય. એ તો-વ્યવહારસમકિત તો રાગ છે; એ કંઈ સમકિત નથી. નિશ્ચયસમકિતનો વ્યવહારસમકિતમાં આરોપ કર્યો છે. સમજાય છે કાંઈ ?
જુઓ: (“મોક્ષમાર્ગપ્રકાશક' અધિકાર સાતમો, પ્રકરણ: “ઉભયાભાસી મિથ્યાષ્ટિ”] “અંતરંગમાં પોતે નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી, પણ જિનાજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપિત કર્યો હોય તે “નિશ્ચયમોક્ષમાર્ગ છે અને જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે ને સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ' છે. કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.” આહા.. હા! આ તો બહુ ભારે સ્પષ્ટીકરણ કર્યું છે. સામાન્ય વાતમાં આચાર્યનું (પેટ) ખોલીને સ્પષ્ટીકરણ કર્યું છે. આહા.... હા!
આ “સાતમો અધિકાર” તો પહેલો ૧૯૮૨ની સાલમાં વાંચ્યો હતો... ને! જ્યારે ત્યાં એટલું કહ્યું ઓહો... હો... હો ! વસ્તુની સ્થિતિ આ છે. આમ તો કોઈની પાસે પુસ્તક માગતા નહીં. સાથે પુસ્તક રાખવાની કે આપો એમ કહેવાની વાત હતી નહીં. પછી સંવત ૧૯૮૪માં અમે બગસરા ગયા. ત્યાં શ્રીમદના. કલ્યાણજીભાઈ નામના એક ભગત હતા. એને ત્યાં મોક્ષમાર્ગપ્રકાશક'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ હતું તો માગ્યું કે ભાઈ, મારે વાંચવું છે. તો (તેમણે ) કહ્યું કે, પુસ્તક લઈ જાઓ. મેં કીધું કે, આખું પુસ્તક નથી લઈ જવું. પછી એમાંથી સાતમો અધ્યાય જીવણલાલજીએ શીશપેનથી લખી લીધો. આખો સાતમો અધ્યાય લખેલો અમારી પાસે પડ્યો છે. પાનાં રાખતા. આખું પુસ્તક નહીં. પચાસ વર્ષ પહેલાંનાં લખેલાં તે પાનાં પડયાં છે.
અહીં કહે છે. કારણ કે “તેમને” એટલે સામે મુમુક્ષુઓ-ધર્માત્મા છે તેમને દર્શનમોહનીય-કર્મના ક્ષયાદિક છે.” “ક્ષયાદિક છે” એમ કહે છે. આ સમકિત પામનાર વ્યવહારસમકિતીને (દર્શનમોહનીય કર્મના) ક્ષયાદિક છે. એને તો ક્ષયાદિક છે; પછી વાત શું કરવી? એ તો નિશ્ચયસમકિતી છે જ. વ્યવહારસમકિતના પરિણામમાં જેના દર્શનમોહાદિકનો ક્ષય થયો છે એનો આત્મા (ઉપચારથી) અંતરંગ હેતુ છે. છે તો એ બાહ્ય ચીજ, તેથી અંતરંગ હેતુ પણ ઉપચારથી “અંતરંગતુ' કહે છે. આહા... હા ! સમજાણું કાંઈ ? આ પરેગ્રાફમાં વ્યવહારરત્નત્રયની વાત કરી છે. હવે નિશ્ચયરત્નત્રયઃ
વ્યવહારરત્નત્રયમાં ભેદોપચાર-રત્નત્રય શબ્દ હતા. હવે અહીં “અભેદ-અનુપચાર” (શબ્દ છે). આત્માના આનંદનો અનુભવ (એટલે) અભેદનું જ્ઞાન થયું, શ્રદ્ધા થઈ, અનુભવ થયો, તો એ અભેદ, તે અનુપચાર છે. એમાં કોઈ ઉપચાર નથી. ભેદ તો ઉપચાર હતો. તેથી (“મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં) કહ્યું ને કે: ઉપચારથી વ્યવહારસમકિત કહેવામાં આવ્યું છે. આહા... હા ! “અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને” નિશ્ચય અનુભવ (એટલે) ઉપચારરહિત, રત્નત્રયપરિણતિ (એટલે ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ (અર્થાત્) પર્યાયવાળા (જીવન). (એ જીવને જ) ભેદ-ઉપચાર (વ્યવહાર) રત્નત્રયની પરિણતિ છે; એ પરિણતિનો શું અર્થ કેઃ ભેદ-ઉપચાર-રત્નત્રયની પરિણતિ એ રાગ છે અને આ (નિશ્ચયરત્નત્રયની પરિણતિ એ) અરાગી પરિણતિ છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે”—ટંકોત્કીર્ણ જેવો છે એવો પ્રભુ ભગવાન, ધ્રુવસ્વરૂપ પ્રભુ, શાકભાવ જેનો એક સ્વભાવ છે, એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા-આ નિશ્ચયરત્નત્રયની પરિણતિ છે, એ વીતરાગ (પરિણતિ) છે. અને (ત્યાં) વ્યવહારરત્નત્રયની પરિણતિ એ રાગ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
આહા... હા! જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વ, ત્રિકાળી જ્ઞાયકની શ્રદ્ધા વડે અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. એના (પરિણતિના) ફળની વાત કહી. ભેદ-ઉપચાર(પરિણતિ) માં એ વાત નહોતી. અહીંયાં આ કહ્યું: અભેદ-અનુપચાર-પરિણતિ દ્વારા અભૂતપૂર્વ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. (પાઠમાં નીચે છે) ત્યાં સરવાળો લેવો.
અહીંયાં એ વડે અર્થાત્ વ્યવહાર વડે (સિદ્ધપર્યાય થાય) એમ નહોતું કહ્યું. આહા... હા! શું કહ્યું “અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે.. સિદ્ધપર્યાય થાય છે.”
વિશેષ કહેશે.
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૨૧-૫૫ – ૧૦૩ પ્રવચન: તા. ૧૧-૨-૧૯૭૮ નિયમસાર” શુદ્ધભાવ અધિકારની છેલ્લી (૫૧ થી ૫૫) પાંચ ગાથા. પહેલાં વ્યવહારરત્નત્રયની વાત ચાલી ગઈ. હવે નિશ્ચયરત્નત્રયની વાત કરે છે. જેને નિશ્ચય હોય છે તેને જ વ્યવહાર હોય. જેને નિશ્ચય નથી તેને (વ્યવહાર) પણ નથી. કહ્યું ને...! જે વ્યવહારમાં મૂઢ છે, એટલે કે જેને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન નથી, તે “રાગને જાણવાવાળો' ક્યાંથી થયો? સમજાણું કાંઈ ? “સમયસાર' ૧રમી ગાથામાં છે ને...! “વ્યવહારનયો... તાત્વે પ્રયોગનવાના. બસ! એ વાત સ્પષ્ટ છે. આત્મા અંતર વસ્તુ છે. વાત તો ઝીણી બહુ.
સવારે પ્રશ્ન થયો હતો ને કેઃ પર્યાયનો આધાર કોણ? પણ તે વખતે એ (ચાલતો) વિષય નહોતો. ખરેખર તો એવી ચીજ છે કે: દરેક પદાર્થની જે અવસ્થા છે તે જે સમયે થવાવાળી છે તે સમયે તે જ થશે, તે તેની કાળલબ્ધિ છે. એક વાત. બીજી વાત: જે સમયે જે દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થાય છે, ઊપજે છે, તેને (વ્યયની, તેમજ) ધ્રુવની પણ અપેક્ષા નથી.
પ્રવચનસાર' ગાથા-૧૦૧ ની સંસ્કૃત ટીકામાં એવો પાઠ છે- [ ઉત્પાદ ઊપજતાભાવને આશ્રિત છે. એટલે કેઃ] ઊપજે છે તે (ઊપજતાભાવને) આશ્રયે ઊપજે છે. આ તો બહુ ઝીણી વાત છે, પ્રભુ! અંતરના માર્ગ એવા છે! એને માટે ઘણી પાત્રતા જોઈએ, બાપુ! વળી ગાથા૧૦રમાં એમ કહ્યું કે જે સમયે જે પર્યાય કાળલબ્ધિની કહી છે, જે સમયે ઉત્પન્ન થાય છે તે તેની નિજ (જન્મ) ક્ષણ છે. તે તેનો કાળ જ છે. વાત ઝીણી બહુ, ભાઈ ! (પહેલાં કહ્યું કે, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેને વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી; ઊપજે છે તે ઊપજતા (ભાવ) ના આશ્રયે ઊપજે છે. વ્યયના આશ્રયે વ્યય થાય છે અને ધ્રૌવ્યના આશ્રયે ધ્રૌવ્ય છે.
આહા... હા! (પ્રવચનસાર=પ્ર+વચન+સાર) એ “પ્રવચન” એટલે વીતરાગ સર્વજ્ઞા ભગવાન પ્રવચન; “પ્ર” એટલે વિશેષે કરી, “વચન' એટલે દિવ્યધ્વનિ અને એનો આ “સાર” છે. વાત બેસે ન બેસે, દુનિયા સ્વતંત્ર છે. એ “તંત્ર” નો અર્થ શું? કે: “વ્યવસ્થિત પર્યાય થાય’ માટે તંત્ર. અહીં “સ્વ-તંત્ર' અર્થાત્ પર્યાય “સ્વ” ના કારણે પોતાનાથી ઊપજે છે, એ તેનું “તંત્ર” છે. એનો ભાવ “સ” છે. મંત્ર, તંત્ર, જંત્ર, -એ ત્રણના અર્થ ક્યાંક આવે છે.
(પર્યાય) ઉત્પાદ થાય છે, તેમ વ્યય પણ થાય છે અને ઘવ્ય છે. –એ ત્રણમાં કોઈને કોઈની અપેક્ષા નથી! આહા... હા! અને “ચિવિલાસ' (પાનું ૮૯) માં એમ કહ્યું છે કે ગુણ વિના, પર્યાય પોતાનાથી ઉત્પન્ન થાય છે.
અહીંયાં તો આજે બીજું કહેવું છે. દરેક ગુણમાં પકારકનું રૂપ છે. જ્ઞાનગુણ છે તેમાં પણ બીજી પારકની શક્તિ સાથે છે. કર્તા-કર્મ-કરણ આદિ ૪૭-શક્તિ છે, એ ગુણ છે. એ જે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ પકારક છે, તેનું રૂપ, એ જ્ઞાનગુણમાં પણ છે. આહા. હા! ઝીણી વાત કારક છે, પ્રભુ ! શું થાય? હવે, એ છે કરણ ગુણનું કારણરૂપ ગુણમાં રહ્યું અને પર્યાયનું પરિણમન પકારકથી પોતાનામાં રહ્યું. એટલે કેઃ એ એક સમયની પર્યાયમાં પણ પકારકનું પરિણમન સ્વતંત્ર-પોતાનાથી છે. અર્થાત્ પરમાર્થે “પર્યાયનો આધાર' દ્રવ્ય નથી. કેમકે “પર્યાય” પોતે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ-આધારે પોતાનાથી થઈ છે. “એનો આધાર' દ્રવ્ય-ગુણ પણ નહીં. સમજાણું કાઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
“૪૭-શક્તિ” માં “ભાવ” નામની એક શક્તિ છે. એટલે “ભાવ” નામનો ગુણ આત્મામાં છે. તો તેનો અર્થ શું? કેઃ “ભાવ” ગુણ છે, માટે ગુણની નિર્મળપરિણતિ થાય છે, કરવી પડતી નથી. એવો સ્વભાવ, ભાવગુણનો છે. એનું ભવન, એની નિર્મળપર્યાય છે. નિર્મળ હોં ! (વિકારી નહીં). અહીં શક્તિમાં વિકારની વાત જ નથી. નિર્મળપરિણતિ એ ભાવશક્તિથી થાય જ છે. જ્ઞાનીની દષ્ટિ પોતાના સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં “ભાવ” નામનો ગુણ છે. તો એ “ભાવ” ગુણને કરણ પર્યાયમાં નિર્મળપર્યાય થાય જ છે. એક વાત અને એક (ક્રિયાશક્તિ ) ૪૦મી શક્તિ એવી છે કે [ કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ) જે ભાવ તેમયી ક્રિયાશક્તિ.)
જે પકારકરૂપે પર્યાય વિકૃતરૂપે પરિણમે છે તે (વાત) “પંચાસ્તિકાય” ગાથા-૬રમાં (કરી છે). તેની ચર્ચા ૨૧ વર્ષ પહેલાં વર્ણજી સાથે થઈ હતી કેઃ વિકારી પર્યાય પણ સ્વતંત્ર પોતાના પકારકથી પરિણમે છે; દ્રવ્ય-ગુણના આશ્રયે નહીં. કારણ કેઃ દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે અને નિમિત્ત પર છે. માટે એ વિકૃત અવસ્થા પણ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ–પોતાના કારણ–થી થાય છે.
પણ પોતાનામાં એક ક્રિયાશક્તિ-ક્રિયા નામનો ગુણ છે, જ0મો. જેમ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, આનંદ ગુણ છે (તેમ. તેમજ) દરેક ગુણમાં પકારકનું રૂપ પણ છે. (તો) એ ક્રિયાશક્તિ” (એક) ભિન્ન ગુણ છે. તે ક્રિયાશક્તિનું કાર્ય શું? કે: પકારકરૂપે જે વિકૃત અવસ્થા થાય છે તેનાથી રહિત, નિર્મળપરિણમન થવું અર્થાત્ તેનાથી રહિત એ ક્રિયાશક્તિ-ગુણનું કાર્ય છે.
આહા... હા! આ તો “પર્યાયનો આધાર” પૂછયો હતો ને...! એટલે થોડું (સ્પષ્ટીકરણ આપ્યું છે). પણ એ (પ્રશ્ન) વખતે વિષય બીજો ચાલતો હતો, એટલે આ કંઈ એની હારે ન ચાલી શકે, (વિષયાંતર થાય).
“પંચાસ્તિકાય” માં કહ્યું કે: અવસ્થા વિકૃત થાય તો એ વિકાર-પર્યાય (પોતે) કર્તા, વિકાર કર્મ, વિકાર કરણ, વિકાર સાધન, વિકારથી વિકાર થયો, વિકારના આધારે વિકાર થયો અને વિકાર થઈને પોતામાં રહ્યો છે. એ વિકારનું પરિણમન, એક સમયની પર્યાયમાં-કર્તા-કર્મ આદિ (પોતાના) પકારકથી–સ્વતંત્ર છે.
અહીંયાં (૪૭ શક્તિમાં) એમ લીધું કે: (પર્યાય) વિકૃત થાય તેવો કોઈ ગુણ નથી. પણ પર્યાયમાં જે વિકાર થાય, તેનાથી રહિત થવું એવો એક ક્રિયા' નામનો ગુણ આત્મામાં છે. આહા... હા! સમજાણું કાંઈ ?
પ્રશ્ન: ‘ક્રિયા” કેટલી ?
સમાધાન: એક તો જડની પરની પર્યાય એ “ક્રિયા છે. રાગની પર્યાય એ પણ એક ‘ક્રિયા” છે. નિર્મળપર્યાય થવી એ પણ એક ‘ક્રિયા” છે અને વિકારરહિત નિર્મળપરિણમન થવું એવો એક “ક્રિયા” નામનો ગુણ છે. આહા.. હા! ચાર ક્રિયાઓ કહી ! એમાં એક તો ત્રિકાળી ‘ક્રિયા” નામનો ગુણ છે કે જે વિકૃતપરિણમન પકારકથી થાય છે તેનાથી રહિત પરિણમવું; એ ક્રિયા નામનો ગુણ છે અને (નિર્મળ ) પરિણતિ થઈ એને પણ ક્રિયા કહે છે, પર્યાય છે ને ? અને રાગને પણ વિકારી ક્રિયા કહે છે અને પારદ્રવ્યની જે પર્યાય છે તેને પણ ક્રિયા કહે છે.
અહીંયાં આત્માના આશ્રયે નિર્વિકારી સમ્યગ્દર્શન અર્થાત્ અંતર્દષ્ટિ થઈ તો દષ્ટિના વિષયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૨૧-૫૫ - ૧૦૫ અનંતગુણનો પિંડ (આત્મા) જે છે તે દૃષ્ટિમાં આવ્યો. તેમાં એક એવો ગુણ છે જે ભાવ નામનો છે, તેના કારણે નિર્મળપર્યાય થાય અર્થાત્ તેનું ભવન થવું... થવું.... થવું એવો તે ભાવ નામનો, એનો (આત્માનો) ગુણ છે અને એક “ક્રિયા” નામનો ગુણ છે. એ તો ગુણનું વર્ણન છે. ગુણમાં એક પછી એક (એટલે કે થવું... થવું થવું તેમ) નથી. ગુણ તો ત્યાં (આત્મામાં) એકસાથે અનંત છે. તેમાં એક ક્રિયા નામનો ગુણ છે કે જે વિકૃત અવસ્થા તે સમયે પોતાના કારણે પકારકથી પરિણમતી હતી, તેનાથી રહિત પરિણમન કરવું એવી આત્મામાં ક્રિયા નામની શક્તિ છે, ગુણ છે, સત્ત્વ છે, ભાવ છે, સ્વભાવ છે. આહા... હા! સમજાણું કાંઈ ?
વાતો ઝીણી બહુ, બાપુ! આ માર્ગ બાપા! સર્વજ્ઞથી અનુભવથી સિદ્ધ થયેલો છે! જેની જે પર્યાય જે સમયે ઉત્પન્ન થવાવાળી છે તેમાં એના ઉત્પાદમાં ધ્રૌવ્યનો પણ આશ્રય નથી. વ્યયનો આશ્રય વ્યયને. ઉત્પાદનો આશ્રય ઉત્પાદન અને ધ્રુવનો આશ્રય ધ્રુવને. આહા... હા ! આ વાત !! દ્રવ્યની-વસ્તુસ્વરૂપની મર્યાદા જ એવી છે!
એવો અનંતગુણનો પિંડ પ્રભુ, પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન (સ્વરૂપે છે), અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, તેથી દરેક ગુણ પણ પકારકનું રૂપ લઈને વિધમાન છે; એની દષ્ટિ થઈ તો એ પર્યાય પણ–ષકારકરૂપની પરિણતિની પર્યાય-પકારકથી પોતાનાથી છે. શું કહ્યું? પકારક જે છે તેની પરિણતિ-પર્યાય સ્વતંત્ર પોતાના પકારકની પરિણતિથી છે. [ એમ જ્ઞાનગુણમાં પણ છે]. પણ એ સમયે બીજા ગુણમાં જે પદ્યરકની પરિણતિ છે તે આ (જ્ઞાનગુણના પર્ફોરકના) કારણે નથી. અર્થાત્ ગુણમાં બીજો ગુણ નથી. ગુણના આશ્રયે ગુણ નથી. દ્રવ્યના આશ્રયે ગુણ છે. બીજો ગુણ એ સમયે જે પકારકરૂપે પરિણમે છે તે પકારકશક્તિ” નું પરિણમન છે એ કારણથી નહીં. આ એવી ઝીણી વાત છે!
આહા... હા ! વસ્તુસ્થિતિ જ એવી છે! સર્વજ્ઞ ભગવાને જોઈ એવી કહી અને એવી છે! હવે આ સમજ્યા વિના, લાખ-કરોડ બીજા ક્રિયાકાંડ કરીને મરી જાય ને.. (તોપણ તેનાથી ભવનો અંત થાય, તેમ નથી). સમજાણું કાંઈ ? દ્રવ્યનો સ્વભાવ જ એવો છે અને પર્યાયનો સ્વભાવ જ એવો છે. પરની અપેક્ષાથી પોતાનું ઊપજવું નથી. પર નામ (કહેતા) દ્રવ્ય-ગુણ. ( એ સિવાયના) પરની-નિમિત્તની તો વાત જ નથી. નિમિત્ત તો સ્પર્શતું પણ નથી.
સમયસાર” ત્રીજી ગાથામાં આવ્યું ને...! કોઈ પણ દ્રવ્ય પોતાના ધર્મને ચુંબે છે. પોતાના ધર્મ અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાય. ત્રણે એને ચુંબે છે, પરને ચુંબતા નથી એટલે કે પદ્રવ્યને ક્યારે ય સ્પર્શતા નથી. આહા... હા! આ તો કંઈ વાત છે! અગ્નિને પાણી સ્પર્ફે જ નથી અને પાણી ગરમ થાય છે. આમ છે, ભગવાન! આ હોઠ છે, અને આ છે (જીભ તે બીજા) રજકણ છે, તો તે એને ક્યારે ય સ્પર્શતા જ નથી. અને રોટલીનો ટુકડો થાય છે તો દાંતના રજકણ (રોટલીના) ટુકડાને અડતા નથી. આવી વાત છે!
અહીંયાં કહે છે કેઃ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ત્યાં (ત્રીજી ગાથામાં) એમ નથી કહ્યું. ત્યાં કહ્યું કે પોતાના ધર્મ-દ્રવ્ય-ગુણ-પર્યાયને ચુંબે છે. એ તો પરથી ભિન્ન કરવા માટે બતાવ્યું. હવે પોતાનામાં પણ બે પ્રકાર થયા: ગુણ અને દ્રવ્ય એક છે, ગુણ પણ શાશ્વત છે અને દ્રવ્ય પણ શાશ્વત છે. ગુણના પ્રદેશ છે તે દ્રવ્યના પ્રદેશ છે. (પણ) પર્યાયના પ્રદેશ અમુક (અપેક્ષાએ) ભિન્ન છે. માટે કહે છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ પ્રવચન નવનીત: ભાગ-૨ આલિંગન કરતું નથી. એવા (બંને) અસ્તિત્વનું સત્ત્વ સ્વતંત્ર સ્વતંત્ર છે. સમજાણું કાંઈ ?
એક (વર્તમાન) દિગંબર સાધુએ “સ્વતંત્ર” નો અર્થ એવો કર્યો છે: “સ્વ” અર્થાત્ પોતાનો આત્મા; “તંત્ર' અર્થાત્ અનુભૂતિ. સ્વતંત્રની વ્યાખ્યાઃ સ્વની અનુભૂતિ. એ તો બરાબર છે. સત્ય ગમે તે કહો-સત્ય કહે તો તે બરાબર છે. સમજાણું કાંઈ ? પર્યાય નિર્મળ થાય છે તે સ્વતંત્ર છે. અનુભૂતિ દ્રવ્યના લક્ષે થાય છે પણ લક્ષનું સામર્થ્ય તો પર્યાયમાં છે. તેથી એ (દ્રવ્ય) બાજુ લક્ષ કર્યું એ સામર્થ્ય તો પર્યાયનું છે. એ અનુભૂતિ જે પર્યાય છે તે દ્રવ્યને સ્પર્શતી નથી. અને દ્રવ્ય છે તે અનુભૂતિની પર્યાયને સ્પર્શતું નથી. એવી સ્વયંસિદ્ધ વસ્તુ છે!
પ્રશ્ન: પણ એ બધાનું તાત્પર્ય શું? સમાધાન: એ બધાનું તાત્પર્ય “વીતરાગતા” છે. પ્રશ્ન: વીતરાગતા ક્યારે ઉત્પન્ન થાય ?
સમાધાન: જે અનંતગુણના પિંડરૂપ દ્રવ્ય છે તે તરફ આશ્રય-લક્ષ કરે તો વીતરાગતા ઉત્પન્ન થાય છે. આહા... હા! સમજાણું કાંઈ ? બધા કથનનું તાત્પર્ય છેવટ આ આવ્યું.
હવે, અહીંયાં કહે છે: જુઓ, (ટીકાનો બીજો પેરાગ્રાફ ) “અભેદ-અનુપચારરત્નત્રયપરિણતિ-વાળા જીવને ” છે..! અભેદ રત્નત્રયપરિણતિવાળા જીવને જીવ છે એ દ્રવ્ય લીધું. પણ કેવો છે? કે: અભેદ રત્નત્રયપરિણતિવાળો. કારણ કે આ વાત તો નિશ્ચય-વ્યવહાર રત્નત્રયની ચાલે છે ને..! વ્યવહારરત્નત્રય છે તો બંધનું કારણ. પણ અહીંયાં તો રત્નત્રયમાં ગણવામાં આવ્યું છે. તો એને એમ કહ્યું કે નિશ્ચયરત્નત્રય જેને ઉત્પન્ન થયું તેને વ્યવહારરત્નત્રય (હોય). અહીં છઠ્ઠી ગુણસ્થાને વ્યવહારરત્નત્રય લીધું-જિન પરમયોગીશ્વર પંચમહાવ્રતમાં પાપક્રિયાથી નિવૃત્ત છે, એ વ્યવહાર. નિશ્ચયથી તો (તેમની) દષ્ટિ જ્ઞાયક ઉપર છે. એ જિન પરમયોગીશ્વર પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારમાં છે. એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને જિન યોગીશ્વર પરમગુરુ (અર્થાત્ નિજ શુદ્ધાત્મ) સ્વરૂપની દષ્ટિ-જોડાણ નથી તેને તો વ્યવહાર પણ કવી રીતે કહીએ ? એ તો વ્યવહારમૂઢ છે. આહ.. હાં ! સમજાણુ કાઈ ? “ અભેદ
-રત્નત્રયપરિણતિવાળા જીવને આ પરિણતિ છે તે પર્યાય છે. એ પરિણતિવાળા જીવને ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે” એવી ધ્રુવ ચીજ ભગવાન, નિત્યાનંદ પ્રભુ. ધ્રુવધામ, જ્ઞાયકભાવ લેવો છે ને...!
એ “સમયસાર” છઠ્ઠી ગાથામાં કહ્યું ને...“ વિ દોઃિ અપ્પમત્તો પત્તો નાનો ટુ નો માવો પર્વ મMતિ સુદ્ધ નામો નો સો ૩ સો વેવા” પછી ટીકાકારે કહ્યું કે: અપ્રમત્ત-પ્રમત્ત કેમ નથી ? કેઃ જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવપણે પરિણમતો જ નથી; કેમ કે શુભાશુભભાવ છે તે અચેતન છે, અને જ્ઞાયકભાવ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ છે; તે એ-રૂપે (શુભાશુભભાવપણે) પરિણમતો નથી અર્થાત્ જ્ઞાયકભાવમાં પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થા નથી. અમૃતચંદ્ર આચાર્ય અર્થમાં લખ્યું છે. જ્ઞાયકભાવ ત્રિકાળી છે તે શુભાશુભરૂપ પરિણમતો નથી. શુભાશુભભાવરૂપ જ્ઞાયકભાવ નથી. જો (જ્ઞાયકભાવ) શુભાશુભરૂપ પરિણમતો હોય તો તેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ પડે. માટે ત્યાં એવું લખ્યું છેઃ પ્રમત્ત-અપ્રમત્તઅવસ્થા જ જ્ઞાયકભાવમાં નથી.
એ અહીંયાં કહ્યું કેઃ જ્ઞાયકભાવ-એ જીવ-એ જ્ઞાયક છે; (એવા જીવને) ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે “એવા નિજ પરમતત્વની શ્રદ્ધા વડે”. અહીં વળી કોઈ પરમાત્માવીતરાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા પ૧-૫૫ – ૧૦૭ (માટે) લઈ લે તો (એમ નથી; અહીં છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની વાત છે). આ તો જે આત્માને જ્ઞાયકસ્વભાવ ત્રિકાળી પોતાનો સ્વભાવ છે તેને જ્ઞાયકભાવ છે; (તેને) એવા નિજ પરમ તત્ત્વની “શ્રદ્ધા વડ” –એ પર્યાય છે તે વડ–અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. એમ લેવું છે. અહીં એવું આવ્યું નથી કે વ્યવહાર વડે સિદ્ધપર્યાય થાય છે. ત્યાં (વ્યવહારરત્નત્રયમાં) તો પરંપરા લીધી હતી, કેમ કે (જેને નિશ્ચય હોય તેને સાથે) વ્યવહાર આવે છે; પણ પછી તેને છોડીને આગળ જાય છે, તો તેને પરંપરા (હેતુભૂત) કહ્યું. નહીંતર વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગ (એમ) બે (મોક્ષમાર્ગ) લ્યો તો વ્યવહારમોક્ષમાર્ગનું ફળ વ્યવારમોક્ષ; અને નિશ્ચયમોક્ષમાર્ગનું (ફળ) નિશ્ચયમોક્ષ; એવા બે ભેદ (મોક્ષના) છે કોઈ ? (–એમ નથી.) (વ્યવહારમોક્ષમાર્ગ, એ) આરોપથી કથન છે. સમજાણું કાંઈ ? અહીં વ્યવહાર શ્રદ્ધા–દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા-લીધી નથી, એ તો બધો વ્યવહાર છે. “નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે....” અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. ચોથી લીટીમાં છે ત્યાં લેવું છે. જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની–ભાવની શ્રદ્ધા વડે... અભૂતપૂર્વ એટલે કે પૂર્વે કદી નહીં થયેલી એવી અપૂર્વ, સિદ્ધપર્યાય થાય છે. આહા... હા!
હવે, આમાં (કોઈ) કહે કે, વ્યવહારથી થાય છે અને નિશ્ચયથી થાય છે. (-એમ નથી). અહીં તો કહે છે કેઃ નિશ્ચયથી થાય છે અને વ્યવહાર તો વચ્ચે આવે છે તેનો અભાવ કરીને જ્યારે નિશ્ચય પૂર્ણ થાય ત્યારે સિદ્ધપર્યાય થાય છે. સમજાણું કાંઈ ? અહીં તો રત્નત્રય વડે મોક્ષ-સિદ્ધપર્યાય ઊપજે છે, એ બતાવવું છે ને....! એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડ, (એમ કહી, અહીં નિશ્ચયશ્રદ્ધાની વાત કરી).
હવે તજ્ઞાનમાત્ર” પહેલાં (વ્યવહાર) જ્ઞાન આવ્યું હતું કે સંશય, વિમોહુ ને વિભ્રમ રહિત, અને પછી આવ્યું જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન; બે વાર આવ્યું. પણ તે વ્યવહાર(સમ્યક ) જ્ઞાન છે. હવે અહીં (નિશ્ચયસમ્યજ્ઞાનની વાત છે.) “તજ્ઞાનમાત્ર” ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ વસ્તુના જ્ઞાન વડે અર્થાત્ આત્મજ્ઞાન વડે; એમાં શું આવ્યું? આત્મજ્ઞાન વડે અર્થાત્ પરના જ્ઞાન વડે નહીં, પર્યાયના જ્ઞાન વડે નહીં, (પણ) આત્મજ્ઞાન વડે; એટલે કે આત્મા જે ત્રિકાળી છે તેના જ્ઞાન વડે (સિદ્ધપર્યાય ઊપજે છે). એ જ્ઞાન એ “પર્યાય” છે; પણ આત્મા જે છે જેનું જ્ઞાન કર્યું એ વસ્તુ છે, એ તો “દ્રવ્ય” છે, એનું જ્ઞાન તે આત્મજ્ઞાન”. આત્માના ગુણનું જ્ઞાન અને આત્માની પર્યાયનું જ્ઞાન, એમ નહીં. સમજાણું કાંઈ?
આવી વસ્તુસ્થિતિ છે. માણસો સોનગઢ માટે ઘણું બધું લખે છે. એ તો એને જે ઠીક પડે તેમ લખે. તેથી એમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ કરવાની વાત જ નથી. તે (પણ) ભગવાન આત્મા છે! “પંચાસ્તિકાય' માં કહ્યું ને..! જીવાસ્તિકાય સાધર્મી જીવ છે. જીવાસ્તિકાયરૂપે શુદ્ધ ભગવાન પરમાત્મા જ્ઞાયક (છે). એ તો બધા આત્મા છે ને..! એ ઉપાદેય છે, એમ લીધું છે. પર્યાય (વિરોધવાળી) હોય એમાં શું?
અહીંયાં કહે છે કેઃ “તદ્રજ્ઞાનમાત્ર...” ભાષા શું છે? (શ્રદ્ધામાં) “માત્ર” શબ્દ નહોતો વાપર્યો, ત્યાં “નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે” (શબ્દ છે) અહીં તો જ્ઞાનમાં ક્યાંક ભૂલ પડી જાય છે ને... કારણ કે જ્ઞાનના ઘણા પ્રકાર છે ને... માટે કહ્યું: “તદજ્ઞાનમાત્ર! આત્માનું તદ્રજ્ઞાનમાત્ર. સમજાણું કાંઈ? તદ્દજ્ઞાન માત્ર “(-તે નિજ પરમ તત્વના જ્ઞાનમાત્ર સ્વરૂપ)” ચૈતન્ય ભગવાનનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ જ્ઞાનમાત્ર સ્વરૂપ “( એવા અંતર્મુખ પરમબોધ વડે.) અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” આહા.... હા! સમજાણું કાંઈ?
અગિયાર અંગનું જ્ઞાન હોય, નવ પૂર્વનું જ્ઞાન હોય, તે તો મિથ્યાદષ્ટિને પણ હોય છે. હમણાં (એક વિદ્વાનનો લેખ) આવ્યો હતો ને કે: બાર અંગનું જ્ઞાન હોય તોપણ તે (આત્માનું જ્ઞાન) નહીં. પરંતુ બાર અંગનું જ્ઞાન તો સમકિતીને જ હોય છે. -શું કહ્યું? નવ પૂર્વની લબ્ધિ અને અગિયાર અંગનું જ્ઞાન, તે તો મિથ્યાદષ્ટિને પણ થાય છે. પણ દશ પૂર્વ થઈ જાય તે તો સમ્યગ્દષ્ટિને જ હોય છે. એ બાર અંગના જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ છે, એમ નથી. ફક્ત એ બાર અંગનું શ્રુતજ્ઞાન તે વ્યવહાર છે, તેના કારણથી મુક્તિ નહીં. પણ જે બાર અંગ (ધારી) છે તે તો સમ્યગ્દષ્ટિ જ છે. બાર અંગનું જ્ઞાન હોય અને તે મિથ્યાષ્ટિ હોય, તેમ ત્રણકાળમાં બને નહીં. આહા.. હા ! સમજાણું કાંઈ ? એ (વિદ્વાને) તો બાર અંગના જ્ઞાનથી પણ મુક્તિની સિદ્ધિ હોય નહીં (કેમકે તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી), એવું ન લઈને (કંઈક બીજી રીતે વાતને ખેંચી છે).
અહીંયાં “તજ્ઞાનમાત્ર(–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્ર સ્વરૂપ તે જ જ્ઞાનમાત્ર ભગવાન શાયકસ્વભાવ-જ્ઞાનમાત્ર સ્વરૂપ “એવા અંતર્મુખ પરમ બોધ વડે...” ભાષા કેટલી ધ્યાન રાખીને લખી છે! “એવા અંતર્મુખ પરમબોધ' –શાસ્ત્રનું (જ્ઞાન) નહીં, પરનું (જ્ઞાન) નહીં, પણ “અંતર્મુખ પરમબોધ” એટલે કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવનું જ્ઞાન, એનું (0) દ્રવ્યનું જ્ઞાન, જે જ્ઞાયકભાવ વસ્તુ છે તેનું જ્ઞાન-એને “અંતર્મુખ પરમબોધ' કહ્યો. અંતર્મુખ કહ્યું અને પછી પરમબોધ કહ્યું, એ પરમબોધ વડે.. “સિદ્ધપર્યાય થાય છે. ” સમજાણું કાંઈ?
કોઈને તો બાહ્યમાં પાંચ સમિતિ, ત્રણ ગુમિ જેટલું જ જ્ઞાન હોય તો પણ તેને કેવળજ્ઞાન થાય છે. એવું નથી કે ઘણું (બાહ્ય ) જ્ઞાન હોય તેને જ કેવળજ્ઞાન થાય. આહા... હા ! તદ્રવજ્ઞાનમાત્ર-આત્મા જ્ઞાન(માત્ર ) સ્વરૂપે છે–એ માત્રથી, એ વડે, મુક્તિ થાય છે. કહ્યું ને...! “પરમબોધ વડે” “અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.”
આમ તો એ પર્યાય છે, અને આ પર્યાયથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે, એ (વાત) પણ અપેક્ષિત-વ્યવહારે છે. બાકી તો મોક્ષપર્યાય અને કેવળજ્ઞાન જે ઉત્પન્ન થાય છે તે સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે; પૂર્વ પર્યાય અર્થાત મોક્ષમાર્ગની પર્યાયના આશ્રયે નહીં. કારણ કે મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થાય છે, અભાવ થાય છે, તો જે ભાવ ઉત્પન્ન થયો તે તો અભાવમાંથી આવ્યો નથી. સમજાણું કાંઈ? અહીં પાઠ તો એવો છે. (નમક) અહીં ફક્ત વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય અર્થાત્ યથાર્થ તત્ત્વને ભિન્ન બતાવવું છે. માટે એનાથી (-પરમબોધ વડ) સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે, એમ બતાવવું છે. બાકી ખરેખર તો મોક્ષમાર્ગ એ પર્યાય છે, એનો વ્યય થાય છે, ત્યારે કેવળજ્ઞાનપર્યાય ત્યાં ઉત્પન્ન થાય છે. તો તે વ્યયમાંથી ઉત્પાદ થાય છે, એમ નથી. તે તો ત્રિકાળીના આશ્રયથી ઉત્પન્ન થાય છે. -એ (કથન) પણ અપેક્ષિત થઈ ગયું. (ખરેખર તો) જે કેવળજ્ઞાનપર્યાય છે તે પોતાની પકારક પરિણતિથી ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ?
જયારે આ વાત-વ્યવહાર-નિશ્ચયરત્નત્રય-સમજાવવું હોય, ત્યારે (શી રીતે અને ) શું સમજાવે? વ્યવહારરત્નત્રય તો રાગ છે અને આ નિશ્ચયરત્નત્રય વીતરાગીપર્યાય છે અને એ વીતરાગી પર્યાયથી મુક્તિ થાય છે. –એમ બતાવવું છે.
“સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા” માં એવો પાઠ છે: “પુર્વ–પરિણામ–ord વાર–માવે વટ્ટરે બં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૦૯ ઉત્તર–પરિણામ–નુવં તે વિય વળ્યું હવે ળિયા”T રરૂવા! અર્થ: પૂર્વપરિણામથી યુક્ત દ્રવ્ય તે નિયમથી કારણરૂપે હોય છે અને તે જ દ્રવ્ય જ્યારે ઉત્તરપરિણામથી યુક્ત થાય છે ત્યારે તે નિયમથી કાર્યરૂપે થાય છે. (પણ) આ વાત અપેક્ષિત છે. એ વાત અહીંયાં લીધી છે. મોક્ષમાર્ગની પર્યાય તે પૂર્વપર્યાય છે, એ કારણ છે. અને (મોક્ષરૂપ) ઉત્તરપર્યાય દ્રવ્યમાં કાર્ય છે.
બાકી તો, કેવળજ્ઞાનની પર્યાય પોતાનાથી પકારકથી પરિણમતી ઉત્પન્ન થાય છે, તેને મોક્ષમાર્ગની (પૂર્વ) પર્યાયની પણ અપેક્ષા નથી.
પ્રવચનસાર' ગાથા-૧૦૧માં કહ્યું ને....! ઊપજતી પર્યાયને વ્યયની અપેક્ષા નથી! અરે ભગવાન! એનો માર્ગ! પ્રભુ! તારો માર્ગ ગંભીર છે. કહ્યું ને...! ઊપજતી પર્યાયને વ્યાયની અપેક્ષા નથી અને અહીંયાં તો એમ કહ્યું કેઃ મોક્ષમાર્ગની પર્યાયથી મોક્ષ થાય છે! ત્યાં કહ્યું કે: ભગવાનની દિવ્યધ્વનિ, કેવળજ્ઞાનપર્યાય જે ઊપજે છે તે પોતાની અપેક્ષાથી જ ઊપજે છે, તેને ગુણની અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી. પરની અપેક્ષા તો છે જ નહીં, એ તો વાત જ નથી.
પણ અહીંયાં પૂર્વપર્યાય (એવી) હતી તે બતાવવું છે. પૂર્વપરિણામયુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય કાર્ય છે. (તેમ છતાં,) પૂર્વપર્યાયમાં તો મિથ્યાત્વ પણ હોય છે અને પછીની પર્યાયમાં સમ્યગ્દર્શન થાય છે. (પણ ત્યાં એમ કહેવું નથી કે.) મિથ્યાત્વભાવ છે તે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. પરંતુ ત્યાં એમ કહેવું છે કેઃ મિથ્યાત્વનો વ્યય છે, તો તે પરિણામ (કારણ; અને જે) સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી (તે “કાર્ય છે). અર્થાત્ મિથ્યાત્વનો વ્યય થાય છે ત્યારે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. નહીંતર તો મિથ્યાત્વ ઉપાદાન કારણ અને તેનું ઉપાદેય પછી સમકિત? (–એમ થતું નથી.) સમજાણું કાંઈ ? પણ (ત્યાં) તો મિથ્યાત્વના વ્યયને કારણ બતાવીને સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ તે (કાર્ય) બતાવવું છે. પણ (એ વાત) અપેક્ષિત છે.
આ તો લોકોને (વસ્તુસ્થિતિની) ખબર નથી અને વિરોધ કરે ! એટલે જેને ખબર ન હોય અને વિરોધ કરે તેમાં શું થાય છે? આહા... હા! આ તત્ત્વ જ આવું છે!! અગમ્યને ગમ્ય કરવાનું છે. આહા... હા! મહા ભંડાર ભગવાન, અનંત ગુણનો ભંડાર, એક એક ગુણમાં અનંતગુણનું રૂપ, (એવો પોતે જ છે)!
૪૭-શક્તિ” છે ને...! છે તો અનંત. પણ (સમયસાર”) માં સુડતાલીસ કહેવામાં આવી છે. તેમાં એક “અનંતધર્મત્વ' નામની શક્તિ-ગુણ છે. એ “અનંતધર્મત્વ' નું રૂપ બીજા ગુણોમાં છે. એ ગુણ બીજા ગુણમાં નથી, (પણ એનું રૂપ બીજા ગુણમાં છે). તત્ત્વજ્ઞાનની આવી બહુ ઝીણી વાતો, બાપુ! લોકો તો બહારથી (ધર્મ) માનીને બેઠા છે ને...“અનંતધર્મવશક્તિ ' એ ૨૭મી છે. જુઓઃ “વિલક્ષણ (-પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત (થયેલો) એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ.” આહા... હા! અહીં તો મારે એ લેવું છે કે જે કેવળજ્ઞાનની પર્યાય છે એમાં પણ અનંતધર્મશક્તિનું રૂપ છે. એના જ્ઞાનગુણમાં તો “એનું રૂપ છે, પણ એ ધ્રુવ છે. પણ આ તો પર્યાય જે કેવળજ્ઞાનની છે તેમાં પણ “અનંતધર્મશક્તિનું રૂપ છે. અર્થાત્ એ અનંતધર્મત્વશક્તિ જે છે તે (કેવળ) પર્યાયમાં નથી તેમજ અનંતધર્મત્વશક્તિની જે પર્યાય છે તે પણ (કેવળજ્ઞાન) પર્યાયમાં નથી, પણ તેનું રૂપ' તે પર્યાયમાં છે. આહા... હા ! સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧) – પ્રવચન નવનીત: ભાગ-૨
આ “શુદ્ધભાવ અધિકાર' (ચાલે) છે ને ! પહેલાં માથે એ ધ્રુવને શુદ્ધભાવ કહ્યો. અહીં શુદ્ધઉપયોગની વાત નથી. શુદ્ધઉપયોગ તે તો પર્યાય છે અને આ “શુદ્ધભાવ અધિકાર” એટલે ધ્રુવભાવનો અધિકાર છે. ત્રિકાળી જ્ઞાનભાવનો અધિકાર છે. (ચાલતા પ્રકરણમાં) બે બોલ આવ્યા-શ્રદ્ધા અને જ્ઞાન. (જ્ઞાન એટલે) “અંતર્મુખ પરમ બોધ'. શાસ્ત્રજ્ઞાન આદિ તો બહિર્મુખ જ્ઞાન છે. (પણ) (મુનિરાજ) એ ટીકા કરે છે ને...! એ શાસ્ત્રજ્ઞાનને તો (“પદ્મનંદિપંચવિંશતિ' માં ) વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. બાપુ ! પરમાર્થ છે ને....! (કારણ કે) પરદ્રવ્યપ્રત્યે લક્ષ જાય છે માટે તે (બુદ્ધિ) વ્યભિચારિણી છે.
અહીંયાં તો કહે છે કેઃ “અંતર્મુખ પરમબોધ વડે.. અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” અર્થાત્ અંતર્મુખ જ્ઞાયકભાવના બોધ વડે, એ પરમબોધ છે (તે વડ) અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.
(હવે ચારિત્ર વિષે) ત્રીજો બોલઃ “અને તે-રૂપે (અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે”- “અવિચળપણે સ્થિત થવારૂપ” એ પર્યાયની વાત છે. ચલિત ન થાય તેવા પર્યાયરૂપ સહજચારિત્ર વડે. આહા... હા! જેમ દ્રવ્ય અને ગુણ અચલિત છે તેવી અચલિત પર્યાય. “અચલિત પર્યાય' નો અર્થ અસ્થિરતામાં રાગમાં ન આવવું. પર્યાયમાં અવિચળ સ્થિરતા-નિર્મળતા (હોય તેને) ચારિત્ર કહે છે. અવિચળપણે સ્થિત થવારૂપ-ચલિત ન થાય એવા સહજચારિત્ર વડે અર્થાત્ સ્વાભાવિક ચારિત્ર વડ (અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે ).
વ્યવહાર (ચારિત્ર) છે તે તો રાગ છે, તે સહજચારિત્ર નથી, સ્વાભાવિકચારિત્ર નથી. વ્યવહાર જે રાગ છે તેની દશાની “દિશા” પર છે અને વીતરાગ (ચારિત્ર) ની દશાની દિશા
સ્વ” છે. માટે (કહ્યું કે:) નિજ પરમ તત્ત્વરૂપે અવિચળપણે સ્થિત થવારૂપ (સહજચારિત્ર વડ). આહા. હા! “નિજ પરમ તત્ત્વરૂપ” –એ “દશા” ત્રિકાળ છે. તેમાં સ્થિરતા, એ “દશા” છે.
અહીં છેલ્લે શુક્લધ્યાન લેવું છે. પણ ધર્મધ્યાન તો નિશ્ચયધર્મધ્યાન છે. ધર્મધ્યાનના બે પ્રકાર છે: નિશ્ચયધર્મધ્યાન, તે શુદ્ધપરિણતિ છે. અને વ્યવહારધર્મધ્યાન, તે રાગ છે. ધર્મધ્યાન શુભ જ છે એવું નથી. એ આવે છે અર્થાત (જેને ) નિશ્ચયધર્મધ્યાન છે (તેને) વ્યવહારધર્મધ્યાનરૂપ શુભભાવ આવે છે. વસ્તુસ્વરૂપ જેવું છે તેવું ( પ્રગટયું નથી અર્થાત પર્યાયમાં) અપૂર્ણ શુદ્ધતાનું પરિણમન છે તે નિશ્ચયધર્મધ્યાન છે અને વિશેષ શુદ્ધતાનું પરિણમના તે શુક્લધ્યાન છે. વ્યવહારધર્મધ્યાન, શુભરાગ છે અને નિશ્ચયધર્મધ્યાન છે તે વીતરાગીપર્યાય છે. સ્વરૂપમાં અવિચળપણે સ્થિરતા અલ્પ છે, માટે તેને ધર્મધ્યાન કહ્યું. વિશેષ સ્થિરતા છે તેને શુક્લધ્યાન કહ્યું, એનાથી સિદ્ધિ થાય છે. સમજાણું કાંઈ ?
અવિચળપણે સ્થિત થવારૂપ” –આનંદનો નાથ ભગવાન! (તેમાં) સ્થિરતા એટલે આનંદનું વેદન, અતીન્દ્રિય આનંદનું ઉગ્ર વેદન, (તેનું નામ ચારિત્ર).
સમયસાર” પાંચમી ગાથા (ની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય) કહ્યું છે ને..! અરિહંત ભગવાન વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. પછી ગણધર વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ત્યાંથી લઈને અમારા ગુરુ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. (તેઓ) મહાવ્રત પાળતા હતા... એ બધી વાતો લીધી નથી, એ તો વિકલ્પ છે, (ચારિત્ર નથી). આહા... હા! અરિહંતથી માંડીને પરંપરાએ પોતાના ગુરુ, એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા; એનું નામ ચારિત્ર છે. અરિહંતનું વિજ્ઞાનઘન અને છદ્મસ્થનું વિજ્ઞાનઘન;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૧૧ બેઉને એકસરખા રાખ્યા! ત્યાં ભલે (છદ્મસ્થને) અલ્પ છે તોપણ તે વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે. એવું લખ્યું છે! એ ગુરુએ અમારા ઉપર ઉપકાર-મહેરબાની-અનુગ્રહ કરીને અમને “આત્માનો ઉપદેશ આપ્યો. આહા.... હા ! પ્રભુ! એ છ દ્રવ્ય છે ને.. એ વાત ન કરી? એ બધાનો “સાર” તો આ કહ્યો. અમારા ગુરુ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. “મગ્ન' જ નહિ બલ્ક ‘નિમગ્ન” હતા. કેમકે વિજ્ઞાનઘનમાં મગ્ન તો અંશે ચોથા ગુણસ્થાનમાં પણ થાય છે. આ તો મુનિ છે. વિજ્ઞાનઘન સ્વરૂપ પ્રભુ અર્થાત્ વિજ્ઞાનનું દળ ધ્રુવ, એમાં નિમગ્ન હતા; આનંદમાં વિશેષ લીન હતા. તેમના દ્વારા અમને આત્માનો ઉપદેશ મળ્યો છે. તેનાથી અમારો નિજવૈભવ પ્રગટ થયો છે. નિજવૈભવ” એટલે સ્વસંવેદન! આનંદની મહોર છાપ છે, તે નિજવૈભવ!
આ ધૂળ (પૈસા) ના વૈભવ તો ક્યાંય ગયા; પણ (પંચમહાવ્રતાદિનો) રાગ એ પણ (વૈભવ નથી). શરીર (વૈભવ) નહીં, રાગ (પણ) નહીં. અને આ પૈસા-બૈસા-ધૂળ-તો ક્યાંય (દૂરી રહી ગઈ. આહા... હા!
અહીંયાં કહે છેઃ અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે “અભૂતપૂર્વ (પૂર્વે કદી નહીં થયેલી એવી, અપૂર્વ) સિદ્ધપર્યાય થાય છે.”
જુઓ ! “સિદ્ધ' પર્યાય છે ને...! એ કાંઈ ગુણ નથી. કેવળજ્ઞાન પણ પર્યાય છે. મોક્ષમાર્ગ પણ પર્યાય છે. સંસાર પણ વિકારીપર્યાય છે. આહા... હા! “ધ્રુવ” તો ધ્રુવ છે, જ્ઞાયક (છે). વિકાર, અવિકાર, અપૂર્ણતા અને પૂર્ણ અવિકૃતતા, એ બધું પર્યાયમાં છે. સમજાણું કાંઈ આવો માર્ગ લૂખો લાગે. વીતરાગમાર્ગ લૂખો છે, ભાઈ !
જિજ્ઞાસા: પહેલાં તો અરિહંતપર્યાય થાય, પછી સિદ્ધપર્યાય થાય છે!
સમાધાનઃ પણ અરિહંતપર્યાયને ભાવમોક્ષ કહ્યો છે. સિદ્ધને પછી દ્રવ્યમોક્ષ કહ્યો છે. સાંભળ્યું છે? કેવળજ્ઞાન એટલે ભાવમોક્ષ થઈ ગયો. પછી ચાર (અઘાતી કર્મ) બાકી રહ્યા એટલી યોગ્યતા પણ પોતાના કારણે છે, કર્મના કારણે નહીં. (નિમિત્તરૂપ) ઉદય છે ને એટલો પોતાની પર્યાયનો દોષ છે, તેથી કેવળીને પણ અસિદ્ધ કહ્યા છે. ચોથેથી ચૌદમા (ગુણસ્થાન) સુધી
અસિદ્ધપર્યાય કહી છે અને તેને ઉદયભાવમાં નાખી છે. તે અસિદ્ધપર્યાયનો નાશ થાય ત્યારે સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. તેને દ્રવ્યમોક્ષ કહ્યો. અને તેરમે (ગુણસ્થાને) ભાવમોક્ષ કહ્યો. (ત્યાં) ચાર (ઘાતકર્મ) છૂટી ગયાં છે અને ચાર (અઘાતી) કર્મ બાકી છે, અને થોડી અશુદ્ધતા પોતાના કારણે છે, તે પણ કેવળજ્ઞાનમાં જાણવામાં આવે છે. કેવળજ્ઞાનમાં બધું જાણવામાં આવે છે.
આહા.. હા! “અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” એ (નિશ્ચય) રત્નત્રયની વાત કહી. તે પહેલાં વ્યવહાર (રત્નત્રય) ની વાત કહી. હવે બંનેની સંધિ કરે છે:
જે પરમજિનયોગીશ્વર” છઠ્ઠા ગુણસ્થાન (વાળા છદ્મસ્થને) પણ પરમજિનયોગીશ્વર' કહ્યા ! “પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” છઠ્ઠા ગુણસ્થાનમાં વ્યવહારનયનું શુભભાવવાળું ચારિત્ર છે, વ્યવહારચારિત્ર છે. નિશ્ચય ( ચારિત્ર) અંદર સ્વરૂપમાં (સ્થિત થવારૂપ) છે. તેને (અહીં) ગૌણ કરીને વાત કહી. પણ એ તો એમાં કહી દીધું- “પરમજિનયોગીશ્વર'. એકલો મિથ્યાષ્ટિ છે અને એને પહેલાં વ્યવહાર (ચારિત્ર) આવ્યું, એમ નથી. સમજાણું કાંઈ?
શાસ્ત્રના અર્થ કરવામાં મોટો ફેર છે. (લોકોની) સમજણમાં ફેર અને પછી અર્થ કરવામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ ફેર (થાય છે). આમાં આમ લખ્યું છે ને આમાં આમ લખ્યું છે. લખ્યું છે, પણ તે કઈ અપેક્ષા એ ? અહીં વ્યવહાર પહેલાં કહીને પછી નિશ્ચય કહ્યો, માટે અહીંયાં ખુલાસો કરી દીધો કે: ભાઈ ! વ્યવહાર અને નિશ્ચય કહ્યો, તેમાં શું છે? કે પરમજિનયોગીશ્વર તો તે છે જ. જેને આત્માનુભવ છે, છઠ્ઠી ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે આનંદ આવ્યો છે, નિશ્ચય (રત્નત્રય) છે; પણ પૂર્ણ નિશ્ચય (રત્નત્રય હજુ ) નથી; તેથી તે પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ, એટલે કે અવ્રતના પરિણામથી નિવૃત્તિરૂપ અને વ્રતના પરિણામથી પ્રવૃત્તિરૂપ, વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. એ વાત છઠ્ઠી ગુણસ્થાનની કરી. આહા... હા ! છે તો પોતાના યોગમાં! પરમજિનયોગીશ્વર છે! ઘણા શબ્દો વાપર્યા છે. કેમ કે: સિદ્ધાંતમાં અપૂર્વકરણ (વાળા) ને પણ “જિન” કહ્યા છે. ત્રણ કરણ છે ને..! અધ:કરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. સમકિતપૂર્વની પર્યાય અપૂર્વકરણની (છે). ત્યાં (તેને) “જિન” કહ્યા છે. – “ગોમ્મટ્ટસાર' માં છે. અહીં તો “પરમજિન અને યોગીશ્વર' શબ્દ વાપર્યા છે. ચોથા ગુણસ્થાને પણ યોગી તો છે, મુમુક્ષુ કહ્યા હતા... ને મોક્ષાર્થી. (પરંતુ ) અહીં તો પરમજિન, પરમવીતરાગ, યોગીશ્વર કહ્યા, એ વાત છઠ્ઠી ભૂમિકાની છે.
(જે પરમજિનયોગીશ્વર) પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. તેને ખરેખર વ્યવહારનયગમ્ય તપશ્ચરણ હોય છે; વ્યવહારચારિત્ર, વ્યવહારતપસ્યા એટલે મુનિપણું હોય છે. દીક્ષાકલ્યાણક કહે છે ને..! તપકલ્યાણક કહો કે દીક્ષાકલ્યાણક કહો, બધું વ્યવહારચારિત્ર છે. દીક્ષાને તપ કર્યું છે. હવે, કહે છે કેઃ
તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે.” વ્યવહારનય છે ખરો, વ્યવહારનયનો વિષય પણ છે; (વિષય) નથી એમ નથી. વ્યવહારનયગોચર-ગમ્ય તપશ્ચરણ હોય છે.
સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે” આ નિશ્ચયચારિત્ર, નિશ્ચયતા. તપ કહો કે દીક્ષા કહો, (એકાર્થ છે). સહજનિશ્ચયનયાત્મક અર્થાત્ સ્વાભાવિક નિશ્ચયન-નયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ (તે નિશ્ચયનયનો વિષય છે ). લ્યો! “નય’ તો જ્ઞાન છે. પણ જ્ઞાનના વિષયને જ નિશ્ચયનયાત્મક કહીને પરમસ્વભાવસ્વરૂપ અર્થાત્ સહજનિશ્ચયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ, નિશ્ચયનયસ્વરૂપ, પરમભાવસ્વરૂપ, એનો (નિશ્ચયનયનો) વિષય છે. એને એક-અભેદ કહ્યો છે. “સહુજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચયચારિત્ર તપથી હોય છે. તે દશા નિશ્ચયચારિત્રથી થાય છે.
. વિશેષ કહેશે.
પ્રવચન: તા. ૧૨-૨-૧૯૭૮ નિયમસાર'. શુદ્ધભાવ અધિકાર ( ટીકા) ની છેલ્લી (૫૧ થી ૫૫) પાંચ ગાથા. છેલ્લી બે કડી બાકી છે. જુઓઃ “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” કોને? કેઃ છઠ્ઠી ગુણસ્થાનમાં પરમજિનયોગીશ્વર છે, હજી સ્થિરતાની ઓછપ છે તે કારણે, તેને વ્યવહારનયનો વિષય જે દયા, દાન, વ્રતાદિના ભાવ આવે છે. (શું કહે છે? કે.) જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ એટલે અવ્રતના પરિણામથી નિવૃત્તિરૂપ; અને વ્રતના પરિણામ જે આસ્રવ છે (તે) પ્રવૃત્તિરૂપ હોય છે. તેને વ્યવહાર કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ - ૧૧૩
પરમનિશ્ચયની (વાત) પછી (લેશે ). સમજાણું કાંઈ ?
૫૨મજિનયોગીશ્વર જે પોતાનામાં સ્થિત છે, અનુભવ છે, અંશે સ્થિરતા છે; પણ (ત્યાં) નિર્વિકલ્પસ્થિતિ નથી; તેથી તેને પાપક્રિયાથી નિવૃત્તરૂપ એટલે કે ( અશુભ ) રાગાદિથી નિવૃત્તિરૂપ વ્યવહારનયથી ચારિત્ર હોય છે; “તેને ખરેખર વ્યવહા૨નયગોચર તપશ્ચરણ હોય છે. ” ( હવે કહે છે કે: )
66
“ સહજનિશ્ચયનયાત્મક ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં ”-પોતાનો આત્મા ૫૨મસ્વભાવસ્વરૂપ, ધ્રુવ, એવો જે ૫રમાત્મા... પોતાનો! આહા... હા! એ પરમાત્મામાં 'પ્રતપન .” ( અર્થાત્ ) પ્ર=વિશેષે+તપન=ઉગ્રતા; ( એટલે કે: ) ચારિત્રમાં તપની-પુરુષાર્થની વિશેષ ઉગ્રતા-નિર્વિકલ્પસ્થિતિ; “ તે તપ છે.”
આહા... હા ! ‘ સહનિશ્ચયનયાત્મક' પહેલાં કહ્યું અને ‘૫૨મસ્વભાવસ્વરૂપ ' પછી કહ્યું. ( કારણ કે: ) શુદ્ઘનિશ્ચયનયસ્વરૂપ, સહજનિશ્ચયનયસ્વરૂપ, પરમભાવ, પ૨મસ્વભાવસ્વરૂપ; એ (નયનો ) વિષય છે. અને નય તો જ્ઞાનનો વિષયી છે; પણ એનો વિષય જે પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મા, પોતાનું પૂર્ણ સ્વરૂપ, ભગવાન, પરમાત્મા! તેમાં પ્રતપન એટલે કે વિશેષ ઉગ્ર પુરુષાર્થથી અંદર સ્થિરતા-નિર્વિકલ્પતા જામી જવી, તે તપ છે.
આહા... હા ! બહુ ( અલૌકિક) માર્ગ!! ‘વ્યવહાર' પહેલામાં, ‘આ' વ્યવહા૨ પહેલો છઠ્ઠા ગુણસ્થાનમાં (નિશ્ચયપૂર્વક) ગણવામાં આવ્યો છે! મિથ્યાદષ્ટિને વ્યવહાર પહેલાં અને પછી આમ ( -નિશ્ચય ), એ વાત છે જ નહીં. અહીંયાં તે છઠ્ઠાગુણસ્થાનમાં નિશ્ચયસ્વરૂપની પૂર્ણ સ્થિરતા (પર્યાયમાં ) નથી. (એટલે કે) તેને નિશ્ચયનયનો વિષય હોવા છતાં પણ ( હજી ) પૂર્ણ સ્વરૂપસ્થિરતા નથી; એવી દશામાં, એ અપેક્ષાએ, પાપની નિવૃત્તિથી શુભભાવ(રૂપ ) (જે) પરિણમન છે તેને વ્યવહારચારિત્ર કહેવામાં આવે છે. આવું છે, બાપુ ! બહુ આકરું કામ. જગતને (વસ્તુસ્વરૂપનું ભાન નથી, માટે) વ્યવહાર અને નિશ્ચયના ઝઘડા (વિવાદ)... એવાં તોફાન... તોફાન ! આહા... હા !
ભગવાન ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન; ‘પ્ર' એટલે વિશેષે+ ‘તપન' (તે તપ છે). જેમ સુવર્ણ ગેરૂથી ઓપાયમાન થાય છે, દાગીના-ઘરેણાંને ગેરૂ લગાવવાથી તે ચળકી ઊઠે છે; એમ ભગવાનઆત્મામાં પોતાને દર્શન, જ્ઞાન, ચારિત્રનો અંશ ( પ્રગટયો ) છે પણ અંદરમાં વિશેષ સ્થિરતા જામતાં ચૈતન્યની ચમત્કારિકદશા, વીતરાગી ચમક પર્યાયમાં ઊઠે છે. આહા... હા ! તેને અહીંયાં તપ કહે છે.
આહા... હા! મોટા ઝઘડા... વ્યવહાર પહેલાં, અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય ! (પરંતુ ) એ વાત એમ છે જ નહીં. અહીં તો સત્ય બતાવ્યું છે! ભગવંત પૂર્ણ સ્વરૂપ તો છે. (તે ) દષ્ટિમાં છે, જ્ઞાનમાં છે, પણ એમાં સ્થિરતાની પૂર્ણતા નથી; એ કારણે એને (૫૨મજિનયોગીશ્વરને ) પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના (ચારિત્રરૂપ) પરિણામ હોય છે. એ વ્યવહારનય ઉપચિરત છે. અને નિશ્ચય ( તો ) સહજનિશ્ચયનયસ્વરૂપ, પરમસ્વભાવસ્વરૂપ, પરમાત્મા, પૂર્ણસ્વરૂપ ૫૨માત્મા, પરમ આત્મા, પરમસ્વરૂપ, પૂર્ણ શુદ્ધ ધ્રુવ, ધ્રુવ પરમાત્મા સ્વરૂપ (છે); તેમાં પ્રતપન એટલે વિશેષે શોભા, અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ, એટલે કે વીતરાગીપરિણતિની ઉગ્રતા, એનું નામ તપ કહેવામાં આવે છે. શુદ્ધભાવનો અધિકાર છે ને...! ૫રમાત્માનો કહો કે શુદ્ધભાવનો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ - પ્રવચન નવનીત: ભાગ-૨ (અધિકાર કહો એનાર્થ છે) સમજાણું કાંઈ?
જિજ્ઞાસા: બાર પ્રકારનાં તપ કહ્યાં છે ને..?
સમાધાન: એ બાર પ્રકારનાં તપ તે નિમિત્તનાં કથન છે. “સમ્યજ્ઞાનદીપિકા' માં ધર્મદાસજી ક્ષુલ્લક કહે છેઃ ભગવાન આત્મા એક, અને બાર પ્રકારનાં તપ ક્યાંથી આવ્યા ! બાવીસ પરીષહું ક્યાંથી આવ્યા? એનો અર્થ એ કે બાવીસ (પરીષહ) નિમિત્તનાં કથન છે. અંતરની વીતરાગતા એકરૂપ છે. તે ખરેખર તપ, ચારિત્ર, પરીષહ (જય), એ વીતરાગભાવ છે. એને બાર ભાવના ને બાવીસ પરીષહ (વગેરે કહ્યા) એ નિમિત્તથી કથન છે. આહા.... હા ! એ (વિશે ) ધર્મદાસજી ક્ષુલ્લક ઘણું કહ્યું છે.
ઘણાં વર્ષ પહેલાં, પ૬ વર્ષ થયાં, ૧૯૭૮ની સાલમાં, બોટાદમાં જંગલમાં એકલા જતાં ત્યાં સમ્યજ્ઞાનદીપિકા” વાંચી હતી. કીધું ભારે કીધું... આ તો એમાં ગજબ વાત છે!! વસ્તુ યથાર્થ આ જ છે! પછી પાછળથી એને ઘણું જોયું છે.
એ અહીંયાં કહે છે કેઃ “પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” હવે ખુલાસો કર્યો “નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ” નિજસ્વરૂપમાં એટલે પરમાત્મસ્વરૂપ પરમાત્મામાં અવિચળ સ્થિતિરૂપ (છે); અર્થાત્ અંદર આનંદની ઝમવટ જામી છે, અંદર અતીન્દ્રિય આનંદ (ના ઊભરા આવે છે)!
રાત્રે (એક ભાઈનો) પ્રશ્ન હતો ને ! આત્માનો નિર્ણય કરવામાં એ વિકલ્પ આવે છે. ને કે: (આત્મા) આવો છે, આવો છે! ભાઈ ! ૧૩મી ગાથા (“સમયસાર') માં કહ્યું ને... “ભૂપેન્થMIfમાવા”-નવ તત્ત્વ છે તે ભેદથી કહો તો ભૂતાર્થ છે અને સ્વભાવની અપેક્ષાએ જુઓ તો તે નવે તત્ત્વ અભૂતાર્થ છે. પછી (કળશ-૮ની ટીકામાં) એમ લીધું કે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિચારભેદ કરતાં (એટલે કે ) “આ દ્રવ્ય” અને “આ પર્યાય' –એવા વિકલ્પથી જ્યારે નયથી વિચાર કરીએ છીએ ત્યારે, તે ભૂતાર્થ છે. પણ અનુભવ કરતાં તે નવે (તત્ત્વ) અભૂતાર્થ છે. એમ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ નિક્ષેપના ભેદો છે. અને નિક્ષેપ છે તે “શય” નો ભેદ છે. અને “નય' છે તે “જ્ઞાન” નો ભેદ છે. “નય” વિષયી છે અને “નિક્ષેપ” વિષય છે. તો નિક્ષેપના ભેદોનો વિચાર કરતી વખતે, જે વિકલ્પ છે, તે એ અપેક્ષાએ બરાબર છે, યથાર્થ છે, એ વ્યવહાર તરીકે ભૂતાર્થ છે. પણ અનુભવકાળે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવમાં તે (સઘળાય) અભૂતાર્થ છે. તેમજ પ્રમાણજ્ઞાન-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-ને પરોક્ષપ્રમાણ અને પ્રત્યક્ષપ્રમાણના ભેદ વડે વિચાર કરતી વખતે જે વિકલ્પ છે, તે ચીજ છે (ભૂતાર્થ છે). અન્યમતથી ભિન્ન (એ વાત છે). પોતાની ચીજને પ્રમાણથી અને નયથી નિશ્ચિત કરવાના કાળમાં જે વિકલ્પ છે, તો એ અપેક્ષાએ વ્યવહાર છે, છે (ખરો) એટલું. પણ સ્વરૂપની અનુભવ-દષ્ટિમાં તે અભૂતાર્થ છે. આહા... હા ! નવા નિક્ષેપ અને પ્રમાણ-એ ચારેયને ભૂતાર્થ પણ કહ્યા અને અભૂતાર્થ પણ કહ્યા. આ પ્રશ્ન છે ને..! વિકલ્પથી નિર્ણય કરે-તે વખતે તો વિકલ્પ (ભૂતાર્થ છે, અવસ્તુ નથી); પણ નિર્વિકલ્પઅનુભવમાં તેવા વિકલ્પ અભૂતાર્થ છે, એમાં છે જ નહીં, સમજાણું કાંઈ ?
અહીંયાં (તપની) વ્યાખ્યા કરીઃ “સહજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ [“સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.”] નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિ, અર્થાત્ (સ્વરૂપમાં) જામી જવું, રમણતા, ચારિત્રદશા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૧૫ વીતરાગતામાં ઉગ્ર પુરુષાર્થ એનું નામ તપ છે. (શું કહે છે? કે:) ચારિત્ર-રમણતા, એ ચારિત્રની સ્થિતિ તો છે પણ એમાં ઉગ્ર પુરુષાર્થ વડે અવિચળ સ્થિતિ કરવી, ચારિત્રની દશામાં ઉગ્ર પુરુષાર્થથી અવિચળ સ્થિતિ રહેવી-એવી સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર, સ્વાભાવિક સત્ય ચારિત્ર આ તપથી હોય છે.
જિજ્ઞાસા: તપથી ચારિત્ર થાય છે કે ચારિત્રથી તપ થાય?
સમાધાનઃ કહ્યું ને....! અવિચળ સ્થિતિરૂપ ચારિત્ર છે, એને તપ કહેવામાં આવે છે. ચારિત્ર પછી તપ હોય છે. તપ પણ કોને? કે: અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે. અંદર નિર્વિકલ્પ સ્થિરતા જામી જવી, એવા ચારિત્રથી આ તપ કહેવામાં આવે છે. (શ્રોતા:) એ બરાબર સમજાયું નહીં (ઉત્તર) ફરીને કહીએઃ પહેલાં વ્યવહારનયના ચારિત્રમાં હોય છે-કોણ? કેઃ પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. ખરેખર એમને વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. જુઓ પહેલાં ચારિત્ર લીધું ને..? રાગ જે થયો એને જ વ્યવહારતપ કહે છે. વ્યવહારચારિત્રને જ વ્યવહારતપ કહે છે. બાર પ્રકારનાં તપ' એ બધાં નિમિત્તનાં કથનો છે, તે પુણ્યબંધનું કારણ છે. અહીં તો (જે) વ્યવહારચારિત્ર છે તે (પણ) પુણ્યબંધનું કારણ છે. આહા.... હા! સમજાણું કાંઈ ? વાત તો બહુ આકરી બાપા!
અહીંયાં તો આ પરમાત્મા સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું ને...! પરમાત્મસ્વરૂપ પ્રભુ આ (પોતે જ) છે. હમણાં છેલ્લા શ્લોકમાં કહેશેઃ એ પરમાત્મસ્વરૂપમાં અવિચળ સ્થિરતારૂપ લીનતા એ ચારિત્રથી આ તપ હોય છે. બાકી બધી લાંઘણ છે. આવું છે, પ્રભુ! શું થાય? અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર; એવી ચારિત્રદશામાં સ્થિરતા વિશેષ થઈ જવી, એને અહીંયાં તપ કહે છે.
(હવે) આધાર આપે છે: “એવી રીતે એકત્વસતિમાં (શ્રી પદ્મનંદી આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા' નામના શાસ્ત્રને વિષે એકત્વસતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
“दर्शनं निश्चयः पुंसि बोधस्तदबोधं इष्यते।
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः।।" [શ્લોકાર્થ:- આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે; - આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એકતા) શિવપદનું કારણ છે.” ]
આ બધાં શાસ્ત્રો (વ્યાખ્યાનમાં) ચાલી ગયાં છે. છવ્વીસ અધિકાર છે. પણ પદ્મનંદી અને પંચવિંશતિ-એમ નામ બે સરખાં છે એટલે પચ્ચીસ કહેવામાં આવ્યા. છેલ્લો “બ્રહ્મચર્ય' નો અધિકાર છે. આહા.... હા! બ્રહ્માનંદ પ્રભુ, એમાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. ઘણું સ્પષ્ટ કર્યું છે. ઘણું લીધું છે. પછી જરા આચાર્ય કહે છેઃ હે યુવાનો! આ મારી વાત તમને પસંદ ન પડે, તમને વિષયની રુચિ હોય તો હું તો મુનિ છું, ક્ષમા કરશો. આહા.... હા ! પણ મારી પાસે તમે કઈ (બીજી) આશા રાખશો? પણ પચ્ચીસ વર્ષનું યુવાન રૂપાળું શરીર, સ્ત્રીનું રૂપાળું શરીર, મડમ જેવી હોય અને પાંચપચીસ લાખ રૂપિયા દહેજમાં લઈને આવી હોય.. એને આમ (રાજીના રેડ થઈ જાય)! અરે... રે! એમાં ઝેરના પ્યાલા છે. વિષયના ભોગ તો ઝેરના પ્યાલા છે, પ્રભુ! આહા.... હા ! અંદર આનંદનો નાથ બિરાજે છે ને..! (એના) અમૃતના ઘૂંટડા પીતાં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
એમાં આ (વિષય-ભોગ તો ) ઝેરના પ્યાલા, પ્રભુ! અંતર અમૃતના આનંદના ઘૂંટ પી! આહા.... હા! શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ પણ બ્રહ્મચર્ય નથી! એવાં શરીરથી તો બ્રહ્મચર્ય અનંતવાર પાળ્યાં છે, બાલબ્રહ્મચારી અનંતવાર થયો છે; એ બધું તો શુભરાગ છે. એ કોઈ ચીજ નથી ! સમજાણું કાંઈ ? આહા... હા! બ્રહ્મચર્યની વ્યાખ્યા એટલી કરીઃ મુનિ વીતરાગી સંત છે ! “ આનંદસ્વરૂપની રમણતા એ બ્રહ્મચર્ય છે.” હું યુવાનો! એવી વાત તમને ન રુચે અને અણગમો હોય તો માફ કરશો. હું તો મુનિ છું. બીજું શું કહું? આહા... હા ! વીતરાગી મુનિરાજ કહે છે!! મારી પાસે જે આ ચીજ છે તે અમે કહીએ છીએ; તમને ઠીક ન પડે તો માફ કરજો. ભાઈ ! વીતરાગી સંતની આ ‘એકત્વસસતિ’ બીજાને ઠીક લાગે ન લાગે એની સાથે તુલના ન કરે. પણ તમને દુઃખ લાગે (તો માફ કરશો, એમ નિષ્કારણ કરુણા અને અલૌકિક સજ્જનતાવશ કહે!!) અમે તો બ્રહ્મચર્ય એને કહીએઃ આનંદઘન, બ્રહ્મનો ઘન, આનંદનો બ્રહ્મ, તું પરમાત્મા છો, એમાં રમણ ( કર ).
(બીજે ઠેકાણે પણ ) આવે છેઃ અંદર એકસ્વરૂપ પરમાત્મા, એમાં ૨મવું એ બ્રહ્મચર્ય. બ્રહ્મ=આનંદ+ચર્ય=રમવું; બ્રહ્મ=આનંદ ભગવાન પ્રભુ+એમાં ચર્ય=ચરવું, રમવું, જમી જવું; જેમ પશુ ઘાસ ચરે છે એમ અમે બ્રહ્મમાં ચરીએ છીએ. એ બ્રહ્મચર્ય છે. વાત તો આવી છે, પ્રભુ! ઠીક પડે કે ન પડે. આહા... હા! જેમ પશુ ચરે છે એમ અમે બ્રહ્મભગવાન આનંદસ્વરૂપમાં ચરીએ છીએ, આનંદનું ભોજન કરીએ છીએ. આહા... હા! અતીન્દ્રિય આનંદમાં ચરવું-ભોજન કરવું એને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. તને ઠીક ન પડે તો માફ કરજે. આહા... હા ! ગજબ કરે છે! અ૨૨! આ વીતરાગી સંતો તો જુઓ (કેવા કરુણામૂર્તિ છે!!)
(‘સમયસાર ') પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય (ફરમાવે છે ને...!) “છાં ન ઘેતવં પ્રભુ ! હું અનુભવની વાત કરું છું. એમાંથી કોઈ ભાષા મારાથી આવી જાય, તને ઠીક ન પડે; મારું વજન સંસ્કૃત ને ભાષા ઉપર નથી, મારું વજન તો અંતર આનંદના અનુભવ ઉ૫૨ છે, એ વાત કરવામાં મારી ભાષામાં કંઈ ફેર પડી જાય; તો “છાં ન ઘેતવં.” તમે એના (વ્યાકરણના ) જાણનાર હો અને તમારા જાણવામાં આવી જાય કે આ ઠેકાણે ભૂલ છે તો શબ્દોનું ધ્યાન રાખતા નહીં! અમે તો અંતર આત્માનુભવની વાત કરીએ છીએ. તે તરફ તારું લક્ષ જવું જોઈએ!
અહીંયાં કહે છે: જુઓ શ્લોકાર્થ-“ આત્માનો નિશ્ચય તે દર્શન છે.” નવ તત્ત્વની શ્રદ્ધા (વગેરે ) ની વાત કાઢી નાખી. એ અહીં પરમાત્મા કહે છે ને...! નિશ્ચયનયાત્મક ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મા-એ આત્મા; એ આત્માનો નિશ્ચય (એ સમ્યગ્દર્શન ). આહા... હા! આત્માની પર્યાયનો નિશ્ચય કે ગુણભેદનો નિશ્ચય, એમ ન લીધું, (પરંતુ ) અખંડ, અભેદ, એકરૂપસ્વરૂપ-એવો આત્મા, ભગવાનઆત્મા; એનો નિશ્ચય, એનો નિર્ણય, એ સમ્યગ્દર્શન છે! વ્યવહા૨સમ્યગ્દર્શન એ તો આરોપિત કથન છે, એ તો રાગ છે. વ્યવહારસમ્યગ્દર્શન ( એ ) કંઈ દર્શન( શ્રદ્ધા ) ની પર્યાય નથી. તે તો રાગની પર્યાય છે. (એવી ) રાગની પર્યાયમાં નિશ્ચયસમ્યગ્દર્શનનો આરોપ કરીને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? ‘મોક્ષમાર્ગપ્રકાશક’ સાતમા અધ્યાયમાં કહ્યું છે: એ નિશ્ચયની સાથે એવું નિમિત્ત-રાગ છે એને ઉપચારથી વ્યવહારસમતિ કહેવામાં આવ્યું છે. એ સમક્તિની પર્યાય નથી. આ નિશ્ચયદર્શન એ સમ્યગ્દર્શનની પર્યાય છે. આહા... હા ! આવું છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા પ૦-પપ – ૧૧૭ પ્રશ્ન: છ દ્રવ્ય ક્યાં ગયાં ?
સમાધાનઃ એ તો કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો! આત્માની એક સમયની જે જ્ઞાનની પર્યાય છે તેમાં, છ દ્રવ્યને જાણવાની તાકાત છે, તો એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય (નું જ્ઞાન) આવી ગયું. એ એવી એક પર્યાય નહીં (પણ) એવી અનંત પર્યાયનો પિંડ એક જ્ઞાનગુણ. એ જ્ઞાનગુણની એક પર્યાયમાં છ દ્રવ્યનું જાણવું આવી ગયું.
(સાધકને થતા શુભભાવરૂપ) દોષની પર્યાય, તેને વ્યવહારસમકિત કહે છે. પણ કોને? કે જેને આત્માનું નિશ્ચયસમ્યગ્દર્શન છે એને. સમજાણું કાંઈ ?
(હવે, કહે છે:) “આત્માનો બોધ તે જ્ઞાન છે.” –આનંદકંદ, સ્વભાવનો સાગર અનંતગુણનું એકરૂપ એવો જે આત્મા, તેનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ છીએ. આહા... હા! આમાં, શાસ્ત્રનું જ્ઞાન અને ભણ્યાનું જ્ઞાન, એ કંઈ વાત નથી. પાઠ શું છે એ જુઓને પુત્તિ વધસ્તવીધ ડ્રષ્યતે – ‘તચ' અર્થાત્ જે સ્વરૂપ, ‘પુર્સિ' =પુરુષ એટલે આત્મા, એનો “વોય' =જ્ઞાન, એને “પુષ્યતે' કહે છે. એટલે કે “આત્માનું જ્ઞાન તે જ્ઞાન”. આહા... હા ! સંતોએ થોડા શબ્દોમાં પણ ગર્ભમાં-પેટમાં સાર તો ભરી દીધો છે! આહા... હા ! આ નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાયની વાત ચાલે છે, સત્યમોક્ષમાર્ગની પર્યાયની વાત ચાલે છે. તો એ પર્યાયમાં આત્માનું દર્શન, અનુભવ અને પ્રતીતિ થઈ એને દર્શન કહે છે. અને આત્માનું જ્ઞાન અને જ્ઞાન કહે છે. બીજું (બાહ્ય ઉઘાડ) જ્ઞાન ઓછું હોય, વધતું હોય એથી કાંઈ સંબંધ નથી. (બસ !) ભગવાન આત્માનો બોધ તે જ્ઞાન છે.'
“પુષ્યતે' છે ને...! શબ્દ જુઓઃ આત્મામાં “રિસ્થતિન્નેવ”=રિસ્થતિ+તત્ર+વ. આહા... હા! “તત્ર” =ત્યાં (એટલે ) ભગવાન આત્મામાં+ “વ” =જ (નિશ્ચયથી) + ‘સ્થિતિ' – “વારિત્રમિતિ” તે ચારિત્ર છે. “આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે.” શબ્દ છે ને.. જુઓ! સ્થિતિ તે ચારિત્ર છે. કારણ કેઃ ચારિત્ર એટલે ચરવું, ભગવાન આત્મા આનંદમાં રમે છે. એ અંદર આનંદની રમણતા તે ચારિત્ર છે. –આ મોક્ષમાર્ગ! “ આવો યોગ અર્થાત એ ત્રણેની એકતા શિવપદનું કારણ છે.”
સમયસાર' ૧૬મી ગાથામાં કહ્યું ને....! “વંસTIMવરિતાળિ સેવિવાળિ સાસુ frદ્યા તાનિ પુળ નાગ તિforવિ રૂપાળું વેવ ળિયો ” (દર્શન, જ્ઞાન, ચારિત્ર) એ ત્રણેય એક આત્મા જ છે, અભેદ છે. આહા... હા ! એ કહ્યું! ત્યાં તો વ્યવહારસમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની તો વાત જ કરી નથી. પછીના કળશમાં: એ નિર્મળસમ્યગ્દર્શન, જ્ઞાન, (ચારિત્ર) ત્રણેયને પણ ત્યાં વ્યવહાર કહીને, મલિનતાનું કારણ કહીને “મેચક' છે, એમ કહ્યું છે. “મેચક” કેમ ? કેઃ ઓલા (સમ્યગ્દર્શનાદિ) ત્રણ ભેદ થઈ ગયા ને... (એટલે ). છે તો તે નિશ્ચય-સત્ય, પણ ત્રણ ભેદ છે તેથી તેને વ્યવહાર કહીને, મેચક કહીને, મલિન કહે છે. કળશમાં મેચક–અમેચક (ની વાત કરી છે). આહા.... હા! પર્યાયનયથી (વ્યવહારી) લોકો સમજે છે તો પર્યાયનયથી કથન કરીએ છીએ એટલું. બાકી છે ત્રણે પર્યાયો. તેનું લક્ષ એ ભેદ છે, એ તો વ્યવહાર થયો. અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ત્રણ ભેદ, એ વ્યવહાર થઈ ગયો. અને એને મલિન (મેચક) કહ્યું.
અહીં એ કહ્યું, જુઓઃ ત્રણેયની એકતા, એ અમેચક. એટલે કેઃ અંતરમાં-આત્મામાં દર્શનજ્ઞાન-ચારિત્રની એકતા થઈ ગઈ; ભેદ નહીં-આવો યોગ એટલે કે ત્રણેની એકતા-એ યોગની વ્યાખ્યા કરી. “આ ત્રણેની એકતા શિવપદનું કારણ છે.” –આ મોક્ષનું કારણ છે. બાકી બધી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ - પ્રવચન નવનીત: ભાગ-૨
વાતો છે. આહા... હા ! આકરું પડે, શું થાય?
પ્રશ્ન: અમે નીચે દરજ્જે રહેનારા એને કાંઈ સાધન તો બતાવો. છે કાંઈ ? એ નિશ્ચયની વાત બરાબર છે પણ એનું સાધન? એમ કે આ ભક્તિ કરવી, પૂજા કરવી, ગુરુની સેવા (આદિ સાધન )?
સમાધાનઃ અરે, બાપુ! સાધન ‘એને ’ કહીએ. ભાઈ ! સાધન જ ‘ આ’ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર (ત્રણેની એકતા ) એ સાધન છે. અને એ જે ત્રણના ભેદ છે તેને વ્યવહારનય કહ્યો, મેચક કહ્યો, મલિન કહ્યો. મલિન કહેવાનો વ્યવહાર છે એવો અર્થ છે, આહા... હા! આ ત્રણ નિર્મળ... હોં! (તો પછી ભક્તિ, પૂજા, ગુરુસેવા આદિ સાધનની વાત તો ક્યાંય રહી ગઈ ).
66
આહા...હા ! છે... ! ૧૬મી ગાથા પછી કળશ-૧૭મોઃ ‘दर्शनज्ञानचारित्रैस्त्रीभिः પરિણત્વત:। yøોડપિ ત્રિસ્વભાવત્વાર્ વ્યવહારેળ મેષ:।।” -શું કહ્યું? આત્મા એક છે તોપણ વ્યવહારષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે-ત્રણ સ્વભાવ થઈ ગયા ને... દર્શન, જ્ઞાન, ચારિત્ર... નિશ્ચય હોં! –અનેકાકારરૂપ ‘મેચક’ છે. ભાવાર્થ:- “ શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. પણ વ્યવહારી લોકોને સમજાવવા માટે ભેદથી-પર્યાયથી સમજાવે. એ વિષે (કળશ-૧૯ના) ભાવાર્થમાં જયચંદજી પંડિતજીએ અર્થ કર્યો છે કેઃ “વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે.
',
અહીંયાં પાઠ છે ને...! “સ્થિતિત્રેવ ચારિત્રમિતિ યોગ: શિવાક્ષય: ”-એ ( દર્શન, જ્ઞાન, ચારિત્ર) ત્રણેની એકતા શિવપદનું કારણ છે, આહા... હા! આત્મામાં એવી એકતા અંદર થઈ; ભેદ નહીં, અંદર અભેદ થઈ ગયો; એ શિવનો આશ્રય છે; મોક્ષનું કારણ છે, આશ્રય છે.
વળી (આ શુદ્ધભાવ અધિકા૨ની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે ) :
तथा च
(માલિની) जयति सहजबोधस्तादृशी दृष्टिरेषा चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम् । अघकुलमलपंकानी कनिर्मुक्तमूर्तिः सहजपरमतत्त्वे संस्थिता चेतना च ।। ७५ ।।
[ શ્લોકાર્થ:- ] સહજ જ્ઞાન સદા જયવંત છે, તેવી (-સહજ ) આ દષ્ટિ સદા જયવંત છે, તેવું જ (-સહજ ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ૫૨મતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. ૭૫
આહા... હા! શુદ્ધભાવ અધિકાર છે ને...! કહ્યું: “ સહજ જ્ઞાન સદા જયવંત છે.” -એ કોણ ? પર્યાય નહીં; ધ્રુવ, સહજ જ્ઞાન-ધ્રુવ સદા જયવંત વર્તે, સદા જયવંત રહો. આહા... Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૫ – ૧૧૯ હા ! દષ્ટિવાન કહે છે કે: આ સહજ જ્ઞાન સદા જયવંત વર્તે છે. સ્વાભાવિક ત્રિકાળી જ્ઞાન સહજ જયવંત વર્તે છે. સમજાણું કાંઈ ? એ કોણ કહી શકે, કોણ જાણી શકે? કેઃ જેની દષ્ટિમાં સહજજ્ઞાન-ધ્રુવ, શેયરૂપે આવી ગયું, પ્રતીતિ આવી ગઈ, ભાન આવી ગયું તે કહે છે કે આ અંદર સહજ જ્ઞાન જયવંત વર્તે છે, નિત્ય છે, સદા છે. એની શ્રદ્ધા-જ્ઞાન એ તો પર્યાય છે. પણ આ પર્યાય કોનાથી ઉત્પન્ન થઈ ? કે: (જે) સહજ જ્ઞાન જયવંત વર્તે છે તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન (પર્યાય) ઉત્પન્ન થઈ છે. આહા.... હા! “સહજ જ્ઞાન સદા જયવંત છે.” આ વાત પર્યાયની નથી. “આ જયવંત છે” એ જાણનારી પર્યાય કહે છે. જાણનારી પર્યાય એમ કહે છે કેઃ “આ સહજ જ્ઞાન જયવંત વર્તે છે. જેની દષ્ટિમાં-અનુભવમાં નિત્યતા ભાસી એ પર્યાય એમ જાણે છે કેઃ “આ જ્ઞાન ત્રિકાળ જયવંત વર્તે છે!' આહા... હા! આ માંગળીક!! છેલ્લી ગાથા. “શુદ્ધભાવ” છે ખરો ને..! “શુદ્ધભાવ” એટલે ત્રિકાળી. આહા. હા! જે સમ્યગ્દર્શનનો વિષય, એ સહજ જ્ઞાન” જયવંત વર્તે છે. સહજ-સ્વાભાવિક જ્ઞાન સદા જયવંત છે. જયવંત વર્ત અર્થાત્ શાશ્વત વર્તે છે. સ્વાભાવિક જ્ઞાન જયવંત વર્ત, ધ્રુવ વર્તે. –એ ‘નિર્ણય” પર્યાય કરે છે. પણ પર્યાયનો ‘વિષય” જે છે તે જયવંત વર્તે છે. અમારા જ્ઞાનમાં જે નિત્યતા ભાસી તે નિત્ય જયવંત વર્તે છે. આહા... હા ! જુઓ, શૈલી તો જુઓ ! “સહજ જ્ઞાન સદા જયવંત છે.” મોક્ષમાર્ગની પર્યાય તો એક સમયની છે. એ તો પછી સાદિ-અનંત ઊપજે છે. જે પર્યાયે ( ત્રિકાળીનો) આશ્રય લીધો તે પર્યાય એમ જાણે છે કે આ જ્ઞાન સદા જયવંત વર્તે છે, જ્ઞાનસ્વભાવ-ધ્રુવ જયવંત વર્તે છે. આહા... હા ! સમજાણું કાંઈ?
હવે, ભાષા ફેરવી નાખી (જુઓ ) “તેવી (-સહજ) આ દષ્ટિ સદા જયવંત છે.” સમ્યગ્દર્શનને ઠેકાણે ત્રિકાળ દષ્ટિ જે છે દર્શન, ત્રિકાળ શ્રદ્ધા (તે) લીધી છે. ત્રિકાળ... હોં ! કારણ દષ્ટિ છે એ ત્રિકાળ અંદર છે. સમ્યગ્દર્શન, એ દષ્ટિ, તો પર્યાય છે. પણ એનો જે વિષય છે એમાં જે કારણ “દષ્ટિ' સહજ ત્રિકાળ જયવંત વર્તે છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? જેના ઉપર દીષ્ટ પડી તે જ વસ્તુ-સહુજ દીષ્ટ-અદર ત્રિકાળ વતે છે, ધ્રુવ છે.
આહા... હા! છે...! “તેવી” એટલે “જેવું જ્ઞાન તેવી” એટલે “તે રીતે” (-સહજ ) આ દષ્ટિ સદા જયવંત છે.” આહા... હા! સમ્યગ્દર્શનની દષ્ટિ તો પર્યાય, (તે) તો નવી પ્રગટ થાય છે, તે સદા જયવંત નથી. પણ અંદર જે દષ્ટિનો વિષય છે, જે સભ્યશ્રદ્ધા-દષ્ટિ જે છે, તે સદા જયવંત છે. આહા... હા! આવો માર્ગ છે!!! જે દૃષ્ટિનો વિષય અંદર છે, જે સમ્યક્રશ્રદ્ધાદષ્ટિ છે, જે ધ્રુવદષ્ટિ છે, તે સદા જયવંત વર્તે છે! આહા.... હા ! દૃષ્ટિ સદા જયવંત વર્તે છે, ધ્રુવ! જે સમ્યગ્દર્શનની પર્યાય એ વિષય કરે છે એને (એવી ) ખબર નથી. પણ જ્ઞાન સાથે છે, જ્ઞાન જાણે છે કે આ દૃષ્ટિની પર્યાય જે ઉત્પન્ન થઈ તેને, જે અંતર્દષ્ટિ છે. તે ત્રિકાળ છે. (એ) અંતરંગદૃષ્ટિ જયવંત વર્તે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
થોડું... પણ સત્ય તો આ છે, ભાઈ ! બહુ લાંબું કે વિસ્તાર ગમે તે કરો પણ વસ્તુને તો અહીં લાવીને મૂકવાની છે. ગમે તેટલા જાણપણા ને બધી વાતો ગમે તેટલી કરે-વ્યવહારનયની વાતોઃ ચરણાનુયોગમાં એવું છે ને કરણાનુયોગમાં આમ.. આવું બધું છે. (-એમાં કાંઈ સારપણું નથી). સમજાણું કાંઈ ?
જ્યારે દષ્ટિએ ત્રિકાળ સ્વભાવને પકડ્યો ત્યારે એ દષ્ટિ (એમ) કહે છે, અર્થાત સમ્યગ્દષ્ટિની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સાથે રહેલું જ્ઞાન (એમ) કહે છે કે આ દષ્ટિનો જે વિષય, જે ત્રિકાળદષ્ટિ, અંદર જયવંત વર્ત છે. આહા. હા.. હા !
જિજ્ઞાસા: દર્શનને જ્ઞાનની મદદ લેવી પડી ?
સમાધાન: સાથે છે. એ ( જ્ઞાન ) જાણે છે દષ્ટિને. દષ્ટિ જાણતી નથી. જ્ઞાન-ઉપયોગ છે તે જાણવાનું કામ કરે છે. દર્શન પોતાને પણ જાણતું નથી અને જ્ઞાનને પણ જાણતું નથી, આહા... હા! ઝીણી વાત છે, બાપુ !
એક (અપેક્ષાએ) સરભંગી લીધી છે. જાણવું-દેખવું તે “ઉપયોગ” છે એ સ્વ છે, અને એ સિવાય બીજા ગુણ “ઉપયોગ” નહીં તેથી તે પર છે. એવી સરભંગી ચાલી છે. ઉપયોગસ્વરૂપ જે જાણન-દેખન એ અસ્તિ, અને એ સિવાય બીજા જે છે તેની નાસ્તિ; કારણ કે ઉપયોગમાં આ બધા ગુણો નથી, ઉપયોગમાં તો જ્ઞાન-દર્શનનો ઉપયોગ જે ધ્રુવ છે તે એના જ્ઞાનની પર્યાયમાં આવ્યું, તો એ ઉપયોગ જે છે તે સ્વ-અસ્તિ છે, અને ઉપયોગ સિવાયના જે અનંતગુણ એમાં ઉપયોગ નથી, એને ઉપયોગ ન કહીએ. એની સપ્તભંગી ચાલી છે.
જિજ્ઞાસા: બધા ગુણોથી પર્યાયને ઉપયોગ કહેવાય?
સમાધાન: નહીં. ઉપયોગ નહીં. એ તો પછી ચેતના કહેવામાં ય પછી ચેતનાના બધા ગુણ ચેતના કહેવામાં આવે છે, પણ ભાગ (ભેદ) પાડવાથી ચેતના તો જાણન–દેખન એ ચેતના છે. એ હમણાં કહેશે. (શું) સમ્યગ્દર્શન પોતાને જાણે છે? ચારિત્ર પોતાને જાણે કે હું ચારિત્ર છું? નહીં. જ્ઞાન જાણે છે. (શ્રોતા:) ચારિત્રને શુદ્ધ ઉપયોગ–અશુદ્ધ ઉપયોગ (સંજ્ઞા) આવે છે! (ઉત્તર) એ વાત આચરણ અપેક્ષાએ છે. એ ‘દ્રવ્યસંગ્રહ' માં આવ્યું છે. બાર પ્રકારના જે ઉપયોગ છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન-એ ઉપયોગરૂપ ભાવ... બસ! એ શુદ્ધઉપયોગ ને અશુદ્ધઉપયોગ એમ ત્યાં નથી. શુદ્ધ અને અશુદ્ધમાં તો આચરણ સાથે આવે છે. ઘણીવાર અહીં વાત થઈ ગઈ છે. શુદ્ધઉપયોગ તો અંદર આચરણનું છે. એકલું જાણવું-દેખવું નહીં. અશુદ્ધઉપયોગમાં મલિન આચરણ છે અને શુદ્ધઉપયોગમાં નિર્મળ આચરણ છે. આચરણ છે શદ્ધઉપયોગમાં. આહા... હા ક્યાં ક્યાં ફેર પડે છે. વાત તો એવી બહુ છે. “દ્રવ્યસંગ્રહ” માં લીધું છેઃ બાર પ્રકારનો ઉપયોગ ભિન્ન ચીજ છે અને શુદ્ધ ને અશુદ્ધ ઉપયોગ જે આચરણ છે તે ભિન્ન ચીજ છે. સમજાણું કાંઈ?
અહીંયાં કહે છે: “તેવી (-સહજ) આ દષ્ટિ સદા જયવંત છે.” આહા. હા! “તેવું જ (-સહજ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે.” આહા... હા! અંદરમાં જે ચારિત્રવીતરાગભાગ છે એ ત્રિકાળ વર્તે છે. (એમ તો) શુભભાવને પણ વિશુદ્ધ કહે છે, શુદ્ધઉપયોગપર્યાયને પણ વિશુદ્ધ કહે છે. પણ અહીં ત્રિકાળ (ચારિત્ર) ને પણ વિશુદ્ધ કહેવામાં આવ્યો છે.... “વિશુદ્ધ ચારિત્ર.” પણ ચારિત્ર કેમ લીધું? કેઃ જ્ઞાન જયવંત વર્તે છે. દષ્ટિ જયવંત વર્તે છે. તેમજ ચારિત્ર ત્રિકાળી, વિશુદ્ધ ચારિત્ર “પણ” એમ લીધું ને..! ઓલા ( જ્ઞાન અને દૃષ્ટિ) બે આવ્યા ખરાને. એટલે ચારિત્ર પણ સદા જયવંત છે. આહા... હા! ભગવાન વીતરાગસ્વરૂપ ચારિત્ર તો આત્મામાં સદા જયવંત છે! જો વીતરાગસ્વરૂપ ન હોય તો જે વીતરાગની પર્યાય આવી તે આવી ક્યાંથી ? બારમા ગુણસ્થાનમાં વીતરાગીચારિત્રપર્યાય આવી ક્યાંથી? એ વીતરાગચારિત્ર ત્રિકાળ, ધ્રુવ છે! એના આશ્રયથી (નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે) –આ તો ભેદનું કથન છે. અત્યારે એ લેવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૫ – ૧૨૧ છે. નહીંતર તો) પર્યાય પોતાનાથી (થાય) છે, તે તો ખ્યાલમાં છે. (પણ) અહીંયાં તો કારણ બતાવવાનું છે. શાશ્વત વસ્તુ બતાવવી છે ને...! વર્તમાન ચારિત્રની પર્યાય (અર્થાત્ ) એ ત્રિકાળ ચારિત્રનો ગુણ ધ્રુવ છે, જયવંત વર્તે છે, એમ પર્યાયમાં ચારિત્ર પ્રગટ થયું છે તેની સાથેનું) જ્ઞાન એમ કહે છે કેઃ “ચારિત્ર ત્રિકાળ વર્તે છે.' આહા... હા! આવું છે!! વાદવિવાદ પાર પડે એવું નથી.
એ તો બધું ખ્યાલમાં છે. ને! એકકોર કહે, પર્યાય દ્રવ્યના આશ્રયે છે. અને એકકોર કહે દ્રવ્ય-ગુણના આશ્રયે નથી. પણ અહીંયાં જેના ઉપર લક્ષ થયું તે ચીજ કેવી છે, એમ બતાવવું છે. સમજાય છે કાંઈ ? “વિશુદ્ધ ચારિત્ર પણ” એમ, ઓલા ( જ્ઞાન અને દષ્ટિ) બે ભેદ લીધાને..! એટલે આ ત્રીજો (ચારિત્રનો ) લીધો- “સદા જયવંત છે.”
અરે! અંદર ભગવાન આત્મા “જિન સો હી હૈ આત્મા” આવે છે ને....! “સમયસાર, નાટક' માં “જિનપદ નાંહિ શરીર કૌ, જિનપદ ચેતનમાંહિ જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનવર્નન નાહિં. (જીવદાર/૨૭). આહા.... હા! ભગવાન આવા ને! રૂપાળા ને! સુંદર શરીર ને! અતિશય ને! એ કંઈ આત્માનું વર્ણન નથી. જિનપદ નાંહિ શરીર કૌ, જિનપદ ચેતનમાંહિ.” આહા. હા!
એ અહીં કહે છે: ચેતનમાં વિશુદ્ધચારિત્ર, વીતરાગપર્યાય, વીતરાગશક્તિ; (એની જે) વીતરાગપર્યાય પ્રગટી, એની સાથે જ્ઞાન થયું, એ જ્ઞાન એમ કહે છે, જાણે છે: વીતરાગચારિત્ર (-સહજ વિશુદ્ધ ચારિત્ર) પણ સદા જયવંત વર્તે છે. ( જ્ઞાનમાં એવું) ભાસ્યું ત્યારે “જયવંત વર્ત” એમ કહ્યું ને...! પણ ભાસ્યા વિના, (એટલે કે“આ જયવંત વર્તે છે” એમ જ્ઞાનમાં ભાસન થયા વિના, એને “જયવંત વર્ત” ક્યાં છે? આહા... હા. હા! “સહજ (વિશુદ્ધ) ચારિત્ર પણ સદા જયવંત છે!” (હવે કહે છે: ).
પાપસમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમાત્મ તત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે.” આહા. હા ! અહીં પણ “પણ” આવ્યું ને...! અંદર ચેતના “પણ” ત્રિકાળ જયવંત વર્તે છે. (ત્રિકાળ) જ્ઞાનચેતના છે એ પર્યાયમાં જ્યારે ખ્યાલમાં આવ્યું ત્યારે એ પર્યાયચેતના કહે છે કે આ ચેતના ત્રિકાળ અંદર જયવંત વર્તે છે! ધ્રુવચેતના જયવંત વર્તે છે! છે...! “એવી સહજપરમાત્મતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ” (જેમ-જ્ઞાન, દષ્ટિ અને ચારિત્ર-ત્રણ કહ્યા હતા ને..! તેમજ આ ચેતના પણ ) સદા જયવંત વર્તે છે. આત્મામાં શુદ્ધચેતના “ત્રિકાળ જયવંત વર્તે છે.” આહા... હા! શુદ્ધભાવ અધિકારની પૂર્ણતાનો આ શ્લોક !! શુદ્ધભાવ એટલે ધ્રુવ. એ ધ્રુવમાં આ લીધું: જયવંત જ્ઞાન, જયવંત દષ્ટિ, જયવંત ચારિત્ર અને જયવંત ચેતના! આહા... હા !
.. પૂરું થયું. * * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે' એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમકે આનંદનું વેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી “વેદનમાં આવ્યો તે હું ' એમ કહ્યું છે.
જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળીધુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે. તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય
છે. '
-શ્રી ‘પરમાગમસાર” ર૬૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૩ પ્રવચન: ૧૩-૨-૧૯૭૮
[ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ] [ અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે: ] |
(વંશ સ્થ) नमोऽस्तु ते संयमबोधमूर्तये स्मरेभकुंभस्थलभेदनाय वै। विनेयपंकेजविकाशभानवे विराजते माधवसेनसूरये।।१०८।।
[ શ્લોકાર્થ:- ] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન-એવા હે વિરાજમાન (શોભાયમાન ) માધવસેન-સૂરિ ! તમને નમસ્કાર હો. ૧૦૮.
નિયમસાર', પાંચમો અધિકાર “પરમાર્થ-પ્રતિક્રમણ” અધિકાર. ચોથા અધિકારમાં વ્યવહારચારિત્રનું વર્ણન આવ્યું. (નિશ્ચયચારિત્રને સુખનું મૂળ કહ્યું અને) તેનું પરંપરાકારણ વ્યવહારાત્મકચારિત્ર છે. એમ ત્યાં કહ્યું હતું. જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને અંશે ચારિત્ર છે, ત્યાં વ્યવહારચારિત્ર અર્થાત્ પંચમહાવ્રતાદિના પરિણામ થાય, એ વચ્ચે આવે છે એને છોડીને (સ્વાત્મામાં) સ્થિર થઈ જશે, એવા વ્યવહાર-પ્રતિક્રમણને પરંપરા કારણ કહ્યું. ત્યાં સાક્ષાત્ કારણ તો આ નિશ્ચય-પ્રતિક્રમણ છે. આ અધિકારના પ્રારંભમાં, ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાના શ્રીગુરુ શ્રીમાધવસેન આચાર્યને (ઉક્ત) શ્લોક દ્વારા નમસ્કાર કરે છે.
આહા... હા! પ્રથમ પોતે પોતાના શ્રીગુરુને વંદન કરે છે. પરમાર્થ-સાચા પ્રતિક્રમણની વ્યાખ્યા કરતી વખતે પહેલાં ગુરુને યાદ કરે છે. પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે, આચાર્ય નથી. કહે છે કે મારા ગુરુ કેવા છે? -મારા ગુરુ “સંયમ અને જ્ઞાનની મૂર્તિ છે! અંદર ભ જ્ઞાનસ્વરૂપ; (અને) એવી જ પર્યાયમાં પણ જ્ઞાનમૂર્તિ થઈ ગયા છે; એમ કહે છે. ભગવાન આત્મા, જેનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન (સ્વરૂપ ) છે તો પર્યાયમાં પણ (તેઓ ) અતીન્દ્રિયજ્ઞાનની મૂર્તિ અર્થાત (અતીન્દ્રિયજ્ઞાન) સ્વરૂપ થઈ ગયા છે. (શ્રોતા:) એવા એમના ગુરુ કે બધા મુનિ? (ઉત્તર) મુનિ તો એને જ કહીએ ! બધા મુનિ (આવા જ હોય) ! અહીંયા તો પોતાના મુનિને-ગુરુને યાદ કર્યા છે ને..!
આગળ કહેશે ને....! અંતર આનંદનો નાથ પ્રભુ, જીવાસ્તિકાય, જેમાં અશુભરાગ તો છે જ નહીં, શુભરાગ તો છે જ નહીં, પણ જેમાં ભેદ પણ નથી–એવો જીવાસ્તિકાય લીધો છે. “જીવ એવો છે' એમ ન લીધું. કેમકે “જીવ’ તો અન્યમતી પણ કહે છે. અહીં તો અસ્તિકાયઅસંખ્યપ્રદેશી, અનંતગુણોનો ધણી, એવા જીવાસ્તિકાયમાં અશુભરાગ તો છે જ નહીં, શુભરાગ તો છે જ નહીં (પરંતુ) ભેદ પણ નથી. ચૌદ જીવસ્થાનના ભેદ, ચૌદ ગુણસ્થાનના ભેદ, ચૌદ માર્ગણાસ્થાનના ભેદ, એ વસ્તુમાં નથી. એ બધા વિષય પર્યાયના છે. સમજાણું કાંઈ? આહા... હા ! એવો ભગવાન આત્મા ! (એની) જેને અંતરમાં આનંદની ભરતી થઈ ગઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ છે; જેમ સમુદ્રમાં ભરતી કાંઠે આવે છે એમ જેની પર્યાયમાં સંયમ અને જ્ઞાનની ભરતી આવી ગઈ છે તે અમારા ગુરુ છે. એમ કહે છે. આહા.. હા! “સંયમ અને જ્ઞાનની મૂર્તિ”—એ તો જાણે “જ્ઞાનની મૂર્તિ'. પર્યાયમાં હોં! “કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર” વિષયવાસના-કામ, એ રૂપી જે હાથી, એના કુંભસ્થળ (લમણાના ભાગ) ને ભેદવાવાળા (છે) ! આહા.... હા ! સમજાણું કાંઈ?
એ “સમ્યજ્ઞાન દીપિકા' માં આવ્યું છે ને ! પણ લોકો એની (સમજ્યા વિના) ટીકા કરે છે ને...! “ જેમ કે જેને માથે ધણી-પતિ છે, એનો કોઈ દોષ (વિવશપણે) થઈ જાય તો (તે) બહાર આવતો નથી. તેમ જેને માથે આત્મા ધણી છે એ કોઈ રાગાદિમાં આવી જાય તો તે બહાર પડતા નથી.” તેમણે (ક્ષુલ્લકજીએ ) વિષય સ્થાપિત કર્યો નથી. પણ એમ ત્યાં લઈ લે છે કે જુઓ: વ્યભિચાર (ને પણ દોષ ગણ્યો નથી). અર... ૨! પ્રભુ! “રાગ’ વ્યભિચાર છે, પ્રભુ ! એને છોડવો છે, તો પરસ્ત્રીનો ત્યાગ-જ્યાં ધર્મીન-સમકિતીને અંદર સ્થિરતા થાય તો સ્વસ્ત્રીનો પણ ત્યાગ હોય છે. તો પરસ્ત્રીના ત્યાગની- (એ) વાત જ શું કરવી? એ તો ત્યાગ, ત્યાગ ને ત્યાગ જ હોય છે. સમજાણું કાંઈ ?
અહીંયાં કહ્યું: “કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર” છે. એવી ચીજ (જ્ઞાનદશા) છે! અહીં તો જ્યાં જરી શુભરાગનો પણ ત્યાગ છે ત્યાં પરસ્ત્રીનો વ્યભિચાર....! એ વાત. અરે, પ્રભુ! શું કરે છે તું આ?! અને એનો અર્થ એવો છે કાંઈ ?! (ખરો અર્થ તો) એનો બતાવ્યો હતો; તો ય એમ કરીને વાંધો ઉઠાવી, ગ્રંથ) ફેંકી દીધા! આહા....હા! આ જગતની એવી ચીજ છે !!
કાલે કહ્યું હતું ને.. “પદ્મનંદિપંચવિંશતિકા' માંથી. ર૬મા અધિકાર (બ્રહ્મચર્યાષ્ટક) માં નવ ગાથા છે. ભગવંત! તારું બ્રહ્મચર્ય તો એવું છે કે તારામાં શુભભાવ પણ ન થવો જોઈએ. પરસ્ત્રીનો ત્યાગ હોય જ છે. સ્વસ્ત્રીનો પણ ત્યાગ (હોય). પણ ભોગ, એ તો મહાપાપનું કારણ છે, દીર્ઘ સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્નઃ નિર્જરા અધિકાર (“સમયસાર')માં આવે છે ને?-“જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ.
સમાધાન: બાપુ! એ ભોગ નિર્જરાનો હેતુ નથી. ત્યાં (સમ્યગ્દષ્ટિને) દષ્ટિનું અંદર જોર વર્તે છે. “શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ પ્રભુ (છું)' એવી દષ્ટિના જોરની પ્રશંસા કરવા માટે જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. પણ “ભોગ” ક્યારે કોઈને નિર્જરાનો હેતુ હોય છે? એ તો પાપ છે!
ત્યાં (“પદ્મનંદિપંચવિંશતિકા' ની) ઘણી ગાથામાં બ્રહ્મચર્યનું વર્ણન કર્યું છે. પરસ્ત્રીના ત્યાગની તો વાત (જ) શું કરવી? એ તો સજ્જનને હોય જ. સાધારણ સજ્જનને પણ એ હોય છે. એ તો નૈતિકજીવનમાં ત્યાગ હોય છે. પણ સ્ત્રીનો ભોગ પણ ત્યાગ કરવા લાયક છે, કારણ કે એ ભોગ પણ પાપ છે. ત્યાં એ “બ્રહ્મચર્ય” નું વર્ણન કરતાં કરતાં ઘણું કહ્યું છે. શરીરથી વિષય લેવો એ તો પાપ છે જ. પણ શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ પણ પુણ્ય છે. એ પાપ અને પુણ્યથી રહિત, ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ; એનો ભેટો કરીને આનંદની સાથે લીન થવું, એ બ્રહ્મચર્ય છે. આહા.... હા! એ બ્રહ્મચર્ય! પછી કહ્યું; બ્રહ્મચર્યની વ્યાખ્યા તો હું આમ કહું છું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૫ (તે) એમ જ છે, પ્રભુ! જુવાન માણસોને એ ન રુચે તો (મને માફ કરજો). આચાર્ય જેવા મુનિ, વીતરાગી સંત એમ કહે છે કે આ મેં બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી–બ્રહ્મ અર્થાત્ આત્મા, એમાં ચરવું-આનંદમાં રહેવું, એ બ્રહ્મચર્ય છે. આ તમારા ભોગ-ઉપભોગ તો મહાપાપ, દુર્ગતિનાં કારણ છે. તો એવી વ્યાખ્યા સાંભળીને, હે બંધુઓ! હે યુવાનો! તમને ન રુચે તો હું મુનિ છું મને માફ કરજો. આહા... હા! ગજબ વાત કરે છે ને...! મારી પાસે (બીજું) શું હોય બાપુ! અમે તો બ્રહ્મ અર્થાત્ આત્માનંદ. એમાં રમવું એને બ્રહ્મચર્ય કહીએ છીએ. તો તારું શરીરથી બ્રહ્મચર્ય પાળવું, એ વાત તો ક્યાંય રહી ગઈ, એ તો શુભ છે અને શરીરથી ભોગ લેવો, એ તો મહાપાપ, (એ પણ ) દૂર રહી ગયું. તો પણ જેને એ ગમતું હોય, વિષયના પ્રેમમાં ફસાઈ ગયા હોય ને મારી આ વાત તમને કડક એટલે ઠીક ન લાગે, તો પ્રભુ ! (માફ કરજો).
છે ને....! જુઓઃ “યુવતિસંપાતિવર્ગન95 પ્રતિ મુમુક્ષુનને મળતું મા સુરત૨/૧/સમુદ્રતા નાના: 9ત મા ધમત્ર મુનીમજીયા” [ – “પદ્મનંદિપંચવિંશતિકા' , બ્રહ્મચર્યાષ્ટક, અધિ. ર૬, ગાથા-૯] આહા.... હા ! પદ્મનંદિ આચાર્ય, મુનિ, મહાસંત (ફરમાવે છે કે.) હે મુમુક્ષુ! મોક્ષની પ્રાપ્તિના અભિલાષી છે તે મનુષ્યો માટે મેં યુવતીના સંગને, જુવાન યુવતી સ્ત્રી-શરીર એવા સંગને, નિષેધ કરવાવાળા “બ્રહ્મચર્યાષ્ટક' નું વર્ણન કર્યું છે, પરંતુ જે મનુષ્ય ભોગરૂપી રાગ-સમુદ્રમાં ડૂબેલા છે, તે આ અષ્ટકના અર્થને સમજી નહીં શકે, તો તેઓ મને મુનિ જાણીને ક્ષમા કરે. આહા... હા! મુનિ છે! મુનિ કેવા કહેવાય છે? કે: જેને વાસના (રૂપી) હાથીના કુંભસ્થળને છેદી નાખ્યો છે અને આનંદની રમતો માંડી છે, અંદરમાં આનંદ સાથે-પ્રભુ સાથે (કલિ કરે છે, તે મુનિ છે ). એ મુનિ એમ કહે છે કે મેં બ્રહ્મચર્યની વ્યાખ્યા તો કરી, (પણ હે બંધુઓ! યુવતી-જુવાન સ્ત્રીના સંગમાં તમને પ્રેમ હોય તો આ વાત તમને ન રુચે (તો), હું તો મુનિ છું, ક્ષમા કરજો ભાઈ ! આહા... હા !
એમ આ દષ્ટિનો વિષય (જે) જીવાસ્તિકાય ભગવાન ત્રિકાળ (છે), તેમાં અશુભરાગ તો નથી, શુભરાગ તો નથી અને ભેદ પણ નથી એ સમ્યગ્દર્શનનો વિષય; અને એના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. બીજી કોઈ ચીજ (રીત) નથી. સમજાણું કાંઈ ? આહા... હા ! કઠણ પડે, મોંઘો પડે... પણ પ્રભુ! માર્ગ આ છે! બીજો કોઈ માર્ગ નથી, ભાઈ ! એમાં “વ્યભિચારનું સેવન કરવું’ એ વાણી વીતરાગની નથી!
અહીંયાં કહે છે: કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર (છે). બે બોલ થયા. સંયમ અને જ્ઞાનની મૂર્તિ અને ચારિત્રને માટે આ કામને ભેદનાર) કહ્યું. પહેલાં સંયમ એ સમુચ્ચય લીધું. પણ પછી આ નિશ્ચયચારિત્રનો-પ્રતિક્રમણનો અધિકાર છે ને.! (તો કહે છે:-)
કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન (છે)” આહા... હા ! નિમિત્તથી કથન છે ને....! “શિષ્યરૂપી કમળને વિકસાવવામાં” જેમ સવારમાં કમળ વિકસિત થાય છે તો સૂર્ય નિમિત્ત છે; તેમ શિષ્યના જ્ઞાનના વિકાસમાં, (હે) ભગવાન ! આપ સૂર્ય સમાન નિમિત્ત છો. નિમિત્તનો અર્થ એ નિમિત્ત (બીજામાં) કંઈ કરતું નથી. પણ નિમિત્ત છે (ખરું). “–એવા હે વિરાજમાન (શોભાયમાન) માધવસેનસૂરિ ! તમને નમસ્કાર હો.” હું નિશ્ચયચારિત્ર અધિકારનું વર્ણન કરું છું તે પહેલાં (હું) ગુરુ ! તમને સ્મરણ કરીને, આપને નમસ્કાર કરું છું. આહા... હા ! હે માધવસેનસૂરિ! આપ ચારિત્રની મૂર્તિ, આપને નમસ્કાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ હો. આપને નમસ્કાર હો ! એમ શરૂઆતમાં માંગલિક-ગુરુને વંદન-કરીને “નિશ્ચય-પ્રતિક્રમણ” કહીશ. મૂળ તો નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન એ બધા નિશ્ચયચારિત્રના પટાભેદ છે. અહીંથી નિશ્ચયચારિત્રનો અધિકાર શરૂ થાય છે
अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्रप्रतिपादनपरायण परमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते। तत्रादौ तावत् पंचरत्नस्वरूपमुच्यते। तद्यथा
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે:
“હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર” (છે). આહા.... હા! નિશ્ચયચારિત્ર છે તે વ્યાવહારિક ચારિત્રથી પ્રતિપક્ષ છે. (અર્થાત્ ) સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની [ પ્રાપ્તિથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય (પરમચારિત્ર) છે.) કેમકે વ્યવહારચારિત્રનું ફળ તો સ્વર્ગ છે. સમજાણું કાંઈ ? પણ અહીં (કળશ-૧૦૭માં તેને) પરંપરા (કારણ ) લીધું છે. જેને નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાન થયું છે તેને વ્યવહાર પરંપરાએ કારણ કહેવામાં આવ્યું છે. આ “વ્યવહારચારિત્ર અધિકાર" શ્લોક-૧૦૭માં આવી ગયું છે. જુઓ ! “આચાર્યોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે.” ગાથા-૫૧ થી પ૫ માં પણ આવ્યું છે ને...! કેઃ “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.”
અહીંયાં તો કહે છે કે વ્યવહારચારિત્ર (રૂપ) જે શુભક્રિયા (એટલે) પંચમહાવ્રત, ૨૮ મૂળગુણના રાગના અનેક પ્રકાર તથા તેના ફળની પ્રાપ્તિથી એ નિશ્ચયચારિત્ર (પ્રતિપક્ષ) છે. (જો) બંનેનું એક જ સ્વરૂપ હોય તો બે નય ક્યાંથી (સિદ્ધ) થાય? બે નય તો વિરુદ્ધ (સ્વભાવે) છે! નિશ્ચય અને વ્યવહાર બેઉ એકસરખા આદરણીય હોય તો બે કેમ હોય? બેઉ સત્ય હોય તો બે કેમ રહે? (એક જ રહે પણ તેમ નથી.) સમજાય છે કાંઈ?
તેથી (સમયસાર” કળશ-૪માં) પહેલાં આવ્યું છે ને ! (જે જિન ભગવાનનું વચન છે તે) “સમયનયવિરોધ્વસિનિ” છે. વ્યવહારનય છે; નથી એમ નથી. એનો વિષય પણ છે. ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન, છે; “છે' એ પર્યાયનયથી છે. પણ એ આદરણીય નથી, જાણવા લાયક છે. વ્યવહારનય “વિષયી ” છે તો એનો “વિષય” પણ છે (એટલે કે) ભેદગુણસ્થાન આદિ, માર્ગણાસ્થાન, ક્ષાયિકભાવ-પર્યાય (આદિ ), એ બધો વ્યવહારનયનો વિષય છે. ક્ષાયિક, ઉપશમ, ક્ષાયોપશમ આદિ એ પર્યાયના જેટલા ભેદ છે તે બધો વ્યવહારનયનો વિષય છે; “છે નહીં” એમ નથી. પણ એનો આશ્રય લેવાથી રાગ થાય છે. સમજાય છે કાંઈ ?
આહા... હા! ત્રિકાળી આનંદકંદનો આશ્રય લેવાથી વીતરાગ-પર્યાય ઉત્પન્ન થાય છે. તેથી અહીં વ્યવહારચારિત્ર અને વ્યવહારચારિત્રના ફળથી, નિશ્ચય (ચારિત્ર) અને તેનું ફળ પ્રતિપક્ષ છે. (શ્રોતા ) વીતરાગભાવથી રાગ પ્રતિપક્ષ છે? (ઉત્તર:) (હા.) રાગ પ્રતિપક્ષ છે. (શ્રોતા ) તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૭ પાપ પ્રતિપક્ષ ન થયો? (ઉત્તર) એ તો બેય પ્રતિપક્ષ છે. પરમાર્થની પુણ્ય-પાપ એક જ વાત (કોટિના) છે. પુણ્ય-પાપ (બંને) બંધનું જ કારણ છે. “પ્રવચનસાર” ગાથા-૭૭માં કહ્યું ને...! બહુ કથન કરતાં કરતાં ત્યાં (ઉપસંહાર કરતાં) કહ્યું કેઃ “ દિ મુવિ નો વં સ્થિ વિસેસો ત્તિ પુOUTUાવાના હિંદ્રિ ઘોરમપારં સંસાર મોદ સંછો ” –એ રીતે બેય બંધનું કારણ છે, બંને ઝેર છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ છતાં એમાં ફેર માને છે એટલે કે તફાવત નથી એમ જે નથી માનતો, તે “હિંડરિ ઘોરમાર સંસાર” ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. આહા... હા! આ પુણ્ય છે, એનું ફળ સ્વર્ગ છે, તો સ્વર્ગમાં રાગ આવે છે અને દુઃખી છે; અને પાપ-ફળમાં પણ દુઃખી છે; ત્યાં જેનું ફળ દુ:ખ છે તેમાં ભેદ પાડવો કે આ પુણ્ય ઠીક છે, અને આ પાપ અઠીક છે–એમ તમે ક્યાંથી લાવ્યા? એ “પરમાત્મપ્રકાશ” [ (દ્વિતીય મહાધિકાર ની) ગાથા-પ૫ ] માં પણ છે. “(જે જીવ પુણ્ય અને પાપ બંનેને સમાન માનતો નથી તે જીવ મોહથી મોહિત થતો થકો દીર્ઘકાળ સુધી દુઃખ સહુતો થકો સંસારમાં ભમે છે.) –શુભ કંઈ વિશેષ નથી. પુણ્ય અને પાપ બેય સંસાર છે અને બેઉનું ફળ સંસાર છે. એવું ન માને તો “હિંડવિ ઘોરમપાર સંસાર” એવી વાત છે, પ્રભુ ! માર્ગ તો આવો છે! આહા.... હા! લોકોને વ્યવહારમાં પરની રુચિ છે, તેથી આ સત્ય વાત બેસતી નથી !
પરમાર્થવચનિકા”- “મોક્ષમાર્ગપ્રકાશક' માં છપાવ્યું છે, તેમાં કહ્યું છે કે એને (મૂઢ જીવને) એમ લાગે છે કેઃ આગમનો વ્યવહાર સુગમ છે. એટલે લોકો આ વ્રત પાળવા, ભક્તિ ( આદિની ક્રિયાઓ) કરવી, એ વ્યવહાર કરે છે, પણ એને અધ્યાત્મના વ્યવહારની ખબર નથી. એવું લખ્યું છે. અધ્યાત્મનો વ્યવહાર તો વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પણ લોકોને આગમનો વ્યવહાર સુલભ છે તેથી કરે છે. ત્યાં આવે છે ને....! “હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું-અન્યપણું સાંભળોઃ જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહીં. શા માટે ? તે સાંભળોઃ મૂઢજીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે, [ અર્થાત દયા, દાન, વ્રત, ભક્તિ અને તપસ્યાના ભાવને એટલે કે આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને
તિને નિશ્ચય કર્યું છે. તેથી તે આગમ-અંગને એકાંતપણે સાધીને મોક્ષમાર્ગ દર્શાવે છે. અધ્યાત્મ-અંગને (વ્યવહારથી ) પણ જાણે નહીં. આહા... હા! અધ્યાત્મ-અંગને વ્યવહારથી પણ જાણે નહીં કે “વ્યવહાર શો' ?
એ “પ્રવચનસાર” ગાથા-૯૪માં આવ્યું છે ત્યાં દયા, દાન, વ્રતાદિ વ્યવહાર, એ મનુષ્યવ્યવહાર છે અને અનુભવ-દષ્ટિ-સ્થિરતા (રૂપ) વીતરાગીદશા, એ આત્મવ્યવહાર છે.
અહીં (પરમાર્થવચનિકા” માં) એ કહ્યું ને...! “આગમપદ્ધતિ સહેલી (સુગમ ) છે.” એવું એવું તો અનંતવાર કર્યું છે-શરીરથી બ્રહ્મચર્ય પાળવું, વ્રત લેવાં, તપસ્યા કરવી, ઊણોદરી, રસપરિત્યાગ, આદિ બધું તો અભવ્ય પણ અનંતવાર કરે છે. એ અજ્ઞાનીમૂઢ અધ્યાત્મ-અંગને વ્યવહારથી પણ જાણે નહીં અને આગમ-અંગને એકાંતપણે સાધીને મોક્ષમાર્ગ દર્શાવે છે. આહા... હા! “શાથી? કારણ કે આગમ-અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, [ અર્થાત્ એ માણસને દેખાય છે કે આ ત્યાગી થયો, વ્રત પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે, ગૃહસ્થાશ્રમ છોડયો,) તેનું
સ્વરૂપ સાધવું તેને સુગમ છે. તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢજીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે; (પણ) અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતદષ્ટિગ્રાહ્ય છે, તે ક્રિયા મૂઢજીવ જાણે નહીં.” એટલે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ કે: અંતર આત્માનંદ પ્રભુ, જ્ઞાનસ્વરૂપી જે અધ્યાત્મનું નિશ્ચયદ્રવ્ય છે; એમાં જે એકાગ્રતા, આનંદની દશા અને શાંતિની દશા, એ જે અધ્યાત્મનો વ્યવહાર છે (તેને તે મૂઢ જાણતો નથી.) અધ્યાત્મનો નિશ્ચય તો દ્રવ્ય છે. આહા.. હા! બનારસીદાસે કેટલું સરસ લખ્યું છે! વસ્તુસ્થિતિ જ એવી છે! દિગંબરમાં તો મુનિઓ અને આચાર્યો તો અલૌકિક થઈ ગયા પણ ગૃહસ્થ-પંડિત (આત્મજ્ઞાની) થઈ ગયા તે પણ અલૌકિક ! અને આ બનારસીદાસજી તો પહેલાં શ્વેતાંબર હતા પણ જ્યાં ગુલાંટ ખાઈને દષ્ટિ-અનુભવ થયો તો “આ” લખ્યું! આહા... હા ! (અજ્ઞાનીને) આગમ–ક્રિયા સહેલી લાગે છે અને (અધ્યાત્મરૂપ) ક્રિયાને તે મૂઢજીવ જાણતો નથી. કારણ અંતષ્ટિના અભાવથી (તેને) અંતક્રિયા દષ્ટિગોચર થતી નથી. પૂર્ણાનંદનો નાથ, જીવાસ્તિકાય, શુદ્ધચૈતન્યની દષ્ટિ અને સ્થિરતા એ તો અંતરદૃષ્ટિગ્રાહ્ય છે; તેનો બાહ્યથી ખ્યાલ આવતો નથી અને એ (બાહ્યક્રિયા ) તો બહાર ખ્યાલમાં આવે કે-આ છોડ્યું, લૂગડાં છોડ્યાં, નગ્ન થઈ ગયો, કુટુંબ છોડયું, તપસ્યા કરે છે, અપવાસ કરે છે, રસનો ત્યાગ કરે છે અને એ સહેલું પણ લાગે. પણ એ તો બંધનું કારણ છે. એ અધ્યાત્મનો વ્યવહાર પણ નહીં. એ આત્મવ્યવહાર પણ નહીં. એને તો મનુષ્ય-વ્યવહાર કહ્યો છે. (પ્રવચનસાર ગાથા-૯૪માં આવે છે, ત્યાં મનુષ્યવ્યવહાર કહ્યો છે.) ત્યાં લૌકિક (વ્યવહાર) શબ્દ નથી. (એ બધી ક્રિયા) મનુષ્યવ્યવહાર છે; એ આત્મવ્યવહાર નથી! આહા.... હા ! સમજાય છે કાંઈ? અંતર્વાહ્ય જે વસ્તુ આત્મા, આનંદમૂર્તિ પ્રભુ; એની અંદરની ગતિક્રિયા જે શુદ્ધની, એકાગ્રતાનો શુદ્ધભાવ; એ તો અજ્ઞાનીને ખ્યાલમાં આવે નહીં તેથી તેનો મહિમા ન ગાતાં બહારની મહિમા આવે. (એમ ) ઘણું બધું લખ્યું છે. એ બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે.
જુઓ ! અહીંયાં શું કહે છે: વ્યવહારનયનું ચારિત્ર અને તેનું ફળ તેનાથી પ્રતિપક્ષ એટલે વિરુદ્ધ “એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર” –વીતરાગી રમણતા-“તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે.”
આહા હા ! જુઓ તો કેટલું છે ભર્યું અંદર! એ પહેલાં તો શ્લોક-પમાં કહી ગયા છે ને! ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહુનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? આહા... હા! કહે છે? કે: આ ટીકા મેં કરી એમ માનશો નહીં. આ વાત તો ગુણના ધરનાર ગણધરોથી રચિત અને શ્રતધરોઅગિયાર-બાર અંગના ધરનારાઓની પરંપરાથી ચાલી આવી છે. આ ટીકાના ભાવ, ઠેઠ ગણધરો અને મૃતધરોથી ચાલ્યા આવ્યા છે. બાપુ! એ ભાવ અમને અંતરથી આવ્યો છે અને ભાવનો અર્થ ગણધરો અને શ્રુતધરોની પરંપરામાં ગુરુથી મળ્યો છે તો એ (ટીકા) અહીં રચાય છે. પણ આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ, સાધારણ પ્રાણી તે કોણ? આહા... હા ! મુનિ પદ્મપ્રભમલધારિદેવ સમર્થ મુનિ છે. (તો પણ) એમ કહે છે કે “અમે મંદબુદ્ધિ તે કોણ?” આહા.... હા! (અલૌકિક સજ્જનતા અને વિનમ્રતાનું સ્વરૂપ) આવું છે!! તે પછી શ્લોક-૬માં એમ આવ્યું ને..! “તથાપિ હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે, [ એ રુચિથી પ્રેરિત થવાને લીધે “તાત્પર્યવૃત્તિ” નામની આ ટીકા રચાય છે.”] પરમાગમનો સાર ‘નિયમસાર” છે ને..! એની ટીકા યથાર્થ હો, એવા વિકલ્પ આવ્યા કરે છે. પરમાગમના સારની પુષ્ટ રુચિ અમને અંદર છે. એનાથી ફરી ફરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૯ પ્રેરણા અંદર થાય છે. આ ટીકા બને. ટીકા બને... ટીકા બને. ટીકા બને! આહા... હા! એ રુચિથી પ્રેરિત થઈને આ “તાત્પર્યવૃત્તિ” નામની ટીકા રચાય છે. આહા. હા! જુઓ ! એક બાજુ એમ કહે છે કે અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. જે કાંઈ (શબ્દ) નીકળે છે તે પરમાગમ છે. બે ઠેકાણે આવે છે ટીકામાં... હો !
અહીંયાં એ કહે છે: પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. “ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે.” જુઓ ! (પૃ. ૧૩૧) પાંચ ગાથા (૭૭ થી ૮૧) માં પાંચ રત્ન! જેમ “પ્રવચનસાર” ચરણાનુયોગસૂચક ચૂલિકાની છેલ્લી ગાથા-૨૭૧ થી ૨૭૫-પાંચ ગાથાને પંચરત્ન કહી છે. ગાથા-ર૭૧માં “સંસારતત્ત્વ. ર૭રમાં “મોક્ષતત્ત્વ'. ૨૭૩માં
સાધનતત્ત્વ'. ૨૭૪માં “સાધનતત્ત્વ” ને (અર્થાત્ શુદ્ધોપયોગીને) પ્રશંસે છે. અને ર૭૫માં શાસ્ત્રનું ફળ (દર્શાવે છે). ત્યાં અમૃતચંદ્ર આચાર્ય લખ્યું છે કે આ પાંચ ગાથાઓ પાંચ રત્નો જેવી છે. અહીંયાં પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે કુંદકુંદઆચાર્યની આ પાંચ ગાથા રત્ન જેવી છે. પહેલી એ વાત કે: નિશ્ચય-નિર્મળ રત્નત્રય એ છે તો પર્યાય, એને પણ રત્ન કહ્યું. સમ્યગ્દર્શન
એટલે શુદ્ધચૈતન્ય પ્રભુની પ્રતીતિ; એનો અનુભવ અને જ્ઞાન; અને સ્થિરતા -એ પર્યાય છે, એને નિશ્ચયરત્નત્રય કહ્યું. તેનું ફળ કેવળજ્ઞાન; એની તો શી વાત કરવી? જ્યારે આ (સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર) ને રત્નત્રય કહ્યું તો આ ત્રણેનું ફળ જે કેવળજ્ઞાન, એ તો મહારત્ન (છે). હવે, એ પૂર્ણ ફળ ( રૂ૫ ) મહારત્ન જેવી અનંતી પર્યાયોનો ધરનારો એક ગુણ જ્ઞાન, એક ગુણ દર્શન, એક (ગુણ) ચારિત્ર (અને એવા અનંતા ગુણોનો ધરનાર) એ મહારત્ન ભગવાન (આત્મા) ને તો શું કહેવું? એમ કહે છે. આહા... હા.... હા (જ્યાં) એ નિશ્ચય (રત્નત્રય) છે, ત્યાં વ્યવહારરત્નત્રયની વાત એ તો આરોપિત વાત છે. એ (વાત) યથાર્થ નથી. અહીં તો યથાર્થનિશ્ચય (રત્નત્રય) -નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ (રાગ વિનાનું) આત્માનું જ્ઞાન, સમ્યગ્દર્શન, અને આત્માની સ્વરૂપ-સ્થિરતા-એને રત્ન કહ્યું, રત્નત્રય કહ્યું. અને એનું ફળ જે (કવળજ્ઞાન) તેને મહારત્ન કહ્યું; એના કારણરૂપ જે શક્તિ અંદર-ભગવાન આત્મામાં વિદ્યમાન છે, એ તો મહારત્ન હીરો છે, એ તો રત્નનો મોટો હીરલો છે! જેની અપૂર્ણ પર્યાયમોક્ષમાર્ગની રત્નત્રય (પર્યાયને) રત્ન કહ્યું. અહીં એ રત્નને બતાવવાની ગાથા છે. તે આ પ્રમાણેઃ
(... શેષાંશ પૃ. ૧૩પ ઉપર)
શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ ને એકાગ્રતાનું પરિણમન છે. જ્ઞાનમાં ચૈતન્યના સંવેદનનું પરિણમન છે. ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતારૂપ પરિણમન છે.
એ રીતે અંતરના ચૈતન્યના આશ્રયે જ શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર છે. ને તે જ મુક્તિનું કારણ છે.”
-શ્રી ‘પરમાગમસાર” | ૬૭૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' “નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ ‘જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા 'જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને 'જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતા.રૂપી ગઢના પાર ન મળે ! અહીં 'તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે * જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો ” કેમ કે 'આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. ”
-શ્રી “ પરમાગમસાર” | ૨૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસા૨: ગાથા ૭૭ થી ૮૧ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
(५२भार्थ-प्रतिमा अघि२) अथ पंचरत्नावतारः।
णाहं णारयभावो तिरियत्थो मणवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं।७७।। णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।।७८।। णाहं बालो वुड्ढो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।।७९ ।। णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।।८।। णाहं कोहो माणो ण चेव माया ण होमि लोहो हं। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।।८१।। नाहं
नारकभावस्तिर्यमामानुषदेवपर्यायः। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ७७।। नाहं मार्गणास्थानानि नाहं गुणस्थानानि जीवस्थानानि न। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।।७८ ।। नाहं बालो वृद्धो न चैव तरुणो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ७९।। नाहं रागो द्वेषो न चैव मोहो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ८०।। नाहं क्रोधो मानो न चैव माया न भवामि लोभोऽहम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ८१।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति।
बहारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि। संसारिणो जीवस्य बहारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य। तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्राशुभकर्माभावात्सदा तिर्यक्पर्याय कर्तृत्वविहीनोऽहम्। मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न मे मनुष्यपर्यायः शुद्धनिश्चयतो समस्तीति। निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्यसुरससुगंधस्वाभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देवपर्यायः इति।
चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुणस्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते।
मनुष्यतिर्यक्पर्यायकायवयःकृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यने कस्थूलकृशविविधभेदाः शुद्धनिश्चयनयाभिप्रायेण न मे सन्ति।
सत्तावबोधपरमचैतन्यसुखानुभूतिनिरतविशिष्टात्मतत्त्वग्राहकशुद्धद्रव्यार्थिकनयबले न मे सकलमोहरागद्वेषा न विद्यन्ते।
सहजनिश्चयनयतः सदा निरावरणात्मकस्य शुद्धावबोधरूपस्य सहजचिच्छक्तिमयस्य सहजदकस्फर्तिपरिपर्णमर्ते: स्वरूपाविचलस्थितिरूपसहजयथाख्यातचारित्रस्य न मे निखिलसंसृतिक्लेशहेतवः क्रोधमानमायालोभाः स्युः।।
अथामीषां विविधविकल्पाकुलानां विभावपर्यायाणां निश्चयतो नाहं कर्ता, न कारयिता वा भवामि, न चानुमंता वा कर्तृणां पुद्गलकर्मणामिति।
नाहं नारकपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं तिर्यक्पर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं मनुष्यपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं देवपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
नाहं चतुर्दशमार्गणास्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं मिथ्यादष्टयादिगणस्थानभेदं कर्वे. सहजयाचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाह-मेकेन्द्रियादिजीवस्थानभेदं कुर्वे, सहजाचिद्विलासात्मकमात्मा मेव संचिंतये।
नाहं शरीरगतबालाद्यवस्थानभेदं कुर्वे, सहजाचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं रागादिभेदभावकर्मभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं भावकर्मात्मकषायचतुष्कं कुर्वे , सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। इति पंचरत्नांचितोपन्यासप्रपंचनसकलविभावपर्यायसंन्यासविधानमुक्तं भवतीति।
ગુજરાતી અનુવાદ હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે :
નારક નહીં, તિર્યંચ-માનવ-દેવ૫ર્યાય હું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૭. હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન-જીવસ્થાનો નહીં; al sतान, २यिता न, अनुमंता हुँ तनो नही. ७८.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હું બાળ-બુદ્ધ યુવાન નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯. હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧. અન્વયાર્થ– મધું] [ નારકમાવ: ] નારકપર્યાય, [ તિર્યજ્ઞાનુષવેવપર્યાય: ] તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય [૧] નથી; [ વાર્તા ન હિ વણારયિતા] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા (-કરાવનાર) નથી, [ વર્તુળાનું અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ સ૬ માળાથાનાનિ ન] હું માર્ગણાસ્થાનો નથી, [ સ૬] હું [ T[[સ્થાનાનિ ન ] ગુણસ્થાનો કે, [ નીવસ્થાનાનિ 7] જીવસ્થાનો નથી; [ વર્તા ર દિ વારયિતા ] તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, [ વર્તુણામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ ન મર્દ વીત: વૃદ્ધ: ] હું બાળ નથી, વૃદ્ધ નથી, [ ન ાવ તરુણ:] તેમ જ તરણ નથી; [તેષાં છIR[ R] તેમનું (હું ) કારણ નથી; [ »ર્તા ન હિ વIVયિતા ] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા નથી, [ ગામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
[ ન શ૬ રા૫T: ટ્રેષ: ] હું રાગ નથી, દ્વેષ નથી, [ ર વ મોદ: ] તેમ જ મોહ નથી; [ તેષાં 1રનું ન] તેમનું (હું ) કારણ નથી; [ વર્તા ન હિ 1રયિતા] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [છગામ્ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી. | [ ન મÉ »ોધ: માન: ] હું ક્રોધ નથી, માન નથી, [ ન ઇવ મÉ માયા ] તેમ જ હું માયા નથી, [ નોમ: ન ભવાનિ] લોભ નથી; [વર્તા ન હિ વેરિયિતા ] તેમનો (હું ) કર્તા નથી, કારયિતા નથી, [ ગામ અનુમંતા ન વ ] કર્તાનો અનુમોદક નથી.
ટીકા:-અહીં શુદ્ધ આત્માને સકળ દ્ઘત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના ઝૂત્વવિહીનછું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી ) ઉત્પન્ન થતા બાળયુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાધિરૂપ અનેક સ્કૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિલ્શક્તિમય, (૪) સહુજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ ( જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનના ફુરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહુજ થયાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી. | હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો ( વિભાવપર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે ).
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મિથ્યાદષ્ટિ આદિ કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એકંદ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું શરીરસંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.' | (અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા-અનુમોદક| વિષે પણ સમજી લેવું.) | આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું | (-ત્યાગનું) વિધાન કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૩૫ પ્રવચનઃ તા. ૧૩-૨-૧૯૭૮ (... શેષાંશ )
66
હવે પાંચ રત્નોનું અવત૨ણ ક૨વામાં આવે છે ( જુઓ પૃ. ૧૩૧ ) :[ટીકાઃ- ] અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. આહા... હા! રત્ન છે ને...! “ અહીં શુદ્ધ આત્માને ” એટલે ધ્રુવ આત્માને એટલે જીવાસ્તિકાય ત્રિકાળી જે સમ્યગ્દર્શનનો વિષય (છે તે) ચીજને ( એટલે કે) એવા શુદ્ધજીવાસ્તિકાયને સકળ કર્તૃત્વનો અભાવ ” ( એટલે ) સર્વ કર્તા પણા ) નો અભાવ દર્શાવે છે.” આહા... હા! શુદ્ધ આત્માને ” અર્થાત્ શુદ્ધ પરમ પવિત્ર ભગવાન ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, અનંતજ્ઞાનનો કંદ પ્રભુ, એવો જે દ્રવ્યસ્વભાવ, એને ‘સકળ કર્તૃત્વનો અભાવ ” છે. એ કોઈપણ અશુભરાગનો કર્તા નથી, શુભનો કર્તા નથી અને ભેદનો પણ કર્તા નથી, ( એમ “ દર્શાવે છે”). હવે એની વ્યાખ્યા કરે
(
66
છેઃ
નારકથી ( કથન ) ઉપાડયું છે ને...! “બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું ના૨કપર્યાય નથી.” –મારામાં, મારી ચીજમાં તો મહાઆરંભ અને પરિગ્રહ પણ નથી. ના૨કગતિનું કારણ તો મહાઆરંભ અને મહાપરિગ્રહ છે. તો કહે છે કે હું ના૨ક નથી; કેમકે એ નારકનું કારણ મહાઆરંભ, મહાપાપ-હિંસા, મહાતૃષ્ણા અનંતી અને પરિગ્રહ છે તે હું નથી, તે મહાઆરંભ અને મહાપરિગ્રહ મારામાં છે જ નહીં. આહા... હા! મુનિ છે. જેને સંયમ, જ્ઞાન અને આનંદના ઢગલા પ્રગટયા છે. છે તો મનુષ્ય. દેવગતિ તો પછી આવશે. અહીં પહેલાં (વાત) હલકી ગતિ-નાકથી ઉપાડી છે. એ હલકી ગતિ છે ને...! (તેથી) સૌથી પહેલાં (એને) લીધી. કહે છે કે: નરકમાં જવાના કારણરૂપ જે મહાઆરંભ અને મહાપરિગ્રહ (છે) તે મારી ચીજમાં નથી. આહા... હા! ચીજમાં તો નથી પણ એ મારી પરિણતિમાં ય નથી. આત્મા તો મહાઆરંભ અને મહાપરિગ્રહથી રહિત છે (જ). પણ હું એ પરિણતિથી પણ રહિત છું; એમ બતાવવું છે. પણ અહીં તો ફક્ત નારક નથી, એટલું બતાવવું છે; એટલે નારકનું કારણ મહાઆરંભ અને માહિંસા (એ મારામાં અને મારી પિરણિતમાં નથી, એમ કહે છે).
આહા... હા ! જુઓ ને...! આ મિલો ( કારખાનાંઓ ) માં મહાપાપ થાય છે. હોજમાં ઊનું પાણી પડે છે ને...? હોજના પાણીમાં મીંદડી મરી જાય, કાગડા મરી જાય; ઊનું ઊનું પાણી પડે ને..? બિચારા (જીવો ) અંદર એમાં પડે! એમાં... આમ એ કહેવાય વાણિયા! મોટા કરોડપતિઓ ! પૈસા પેદા કરે દશ-દશ વીસ લાખ, પચાસ લાખ, પચાસ કરોડને ધૂળ કરોડ ને..! આહા... હા! મોટો, મહાઆરંભ. એ મહાઆરંભ છે, ભાઈ! (મિલમાલિક) પૈસા (દાનમાં ) ખર્ચે; તેથી લોકો એની (પાપની ) ગણતરી ન કરે; તેથી કાંઈ એ વસ્તુ (પાપ થોડું) વહી જાય ?? આહા... હા! શેઠ! પણ દાનમાં પૈસા ખર્ચે; એટલે ઓલા (ઉધોગપતિ) મહાપાપ કરતા હોય (તોપણ ) એનું (પાપકૃત્ય) ગૌણ થઈ જાય અને લોકો (પ્રશંસવા લાગે છે) આ તો ભારે કામ કર્યું–ભારે (શુભ) કામ કર્યું! આહા... હા !
66
અહીંયાં તો કહ્યું કેઃ “હું નારકપર્યાય નથી.” એ શુદ્ઘ દ્રવ્યમાં તો નથી. પણ નાકપર્યાયનું જે કારણ છે તે પણ મારી પર્યાયમાં નથી. સમજાણું કાંઈ? કહેવું તો એ છે કેઃ દ્રવ્યમાં તો નથી, પણ ‘દ્રવ્યમાં નથી' એવી પરિણતિ થઈ, ત્યારે ‘દ્રવ્યમાં નથી ’ એવો અનુભવ થયો. આહા... હા ! શું કહે છે, ભાઈ ? પ્રભુનો મારગ તો આવો છે!!
આહા... હા ! ઓલા અન્યમતમાં નથી કહેતા...! “ હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરનાં નહિ કામ જોને.” એમ (અહીં) “પ્રભુનો રે મારગ છે વીરાનો એ કાયરનાં નહિ કામ જોને.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ આહા.... હા ! એ કાયરનાં કામ નથી ત્યાં. આહા.... હા હા ! વીર= “વી' અર્થાત્ વિશેષે “ર” અર્થાત્ પ્રેરણા, એટલે જેની સ્વરૂપ તરફ વીર્યની વિશેષ પ્રેરણા છે, એવા વીરનો (આ) મારગ બહુ દુર્લભ છે, ભાઈ ! સમજાણું કાંઈ ? એવો અર્થ “નિયમસાર” પહેલી ગાથાની ટીકામાં આવે છે. ત્યાં “વીર' નો અર્થ આવ્યો છેઃ “અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. તે “વીર” છે. વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી ); [ આહા.... હા ! વીરતા પ્રગટ કરે, શૌર્ય પ્રગટ કરે, ઘણા શબ્દોથી વીરની વ્યાખ્યા કરી છે]; વીરતા ફોરવે; શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. પહેલી ગાથાની શરૂઆત કરી છેઃ “નિઝ નિ વીર” એનો અર્થ ‘આ’ કર્યો છે.
આહા... હા! શ્રીમમાં (વર્ષ ૧૭માં પહેલાં) આવે છે ને...! “વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” રે ગુણવતા રે જ્ઞાની અમૃત વરસ્યાં રે પ્રભુ પંચમકાળમાં.. રે ગુણવતા રે જ્ઞાની અમૃત વરસ્યાં રે પ્રભુ પંચમકાળમાં. આહા... હા! અંદર અમૃતનો સાગર ભગવાન ઊછળ્યો! આહા... હા! દષ્ટિ જ્યાં અંદર મૂકી અને જ્યાં પર્યાયમાં વીરતા પ્રગટ થઈ; કહે છે કે એ કાયરને નપુંસકોને પ્રતિકૂળ છે.
વીર્યશક્તિ” ની વ્યાખ્યા “સમયસાર' ૪૭ શક્તિમાં એવી કરી છે કે: [“સ્વરૂપની (–આત્મ-સ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ.” ] (એટલે કે) સ્વરૂપની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે વીર્ય નહીં. આહા... હા! “સ્વરૂપની રચના કરે તે વીર્ય.' પોતાની પરિણતિમાં શુદ્ધ આનંદ અને જ્ઞાનની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે નપુંસક છે. (એ વાત) બે ઠેકાણે આવી ગઈ છે (- “સમયસાર' જીવ-અજીવ અધિકાર ગાથા-૩૯ની ટીકામાં તેમજ પુણ્ય-પાપ અધિકાર ગાથા-૧૫૪ની ટીકામાં છે...) “વહીવ”- “નપુંસક.' અહી.... હા ! શુભ-અશભની રચના કરે તે તો નપુંસક છે, “જીવ' છે!
આહા.... હા ! આ તો એવો માર્ગ છે, બાપા! પ્રભુ કહે છે કે અમે (તો) વીરનું વીર્ય એને કહીએ કે જે અનંતગુણની નિર્મળ-શુદ્ધ પરિણતિને રચે. રાગને રચે તે વીર્ય નહીં, સ્વનું વીર્ય નહીં. સમજાય છે કાંઈ? જેમ નપુંસકને વીર્ય હોતું નથી તો (એને) પુત્ર-પુત્રી હોતા નથી; તેમ શુભરાગ છે તે નપુંસકપણું છે એમાં ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. આહા... હા! આવી વાત છે આ !
હવે, અહીંયાં કહે છે: “સંસારીજીવોને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે.” – વ્યવહારથી હોય છે ને ! (એટલે કે ) પર્યાયમાં હોય છે ને ! આહા... હા ! સંસારીજીવોને બહુ આરંભ-પરિગ્રહ-મહાહિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, મમતા-વ્યવહારથી હોય છે. “અને તેથી જ તેને ના૨ક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને-શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને-તેઓ નથી.” આહા... હા ! ( રાગદ્વેષમોહુ) દ્રવ્યમાં તો નથી પણ અહીં તો શુદ્ધનિશ્ચયના બળે મને પર્યાયમાં પણ નથી, એમ કહે છે. શુદ્ધનિશ્ચયના બળથી, શુદ્ધજીવાસ્તિકાયની (તરફ ) જ્યાં દષ્ટિ અને સ્થિરતા થઈ, તો મારા જીવાસ્તિકાયમાં પણ મહાઆરંભ અને પરિગ્રહ નથી. તેથી મારી પરિણતિમાં પણ મહાઆરંભ અને પરિગ્રહુ નથી. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે! “દ્રવ્યમાં નથી” એ કઈ પરિણતિએ નિર્ણય કર્યો? “(શુદ્ધ) જીવાસ્તિકાયને–અહીં અસંખ્યપ્રદેશી લેવો છે ને! એ વાત પણ સર્વજ્ઞ સિવાય (બીજે) ક્યાંય નથી. તેથી એકલો જીવ ન લઈને, “જીવાસ્તિકાય' લીધું છે. આહા... હા! “શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ (સમસ્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૩૭ રાગદ્વેષમોહ) નથી.” “તેઓ નથી' એ કઈ પરિણતિ જાણે છે? –એ મહાઆરંભ-પરિગ્રહથી રહિત જે પરિણતિ છે તે એમ જાણે છે કે આ વસ્તુમાં મહાઆરંભ-પરિગ્રહના પરિણામ છે જ નહીં. આ જે પરિણામ છે તે વર્તમાનમાં છે, તે પણ જીવાસ્તિકાયમાં તો છે જ નહીં. અત્યારે તો આ પરિણામને સિદ્ધ કરવા છે. આહા... હા! શુદ્ધજીવાસ્તિકાય, એ તો ધ્રુવ ત્રિકાળ છે. એમાં, કહે છે કે મહાઆરંભ અને પરિગ્રહ નથી. તો “એમાં નથી” એ કઈ પરિણતિ કહે છે? –એ જે મહાઆરંભ-પરિગ્રહરહિત પરિણતિ છે, તે એમ કહે છે કે આમાં નથી.' મારામાં પરિણતિ છે તે મહાઆરંભ-પરિગ્રહરહિત છે. આહા... હા! સમજાય છે કાંઈ? ભાઈ ! ભગવાનનાં શાસ્ત્રોની એટલી ગંભીર રચના ! બહુ ગંભીર, બાપુ!
મારા જીવાસ્તિકાયમાં (તો) નથી; હું મુનિ છું, એટલો જ (સંજવલતનો રાગાંશ) છે; પણ મારી પરિણતિમાં તે મહાઆરંભ અને પરિગ્રહથી રહિત છું. મેં જીવાસ્તિકાયનો જે આશ્રય લીધો છે તે ઉગ્ર આશ્રય લીધો છે. જે આશ્રય સમ્યગ્દર્શનમાં છે એનાથી ચારિત્રમાં આશ્રય ઉગ્ર છે. એ અહીં બતાવે છે. મહાઆરંભ અને પરિગ્રહ એ જીવમાં તો નથી. પણ મારી પરિણતિમાં પણ મહાઆરંભ અને પરિગ્રહ નથી. એ પરિણતિ વડે હું કહું છું કે મારા જીવાસ્તિકાયમાં એ નથી! આહા... હા! એ આપણે પહેલાં શ્લોક-૭૫માં આવી ગયું ને...! “જયવંત છે” એ વાત દ્રવ્યની છે. (પણ જેને એનું) ભાન થયું તે કહે છે–આ પ્રભુ જયવંત વર્તે છે. એ કોણ કહે ? – જાણે છે? કેઃ નિર્મળપરિણતિ થઈ એ કહે છે કે-આ વસ્તુ જયવંત વર્તે છે. અમને આ વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું ભાન થઈ ગયું છે. એ (ભાન અને જ્ઞાન ) થયેલી પરિણતિ કહે છે કે આ વસ્તુ જયવંત વર્તે છે. આહા... હા ! શૈલી તો જુઓ, બાપુ! આકરું કામ, ભાઈ ! ત્યાં ચાર બોલ આવ્યા હતા ને..! “જ્ઞાન જયવંત છે.” “દષ્ટિ ત્રિકાળી-ત્રિકાળી દર્શન જયવંત છે.” સમ્યગ્દર્શન તો પર્યાય છે. પણ અંદર જે શ્રદ્ધા–દષ્ટિ છે તે ત્રિકાળી છે; એની પ્રતીતિ પર્યાયમાં આવી તો એનાથી આમ કહે છે કે “આ દષ્ટિ સદા જયવંત છે.” (અને “ચારિત્ર જયવંત છે, “ચેતના જયવંત છે). કાલે આવ્યું હતું ને.! (શ્રોતા ) ક્યાંથી નીકળે છે. આ બધું! (ઉત્તર) સીમંધર ભગવાન બોલાવે છે. આ રે પ્રભુ! શું કહીએ? આહા.... હા!
આહા... હા ! “સંસારી જીવોને” ભાષા તો જુઓ! કહે છે કે: “અમે સંસારી નથી !” આહા.... હા! સંસારી જીવોને “બહુ આરંભ-પરિગ્રહ ( વ્યવહારથી) હોય છે. અને તેથી જ તેને (તેના ફળમાં) નારક આયુ (બંધાય છે). (પણ) અમે સંસારી નથી ! અમે તો શુદ્ધજીવાસ્તિકાયની રમણતા કરવાવાળા છીએ.
ત્યાં (“પ્રવચનસાર” માં) પાંચ રત્નોમાં (ગાથા: ૨૭૧ થી ૨૭૫માં) કહ્યું ને..! પહેલા બોલમાં “સંસારતત્ત્વ” કહ્યું ને કેઃ ભલે જૈનનો સાધુ થયો હોય છતાં જો રાગની એકતામાં (એટલે કે) રાગથી લાભ માનવાવાળો છે તો તે સંસારતત્ત્વ છે, બીજા બોલમાં મોક્ષમાર્ગ સાથે તેને “મોક્ષતત્ત્વ” કહ્યું. (અર્થાત્ ) જેણે ભગવાન આત્માનો આશ્રય લઈને અનુભવ થયો, સ્થિરતા થઈ એ તત્ત્વ છે તે મોક્ષનું કારણ છે. (તેથી) અમે એ તત્ત્વને મોક્ષતત્વ કહીએ છીએ.
વિશેષ આવશે.
* * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૧૪-૨-૧૯૭૮
નિયમસાર', પરમાર્થ-પ્રતિક્રમણ (અધિકાર). પહેલો બોલ ચાલ્યો છે. બીજો બોલ. પરમાર્થ-પ્રતિક્રમણમાં પહેલાં દષ્ટિ તો થઈ છે. મારા જીવાસ્તિકાયમાં એ બધી ચીજ નથી. અહીંયાં તો હવે અસ્થિરતાનો અભાવ કરીને સ્થિરતા થઈ, તેમાં પણ, એ ભાવ નથી, એમ કહું છે. -શું કહ્યું? પહેલાં સમ્યગ્દર્શનમાં જ, શુદ્ધજીવાસ્તિકાયમાં કોઈ રાગાદિ કે ભેદાદિ છે જ નહીં, એ દષ્ટિનો વિષય તો (શ્રદ્ધાનમાં) આવી ગયો. તે તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું હવે અહીં તે ઉપરાંત વાત છે. મુનિ છે. પરમાર્થ-પ્રતિક્રમણની વ્યાખ્યા છે. તેથી પહેલાં એ લીધું કે મારી ચીજ જે શુદ્ધજીવાસ્તિકાય છે તેમાં તો કોઈ ભેદ-રાગાદિ છે જ નહીં. એ તો પહેલી વાત. હવે અહીં તો વિશેષ વિશેષ સ્થિરતા કરે છે. “હું જીવાસ્તિકાય, ચૈતન્યમૂર્તિ, અભેદ છું; “તેમાં–મારી ચીજમાં એ ભેદાદિ નથી.' એવું (ધ્યાવવું, તે) પરમાર્થ-પ્રતિક્રમણ છે. (મુનિને) અભેદ પરિણમન વિશેષ થયું છે. આહા... હા!
એક નારકીની વાત થઈ ગઈ, કાલે કહ્યું હતું ને..! એકલો “જીવાસ્તિકાય (એમ) નહીં; પણ સાથે પરિણમન છે. તો એ પરિણમન ક્યાંથી આવ્યું એ પછી કહે છે. હું એ પરિણામ (–બહુ આરંભ-પરિગ્રહ) નો કર્તા નથી. અર્થાત્ બહુ આરંભ અને બહુ પરિગ્રહનાં પરિણામ, એ મારા કર્તૃત્વમાં છે જ નહીં તેથી હું નારકપર્યાય નથી. હવે અહીં બીજી વાતઃ
તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.”
આહ.. ! તિર્યંચપર્યાય જે થાય છે (તેનું કારણ) અંદરમાં મિથ્યાત્વસહિત આડોડાઈ (વકતા) –માયા ઘણી હોય છે (તે છે). તેથી તેનું શરીર (પણ) આડું થઈ જાય છે. સમજાય છે કાંઈ? મનુષ્ય (શરીર) આમ એમ ઊભું હોય છે. જ્યારે તિર્યંચ-દેડકા, ગાય, ભેંસ, ઘોડા-નાં (શરીર) આમ તિરછો-આડાં છે. કેમકે પૂર્વે (ભાવે) આડોડાઈ ઘણી કરી હતી, એમ “ગોમ્મટસાર” માં છે. તિર્યંચ છે ને ! [ તિર્યક-વાંકું-આડું-ત્રાંસું.) (ભાવે) એવી આડોડાઈ–કપટ-માયા ઘણી કરી તો તેના ફળમાં પરિણમન તો આવું છે પણ (દ્રવ્ય) શરીર પણ આડું થઈ ગયું.
અહીં કહે છે કે: એ (આડોડાઈના) પરિણામ મારામાં છે જ નહીં. (શ્રોતા.) જીવના પરિણામના કારણે શરીર આડું થાય? (ઉત્તર) નિમિત્તથી કથન છે ને...! જેવો ભાવ હોય તેવું જ કર્મ બંધાય, અને એવું જ શરીર મળે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ને ? એ નિમિત્તનૈમિત્તિક સંબંધની વ્યાખ્યા છે. પરમાર્થે તદ્દન આ (જીવ) પર્યાયથી આ (કર્મ) પર્યાય છે, એમ તો નથી. પણ માયામિશ્રિત પરિણામ કર્યા હોય તો એમાં કર્મબંધન પણ એવું થયું હોય અને તેના ફળમાં શરીર પણ એવું થાય છે; એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવે છે.
એ “સંવર અધિકાર” (“સમયસાર” ગાથા-૧૯૦ થી ૧૯રની) છેલ્લી ત્રણ કડી છે. ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધની અપેક્ષા સમજાવવામાં આવી છે ને...“આગ્નવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ થાય છે, અને નોકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે.” અહીંયાં કહે છે: મુનિરાજ છે ને..! એમને તો પરમાર્થ-પ્રતિક્રમણસ્વરૂપ પરિણમન થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૩૯ ગયું છે. તો કહે છે: “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.” વસ્તુ તો સદાય તિર્યંચપર્યાય અને એના કારણથી રહિત જ છે. પણ એ ઉપરાંત એ પરિણામના કર્તુત્વવિહીન છું. (અર્થાત્ ) મારામાં એ પરિણામનું પરિણમન જ નથી. આહા.... હા! શું કહ્યું સમજાણું? શુદ્ધજીવાસ્તિકાય એ તો અભેદ ચીજ છે. જ્યારે એ અભેદ (સ્વરૂપ) દષ્ટિમાં આવ્યું ત્યારે તેમાં વિકારી પર્યાયાદિ તો છે જ નહીં. અહીંયા તો હવે વિશેષ કહે છે કે તિર્યંચગતિને યોગ્ય એ જે રાગાદિનું પરિણમન છે તે પણ મારામાં નથી. સમજાણું કાંઈ ? પરમાર્થ-પ્રતિક્રમણ છે ને..! પ્રતિક્રમણ =પાછું ફરવું-હુઠવું. તો મિથ્યાત્વથી તો હુઠી ગયા છે. (મુનિ છે ને..!) એ શુદ્ધજીવાસ્તિકાય-અભેદ ચીજમાં તો કોઈ ભેદ, અશુભરાગ કે શુભરાગ જ નથી. એ અભેદ (ચીજ ) તો દષ્ટિમાં આવી ગઈ. પરંતુ હુજી જે અસ્થિરતાનું પરિણમન છે તેના પ્રતિક્રમણની વાત ચાલે છે. સમજાય છે કાંઈ ?
પ્રવચનસાર” શયતત્ત્વ-પ્રજ્ઞાપનની છેલ્લી ગાથા ઉપરના કળશ-૧રમાં આવ્યું છે ને...! “ટ્રવ્યાનુસારી વર વરણાનુસારી દ્રવ્ય.” એની વ્યાખ્યા પણ સૂક્ષ્મ છે. કહે છે કે: દ્રવ્ય-વસ્તુ તો છે જ. એનો આશ્રય લઈને જેટલી શુદ્ધપરિણતિ ઉત્પન્ન થઈ તો તેના પ્રમાણમાં કષાયની મંદતા થાય છે, એ ચરણ એટલે “ટ્રવ્યાનુસાર વર' (છે). એમ “વરાનુસારી દ્રવ્ય” -જેટલી કષાયની મંદતા છે એટલા પ્રમાણમાં પોતે શુદ્ધ પરિણમ્યો છે. ત્રણ કષાયની (ચોકડી) ના અભાવની શુદ્ધપરિણતિ થઈ એ “વ્યાનુસાર વર.' એ શુદ્ધપરિણતિના પ્રમાણમાં કષાયની જે મંદતા થાય છે ત્યાં વસ્ત્ર લેવાનો, અને ઉશિક આહાર આદિ લેવાનાં પરિણામ થતાં નથી એટલે ત્યાં “ટ્રવ્યાનુસાર વર'. એમ લીધું (છે). “ટ્રવ્યાનુસારી વર” એનો અર્થ“વર' અર્થાત્ રાગની મંદતા, એવો અર્થ અહીં લેવો છે; એ દ્રવ્યાનુસારી હોય છે. એનો અર્થ જે દ્રવ્ય છે તેને અનુસરીને જે નિર્મળપરિણમન થયું છે તે, જે તે ભૂમિકા પ્રમાણે જેટલો નિર્મળ છે, તેટલા પ્રમાણમાં રાગની મંદતા [ જેમ કે મુનિને ત્રણ કષાય (ચોકડી) ના અભાવની પરિણતિ છે તો
ત્યાં રાગની મંદતા], એની યોગ્યતા પ્રમાણે થાય છે. ત્યાં વસ્ત્ર લેવાનો અને ઉશિક (એમના માટે બનાવેલો ) આહાર લેવાનું ચરણ હોતું નથી. એવું ચરણ ત્યાં દ્રવ્યાનુસારી ચરણમાં હોતું નથી. હવે “વરણાનુસારી દ્રવ્ય એ બીજું પદ. એનો અર્થજેટલા પ્રમાણમાં કષાયની મંદતા છે, એનું જ્ઞાન કરવું કે તીવ્રકષાય હોય તો ત્યાં શુદ્ધપરિણમન અલ્પ છે. અહીં ઘણો મંદકષાય છે તો અહીં શુદ્ધપરિણમન વિશેષ છે... એટલું. એ તો જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. એટલે ત્યાં એ પરિણમન દ્રવ્યાનુસારી લેવું. ત્યાં દ્રવ્ય એટલે ‘દ્રવ્ય-અનુસારી” એમ નહીં. દ્રવ્યાનુસારી પરિણમન જે છે ત્યાં જેટલા પ્રમાણમાં દ્રવ્યનો આશ્રય લઈને નિર્મળપરિણતિની ધારા આવે છે એટલા પ્રમાણમાં, ભૂમિકા પ્રમાણે, રાગની મંદતા થાય છે. જ્યાં ત્રણ કષાય (ચોકડી) ના અભાવની પરિણતિ હોય ત્યાં વસ્ત્ર અને પાત્ર આદિ લેવાનો રાગ હોય તો તે દ્રવ્યાનુસારી ચરણ જ નથી. અને “વરVTIનુસાર દ્રવ્યું કે ત્યાં રાગની મંદતા એટલી છે કે ત્યાં વસ્ત્ર કે પાત્ર કે ( ઉશિક) આહાર લેવાનો વિકલ્પ જ નથી. તો એવી ભૂમિકામાં જે રાગની મંદતાનો વિકલ્પ છે, તે અનુસાર ખ્યાલ કરવો કેઃ આ રાગ આટલો મંદ છે તો અહીં શુદ્ધપરિણતિ વિશેષ છે. ચરણ એટલે રાગની મંદતાના પ્રમાણમાં અહીંયાં પરિણતિ શુદ્ધ થાય છે, એનાથી (રાગની મંદતાથી પરિણતિ શુદ્ધ) થાય છે, એ પ્રશ્ન નથી. શુદ્ધપરિણતિ જેટલી ઉગ્ર તેટલા પ્રમાણમાં રાગની મંદતા. એ ચરણ ત્યાં મુનિને હોય છે. પાંચમે ગુણસ્થાને બે કષાય (ચોકડી) ના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪) – પ્રવચન નવનીત: ભાગ-૨ અભાવની પરિણતિ છે તો ત્યાં પરિણમનમાં એટલી રાગની તીવ્રતા છે, અને છક્કે ગુણસ્થાને ત્રણ (ચોકડી) કષાયના અભાવની, દ્રવ્યાનુસારી, પરિણતિ છે તેથી ત્યાં એ પ્રમાણમાં રાગની મંદતા હોય છે (પણ) એ ભૂમિકામાં વસ્ત્ર લેવાનો, પાત્ર લેવાનો, એમના માટે બનાવેલો આહાર હોય તે લેવાનો વિકલ્પ જ હોતો નથી. એવું ચરણ દ્રવ્યાનુસારી ચરણ કહેવામાં આવે છે. આહા.... હા! અહીં મારે તો બીજું કહેવું હતું કે અહીંયાં તો કહે છે કેઃ “એ રાગનું પરિણમન પણ મારામાં નથી, અને આગળ કહેશે કે હું એનો કર્તા પણ નથી !'
અહીં (પ્રવચનસાર' માં) તો પહેલાં જ્ઞાન અધિકાર ચાલ્યો અને પછી જ્ઞય અધિકાર ચાલ્યો અને એ અધિકાર પૂરો કરીને ચરણાનુયોગસૂચક ચૂલિકા લેવી છે ને....! વ્યવહારચરણાનુયોગ એને બંધ બતાવ્યો કે: દ્રવ્યના આશ્રયે જેની જેટલી પ્રમાણમાં શુદ્ધપરિણતિની ભૂમિકા છે તેટલા પ્રમાણમાં રાગનું ચરણ, અર્થાત્ રાગની મંદતાનાં પરિણામ, તેનો અભાવ થાય છે અને જેટલી ચરણાનુયોગ પ્રમાણે રાગની મંદતા છે તેનું લક્ષ કરવું કે ઘણો મંદ વિકલ્પ છે તો અહીં તેટલા પ્રમાણમાં શદ્ધની પરિણતિ વિશેષ છે. (પણ ત્યાં જેટલી રાગની મંદતા, ચરણાનુયોગ પ્રમાણે, છે તેટલો ત્યાં બંધ છે). એમ બે ભૂમિકાની યોગ્યતા બતાવે છે, આહા.... હા! ગહન વિષય, ભગવાન ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો વિષય છે.
નિયમસાર” માં એવો શ્લોક છે ત્યાં મુનિરાજ પોતે પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે: અરે! અમારો વિષય તો ભગવાન પૂર્ણાનંદ છે! અભેદ અનુભવ તે અમારો વિષય છે. તો એ વિષય પ્રમાણે અમે ન કહીએ તો મુનિ કેવા? જુઓઃ કળશ-૨૦૦ “કોઈ એવી (-અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી, [ પરિણતિ હોં!] સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી.” અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સમયસાર” કળશ-૨૦માં (તો) સર્વ સંબંધો નાસ્તિ, સર્વ સંબંધ નથી તેમ લીધું છે. જ્યારે અહીં નિયમસારમાં આહા... હા ! સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે, ( એમ કહ્યું છે. આહા.... હા ! પ્રભુ! મુનિ એટલે ધન્ય અવતાર ! આહા... હા... હા ! જેની ચારિત્રદશા !! આહા.... હા.... હા! (કહે છે કે, અમારી સંપદા પૂર્ણાનંદ તો છે જ. પણ એને વિષય બનાવીને અમે અમારી સંપદાને (પૂર્ણ) પ્રગટ કરીએ નહીં તો અમે અમારા (વિષયને ) વિષય કર્યો જ નથી. આહા.... હા ! સમજાય છે કાંઈ ? પાઠમાં છે...! “ન માદ્રશાં યા વિષય વિવાદિ” “અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. આહા... હા ! મુનિઓને વિષય તો અભેદ ચીજ! અને અભેદ પરિણમન ! વિકલ્પ... વિકલ્પ-એનું તો જ્ઞાન કરે છે. આહા... હા ! સરસ (ભાવ) નીકળ્યો. અંદર હતો !
અહીંયાં તો એ લેવું છે કે એને (મુનિરાજને) મહાઆરંભ અને મહાપરિગ્રહનું પરિણમન જ નથી. આમ તો વસ્તુમાં તો એ મહાઆરંભ અને પરિગ્રહનું પરિણમન જ નથી. (એટલે કે ) સમ્યગ્દષ્ટિનો જે વિષય છે તેમાં તો મહાઆરંભ અને મહાપરિગ્રહ છે જ નહીં. પણ
છે નહીં' તે યથાર્થપણે ક્યારે થાય છે? કે (જેને પર્યાયમાં પણ) મહાઆરંભ અને મહાપરિગ્રહનું પરિણમન જ ન હોય તેને. તેથી શબ્દ વાપર્યો છેઃ “તૃત્વમ.” જુઓ -
“તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૦-૮૧ – ૧૪૧ કર્તુત્વવિહીન છું.” જુઓ ! નારકમાં પણ એમ લેવું છે. પણ અહીંયાં શબ્દ “કર્તુત્વ” (મૂકીને) ખુલાસો કર્યો. હું એ “કર્તુત્વ” અર્થાત્ પરિણમનથી રહિત છું. આહા... હા. હા!
- બાપુ! આ તો મારગડા અંદર જુદા (છે), ભાઈ ! લોકોને હજી “દર્શનશુદ્ધિ” ની ખબર ન મળે કે “દર્શનશદ્ધિ” કેમ થાય, અને પછી પરિણતિ નિર્મળ કેમ થાય ?
અહીંયાં પરમાર્થ-પ્રતિક્રમણ એને કહે છે: વ્યવહારપ્રતિક્રમણનો વિકલ્પ ઊઠે છે પણ તે તો બંધનું કારણ છે, પરંતુ આ મિથ્યાત્વથી જે પ્રતિક્રમણ કર્યું અને સ્વભાવનો આશ્રય લીધો (ત્યાં) જે એવા અવ્રતનાં પરિણામ (જે પૂર્વે હતાં, તેને) છોડીને, સ્વભાવના આશ્રયે જે પરિણતિ (વિશેષ) શુદ્ધ કરી (અર્થાત્ ) રાગાદિ પરિણામથી હુઠીને પોતાની વીતરાગી પરિણતિ પ્રગટ કરી એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આમ તો (ત્યાં) કહ્યું હતું કે: “ટ્રવ્યાનુસારી ર” હોય છે. તેના પ્રમાણમાં રાગની મંદતા એને (મુનિને) હોય છે; પણ અહીંયાં તો કહે છે: “એ પરિણામ મારામાં છે જ નહીં.' પરમાર્થ પ્રતિક્રમણ લેવું છે ને...! એ (મહાઆરંભ અને પરિગ્રહરૂપ) પરિણમન જેટલી દશા હવે મારામાં છે જ નહીં. આ તો મુનિરાજનું પ્રતિક્રમણ છે ને..! આહા... હા! આ અમારો નાથ, આનંદનું દળ ભગવાન, જે દષ્ટિમાં આવ્યો હતો એમાં હું (હવે) એવા (ઉગ્ર ) પરિણમનમાં લીન થયો છું કે તેવું પરિણમન જ મારામાં નથી; એટલે કે જે પરિણામથી નારક અને તિર્યંચ (યોગ્ય અશુભ પરિણામ ઊપજે, તેવા) પરિણામ જ મારામાં નથી. આહા.... હા! ભાષા-શબ્દ શું છે! “હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.” આહા.... હા ! એ પરિણામનું કર્તુત્વ, (કર્ણ મેં કર્યું કર્તાપણું ), એનાથી વિહીન છું. અને આગળ તો કહેશે મૂળ પાઠમાં કે હું કર્તા પણ નથી, હું કરાવવાવાળો પણ નથી અને કરે છે તેને અનુમોદન કરવાવાળો પણ હું નથી. પાઠમાં તો ત્રણ બોલ છે અને વિશિષ્ટ બોલ તો પાઠમાં એવો છે કે હું એનું કારણ પણ નથી. ગાથા-૭૯: “णाहं बालो वुड्ढो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता णेव છત્તીમાં ” “ વારમાં તેસિં' -તેમનું (હું) કારણ નથી” એ બધામાં લેવું. ‘વત્તા | હિ TRફી અનંતા નેવ વત્તાં- “તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.' પછી એમાં (ગાથા-૮૦માં ) પણ લીધું છે: “હું રાત કોષો ઇ વેવ મોદી | TRUS તેસૅિ. આહા... હા! ‘[ b[૨ તેસિં' – “રાગનું કારણ હું નથી.' આહા... હું ! “હું તો શુદ્ધ આનંદનું કારણ છું.”
આહા. હા! વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ-ગૂઢ, ભાઈ ! આહા.. હા! બહારથી (બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ) માને છે. લોકોને અંદર (ના માર્ગનો) પત્તો મળતો નથી. પ્રભુ! એ તો (અનંત) જન્મ-મરણ મટવાના પંથનો માર્ગ તો આ છે, પ્રભુ! ભલે તને દુઃખ લાગે, આકરું લાગે કે આ તો “એકાંત નિશ્ચય' થાય છે. (પરંતુ ભાઈ !) નયનો વિષય એકાંત જ છે. પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને હોય છે. પણ નિશ્ચયનયનો વિષય તો એક જ-એકાંત ત્રિકાળી વસ્તુ જે છે તે છે. એ સમ્યક એકાંત નયનો વિષય આ એક જ છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો કહે છે કેઃ તિર્યંચપર્યાયને યોગ્ય જે (માયામિશ્રિત) પરિણામ, તેનો કર્તા હું નથી. પરિણમનાર હું નથી. “હું” કર્તૃત્વવિહીન છું. - ( એમાં) ચારે ય લેવાઃ કર્તા નથી. કારયિતા નથી અને અનુમોદક નથી તથા તેનું હું કારણ પણ નથી, સમજાય છે કાંઈ?
હવે, મનુષ્ય. છે તે મુનિનું મનુષ્ય શરીર. (છતાં અહીંયાં કહે છેઃ ) “મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” આહાહા ! આ શરીર છે તે મનુષ્યગતિ નથી; એ તો જડ-માટી છે. મનુષ્યગતિ તો અંદર જે ઉદયભાવ છે તેને મનુષ્યગતિ કહે છે. આ મનુષ્યગતિ એટલે આ શરીર નહીં, આ તો માટી જડ-ધૂળ છે. મનુષ્યગતિ તો આત્મામાં જે નામકર્મનો ઉદય હોય છે તે છે. તો એમ કહે છે કે એ પણ હું નથી. મનુષ્યગતિ એટલે જે આ મનુષ્યશરીર છે તે નહીં; મનુષ્યગતિ તો આત્માની પર્યાયમાં ઉદયભાવ છે અને (આ શરીર) એ તો જડની પર્યાય છે, પર છે; એમાં (-આત્મામાં) શું આવ્યું?
“મનુષ્યનામકર્મને યોગ્ય” એમ લીધું ને...! “દ્રવ્યકર્મ અને ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” આહા.... હા! મારામાં શરીરની પર્યાય તો નથી, પણ મનુષ્યને યોગ્ય જે ઉદયભાવ છે તે પણ મારામાં નથી. આહા... હા! આ પરમાર્થપ્રતિક્રમણ ! મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. હું એનો કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક (પણ) નથી અને એનું હું કારણ પણ નથી. –એમ દરેકમાં ચાર બોલ લેવા. ટીકાકાર દરેકમાં શબ્દ જુદા પાડે છે: “નારકઆયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મનેશુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી.” બીજા બોલમાંઃ “(હું સદા તિર્યંચપર્યાયના) કર્તૃત્વવિહીન છું.” અહીં (ત્રીજા બોલમાં) કહ્યું કે: “(મારે મનુષ્યપર્યાય) શુદ્ધનિશ્ચયથી નથી.” જુદી જુદી રીતે દરેકમાં લાગુ પડે. પણ એક એકમાં જુદી વાત બતાવી છે અને (એ કૃત-કારિત આદિ ચારે ય બોલ) દરેકમાં લાગુ પડે, એમ બતાવ્યું છે. સમજાણું કાંઈ ?
અરે પ્રભુ! આ તો વીતરાગનો માર્ગ બાપા! આ કાંઈ શાસ્ત્ર ભણી ગયો ને વાંચી ગયો, માટે ત્યાં, જ્ઞાન થઈ ગયું, એમ નથી બાપુ ! એ માર્ગ ઘણો જુદો છે, ભાઈ ! આહી.. હા ! અહીંયાં તો કહે છે: “મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.”
હવે, “દેવ'. “ “દેવ” એવા નામનો આધાર જે દેવ૫ર્યાય તેને યોગ્ય [ શરીર નિમિત્ત છે અને યોગ્યતા અંદરમાં છે.) સુરસ-સુગંધસ્વભાવવાળાં પુગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.” [ પહેલાં કહ્યું હતું ને..! પંચમકાળના મુનિ તો દેવમાં જવાના છે. એને તો બીજી દશા (પર્યાય) હોય નહીં.) (અહીં) પંચમકાળના મુનિ કેવળજ્ઞાન પામતા નથી; દેવમાં જવાવાળા છે. શુભભાવ હોય છે ત્યારે તેમને દેવનું આયુ બંધાઈ જશે.
મનુષ્યને પંચમ ગુણસ્થાન અને ચોથા ગુણસ્થાનમાં અશભાભ તો આવે છે. પણ જ્યારે અશુભ (ભાવ) હોય ત્યારે આયુષ્ય બંધાય નહીં, એટલે ત્યાં “દષ્ટિનું જોર' છે. -શું કહ્યું? કેઃ સમ્યગ્દષ્ટિને અશુભભાવ-આર્તધ્યાન-રૌદ્રધ્યાન-પણ હોય, પણ સમ્યગ્દર્શનનું જોર છે એના કારણે, અશુભભાવના કાળમાં, તેને ભવિષ્યનો ભવ ( અર્થાત્ અશુભઆયુષ્ય) બંધાતો નથી; એટલે કે જયારે શુભભાવ આવશે ત્યારે દેવનું આયુષ્ય બંધાશે. સમજાણું કાંઈ ? (સમ્યગ્દર્શન પામ્યાં પહેલાં જો) નારકીનું આયુષ્ય બંધાઈ ગયું હોય, શ્રેણિકની જેમ, તો એ (બીજી) વાત. એ તો પહેલાં બંધાઈ ગયું હતું. પણ સમ્યગ્દર્શન થયા પછી શુભભાવ (ના કાળમાં જ, અને તે પણ) દેવનું (જ) આયુષ્ય બંધાશે. (સમ્યગ્દષ્ટિને) અશુભભાવ આવે. વિષય-વાસના-ભોગ આદિ પાંચમા ગુણસ્થાન (માં પણ અમુક ભૂમિકા સુધી હોય છે ). અને અવિરતિ-ચોથા ગુણસ્થાને (તો) લડાઈ આદિ (પર્વતના અશુભભાવ પણ હોય) છતાં (તે કાળે તેને) ભવિષ્યનો ભવ બંધાતો નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ ઉપર એટલું જોર (વર્તે) છે. તેથી તેને જ્યારે શુભભાવ આવશે ત્યારે દેવનું (જ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૪૩ આયુષ્ય બંધાશે. અહીં આપણે અત્યારે મનુષ્યની વાત લઈએ છીએ; બાકી નારકી સમકિતી, મનુષ્યનું આયુષ્ય બાંધે; દેવ પણ મનુષ્યનું આયુષ્ય બાંધે. તથા સમકિતી તિર્યંચને દેવનું આયુષ્ય બંધાય, પછી ત્યાં મનુષ્યનું આયુષ્ય બાંધે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો કહે છે કે મારે દેવ-પર્યાય સાથે સંબંધ નથી. એ ગતિનો માટે સંબંધ નથી અને એ શરીરનો પણ મારે સંબંધ નથી. આહા.. હા! પણ પ્રભુ! આપ તો મનુષ્યપણામાં છો ને..? (મનુષ્યને) ચાર ગતિમાં ગણે છે તો કવળી પણ મનુષ્યગતિમાં-એમ ગણવામાં આવે છે કે નહીં ? આવે છે ક્યાંય ? - “બોધપાહુડ' (ગાથા-૩, ૪માં) આવ્યું છે. (ત્યા) આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા, ઈશન જિનબિંબ, જિનમુદ્રા, જ્ઞાન, દેવ, તીર્થ, અરહંત તથા ગુણથી વિશુદ્ધ પ્રવ્રજ્યા- એ અગિયાર સ્થળ (આત્માના) નિશ્ચય કરવામાં આવ્યાં છે. ત્ય વા-૩૧માં ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યામિ, પ્રાણ અને જીવસ્થાન-એ પાંચ પ્રકારથી અરહંતપુરુષને સ્થાપિત કરવાનું વિધાન કર્યું છે.) તો માર્ગણામાં તો મનુષ્યગતિ આદિ પણ છે ને....! અને અરહંત કેવળીને “માર્ગણા' લગાવી છે. તો ત્યાં ગતિ છે ને...! એટલો ત્યાં અસિદ્ધભાવ છે કે નહીં? પરંતુ અહીંયાં તો કહે છે કે મારી વસ્તુસ્થિતિને; અને જેટલું વર્તમાન નિર્મળપરિણમન છે તેને; હું જાણવાવાળો છું.” હું એ (દેવપર્યાયને યોગ્ય) પરિણામનો કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી, તેમજ તેનું હું કારણ પણ નથી. આહા... હા ! દેવપર્યાય અને તેને યોગ્ય પુદગલદ્રવ્યનો સંબંધ, (અર્થાત ) જડદ્રવ્યનો સંબંધ અને ઉદયનો સંબંધ, એ બધાનો “અલ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.” જુઓ! અહીં જરી ભાષા ફેરવી. પહેલાં (તિર્યંચની વાત લીધી કેક) કર્ણવિહીન છું.” પછી (મનુષ્યની વાતમાં લીધું કે:) “શુદ્ધનિશ્ચયથી નથી.” અને (અહીં કહ્યું કે, “નિશ્ચયથી મારે દેવપર્યાય નથી. કારણ કેઃ દેવપર્યાય તો આવવાવાળી છે ને...! પણ મારી પર્યાય (જે છે તે દેવપર્યાયના) કારણની કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક પણ નથી. (તે દેવપર્યાય તો) થઈ જશે. આહા.... હા ! જ્ઞાની રાગના કર્તા નથી. જે ભાવે દેવઆયુ બંધાય તે ભાવના પણ કર્તા તો જ્ઞાની નથી. આહા...હા...હા !
ચાર પ્રકારના આયુષ્ય બંધાય છે ને...! અરે ! જ્ઞાનાવરણીય લ્યો... એ છ પ્રકારે બંધાય છે. પણ એ છયેનો કર્તા જ્ઞાની નથી. અરે! છતાં જ્ઞાનીને જ્ઞાનાવરણીય બંધાય છે. બંધાય છે કે નહીં? હજુ દશમા (ગુણસ્થાન) સુધી કર્મ બંધાય છે. પણ કહે છે કે તેનો તો જ્ઞાતા-દ્રષ્ટા છું. મારા પરિણમનમાં “તે મારાં છે” એવો હું નથી.
વિશેષ તો ઘણું આવે છે. એવી ગાથા “પદ્મનંદિપંચવિંશતિકા' માં છે. ત્યાં મુનિ પદ્મનંદિ પોતે કહે છે કે આ નહીં, આ નહીં. ખ્યાલ છે કે, મારે સ્વર્ગમાં જવું પડશે. પણ પહેલેથી જ નિષેધ કરતા જાય છે.
જેમ અન્યમતિમાં “ગરુડપુરાણ' છે ને...! મરી ગયા પછી પાછળથી એ “ગરુડપુરાણ' લોકો વાંચે. એમ આપણે ત્યાં પણ ‘અનિત્યપંચાશ” “પાનંદિપંચવિંશતિકા' માં છે. ત્યાં
ગરુડપુરાણ” જેવી વાત છે. અહીં અનિત્યપંચાલતમાં એવી શૈલી છે કે કોઈનું મૃત્યુ થઈ જાય તો આ “અનિત્યપંચાશ' ની ભાવના લેવી (ભાવવી). એવો અધિકાર છે. ઘણી ઊંચી ગાથાઓ ! બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. અહીંયાં હવે આકરી વાત છે, જુઓ! કહે છે કેઃ “ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો”_ગતિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ વેદ, કષાય, જ્ઞાનના ભેદ, દર્શનના ભેદ, ભવ્ય-અભવ્યનો ભેદ, (ઇત્યાદિક માર્ગણાસ્થાનોના ચૌદ ભેદ) એ મારામાં નથી. પર્યાયદષ્ટિથી એમાં (પર્યાયમાં) છે. પણ દ્રવ્યદૃષ્ટિના જોરમાં (સઘળાય ભેદ) મારી ચીજમાં જ નથી. હું તો અમેદવસ્તુ છું. (શું કહે છે?) જુઓઃ એ ગતિ (–દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી) નાં સ્થાન મારામાં નથી. એ ઇન્દ્રિય (-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય) મારામાં નથી. એ કાય (-ત્રસ અને સ્થાવર) મારામાં નથી. એ યોગ (સ્થાન-પંદર ભેદ) મારામાં નથી. (એમ તો યોગ બારમા ગુણસ્થાનના અંત સુધી હોય છે છતાંય) એ મારી ચીજમાં નથી. એ વેદ (–સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ) મારામાં નથી. એ કષાય (ના સ્થાનઅનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાનાવરણ ચાર, પ્રત્યાખ્યાનાવરણ ચાર, અને સંજ્વલન ચાર) મારામાં નથી. એ જ્ઞાન (ના આઠ ભદ-મંતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય અને કેવળ તથા કુમતિ, કશ્રતિ. અને કુઅવધિ) મારામાં નથી. આહા.. હા ! એ આઠ ય ભેદ મારી ચીજમાં નથી, અને એવા ભેદ મારા પરિણમનમાં પણ નથી. એમ કહે છે કે, એટલું અભેદ પરિણમન થયું છે! આહા. હા! એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ છે. (શ્રોતા) જ્ઞાનના એ ભેદ નથી તો પરિણમનમાં શું છે? (ઉત્તર) અભેદ (પરિણમન) છે. અંતરમાં એકાગ્રતા છે. જે જ્ઞાનગુણ છે તેમાં એકાગ્રતા છે. પર્યાયનું લક્ષ નથી. કેમકે ભેદનું લક્ષ કરવાથી તો વિકલ્પ ઊઠે છે. તો કહે છે કે એ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠય ભેદ મારામાં નથી. (હુવે કહે છે કે :) એ સંયમ (એના સાત ભેદ પણ ) મારામાં નથી. એ દર્શન (-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન –અહીં દર્શન એટલે સમકિત નહીં. એ ચાર ભેદ, અર્થાત્ એ દર્શનમાર્ગણાના ભેદ છે. “માર્ગણા” એટલે શોધવું કે “હું કઈ પર્યાયમાં છું” એવી માર્ગણા) પણ મારામાં નથી. સમજાણું કાંઈ? માર્ગ તો એવો છે, પ્રભુ! આહા. હા ! એ વેશ્યા (એના છ ભેદ) મારામાં નથી. ભવ્યત્વ ( એના ભવ્યત્વ અને અભવ્યત્વ એવા બંને ભેદ) મારામાં નથી. હું તો જીવાસ્તિકાય ધ્રુવ... ધ્રુવ.. ભગવાન! એના આશ્રયે મારું જે અભેદ પરિણમન થયું એમાં ભવ્ય-અભવ્યના ભેદ છે જ નહીં.
પ્રશ્ન: “જૈનસિદ્ધાંતપ્રવેશિકા ” માં ભવ્યત્વને અનુજીવી ગુણમાં લીધો છે ને...!
સમાધાન: ખબર છે! (ત્યાં અર્થ બીજો છે!) સિદ્ધમાં ભવ્યત્વ નથી. (માટે ભવ્યત્વ છે તે ગુણ નથી પણ) યોગ્યતા છે, તે ત્યાં પૂરી થઈ ગઈ. જો ભવ્યત્વને ગુણ ગણો તો જેમ દર્શન-જ્ઞાન છે તેમ તે (ભવ્યત્વ) પણ ત્યાં રહેવો જોઈએ; પણ તે “સિદ્ધમાં નથી' તો તો પછી એમ કેમ ચાલે? માટે (ખરેખર) ભવ્યત્વ એ ગુણ નથી. પણ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની (યોગ્યતાના) ભેદ છે. (સિદ્ધદશા પ્રાપ્તિની) પર્યાયની યોગ્યતાને ભવ્ય તથા અયોગ્યતાને અભવ્ય કહે છે. [ આ કથનનું તાત્પર્ય એ છે કેઃ ભવ્યત્વ અને અભવ્યત્વ-બેમાંથી એક પ્રકારે, દ્રવ્યના પરિણમનની તેવી સ્થિતિ ત્રિકાળ રહેવી એવી જ પર્યાયની કોઈ અહેતુક પારિણામિક યોગ્યતા છે.)
વળી, અમૃતચંદ્ર આચાર્યનું “તત્ત્વાર્થસાર' છે. અહીંયાં વ્યાખ્યાનમાં આખું વંચાઈ ગયું છે. [ ત્યાં ગાથા-૯૦માં એ કહ્યું છે કેઃ “ભવ્ય અને અભવ્યના ભેદથી જીવ બે પ્રકારના છે. જે સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાને યોગ્ય છે તે ભવ્ય કહેવાય છે અને એનાથી વિપરીત છે તે અભવ્ય કહેવાય છે.” ] એમ એ વ્યવહારથી કહેવામાં આવે છે (કેમકે નિશ્ચયથી જીવ બે પ્રકારના ન હોય!) ત્યાં “તત્ત્વાર્થસાર” માં નીચે નોંધ કરી છે (એટલે કે ફૂટનોટ આપી છે) કેઃ એ ભવ્યઅભવ્ય તો પર્યાયની અપેક્ષાએ વાત છે. ગુણ અપેક્ષાએ વાત હોય તો, ભવ્યત્વગુણ દ્રવ્યમાં નથી. જેમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૫ વૈભાવિકશક્તિ-ગુણ છે તો એ સિદ્ધમાં પણ હોય છે. પણ ભવ્યત્વ સિદ્ધમાં નથી. ત્યાં (જેમ ઔપશમિકાદિ ભાવ રહેતા નથી તેમ) એ ભવ્યત્વની યોગ્યતા પણ રહેતી નથી. તો એ તો પર્યાયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વની વાત કરી છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો પહેલેથી જ કહે છે કે, એ ભવ્યત્વ (માર્ગણા) મારામાં નથી. હું તો અખંડાનંદ પ્રભુ છું! તો ત્રિકાળ એ યોગ્યતાની પર્યાય અને અયોગ્યતાની પર્યાય (અર્થાત્ ભવ્યત્વ અને અભવ્યત્વરૂપ યોગ્યતા ) થી રહિત છું. આહા... હા ! સમજાય એટલું સમજો, પ્રભુ! આ માર્ગ તો ઘણો સૂક્ષ્મ, બાપુ ! એટલે લોકો રાડો પાડે છે ને...!
આજે એક વિદ્વાનનું લખાણ આવ્યું છે કે તમે (બીજા લોકો) ગમે તેવો વિરોધ કરો પણ કાનજીસ્વામીથી સ્વાધ્યાયની જે વિશેષ શૈલી ચાલી છે તે હવે અટકે તેમ નથી. તમે વિરોધ કરશો એટલો પ્રચાર વધતો જશે. બાપુ! (જે કહે, ) પણ માર્ગ તો “આ” છે. આ કંઈ કોઈના ઘરની (ઉપજાવેલી) વાત નથી. વસ્તુના ઘરની છે. એટલે કે “છે તો ઘરની” પણ એકલા ઘરની છે એમ નથી; એ તો ત્રણકાળના નાથ કેવળીના ઘરની છે! (પછી તેમણે) એમ લખ્યું છે કે: (આ શૈલીથી) હવે સ્વાધ્યાય કરવાવાળા, આપણા દિગંબરમાંથી પણ લાખો તૈયાર થઈ ગયા છે. તો તમે કોનો કોનો નિષેધ કરશો ? કોનો બહિષ્કાર કરશો? એ તો એને બિચારાને એમ લાગ્યું તો કહ્યું, એને જેમ ઠીક પડે તેમ કહે. એમાં કંઈ નથી. “જિસમેં જિતની બુદ્ધિ હૈ ઉતની દે બતાય.” એને ખ્યાલમાં જે આવ્યું હોય તે કહે; એમાં બીજી વાત કરે ક્યાંથી? એમાં શું કોઈ વિરોધ કરવાથી (તે પૂર્વાગ્રહ છોડી દે ? અહીંયાં તો) કોઈ પ્રત્યે વિરોધ, વૈર, દ્વેષ કરવાની વાત જ નથી. આહા... હા! (તે પણ) ભગવાન છે! તે તો અંદર ત્રણલોકનો નાથ છે!
આહી... હા! “પંચાસ્તિકાય” ગાથા-૭ની જયસેનાચાર્યની ટીકામાં છે. જીવાસ્તિકાય આદરણીય છે. ચાહે તો અભવ્યનો જીવાસ્તિકાય હોય. પણ એ જે દ્રવ્ય છે તે આદરણીય છે, સાધ છે.
અહીંયાં હવે ભવ્યત્વ પછી લે છે કેઃ સમ્યકત્વ (માર્ગણા) પણ મારામાં નથી. આહા... હા ! એ તો પહેલાં ‘નિયમસાર' ગાથા-૪૧માં આવી ગયું : ક્ષાયિકભાવ મારામાં નથી. ઉપશમ ભાવ મારામાં નથી. અહીં તો માર્ગણા લેવી છે ને...? એટલે વધારે સ્પષ્ટ કર્યું. એ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સમિથ્યાત્વ, સાસાદન અને મિથ્યાત્વ) ને માર્ગણામાં ઉતારી છે. “બોધપાહુડ' માં તો ભગવાનમાં પણ માર્ગણા ઉતારી છે! જે મારામાં નથી.
યોગસાર” ગાથા-૪૩માં આવે છે ને...! “તન-મંદિરમાં દેવ જિન” પણ લોકો ત્યાં (મંદિરમાં) દેખે છે કે, ભગવાન ત્યાં છે. પણ ત્યાં તો એ (સ્થાપના) નિક્ષેપ છે. “જન દેરે દેખત”—ત્યાં હશે ભગવાન? એ તો નિક્ષેપ છે, વ્યવહાર છે. શુભભાવ આવે એટલે ત્યાં લક્ષ જાય એટલું આ છે. (સાધકનું) લક્ષ ન જાય, એમ પણ નહીં; અને શુભભાવ આવ્યા વિના રહે પણ નહીં. સમજાણું?
અહીં તો કહે છે કે સમ્યકત્વ (માર્ગણા) ના જૈ (ઉપશમાદિ છે) ભેદ છે તે મારામાં નથી. હું તો ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન! એની પરિણતિમાં પણ યોગ્યતા પ્રગટ થઈ ગઈ તો હવે યોગ્યતા-અયોગ્યતાનો પ્રશ્ન જ નથી, એમ કહે છે. સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ, શુદ્ધચૈતન્યઘન, મહારત્નપ્રભુ, ચૈતન્યરત્નાકર; એ જ્યાં જ્ઞાનમાં જ્ઞય તરીકે આવી ગયો અને (એની)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ દષ્ટિ થઈ ગઈ, નિર્વિકલ્પ શાંતિ આવી; તો હવે કહે છે કે હવે એ યોગ્યતા મારામાં છે જ નહીં. હું તો જે છે તે છું ! | (અહીંયાં હવે કહે છે કે.) એ સંજ્ઞી-અસંજ્ઞીના ભેદ મારામાં નથી. હું તો જ્ઞાયક. જ્ઞાયક... જ્ઞાયક.. જ્ઞાયક ! અને મારી જે એવી પરિણતિ છે તેમાં પણ એ સંજ્ઞી-અસંજ્ઞી (પણું ) લાગુ પડતું નથી. આહા.... હા ! આહાર (માણા) ના બંને ભેદ-આહારક અને અનાહારકમારામાં નથી. સમજાણું કાંઈ ? -એ ચૌદ (ભેદ) થયા. અહીં આવ્યું “ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો” એમ કહ્યું ને..! ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાન. એક વાત. “તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો” ( –એકેન્દ્રિય સૂક્ષ્મ અને બાદર, બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી-એ સાતનાં પર્યાય અને અપર્યાપ્તના ભેદથી ચૌદ જીવસ્થાનો) એ પણ હું નથી. એ જીવનાં સ્થાનો મારામાં છે જ નહીં. આહા... હા ! શુદ્ધજીવાસ્તિકાયમાં જીવનાં સ્થાન-ભેદ નથી. જીવસ્થાન કહ્યાં ને...! “ચૌદ ભેદવાળાં જીવસ્થાનો” એ પણ મારામાં નથી. “કે ગુણસ્થાનો”—તેટલા (ચૌદ) ભેટવાળાં ગુણસ્થાનો એ પણ મારામાં નથી. ચૌદ ગુણસ્થાન તો ભેદ છે; હું તો જ્ઞાયક, ત્રિકાળી શુદ્ધજીવાસ્તિકાય-જીવ અતિરૂપ, અસ્તિત્વ, સત્તા, હોવાપણું, મોજૂદ-જે ચીજ (છું ), એમાં તો એ ભેદ જ નથી. આહા... હા! અંદર મોજૂદ (હાજરાહજૂર) ચીજ, ચૈતન્યનો હીરો ભગવાન, ચૈતન્ય-હીરો, હીરાની પાટ પ્રભુ! આ ચૈતન્ય-હીરો એના સ્વભાવમાં (-સ્વરૂપમાં), એ જીવસ્થાનો કે ગુણસ્થાનો નથી.
એ તો “સમયસાર' ગાથા-૬૮માં આવ્યું છે કે: [“જે આ ગુણસ્થાનો છે. તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યાં છે?” ] ગુણસ્થાનભેદ મારામાં નથી, એ તો અજીવ છે.
(અજીવ છે') એ તો આ અપેક્ષાએ કહ્યું: આ ત્રિકાળી જીવની અપેક્ષાએ એ પૂર્ણ (– નિશ્ચય) જીવ નથી, એટલે વ્યવહારજીવ છે. પર્યાય એ વ્યવહારજીવ છે તેથી એને અભૂતાર્થ કહીને, એ ત્રિકાળીમાં નથી; એમ કહ્યું છે. “સમયસાર” ગાથા-૧૧માં કહ્યું છે ને..! કેઃ પર્યાય અભૂતાર્થ છે તો અભૂતાર્થનો અર્થ કાયમી ચીજ નથી એ અપેક્ષાએ. પર્યાય છે ખરી; પણ તેને ગૌણ કરીને, અભૂતાર્થ કહી છે. પર્યાયનો અભાવ કરીને અભૂતાર્થ કહ્યું એમ નથી. ગાથાનો પાઠ તો એવો લીધો છેઃ “વવહારોગમૂલ્યો ”-પર્યાયમાત્ર જૂઠી છે.
એક મુંબઈવાળા (વિદ્વાન) એમ કહેતા હતા ને! કેઃ કુંદકુંદઆચાર્ય “સમયસાર” ને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. (પણ) ભાઈ ! ભગવાન! એમ નથી. વેદાંતને અને આને ક્યાં સંબંધ ? ક્યાંય ઉગમણા-આથમણો ય સંબંધ નથી. પણ “પર્યાયમાત્ર જૂઠી છે” એમ કહ્યું ને...! એટલે એને એમ થઈ ગયું. પણ “પર્યાય જઠી છે” એનો અર્થ શું? કે: ત્રિકાળીને જ્યારે મુખ્ય કરીને ભૂતાર્થ અને સત્ય કહ્યું તો પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને અસત્ય કહ્યું. અભાવ કરીને અસત્ય કહ્યું એમ નથી. આહા... હા ! શું થાય પણ? પોતાની દૃષ્ટિથી કલ્પના કરીને અર્થ કરે અને આચાર્યનું હૃદય શું છે (તે સમજે નહીં) તો મોટી ગરબડ થઈ જાય!
અહીંયાં કહે છે: “શુદ્ધનિશ્ચયનયથી” (મને નથી). હવે અહીં ફેરવ્યું જરીખુલાસો કર્યો ઓલા [–ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેટવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો] શુદ્ધનિશ્ચયનયથી “પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” આહા.... હા! મારો તો પરસ્વભાવભાવ ત્રિકાળ છે, એ ભૂતાર્થ છે; એ હું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૭ છું! આહા.. હા! એવો પરમભાવસ્વભાવ જેનો સ્વભાવ છે એવા મને એ ગુણસ્થાન, જીવસ્થાન અને માર્ગણાસ્થાનના ભેદો મારામાં થી. સમજાણું કાંઈ ?
એક સ્થાનકવાસી ‘નિયમસાર” વાંચતા હતા. ૪૧ ગાથા આવી, “ો વડુમાવવી.” – (ત્યાં કહ્યું કે.) આવું શાસ્ત્ર આ? સિદ્ધમાં ક્ષાયિકભાવ છે; અને અહીં કહે છે કેઃ જીવમાં ક્ષાયિકભાવ નથી. તો જડમાં છે ક્ષાયિકભાવ? અરે ભાઈ ! અહીં એમ કહેવું છે કે એ પર્યાયનો ભેદ, એ ત્રિકાળીમાં નથી. (પણ) પર્યાય, પર્યાય તરીકે નથી, એમ નથી. અરે ભાઈ ! બાપુ! એ ક્ષાયિકભાવ તો પર્યાય છે. એ પર્યાય ( ત્રિકાળી) દ્રવ્યમાં નથી. તો એ અપેક્ષાએ ક્ષાયિકભાવ ( જીવમાં) નથી. પર્યાયમાં ક્ષાયિકભાવ અને ઉદયભાવાદિ બરાબર છે. ચૌદમા (ગુણસ્થાન) સુધી અસિદ્ધત્વને ઉદયભાવ લીધો છે. અને “બોધપાહુડ' માં કેવળીને માર્ગણાસ્થાનમાં લીધા છે. ત્યાં બધું લીધું છેઃ (તેઓ) મનુષ્યગતિમાં છે, પર્યાપ્ત છે, આ છે ને તે છે; એ કઈ અપેક્ષાએ? એ તો જ્યારે પર્યાયનું વર્ણન હોય તો તે અપેક્ષાએ તેને જણાવે કે નહીં?
અહીંયાં તો એમ કહ્યું : “પરમભાવસ્વભાવવાળાને”–પરમભાવસ્વભાવ, ત્રિકાળ પરમભાવસ્વભાવ; એમાં એ (ચૌદ ભેદવાળાં) માર્ગણાસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન) નથી. એવા (ભેદ) મને નથી. પરમભાવસ્વભાવવાળાને નથી અર્થાત્ પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને નથી, એમ ખુલાસો કર્યો. બધા (બોલ) માં એમ આવ્યું છે ને..! મને... નથી. હું.. વિહીન છું, મારે.. નથી. એટલે અહીંયાં આ રીતે અર્થ કર્યો. મને નથી. આહા.. હા!
(હવે કહે છે કે “મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાસ્થાધિરૂપ અનેક સ્કૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે મારે નથી.” આહા.... હા ! હું બાળ પણ નથી. યુવાન પણ નથી. વૃદ્ધ પણ નથી. અને સ્થવિર પણ નથી. - એ શરીરના વયકૃત વિકાર છે. ત્યાં પાઠમાં તો એ કહ્યું કે એનું હું કારણ પણ નથી. બાળ-યુવાનાદિ અવસ્થાનું હું કારણ નથી. હું કર્તા નથી. હું કારયિતા નથી. અને અનુમોદક પણ નથી. આહા.. હા! સમજાણું કાંઈ ?
- મિથ્યાત્વ એ જીવની બાળઅવસ્થા છે. અને અંતરમાં આત્માનું ભાન એટલે સમ્યગ્દર્શન થયું એ યુવાન અવસ્થા છે. અને કેવળજ્ઞાન અને વૃદ્ધાવસ્થા છે. -એ (બધી) અવસ્થા મારામાં નથી. ત્યાં તો પહેલાં સમ્યગ્દર્શન-અંતરાત્મા (ક) કેવળજ્ઞાનની એ પર્યાય પણ મારામાં નથી, એમ લીધું છે. એ (જે) (બાળ-યુવાનાદિરૂપ અનેક ભેદ) એ તો મારામાં નથી અને એ તો મારી પર્યાયમાં પણ નથી. (પરંતુ ) આની (પરિણમનની) અપેક્ષાએ એ આ (સમ્યગ્દર્શનઅંતરાત્મા, કેવળજ્ઞાનની જે પર્યાય) છે એ મારામાં છે.
વિશેષ કહેશે...
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૧૫-૨-૧૯૭૮
નિયમસાર'. પરમાર્થ-પ્રતિક્રમણ છે ને! ત્યાં આવ્યું છે, જુઓ: (મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી) (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિરવૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ) “વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” એ બાળ-યુવાનની અવસ્થા છે ને...? નિશ્ચયથી તો બાળ, યુવાન અને વૃદ્ધાવસ્થા જડની છે; એ પોતાના ત્રિકાળસ્વરૂપમાં નથી.
પણ સમ્યગ્દર્શન પહેલાં મિથ્યાદર્શનની અવસ્થા એ પણ બાળઅવસ્થા છે. અને સમ્યગ્દર્શનની (દશા) યુવાન અવસ્થા છે. અને કેવળ (દશા) વૃદ્ધાવસ્થા છે. –એ અવસ્થા પણ વસ્તુમાં-અંતરમાં નથી. એ પર્યાય પર્યાયમાં છે.
જે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી આનંદ, પરિપૂર્ણ સ્વરૂપ, વસ્તુ પરિપૂર્ણ... હોં! પર્યાયમાં પરિપૂર્ણ નહીં; પર્યાયમાં પરિપૂર્ણ તો જ્યારે સિદ્ધ થાય ત્યારે થશે. “સિદ્ધ સમાન સદા પદ મેરો” - તે કાંઈ અહીં સિદ્ધપર્યાય સમાન નથી. સમ્યગ્દષ્ટિને ક્યાં સિદ્ધપર્યાય છે? “સિદ્ધ સમાન” એ વસ્તુ અર્થાત્ ત્રિકાળી આત્મા, અખંડાનંદ પરિપૂર્ણસ્વરૂપ, જેવું સિદ્ધ-પર્યાયમાં છે તેવું સ્વરૂપ (આ) દ્રવ્યનું છે ( એ રીતે સમાન છે. પણ બંનેની પર્યાય સમાન છે. એમ નથી). સમજાય છે કાંઈ ?
અહીંયાં કહે છે: એ બાળ, યુવાન અને વૃદ્ધાવસ્થાદિ તો જડની છે. એનો તો હું કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને હું કારણ પણ નથી (તથા એનો હું અનુમોદક પણ નથી).
આહા... હા! હવે આ બોલ જરી સૂક્ષ્મ આવ્યો છે: “સત્તા”-સ્વરૂપની સત્તા છે ત્રિકાળ.... ત્રિકાળ. “અવબોધ” એટલે જ્ઞાન. – (આ) ત્રિકાળીની વાત છે હોં! સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળ પરિપૂર્ણ પરમાત્મા, પરમ આત્મા, પરમસ્વરૂપ; એની સત્તા; તેમાં અવબોધ અર્થાત જ્ઞાન; “પરમચૈતન્ય”- (અહીં) ત્રિકાળી પરમચૈતન્ય લેવું. જ્ઞાન અને એ (દર્શન) લઈને પરમચૈતન્ય લીધું: “અને સુખની અનુભૂતિમાં લીન ” અહીં ત્રિકાળીની વાત છે. ઝીણી વાત છે. પર્યાયમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે પણ એનો-સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છે. એવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ ?
સમયસાર” ગાથા-૩૨૦ (જયસેનાચાર્યની ટીકાનું) જુદું પાનું છપાયું હતું ને..! (કહે છે કેઃ) એ ધ્યાતા પુરુષ-સમ્યગ્દષ્ટિ એમ ધ્યાવે છે કે જે સકળ નિરાવરણ વસ્તુ (–વસ્તુ હો, પર્યાય નહીં) છે તે ત્રિકાળી પરિપૂર્ણ-જ્ઞાન પરિપૂર્ણ, આનંદ પરિપૂર્ણ અનંત શક્તિ ગુણ તરીકેસ્વભાવ તરીકે દરેક શક્તિ પરિપૂર્ણ, અને એવા અનંત ગુણોનું એકરૂપ જે દ્રવ્ય-વસ્તુ, એ સમ્યગ્દર્શનનું ધ્યેય-વિષય (છે), એ વિષય વિના સમ્યગ્દર્શન હોતું નથી. એની ( વિષયની, ધ્યેયની) અપેક્ષાએ (આ વાત છે). પણ પર્યાય (જ) નથી, એમ નથી. ત્યાં પર્યાયને ગૌણ કરીને, દ્રવ્ય અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય બતાવ્યો (એને મુખ્ય કરીને પર્યાય નથી એમ કહ્યું છે.) તો કહે છે: એવી વસ્તુ સકળ નિરાવરણ છે. દ્રવ્યમાં આવરણ કેવું? વસ્તુ અખંડ એકરૂપ ત્રિકાળ (છે એને) સામાન્ય કહો, ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, સદેશ કહો, એક કહો ( એકાર્થ છે). એ ચીજ પર્યાય સિવાયની છે. સમ્યગ્દર્શનપર્યાય તો (એને) વિષય બનાવે છે. તો કહે છે. એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અર્થાત્ અંદર જ્ઞાનની પર્યાયમાં, રાગની અપેક્ષા વિના, જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે, એવી એ ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૯ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધપારિણામિકપરમભાવ લક્ષણ, નિજપરમાત્મદ્રવ્ય (હું છું !) સમ્યગ્દર્શનની પર્યાય અથવા સમ્યજ્ઞાનની પર્યાય એમ માને છે કે હું તો નિજપરમાત્મદ્રવ્ય અખંડાનંદ (સ્વરૂપ ), નિરાવરણ છું! આહા... હા ! સમજાણું કાંઈ?
પહેલાં સમ્યગ્દર્શનમાં જ આ (સાધનના) વાંધા છે. (પણ ભાઈ !) સમ્યગ્દર્શન થયા પછી (પણ) અશુભથી બચવા માટે શુભ આવે છે. કેમકે શુદ્ધમાં તો સ્થિર રહી શકે નહીં. તો શુભ આવે છે. (ત્યાં) ગુણસ્થાનનો વિચાર, શાસ્ત્રવાંચન, શ્રવણ, ભક્તિ, પૂજા (આદિના) ભાવ આવ્યા વિના રહે? એ ભાવ માટે તો “પંચાસ્તિકાય” ગાથા-૧૩૬ની ટીકામાં એવો શબ્દ છે. “મયે દિ ચૂર્તનક્યતા છેવત્તમપ્રિધાનશ્યાજ્ઞાનિનો ભવતી” –આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્થૂળ-લક્ષવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન એવા અજ્ઞાનીને હોય છે. અર્થાત્ અજ્ઞાનીનું લક્ષ (-ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે (અને તેની એવી માન્યતા છે કેઃ) એનાથી મારું કલ્યાણ થશે. પણ સમકિતી-જ્ઞાનીને તો (નિજ) વિષય જે ધ્રુવ, અખંડાનંદ, પૂર્ણ પરમાત્મસ્વરૂપ, છે તે દષ્ટિમાં આવ્યો છે છતાં હુજી પર્યાયમાં કમજોરી છે, હજી ચારિત્રની પર્યાય (વિકસિત) નથી તેથી; તેમજ છઠ્ઠી–સાતમી ભૂમિકા (મુનિને) પ્રાપ્ત હોય છે પણ કેવળજ્ઞાન નથી તેથી; એટલે કે ઉપરની ભૂમિકામાં
પરિતનમૂનિવછાયામને વ્હીસ્પ-ચરસ્થીનરીકે નિષેધાર્થ”—ઉપરનાં ગુણસ્થાનોમાં સ્થિતિ પ્રાપ્ત ના કરી હોય ત્યારે અસ્થાનનો (અયોગ્ય સ્થાનનો અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો) રાગ અટકાવવા અર્થે; “તીવ્રરી | Qર વિનોર્થ વા વાવિજ્ઞાનિનોબપિ ભવતીતિ.” અથવા તીવ્ર રાગજ્જર હઠાવવા અર્થે; કદાચિત જ્ઞાનીને પણ (પ્રશસ્ત રાગ ) હોય છે. અર્થાત્ અસ્થાનના રાગના નિષેધ માટે; અશુભરાગ તીવ્ર-આકરો છે તેને ટાળવા માટે; [ જોકે ક્રમમાં શુભ આવવાવાળું છે એ તો આવશે જ; પણ આ એવી ભાષા ઉપદેશની છે- ] તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે; જ્ઞાનીને શુભભાવ-પરમાત્માની ભક્તિ, શ્રવણ, વાંચન, મનન, છે એ બધા વિકલ્પ-પણ આવે છે, એ વિકલ્પ આવ્યા વિના રહેતા નથી. (જોકે) સમ્યગ્દર્શનના ધ્યેયમાં તો ધ્રુવ છે તેમ છતાં જ્યાં સુધી અંદર (સ્વરૂપમાં) પૂર્ણ સ્થિરતા ન હોય, પર્યાયમાં અંદર સ્થિરતા જામતી નથી ત્યારે અશુમ વંચનાર્થ શુભ ભક્તિ આદિ આવે છે. છે તો એ વિકલ્પ પણ જ્ઞાની માને છે કે એ હેય છે. અને તેને બંધનું કારણ જાણે છે, સમજાય છે કાંઈ
આમાં ‘નિયમસાર” માં ૮૩મી ગાથા પછી શ્લોક આવશે. એ “સમયસાર' માં કળશ૨૪૪મો છે: “નમનમતિનવૈર્વિવ વૈરનનૈ” –બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ! શું કહીએ પ્રભુ! આત્મા જ આનંદસ્વરૂપ ભગવાન પરિપૂર્ણ છે. એનો અનુભવ એ જ મોક્ષમાર્ગ છે. લાખ વાતની વાત અને ક્રોડ વાત કરો (પણ) સરવાળો તો એ છે કેઃ “બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. (–સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી.) આહા.... હા ! કહે છે: પરમ અર્થને એટલે પરમ પદાર્થ-પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, અખંડ, અભેદ-આ એકને જ નિરંતર અનુભવો. ઘણા વિકલ્પોથી શું (પ્રયોજન) કે-વ્યવહાર આવે છે, વ્યવહાર હોય છે? કહે છે. આ આત્માનો અનુભવ કરો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. આહા... હા! ધ્યેયમાં પરમાત્મા છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O – પ્રવચન નવનીત: ભાગ-૨ પરિણમનમાં પણ નિર્મળપરિણતિ-અનુભવ છે, તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. સમયસાર સિવાય બીજું કાંઈપણ સારભૂત નથી. એ અંતર્મુખ નિશ્ચયમોક્ષમાર્ગની પ્રધાનતામુખ્યતા બતાવવા માટે, અને તે ત્રિકાળી ભગવાનના આશ્રયે (પ્રગટે) છે માટે આ કહે છે.
એ અહીંયાં આવ્યું શું કહે છે જુઓઃ “સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન”—આ સુખની અનુભૂતિ અર્થાત્ પરિણતિ. (પણ) આ પર્યાયની વાત નથી; ત્રિકાળીની વાત છે. (આત્મા) ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે.
“સમયસાર' ગાથા-૭૩માં (ટકામાં) આવ્યું છે ને ! ત્યાં નિર્મળ પરિણમનની વાત છે... હોં! રાગની તો વાત જ નથી. ત્યાં લીધું છે કેઃ પર્યાયમાં જે નિર્મળ પકારકની પરિણતિ છે તેનાથી પણ અનુભૂતિ ભિન્ન છે. એ અનુભૂતિ પર્યાય નથી; ત્રિકાળી વસ્તુ છે. શું કહે છે? કે: “હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ અનંત, નિત્ય ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.” ઝીણી વાત છે જરી. પરના કારકની વાત નથી. રાગના (કારકની) વાત નથી, પણ નિર્મળપરિણતિ જે પકારકથી ઉત્પન્ન થાય છે પરિણતિથી પણ પાર, અર્થાત્ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળઅનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું. –આ પર્યાયની વાત નથી. અનુભૂતિની પર્યાયમાં “આ અનુભૂતિ ” ધ્યેય હોય છે. અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયમાં આ (“નિર્મળ અનુભૂતિ” ધ્યેય હોય છે). અહીં કહે છે કેઃ “પ્રક્રિયાથી પાર' એટલે શું? કેઃ પર્યાયમાં પકારકરૂપે પરિણતિ થાય છે. એ તો (“પંચાસ્તિકાય') ગાથા-૬રમાં પણ છે ને...પર્યાય પણ પર્યાયમાં પકારકરૂપે સ્વતંત્ર પરિણમે છે. (એ) દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી અને પરની (પણ) અપેક્ષા નથી. વિકારીપર્યાય પણ સ્વતંત્ર પકારકરૂપે પરિણમે છે. (તેમજ) સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળપરિણતિ જે મોક્ષમાર્ગની વીતરાગીપર્યાય, એ પર્યાયમાં પદ્ધકરૂપે પરિણમન થાય છે. અહીં એ કહ્યું કે એ ( નિર્મળ ) પર્યાય જે કર્તા, કર્મ, કરણ આદિ પકારકથી પોતે (પરિણમે) છે અર્થાત્ એ જે પર્યાયની ષકારકની પરિણતિ છે, તે એ પક્કરકના સમૂહથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ' (છે), એનાથી પણ ભિન્ન છે. આહા... હા! નિર્મળ અનુભૂતિ તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું. આહા. હા! આ શુદ્ધની વ્યાખ્યા છે! “પર્યાયે શુદ્ધ છું, પૂર્ણ છું' –એ અહીં ક્યાં કહેવું છે? આ તો આ પ્રમાણે કે સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી એટલે ભિન્ન “એવી નિર્મળ અનુભૂતિમાત્ર આત્મા'... ત્રિકાળી અનુભૂતિ હોં! એ અનુભૂતિ એટલે પર્યાય નહીં. અહીં પાઠ છે ને....! “મિશ્નો નું સુદ્ધી” તો “એક” ની આ વ્યાખ્યા કરી, શુદ્ધની આ વ્યાખ્યા કરી. “શુદ્ધ' એટલે આ (–અનુભૂતિમાત્રપણું). પર્યાય અર્થાત્ પરિણતિ છે. એ પર્યાય છે કે નહીં? રાગાદિ ખરા ને...? નહીં, એમ નથી. પૂર્ણ (વીતરાગ)
ક્યાં થઈ ગયા છે? પણ તે રાગની પરિણતિ અહીં મોક્ષના માર્ગમાં નથી. હવે, મોક્ષનો માર્ગ જે શુદ્ધપરિણતિ છે તે એક સમયના પકારકરૂપે છે, દ્રવ્ય, ગુણ અને નિમિત્તની અપેક્ષા વિનાની એ પરિણતિ છે, એનાથી પણ પાર ઊતરેલી એટલે કે એ ચીજ (-નિર્મળ અનુભૂતિ ત્રિકાળ ) તો, એ પરિણતિમાં પણ નથી, એ તો એ (ષટ્ટારક) પરિણતિથી પણ પાર ઊતરેલી છે. એવી જ નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૫૧ લીધે-ત્રિકાળ અનુભવસ્વરૂપ, પરમસ્વભાવભાવ, ત્રિકાળ-શુદ્ધ છું. એ ૩૨૦-ગાથામાં ( પણ ) આવ્યું છે ને...? ‘હું શુદ્ધ છું' – વસ્તુએ હોં! પર્યાય શુદ્ધ નહીં. “સિદ્ધ સમાન સદા પદ મે૨ો ” કહ્યું છે ત્યાં કાંઈ પર્યાય સિદ્ધ સમાન છે? (એમ નથી.) પણ દ્રવ્યે સમાનની (વાત) છે. એ તો દ્રવ્યની અપેક્ષાએ વાત છે. ‘મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધિકારમાં લીધું છે ને...! કેઃ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ એક છે. પણ રાજા અને દંક ઋદ્ધિની અપેક્ષાએ એક નથી. એમ સિદ્ધ અને સંસારી પર્યાયઅપેક્ષાએ સમાન નથી. એ તો સંસારીનું દ્રવ્ય સિદ્ધ જેવા સ્વભાવવાળું છે તેથી બંને દ્રવ્યઅપેક્ષાએ એક છે, (સમાન છે). પર્યાયમાં જો અશુદ્ધતા ન હોય તો કેવળજ્ઞાન થઈ જાય, સિદ્ધ થઈ જાય. (સાધકને-મુનિઓને ) પર્યાયમાં હજી અશુદ્ધતા છે, અશુદ્ધતા આવે છે. મુનિઓને પણ શુભભાવ આવે છે... પણ (તેઓને પણ) તે બંધનું કારણ છે. પણ (એ શુભરાગાદિ) સમ્યગ્દર્શન થયા પછી પણ આવે છે. નિર્વિકલ્પમાં રહી શકે નહીં તો ત્યાં વાંચન, શ્રવણ, મનનનો વિકલ્પ ન આવે તો અશુભ થઈ જાય. તેથી અશુભથી બચવા માટે (જ્ઞાનીને પણ પ્રશસ્તાગ હોય છે). (શ્રોતાઃ) મુનિને તો અશુભ (ભાવ) હોતો જ નથી ને? (ઉત્ત૨:) અશુભ (ભાવ) હોતો નથી, છતાં ય એ અપેક્ષાએ વાત છે. એને (મુનિને ) પણ આર્તધ્યાન થઈ જાય છે. છઢે ગુણસ્થાને ત્રણ જ લેશ્યા ગણી છે. -તેજો, પદ્મ અને શુક્લ. ત્યાં કૃષ્ણ, નીલ અને કપોતને ગણવામાં આવી નથી. એ છ લેશ્યા ચોથે-પાંચમે ગુણસ્થાને છે. છતાં છà ગુણસ્થાને આર્તધ્યાન છે કે નહીં? તો આર્તધ્યાન એ કાંઈ શુભલેશ્યા છે? એને ગૌણ કરીને (મુનિને અશુભ (ભાવ) હોતો નથી, એમ કહે છે). (શ્રોતાઃ) આર્તધ્યાન ઘણું મંદ છે.! (ઉત્ત૨:) મંદ છે, મંદ પણ આર્તધ્યાન છે. રાગ અને રાગની તીવ્રતા એ આર્તધ્યાન છે. આવી વાતો આકરી ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન- તે કાંઈ ત્યાં શુભભાવ છે? જરી એટલું આર્તધ્યાન (મુનિને ) થઈ જાય છે. એમ તો શુભભાવને આર્તધ્યાન કહેવામાં આવે છે. વિકલ્પ-૫૨સન્મુખ થયો એ આર્તધ્યાન છે કેમ કે (તેમાં ) આત્માની શાંતિ પીડાય છે.
અહીં તો બીજું કહેવું છે: એ જે અનુભૂતિ, જે નિર્મળપરિણતિ, જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું ધ્યેય, જેને અહીંયાં સત્તા, અવબોધ, ૫૨મચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન; એટલે પર્યાય નહીં; ત્રિકાળી દ્રવ્ય કહ્યું.
આહા.. હા! ઝીણો માર્ગ બાપા! અલૌકિક!! પહેલો વિષય, પહેલી ચીજ સમ્યગ્દર્શન જ અલૌકિક છે! પછી તો શુભ પણ આવે છે, અશુભ પણ આવે છે... બધું આવે છેઃ ચોથા ગુણસ્થાનમાં લડાઈ (પણ) કરે છે, પાંચમા ગુણસ્થાનકે (અમુક પ્રતિમા સુધી) ભોગ લે છે. (ચોથા ગુણસ્થાને ) તીર્થંકર (થવાવાળા ) જેવા ક્ષાયિકસમકિતી ચક્રવર્તીને ૯૬ હજા૨ સ્ત્રી હતી. પણ એ બધું દુઃખરૂપ છે, રાગ છે, વિષકુંભ છે અને એ અશુભ તો મહા વિષકુંભ છે. ‘સમયસાર 'મોક્ષઅધિકા૨માં–શુભભાવને પણ વિષકુંભ કહ્યો છે. જ્ઞાનીને ) પણ એ (શુભભાવ ) આવે છે; પણ છે એ હેય. જો એ ન આવે તો અશુભ આવી જાય. તો અશુભને છોડવા માટે શુભભાવ આવે છે. સમ્યગ્દષ્ટિને પણ એ જે ભક્તિ, વાંચન, શ્રવણ હોય છે. -એ શું છે? એ બધા શુભભાવ છે કે શુદ્ધ (ભાવ) છે? તેને એ (શુભભાવ) આવે છે પણ એ ધર્મ-મોક્ષનું કારણ છે, એમ નથી. સમજાય છે કાંઈ ?
"
અહીંયાં એ લેવું છે ને...! “સુખની અનુભૂતિમાં લીન ”– તો કોઈ એમ લઈ લે કે ‘ આનંદની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
પ્રવચન નવનીત: ભાગ-૨
"
પર્યાયમાં લીન ' એમ (અહીં ) નથી. ( પણ ) ધ્રુવ અંતર આનંદસ્વરૂપમાં લીન જ છે. આહા... હા! એ ૭૩મી ગાથામાં તો બતાવ્યું ને...? ( અહીંયાં ) સુખની અનુભૂતિમાં લીન “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ”- જુઓ! ખાસ આત્મતત્ત્વ- પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, અરે ! (જેનો ) સર્વજ્ઞસ્વભાવ પૂર્ણ (છે).
‘સમયસાર ’ ગાથા-૧૬૦, પુણ્ય-પાપ અધિકારમાં આવે છેઃ “સો સવળાળરિસી- તે આત્મા ( સ્વભાવથી ) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ ( “ મ્મર ળિયેળાવન્દ્વો ” પોતાના કર્મમળથી ખરડાયો- વ્યાપ્ત થયો (છે). આહા... હા! ભગવાન (આત્મા ) છે તો સર્વજ્ઞ અને સર્વદર્શી... ત્રિકાળ હોં! (અહીં ) પર્યાયની વાત નથી. ભાઈ! એ ચર્ચા પેલા (વિદ્વાન ) સાથે થઈ હતી ને..? તેણે તો ઊંધો અર્થ કર્યો હતો. પણ તેને બિચારાને ગમ પડે તો ને...? તો એને વિચાર કરવો પડશે ને... બાપુ! ક્યાં ક્યાં કઈ અપેક્ષાએ કથન છે? તેને જાણવું જોઈશે કે નહીં ? કઈ નયનું કથન છે? (અહીં ) આ તો નિશ્ચયનયના વિષયનું કથન છે. અને અનુભવ છે તે મોક્ષમાર્ગ છે. અને તેપણ નિશ્ચયથી તો વ્યવહાર છે. દ્રવ્ય એ નિશ્ચય છે, તો નિશ્ચયમોક્ષમાર્ગ એ વ્યવહા૨ છે.
એ ‘મોક્ષમાર્ગપ્રકાશક' ની પાછળ ‘પરમાર્થ વનિકા' માં આવ્યું છેઃ નિર્મળપર્યાય એ વ્યવહાર છે, ભાઈ ! નિશ્ચયમોક્ષમાર્ગ એ સદ્દભુતવ્યવહાર છે ને.. ! રાગાદિ એ તો અસદ્દભૂતવ્યવહાર છે.
–
આહા... હા ! જે વિવક્ષાએ) ‘સમયસાર’ ગાથા-૭૩ ની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું તેનું અનુસરણ અહીંયાં પદ્મપ્રભમલધારિદેવે કર્યું છે. તેમાંથી ઘણો આધાર એમાં લેવામાં આવ્યો છે. એટલે ત્યાં ૭૩મી ગાથામાં જ્યારે એમ લીધું કે : ‘સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી, અર્થાત્ (સર્વ) પર્યાયથી પાર-ભિન્ન, અંદર અનુભૂતિસ્વરૂપ ભગવાન, ત્રિકાળ શુદ્ધ ધ્રુવ, એને ત્યાં અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ કહ્યો છે. ત્યારે એને અહીંયાં “અનુભૂતિમાં લીન ” કહ્યું છે. ત્રિકાળી હોં! ત્રિકાળ અનુભૂતિ જે સ્વભાવ, તેમાં વસ્તુ લીન પડી છે. બસ ! આહા... હા ! આનંદસ્વરૂપ ત્રિકાળ, પૂર્ણાનંદસ્વરૂપ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ (એવી એ વસ્તુ છે!)
',
એમાં એ વાંધો ઉઠાવ્યો હતો ને..? ‘સમયસાર ’ ગાથા-૧૬૦: “ સો સવળાળ વરિસી” છે ને..! એમાં “ મ્મરણન નિયેળાવચ્છો” જુઓ, આ (કર્મ) ૨જ આવ્યું. કર્મને લઈને (આત્માને ) આચ્છાદન છે! -એમ નથી; કહ્યું કે ટીકા જુઓ, ટીકામાં “પોતાના અપરાધથી આચ્છાદન છે.” એવો પાઠ છે. એ “[H] રન” નો અર્થ તમે કર્મ૨જ નાખી ધો એ વાત અહીં છે જ નહીં. અહીં તો સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્ર આચાર્યએ કહે છે કેઃ પોતાના અપરાધથી સ્વરૂપની દૃષ્ટિની ખબર નથી અને એનું જ્ઞાન નથી, તો પોતાના અપરાધથી, (જે પોતાનો ) સર્વજ્ઞ-સર્વદર્શી પૂર્ણ સ્વભાવ છે પણ તે, ઢંકાયેલો છે. અહીં તો કહે છે કે ભાઈ ! શાંતિનો માર્ગ છે, બાપુ! આ કોઈ વાદ-વિવાદથી (નક્કી ) કરવા જાય (તો થાય તેમ નથી ). એવો માર્ગ છે, પ્રભુ ! અહીંયાં સમ્યગ્દર્શનનો વિષય બતાવે છે: સુખની અનુભૂતિમાં ત્રિકાળ લીન એવા વિશિષ્ટ, અર્થાત્ ખાસ, આત્મતત્ત્વને “ગ્રહનારા ”–એ તો નય-પર્યાય છે—“ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.” –આ અપેક્ષાએ હોં! એ (મોહરાગદ્વેષ ) પર્યાયમાં છે. પણ એ વસ્તુની દૃષ્ટિમાં અને વસ્તુના સ્વરૂપમાં જ નથી. (અનંતાનુબંધી ) મોહ-મિથ્યાત્વ તો એને (જ્ઞાની–મુનિને ) તો પર્યાયમાં પણ નથી. પણ ( મુનિને ) જરી મોહ એટલે (ચારિત્રમોહજન્ય ) રાગાદિ-૫૨ તરફની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૦-૮૧ – ૧૫૩ સાવધાની–આવે છે, એવો પણ (એનો) અર્થ છે. પણ એ મારી ચીજમાં અને મારી ચીજ જેવી જે મારી પરિણતિ છે એમાં નથી!
આહા... હા! આવો માર્ગ છે!! એ (મોહરાગદ્વેષ મારે નથી, તેથી કરીને સમ્યગ્દષ્ટિને પછી એમ થઈ જાય કે હવે આપણે પૂર્ણ સિદ્ધસમાન થઈ ગયા; તો પછી શુભમાં વર્તીએ કે અશુભમાં વર્તીએ-બેઉ સરખું, એમ નથી. સમજાણું કાંઈ ? અશુભને છોડવા શુભભાવ-ભક્તિ, વાંચન, શ્રવણ, મનન, ચિંતવનાદિ (ભાવ) આવે છે. -એ બધું શું છે? વિકલ્પ છે. પણ વિકલ્પ આવ્યા વિના રહે નહીં. અંદર નિર્વિકલ્પમાં કરી શકે નહીં તો (વિકલ્પ) આવ્યા વિના રહે નહીં. અને અશુભભાવ એ તો વિશેષ પાપ છે. સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છેઃ ) “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” આહા.. હા! વિશિષ્ટ-ખાસ તત્ત્વ. પર્યાયથી પણ ભિન્ન. આહા. હા! થોડું... પણ સત્ય છે, તેવું સમજવું જોઈએ. બહુ લાંબી લાંબી વાત હોય ને સત્ય વાત આવે નહીં (તો તે શું કામની) ? “ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ”—એમ કેમ કહ્યું? કે મારો પુરુષાર્થ અંદર છે! ત્રિકાળીને પકડવાનો મારો પુરુષાર્થ છે ! શુદ્ધ એ પુરુષાર્થ વિના થાય એમ નથી. એમ કહે છે. ભલે ક્રમબદ્ધ થાય છે પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ સ્વભાવ-સન્મુખ જાય છે, ત્યારે ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા:) ક્રમબદ્ધ આવશે ત્યારે પુરુષાર્થ થશે જ! (ઉત્તર) એ પુરુષાર્થ કરશે ત્યારે જ ક્રમબદ્ધનો નિર્ણય થશે. શેઠ! ઘણી વખતે “કાળલબ્ધિ” કહે છે ને.! એનો અર્થ એવો કર્યો કે, કાળલબ્ધિ આવશે ત્યારે પુરુષાર્થથી) થઈ જશે!
અહીં તો એવું નથી, પ્રભુ! અહીં તો જુઓઃ કાળલબ્ધિ ને કમબદ્ધ એ પર્યાયમાં થાય છે ને..? તો પર્યાયનો નિર્ણય ક્યારે થાય છે? કે: દ્રવ્યનો આશ્રય લે ત્યારે નિર્ણય થાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. સમજાણું કાંઈ ? એક ન્યાય કરી ફેરવે તો અંદર (તત્ત્વ) બધું ફરી જાય એવું છે. એમ કે અમારે તો ક્રમબદ્ધ આવશે ત્યારે (સમકિત) આવશે. પણ “એ ક્રમબદ્ધ આવશે” એનો નિર્ણય છે તને? “હું કરું. હું કરું.. કરું' - એવી તો બુદ્ધિ છે, તો “ક્રમબદ્ધમાં આવશે” એ નિર્ણય ક્યાંથી આવ્યો? કમબદ્ધમાં તો કર્તા બુદ્ધિ ઊડી જાય છે. ક્રમબદ્ધમાંતો જ્ઞાતા-દ્રષ્ટાબુદ્ધિ થઈ જાય છે. આહા... હા! ભાઈ ! એમ છે. (શ્રોતાઃ) ક્રમબદ્ધ જ જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે છે! (ઉત્તર) એ ક્રમબદ્ધનો નિર્ણય કર્યો એમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન અંદર સ્વભાવ તરફ આવ્યા. (શ્રોતાઃ) આપે કહ્યું કે: ક્રમબદ્ધનું જ્ઞાન તો અક્રમ ઉપર લક્ષ જાય તો; તો એનું લક્ષ જયારે જાય એ પણ ક્રમબદ્ધમાં આવે ને? (ઉત્તર) પણ (એ) ક્રમબદ્ધમાં નિર્ણય શો? એ નિર્ણય પણ કર્યો કોણે? ક્રમબદ્ધની વાતો કરવી છે એને? ( શ્રોતા ) નિર્ણય કરવામાં એવો ક્રમ આવે? (ઉતર:) ક્રમ આવે, તો (પણ) નિર્ણયનો પુરુષાર્થ કરશે ત્યારે એને ક્રમબદ્ધનો નિર્ણય થશે. એ તો કહ્યું ને! કાળલબ્ધિમાં પણ એ છે કે કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય છે કે, જ્યારે પોતાના સ્વભાવસભુખ પુરુષાર્થ- “આ હું ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળથી ત્રિકાળ શુદ્ધ છું,' એવો પુરુષાર્થ-કર્યો ત્યારે, ક્રમબદ્ધ (નો નિર્ણય થયો) અને કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ.
એ તો કહ્યું હતું ને. પહેલાં. અમારી વાત, ૭ર ની સાલની, સંપ્રદાયની. મોટી ચર્ચા થઈ હતી. એ પ્રશ્ન થયો કે “કેવળજ્ઞાનીએ દીઠું હશે તેમ થશે, આપણે (પુરુષાર્થ) શું કરીએ? આપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ અહીં આવે છે ને ! કેઃ “જો જો દેખી વીતરાગને સો સો હોશી વીરા રે!” –પણ કોને ?
અનહોની કબહુ ન હોસી કાહે હોત અધિરા રે” – પણ કોને? કે જેને કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે તેને. અને કેવળીએ દીઠું તેવું થશે, તો કેવળજ્ઞાનની પર્યાયની સત્તા, જેની પ્રતીતમાં આવી છે; તો તે પ્રતીતમાં ત્યારે આવે છે કે જેમાં સર્વજ્ઞપણું અંદરમાં પડ્યું છે એનો આશ્રય લઈને તેને એવી પ્રતીતિ આવે છે કે “જગતમાં સર્વજ્ઞ છે.' આહા... હા! આવી વાત છે, બાપુ ! શું થાય? એકાંત તાણી જાય, કોઈ કાંઈ તાણી જાય, કોઈ કાંઈ તાણી જાય !
જિજ્ઞાસા: કોઈપણ વાત (પણ સરવાળે) સર્વજ્ઞસ્વભાવ તો આવવો જ જોઈએ!
સમાધાન: ત્યાં જ જવું છે. (આ) એક જ વાત છે. “તમતમ” ન કહ્યું? પૂર્ણ પ્રભુ તારી ચીજ છે તેનો અનુભવ કર! એક જ વાત. “છહુઢાળા” માં આવે છે ને.! “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ.” – વ્યવહાર આવે છે, વ્યવહાર હોય છે, (એ) હો, પણ “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગદંદ--ફંદ, નિત આતમ ધ્યાઓ.” આહા.. હા એ છે આ (ભાર્ગ ) !
અહીંયાં કહે છે: મારા અંતરના બળથી અથવા ધ્રુવના ધ્યાનના ધ્યેયના બળથી મારામાં આ મોહ ને રાગ-દ્વેષ નથી. આહા.... હા ! સમજાય છે કાંઈ ?
પહેલો સમ્યગ્દર્શનનો વિષય જરી સૂક્ષ્મ! અને પહેલી ભૂમિકા-સમ્યગ્દર્શન-જ કઠણ છે! એ માટે (જ) બહુ જોર દેવાય છે. સમ્યગ્દર્શન ઉપર. બાકી તો સમ્યગ્દર્શન થયા પછી તો અશુભભાવ પણ આવે છે, શુભભાવ (પણ) આવે છે. દષ્ટિ થઈ છે કે હું ધ્રુવ નિત્યાનંદ છું, એવો અનુભવ થયો છે; (પણ આ ભૂમિકામાં પૂર્ણ) સ્થિરતા થઈ શકે નહીં, તો નિર્વિકલ્પધ્યાનમાં (સતત) રહી શકે નહીં તો શ્રવણ, મનન, ચિંતવન આદિ શુભભાવ ન આવે તો ત્યારે શું અશુભમાં જવું? (એમ નથી). તો શુભ કરવું, એમ કહેવામાં પણ આવે છે. ઉપાયથી શુભ કરો, એવો પણ ઉપદેશ કરવામાં આવે છે. સમ્યગ્દષ્ટિને પણ અસ્થિરતા-અશુભ
ટે (એવો ઉપદેશ આવે). અજ્ઞાનીને તો કંઈ છે જ નહીં, એને તો હુજી મિથ્યાત્વ પડયું છે. અને (મોટું) અશુભ તો મિથ્યાત્વ છે; તેનાથી જ (તે) બચ્યો નથી, તો ત્યાં ( ચારિત્રમોહજ ) અશભથી બચવાનું ક્યાં રહ્યું? આવી વાતો છે!
આહા.. હા! એ બે લીટીમાં તો કેટલું ભર્યું છે! (શ્રોતા ) હજી કાંઈ પૂરી થઈ નથી ! (ઉત્તર) પૂરું! પૂરું તો ક્યાંથી, બાપા! એ તો ભગવાન-મુનિરાજો-સાચા સંતો પૂરું કરે, ભાઈ ! એ તો અમારું ગજું નથી! એમાં તો ઘણી ગંભીર ચીજ ભરી છે! આહા... હા!
શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે – એ નિર્ણય પર્યાય કરે છે કે દ્રવ્ય કરે છે? અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. નિત્યા ક્યાં નિર્ણય કરે? નિત્ય તો ધ્રુવ છે, અને કૂટસ્થ છે. “ફૂટસ્થ” માં, ધ્રુવમાં પરિણમન જ નથી.
આહા... હા! ભાષા તો જુઓઃ “સત્તા, અવબોધ (જ્ઞાન), પરમચૈતન્ય,” –ત્રિકાળ... હોં! જ્ઞાન-દર્શન બે ભેગું કરી નાખ્યું. ચેતનનું પરમચૈતન્ય, આત્માનું-તત્ત્વનું વિશેષ આત્મતત્ત્વનું પરમચૈતન્ય, ખાસ આત્મતત્ત્વનું પરમચૈતન્ય, “અને સુખની અનુભૂતિમાં લીન”ત્રિકાળ આનંદની અનુભૂતિમાં લીન, આનંદમાં લીન પડયું (વિદ્યમાન) છે. અંદર પૂર્ણાનંદનો નાથનો નાથ પ્રભુ, પૂર્ણાનંદમાં લીન છે. આહા... હા! “લીન” માં પર્યાય ન લેવી. આહા... હા! જુઓને ! ભાષા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
છોડવા
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ઉત્તર
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૫૫ એવી છે ને...! “સુખની અનુભૂતિમાં લીન.” એમ ! “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને”—એમ લીધું ને...? ત્યાં પર્યાય ન લીધી (પણ) “એવા (વિશિષ્ટ) “આત્મતત્ત્વને”- આહા... હા! આચાર્યોની ભાષા તો જુઓ! શ્વેતાંબરના ૪૫ (આગમ) વાંચે ને કરોડો વાંચે તોપણ ક્યાંય તત્ત્વ હાથ ન આવે, એવી આ એક લીટીમાં એવું આ તત્ત્વ છે! વેદાંત-વેદાંતમાં ક્યાંય ન મળે! (શ્રોતા ) વેદાંતવાળા આપણી વાત સાંભળવા માગે તો તેની સાથે વાત કરવી કે ન કરવી?
યાત, અહીંયાં કોને કરવી છે? આવે તો સાંભળે. આવી વાત સાંભળીને, કેટલાક એમ કહે છે. આ તો બધી વેદાંતની વાત છે. કારણ કે આપણે જૈનધર્મમાં તો કરો વ્રત ને તપ ને ભક્તિ કરવી એ જૈનક્રિયા !
૧૯૯૯ની સાલમાં રાજકોટમાં એક બાવો પરમહંસ ચર્ચા સાંભળવા આવ્યો હતો. એમ કે જૈનના સાધુ [–અહીં ક્યાં સાધુ હતા? પણ એ તો (બાહ્યત્યાગ જોઈને) માને ને કે આ ત્યાગી છે, સાધુ છે] આવી વાત આત્માની કરે છે! અને હજારો માણસો ભેગા થાય છે! તો એ કઈ રીત છે? અહો! જૈનમાં આવું ક્યાંથી? જૈન તો ક્રિયાકાંડી .. વ્રત કરવા ને ઉપવાસ કરવા (વાળા હોય છે )! એમાં (મું) પહેલી આટલી વાત કરી કે જુઓ ! વસ્તુ તો નિત્ય ધ્રુવ છે, તે જ છે; પણ એ ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય અનિત્ય છે! (બાવાએ કહ્યું: ) હું! આત્મા અનિત્ય ! આત્મા નિત્ય-અનિત્ય બેય છે! – ઊઠીને ભાગી ગયો. બાપુ! અહીં તો વસ્તુસ્થિતિ ( આ છે )! અહીં કોઈ પક્ષ નથી. અહીં તને વેદાંત જેવું લાગે. પણ અહીં વેદાંત નથી. સમજાણું કાંઈ ? (ઓલો ) બાવો ઊઠીને ભાગી ગયો. આત્મા અનિત્ય ? પર્યાય અનિત્ય, દ્રવ્ય નિત્ય. કેમ કે એ (વેદાંતી) લોકો પર્યાયને માને નહીં તો પછી તમે “સર્વવ્યાપક છે' એવું માન્યું કોણે? શું “એ” ધ્રુવ માને ? એમ ન ચાલે, બાપુ! આ તો (સર્વજ્ઞનો) માર્ગ છે, ભાઈ ! આ વસ્તુ (એવી છે!) અનંત સર્વજ્ઞનું કહેલું તત્ત્વ આ જ છે! અને આ જ માર્ગ છે. એ કાંઈ (પક્ષ નથી).
કોઈ કહે કે અહીંયાં “અનુભૂતિમાં લીન” એને પર્યાય કહો. તો (એમ નથી.) અહીં તો એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” લીધું છે. એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” –એમ લીધું છે. એ અનુભૂતિ છે એ ધ્રુવની વાત છે. સમજાણું કાંઈ ?
(એવા વિશિષ્ટ આત્મતત્ત્વને) “ગ્રહનારા” એટલે જાણનારા. ગ્રહણ અર્થાત જાણવું. એમ મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં લીધું છે ને..! “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે.' એમ જાણવું. અને “એ પ્રમાણે “જાણવાનું’ નામ જ બંને નયનું “ગ્રહણ” છે.”
“શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે”. એકલા દ્રવ્યાર્થિકનયના બળે” (એમ નહીં.) “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે' - શુદ્ધદ્રવ્યાર્થિકનય એટલે શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ... ત્રિકાળ; તેનો જે અર્થી, અર્થાત્ તેનું જેને પ્રયોજન છે; એવો જે નય. (તેના બળે ) મુનિરાજ કહે છે કેઃ મારેભગવસ્વરૂપ વીતરાગદશામાં રમણતા, અતીન્દ્રિયપ્રચુર આનંદના સ્વાદિયાને “સકળ મોહરાગદ્વેષ નથી.” મારી ચીજમાં મોહરાગદ્વેષની ગંધ બિલકુલ નથી. અને મારી જે શુદ્ધપરિણતિ છે તેમાં પણ મોહરાગદ્વેષની ગંધ નથી. આહા... હા.. હા !
આવી વાત છે !! ભાઈ ! આ તો જેને અંતરથી છૂટવું હોય તેની વાતો છે, બાપુ! આ તો કંઈ માન મેળવવા ને- કાંઈ બીજા કરતાં અને વિશેષ કહેનારા છીએ ને.. (તેથી) અમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ મોટા ગણો ને ફલાણા ગણો. અમને સમજાય એવી વાત આપો તો તમે ઠીક ને...! એ અહીંયા નથી. અહીંયાં તો આ વસ્તુસ્થિતિ જે છે (તે) છે.
હવે, અહીંયાં એ આવ્યું: “સહજ નિશ્ચયનયથી”. એ ત્રિકાળ ભગવાનઆત્મા સહજ નિશ્ચયનયથી, સ્વાભાવિક સત્યદષ્ટિથી- (૧) “સદા નિરાવરણસ્વરૂપ” (છે). દ્રવ્યસ્વરૂપ તો સદા નિરાવરણ છે. વસ્તુને આવરણ કેવું? પર્યાયમાં એટલે એક સમયની દશામાં રાગ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અને કર્મ સાથે રાગને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (કર્મ) એ જડ છે ને ! ભાવકર્મ-પર્યાયને જડકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; વસ્તુમાં તો એ કંઈ (નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ નથી).
આહા... હા! “સદા નિરાવરણસ્વરૂપ” એ એને (અજ્ઞાનીને) અંદર બેસવું કઠણ પડે! “હું તો સદા નિરાવરણસ્વરૂપ છું” એ વસ્તુ છે. પર્યાયથી (નિરાવરણ) નહીં. દ્રવ્ય છે એ સદા નિરાવરણસ્વરૂપ છે, જે સમ્યગ્દર્શનનો વિષય-દ્રવ્ય, એ સદા નિરાવરણ છે.
આહા.... હા! (૨) “શુદ્ધ જ્ઞાનરૂપ” ત્રિકાળ હોં ! નિરાવરણ એ તો નાસ્તિથી કહ્યું. પણ “આ..” એકલો જ્ઞાનનો પુંજ પ્રભુ, જ્ઞાનનો ઢગલો, ધ્રુવજ્ઞાનનો ઢગલો, જ્ઞાનનો ધ્રુવ પૂર્ણ ઢગલો-ધ્રુવની વાત છેને..! “શુદ્ધજ્ઞાનરૂપ”... હોં! જ્ઞાનસ્વરૂપ છે.
(૩) “સહજ ચિન્શક્તિમય ”- સ્વાભાવિક જ્ઞાનશક્તિમય વસ્તુ ત્રિકાળ. સહજ ચિન્શક્તિમાત્ર ભગવાન આત્મા. આહા... હા!
(૪) “સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ મૂર્તિ”- આ પણ ત્રિકાળી વાત છે. સ્વાભાવિક દર્શન, તેનું ફુરણ, તેનાથી હું ત્રિકાળ પરિપૂર્ણ છું. આ પર્યાયની (વાત) નથી. જેમ પહેલાં “લીન' શબ્દ હતો તેમ અહીં “હુરણ' શબ્દ છે. એ પણ ત્રિકાળી (દ્રવ્યની જ વાત છે ). આહા... હા ! એક સમયની પર્યાયની પાછળ આખું દ્રવ્ય, ભગવાન પરમાનંદનો નાથ પડ્યો ( વિધમાન) છે! આહા... હા! પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ, એક એક ગુણ પૂર્ણ, એવા અનંતગુણોનો નાથ, એ ચિલ્શક્તિમય છે. (એવો હું ) સહજ દર્શનના સ્કરણથી પરિપૂર્ણ મૂર્તિ છું! “જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ” છે-ત્રિકાળી હોં!
સમ્યગ્દર્શનનું ધ્યેય ત્રિકાળી (દ્રવ્ય) છે. અને ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. “ભયસ્થસિવો નુ સમ્મા વડું નીવો” (- “સમયસાર” ૧૧મી ગાથા). એ ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, સામાન્ય કહો, એકરૂપ કહો (એકાર્થ છે).
એ અહીંયાં “સહજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ”- સ્કુરણનો અર્થ “છે' (હયાત છે). સ્વાભાવિક દર્શનના સ્કુરણથી-પરિપૂર્ણ દર્શનના ફુરણથી અર્થાત્ પ્રગટપ ધ્રુવ અંદર છે! એ પર્યાયની વાત નથી. વસ્તુ પરિપૂર્ણ છે. આહા. હા! એનો દર્શનગુણ પરિપૂર્ણ છે. પહેલાં
શુદ્ધજ્ઞાનરૂપ' કહ્યું. પછી “સહજ ચિન્શક્તિમય’ કહ્યું. “ચિન્શક્તિવાળો' ન કહ્યું, (કેમ કે) ‘ચિલ્સક્તિવાળો' (કહેતાં) તો ભેદ પડી જાય છે. (એટલે) ચિલ્શક્તિમય’ કહ્યું, આહા.... હા ! એમાં (કથનમાં) આચાર્યોના એક એક અક્ષરની કિંમત છે!
(એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળાયથાખ્યાત ચારિત્ર' આ પર્યાયની વાત નથી. યથા+ખ્યાત યથાપ્રસિદ્ધ ચારિત્ર. અંદર ધ્રુવ (છે). આહા..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
an
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૫૭ હા! સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા-જોયું? “એવા મને”. આ પર્યાયની વાત નથી. આ શક્તિ-સ્વભાવરૂપ-ત્રિકાળ-યથાખ્યાતવાળા-યથાપ્રસિદ્ધ ચારિત્રમારામાં-અંદર સ્વરૂપમાં સ્થિરતા ત્રિકાળ.... ત્રિકાળ. ત્રિકાળ.. ત્રિકાળ પ્રસિદ્ધ છે!
આહા... હા! “એવા મને” [ આ શબ્દ કેમ વાપર્યો-કેમકે: વેદાંતમાં એમ કહે છે કે“હું” કહો તો એ તો જુદો પડી ગયો. (માટે) “સર્વ' કહો. કારણ કે તેઓ “સર્વવ્યાપક” માને છે ને..? અને જો “હું” માને તો તે બધામાં જુદો પડી જાય તેમ છે. માટે વેદાંતની જે માન્યતા
એક જ સર્વવ્યાપક છે' તેના પરિહાર અર્થ, તેમજ અનંત આત્માઓ, અનંત રજકણો (અને બીજા ચાર દ્રવ્યોથી) “હું” ભિન્ન છું, એમ દર્શાવવા માટે અહીં “એવા મને” શબ્દ વાપર્યો છે]. આ શબ્દ બધા (બોલ) માં આવ્યો છેઃ (જેમ કે, “” નારકપર્યાય નથી, એમ. (મારા) આત્મા (માટે) “હું” કહું છું; બધા માટે “હું” (શબ્દ) કહેતો નથી; એમ કહે છે.
આહા... હા ! એવા મને “સમસ્ત સંસા૨કલેશનાહેતુ”- “સંસUTY રૂતિ સંસા૨:” એ સમસ્ત સંસાર કલેશ છે. ચાહે તો સ્વર્ગ હો તોપણ કલેશ છે. રાગનો કલેશ છે. દુ:ખનો... દુ:ખનો કલેશ સંસાર છે. એવા કલેશના હેતુ “ ક્રોધ-માન-માયા-લોભ નથી.” આહા... હા ! ક્રોધ, માન-એ દ્રષ; અને માયા, લોભ-એ રાગ; મારામાં નથી. - એ કોનામાં નથી ? પર્યાયમાં સર્વથા નથી, એમ નથી. એ તો હજી છદ્મસ્થ છે. તો પર્યાયમાં જરી છે. પણ મારું જે (શુદ્ધ) પરિણમન છે તેમાં નથી, એનો અર્થ મારામાં દ્રવ્યમાં નથી. આહા.... હા ! સમજાણું કાંઈ ?
(એવા) મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” વૈષના બે ભેદઃ ક્રોધ અને માન. રાગના બે ભેદ: માયા અને લોભ. –એ સંસારકલેશના હેતુ છે.
(“સમયસાર”) નિર્જરા અધિકારમાં (શ્લોક-૧૪૨) છેઃ “વિનશ્યન્તાં સ્વયમેવ” – (સ્વયમેવ અર્થાત્ જિજ્ઞાસા વિના) કલેશ પામે તો પામો.” મહાવ્રત (અને ત૫) ના ભારથી. કલેશ પામે તો પામે. પણ આત્માના અનુભવ વિના મોક્ષમાર્ગ ક્યારેય (પામી શકતા) નથી.
અહીંયાં કહે છે કે: “સમસ્ત સંસાર” –એટલે ચાહે તો સ્વર્ગનો ભવ હોય કે ચાહે તો ચક્રવર્તીનો હોય કે કરોડો-અબજોપતિ માણસનો ભવ હોય. એ સંસાર છે. એ બધો એકલો કલેશ છે. આહા... હા! સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ એ મારામાં નથી. આહા... હા !
હવે, આ (ઉપરોકત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” - રાગાદિ થાય છે એનો નિશ્ચયથી હું કર્તા નથી. એ (“સમયસાર') ૪૭ શક્તિમાં વીર્યશક્તિનો પાઠ બતાવ્યો હતો ને...! કેઃ “સ્વરૂપની (આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ.” રાગની રચના કરે તે (વીર્યશક્તિ ) નથી.
( જ્ઞાનીને પણ રાગ) આવે છે, હોય છે. નિર્વિકલ્પમાં રહી ન શકે તો અશુભ ટાળવા માટે શુભ તો આવે જ છે. તો કોઈ કહે કેઃ (સોનગઢ) વ્યવહારનો નિષેધ કરે છે અને (ત્યાં) વ્યવહાર તો ઘણો ચાલે છે. મંદિર ને આ ને તે ! (પણ) એ તો એના કારણે બને છે. પણ એમાં ભાવ શુભ હોય છે. (શ્રોતા ) મંદિર વગેરે આપના ઉપદેશથી બન્યાં છે. (ઉત્તર ) મેં તો
ક્યારેય એવું પણ કહ્યું નથી કે આ મંદિર બનાવો. હું તો ઉપદેશ (સિવાય કશું કરતો નથી અને તત્ત્વજિજ્ઞાસુ ) આવે તો (તે) સાંભળી લે છે. (અહીં) પહેલાં લોકોએ પોતાની મેળે) આ સ્વાધ્યાયમંદિર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ સંવત-૯૪માં બનાવ્યું હતું. છતાય મેં તો પહેલાં જ કહ્યું હતું કે, જુઓ ભાઈ ! તમે ભલે આ સ્વાધ્યાયમંદિર બનાવો છો તો હું અહીં જ રહું એવો પ્રતિબંધ મને નથી; જો મને અંતરવૈરાગ્યવીતરાગતા વિશેષ વધી જાય તો હું છોડી જઈશ ! (પછી પણ જ્યારે) નાનાલાલભાઈ જસાણી રાજકોટવાળાએ કહ્યું કે મારે આ (જિન) મંદિર બનાવવું છે; (ત્યારે પણ) મેં કહ્યું નથી કે બનાવો. ત્યાં આપણે કોઈને કહ્યું નથી. (અહીં તો વ્યાખ્યાનમાં) ન્યાય અને ઉપદેશ આવે તેમાં સમજવું હોય તે સમજી લે ! (છતાં) અહીં તો લાખો રૂપિયા આવે છે. આવે. આવવાનું હોય એ આવે, જવાનું હોય એ જાય. જે રજકણ જ્યાં આવવાનાં હોય એ આવે. એને લાવે કોણ અને રાખે કોણ ? અહીંયાં તો કહે છે કે-એ હું છું જ નહીં!
જુઓ! કહે છે: “(નિશ્ચયથી) હું કર્તા નથી, કારયિતા નથી, અને (પુદગલકર્મરૂપ) કર્તાના અનુમોદક નથી.” આહા.. હા! વ્યવહારરત્નત્રયનો રાગ આવે એનો કર્તા નથી, એનો કરાવનાર નથી (અને અનુમોદક પણ નથી ).
આહા.... હા ! (“સમયસાર”) પુણ્ય-પાપ અધિકાર, ગાથા-૧૪૫માં એ આવે છે ને...! કેઃ “તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?” પુણ્યભાવ પણ કુશીલ છે. કેમકે એ સંસારમાં દાખલ કરે છે. આવે ભલે! હોય છે. જો ન હોય તો વીતરાગ થઈ જાય. પણ એ પુણ્યભાવ કુશીલ છે, એને સુશીલ કેમ કહીએ? એ કુશીલ તો સંસારમાં દાખલ કરે, આ ભવ (વૃદ્ધિ) કરે (છે).
અહીંયાં તો કહે છે કેઃ એ બધા (વિભાવપર્યાયો) નો હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો” (-વિભાવ૫ર્યાયના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-) અનુમોદક નથી. (એમ વર્ણવવામાં આવે છે).”
.. વિશેષ આવશે.
* * * પ્રવચન: તા. ૧૬-૨-૭૮
(નિયમસાર) પરમાર્થ-પ્રતિક્રમણ. અહીંયાં (સુધી) આવ્યા છીએઃ “હવે, આ (ઉપરોકત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી)” એટલે કે ચૌદ ગુણસ્થાન, ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન આદિ બધા ભેદોથી “ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” આહા... હા! રાગનો તો કર્તા નથી પણ ભેદોનો ય કર્તા નથી. અભેદમાં ભેદ ભાસતા નથી. જે અંદર ગુણ આદિ છે છતાંય તે ભેદ, અભેદદષ્ટિમાં ભાસતા નથી. માટે કહે છે કેઃ ભેદ મારામાં છે જ નહીં. ગુણ-ગુણીના ભેદ કે જ્ઞાનની પાંચ અવસ્થા આદિના ભેદ એ-હું અભેદ ચૈતન્યમૂર્તિ છુંએમાં નથી. એનું નામ સારું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આહા... હા ! એ (બધા વિભાવપર્યાયો નિશ્ચયથી) હું નથી, એનો હું કર્તા અને કારયિતા પણ નથી (અને અનુમોદક પણ નથી). (હું) રાગનો તો કર્તા નથી, કારયિતા નથી; પણ ભેદોનો પણ કર્તા નથી, કારયિતા નથી અને ભેદ કરતા હોય તેનો અનુમોદક પણ નથી. આહા.... હા! પુદ્ગલકર્મરૂપ કર્તાનો (અનુમોદક હું નથી). નહીંતર વિકારીપર્યાય તો પુગલકર્મના નિમિત્તથી થઈ (છે, એવી) પુદ્ગલકર્મરૂપપર્યાયનો કર્તા પુદ્ગલકર્મ (છે) તેમનો (હું) અનુમોદક નથી. એમ વર્ણન કરવામાં આવે છે. આહા... હા ! આ તો બહું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૫૯ શાંતિનો માર્ગ છે, પ્રભુ!
(હવે કહે છે: ) “હું નારકપર્યાયને કરતો નથી.” નારકીના શરીરની પર્યાયને હું કરતો નથી, હું કરાવતો નથી અને હું અનુમોદતો નથી. અને આ નારકપર્યાયનું હું કારણ (પણ) નથી. એવા “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” – સ્વાભાવિક ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા છે. ભગવાન આત્મા ચૈતન્યવિલાસી પ્રભુ (છે).
(લોકો) નથી કહેતા કે-આ વિલાસી માણસ છે. આ બહારમાં ભોગમાં પૈસામાં વિલાસી (મસ્ત) છે! (પણ) એ વિલાસી તો ધૂળના ય નથી. (એ તો) ઝેરના વિલાસી છે! આ (જ્ઞાની) તો ચૈતન્યસ્વરૂપ આત્માના વિલાસી છે.
આહાહા! સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા (છે). આ આત્મા ચૈતન્યવિલાસસ્વરૂપ છે. આત્મા ત્રિકાળ ચૈતન્યના વિલાસસ્વરૂપ જ છે. એમ કહે છે. એનું સ્વરૂપ જ એવું છે. ચૈતન્યવિલાસસ્વરૂપનો વિલાસ પર્યાયમાં કરવો! (એટલે કે) એ (આત્મા) સ્વભાવરૂપે વિલાસસ્વરૂપ છે, તો પરિણતિમાં ચૈતન્યનો વિલાસ પ્રગટ થાય છે. એનું નામ સાચું પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
છે ને..! “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” એને હું ભાવું છું. અર્થાત્ ભાવના કરું છું. હું મારા ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના કરું છું. ભાવના અર્થાત્ અંતરએકાગ્રતા.
ઝીણી વાત છે ને, ભાઈ ! અપૂર્વ વાત, અનંતકાળમાં ક્યારે ય કરી નથી. અનંતવારી જૈન સાધુ થયો, અગિયાર અંગ ભણ્યો, ત્યાગ-વૈરાગ્ય અનંતવાર લીધા, પણ વાસ્તવિક જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ-જે સમકિતીને હોય છે, એ નિર્જરા અધિકારમાં આવે છે ને! જ્ઞાન અને વૈરાગ્યશક્તિ સ્વરૂપનું જ્ઞાન અને પર તરફથી ઉદાસીન (રૂપ) વૈરાગ્ય, એવી શક્તિ-ક્યારેય પ્રગટ કરી નથી. બહારથી કદાચિત્ કષાયની મંદતા કરી હોય પણ એ તો રૂંધાયેલો કષાય છે. (બહેનશ્રીનાં “વચનામૃત” માં છે.) એ કષાયને રૂંધ્યો છે, અંદર દાબી રાખ્યો છે.
અહીંયાં કહે છે કેઃ “હું નારકપર્યાયને કરતો નથી” કેમ? કે હું તો “સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” . (“ભાવું છું') એ પર્યાય છે. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા” એ તો ત્રિકાળી ચીજ થઈ. “એને હું ભાવું છું, એની હું ભાવના કરું છું.' એ તો પર્યાય થઈ, એ નિશ્ચય-પ્રતિક્રમણની દશા થઈ.
હું તિર્યંચપર્યાયને કરતો નથી.” તિર્યંચ એટલે નિગોદથી માંડીને બધા તિર્યંચ હોં! નિગોદ પણ તિર્યંચમાં આવે છે. નિગોદ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય (સંજ્ઞી અને અસંજ્ઞી બંને) એ તિર્યંચશરીર; એ શરીર જેનાથી મળે તેવા ભાવને પણ હું કરતો નથી, કરાવતો નથી, કરવાવાળો હોય તેને હું અનુમોદતો નથી અને એનું હું કારણ પણ નથી. (શ્રોતા ) ઉપાદાન કારણ નહીં કે નિમિત્ત કારણ નહીં? (ઉત્તર) ઉપાદાન કારણ નહીં અને નિમિત્ત કારણ પણ નહીં. ઉપાદાન કારણ (એ) તો પરમાં ગયું. પણ એનું નિમિત્ત કારણ પણ હું નથી. આહા. હા! હું તો વીતરાગીપર્યાયનું કારણ ભગવાનઆત્મા! હું તો જ્ઞાતા-દ્રષ્ટા, ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાનઆત્મા; એને ભાવું છું. એમાં એ (તિર્યંચપર્યાય અને એના કારણ) ક્યાં આવ્યાં? ઝીણી વાત છે, બાપુ ! જગતને (ખબર નથી).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬) – પ્રવચન નવનીત: ભાગ-૨
ધ્રુવનું ધ્યાન કરું છું, એમ કહે છે... લ્યો! ધ્રુવ કેવી ચીજ છે? કેઃ ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાન આત્મા, જેમાં અનંતગુણના બગીચા પડ્યા છે. બેને (બહેનશ્રી ચંપાબહેને) કહ્યું ને...! અંદર અનંતગુણના ઓરડા છે. એમ એક એક ગુણ અનંતગુણનો ઓરડો છે. એક એક ગુણમાં અનંતી શક્તિ. અનંત ગુણનો આનંદ છે-એક એક ગુણનો આનંદ છેઃ અસ્તિત્વનો આનંદ. વસ્તુત્વનો આનંદ. કર્તાનો આનંદ, કર્તા શુદ્ધ હોં! કર્તાશક્તિ છે ને અંદર! એનો આનંદ. કર્મ અર્થાત્ કાર્ય એ શક્તિ અંદર ધ્રુવ છે એનો આનંદ. કરણ અર્થાત્ સાધન એ શક્તિ અંદર ત્રિકાળ છે એનો આનંદ. સંપ્રદાન એટલે પોતાનું કરીને પોતાનામાં રાખવું એવી અંદર સંપ્રદાનશક્તિ છે એ પણ મોટો ઓરડો છે, એ સંપ્રદાનનો આનંદ. અંદર અનંત શક્તિ છે, બાપુ! અપાદાન એમાં પ્રગટ થાય છે (એનો આનંદ). આધાર (નો આનંદ). એવી અનંતશક્તિ !
૪૭ શક્તિમાં એક “અનંતધર્મત્વશક્તિ' આવે છે ને...! એક અનંતધર્મત્વશક્તિ. અને એક એક શક્તિમાં એનું રૂપ. એવો અનંતધર્મત એનો છે. આહા... હા! અનંતધર્મત નામનો એક ગુણ છે; એમાં બીજા અનંતગુણોનું રૂપ છે અને એનું રૂપ અનંતગુણમાં છે. આહા.... હા ! આવો ભંડાર ભગવાન અંદર પડ્યો (વિધમાન) છે. સમજાણું કાંઈ?
(અહીંયાં કહ્યું, “હું તિર્યંચપર્યાયને કરતો નથી.” તિર્યંચપર્યાયમાં નિગોદથી માંડીને બધી (પર્યાય) લેવી. એ તિર્યંચપર્યાયનો હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ પણ નથી. હું તો “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” સ્વાભાવિક ચૈતન્યનો વિલાસ જેમાં ભર્યો છે એવો ભગવાન આત્મા, જે મારી દષ્ટિનો વિષય છે, એ તો ચૈતન્યના વિલાસથી ભરેલો પ્રભુ છે! આહાહા!
| (વર્તમાનમાં) જે પ્રવાહ છે, એનાથી આ વાત (જુદી) આવે તો લોકોને આકરી લાગે, અને એટલે એવી લાગે કે- આ એકાંત છે, નિશ્ચયાભાસ છે; એમ લાગે. પરંતુ વસ્તુ (સ્થિતિ) તો આ છે! ભવનો અંત લાવવાની ચીજ તો આ છે! જેનાથી ભવ મળે એ તો કલંક છે. યોગસાર' માં કહ્યું છે કે ભવ કરવો એ કલંક છે. તો જે ભાવથી ભવ મળે એ ભાવ પણ કલંક છે.
અહીંયાં કહે છે કે એ કલંકના ભાવ, તેને હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી અને તેનું કારણ (પણ) નથી. હું તો ચૈતન્યવિલાસસ્વરૂપને ભાવું છું. અંતસન્મુખમાં મારી ભાવના છે. આહા... હા! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ બિરાજે છે, તે તરફની મારી ભાવના છે, આહા... હા ! સમજાય છે કાંઈ ?
મનુષ્યપર્યાયને કરતો નથી.” ઘણાં વર્ષ પહેલાં અહીં એક પંડિત આવ્યા હતા (તેણે કહ્યું કે, જો મનુષ્યપણું હોય તો વ્રતથી કેવળજ્ઞાન થાય છે; મનુષ્યપણા સિવાય ક્યાંય થાય છે? માટે મનુષ્યપણાની કિંમત છે! (પણ) અહીં તો કહે છે કે મનુષ્યપણું ચીજ એક તો શરીર છે, અને મનુષ્યની જે (અંદર) યોગ્યતા છે તેપણ વિકાર-વિભાવ છે! (તેઓ એમ પણ કહતા હુતા કેઃ) મનુષ્યપણું વજવૃષભનારાચસંહનન, એ બધા ધર્મમાં સહાયક છે. (પણ) અહીં તો કહે છે.) એ ચીજ પરદ્રવ્ય છે. (ધર્મમાં) પરદ્રવ્ય તો સહાયક નથી પણ અંદર વિકલ્પ ઊઠે છે, અરે ! ભેદ ઊઠે છે તે પણ સહાયક નથી.
અરેરે! આ આકરી વાત છે. આ સત્યનો ક્રાંતિ-કાળ છે ને...! એટલે લોકોને ઝટ ન રુચે. કારણ કે એ (સ્વલક્ષી) દિશા તરફ (ક્યારેય) ગયો નથી ને..અને એ દિશા તરફ કેમ જવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૬૧ એની વાત પણ એણે રુચિથી સાંભળી નથી. એને બહારનો પ્રેમ-ઉત્સાહુ-મહિમા (વર્તે છે, તેથી) બાહ્યમાં અહોહો ! મોટી રથયાત્રા નીકળે... ગજરથ... નીકળે સાધુપણાની આમ વસ્ત્ર કાઢી નાખે ને નગ્નદીક્ષા ને. આમ ભેગા થાય ઘણા માણસો ને-એ બધો ભભકો લાગે! પણ અહીં તો કહે છે કે એ બધી ક્રિયા પરની છે, પ્રભુ! અને (એવો) અંદર જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે. હું તે રાગનો કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. (હું તો) “(સહજ ) ચૈતન્ય (ના) વિલાસ (સ્વરૂપ) આત્માને જ ભાવું છું )” કે, જેમાં ચૈતન્યનો વિલાસ ભર્યો છે. (અહીં) ચૈતન્યની મુખ્યતાથી લીધું છે. પણ બધા ગુણ લેવા. “જ્ઞાન તે આત્મા” લે છે ને..! તો એ જ્ઞાનની સાથે બધા અનંતગુણ લેવા. સમજાણું કાંઈ ?
હું દેવ૫ર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહા હા ! એવી દલીલ આવે છે કે ભાઈ ! ત્યાં (“સમયસાર') આઠમી ગાથામાં “વ્યવહાર નિશ્ચયનો ઉપદેશક છે” એવું આવે છે ને...આઠમી ગાથાઃ “નડું નવિ સમggો. વ્યવહાર વડે નિશ્ચયનો ઉપદેશ છે. (શ્રોતા ) ઉપદેશ બીજી રીતે આપવો અશક્ય છે? (ઉત્તર) કઈ રીતે અપાય ? માટે ત્યાં (ટીકામાં) આવ્યું છે ને....! જેમ બ્રાહ્મણે “સ્વસ્તિ' કહ્યું. તો એ સાંભળી ( એનો અર્થ સ્વેચ્છ) સમજી શકે નહીં ત્યારે આમ ટગટગ જોયા કરે કે આ શું કહે છે! તો (બ્રાહ્મણે કહ્યું:) “સ્વસ્તિ ” નો અર્થ પ્રભુ! “તારું અવિનાશી કલ્યાણ થાઓ” એવો છે. આહા... હા ! એ જે વખતે કહ્યું તે જ વખતે તેની (પ્લેચ્છની) આંખમાંથી આનંદનાં આંસુ આવ્યાં. તેમ (વ્યવહાર અને પરમાર્થમાર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન છે એવા શ્રીગુરુ જ્યારે વ્યવહારમાં આવ્યા હોય ત્યારે તેઓ ) બીજાને-શિષ્યને સમજાવે છે કે ભાઈ !
આ આત્મા છે!' ત્યારે ઓલો (શિષ્ય એનો અર્થ સમજે નહીં તો) ટગટગ જોયા કરે કે આ શું કહે છે! શું કહે છે! પણ સાંભળીને (ઉપેક્ષા કરે છે એમ નથી પરંતુ અપૂર્વ અંતરરુચિથી) જુએ છે કે, આ શું કહે છે? હું સમજી શકતો નથી. તો (શ્રીગુરુએ) એનો (“આત્મા’ શબ્દનો) અર્થ કર્યો કે પ્રભુ! અમે એને આત્મા કહીએ છીએ કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા! એ વ્યવહાર. આ ઉપદેશ. “દ્રવ્યસંગ્રહ” માં છેલ્લે છે. મૂળ શબ્દ છે: “મતતિ છતિ તિ માત્મા: ‘મતતિ' એટલે પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને (“નચ્છતિ' એટલે ) પ્રાપ્ત થાય તે આત્મા. એ પણ વ્યવહાર વડે ઉપદેશ આવ્યો. ભેદ પાડીને સમજાવે. નહીંતર સમજાવે કેવી રીતે? (આત્માનો અર્થ સાંભળ્યા) પછી તે ( શિષ્ય) સમજ્યો અંદરથી–અહો હો હો ! આ આત્મા !! (તો સમજતાંત) તરત જ એને આનંદનો ઊભરો આવે છે. એવી યોગ્યતાવાળો જ જીવ (શિષ્ય) લીધો છે. એકદમ અંદરથી પકડે છે. પાત્ર જીવ છે. અહોહો! આ આત્મા!! કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદરૂપે પરિણમે છે એ “અભેદ આત્મા !! આહા... હા! આ સાંભળીને અંદરથી આનંદની ધારા વહી. અતીન્દ્રિય આનંદ આવ્યો. બસ ! સાંભળ્યું ને તરત જ [ અત્યંત આનંદથી તેના હૃદયમાં સુંદર બોધતરંગો (જ્ઞાનતરંગો) ] ઊછળે છે! એવી જ ચારેય બાજુથી વસ્તુ લીધી છે. એવો શિષ્ય લીધો છે. પછી તો આચાર્ય કહ્યું કે અમે ભેદથી સમજાવીએ છીએ, પણ એનું (વ્યવહારનું) અનુસરણ અમારે કરવાનું નથી અને તારે પણ કરવાનું નથી. પ્રભુ! આત્મા એને કહીએ કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. પુષ્ય, પાપ, દયા, દાન, વ્રતને પ્રાપ્ત થાય એ આત્મા નહીં. એ વાત તો કાઢી નાખી. ભેદ પાડીને કહેવામાં આવ્યું. પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ કહેવામાં શું આવ્યું? કેઃ “આ આત્મા'! તો એ (શિષ્ય) ની દષ્ટિ પણ આત્મા ઉપર જવી જોઈએ. ભેદથી સમજાવ્યું કે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પણ એ ભેદ ઉપર લક્ષ ન કરવું જોઈએ. આહા.... હા ! આપણે તો અહીં એ લેવું છે કે: આત્મા જે સાંભળવાને આવ્યો, તે સાંભળવાની જેને ધગશ છે એને સમજાવ્યો. એ પાંચમી ગાથામાં લીધું છે. સમજાવ્યો તો ભેદથી. કેમકે ભેદથી સમજાવ્યા સિવાય તો કોઈ (સમજાવવા માટેનો) ઉપાય નથી. માટે ત્યાં કહ્યું કે: વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે. (પણ તે અનુસરવાયોગ્ય નથી). સવારમાં આવ્યું હતું ને...! કે કોઈ પણ વિકલ્પથી ધર્મ થાય છે, એ સ્થાપવા યોગ્ય નથી. એટલે કે વ્યવહારથી લાભ છે એવી વાત નથી. “એનાથી લાભ છે' એ પ્રશ્ન નથી. વ્યવહારનું અનુસરણ કરીને નિશ્ચય થાય છે એમ નથી. પણ વ્યવહારનય (ભેદ) વિના સમજાવવાની લાયકાત કોઈની નથી. (એ અપેક્ષાએ અહીં કહ્યું કે, “વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે.' સમજાણું કાંઈ ? શિષ્ય પણ અંદર એમ સમજે છે (માને છે) કે: ગુરુએ જે આત્મા કહ્યો કે જે દર્શનજ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. તે આત્મા કોણ? કે તે અભેદઆત્મા ઉપર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થયું તો આનંદની ધારા વહી. આહા.. હા! આ આત્મા !! જેમ ફુવારામાંથી પાણી ફૂટે (ઊડ) છે એમ અંદર ત્રિકાળી-જ્ઞાયક-ચૈતન્યવિલાસ ભગવાન; એને હું ભાવું છું, એની હું એકાગ્રતા કરું છું, તો પર્યાયમાં આનંદની ધારા વહે છે. આહા.. હું! સમજાય છે કાંઈ ?
આનંદ ભગવાન (આત્મા) માં છે. આનંદ (બીજે) ક્યાંય નથી. આનંદ શરીરમાં નથી. આનંદ પૈસામાં નથી. આનંદ દયા-દાનના પરિણામમાં નથી. આનંદ હિંસા-જૂઠના ભાવમાં નથી. ભોગની વાસનામાં આનંદ નથી. વ્યવહારરત્નત્રયના વિકલ્પમાં આનંદ નથી. આનંદ તો અંદર ભગવાનમાં છે. એવો ચૈતન્યવિલાસી આનંદસ્વરૂપી ભગવાન; એને હું ભાવું છું. એમ કહે છે.
ત્યાં (સમયસાર') આઠમી ગાથામાં પણ એ લીધું. એને એકદમથી ક્યાં કહ્યું- “આ આત્મા '! વ્યવહાર-વિકલ્પને પ્રાપ્ત કરે ને વિકલ્પ ઉત્પન્ન કરે એ આત્મા, એ વાત નહીં. વ્યવહારથી કહ્યું તો એટલું કહ્યું: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય (એ આત્મા.) એ ભેદથી કથન કરીને “અભેદ' સમજાવ્યું. પણ ભેદ ઉપર લક્ષ કરવું નહીં. એ અહીંયાં આવે છે ને...? અને ત્યાં (આઠમી ગાથાની ટીકામાં) છેલ્લે એ છે: “વચનાચેવદારનો નાનુંસર્તવ્ય.” કહેવાવાળાને અને સાંભળવાવાળાને વ્યવહારનય અનુસરણ કરવા લાયક નથી. ભેદથી સમજાવ્યા વગર રહેવાતું નથી છતાંય ભેદનું અનુસરણ કરવું નહીં.
આહા... હા! આવી વાતો છે. લોકોને (અઘરું) લાગે, પણ શું થાય? (લોકોને મૂળમાર્ગની ખબર નથી તેથી કહે) કે આમણે (સોનગઢ) નવો ધર્મ કાઢયો. અમારે જે ( ક્રિયાકાંડરૂપ ધર્મ) પરંપરાએ ચાલ્યો આવતો હતો (તેનાથી જુદો), એમ કેટલાક માણસો કહે છે. પણ આ નવો (ધર્મ) નથી, ભગવાન! અનંત તીર્થકરોએ કહેલો તે (જ) આ માર્ગ છે!
એ અહીંયાં કહે છે: “હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” મારી ભાવના ભગવાન આત્મા ઉપર છે. ભગવાનનો ભાવ ત્રિકાળી; એ ભાવની “ભાવના' એ પર્યાય છે. “ભાવું છું' એમ કહ્યું ને...! હું નિર્મળ-વીતરાગીપર્યાયથી ત્રિકાળી વીતરાગીસ્વરૂપ ચૈતન્યવિલાસને ભાવું છું. આહા. હા! “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” (પત્રાંકઃ ૪૭૪) એ શ્રીમદ્દે કહ્યું છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
,,
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૬૩ ને...! એ (સંપ્રદાયમાં) તો લોકો ભક્તિ કરે ને..! પણ ભક્તિ બે પ્રકારે છે: નિશ્ચયભક્તિ અને વ્યવહારભક્તિ. આત્મામાં અંદર એકાગ્ર થવું તે નિશ્ચયભક્તિ છે. ભગવાનની ભક્તિ આદિનો વિકલ્પ તે તો વ્યવહારભક્તિ છે. (વિકલ્પ ) આવે છે. પૂર્ણ ( વીતરાગ) ન થાય ત્યાં સુધી (વિકલ્પ ) આવ્યા વિના તો રહેતા નથી. ‘સમયસાર' ની જયસેનાચાર્યની ટીકામાં છે ને... નિશ્ચયભક્તિ અને વ્યવહારભક્તિ. ‘નિયમસાર’ માં પણ ‘પરમભક્તિ અધિકાર' ગાથા-૧૩૪ થી ૧૪૦ સુધી આવે છે. કોઈ કહે છે ને... કેઃ ચોથે-પાંચમે નિશ્ચય ન હોય; નિશ્ચય છઢે હોય, પણ અહીં તો કહે છે કેઃ પાંચમે ગુણસ્થાને શ્રાવકને પણ નિશ્ચયભક્તિ હોય છે. 'सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो । तस्स दु णिव्वुदिभत्ति होदि त्ति जिणेहि વળાં ”।। રૂ।। “ જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ (અનંત તીર્થંકરોએ ) કહ્યું છે.” આહા... હા ! (શ્રોતાઃ ) પર્યાયની વાત છે! (ઉત્તર:) પર્યાય અંદર દ્રવ્યમાં છે. પણ ભક્તિનાં પરિણામ એ તો પર્યાય છે. પણ રાગથી હઠીને એની (નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ) ભક્તિ કરે છે તો તેને (નિર્વાણની) ભક્તિ કહેવામાં આવે છે. (ભક્તિ અર્થાત્ ભજન). કથન તો પર્યાય સિવાય શું આવે ? અહીં મારે તો બીજું કહેવું હતું કે: શ્રાવકને પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિશ્ચયભક્તિ હોય છે. એમ ત્રણેયની હોય છે. ભલે થોડું ચારિત્ર છે; છઠ્ઠ-સાતમે વિશેષ છે; પણ ચારિત્ર છે અંદર. કેમકે (ત્યાં ) અનંતાનુબંધીનો અભાવ થયો અને અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ થયો તેથી એટલું ચારિત્ર છે અને ચોથે અનંતાનુબંધીનો અભાવ થયો એટલું (ત્યાં પણ ) સ્વરૂપાચરણ ચારિત્ર છે. પણ પાંચમામાં (અનંતાનુબંધી અને ) અપ્રત્યાખ્યાનાવરણીયનો અભાવ થયો છે, સ્વરૂપનો ઉગ્ર આશ્રય લીધો છે, ચૈતન્યવિલાસ (સ્વરૂપ) ભગવાનનો આશ્રય ઉગ્ર લીધો છે તો (ત્યાં) શાંતિ તો (ચોથથી વિશેષ ) આવી છે. અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાથે આવ્યાં છે. શ્રાવકને ત્રણે કહ્યાં ને...! કોઈ કહે કે: ના. શ્રાવકને તો જ્ઞાન-દર્શન બે જ હોય (પણ ) અહીં તો (ત્રણેની ભક્તિ લીધી છે) ત્રણેય છે, બાપુ !
‘પદ્મનંદિપંચવિંશતિકા ’ [ ‘દેશવ્રત ઉદ્યોતન’ ગાથા-૨૧, ૨૨, ૨૩] માં એવો પાઠ આવે છે કેઃ સમકિતી-જ્ઞાની શ્રાવક વિધિપૂર્વક જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવેછે તે ભવ્ય, સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ત્યાં તો ત્યાં સુધી લીધું છે કેઃ (કુંદરવૃક્ષના પાંદડા જેવડા જિનાલય અને ) જવ (ના દાણા) જેવડી જિનપ્રતિમાનું નિર્માણ કરાવે છે (તેમના પુણ્યનું વર્ણન કરવા માટે અહીં વાણી (સરસ્વતી ) પણ સમર્થ નથી). આહા.. હા! આ તો ભાવની વાત છે ને...? તો પછી જે મોટા મંદિર બનાવે એને તો શું કહેવાય? એ તો સંઘપતિ કહેવાય. એમ લીધું છે. અને શ્રાવક વંદનીય છે, એમ લીધું છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્રની ભક્તિ સહિત એવા શુભભાવ આવ્યાઃ મંદિર ( નિર્માણનો ), જળયાત્રા, રથયાત્રા વગેરે(બાહ્ય ) ક્રિયા તો થવાવાળી થાય છે, પણ ભાવ એનો છે ને...! તો એવા શ્રાવકને વંદનીય કહ્યો છે, તે વંધ છે. આહા... હા!
એક બાજુ એમ લે કેઃ “ અસંનવું ન વન્દે” (-દર્શનપાહુડ/ગાથા-૨૬). એ મુનિને યોગ્ય વંદન તેને નથી. પણ તેને યોગ્ય શ્રાવકને પણ વંદન થાય છે. આમ તો ત્યાં એવું લીધું છે: શ્રાવકને શુદ્ધઉપયોગ હોતો નથી ! (પરંતુ ) જે મુનિયોગ્ય શુદ્ધઉપયોગ છે તે (એને) હોતો નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ એમ લેવું. “પરમશુદ્ધ' તો ત્યાં પાંચ ગાથામાં લીધું છે; પણ આ (કેટલાક પંડિતો) તો ત્યાંથી એ કાઢે છે કે: જુઓ! શુદ્ધોપયોગ તો મુનિને હોય છે, શ્રાવકને નહીં. પણ શુદ્ધોપયોગ વગર સમ્યગ્દર્શન જ થતું નથી પહેલી વાત એ છે! ભાઈ ! શું કરીએ ?!
સમયસાર' ની જયસેનાચાર્યની ટીકામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની જ્યારે સામાયિક આદિમાં બેસે છે ત્યારે તો શુદ્ધઉપયોગ થાય છે. આહા... હા! અંદર ધ્યાનમાં લાગી જાય (ત્યારે) શુદ્ધઉપયોગ થઈ જાય છે. એને સામાયિક કહીએ. (પણ) સમ્યગ્દર્શન ન મળે ને ભાન ન મળે. અને સામાયિક થઈ ગઈ- ક્યાંથી સામાયિક આવી?
અંતરના અનુભવમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની ભક્તિ તો છે, એ ઉપરાંત ભગવાનની પૂજા, ભક્તિ, મંદિર. કળશાભિષેક વગેરે ઇન્દ્ર (પણ) કરે છે: એવો ભાવ શ્રાવકને હોય. મોટાં મોટાં મંદિર બનાવે, તો (તે શ્રાવક) વંદનીય છે, એવો પાઠ (“પાનંદિપંચવિંશતિકા' માં) છે.
(ક્યાં) કઈ અપેક્ષાએ કથન છે, એ ન જાણે અને એકાંત તાણે તો એમ ન ચાલે, ભાઈ ! આ તો પ્રભુનો સ્યાદવાદ માર્ગ છે. અહીં (શ્રાવકને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) ત્રણે કહ્યાં. અને એક ઠેકાણે એવું કહ્યું કે શ્રાવકને શુદ્ધઉપયોગ હોતો નથી. (પણ ભાઈ !) એ શુદ્ધોપયોગ જે મુનિને યોગ્ય છે તેનો ઉપયોગ એને નથી. સમજાય છે કાંઈ ?
આહા.... હા ! જુઓ ને.. કેવો અધિકાર છે! ચૈતન્યનો વિલાસ જ્યાં સમ્યગ્દર્શનમાં આત્મા અનુભવમાં આવ્યો ત્યાં જ શાંતિ અને ત્યાં જ નિશ્ચયથી તો સ્વરૂપાચરણરૂપી ચારિત્ર પ્રગટ થાય છે. પણ (તેને) સંયમ નામ આપે એ ચારિત્ર ત્યાં (ચોથે) ન હોય. એ ચારિત્ર અંશે પાંચમે હોય છે. બાકી ચોથે ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે!
“શીલપાહુડ” (ગાથા-૩ર) માં તો ત્યાં સુધી કહ્યું છે કેઃ ચોથે ગુણસ્થાને નારકીને પણ શીલ છે (-વિષયોથી વિરકત છે). નારકીમાં પણ શુદ્ધસમકિત છે, એને અનુભવ છે અર્થાત્ એને (આત્મ) દષ્ટિ છે, જ્ઞાન છે અને અંશે સ્થિરતા પણ છે તો એને શીલ છે, એમ કહ્યું છે. એ ત્યાંથી નીકળીને તીર્થકર પણ થાય છે. એવો પાઠ છે. આહા... હા! નારકીને પણ શીલ છે, એમ કહ્યું. સમ્યગ્દષ્ટિ છે ને ! એની વાત છે. આખા આત્માની દષ્ટિ પ્રગટ થઈ અને આચરણ પ્રગટયું, એ શીલના પ્રતાપથી કહે છે કે બહાર નીકળીને કોઈ તીર્થકર થશે. જુઓ ! અત્યારે છે ને....! શ્રેણિક રાજા. પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિ છે. (એને) શીલ છે. શીલ અર્થાત્ બ્રહ્મચર્ય. કાયાથી પરસ્ત્રી આદિનો (ભોગ) એ પ્રશ્ન ત્યાં નથી. ત્યાં એ વાત ક્યાં છે? અને દેવમાં ઉપર નવમી રૈવેયકમાં તો સ્ત્રીનો ત્યાગ છે છતાં ત્યાં પંચમગુણસ્થાન નથી. સ્ત્રીના ભોગનો તો ત્યાગ છે, નવમી રૈવેયકમાં સ્ત્રી-ઇંદ્રાણી જ નથી. અહીં તો અંદર સમ્યક અનુભવ, દષ્ટિ અને અંશે સ્થિરતા પ્રગટી તેને શીલ કહેવામાં આવ્યું છે. (અરે !) એ (સમકિતી) સ્ત્રીનો ત્યાગી ન હોય તોપણ (તેને) શીલ છે! અને નવમી રૈવેયકમાં તો સ્ત્રી નથી તો મિથ્યાષ્ટિ (ત્યાં) સ્ત્રીનો ત્યાગી છે તોપણ ત્યાં (તેને) શીલ નથી. એ સ્ત્રીના ત્યાગથી શીલ છે એમ નથી. નારકીને ચોથે ગુણસ્થાને શીલ કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અંશ પ્રગટ થયા હોય એટલે આત્માનું શીલ અર્થાત્ સ્વભાવ છે, એટલું શીલ છે! શ્રાવકને પાંચમે ગુણસ્થાને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-ત્રણેની ભક્તિ છે. કુંદકુંદાચાર્યનો શ્લોક છે. વિસ્તાર તો ઘણો છે પણ અહીંયાં (એ વિષય ) ચાલતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૬૫ અહીંયાં હવે કહે છે કેઃ “હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી.” દૃષ્ટિના વિષયમાં ભેદ આવતો નથી. દૃષ્ટિનો વિષય અભેદ છે. જ્ઞાન છે તે તો ભેદને જાણે છે; પણ દૃષ્ટિના વિષયમાં ભેદ આવતો નથી. આહા... હા! ગજબ વાત છે!! હું ચૌદ માર્ગણાસ્થાન (ના ભેદોને કરતો નથી ). જ્ઞાનના પાંચ ભેદ મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય અને કેવળ (તથા અજ્ઞાનના ત્રણ ભેદ ) એ જ્ઞાનમાર્ગણાના ભેદ મારામાં નથી. (એ) અહીં એકલા જ્ઞાન (માર્ગણા ) ની વાત લીધી. પણ સમકિતના ભેદ-ક્ષાયિકસમકિત, ઉપશમસમકિત, ક્ષયોપશમસમકિત આદિ બધા ( માર્ગણાભેદ ) એ ( પણ) મારામાં નથી. આહા... હા! એવી વાત છે! ગજબ વાત છે ને...! ચૌદ માર્ગણાસ્થાનના ભેદ છે ને..? માર્ગણાસ્થાનના ભેદોને હું કરતો નથી, હું કરાવતો નથી અને ભેદ કરે છે તેને હું અનુમોદન પણ કરતો નથી. આહા... હા ! ( શ્રોતાઃ) ભેદ કોણ કરે છે? (ઉત્તર) એ ભેદ, કર્મના નિમિત્તને આધીન પોતાની પર્યાયમાં, નિમિત્તથી નહીં, નિમિત્તાધીન (વ્યવહારઆત્મા કરે છે. ) (શ્રોતાઃ ) તો પુદ્દગલ કરે છે? (ઉત્તર: ) પુદ્દગલ કરે છે, નિશ્ચયઆત્મા નહીં, એમ લેવું છે. સ્વભાવ નહીં, માટે પુદ્ગલ કરે છે, એમ કહે છે. ભેદ બધા પુદ્દગલ કરે છે. ભેદ છે તો પોતાની પર્યાય. ( શ્રોતાઃ ) પુદ્દગલ માત્ર નિમિત્ત છે? (ઉત્ત૨: ) નિમિત્ત છે એનો અર્થ એક ભાવ છે, પોતાનો સ્વભાવ નથી, એમ અહીં લીધું છે. એ તો આવે છેઃ ક્ષાયિકભાવ મારો નથી, એમ આવ્યું ને! (‘નિયમસાર') ગાથા-૪૧ મી. ક્ષાયિકભાવ ( ઉ૫૨ ) પણ એનો વિકલ્પ-વિચાર-લક્ષ જાય છે તો એનો આશ્રય કરતાં વિકલ્પ ઊઠે છે. પર્યાયના આશ્રયે નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. ક્ષાયિકસમ્યક્ત્વના આશ્રયથી પણ, લક્ષ કરે છે એ તો પર્યાય છે, તો તેનું લક્ષ કરવાથી, આશ્રય કરવા જાય તો, વિકલ્પ ઊપજે છે. આહા... હા! આશ્રય તો એક ભગવાન અભેદ ચિદાનંદ પ્રભુનો જ છે. સમજાણું કાંઈ ? હું ચૌદ માર્ગણાજ્ઞાનના ભેદ, સમિતિના ભેદ, ચારિત્રના ભેદ એ બધાય ભેદોને કરતો નથી. (સઘળાય ભેદોને) જ્ઞાન જાણે છે.
(‘સમયસાર ’ ગાથા-૧૨ ની ટીકામાં એ ગાથા ઉદ્ધત છે ને...!)” શ્રફ નિળમયં પવત્તુદ તા મા વવદાળિચ્છ મુયહા વ્હેન વિના છિન્નુર્ તિર્થં મળે પળ તથ।।” [“ આચાર્ય કહે છે કે, હે ભવ્યજીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે.”] (શ્રોતાઃ) તીર્થનો નાશ થઈ જશે ? (ઉત્ત૨:) હા ! તીર્થ અર્થાત્ ભેદનો નાશ થઈ જશે. ચૌદ ગુણસ્થાનના ભેદ પણ રહે નહીં. ચોથું, પાંચમું, છઠ્ઠું ( આદિ એ ગુણસ્થાનના) ભેદ છે કે નહીં? છે! વ્યવહારે પર્યાય ભેદ છે કે નહીં? (જો ન માને) તો તો તીર્થનો નાશ થઈ જશે. એનાથી (ભેદોથી ) તીર્થની ઉત્પત્તિ થઈ છે એ પ્રશ્ન અહીં નથી. પણ ‘ ભેદ છે જ નહીં’ (એમ માને) તો તો તીર્થનો નાશ થઈ ગયો અર્થાત્ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ કંઈ રહ્યા નહીં. અને (જો ) એક અખંડાનંદ પ્રભુ-તત્ત્વનો આશ્રય ન લે તો નિશ્ચય રહ્યો નહીં. -આવું છે બાપુ! (તત્ત્વ ) એવું છે! “મા વવહારખિઋણ મુદ્દ’ વ્યવહાર છોડીશ નહીં એટલે કે (વ્યવહા૨) નથી, એમ નથી; એમ. ભેદ છે! ચૌદ ગુણસ્થાન છે. માર્ગણાસ્થાનમાં ( ચૌદ) ભેદ છે. ‘છે’ એ જ્ઞાનમાંથી છોડવા લાયક નથી. ‘વ્યવહાર છે' એમ જાણવું. પણ ‘(વ્યવહાર) છે જ નહીં' તો તો વેદાંત થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે.
(
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ (શ્રોતા ) નિશ્ચય, વ્યવહારનો ખૂબ ખુલાસો કર્યો! ( ઉત્તરઃ) આ તો આ (વસ્તુસ્થિતિ) છે!! નિશ્ચય-વ્યવહારની સ્થિતિ તો આ છે. એ અહીં કહે છે:
ચૌદ માર્ગણાના કેટલા ભેદ આવ્યાઃ ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંન્નિત્વ અને આહાર. –એ ચૌદ માર્ગણા છે. -એ (સઘળાય ભેદો મારામાં નથી). આહા.. હા..! સંજ્ઞી-અસંશીના ભેદો મારામાં નથી. જ્ઞાનની પર્યાય જાણે છે કે સંજ્ઞીપણું છે. પણ દષ્ટિનો વિષય જે આત્મા છે એમાં એ નથી.
આહા... હા! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો ભગવાનનો માર્ગ !! ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે! આ.. હા ! જુઓ ને ચમત્કાર કેટલો! કે, એક તો કેવળજ્ઞાન પ્રગટે તો ય ધ્રુવદ્રવ્ય તો એટલું ને એટલું જ રહે છે! પાણીનો ઘડો ભર્યો હોય, તો થોડું બહાર નીકળે તો તેમાંથી ઓછું થઈ જાય. (એમ) ભગવાન આત્મા ચૈતન્ય-જળથી ભર્યો છે, તો કેવળજ્ઞાન આવ્યું તો થોડું તો બહાર નીકળ્યું, એટલું તો એમાં ઓછું થઈ ગયું કે નહીં? ના, બાપુ! એ જુદી ચીજ છે. એ ચૈતન્યનો કોઈ ચમત્કાર !! કે, સામાન્ય તો જેટલું છે એટલું જ રહ્યું છે. આ તે કંઈ વાત છે !! એવી અનંતી અનંતી કેવળજ્ઞાનપર્યાય પ્રગટ થાઓ, પણ વસ્તુ તો પરિપૂર્ણ જેવી છે તેવી ને તેવી જ છે, તેમાં વધઘટ થઈ નથી! આહા.... હા.... હા! આ ચમત્કાર નથી? અને આ પગ જમીનને અડયા વિના ચાલે છે, એ ચમત્કાર નથી ? દ્રવ્યનો સ્વભાવ (જ) એવો છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં તો અત્યંત અભાવ છે. અત્યંત અભાવ છે તો બીજા દ્રવ્યને) સ્પર્શે છે, એ ક્યાંથી આવ્યું? આહ.. હા ! આકરી વાત છે, બાપા ! આહા... હા ! આ આંખથી અને ચશ્માંથી જાણવામાં આવતું નથી. તો કોઈ કહે કેઃ તો ઉતારી લ્યો ચશ્માં! પણ બાપા! ઉતારે કોણ અને ચડાવે કોણ ? સાંભળ તો ખરો ! એ સમયમાં જ્ઞાનની પર્યાય પોતાનાથી ઉત્પન્ન થઈ છે. તે જ્ઞાનની પર્યાયનો ઉત્પત્તિ-જન્મક્ષણ છે. એ જન્મક્ષણના કારણે (જ્ઞાનપર્યાય) ઉત્પન્ન થઈ છે. આ એને (ચશ્માંને કે વિકલ્પને) કારણે (ઊપજી) નથી. આહા... હા... હા! એ ચમત્કાર નથી? દુનિયા કહે કેઃ કંઈક મહારાજનો હાથ ફરે તો પૈસા થઈ જાય ને. આ લાકડી ફરે તો પૈસા થઈ જાય ને-એમ લોકો વાતો કરે ! ધૂળમાંય નથી. અહીંયા ( અમારે) રોગ અંદર છે એ મટતો નથી ને..! એ તો જડની દશા! જડમાં થવાવાળી છે તે થશે ને થશે જ. તેમાં શું છે? પૈસા શું એનાથી (લાકડીની આ પટીથી) મળે છે? અહીં (વ્યાખ્યાન સાંભળવા) ઘણા કરોડપતિ આવે છે ને ? (તો બસ... લોકો એમ કહેતા હોય છે કે) આ મહારાજ (-કાનજીસ્વામી) લાકડી ફેરવે તો પૈસા થઈ જાય છે. ધૂળેય ન થાય! આ તો હાથમાં પરસેવો થાય તો શાસ્ત્રને અડવામાં (શાસ્ત્રની) અસાતના થાય છે; [ (એ ન થાય) માટે આ પટી હાથમાં રાખીએ છીએ ](તો એમાં અને હાથમાં) ચમત્કાર ધૂળે ય નથી. (ચમત્કાર) એ તો આત્મામાં છે!
આહા.. હા! અહીં તો ભેદ પણ મારામાં નથી; એ મારો ચમત્કાર છે! મારો ચમત્કાર તો અભેદ છે! ચૈતન્ય-ચમત્કાર, ભગવાન ત્રણલોકનો નાથ હું ચૈતન્યવિલાસી પ્રભુ અભેદ છું. હું તો ચૈતન્યવિલાસી આત્માને ભાવું છું. –આ ચમત્કાર છે!! આ ચમત્કાર જુએ નહીં અને (બહારમાં) બીજું જુએ!
આહા... હા! આ તો ભગવાન, ત્રણલોકનો નાથ ચૈતન્યવિલાસી પ્રભુ! એની દષ્ટિમાંઅભેદમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૬૭ ભેદ ભાસતા નથી. આ ચમત્કાર ! ભેદ છે ખરા (પણ તે ભાસતા નથી).
આ ભગવાન! ભગવાન= ભગ અર્થાત્ અંતરલક્ષ્મીવાન અર્થાત્ સ્વરૂપ. એ લક્ષ્મીસ્વરૂપપ્રભુ છે! અનંત અનંત ચૈતન્ય-ચમત્કારી ગુણના સ્વરૂપની લક્ષ્મીથી સંપન્ન છે! ભગવાન, ભગવાન, ભગવાન છે! એની પર્યાયમાં આનંદ આદિ પ્રગટ થાય એ બાહ્યલક્ષ્મી છે. અંત લક્ષ્મી અંદરમાં પડી (મોજૂદ) છે. બાકી બધી ધૂળ છે.. એ કરોડ હોય કે અબજ હોય બધા રાંકા, ભિખારી છે. “સમયસાર” શ્લોક-૨૦૨ માં એને “વIT:” કહ્યા છે. આ લાવો ને આ લાવો... આ લાવો-ભિખારી છે, “વરાળT:”. આત્મા લાવો, આત્મા લાવો (–એ આત્માર્થી છે).
“ધવલ” માં એવો પાઠ છે. અંદરમાં જ્યારે મતિજ્ઞાન સમ્યક થાય છે તો એ મતિ (જ્ઞાન), કેવળ (જ્ઞાન) ને બોલાવે છે. (શ્રોતા:) મતિ-શ્રુત કેવળને બોલાવે છે? (ઉત્તર) એકલું મતિજ્ઞાન. એવો “ધવલ” માં પાઠ છે. અહીંયાં તો ઘણીવાર કહેવાઈ ગયું છે, “ધવલ” વંચાઈ ગયું છે. વ્યાખ્યાનમાં ઘણાબધા ગ્રંથ અહીંયાં તો વંચાઈ ગયા છે. એ (કેટલાક) લોકો તો કહે છે કે- (સોનગઢ) “સયમસાર” વાંચે છે. (એકલું ) “સયમસાર' વાંચે છે. ભાઈ ! તમારે કહેવું હોય તેમ કહો, તેમાં અમારે શું છે? ત્યાં (“ધવલ” માં) એમ આવે છે કે અંદર આનંદસ્વરૂપ આત્મા, ચૈતન્યવિલાસી ભગવાન; એનું જ્ઞાન જ્યાં પ્રત્યક્ષ થાય અર્થાત્ જે જ્ઞાનને પરની કોઈ અપેક્ષા નથી, એવું જે મતિજ્ઞાન છે, તે કેવળજ્ઞાનને બોલાવે છે. આવો... આવો.. આવો. આવો ! (શ્રોતા ) બોલાવે છે તો આવવું જ પડે? (ઉત્તર) ત્યારે જ તો “બોલાવે છે” એમ કહ્યું છે ને ! અલ્પકાળમાં કેવળજ્ઞાન આવશે જ. જેને બીજ ઊગી તો તેર દિવસે પૂનમ થશે ને થશે જ. એમ જેને મતિ-શ્રુત સમ્યક્ થયું (તેને કેવળજ્ઞાન આવશે જ.) અહીંયાં તો અપ્રતિતભાવ ગણવામાં આવ્યો છે! એ કેવળજ્ઞાન આવશે, આવશે ને આવશે જ. તો એને બોલાવે છે કે આવો... આવો... આવો ! એમ નથી કહેતા બોલાવીને કે એ ભાઈ ! આ (અમુક ) રસ્તો ક્યાં છે, તે જરી બતાવો ને? એમ આ (મતિજ્ઞાન) કેવળજ્ઞાનને બોલાવે છે. આહા. હ! તો આવવું પડે. કેવળજ્ઞાન થાય જ. એમ કર્યું છે અલ્પકાળમાં એકબે ભવમાં કેવળજ્ઞાન આવશે જ આવશે. એવી વિશેષ વાત લીધી છે!
અહીંયાં કહે છે કેઃ ચૌદ (માર્ગણા) ભેદોને (હું ) ભાવતો નથી. શરીરની ક્રિયા હું કરું છું એ તો નહી; રાગ મારી ચીજ છે એ તો નહીં; રાગ-વ્યવહારરત્નત્રયની હું ભાવના કરું છું એ તો નહીં; પણ નિર્મળપર્યાયના ભેદ છે, એ રહો, એમ પણ અહીં નથી. આવો માર્ગ છે, બાપા ! પાગલ જેવું લાગે. “પરમાત્મપ્રકાશ” માં લખ્યું છે. જ્ઞાનીને દુનિયા પાગલ તરીકે જુએ છે. અને જ્ઞાની દુનિયાને પાગલ માને છે. વાત તો એવી છે, પ્રભુ! શું થાય, બાપા ?
અંદર ચૈતન્ય ચમત્કારી વસ્તુ મહાપ્રભુ, અભેદ; એ અંતરદૃષ્ટિનો વિષય છે. એ અભેદ આગળ મારા ભેદ હું કરતો જ નથી. રાગને તો કરતો નથી, કરાવતો નથી. વ્યવહારરત્નત્રયને કરતો નથી, કરાવતો નથી. એ હમણાં પછી આવશે. અહીંયાં તો પહેલાં એ લીધું છે. ભેદને હું કરતો નથી, પર્યાયના ભેદ પડે છે ને...પછી રાગનો (બોલ) છે. પછી ભાવકર્માત્મક છે. બેત્રણ બોલ છે. પહેલો શરીરસંબંધીનો છે. પછી છે. હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી અને તેનું અનુમોદન કરતો નથી. અહીં તો (કેટલાક) એમ કહે છે કે: વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય (રત્નત્રય) થશે. અને પ્રભુ! શું કરે છે, ભાઈ ! પ્રભુ ! ( એવી માન્યતા)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ તને નુકશાનનું કારણ છે. ભાઈ ! (અહીંયાં તો) તારા હિતની વાત છે ને. નાથ! તારું હિત કેવી રીતે થાય છે (એ આ વાત છે). ભગવાનનો આ ઉપદેશ હિતોપદેશ' છે ને...! સર્વજ્ઞ પરમ હિતોપદેશી- “રત્નકાંડશ્રાવકાચાર' માં આવે છે ને ! એ તારું પરમ હિત છે, પ્રભુ! અભેદમાં ભાવના કરવી, ભેદની ભાવના છોડવી, એમાં પ્રભુ! તારું હિત છે. તને આનંદ અને શાંતિ મળશે, પ્રભુ! આહા. હા! ભેદની ભાવના કરવા જઈશ તો તને અશાંતિ-રાગ થશે. આવો માર્ગ છે!!
ભેદ: સમકિતના ભેદો પાંચ દર્શનના ચાર-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ; જ્ઞાનના પાંચ; એ ( આદિ) બધા ભેદોને “હું કરતો નથી.” “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
“હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી.” - ચોથું, પાંચમું, છઠું એમ ભેદોને કરતો નથી. એ વ્યવહારનયનો વિષય છે ને...?
મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન (ભેદ) –ચોથું, પાંચમું, છઠું-સાતમું... તેરમું-સયોગી કેવળીએ ગુણસ્થાન (મારાં) નથી. એ ભેદ છે ને પર્યાય. અહીંયાં આવ્યું ને: “હું ચૌદ ગુણસ્થાનભેદોને કરતો નથી,” ગુણસ્થાન છે! પર્યાયનયના વિષયમાં વ્યવહારનયનો વિષય છે ! પણ એ ભેદની ભાવના હું કરતો નથીહું ચૌદ ગુણસ્થાનને ભાવતો નથી; એમ કહે છે. પણ (એ કાંઈ ) “વસ્તુ નથી' એમ નથી.
ન નિગમયે પવછુ તા મા વવદાર મુયદા” – વ્યવહાર-નિશ્ચયનયને છોડીશ નહીં. વ્યવહારનય નથી” એમ નથી. પણ (અહીંયાં કહે છે કેઃ) વ્યવહારની ભાવના હું કરતો નથી. સમજાણું કાંઈ ? “હું ચૌદ ગુણસ્થાનભેદોને કરતો નથી.” , “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
હું એકેન્દ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી.” પંચેન્દ્રિય સુધી પર્યાસ-અપર્યાયસ આદિ જીવના ચૌદ જીવસ્થાનભેદોને હું કરતો નથી. જીવના ચૌદ જીવસ્થાનના ભેદોને હું કરતો નથી, કરાવતોનથી અને કરનારને અનુમોદતો પણ નથી. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” “આત્માને જ” ભાષા એમ છે ને ! (તો કોઈ કહે કે) આ તો એકાંત થઈ જાય છે. બધામાં “જ” શબ્દ પડયો છે. હું તો એકાંત અભેદસ્વરૂપને જ ભાવું છું! આહા.... હા !
.. વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૧૭-૨-૧૯૭૮ (“નિયમસાર') પરમાર્થ-પ્રતિક્રમણ. એની પાંચ રત્નગાથાઓ (૭૭થી ૮૧). આપણે અહીંયાં આવ્યા. ત્રણેયનો નિષેધ છે: ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ જીવસ્થાન; એના ભેદને હું કરતો નથી. સમ્યગ્દર્શન થયા પછી એ સમ્યગ્દર્શન આદિ ભેદનું લક્ષ નથી. પણ અહીં તો આગળ વધવાની વાત છે. જે જ્ઞાયકભાવ-ધ્રુવભાવ અનુભવમાં આવ્યો એ અભેદ ચીજ છે. તેમાં (અનુભવમાં) પણ ભેદનો આશ્રય તો નથી; છતાં ભેદનો વિષય નથી, એમ નથી, ભેદ છે. ચૌદ ગુણસ્થાન છે. ચૌદ માર્ગણાસ્થાન છે. ચૌદ જીવસ્થાન છે. - (એ) વ્યવહારનયથી છે; એનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૬૯ નિષેધ નથી. પણ એ આશ્રય કરવા લાયક નથી; માટે વ્યવહારનયનો વિષય જાણવા માટે પ્રયોજનવાન છે. આદરવા લાયક તો (માત્ર) ભગવાન (આત્મા), પરમ આનંદના અમૃતથી ભરેલો પ્રભુ (છે). જેમાં વિકલ્પમાત્ર દુઃખરૂપ લાગે. અને અતીન્દ્રિય અમૃતનો સાગર ભગવાનનો આશ્રય લેતાં અમૃતની પર્યાયની ધારા વહે, એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે.
અહીંયાં ભેદ આવ્યા. ભેદ (મને નથી) એમ કહ્યું. પણ ભેદ ભેદરૂપે છે. વ્યવહારનયનો વિષય-ચૌદ માર્ગણાના ભેદ, ચૌદ ગુણસ્થાનના ભેદ, (ચૌદ) જીવસ્થાનના ભેદ- એ વ્યવહારનયથી છે. અહીં અંતર-આશ્રય લેવાથી એ ભેદ (મને નથી, મારામાં નથી અને એ સઘળાય પ્રકારના ] ભેદનો હું કર્તા નથી, [કારયિતા નથી અને અનુમોદક નથી] એમ કહેવામાં આવ્યું છે. આહા... હા ! સમજાણું કાંઈ? “ભેદ છે”.. તો “કર્તા” નથી ને..! હું તો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (છું)!!
ઝીણી વાત છે, પ્રભુ! ભાષાને ધારી લે ભલે; પણ ભાવ અલૌકિક છે! કહે છે કે હું તો એ ભેદનો કર્તા નથી. હું તો ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (છું). “એ ચૈતન્યવિલાસ ભગવાન આત્મા’ એ પણ વાચક-શબ્દ છે; પણ એનું વાચ્ય: ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (ને ભાવવો) એ છે. હું ચૈતન્યવિલાસ (સ્વરૂપ) આત્માને (જ) ભાવું છું. હું એની ભાવના કરું છું. આહા... હા... હા !
પ્રથમ દર્શન-ભૂમિકા જ અલૌકિક ચીજ છે! એ ભૂમિકા વિના બધું નિરર્થક છે. સમ્યગ્દર્શન વિના લાખ-કરોડ અપવાસ કરે, મહાવ્રત ધારણ કરે, બધુ કલેશ (રૂપ) અને દુઃખદાયક છે, ભવભ્રમણનું કારણ છે.
અહીંયાં પ્રભુ કહે છે કેઃ દષ્ટિનો (જે) વિષય ચૈતન્યવિલાસ આત્મા, એને હું ભાવું છું. અને અસ્થિરતાથી હઠીને વિશેષપણે હું સ્વરૂપમાં સ્થિરતા-રમણતાની ભાવના કરું છું.
આ ચારિત્રનો અધિકાર છે ને...? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ નિશ્ચયચારિત્રના પેટાભેદ છે. અને જ્યાં નિશ્ચયચારિત્ર હોય છે ત્યાં તો તેને અંતર્મુહૂર્તમાં (સાતમાથી છઠું અને છઠ્ઠાથી સાતમું ) ગુણસ્થાન પલટાઈ જાય છે. એક સેકંડમાં છઠું-સાતમું ગુણસ્થાન પલટાઈ જાય છે. “ધવલ” માં તો એવું લીધું છે કેઃ મુક્તિ પામવા પહેલાં એક અંતર્મુહૂર્તમાં પણ છઠ્ઠ-સાતમું ગુણસ્થાન હજારો વાર આવે છે. એવો પાઠ છે. એક અંતર્મુહૂર્ત-અડતાલીસ મિનિટમાં હજારો વાર.. તો છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની (સમય) સ્થિતિ કેટલી થઈ ગઈ ! “ધવલ” માં આવો પાઠ છે. બધું સત્ય છે. યથાર્થ છે!
એકદમ પરમાત્મસ્વરૂપનો અનુભવ થયો છે ને પરમાત્મસ્વરૂપમાં જવાની જ જેની ભાવના છે. (છતાં) સ્વરૂપમાં સ્થિર રહી શકે નહીં તો વિકલ્પ આવે છે પણ એ બોજો લાગે છે, દુઃખ લાગે છે. મહાવ્રતના પરિણામ પણ આવે છે પણ એ (આત્માના) આનંદ આગળ દુઃખ લાગે છે. અતીન્દ્રિય ભગવાન આત્માનંદ; એનો અનુભવ-સ્વાદ; એની આગળ રાગનો સ્વાદ ઝેર જેવું દુઃખ લાગે. આહા... હા! આ માર્ગ તો જુઓ, પ્રભુ!
અહીંયાં કહે છે કે હું ભેદનો કર્તા નથી. પણ ભેદના વિષયને જાણવાવાળો છું. ભેદ છેચૌદ ગુણસ્થાન આદિ. તો હું તેને જાણવાવાળો છું, કર્તા નથી. ત્યાં સુધી તો આપણે આવ્યું. અહીં ત્રણ બોલ હુતા ને... ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાન. ગુણસ્થાન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) – પ્રવચન નવનીત: ભાગ-૨ માર્ગણાસ્થાન, જીવસ્થાન-એ બધા ભેદ થયા.
સમ્યગ્દષ્ટિ કે જેની જ્ઞાયકભાવ પર દૃષ્ટિ થઈ છે, એ (દષ્ટિ) તો એક સમય પણ ધ્રુવ પરથી ખસતી નથી. ભેદ ઉપર દષ્ટિ થઈ જાય અને પ્રવથી ખસી જાય તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. એ માટે કહે છે કે હું તો ચૈતન્યવિલાસ (સ્વરૂપ) અભેદ આત્મા (છું), એ મારી દષ્ટિનોસમ્યગ્દર્શનનો વિષય છે, એ ધ્રુવથી હું એક સમય પણ હુઠતો નથી, ખસતો નથી. હું (કોઈ પણ) ભેદને કરવાવાળો નથી, કરાવવાવાળો અને કરતો હોય તેનો હું અનુમોદન કરવાવાળો પણ નથી.
હવે અહીંયાં આવ્યા આપણે: “હું શરીર સંબંધી બાલાદિ અવસ્થાભેદોને ”બાળઅવસ્થા, યુવાન અવસ્થા, સ્થવિર અને વૃદ્ધાવસ્થા; એને “કરતો નથી.” એ (ચારેય અવસ્થાઓ) તો પરમાણુની પર્યાય છે. એ તો પરમાણુઓ પુદગલની એક સમયની-ક્ષણિક એ પર્યાય, નિજકાળમાં ઉત્પન્ન થવાની લાયકાતથી ઉત્પન્ન થઈ છે; મારાથી નહીં. હું બાળ, યુવાન, (સ્થવિર) અને વૃદ્ધ અવસ્થાઓનો કર્તા નથી. અહીં તો શરીરની ક્રિયા જરી થાય તો (લોકો) માને છે કે એ મારાથી થાય છે, મેં આમ કર્યું ને આમ કર્યું! –દષ્ટિનો વિપર્યાસ છે!
“શરીર સંબંધી”- એથી એમ કહ્યું કે: આત્મા સંબંધી અવસ્થાઓનો તો નિષેધ બેતાલીસ ભેદમાં થયો; પણ હવે અહીં તો શરીરની અવસ્થા લીધી. ઓલા (બેતાલીસ) ભેદોમાં શરીરની અવસ્થા આવી નહોતી. ત્યાં જીવના પર્યાયભેદ-માર્ગણાસ્થાન, ગુણસ્થાન અને જીવસ્થાનના ભેદ- (ની વાત હતી). (શ્રોતાઃ) માર્ગણામાં છ કાય આવી ગઈ ! (ઉત્તર) છે કાય, (એમાં) એ શરીર ન આવે. પણ એની મનુષ્યગતિ આદિની જે યોગ્યતા છે તે આવે. ઝીણી વાત છે. તેથી એને (શરીરને) (અહીં) જુદું પાડ્યું છે. આમાં પણ યોગ આવે છે. અને ત્યાં પણ આવે છે. પણ તે યોગ કોણ? –કંપન. એ શરીર, વાણી, મન નહીં. (પણ) એ યોગ ચૌદ માર્ગણામાં આવ્યો (તેની વાત છે). એ કંપન તો અંદર (જીવની) અવસ્થા છે; બોલવું આદિ એ શબ્દ નહીં. અહીં કંપન- અવસ્થા એટલે (આત્મ) પ્રદેશનું પરિસ્પંદન થવું. એ કંપન પર્યાયમાં (થાય છે). હું તો એનો –ભેદનો પણ કર્તા નથી.
આહા... હા! ધર્મીની દષ્ટિ, એક સમય પણ ધ્રુવ ઉપરથી ખસતી નથી. ચાહે તો (તે) લડાઈમાં ઊભા હોય. ગજબ વાત છે, પ્રભુ! ચાહે તો વિષયભોગમાં ઊભા હોય. સમકિતી ચક્રવર્તી તીર્થકર ૯૬ હજાર સ્ત્રી ! સિદ્ધાંતમાં એવો લેખ છેઃ ભરત ચક્રવર્તી સેંકડો સ્ત્રીઓ હંમેશા પરણતા હતા. સેંકડો. ૯૬ હજાર રાણી! અને સમકિતી! એ ચારિત્રદોષ છે. એ ચારિત્રદોષ, સમકિતને દોષિત કરે છે એમ નથી. કહ્યું હતું ને...! શ્રેણિક રાજા ક્ષાયિકસમકિતી... ઝેર પીધું.... દેહ છોડ્યો. એ સમકિતને દોષ (જો) ચારિત્રના દોષથી થાય, તો ક્યારેય સમકિત ઉત્પન્ન થાય જ નહીં. પૂર્ણ વીતરાગપર્યાય થાય ત્યારે સમકિત થાય છે, એનો અર્થ એવો નથી. (સમકિતીને) ત્રણ કષાયનો રાગ હોય છે, વૈષ પણ થાય છે. રૌદ્રધ્યાન-આર્તધ્યાન પણ હોય છે ચોથે-પાંચમે. છટ્ટે આર્તધ્યાન હોય છે. એવું હોવા છતાં પણ સમકિતમાં દોષ નથી. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ધ્રુવની એક્તા (છે). ધ્રુવધામ, ચૈતન્યસુખધામ, સ્વયંજ્યોતિસુખધામ, અમૃતનું ધામ, અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન; (એની એકતા એ સમ્યગ્દર્શન છે).
આહા... હા ! “સમયસાર' માં છેલ્લે કળશ-૨૭૩માં “મમત” અને કળશ-૨૭૪માં પ્રભુતામુત:” આવે છે. આહા... હા! કોઈ ચીજ એવી છે!! “અમુતાવમુત: – ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૭૧ છે! એ ચીજનું જ્યાં અંદરમાં ધ્યેય થઈને, ધ્યાનમાં અનુભવ થયો ત્યારે મોક્ષમાર્ગ પ્રગટ થયો. તો એ મોક્ષમાર્ગની પર્યાયના ભેદનો પણ હું કર્તા નથી. એ તો આવી ગયું એમાં. નિશ્ચય (મોક્ષમાર્ગ) હોં ! વ્યવહાર તો હવે આવશે. સમજાણું કાંઈ ?
અહીંયાં લીધું “શરીર સંબંધી” – એટલી ભાષા ચોખ્ખી ખુલ્લી કરી: “મારા શરીર સંબંધી બાલાદિ અવસ્થા” [ ઓલી બાજુ (પહેલાં જે બાળ-યુવાન આદિરૂપ ભેદો) માં ત્યાં એ કોઈ શરીર સંબંધી અવસ્થા નથી.) “ભેદોને કરતો નથી.” યુવાન (આદિ) અવસ્થાને હું કરતો નથી; એ તો જડની, પરમાણુની, પુદગલની એ સમયે યુવાન (આદિ) અવસ્થા છે અને હું કરતો નથી, હું કરાવતો નથી, હું કર્તાનો કારણ નથી અને કર્તાનો અનુમોદક નથી. (એમ) ચાર બોલ છે.
સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ, સ્વાભાવિક ચૈતન્યના વિલાસસ્વરૂપ-ત્રિકાળીની વાત છે, હોં! ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા... એમ. હું તો સ્વાભાવિક ચૈતન્ય ધ્રુવ આનંદનો નાથ પ્રભુ; એના વિલાસને જ ભાવું છું. એવા આત્માને જ (ભાવું છું). “જ” શબ્દ પડ્યો છે. એ જ્ઞાયક જે આનંદ-ચૈતન્યવિલાસસ્વરૂપ ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ-એની (જ) હું ભાવના કરું છું.
બાલાદિ-યુવાન અવસ્થા અનેક પ્રકારની હોય. શરીર નીરોગ હોય તો ધર્મ થઈ શકે ને! એમ નથી. છતાં ઉપદેશ આવે. શ્વેતાંબરમાં પણ છે અને આપણે “ભાવપાહુડ ગાથા-૧૩રમાં આવે છે: “હે મુને! જ્યાં સુધી તને જરા (-વૃદ્ધાવસ્થા) ન આવે અને જ્યાં સુધી રોગરૂપી અગ્નિ તારી દેહરૂપી કુટિરને ભસ્મ ન કરે અને જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધી પોતાનું હિત કરી લે.” તેમજ “ભાવપાહુડ” ગાથા-૩૮માં કુંદકુંદાચાર્ય કહે છે કેઃ “એક મનુષ્યના શરીરમાં એક એક તસુમાં ૯૬-૯૬ રોગ હોય છે ત્યારે કહો બાકી રહેલા આખા શરીરમાં કેટલા રોગ કહીએ.” પ્રભુ! આ શરીર તો વેદનાની મૂર્તિ છે અને ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે.
અહીં કહે છે કે એ શરીરસંબંધી અવસ્થાભેદોને હું કરતો નથી, હું કરાવતો નથી. હું તો “સહજ ચૈતન્યવિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” “આત્માને જ' –એકાંત થઈ જાય છે; એકાંત જ છે. હું ભેદની ભાવના કરતો નથી. ભેદ છે, પણ મારી ભાવના તો આ એક જ છે. આહા... હા! પરમાનંદનો નાથ પ્રભુ મહાપ્રભુ ચૈતન્યસ્વરૂપથી ભરપૂર ભરેલ; એમાં એકાગ્રતાની મારી ભાવના છે. આહા... હા ! એ પરમાર્થચારિત્ર ને એ પરમાર્થ-પ્રતિક્રમણ છે. સમજાણું કાંઈ ?
(હવે,) “હું રાગાદિભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી,” પછી (આગળના બોલમાં) પણ ભાવકર્મ આવશે પણ ત્યાં ચાર કષાય આવશે. અહીંયાં તો રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ, વ્યવહારરત્નત્રયનાં પરિણામ એ “રાગાદિ (ભેદરૂપ) ભાવકર્મોના ભેદોને કરતો નથી.” આવી વાત છે! વ્યવહારરત્નત્રયનો જે રાગ છે એ ભાવકર્મ છે, એ ભાવકર્મના ભેદને કરતો નથી. ભેદ છે ખરા; મુનિને પણ રાગ આવે છે ને...! તો એ (ભેદો) છે ખરા; પણ હું તેને કરતો નથી. રાગાદિ ભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી, કરાવતો નથી અને અનુમોદતો નથી. આહા.. હા! કોઈ ભેદરત્નત્રય કરતો હોય તો એને મારું અનુમોદન નથી.
સમયસાર” પુણ્ય-પાપ અધિકાર (ગાથા-૧૪૫ ) માં આવ્યું ને..! કેઃ પુણ્ય કુશીલ છે, સુશીલ નથી. (એ) સંસારમાં દાખલ કરે છે ને, પ્રભુ ! એ જ પોતે સંસાર છે એ રાગ ભાવ;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર – પ્રવચન નવનીત: ભાગ-૨ એને ભલો કેવી રીતે કહીએ? એમ ભેદરત્નત્રય બધો રાગ છે તો તેને ભલો કેવી રીતે કહીએ ? એ તો સંસાર છે. બહુ વાત કરી, ભાઈ ! માર્ગ બાપુ! ( અતિ ગહન છે ).
પૂર્ણાનંદનો નાથ નિર્લેપ શુદ્ધ ચૈતન્યઘન પડ્યો છે, એ દ્રવ્યમાં તો, રાગનો-નિમિત્તનો ય સંબંધ નથી. રાગનો સંબંધ તો એક સમયની પર્યાયમાં છે, વસ્તુમાં નથી. વસ્તુમાં પર્યાય નથી, તો પછી રાગનો સંબંધ ક્યાંથી આવ્યો? સમજાણું કાંઈ ? આવી વાતો છે!
શ્વેતાંબર કહે છે કે: પંદર ભેદે સિદ્ધ થાય. અહીંયાં કહે છે કે નગ્નપણું હોય તો જ સિદ્ધપણું થાય. એનાથી (નગ્નપણાથી સિદ્ધપણું) ન થાય. પણ (સિદ્ધપણું) હોય તો એને એ (નગ્ન) જ દશા હોય. સમજાણું કાંઈ ? જેને ચારિત્રદશા હોય તેને કેવળજ્ઞાન થાય, એને નગ્ન જ દશા હોય; છતાં નદશાથી મુક્તિ થાય, એમ નથી. એથી નગ્ન દશાથી મુક્તિ ન થાય માટે બીજી (એટલે) વસ્ત્રસહિત પણ અવસ્થા હોય તોપણ મુક્તિ થાય એમ નથી. તે લોકો (શ્વેતાંબર) પંદર ભેદે સિદ્ધ કહે છે; ગૃહસ્થાશ્રમના વેશમાં પણ મુક્તિ પામે, કેવળ પામે-મરૂદેવી માતા (વગેરે. વસ્ત્રસહિત કેવળ પામે છે એમ માને છે ).
જિજ્ઞાસા:- વસ્ત્ર તો પર છે; પર શું આડું આવે?
સમાધાનઃ પર ક્યાં નડે છે; પણ વસ્ત્ર લેવાનો વિકલ્પ એ નુકશાન છે. વાત સાચી ! વસ્ત્ર લેવાનો જે વિકલ્પ છે એ જ મહાપાપ બને છે ત્યાં ચારિત્ર હોતું જ નથી.
એક હતા બ્રાહ્મણ. દીક્ષા લીધેલી હતી શ્વેતાંબર. અહીં (સોનગઢમાં) ચોમાસું બેઠું એટલે ત્યાં શ્વેતાંબર મંદિરમાં રહ્યા. પણ અહીં વ્યાખ્યાન સાંભળવા સવાર-બપોર આવે. પછી સાંભળીને અંદર આવીને કહ્યું: મહારાજ! માર્ગ તો આ જ સાચો છે. અમારે શું કરવું?' કીધું કેઃ “ભાઈ ! અમે તો “શું કરવું” એ કહેતા નથી.” (એમ ક) “તમે (લીધેલી દીક્ષાને) છોડી દો ને.. અમે અહીં રાખીએ” , એવું અહીં તો નથી. બે વાર અંદર આવ્યા હતા. સાધુ હતા હોંશિયાર મગજના. વાંચન ઘણું. તે પછી અહીં ચાર મહિના રહ્યા હતા ત્યાં. અહીંયાં સાંભળવા આવે. એને થયું કે “વાત તો આ સાચી લાગે છે, માર્ગ તો (સાચો ) આ છે. પણ હવે અમે કરીએ શું?' (પણ) અહીં કોઈને રાખવું, તેનો માથે બોજો, એ અહીં નથી. (શ્રોતાઃ) કોઈ શ્વેતાંબર કે સ્થાનકવાસી સાધુ સાંભળે એને એવો ભાવ પણ આવે. (ઉત્તર) અહીં હજી રાગાદિ હોય. (અમારી ભૂમિકામાં એવો રાગ હોય છે. પણ મુનિને ન હોય. અહીં તો એમ કહેવું છે કે જેને સાધુપણું અર્થાત્ જે સાચા મુનિ છે, જેને અંતર્મુહૂર્તમાં હજારો વાર છઠું-સાતમું ગુણસ્થાન આવે છે એ મુનિ- “અમારે બહારમાં આ કામ કરવું છે,' “આ કામમાં મારો અધિકાર છે' એવો પ્રકમ-બોજો નથી લેતા. સાચા સંત ભાવલિંગી જેને છઠું-સાતમું ગુણસ્થાન (એક અંતર્મુહૂર્તમાં) હજારો વાર આવે છે એવા મુનિને-આ કામ મારે કરવું છે અને કરાવવું છે, જ્યાં સુધી (શરીર) ચાલે ત્યાં સુધી હું બોજો લઉં છું, એવો બોજો મુનિને-હોતો નથી. આહા.... હા! ધન્ય મુનિપણું! ધન્ય ચારિત્ર!! આહા.... હા! ચારિત્ર વિના મુક્તિ નથી. એકલા સમ્યગ્દર્શન-જ્ઞાનથી કાંઈ મુક્તિ થતી નથી. (મોક્ષ) માર્ચ શરૂ થઈ ગયો પણ અંદર ચારિત્ર-પૂર્ણ રમણતા થયા વિના મુક્તિ થતી નથી. જ્યાં સુધી રમણતા ન થાય (ત્યાં સુધી મુનિપણું નથી). ચારિત્ર તો પરમેશ્વરપદ છે! અંતરમાં ચરવું, રમવું, જામવું, અતીન્દ્રિય આનંદનું ભોજન ઉગ્રપણે લેવું (એ ચારિત્ર છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૭૩ ચારિત્રમાં તો અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહા.... હા! અરે ભગવાન! એ ચારિત્રવંતને માથે કોઈ બોજો નથી: આ કામ તમારે કરવું, ત્યાં સુધી અમે ધ્યાન રાખીશું; એમ આ પાઠશાળામાં, પૈસા ઉઘરાવવામાં, ફલાણામાં, - એ કોઈ કામ મુનિને હોતા નથી. આહા. હા! જ્યાં અતીન્દ્રિય આનંદનો હળવો સ્વભાવ પ્રગટ થયો છે અને તે પણ ચારિત્ર એટલે ગજબ વાત, પ્રભુ! એ તો પરમેશ્વરપદ છે (એ પ્રગટયો છે!!) (જુઓઃ “પ્રવચનસાર' ગાથાઃ ૨૦૬ ની ટીકાની ફૂટનોટ:) કર્મપ્રક્રમ=કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા. સંસ્કૃત ટીકામાં એમ છે: “મમત્વવર્મમપરિણામચ.” ર્મપ્રર્ન' એવો શબ્દ મૂળ પાઠમાં છે. “(મમત્વના અને કર્મપ્રક્રમના પરિણામ, શુભાશુભ ઉપરક્ત ઉપભોગ અને તપૂર્વક તથાવિધ યોગની અશુદ્ધિથી યુક્તપણું તથા પરદ્રવ્યથી સાપેક્ષપણું તેમનો (એ ત્રણનો) અભાવ હોય છે. અહીં આપણે એટલું લેવું: કર્મપ્રક્રમ. કામ માથે લેવું. કોઈ પણ સંસારનું (કામ અર્થાત્ ) પૈસા ઉઘરાવવા કે દયા પાળવાની કે પાંજરાપોળનું કામ હું કરીશ કે આ નિશાળ શરૂ કરવી તે અમારું કામ તે હું બરાબર ચલાવીશ, પૈસા જોઈતા હોય તો પણ ઉઘરાવીશ-એ (કંઈ) કામ મુનિને હોતાં નથી. પ્રભુ ! આમાં તો કોઈ સિફારસ કામ કરે નહીં કે, ભાઈ ! આ અમારો ભાઈ છે માટે કાંઈક ગમે તે રીતે કરે પણ આપણે એને માનવો-એવું અહીં તો નથી. અહીં તો આગમપ્રમાણે હોય તો માનવું).
અહીંયાં કહે છે: “હું રાગાદિભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી,” આહા... હાં.. હા ! કરાવતો નથી. ઓહોહો ! વ્યવહારના ઉપદેશમાં આવે કે પંચમહાવ્રત અંગીકાર કરો-એ આવે. પણ એ તો જાણવા માટે. પણ નિશ્ચયમાં તો ભેદોનો કરાવનાર પણ નથી અને કરે છે એનો હું અનુમોદક પણ નથી અને કરે છે એનું હું કારણ પણ નથી. [“સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”] એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પરમાર્થપ્રતિક્રમણ અર્થાત્ નિશ્ચયચારિત્રનો એક પેટાભેદ. સમજાય છે કાંઈ ?
હવે, “હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી.” ચાર કષાય કેવા છે? કે: ભાવકર્મસ્વરૂપ છે. “હું” તો અહંકાર થઈ ગયો તને (-વેદાંત કહે છે. પણ, એમ નથી! ત્યાં પરથી જુદો પડી ગયો. હું મારી ચીજ (ને ભાવું છું ). મારી ચીજ પરથી ભિન્ન છે. બધા ભેગા થઈ ગયા એમ નથી. સમજાણું કાંઈ ? ત્યારે “હું” એ “હું” માં અભિમાન નથી. “હું” માં આત્માની–પોતાની ભિન્નતા બતાવે છે. મારો આત્મા”. “હું”. એમ “હું” કહે છે. હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી. ક્રોધ-માન એ દ્રષમાં જાય છે અને માયા-લોભ આદિ એ રાગમાં જાય છે. એ ચારેય (કષાય) ને હું કરતો નથી, કરાવતો નથી, કરે છે એનું કારણ નથી અને અનુમોદક પણ નથી. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહા. હા ! વ્યવહારને ભાવતો નથી એમ કહે છે. વચ્ચે આવે છે; પણ તે તરફની મારી ભાવના નથી. આહા... હા! “હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા (ને જ ભાવું છું ).” ચૈતન્યનો વિલાસ ભગવાન, અતીન્દ્રિય આનંદથી અંદર છલોછલ ભર્યો છે, લબાલબ ભર્યો છે. આહા.. હા... હા ! અંતર ચેતન રતન, અનંત અનંત ગુણના આનંદ આદિ ગુણ રતનથી પરિપૂર્ણ ભર્યો છે. એની હું ભાવના કરું છું. વ્યવહારરત્નત્રયની નહીં અને નિશ્ચયરત્નત્રયના ભેદની પણ (ભાવના) નહીં. ઝીણી વાત બહુ, બાપુ! સમજાણું કાંઈ ? એ નિશ્ચયરત્નત્રય-ક્ષાયિક સમકિત (આદિ) એ માર્ગણાસ્થાનમાં આવી ગયું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ – પ્રવચન નવનીત: ભાગ-૨
અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, એમ કારયિતા અને અનુમંતા-અનુમોદકવિષે પણ સમજી લેવું.”
આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવ૫ર્યાયોના સંન્યાસનું (-ત્યાગનું) વિધાન કહ્યું છે.” એ પાંચેય ગાથામાં વિભાવપર્યાયના (ત્યાગનું વિધાન છે.) વિભાવપર્યાય અર્થાત અહીં તો ક્ષાયિકભાવ પણ વિભાવપર્યાયમાં ગણવામાં આવ્યો છે. એમાં તો ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ એ પણ વિભાવ એટલે વિશેષ ભાવ; એના યાગની ભાવના છે. આહા. હા! ગજબ વાત છે ને...! રાગના ત્યાગની તો ઠીક: નિમિત્તના ત્યાગની તો ઠીક પણ પર્યાયદષ્ટિ છોડાવે છે. પર્યાય ઉપર વિશેષતા છે ને-ભાવ. વિલ વિશેષ ભાવ છે ચાર- [ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક]. એ તો બેત્રણ ઠેકાણે આવે છે: ચાર ભાવ આવરણવાળા છે, ચાર ભાવ વિભાવસ્વભાવ (વાળા) છે. અહીંયાં એવા વિભાવસ્વભાવવાળાના ત્યાગનું વિધાન કહ્યું છે. આ ત્યાગ હોં! પરનો ત્યાગ (ને ગ્રહણની તો અહીં વાત જ નથી).
આવે છે ને.! (૪૭ શક્તિમાં) “ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ.” -પરપદાર્થનો ત્યાગ અને ગ્રહણ એ તો આત્મામાં છે જ નહીં. એ તો આત્મામાં ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે. પરનો ત્યાગ-શરીરનો, આહારનો, પાણીનો, વસ્ત્રનો ત્યાગ; અને એનું ગ્રહણ; એનાથી તો આત્મા રહિત જ, શૂન્ય છે. એવી આત્મામાં ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે. ભગવાન આત્મામાં એક ગુણ એવો છે કે જડનો, પરનો, વસ્ત્રનો ત્યાગ કરવો કે વસ્ત્રાદિનું ગ્રહણ કરવું એ વસ્તુના
સ્વરૂપમાં-ગુણમાં છે જ નહીં. પણ “આ છે” – ભેદનો ત્યાગ કરવો. એ છે એ વ્યવહારથી. એ વિભાવભાવપર્યાયનો ત્યાગ કરવો એટલે ત્યાં લક્ષ ન આપવું અને અહીંયાં ત્રિકાળીમાં લક્ષ દેવું, એ ભાવ છે અંદર! આહા. હા!
અરેરે પ્રભુ! અરે અહીંયાં પ્રભુના તો વિરહ પડ્યા, કેવળજ્ઞાન રહ્યું નહીં; પરમાત્મા તો ત્યાં (મહાવિદેહક્ષેત્રમાં) બિરાજે છે. પાછળ એ બધા વાંધા ઊઠયા. (જેમ) લક્ષ્મી ખૂટે, માબાપ મરી જાય પાછળથી બાળકો (આપસમાં) વઢે; મોટો છોકરો કહે કે આ મોટું મકાન મારું છે તેમાં હું રહેવાનો છું, એ મકાન વહેંચણીમાં નહીં આવે, બીજાં મકાનો વહેંચણીમાં આવે (પણ) આ નહીં આવે; એવી તકરારો કરે. તેમ પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, અવધિ અને મન:પર્યયની સંપદા રહી નહીં (તો તકરાર કરે છે કેઃ) વ્યવહારથી (નિશ્ચય) થાય છે ને નિમિત્તથી (ઉપાદાનમાં કાર્યો થાય છે. એવું થાય છે. અહીંયાં તો પરમાત્માની વાત, પરમાત્મા બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે ! એ એમ કહે છે કે:
એ પર-રાગાદિનો અને ભેદ આદિના ત્યાગ-સંન્યાસ (નું અહીં પાંચ ગાથાઓ દ્વારા વિધાન કહ્યું છે). આ સંન્યાસ! લૂગડાં છોડીને સંન્યાસી થયો, બાવો થયો એ નહીં આ સંન્યાસઃ ભેદના અને રાગના ત્યાગની ભાવના કરી એ સંન્યાસ છે. જુઓ! સંન્યાસનું વિધાન કહ્યું છે. સંન્યાસની રીત-પદ્ધતિ-વિધિ આ છે, એમ કહ્યું, અહીંયાં રાગ અને ભેદના ત્યાગની વિધિ કહી. આહા... હા! સમજાણું કાંઈ ? આમ તો વિધિ-નિષેધનો વિકલ્પ આત્મામાં નથી. એ પહેલાં આવી ગયું છે. પણ અહીંયાં ફક્ત એનું વિધાન બતાવ્યું, રીત બતાવી. ભેદ અને રાગના સંન્યાસ અર્થાત્ ત્યાગનું વિધાન, રીત, પદ્ધતિ આ છે એમ બતાવ્યું. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૫ [હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
(વસંતતિનવા) ભવ્ય: समस्तविषयाग्रहमुक्तचिन्तः स्वद्रव्यपर्ययगुणात्मनि दत्तचित्तः। मुक्तवा विभावमखिलं निजभावभिन्नं
प्राप्नोति मुक्तिमचिरादिति पंचरत्नात्।। १०९ ।। [ શ્લોકાર્થ:- ] આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
આ પ્રમાણે પંચરત્નો દ્વારા” શબ્દ નહીં હોં! ભાવ. અહીં તો શબ્દ દ્વારા કથન છે ને... પંચરત્નો દ્વારા “જેમણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” –રાગની ચિંતા તો ઠીક; પણ ક્ષાયિકભાવની-પર્યાયની ચિંતા પણ છોડાવી છે. આ પ્રમાણે પંચરત્નો દ્વારા સમસ્ત વિષયો એટલે કે પર્યાય, રાગ આદિ વિષયોના ગ્રહણની ચિંતાને છોડાવી છે. “અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે”-નિજ દ્રવ્ય ત્રિકાળી અને નિજ ગણ ત્રિકાળી; અને એના આશ્રયથી થયેલી નિર્મળ-વીતરાગીપર્યાય, એમાં જ્ઞાનની એકાગ્રતા કરી છે. એટલે કે પર્યાય અભેદ કરી દીધી છે, એમ કહેવું છે. ક્ષાયિકભાવ, પર્યાયનો એક ભેદ છે; એની પણ ચિંતા છોડાવી. પણ અહીંયાં જે દ્રવ્ય છે ત્રિકાળી, ગુણ છે જે ત્રિકાળી- એ તો એકરૂપ છે; એ બે વચ્ચે [ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનનનો] ભેદ છે, પણ પ્રદેશભેદ નથી. તો દ્રવ્યગુણનો અંદર ધ્યાનમાં આશ્રય લઈને જે પરિણતિ ઉત્પન્ન થઈ એ પર્યાય; એ પર્યાયને-જ્ઞાનને એકાગ્ર કરી છે. સમજાય છે કાંઈ? “નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્ત અર્થાત્ જ્ઞાનને એકાગ્ર કર્યું છે.” વર્તમાન પર્યાય એમાં એકાગ્ર થઈ છે. એક અગ્ર બનાવ્યું છે, ધ્રુવને જ એક અગ્ર બનાવ્યો છે, એમાં એકાગ્ર થયો છે.
જયસેનાચાર્યની ટીકામાં દ્રવ્ય-ગુણ-પર્યાય આવે છે. તો એમ જ કોઈ વખતે એવો અર્થ કર્યો હતો કેઃ “કારણપર્યાય છે ને ત્રિકાળ ! શું કહ્યું? ફરીઃ દ્રવ્ય ત્રિકાળ છે ધ્રુવ, શુદ્ધ પરિપૂર્ણ. ગુણ પણ પરિપૂર્ણ શુદ્ધ ધ્રુવ છે. અને એક કારણપર્યાય ઉત્પાદ-વ્યય વિનાની એ પણ ધ્રુવ છે. એ કારણપર્યાય છે. પણ તે આ ઉત્પાદ-વ્યયવાળી નહીં. “નિયમસાર ૧૫મી ગાથામાં એ (વિષય) આવ્યો છે. સમજાણું કાંઈ ? અનંતગુણ છે; એની પર્યાય “કારણપર્યાય' છે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ. કેમ? ૨૦૦૨ ની સાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, જેમ ધર્માતિ, અધર્માતિ, આકાશ અને કાળએ ચાર (દ્રવ્યની) પર્યાય પારિણામિકભાવની એકધારાવાહી છે. - શું કહ્યું? ધર્માસ્તિ,
સ્તિ, આકાશ અને કાળ; એની જે પર્યાય છે પરિણામિકભાવની (તે) એકધારા (રૂપે છે ) ત્યાં તો કોઈ બીજો ભાવ નથી, એકધારી-સરખી (પર્યાય છે). ત્યારે પર્યાય, ગુણ અને દ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ મળીને દ્રવ્ય છે. તો એમ આત્મામાં એવી એકધારાવર્તી પર્યાય ક્યાં આવી ? ઉત્પાદ–વ્યય ( રૂપપર્યાય) માં તો સંસારની વિકૃત અવસ્થા છે; મોક્ષમાર્ગમાં અપૂર્ણ શુદ્ધઅવસ્થા છે; અને મોક્ષમાં સંપૂર્ણ શુદ્ધઅવસ્થા છે. એ તો પર્યાયમાં ભેદ પડી ગયો, એકધારા ન રહી. -આ વાત, નિયમસાર” ગાથા: ૧ થી ૧૯ સુધીનાં વ્યાખ્યાન (૨૦૦૨ માં થયાં તે પ્રકાશિત થયાં છે) એમાં લીધી છે. એક મોટો નકશો બનાવ્યો હતો. (તે વિષે બે મોટા વિદ્વાનોને) પૂછયું, પણ કાંઈ સમજ્યા નહીં. તો બીજા (લોકો ) શું સમજશે? એટલે નકશો મૂકી દીધો. ત્યાં “કારણપર્યાય' ધ્રુવને બતાવવો છે. જેનું દ્રવ્ય ધ્રુવ છે ત્રિકાળ, એવો ગુણ ધ્રુવ છે એવી, ઓલી (ધર્માસ્તિકાય આદિ) ચાર દ્રવ્યમાં એકસરખી પર્યાય છે એવી, આ આત્મામાં એકસરખી (કારણપર્યાય છે). પણ એ તો ઉત્પાદ- વ્યયવાળી પર્યાય નથી. ઘણો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! ઉત્પાદ-વ્યય (પર્યાયમાં) તો વિકૃતિ છે, અપૂર્ણ શુદ્ધતા છે, પૂર્ણ શુદ્ધતા છે-એવા ભેદ છે, એકધારા આવી નહીં. તો આત્મામાં દ્રવ્ય-ગુણની એકધારા (રૂપ) પર્યાયવિના પૂર્ણ દ્રવ્ય કેવી રીતે હોય? તો “નિયમસાર' ૧૫ મી ગાથામાં લીધું કે: (જેમ) જે આખો દરિયો છે દરિયો, એની જે સપાટી એકસરખી છે. તેમ એ જે એક સામાન્ય દ્રવ્ય ત્રિકાળ છે તેમાં, અર્થાત્ આ સામાન્ય દ્રવ્ય-ગુણ છે તેમાં, એક “કારણપર્યાય” એકસરખી સપાટી છે. (પણ) (એ) ઉત્પાદવ્યય (રૂપ) નથી ! ઝીણી વાત છે. સમજાણું કાંઈ? ભાઈ શીતલપ્રસાદે લીધું છે કે દ્રવ્ય, ગુણને પર્યાયથી આમાં એકાગ્ર થવું, એ કારણપર્યાય. (પણ એ અર્થ અહીં બરાબર નથી, કેમકે)
એમાં એકાગ્ર” તો એ તો નવી (ઉત્પાદરૂપ) પર્યાય થઈ. અને ઓલી (કારણપર્યાય) તો ત્રિકાળ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ધારાવાહી, ઉત્પાદ-વ્યય વિનાની છે.
દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં” એનું (આત્માનું) સ્વરૂપ છે એ. અહીંયા આ અર્થ તો આ લાગે છે અત્યારે તો- ભેદવાળો (-દ્રવ્ય, ગુણ, પર્યાયસ્વરૂપ આત્મા) ઉત્પાદ-વ્યયવાળો. (શ્રોતા ) જ્ઞાનની પર્યાયને જુદી પાડીને! (ઉત્તર) જ્ઞાનની પર્યાયનો અર્થ એ કે જે જ્ઞાનઆનંદની પર્યાય છે એમાં એકાગ્ર. એનો અર્થ એ ને એ. જે પર્યાય એકાગ્ર થઈ એ પર્યાય, સ્વરૂપમાં એકાગ્ર થઈ.
જિજ્ઞાસા: પાંચ ભાવોમાં પર્યાયસહિત-ક્યો ભાવ કહેવાય? સમાધાન: પર્યાયસહિત આ પર્યાય ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમની નિર્મળપર્યાય છે તે. જિજ્ઞાસા: દ્રવ્યની પર્યાય ભેગી થઈ તો આ ભાવ ક્યો કહેવાય ?
સમાધાન: ક્યો એનો અર્થ શું? પ્રશ્નમાં ઠેકાણું નથી. આ તો ક્ષાયિક, ક્ષયોપશમ, (ઉપશમ) પર્યાયની અહીં વાત છે. અને જે કારણપર્યાય છે એ તો પારિણામિકભાવની છે. અરે! ભારે કામ છે આકરું. દ્રવ્ય પારિણામિકભાવ છે. ગુણ પારિણામિકભાવ અને ઓલી (નિયમસાર” ૧૫ મી ગાથાવાળી) કારણપર્યાય જે છે તે પારિણામિકભાવ છે. ઘણો ખુલાસો તે દી” ૨૦૦૨ ની સાલમાં કર્યો હતો. એમાં (નિયમસાર” પ્રવચનના ગ્રંથમાં) છે.
અહીંયાં જે અંદરમાં એકાગ્રતા છે, એ પર્યાયમાં એકાગ્રતા થાય છે. એ પર્યાય તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક કહેવામાં આવે છે. ઉદય તો નથી. પાઠમાં ‘નિ' શબ્દ પડયો છે ને..! “ચંદ્રવ્યપર્યયાત્મિનિ ઉત્તપિત્ત:” પાઠમાં બીજું પદ છે નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં “દત્તચિત્ત.' સમજાણું કાંઈ ? એ વાત કરી લોકોને આકરી પડે: “કારણપર્યાય'. એ વાત ચાલતી નથી ને.! ચાલતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૭ નથી-ક્યાંય છે નહીં. કારણપર્યાય ફક્ત ૧૫મી ગાથા “નિયમસાર” માં જ લીધી છે. અને એનો અર્થ ખૂબ સ્પષ્ટ કર્યો હતો તે વખતે. અને એ કાંઈ ચાલે? આ તો અંતરની વાતો છે, બાપુ ! (કારણપર્યાય) બીજે નથી. ત્યાં જ લીધી છે. ચૌદમી ગાથા... પછી ૧૫ મી ગાથામાં લીધું છે. અહીંયાં મોક્ષમાર્ગ છે ને...! “આ “નિયમસાર મેં મારી ભાવના માટે બનાવ્યું છે”. એમ કુંદકુંદઆચાર્ય કહ્યું. તો સારામાં સાર વસ્તુ એમાં નાખી છે. ઝીણી વાત છે, પ્રભુ! ૧૫મી ગાથામાં છે સ્પષ્ટ: “કારણપર્યાય એ ધ્રુવ છે. જેમ દ્રવ્ય ધ્રુવ છે, ગુણ ધ્રુવ છે. સમુદ્ર જેમ કાયમ છે, એનું જળ કાયમ છે, એની સપાટી પણ ઉપર કાયમ છે. અને આમ ઉપર પાણીનો જે લોઢ આવે છે ઓછોવત્તો. (તેમ) એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, એ તો પછી ઉપરનો લોઢ છે. આ તો ઝીણી વાત છે, બાપુ! બધી વાતો સમજવી પડશે, બાપુ! શું થાય? પણ અત્યારે આ વાત ચાલતી નથી. એટલે એકદમ સમજાવવી અને સમજવી (જરી અઘરી છે). “કારણપર્યાય ' ધ્રુવ છે, એ વાત ચાલતી નથી. વળી “કારણપર્યાય ધ્રુવ” એમ કેમ કહ્યું? પર્યાય કહેવી અને (તે) ધ્રુવ ?! (શ્રોતાઃ) આ પર્યાય શ્રુતપ્રમાણ કહેવાય? (ઉત્તર) પ્રમાણ એટલે? કહ્યું ને..કેટલી વાતો થઈ ગઈ. (કારણપર્યાય એ ધ્રુવ છે). અને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ પર્યાય છે (પણ એ ઉત્પાદવ્યયરૂપ છે). પછી પ્રશ્ન શું થાય છે? દ્રવ્ય-ગુણ છે એ પારિણામિક ભાવ છે. અને એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની પર્યાય છે તે પ્રગટ મોક્ષમાર્ગ-પર્યાય છે. (શ્રોતા:) આ પર્યાય કઈ ગણવી? (ઉત્તર) આ ત્રણમાંથી ગમે તે ઉપશમ હોય, ક્ષયોપશમ હોય, ક્ષાયિક હોય.
અહીંયાં કહે છે: નિજ ( દ્રવ્યગુણપર્યાયના) સ્વરૂપમાં ચિત્ત અર્થાત્ જ્ઞાનને એકાગ્ર કર્યું છે. સાધારણ માણસને એ (કારણપર્યાયની વાત) ન બેસે ને ! એટલે પર્યાયનો અર્થ અત્યારે એ કરીએ છીએ. ઓલી વાત (કારણપર્યાયની વાત) તો કઠણ પડે જગતને, ભારે કઠણ પડે. કોઈ પણ ચીજ સંપ્રદાયમાં ચાલતી નથી. શ્વેતાંબરમાં તો છે જ નહીં. અને દિગંબરમાં પણ આ ૧૫મી ગાથા (નિયમસાર) સિવાય બીજે (આ વાત) ક્યાંય નથી. સમજાણું કાંઈ ? ૧૪મી ગાથામાં પર્યાય દ્વિવિધ છે: “સ્વપરાપેક્ષશ્વ નિરપેક્ષ:” એવો મૂળ પાઠ છે. હવે ૧૫મી ગાથા:
णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा।
कम्मोपाधिविवजियपज्जाया ते सहावमिदि भणिदा।। જુઓ ! એ (ટકામાં) નીચે છેઃ કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. જુઓ ટીકાઃ “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણ શુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.” હવે કારણશુદ્ધપર્યાય કોણ? તો “અહીં સહજશુદ્ધનિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શનસહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ- [ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવની નહીં.) (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધપર્યાય છે.” પણ એ અધિકાર ચાલતો હોય ત્યારે બધી દલીલ આદિ આવે. આ તો અહીંયાં નાખવું કઠણ પડે છે, આ તો જરી અહીંયાં નિર્મળપર્યાય પ્રગટ છે એ લેવી છે. અને તે તો અપ્રગટ છે-કારણશુદ્ધપર્યાય “ધ્રુવ” છે. અનાદિ-અનંત-દ્રવ્ય-ગુણ (ધ્રુવ છે તે) જોડયું. આ...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ હા.. હા ! બધો ખ્યાલ તો છે ને!
દષ્ટિના વિષયમાં, દષ્ટિ પર્યાય છે. છતાં અહીંયાં તો પર્યાય, દષ્ટિ, જ્ઞાન, અને ચારિત્ર એમાં એકાગ્રતા પણ કહેવામાં આવે છે. ભક્તિ ન કીધી? શ્રાવક અને સાધુ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રપર્યાયની ભક્તિ કરે છે. પર્યાયની ભક્તિ કરે છે? પણ પર્યાયની ભક્તિ કરે છે, એ દ્રવ્યનો આશ્રય છે-એ (પાયામાં રાખીને) વાત અહીંયાં લેવી. શ્રાવકને પંચમ ગુણસ્થાન છે, જેને આત્માનો ચોથે ગુણસ્થાને અનુભવ થયો છે, એવા શ્રાવકને પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની ભક્તિ હોય છે. ભક્તિ અર્થાત્ એની પરિણતિ એને હોય છે. આહા. હા!
... વિશેષ કહેવાશે.
* * *
પ્રવચન તા. ૧૮-૨-૭૮ નિયમસાર” કળશ-૧0૯ ચાલે છે ને! “આ પ્રમાણે પંચરત્નો દ્વારા (એટલે પાંચ ગાથાઓના ભાવ દ્વારા) જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે”- શું કહે છે? જે આ ગુણસ્થાન, માર્ગણાસ્થાન (અને જીવસ્થાન આદિ) ના ભેદના પ્રકાર પડે છે એવા ભેદની પણ જેણે ચિંતા છોડી દીધી છે, એનું લક્ષ છોડી દીધું છે. આહા... હા! આવી વાત છે. ભગવાન આત્મા, પૂર્ણાનંદપ્રભુ, અનંતગુણોની આખી રત્નમાળા અભેદ; એનાથી વિરુદ્ધ રાગ, નિમિત્ત અને ભેદો; એની પણ જેણે ચિંતા છોડી દીધી છે એટલે કે એના તરફનું લક્ષ છોડી દીધું છે. “અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં”- દ્રવ્યગુણપર્યાયો એ બધા વિભાવભાવ આદિ (એ) પર છે એને છોડીને, નિજ દ્રવ્યગુણપર્યાય જે પોતાનું દ્રવ્ય અનંત ગુણસંપન્ન, એના જે ગુણો, એના જે ભેદો અથવા પર્યાયો-એના સ્વરૂપમાં “ચિત્તને એકાગ્ર કર્યું છે.” આહા... હા ! જે આ જ્ઞાયકભાવ પરમાનંદસ્વરૂપ, એના દ્રવ્ય, ગુણ અને નિર્મળપર્યાય એમાં એકાગ્ર થયો છે (એટલે કે) અંતસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એના દ્રવ્ય, ગુણ અને નિર્મળપર્યાયમાં જે લીન-એકાગ્ર થયો; રાગમાં નહીં અને ભેદમાં નહીં, “તે ભવ્ય જીવ”. તે લાયક જીવ છે. તે ધર્મને માટે લાયક છે અને મોક્ષને માટે પણ તે લાયક છે. તે ભવ્ય જીવ છે ને...!
નિજ ભાવથી ભિન્ન” – જોયું? “નિજ ભાવથી ભિન્ન' (એટલે કે ) નિજ દ્રવ્યગુણપર્યાય-એ દ્રવ્ય વસ્તુ; એના ગુણ; અને એમાં એકાગ્રતા; એ ભાવ એ બધો નિજ ભાવ છે. [ બાકી સર્વ ભાવ, એનાથી ભિન્ન છે].
માર્ગ એવો સૂક્ષ્મ! (એની) અનંતકાળનો અભ્યાસ નથી. પર્યાયમાં રાગમાં જ એનું પોષાણ અને રુચિ રહી છે. એનાથી ભિન્ન ભગવાન, નિજ ભાવસ્વરૂપ; એ દ્રવ્ય ભાવ કહેવાય, ગુણ (ભાવ) કહેવાય અને નિર્મળભાવ (-પર્યાય) એ પણ ભાવ (કહેવાય ); એ નિજ ભાવથી ભિન્ન “એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
અહીંયાં તો એ વાત છે છેલ્લી એકદમ! કોઈ કહે કે: પંચમ કાળમાં મુક્તિ નથી ને આટલી બધી વાત પંચમ કાળમાં? એમ પણ કહે છે અત્યારે અત્યારે મોક્ષ નથી ને (તો) મોક્ષ (ની વાત) કોના સાટુ (માટે) કહે છે આ? મુક્તિના દૂત સંતો જગતને મુક્તિ વર્તમાનકાળમાં બતાવે છે! એ મુક્તસ્વરૂપ છે તે ભાવમાં એકાગ્રતા, એટલી મુક્તિ તો અત્યારે પર્યાયમાં પણ થઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૯ ગઈ. – શું કહ્યું? ભગવાન આત્મા, દ્રવ્ય મુક્તસ્વરૂપ છે; પર્યાયમાં ગમે તેટલી વિકૃત-અવિકૃત દશાઓ વીતી ગઈ પણ તેના દ્રવ્યમાં ક્યારેય અપૂર્ણતા કે અશુદ્ધતા કે ખંડ ક્યાંય થયો નથી.
એવું જે દ્રવ્ય, વસ્તુ, તેના ગુણો; અને પર્યાયો; એવો જે નિજ ભાવ; એ નિજ ભાવમાં રહીને જેણે વિકલ્પના ભેદાદિ વિભાવોને છોડ્યા છે, તેની અલ્પ કાળમાં, [ભલે આ કાળમાં પૂર્ણ મુક્તિ ન હોય પણ, ) મુક્તિ થઈ જવાની જ છે. અલ્પ કાળ લીધો છે ને..? આહા... હા! નિજ ભાવ એટલે: દ્રવ્યને ભાવ કહીએ, ગુણને ભાવ કહીએ, અને પર્યાયને પણ ભાવ કહીએ. અરે ! વિકારીભાવ હોય એને પણ ભાવ કહીએ, પણ એને અહીંયાં લેવો નથી. અહીંયાં તો ત્રિકાળી જ્ઞાયક, ચૈતન્યજ્યોત, પવિત્રતાનો પિંડ પ્રભુ તે નિજ દ્રવ્ય-ગુણ; અને તેને આશ્રયે થતી, તેને લક્ષ થતી જે શુદ્ધપરિણતિક એવા નિજ ભાવમાં જે લીન છે. અને (તે) નિજ ભાવથી ભિન્નને છોડે છે; એમ કહે છે. (શ્રોતા:) કયા ભિન્નને છોડે છે? (ઉત્તર) લક્ષને છોડે છે. સકળ વિભાવને છોડ છે એટલે કે ભેદને (છોડે છે). ભેદ છે, ભેદ-વિકલ્પ-રાગાદિ સર્વને છોડીને અલ્પ કાળમાં (મુક્તિને પામે છે). “એવા સકળ વિભાવ” કહ્યું છે ને ? ભેદને નથી કહ્યો અહીં. ભેદ તો (ગુણસ્થાનાદિમાં) આવી ગયો. અહીંયાં તો આ બાજુ (નિજ દ્રવ્યગુણપર્યાય) માં જે લીન થાય છે તે સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. આ ક્રિયા એની છે. દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ તો રાગ છે. (એ તો) ક્યાંય રહી ગયા. એ તો બંધનું કારણ છે. પણ અહીં તો જેને જ્ઞાન, દર્શન, આનંદના ભેદ પડ્યા, એવા ભેદોનું પણ જેણે લક્ષ છોડયું છે; અને ભેદને આશ્રયે રાગ થાય તેનું લક્ષ પણ જેણે છોડયું છે એવા સકળ વિભાવ, નિજ ભાવથી ભિન્ન છે; એને છોડીને, અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ ?
“સમયસાર” કળશ-૨૪૦ માં છે ને ! “ મોક્ષપથી”મોક્ષપંથ એક જ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એક જ મોક્ષપંથ છે; એનાથી અલ્પ કાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે). એની જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કેઃ કારણ કે, આ પંચમ કાળ છે એટલે એને ત્રીજે ભવે મુક્તિ થાય જ. સમજાણું કંઈ ?
[‘નિયમસાર” ગાથા-૫૦ ની ટીકા પછી ઉદ્ધત ] સમયસાર કળશ-૧૮૫માં મોક્ષાર્થી” આવ્યું છે ને....! કે: [“જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે. એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે- હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.” ] જેમના ચિત્તનું ચરિત્ર એટલે કે જેમના જ્ઞાનનું આચરણ અર્થાત્ આત્માનું આચરણ–ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ એ આત્મા, એનું આચરણ-ઉદાત્ત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થીઓ અર્થાત્ મોક્ષના અર્થી મુમુક્ષુઓ-યોગીઓ (આ સિદ્ધાંતનું સેવન કરો). “મોક્ષાર્થીઓ નો અર્થ લીધો છે “યોગીઓ' કે જેને અંતસ્વરૂપમાં યોગ જોડયો છે, એ બધા મુમુક્ષુઓને સંસ્કૃત ટીકામાં યોગી પણ કહ્યા છે. એકલી પૂર્ણાનંદરૂપી મુક્તિ, એના જે અભિલાષી એટલે કે વર્તમાનમાં પણ મોક્ષનો અર્થી એટલે જે પૂર્ણાનંદ છે તેનો જેણે અહીંયાં થોડો અનુભવ લીધો છે અને મોક્ષનો અર્થી અર્થાત્ એ જે જાણ્યું છે કે આ (આત્મા) આનંદસ્વરૂપ છે એનો જે સ્વાદ (અનુભવમાં) આવ્યો છે અને પૂર્ણ મુક્તિની (પૂર્ણાનંદની) ભાવના હોય છે, એને પૂર્ણ મુક્તિનો અર્થી કહેવામાં આવે છે. -એમ પણ એક ઠેકાણે આવ્યું છે. “મોક્ષના અર્થી' નો અર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ પ્રવચન નવનીતઃ ભાગ-૨
એ કર્યો છેઃ જે પૂર્ણ આનંદને ઉપાદેયપણે, એટલે કે વર્તમાન આનંદના અનુભવમાં, પૂર્ણ આનંદને જે ઉપાદેયપણે ગ્રહે છે; એને અમે અહીં મોક્ષાર્થી કહીએ છીએ. જેને રાગ અને પર્યાયનું પણ લક્ષ નથી, પણ પૂર્ણ આનંદનો (જે) કામી છે. જેણે વર્તમાન આનંદ જાણ્યો છે, વર્તમાનમાં આનંદનો અનુભવ છે, એવા જે મોક્ષાર્થીઓ મોક્ષને માટે, પૂર્ણ આનંદને માટે પ્રયોગ-પુરુષાર્થ કરે છે. તેઓ આ સિદ્ધાંતનું સેવન કરો. સિદ્ધાંત એટલે વસ્તુનું સ્વરૂપ. આ સિદ્ધાંત સેવવો, એટલે કે આ વસ્તુનું સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું. સમજાય છે કાંઈ ? આવી વાતો!! હવે ક્યાંય (સાંભળવા ય મળતી નથી ). મોક્ષ પૂર્ણાનંદસ્વરૂપ છે; એનો અર્થી ક્યારે કહેવાય કે જેને વર્તમાનમાં અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ( આત્મા ) નું સમ્યગ્દર્શન ( અર્થાત્ ) આનંદની દશા પ્રગટ થઈ છે અને પૂર્ણ આનંદનો જે કામી છે. મોક્ષના-૫૨માનંદના નમૂના જેણે જાણ્યા છે, એટલે કે મુક્તસ્વરૂપ ભગવાનઆત્મા છે એની સન્મુખ થઈને-સન્મુખ=સત્ પડયું તેના (તરફ ) મુખ કરીને-દષ્ટિ કરીને, જેણે આનંદના અંશને વેદનમાં લીધો છે, એને મોક્ષાર્થી એટલે પૂર્ણ આનંદનો અભિલાષી કહીએ. (પણ) જેને મોક્ષનો આનંદ છે એનો અંશ પણ ખ્યાલમાં આવ્યો નથી તેને આ પૂર્ણાનંદનો અભિલાષી કઈ રીતે કહેવો? એમ કહે છે. સમજાણું કાંઈ ? મુક્તસ્વરૂપ-અબદ્ધસૃષ્ટ જે પ્રભુ; એનું ભાન જેને થયું છે, આનંદનો સ્વાદ આવ્યો છે, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થયું છે, એ જીવને પૂર્ણાનંદનો અર્થી-મોક્ષાર્થી-કહેવાય છે. આહા... હા! આવી વસ્તુ !! શરતો ઘણી, જવાબદારી ઘણી !
એક વખત કહ્યું હતું ને...! “મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે.” એટલે કે આત્મા આનંદસ્વરૂપ છે, એની દૃષ્ટિ જ્યાં સમ્યક્ થઈ એ સમ્યગ્દર્શન, ધર્મની પહેલી સીડી છે. એ વિના બધું થોથાં છે–વ્રત કરે કે પૂજા કરે ને દાન કરે ને મંદિર બનાવે ને કરોડો-લાખો શાસ્ત્રો બનાવે ને... એ તીર્થની રક્ષા કરે ને તીર્થનાં ધ્યાન રાખે ને-એ બધાં વિકલ્પો છે, ( એમ ) કહે છે. આવો માર્ગ!!
અહીંયાં કહે છે કેઃ જેણે “ચિત્તને એકાગ્ર કર્યું છે” તે (ભવ્યજીવ ) “ સકળ વિભાવને છોડી ”– વિભાગ અર્થાત્ ચાર ભાવ (ઉદય, ઉપશમાદિ ) પણ વિશેષ ભાવરૂપે છે, (એ સઘળાયને ) લક્ષમાંથી છોડી– “અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ”
.
એ પાંચ રત્ન! એ એનો શ્લોક છે. એમાં (ટીકામાં ) તો આવી ગયું ને...! ચૌદ ગુણસ્થાન, ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન (એ) બધા ભેદો હું નથી. ‘એ હું નથી' એટલે ‘જ્યાં હું નથી’ તેના તરફથી લક્ષ છોડીને ‘હું જ્યાં છું’ ત્યાં એની દષ્ટિ કરીને, એકાગ્રતાથી, અલ્પ કાળમાં મુક્તિને (પામીશ )! આહા... હા !
મોક્ષનો માર્ગ તો ‘આ’ છે! (લોકો ) વચ્ચે આ વાતો કરે ને... વ્યવહાર ને વ્રત ને તપ ને-હજી સમ્યગ્દર્શન વિના- દાન ને દયા ને મંદિર ને પૂજા ને ભક્તિ ને શાસ્ત્રો બનાવવા ને શાસ્ત્રોની ભક્તિ કરવી –એ બધો રાગ છે! એવી વાતો છે.
અખંડ–અભેદસ્વભાવની અનુભવદશા એ નિજ ભાવ છે એનાથી ભિન્ન (એવા સકળ વિભાવને) છોડી દે છે. ભાષા તો શું સમજાવે ? વિભાવને છોડીને, અર્થાત્ આ વિભાવ છોડું છું એમ ત્યાં નથી (પણ) સ્વરૂપમાં એકાગ્રતા વિશેષ થાય છે એટલે વિભાવ ઉત્પન્ન થતા નથી. તો ‘તેને છોડીને ’ એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૮૧ આહા.... હા! આવો માર્ગ છે!! લોકોને નિશ્ચયાભાસ જેવું લાગે. કાંઈક પણ આ વ્યવહારથી (નિશ્ચય) થાય (એમ એ કંઈ કહેતા નથી તો શું ) દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ, અપવાસ એનાથી કાંઈ નહીં? (ભાઈ !) તેનાથી તો રાગનો ભાવ થાય, (તે પણ ) શુભ કરે તો. (પણ જો) અભિમાન કરે કે મેં આ કર્યુંને મેં આ કર્યું ને.. તો વળી પાપ થાય. બીજાને દેખાડવા માટે કરે, તો ય પાપ થાય. દુનિયામાં મારી ગણતરી ધર્મીમાં આવે... એ રીતે કરે, તો એ પણ પાપ થાય. (પણ) અને (ભવ્ય જીવને) તો ભગવાનને ગણતરીમાં લાવવો છે. હું સિદ્ધની પંક્તિની ગણતરીમાં આવું. મારા સ્વભાવ-નિજ ભાવ-થી ભિન્ન (એવા સકળ વિભાવ) એને છોડીને હું (સિદ્ધની પંક્તિમાં) આવી શકું છું. આહા... હા ! સમજાણું કાંઈ ? આવો માર્ગ ભારે આકરો ! તેથી લોકો-સાધુ ને-બિચારા વિરોધ કરે છે ને !
જિજ્ઞાસા- પર્યાયમાં ચિત્ત જોડવું એટલે એનું વેદન કરવું?
સમાધાન: પર્યાયનું વેદન કરવું. અને પર્યાયને એકાગ્ર-નિર્મળપર્યાયમાં એકાગ્ર અર્થાત્ એ પર્યાય. એ વાત કાલે કરી હતી ને...! નિશ્ચયભક્તિની ભક્તિ કરવી. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનની ભક્તિ, એ તો પર્યાય છે. “પર્યાયની ભક્તિ” એનો અર્થ જેને ‘દ્રવ્યની ભક્તિ' છે એને પર્યાયની ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે પર્યાય-ભક્તિ કહેવામાં આવે છે. “નિયમસાર” ગાથા-૧૩૪: “સમ્મત્તાવાર નો માઁ ઝુપડું સાવ સમો – શ્રાવક અને મુનિ બેયને નિશ્ચયની ભક્તિ હોય છે. સમ્યકત્વની ભક્તિ, સમ્યક જ્ઞાનની ભક્તિ, સમ્યક ચારિત્રની ભક્તિએનો અર્થ જ એ કે, વીતરાગભાવ-સ્વભાવભાવમાં એકાગ્ર છે- (એ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એક ભક્તિ જ છે, એમ. આહા.. હા ! આવી વાતો!!
(સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) સેવવા. એ સમયસાર' ૧૬મી ગાથા. એ તો પર્યાયથી વાત કરી. છતાં “તાળ પુખ ના તિ0િાવિ પપ્પા વેવ frછયવો” – ત્રણ થઈને પણ છે તો એક. એ ત્રણ પર્યાયો છે એના ઉપર લક્ષ જતાં વ્યવહાર છે, વિકલ્પ છે, મલિન છે. રાગ તો ઠીક; પણ ત્રણ પર્યાય-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર-એવા ભેદ ઉપર લક્ષ જાય તો એ મલિન છે. એને વ્યવહારને મલિન કહેવાનો વ્યવહાર છે. એમ “કળશટીકા” માં પાઠ છે. ૧૬મી ગાથાનો શ્લોક-૧૬ છે એમાં.
માર્ગ તો અપૂર્વ જ હોય ને...! પૂર્વે જે ન કર્યું હોય, એવું નવું કરે તો જ અપૂર્વ કહેવાય ને...? અત્યારે તો સાંભળવું ય મુશ્કેલ પડી ગયું! અને બહાર વાત આવે તો એ. એ નિશ્ચયાભાસ છે, એકલો નિશ્ચય છે, વ્યવહારથી ને નિમિત્તથી તો લાભ માનતા નથી ! (એમ લોકો વિરોધ કરે ). પણ ભાઈ ! વાત તો એવી જ છે. નિમિત્ત અને વ્યવહારથી લાભ થતો નથી!
પ્રશ્નઃ સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં –“વિરા” છે ને..? તો ‘વિરાત્' માં ક્રમબદ્ધ પાછું ક્યાં રહ્યું? “ક્રમબદ્ધ' છે ને..! “અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે ત્યાં ‘ક્રમબદ્ધ' ક્યાં રહ્યું?
સમાધાન: એ “કમબદ્ધ ” માં જ “વિરાત' આવ્યું. આવો જેણે મોક્ષમાર્ગ સાધ્યો છે એને એના ક્રમમાં-અલ્પ કાળમાં જ કેવળ થાશે, એમ આવ્યું. સમજાણું કાંઈ ? આહા.... હા! ઘણો ફેર. ‘નવરાત્' આવે તો ત્યાં એમ કે જુઓ! અલ્પ કાળમાં થાય છે, ફલાણે કાળે જ થાય છે એમ
ક્યાં આવ્યું અહીંયાં? પણ એ “અલ્પ કાળમાં થાય' એ કઈ અપેક્ષાએ કહ્યું? કેઃ જેણે આત્માદ્રવ્યના આશ્રમે ક્રમબદ્ધની પર્યાયનો નિર્ણય કર્યો છે અને દ્રવ્યના આશ્રયે જ્ઞાન અને રમણતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ ઊભી કરી છે એ પર્યાય અલ્પ કાળમાં જ કેવળજ્ઞાન લેશે એવી એમાં (પર્યાયમાં) તાકાત છે એટલે ક્રમબદ્ધમાં-અલ્પ કાળમાં જ-કેવળજ્ઞાન આવશે, એવો નિયમ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહ્યું ને...! અલ્પ કાળમાં) “મુક્તિને પ્રાપ્ત કરે છે.” (પણ) આ ભવે તો (મુક્તિ) નથી, આ (વાત) પંચમ આરાના સાધુઓ જ પોતે કહે છે. એને પણ આ ભવમાં મુક્તિ નથી. કુંદકુંદ આચાર્ય મૂળ શ્લોક કહ્યો પણ આ ભવમાં તો મુક્તિ નથી. પણ જેણે એ મુક્તિનાં પ્રયાણ કર્યા છે એને મુક્તિ જ છે !
“પ્રવચનસાર' માં પંચરત્ન ગાથા-૨૭૧ થી ૨૭૫ લીધી છે. જેણે અંતરમાં આત્માના સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું શુદ્ધ સાધન ઊભું કર્યું, જેણે અંદર શુદ્ધઉપયોગ પ્રગટ કર્યો, એ જીવને અત્યારે અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. જેણે શુદ્ધઉપયોગથી એ મોક્ષમાર્ગને પ્રગટ કર્યો એને જ અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. એવો ૨૭ર ગાથામાં પાઠ છે. અને ગાથા-ર૭૧માં સંસારતત્ત્વ (ની વાત છે ) : જેણે એકત્વબુદ્ધિથી રાગના, પુણ્યના વિકલ્પને પણ ભલો માન્યો છે, એ સાધુ હોય તોપણ તે સંસારતત્ત્વ છે. આહા.. હા ! એ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન, પંચમહાવ્રતના પરિણામથી જેણે લાભ માન્યો છે એવા જીવને ત્યાં સંસારતત્વ કહ્યું છે. એ જીવ ભલે જૈનના પંચમહાવ્રત પાળતો હોય પણ તે (સંસારતત્ત્વ છે). કેમકે રાગ છે એ સંસાર છે, અને જેને રાગની એકતાબુદ્ધિ-લાભની (બુદ્ધિ ) વર્તે છે એ સંસારી પ્રાણી છે, એ સંસારતત્ત્વ છે. અને જેને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા, શુદ્ધોપયોગ (રૂપ) સાધન કર્યું છે, એ જીવને મોક્ષતત્વ કહ્યું છે. આહી... હીં! સમજાણ કાઈ ?
માર્ગ આવો.... ભારે આકરો લાગે. એક તો ધંધા આડે (લોકો) બિચારા નવરા થાય નહીં; પાપ આડે આખો દી'.. આ... આ... આ... (કર્યા કરે, ફુરસદ મળે નહીં) એમાં કોઈ વખતે, કંઈક દેવદર્શન, શાસ્ત્રવચન કે એવું કાંઈક કરે તો એ થોડું પુણ્ય થાય; પણ એમાં આ ધર્મ, તો ક્યાંય રહી ગઈ વાત!
આહા હા ! મુનિઓ-કુંદકુંદાચાર્ય આદિ જંગલોમાં શાસ્ત્રો રચ્યાં. તાડપત્રો ત્યાં પડ્યાં હતા, લઈ લીધાં. સળીઓ વડે કરીને (અક્ષરોનાં) કાણાં પાડ્યાં. તે (લખાણ કરેલાં) પત્રો
ત્યાં પાછા મૂકીને (તેઓ) ચાલ્યા ગયા ! હારે રાખ્યાં નહીં! લખનારને (સાચવવાની) કંઈ પડી નથી કે લાવ.. હું ગામવાળાને તાડપત્ર આપી દઉં! પણ ગૃહસ્થોને ખબર હોય કે મુનિરાજ જંગલમાં છે અને કંઈક શાસ્ત્ર લખે છે. એટલે એ મુનિરાજ ત્યાંથી વિહાર કરે એટલે તે ત્યાં જાય અને તાડપત્ર ત્યાં પડ્યાં હોય એને ભેગાં કરે ને ઉપાડીને (સાચવી લે). આહા.. હા! આવી વાત છે! મુનિરાજની દશા !! અંતરના આનંદમાં ઝૂલી રહ્યા છે. બહાર નીકળતાં એને દુઃખ લાગે છે. આ ( વિકલ્પ) છોડીને ક્યારે અંદરમાં જઉં? એમ વારંવાર સાતમું ગુણસ્થાન આવે છે. આહા... હા! આવી વાતો છે !! અરે ! અનંત કાળનાં આ દુઃખ, જેને નાશ થાય છે, બાપા! એનો ઉપાય તો અલૌકિક જ હોય ને...! સમજાણું કાંઈ ? એ (પંચરત્ન) પાંચ ગાથા પૂરી થઈ.
(... શેષાંશ પૃ. ૧૮૪ ઉપર)
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૨ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
[ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ] . एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं। तं दिढकरणणिमित्तं पडिक्कमणादी पवक्खामि।। ८२।।
ईदृग्भेदाभ्यासे मध्यस्थो भवति तेन चारित्रम्। तदृढीकरणनिमित्तं प्रतिक्रमणादिं प्रवक्ष्यामि।। ८२।।
ટીવા: अत्र भेदविज्ञानात् क्रमेण निश्चयचारित्रं भवतीत्युक्तम्।
पूर्वोक्तपंचरत्नांचितार्थपरिज्ञानेन पंचमगतिप्राप्तिहेतुभूते जीवकर्मपुद्गलयोर्भेदाभ्यासे सति, तस्मिन्नेव च ये मुमुक्षवः सर्वदा संस्थितास्ते ह्यत एव मध्यस्थाः, तेन कारणेन तेषां परमसंयमिनां वास्तवं चारित्रं भवति। तस्य चारित्राविचलस्थितिहेतोः प्रतिक्रमणादिनिश्चयक्रिया निगद्यते। अतीतदोषपरिहारार्थं यत्प्रायश्चित्तं क्रियते तत्प्रतिक्रमणम्। आदिशब्देन प्रत्याख्यानादीनां संभवश्चोच्यत इति।
ગુજરાતી અનુવાદ: આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રવૃઢતા કારણે. ૮૨. અન્વયાર્થ: મેવાભ્યાસે] આવો ભેદ–અભ્યાસ થતાં [ મધ્યસ્થ:] જીવ મધ્યસ્થ થાય છે, [ તેના વારિત્રમ્ ભવતિ] તેથી ચારિત્ર થાય છે. [ તવૃઢીકરણનિમિત્ત ] તેને (ચારિત્રને) દ્રઢ કરવા નિમિત્તે [પ્રતિદ્રમાહૂિં પ્રવક્ષ્યામિ] હું પ્રતિક્રમણાદિ કહીશ. ટીકા:-અહીં, ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.
પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થોના જ્ઞાન ) વડ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદઅભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે ( સતત ભેદાભ્યાસ ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે. અતીત ( –ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. “ આદિ' શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે ( અર્થાત પ્રતિક્રમણાદિમાં જે “ આદિ' શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૧૮-૨-૧૯૭૮ (... શેષાંશ) (નિયમસાર') ગાથા-૮૨. અધિકાર શું ચાલે છે? નિશ્ચયચારિત્ર. સત્યચારિત્ર. એના પેટભેદમાં, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ને આલોચના ને બધું આવે છે હવે કહે છે કે નિશ્ચયચારિત્ર કઈ રીતે પ્રગટ થાય?
આહા... હા! પોતે ભગવાન કુંદકુંદ આચાર્ય કહે છેઃ કહીશ પ્રભુ! તને કહીશ. કથનમાં બીજું શું કહે ? એક બાજુ કહે કે આત્મા અને ભાવને ભાષાએ કરી કહી શકાતો નથી. અને [ અહીં કહ્યું: ] “પવવામ”– [હું કહીશ ]. ઉપદેશનાં વાક્યો આવે ત્યારે તો એવાં જ આવે ને..! “વોચ્છામિ સમયપાદુટું” “સમયસાર (નામના પ્રાભૃતને) કહીશ. આહા.... હા ! પ્રભુ તને આવો યોગ સાંભળવાનો મળ્યો એટલે જો હું કહું તો (તું) પ્રમાણ કરજે હોં! આઠમી ગાથામાં ય આવ્યું હતું: “આત્મા” (એવો શબ્દો કહ્યો; એ સાંભળ્યો, પણ સમજ્યો નહીં. હવે એનો અર્થ કર્યો ત્યારે સમજ્યો. પણ સમજ્યો ને તરત જ એને આત્મજ્ઞાન થયું. આહા.... હા ! શું કહ્યું એ ? આઠમી ગાથા (માં કહ્યું ને...!) બ્રાહ્મણે ( એક પ્લેચ્છને) કહ્યું “સ્વસ્તિ'. એમ આ મુનિરાજે કહ્યું “આત્મા'. નિશ્ચય અને વ્યવહારના સભ્યજ્ઞાનરૂપી રથમાં આવ્યા છે. વ્યવહારમાં આવ્યા ત્યારે વિકલ્પ ઊઠ્યો છે ને...! અહીં કેવળીની વાત નથી. વર્તમાન (માં) કેવળી નથી એટલે આ વાત લીધી છે. “આત્મા' (એવો શબ્દ સાંભળીને) ઓલો ટગટગ જોયા કરે છે. એનો અર્થ) સમજતો નથી; પણ કંટાળો નથી, અનાદર પણ નથી. શું કહે છે આ. આત્મા’? શું કહે છે આ? ગુરુ એ કહેનાર અથવા બીજો કોઈ, એમ બેય વાત છે ને આમાં. આત્મા'... પ્રભુ! “આત્મા’ એને કહીએ: દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય તે “આત્મા'. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોં! એવું જ્યાં સાંભળ્યું-પ્રભુ! તારો આત્મા તો જો..! આ સંતોની વાણીની ઉગ્રતા તો જો. ત્યારે એને “આત્મા' (શબ્દો સાંભળતાં આશંકા હતી શું કહે છે? શંકા ન હતી. આ શું કહે છે (એવી જિજ્ઞાસા હતી; પણ) કંટાળો નહોતો કે આત્મા. આત્મા શું કરો છો ? “આત્મા' એવો શબ્દ જેને કાને પડ્યો કે એવી જિજ્ઞાસા અંદરથી (ઊપજી) કે આ શું કહે છે! દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય-એ ભેદથી કહ્યું. ત્યારે એવું સાંભળનારને એકદમ સાંભળતાં અતીન્દ્રિય આનંદનાં આંસુ આવ્યાં-આનંદ.. આનંદ... આનંદ આવ્યો. આહા... હા ! એવા (યોગ્યતાવાન) જીવને જ ત્યાં લીધો છે. સમજાણું કાંઈ ? “કળશટીકા' માં આવે છે ને કે: એકત્વપરિચિત કોઈ દીર્થજીવી હોય. દિગંબર સંતોની વાણી !! અને કહે છે કે એને સાંભળનાર પણ સામે એવા પાત્ર અને યોગ્ય મળ્યાં ! ભગવાન આત્મા તો દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. વ્યવહાર નહીં... હોં! નિશ્ચય. ભેદ પડયો એટલો પણ વ્યવહાર પડ્યો; એ દ્વારા સમજાવ્યો એને આત્મા. એ ભેદને અનુસરવું નહીં(એમ) શિષ્યને કહ્યું. અને પોતે કહ્યું કે સમજાવવા (માટે) આ ભેદ આવ્યો પણ એ અમારે અનસરણ કરવા લાયક નથી. તેમ શ્રોતાને ભેદથી સમજાવીએ છીએ (પણ) તે ભેદ અનુસરણ કરવા લાયક નથી. આહા... હા... હા !
૨00૫ની સાલમાં એક ભાઈનો પ્રશ્ન હતો. પહેલાં પાણી ગાળીને પીવું ને આમ કરવું ને? આહા... હા ! કહો ! એમાં પાણી તો ગળવું ક્યાંય રહી ગયું. અહીં તો આત્મા ગળીને પીવો છે. પાણીનું ગળવું અને પાણીને અણગળ રાખવું, એ ક્રિયા આત્માની નથી. પણ એ જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલમ્ ”—
બનાવ્યા છે.
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૮૫
વિકલ્પ; એ આશ્રય કરવા લાયક નથી.
ગાથામાં કહ્યું ને...! “ પવવવામિ” બધું કહીશ. ‘ આદિ’ શબ્દ છે ને (પ્રતિક્રમણાદિ ).
*
આહા..... હા ! પોતે ( કુંદકુંદાચાર્ય) કહે છે કેઃ મેં તો મારી ભાવના માટે આ (‘નિયમસાર ’ નામનું શાસ્ત્ર) બનાવ્યું છે. કુંદકુંદ આચાર્ય જે ત્રીજે નંબરે: “મંગલં ભાવાત્ वीरो, मंगलं गौतमो गणी, मंगलं कुंदकुंदार्यो' જૈનશાસનમાં આવ્યા છે. “ નૈનધર્મોસ્તુ ચોથું પદ. આહા... હા! એ આચાર્ય કહે છેઃ મેં તો મારી ભાવના માટે આ શ્લોક
હું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, ભક્તિ એ
66
અહીંયાં કહે છે: “ તેને (નિશ્ચયચારિત્રને ) વૃઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.” આહા... હા ! વીતરાગભાવની જે ચારિત્રદશા, એની દૃઢતા માટે હું આ (પ્રતિક્રમણાદિ) કહીશ.
એની ટીકાઃ “અહીં, ભેદવિજ્ઞાન દ્વારા, ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.” જોયું! પહેલું રાગથી ભિન્ન કરીને, (આત્મા સાથેની ) એકત્વબુદ્ધિમાં સમ્યગ્દર્શન થાય. પછી અસ્થિરતાથી ભિન્ન કરીને સ્થિરતા થાય. અને રાગથી ભિન્ન કરીને વિશેષ-વિશેષ જેમ સ્થિરતા
થાય, એ ચારિત્રની દૃઢતા હેતુ આ (પ્રતિક્રમણાદિ ) કહીશ. એમ કહે છે. મુનિને પણ શુદ્ધતા વધતી જાય છે ને...! છઠ્ઠ-સાતમે, છઠ્ઠ-સાતમે રહે છે, પણ શુદ્ધિ એટલી ને એટલી રહે છે એમ નથી. સ્વરૂપની ૨મણતા વધતી જાય છે, એમ કહે છે. એ રમણતાને દૃઢ કરવા (નિમિત્તે) હું આ અધિકાર કહીશ.
‘પદ્મનંદિપંચવિંશશિત ' ‘ બ્રહ્મચર્યાષ્ટક' માં પદ્મનંદિ આચાર્યે કહ્યું ને...! બ્રહ્મ અર્થાત્ આત્મા, એના આનંદમાં રમવું (એ બ્રહ્મચર્ય). એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતાં કરતાં રાગનો નવ નવા કોટિએ ત્યાગ-વિષય (મનવચનકાયથી ) સેવવો નહીં, સેવરાવવો નહીં, સેવનારને રૂડું જાણવું નહીં. અંદર આનંદસ્વરૂપમાં એટલે બ્રહ્મમાં ૨મવું, એને બ્રહ્મચર્ય કહીએ. ( આ અધિકારમાં) ખૂબ નવ ગાથાઓ લખી! મુનિરાજ પદ્મનંદિ... મહાઆચાર્ય... આહા... હા ! જુઓ તો! જંગલમાં સિદ્ધ સાથે વાતો કરી છે!! સિદ્ધ એટલે આત્મા હોં! એ નવમી ગાથામાં કહે છે કે: હૈ ભાઈઓ ! હું યુવાનો! તમને રાગના રસમાં, સ્ત્રીના વિષયમાં રસ પડતો હોય, જુવાની (હોય ), શ૨ી૨ રૂપાળાં હોય, સાધન કંઈ પાંચપચીસ લાખ... બંગલા... આ પંખાદિ સાધન મળ્યાં હોય; એમાં તમને એમ કહું કે આ... આ... નહીં! બ્રહ્મચર્ય તો આને કહીએ! આહા... હા! પ્રભુ ! હું યુવાનો! હું મુનિ છું માટે આ મેં વાત કરી (પણ) જો તમને ન રુચે તો માફ કરજો, પ્રભુ! આહા... હા ! એમ અહીં મુનિરાજ કહે છે કે દૃઢ ચારિત્રપણે કહીશ... તમને ન રુચે તો માફ કરજો... બાકી માર્ગ તો આ છે! પદ્મનંદિ આચાર્ય તો પછી થયા અને આ ( કુંદકુંદાચાર્ય ) તો પહેલાં ( થયા ). જેને પહેલા ત્રણમાં બોલ્યા (ગણ્યા ) : “મંચનું માવાન્ વીરો, મંમાં ગૌતમો નળી, માતં જીવળવાર્યો...” એ કહે છે કેઃ
હું તો નિશ્ચયચારિત્રની દૃઢતા, સ્થિરતા, રમણતા વધે માટે આ (પ્રતિક્રમણાદિ) કહીશ.
મારે માટે પણ એમ છે અને તમારે માટે પણ એમ છે. એમ કહે છે. આહા... હા !
“ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે ક્રમે ”– છે ને...! છઢે ગુણસ્થાને હજી રાગ છે તેથી રાગથી ભેદ હરિગીત ' માટે જુઓ પૃ. ૧૮૩
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ પાડીને સ્થિરતા વધતી જાય છે; એ ક્રમે ચારિત્ર સાતમું અને પછી આગળ વધીને સ્થિરતા વિશેષ થાય છે. સમજાણું કાંઈ ?
સમયસાર” ટીકામાં આવે છે ને...! શુદ્ધિની વૃદ્ધિના ભેદ પડે છે. શુદ્ધિનો એક પ્રકાર નથી. શુદ્ધિ છઠું છે ત્યાંથી પણ વધતી જાય છે. “ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે” રાગને ભિન્ન પાડીને સમ્યગ્દર્શન તો (પ્રગટ) કર્યું છે, પણ પછી પણ રાગની અસ્થિરતા છે ત્યાંથી ખસી સ્વરૂપમાં સ્થિર થાય છે. એ દૃઢ ચારિત્ર માટે હું આ કથન કહીશ; અને એ વિના તારી મુક્તિ નથી, બાપા!
ચારિત્ર તે મુક્તિનું કારણ છે. અને ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોય નહીં, એ અપેક્ષાએ કહ્યું છે. નહીંતર કાંઈ એક ગુણ બીજા ગુણનું કારણ છે, એવું તો નથી. સર્વે ગુણો અસહાય છે. પણ (આ તો) અપેક્ષાએ કથન છે.
(“સમયસાર) બંધ અધિકારમાં (ગાથા-ર૭૩માં) લીધું છે ને....! કેઃ દર્શન-શાન કારણ વિના ચારિત્ર ક્યાંથી હોય? મૂળ ચારિત્રનું કારણ પહેલું સમ્યગ્દર્શન છે; એ તો હજી ખબર નથી તો તારે ચારિત્ર ક્યાંથી આવી ગયું? ત્યાં આગળ ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન ને જ્ઞાનને કહ્યું. અને બીજે ઠેકાણે એમ કહ્યું કે કોઈ ગુણને કોઈ (અન્ય) ગુણની સહાય નથી. આહા.. હા ! અપેક્ષાથી સમજવું જોઈએ, બાપુ ! આ તો.
પૂવોક્ત પંચરત્નોથી શોભિત”- પાંચ ગાથા, પાંચ રત્નોથી શોભિત “અર્થપરિજ્ઞાન (પદાર્થોના જ્ઞાન) વડે” - ભગવાન આનંદસ્વરૂપના જ્ઞાન વડે “પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” આહા.... હા! પંચરત્નોથી શોભિત; એનું (પદાર્થનું) પરિજ્ઞાન; એના વડે પંચમગતિની પ્રાપ્તિ. - આહા હા ! બધે “પ”. “પ” આવ્યા છે. પૂર્વોક્તમાં “પ” આવ્યો. પંચરત્નોમાં “પ” આવ્યો. પરિજ્ઞાનમાં “પ” આવ્યો. પંચમગતિમાં “પ” આવ્યો. અને પ્રાપ્તિમાં “પ” આવ્યો. સમજાણું કાંઈ ?
અહીંયાં “પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (–પદાર્થોના જ્ઞાન) વડે પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” એવો જીવનો અને કર્મયુગલનો ભેદ-અભ્યાસ થતાં” ભાષા એમ છે જોયું ! આગળ બીજે ઠેકાણે એવું છે: અશુદ્ધઅંત:તત્ત્વ અને કર્મ-બેયને ભિન્ન પાડવાનો અભ્યાસ. એ તો એમાં આવી ગયું. કર્મનો ભેદ પાડવાનો અભ્યાસ, અર્થાત્ કર્મના નિમિત્તથી જે પોતાની અશુદ્ધતા છે એને પણ ભેદ પાડવાનો અભ્યાસ, એમાં ભેગું આવી જાય છે. એમાં (“નિયમસાર” ટીકા) ગાથા-૧૦૬માં લખ્યું છે: “શ્રીમદ્ અર્હતના મુખારવિંદમાંથી નીકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધઅંત:તત્ત્વ અને કર્મપુદ્ગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે” અહીં છે ને ! “વું મેભાર નો ધ્વ નીવમ્ભળો.” અને ત્યાં (ગાથા-૮૨માં) પણ એ છેઃ “રિસ મેદ્રભાસે.” અને ગાથા –૪૦ ની ટીકામાં આવે છે ત્યાં જરી બીજી વાત છે : “અશુદ્ધઅંત:તત્વના અને કર્મયુગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ.” - અશુદ્ધઅંત:તત્ત્વ એટલે રાગ. અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ-એકક્ષેત્રાવગાહ, ઝીણી વાત છે.
અહીંયાં તો “ભેદ-અભ્યાસ થતાં” કીધું ને...!” પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદ–અભ્યાસ થતાં” ... જોયું! આ અભ્યાસ છે. રાગથી અને કર્મથી ભગવાનનો ભેદ કરવાનો અભ્યાસ. (શ્રોતા ) અભ્યાસ પહેલાં હોય પછી ભેદજ્ઞાન? (ઉત્તર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૮૭ એ ભેદજ્ઞાન તો પહેલું થયેલું છે પણ પછી ભેદ વિશેષ કરીને ચારિત્ર થાય છે, એમ કહેવું છે.
ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે (સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે.” મધ્યસ્થ થાય છે એટલે કે અંદર વીતરાગદશા થાય છે. રાગથી પણ ભેદ-અભ્યાસ કરતાં અને ભેદના લક્ષને છોડીને પણ અંદરમાં અભેદ તરફ જતાં ચારિત્રની વીતરાગી નિર્મળ દશા- મધ્યસ્થપણું પ્રાપ્ત થાય છે.
આહા.. હા! આવી વાતો!! ત્યાં મળે છે ક્યાંય મુંબઈમાં, ક્યાંય આજુબાજુમાં? ક્યાંક પૈસા મળતા હશે? પણ એને (આત્માને) પૈસા પણ ક્યાં મળે છે? મને મળ્યા, એવી મમતા મળે છે એને. પૈસા તો એ એના ઘરમાં-જડમાં-રહ્યાં. (પણ એને) મમતા મળે છે! દુઃખની દશા મળે છે!
અહીંયાં કહે છે કેઃ રાગથી ભેદ પાડતાં આનંદની દશા–ચારિત્ર-પ્રગટ થાય, મધ્યસ્થ થાય છે. મધ્યસ્થ એટલે વીતરાગ. આવું ચારિત્ર છે! શું કહ્યું? “ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે.” આહા.... હા.... હા.. હા! રાગથી ભિન્ન પડીને, ભગવાન અતીન્દ્રિયઆનંદમાં સંસ્થિત-સમ્યક પ્રકારે સ્થિત-રહે છે, આનું નામ ચારિત્ર!
અહીં તો પંચમહાવ્રતનાં ય ઠેકાણાં ન મળે અને ચારિત્ર થઈ ગયું! વ્રત થઈ ગયાં ! આહા... હા ! સમજાણું કાંઈ? બહુ આકરી વાત, ભાઈ ! આવી વાતો... આવું બોલવું... અને એને માટે રસોડું કરે છે! બાર જણા સાથે હતા અને એક બ્રહ્મચારી બિચારો નરમ માણસ હતો. સાથે ચારપાંચ બાઈઓ રાંધવાવાળી હતી. પાંચ આર્જિકા, સાધુ પાંચ અને એક બ્રહ્મચારી ક્ષુલ્લક (એમ) ત્યાં શેઠના મકાનમાં અગિયાર માટે આહાર થતો હતો. અને હોય ઉશિક. પણ કહે કે ઉશિક છે કે નહીં એની આપણને શી ખબર પડે? અવધિજ્ઞાની છીએ અમે? અરર... ર! પ્રભુ! આ શું બોલે છે? કેટલો બચાવ કરે છે? હજી સો બસો પાંચસો માણસ માટે બનાવ્યું હોય અને ( વળી) બેચાર માણસ આવી જાય (તો તો ઠીક). (પણ) છતાંય શંકા થાય કે ભાઈ અમારે માટે બન્યું છે કે નહીં? નહીંતર તો ત્યાં બનાવ્યું હોય ત્યાં જાય (અને ચોકસાઈ કરે). આહા... હા ! પ્રભુ! પ્રભુ! માર્ગ એવો છે, ભાઈ ! માર્ગ એવો છે, ભાઈ !
અહીંયાં કહે છે: “ભેદ-અભ્યાસ દ્વારા ' અર્થાત્ રાગના વિકલ્પથી જુદા અભ્યાસ દ્વારા, મધ્યસ્થ થાય છે એટલે કે વીતરાગચારિત્ર પ્રગટ થાય છે.
શેઠિયાઓએ પણ બધું એમ ને એમ ગુમાવ્યું. પણ કાંઈ આ અભ્યાસ કર્યો નહીં. કરવાનું તો ‘આ’ છે, બાપુ! આવું મનુષ્યપણું મળ્યું–અરે ! હાલ્યું જશે, એની મુદત પૂરી થયે ખલાસ થશે-એમાં કરવાનું તો ‘આ’ છે!
અને તે કારણથી તે પરમ સંયમીઓને” આહા... હા! જોયું! (સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને “વાસ્તવિક ચારિત્ર થાય છે.” એને વાસ્તવિક-યથાર્થ ચારિત્ર હોય છે.
આહા... હા! પંચમ આરાના સંત, પંચમ આરાના જીવન માટે કહે છે! પંચમ આરો (કહીને) બચાવ કરે છે ને...! હવે આ વાત ઊડી જાય છે. અહીં તો આ મુનિ તો પંચમ આરાના છે. (અને પંચમ આરાના શ્રોતાને “આ” કહે છે). પંચમ આરો છે, (માટે કંઈ માર્ગ બદલાઈ જાય છે? એમ નથી). બે હજાર વર્ષ પહેલાં કહ્યું હોય તો શીરો તો ત્રણ ચીજથી, જે રીતે બને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
એ રીતે જ બને. પાંચ હજાર વર્ષ પહેલાં ય તેઃ લોટ, ઘી ને સાકર કે ગોળ. કે એ ત્રણમાંથી કાંઈ ફરે? પાંચમો આરો હોય તો બીજું કંઈ થાય- લોટને બદલે કાદવ અને ઘીને બદલે પાણી, (એમ નથી ) એ તો ત્રણે કાળમાં ઘી, લોટ અને સાકર કે ગોળ; એનો શીરો થાય. એમ ત્રણે કાળે દર્શન, જ્ઞાન ને ચારિત્ર ‘આ રીતે ’ હોય તો એની (જીવની) મુક્તિ થાય. ધર્મનો શીરો થાય.
આહા... હા! ભાષા પાછી કેવી છે! “તે દ્વારા મધ્યસ્થ થાય છે...” “ અને તે કારણથી ”- રાગથી ભિન્ન પાડતાં પાડતાં અંદર વીતરાગતા વધે છે તે કારણથી-તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. આહા... હા! તે પંચ મહાવ્રતના પરિણામ એ ચારિત્ર નથી, એ તો અચારિત્ર છે. એનાથી પણ ભેદ પાડતાં અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ થતાં અને અશુદ્ધિ ઘટતાં, ભેદ પાડતાં; ૫૨મ સંયમીઓને ચારિત્ર થાય છે. (શ્રોતાઃ ) ચારિત્ર એટલે યથાખ્યાતચારિત્ર ? (ઉત્તર:) નહીં યથાખ્યાતચારિત્ર ક્યાં છે અત્યારે ? પરમ સંયમીઓને ચારિત્ર થાય છે, એની દશાને યોગ્ય-સાતમા (ગુણસ્થાન ) ને યોગ્ય-વીતરાગ દશા થાય છે ( એને ) ચારિત્ર કહેવાય છે. આહા.. હા! શુદ્ધ ઉપયોગ વધે છે ને..!
“તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ ”- વર્તમાનમાં ચારિત્ર કેમ થાય? આ એની વ્યાખ્યા છે. “પ્રવચનસાર ” ચરણાનુયોગસૂચક ચૂલિકા (ગાથા-૨૦૧ની ટીકામાં આવે છે ને...! “તેને (શ્રામણ્યને–) મુનિપણાને અંગીકાર કરો. તેને અંગીકાર કરવાનો જે યથાનુભૂત (–જેવો અમે અનુભવ્યો છે તેવો) માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા.” આહા... હા! દિગંબર સંતોની તો વાણી અને એની શૈલી કોઈ અલૌકિક છે! એનું ચારિત્ર આવું હોય! અને એ ચારિત્રની અંદરમાં (છઠ્ઠ ગુણસ્થાને ) વિકલ્પ પણ આવા હોયઃ એ (શ્રામણ્ય ) ના અનુભવી અમે આ ઊભા. અમે એ વાત તને કરીએ છીએ. [મોક્ષમાર્ગ ( પોતે ) અવધારિત કર્યો છે અને તે] કરાય છે માટે ( અંગીકાર) કરો. અમે મોક્ષમાર્ગ (અંગીકાર) કર્યો છે. આહા... હા... હા! એ અહીંયાં કહે છે: “ તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ “પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે.” જોયું ! એ નિશ્ચયક્રિયા કીધી. નિશ્ચયક્રિયા એ છે.
એની વિશેષ વ્યાખ્યા આવશે.
...
***
પ્રવચન : તા. ૧૯-૨-૭૮
(‘નિયમસાર’) ગાથા-૮૨, ટીકા. સૂક્ષ્મ વાત-અપૂર્વ અનંતકાળમાં ક્યારે ય કરી નથી અને યથાર્થપણે રુચિપૂર્વક સાંભળી નથી. એવી ચીજ છે! વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વર ત્રિલોકનાથ જેને સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર કહે છે, એ શું ચીજ છે અને (તે) કેમ પ્રાપ્ત થાય ? એની આ વાત છે! એ વિના, જન્મ-મરણ મટે એવું નથી.
અહીંયાં કહે છે: ભેદવજ્ઞાન દ્વારા. શું કહે છે? કે: જે કંઈ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ થાય છે, એ બધો રાગ છે. એ રાગ છે એ સંસાર છે અને એ બંધનું કારણ છે. ચાહે તો વ્રત, અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય હો; પણ છે એ શુભવિકલ્પ ને રાગ. તો જેને ધર્મ કરવો હોય-એને શું કરવું? અહીં એ વાત ચાલે છે કેઃ રાગ છે એનાથી, ભેદજ્ઞાન દ્વારા, જુદો પડીને અંતર આનંદસ્વરૂપ ભગવાનઆત્મા છે એમાં અંદર જમાવટ-સ્થિરતા થવી, એનું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૮૯ નામ ચારિત્ર ને એનું નામ મોક્ષનો માર્ગ છે. (એ ધર્મની રીત છે.)
પૂવોક્ત પંચરત્નોથી શોભિત” [ પંચરત્ન ગાથા –૭૭થી ૮૧ ચાલી ને...! એનાથી શોભિત ] “અર્થપરિજ્ઞાન (-પદાર્થના જ્ઞાન) વડે” એટલે કે જેને આ રીતે પદાર્થનું જ્ઞાન થયું છે કેઃ ચૌદ ગુણસ્થાન, (ચૌદ) જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન-એ ભેદ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાનઆત્માનું શુદ્ધચૈતન્યસ્વરૂપ (તો) અતીન્દ્રિય આનંદનું દળ છે.
પરમાત્મા જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથની વાણીમાં ઇંદ્રો અને ગણધરોની સમક્ષ આ વાત આવી છે કેઃ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ, એ બધા રાગ છે; એ રાગથી, અંદર ભેદ પાડવો! રાગનો ખ્યાલ ન આવે; પણ એ (જે) આમ પર ઉપર લક્ષ જાય છે ને કે દયા પાળું ને સત્ય બોલું ને આમ ન બોલું આમ બોલું-એ રાગ છે; એ બંધનું કારણ છે; એનાથી આત્માને ભિન્ન પાડવો! આહા... હા !
પરિજ્ઞાન વડે”_ પણ આ રીતે પદાર્થના પરિજ્ઞાન વડે સ્વરૂપમાં ભેદ નથી એવા પદાર્થના પરિજ્ઞાન વડે. શું કહ્યું? કેઃ આ ભગવાન આત્મા, (જેને) અનંત સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમાત્માએ અંદર જોયો એ આત્મા તો, અનંત ચૈતન્ય-રત્નના ગુણોથી ભરેલો ભગવાન છે. નિશ્ચયથી તો એ આત્મા પોતે જ પરમાત્મા છે. એ પરમાત્માનો આશ્રય લઈને (એનું જ્ઞાન થયું કે) એમાં (આત્મામાં) આ પર-ભેદો આદિ નથી, રાગ નથી, ભેદ નથી; જેમાં જ્ઞાનના પાંચ પ્રકાર: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન એ પણ નથી; જેમાં સમકિત અને સમકિતના ભેદો પણ નથી; ચારિત્રના ભેદો-જેની પર્યાયની નિર્મળતાના ભેદો એ પણ, જે વસ્તુ છે ભગવાન આત્મા, એમાં નથી. –એના પરિજ્ઞાન વડે- એ પદાર્થનું જ્ઞાન (ક) આવો પદાર્થ છે; એવા જ્ઞાન વડે (ચારિત્ર થાય છે). આહા.... હા! પહેલું સમ્યગ્દર્શન અને જ્ઞાન બતાવ્યું. પહેલાં એ લીધું. હવે પછી ચારિત્ર કહે છે. આહા.. હા ! એ ચૈતન્ય ભગવાન; જેમાં દયા, દાન, વ્રતના વિકલ્પ- રાગ તો નથી, પણ જેમાં નિર્મળપર્યાયોના ભેદ પડે તે પણ એમાં નથી. એમ પરથીભેદથી પણ ભિન્ન, એવું જે પદાર્થનું સ્વરૂપ છે તેનું જ્ઞાન- “પરિજ્ઞાન” કહ્યું છે ને(અર્થપરિજ્ઞાન') –પરિ=સમસ્ત પ્રકારે+અર્થ આત્મા; એનું પરિજ્ઞાન અર્થાત્ સમસ્ત પ્રકારે પરથી ભિન્ન, ભેદથી ભિન્ન; એવો અંદર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ પદાર્થનું જ્ઞાન થયે, પછી ચારિત્ર (હોય છે. આવી રીતે જેને પદાર્થનું જ્યાં જ્ઞાન જ, સમકિત જ નથી તેને તો ચારિત્ર હોતું નથી. સમજાણું કાંઈ?
પૂવોકત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થના જ્ઞાન) વડે “પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” – હવે હેઠે ચારિત્ર લે છે. આ ભગવાન આત્મા, વસ્તુ, ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. એમાં ભેદનો પણ અભાવ છે. એ રીતે આત્માનું જ્ઞાન કરીને (પછી ચારિત્ર થાય છે).
જિજ્ઞાસા: કરવું શું?
સમાધાન: આ પહેલામાં પહેલી વીતરાગની આજ્ઞા એ છે કે અંદર આ વસ્તુ ચૈતન્ય વસ્તુ છે. એમાં અનંત અનંત ગુણોની વસ્તી છે. એવો જે પરમાત્માસ્વભાવ આત્માનો છે. એને રાગથી ભિન્ન કરી, નિમિત્તથી ભિન્ન કરી, ભેદથી ભિન્ન કરીને “અભેદ' નું જ્ઞાન કરવું. –એ તો પ્રથમ સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન છે.
સમજાણું કાંઈ? આવી વાતો છે!! અહીં (સંપ્રદાયમાં) તો કહે: બહારમાં આ વ્રત પાળો ને અપવાસ કરો ને.... થઈ ગયો ધર્મ! અરેરે પ્રભુ! શું કરે છે? એ રાગથી તો ભિન્ન (પડી),
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
પ્રવચન નવનીતઃ ભાગ-૨
અને અંદર ગુણસ્થાનની દશાના ભેદો કે જ્ઞાન-દર્શન-સમકિત આદિ પર્યાયોના ભેદો જે વસ્તુમાં નથી તે પદાર્થનું એ રીતે જ્ઞાન અને સમ્યગ્દર્શન કરી, પછી ચારિત્ર માટે શું કરવું? એની વાત છે. એમ કહે છે કેઃ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત “ એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદઅભ્યાસ થતાં ” - ભગવાન આનંદમૂર્તિ પ્રભુ અંદર ચૈતન્યસામાન્ય એકરૂપ જેનો સ્વભાવ (છે ) એનો, અને રાગના ભાગનો એટલે કર્મના ભાગનો ભેદ-અભ્યાસ થતાં. આહા... હા! ( કહે છે કેઃ પોતાનો) અંતર આનંદસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો અભેદસ્વભાવ (છે) –એવું જ્ઞાન થયા પછી પણ, જે રાગ બાકી રહ્યો છે, એટલે કે (રાગથી ) ભિન્ન પડયો પણ હજી અસ્થિરતા ટળી નથી, એ અસ્થિરતાને પણ ભેદ-અભ્યાસ દ્વારા ટાળીને અર્થાત્ અસ્થિરતાને પણ છોડીને, અંદર સ્થિરતાનો અભ્યાસ કરવો !
આહા... હા! વાત તો, શબ્દો તો ઘણા ટૂંકા ને સારા લાગે (પણ) ભાવ તો જે છે તે છે, બાપા! ચોર્યાશીના અવતાર (કરી કરીને) અનંતકાળથી આથડે છે. અનંતવા૨ મુનિ થયો. પંચમહાવ્રત અનંતવાર પાળ્યાં. હજારો રાણી છોડી જંગલે વસ્યા. પણ રાગથી અને ભેદથી ભિન્ન, એ આત્મા અભેદ છે, એવી દષ્ટિ કદી કરી નહીં. તો એ દષ્ટિ વિના, ચારિત્ર ને વ્રત-એ સાચાં હોઈ શકે નહીં.
એટલે ( અહીંયાં ) કહે છે કેઃ કર્મ ( પુદ્દગલ ) નો અને જીવનો ભેદ-અભ્યાસ થતાં-કર્મ અર્થાત્ એ જડ એ (તો ) ઠીક; અને રાગાદિ કર્મ છે આ ભાવ બધા–દયા, દાન ને વ્રતના પણ જે વિકલ્પ ઊઠે છે એ રાગ છે; એનાથી આત્માનો ભેદ કરતાં, જુદો પાડતાં (એમ ) ભેદઅભ્યાસ થતાં, “તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે.” આહા... હા! એ અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ; એમાં જ જે સમ પ્રકારે સ્થિત રહે છે, એને ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્રની વ્યાખ્યાય આવી (છે), બાપુ !
વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. ઇંદ્રો અને ગણધરોની વચમાં
.
ભગવાનની ‘આ’ વાણી છે. ‘આ વાણી’ અહીં કુંદકુંદ આચાર્ય લાવ્યા હતા. (બીજું બધું તો ) કરી કરીને અનંતવાર મરી ગયો. માણસ મોટો અબજોપતિ હોય અને માંસાદિ ન ખાતો હોય, એ મરીને ગાયની કૂખે, ઢેડગરોળીની કૂખે તિર્યંચ થાય! કેમકે આત્મા શું ચીજ છે અને આત્માથી ભિન્ન શું છે? એનું જેને જ્ઞાન જ સાચું નથી એ મિથ્યાદષ્ટિ, ચાર ગતિમાં રખડવાનો અભિલાષી છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
“ સર્વદા સંસ્થિત રહે છે”... જોયું! આનંદસ્વરૂપ ભગવાન અભેદ ( આત્મા ) નું જ્ઞાન થયા પછી પણ રાગની અસ્થિરતા (જે રહે છે તેનાથી) ભેદ પાડતાં પાડતાં સ્વરૂપમાં સમ્યક્ રીતે સ્થિત થાય છે. “તેઓ તે (સતત ભેદાભ્યાસ) દ્વા૨ા ” -સતત ભેદ-અભ્યાસ દ્વારા, રાગથી ભિન્ન પાડી પાડીને સ્વરૂપમાં ઠરવાનો સતત અભ્યાસ છે (એ દ્વારા) “મધ્યસ્થ થાય છે ” એટલે કે વીતરાગતા થાય છે. એમ કહે છે.
66
66
,,
સતત ભેદાભ્યાસ દ્વારા એમ કહ્યું ને...? યથાર્થ જ્ઞાન થયું કે આત્મા અભેદ સ્વરૂપે છે. એનું સમ્યગ્દર્શન-જ્ઞાન થયું. તેમ છતાં રાગનો ભાગ (જે) બાકી રહ્યો તે રાગથી સતત ભિન્ન પાડવાના અભ્યાસ દ્વારા ‘મધ્યસ્થ થાય છે” એટલે કે રાગનો અભાવ કરીને વીતરાગતા પ્રગટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
66
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૯૧ કરે છે. “અને તે કારણથી તે પરમ સંયમીઓને” – જુઓ! વીતરાગતા પ્રગટ કરે છે અને તે કારણથી તે પરમ સંયમીઓને “વાસ્તવિક ચારિત્ર થાય છે.”
અહીં તો કંઈક બાયડી, છોકરાં ને દુકાન છોડીને, કંઈક વ્રતનાં વિકલ્પ કર્યા ને થઈ ગઈ દીક્ષા ( એમ કેટલાક માને છે ). (પણ) બાપુ! એવું તો અનંતવાર કર્યું, ભાઈ ! એ કાંઈ ચારિત્રય નથી અને સમકિત ય નથી. આહા.. હા! સમજાણું કાંઈ?
આને ચારિત્ર કહે છે: જોયું! એવા પરમ સંયમીઓને ખરેખર ચારિત્ર થાય છે. અભેદ ચૈતન્યનું સમ્યગ્દર્શન-જ્ઞાન- પ્રગટ થતાં પછી પણ જે હજી અસ્થિરતાનો રાગ બાકી રહ્યો તેનાથી પણ ભેદ પાડીને અંતરમાં જતાં સંયમીઓને ચારિત્ર-વીતરાગતા થાય છે. અને તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે.”
તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ” એ સ્વરૂપમાં આનંદમાં ચરવું, આનંદનું ભોજન કરવું. અતીન્દ્રિય આનંદનો ઉગ્રપણે સ્વાદ લેવો એવા “ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ”- એમાં સ્થિરતા-ઠરે એવા હેતુએ “પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે.” એવી સ્થિતિના હેતુએ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, સામાયિક-સમાધિ અને આલોચના એ બધું નિશ્ચય, શું છે તે કહેવામાં આવે છે. – ‘નિશ્ચયક્રિયા' કહેવામાં આવે છે. અહીં સુધી કાલે
આવ્યું છે.
આહા.... હા ! દેહની ક્રિયા એ તો જડ છે, આ તો માટી છે, એ હાલ-ચાલે એ બધી ક્રિયા તો જડ (ની) છે. અને અંદરમાં (જે) દયા, દાન અને વ્રતના વિકલ્પો ઊઠે એ રાગ છે, એ રાગની ક્રિયા (છે). (એ રાગ) અને દેહની ક્રિયાથી ભિન્ન ચૈતન્યના આનંદસ્વરૂપ-સ્થિરતાની ક્રિયા ( એને નિશ્ચયક્રિયા ) કહેવામાં આવે છે. આહા... હા! ત્રણ પ્રકારની ક્રિયા: (એક) શરીર, વાણી, મનની ક્રિયા આ હાલે, ચાલે, બોલે, એ બધી જડની ક્રિયા. (બીજી) અંદર દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય, એ વિકારી-વૈભાવિક ક્રિયા. અને (ત્રીજી ) એનાથી પડીને, સ્વરૂપમાં સ્થિરતા કરે એ નિશ્ચયક્રિયા. એ “નિશ્ચયક્રિયા” તે મુક્તિનો માર્ગ છે. આહા.. હા ! આવું તો સાંભળ્યું ય ન હોય એને તો એવું લાગે કે આ શું હશે? આ તે જૈનમાર્ગ હશે? જૈનમાં તો ભાઈ ! આવું કાંઈ દયા પાળવી, બ્રહ્મચર્ય પાળવું, રાત્રે આહાર ન કરવો, ચોવિહાર કરવો, કંદમૂળ ન ખાવા –એવું તો સાંભળ્યું હતું, (પણ) આવો માર્ગ ક્યાંથી કાઢયો? અરે ભાઈ ! તને ખબર નથી. જૈનદર્શનનો માર્ગ દુનિયાથી કોઈ જુદી જાતનો છે!
જૈનપણું એટલે વીતરાગપણું. એ વીતરાગી સ્વભાવ ભગવાન આત્માનો છે. અંદર એ ભગવાન સ્વભાવ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું આવશે ક્યાંથી ? પર્યાય એટલે અવસ્થા. એ ભગવાનસ્વભાવને વીતરાગભાવે પ્રતીત કરી, સમ્યગ્દર્શનના આનંદના સ્વાદ લઈ, પછી રાગથી ભિન્ન પાડીને ઉગ્ર સ્વસંવેદનમાં આનંદના સ્વાદ લેતા એ જીવને નિશ્ચયક્રિયા-ધર્મની (ક્રિયા) થાય છે.
કોઈ કહે અરે ! આવો માર્ગ ક્યાંથી કાઢ્યો? આહા... હા! ભાઈ ! વીતરાગમાર્ગ બીજી ચીજ છે. લોકોને કાને પડી નથી અને અમે જૈન છીએ... જૈન છીએ ! બાપા! એ જૈનઃ “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” “ઘટ ઘટ અંતર જિન બસૈ” – દરેક દેહમાં ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપે–વીતરાગ સ્વરૂપે બિરાજમાન છે. અને “ઘટ ઘટ અંતર જૈન” – અંદરમાં રાગની એકતા તોડીને, સ્વભાવની એકતા કરે તે જૈન. એ પણ ઘટમાં અંદર વસે છે. એ કોઈ બાહ્યક્રિયામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
દેખાતો નથી. આહા.. હા!
‘ પરમાર્થવચનિકા ’ માં આવે છે ને...! (મિથ્યાદષ્ટિ) અધ્યાત્મનો વ્યવહાર પણ જાણતા નથી. અધ્યાત્મની ક્રિયા-વ્યવહારક્રિયા પણ જાણતા નથી. આગમના વ્યવહારની ક્રિયા આ દયા, દાન ને વ્રતાદિ કરી, માને કે અમે ધર્મ કરીએ છીએ. આહા... હા! (અહીં) એ અધ્યાત્મની વ્યવહારક્રિયા, તે આ ‘નિશ્ચયક્રિયા ’ છે !
આહા... હા! પહેલું તો એ સમજવું જ કઠણ પડે. મિથ્યાત્વના કારણે કીડા, કાગડા ને કૂતરાના ભવ કરી કરી (અનંતા દુઃખ વેઠયાં ). (દયા, દાનાદિ) ક્રિયાઓ અનંતવા૨ કરી પણ એમાં ધર્મ માન્યો એટલે મિથ્યાત્વનું પોષણ અને વિપરીત શ્રદ્ધાનું શલ્ય તો રહી ગયું.
એ મિથ્યાત્વને ટાળવા, એણે ( સૌપ્રથમ ) રાગથી ભિન્ન આત્માના-અભેદના સ્વભાવનું જ્ઞાન અને સતિ થતાં પછી પણ જેટલો (ચારિત્રમોહજન્ય ) રાગભાવમાંથી ભિન્ન પાડે છે, એટલી અંદર સ્વરૂપમાં સ્થિરતા થાય છે, એ સુસ્થિત-સ્થિર થયો. “(તે કારણથી ) તે ૫૨મ સંયમીઓને (વાસ્તવિક) ચારિત્ર થાય છે.” આહા.. હા ! આ ચારિત્રની વ્યાખ્યા !
66
હવે કહે છે: ‘પ્રતિક્રમણ ’ કોને કહેવું ? “ અતીત (-ભૂતકાળના ) દોષોના પરિહા૨ અર્થે ( જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” ‘દોષો એટલે પુણ્ય-પાપ બેય દોષ છે. સમયસાર' માં એ અધિકાર આવ્યો છે. ત્યાં વર્તમાન રાગના પરિણામને દોષ કહ્યો છે. ( અહીંયાં કહ્યું કેઃ ) દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ દોષ છે. રાગ છે (એ) દોષ છે. એવા દોષો જે પૂર્વ (કાળ ) ના હતા, તે દોષોના પરિહાર અર્થે અર્થાત્ ગયાકાળના પુણ્ય-પાપના દોષના ત્યાગને અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, એટલે કે જે જ્ઞાનાનંદસ્વરૂપમાં રમણતા કરવામાં આવે છે (તે પ્રતિક્રમણ છે).
પ્રાયશ્ચિતની વ્યાખ્યા છે ને...! પ્રાયશ્ચિત એટલે જ્ઞાનસ્વરૂપ ભગવાન. પ્રાય:શ્ચિત=પ્રાયઃ અર્થાત્ ( બહુવા ), બહુપણે, (મોટે ભાગે ); ચિત્ત અર્થાત્ જ્ઞાન. એકલું જ્ઞાનસ્વરૂપ પુષ્ટ કરે છે પ્રભુ અંદર; એને અહીંયાં પ્રાયશ્ચિત કહીને એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
અરે! ક્યાંય સૂઝે ય પડી ન હોય ને સાંભળ્યું ય ન હોય; અને બહારથી માનીને બેઠાં કે અમે પ્રતિક્રમણ કર્યાં. ( પ્રતિક્રમણ માટે ) સાંજે ને સવારે જાય ને કાંખમાં (કટાસણું આદિ ) નાખીને ! આ પ્રતિક્રમણ કર્યું: મિચ્છા મિ વુલ્લડં. ક્યાં હતા પ્રતિક્રમણાદિ, ભાઈ ? પ્રતિક્રમણ કોને કહેવું એની તને ખબર નથી. પહેલું તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ; તેને અર્થનું પરિજ્ઞાન કીધું. આત્મપદાર્થનું પરિજ્ઞાન-અનુભવ; એને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું. હવે બીજા પુણ્ય-પાપના દોષો રહ્યા તે દોષોના અભાવ માટે સ્વરૂપમાં સ્થિરતા કરવી એ પ્રાયશ્ચિત છે અને એ પ્રતિક્રમણ છે. આવી વ્યાખ્યા ને આવું સ્વરૂપ !!
“ દોષોના પરિહાર અર્થે ” દોષોમાં બેય હોં! (પુણ્ય-પાપ ). એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ દોષ છે. એ દોષ છે ત્યારે જીવ ચીજ અંદર ભિન્ન છે. “દોષોના પરિહાર અર્થે. ” ( પણ ) અહીં (સંપ્રદાયમાં) તો કહે-બહારનાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરી તો થઈ રહ્યો એ ધર્મ! હવે અહીં કહે છે કે એ રાગ છે, એ વિકાર છે, એ દોષ છે, સંસાર છે, ઉદયભાવ છે; એના ત્યાગને અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે એટલે કે આત્મામાં-આનંદમાં
રમણતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૯૩ કરવામાં આવે છે, પ્રાય: દઢતાથી જ્ઞાનમાં રમણતા કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણની વ્યાખ્યા ! સમજાણું કાઈ ?
ભગવાન અંદર આનંદનું દળ પડયું છે અતીન્દ્રિય-અભેદ. પ્રથમ એ અભેદની દૃષ્ટિ કરીને આનંદનો અનુભવ કરવો-ત્યારે તો તેણે પદાર્થનું પરિજ્ઞાન કર્યું. એટલે કે જેવો પદાર્થ છે તેવું તેણે જ્ઞાન કર્યું અને પછી જ્યારે ચારિત્ર લેવું છે ત્યારે બાકી જે રાગ રહ્યો છે, હજી ભિન્ન પડયું છે પણ રાગ-અસ્થિરતાથી જુદો પડયો નથી એટલે સ્થિર થયો નથી. અર્થાત્ (અભિપ્રાયમાં) અસ્થિરતાથી જુદો પડી ગયો છે કે “હું આ અસ્થિરતા નહીં” પણ હજી સ્થિરતા જામી નથી અને અસ્થિરતાથી છૂટયો નથી. એણે રાગના-વ્રતાદિના વિકલ્પો છે તે દોષ છે. એ ભાવ ભૂતકાળમાં ય કર્યો હતો તે દોષ છે. તેના ત્યાગના અર્થે “જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” આહા.... હા ! આવી વ્યાખ્યા !!
(એક બાજુ એમ) કહે કે એક પર્યાય બીજી પર્યાયને અડે નહીં! આમ છરી છે એ શાક ઉપર આમ પડે છે તો છરી શાકને અડી જ નથી. –આ તે કોણ માને? આ ગજબ વાત છે! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના કહેલા પદાર્થની આ (વસ્તુ) સ્થિતિ-મર્યાદા છે. આમ શાક મોળે છે ને...! તો છરી શાકને અડી નથી ને (શાકના) કટકા થાય છે. (શ્રોતા ) છરી નિમિત્તમાત્ર છે? (ઉત્તર) નિમિત્ત એટલે કંઈ નહીં એમ એનો અર્થ છે. આ લોકો બહારના ચમત્કારની વાતો કરે છે; પણ પ્રભુ તો કહે છે કે દરેક દ્રવ્યનો (પોતાનો જ) ચમત્કાર (છે જેની) પ્રભુ! તને ખબર પડતી નથી. જમીન પર હાલતાં આ પગ મૂકે છે, એ પગ જમીનને અડ્યો નથી; પણ બાપુ! આ ચમત્કારની તને ખબર પડતી નથી. આ પગનાં દરેક પરમાણુ-રજકણમાં પોતપોતાના પારકથી પર્યાયમાં ક્રિયાઓ થાય છે. એ ક્રિયામાં- પર્યાયમાં આધાર છે પર્યાયનો. એ પર્યાયનો આધાર નીચે જમીન છે એમ નથી. આ તે કોણ માને ? આહાહા! આવી વાત! સજાયો છે એ અહીં (વાળને) અડ્યો ય નથી અને વાળ છૂટા પડે છે. એ વાળમાં જ પર્યાયના પકારકની પરિણતિ છે એને કારણે એ વાળ ત્યાંથી ખસીને આમ જુદો પડે છે. આહા... હા! આવું કોણ માને ? સાંભળવા ય મળ્યું નથી. આ ટોપી છે એ આ માથાના આધારે રહી છે એમ નથી. ચશ્માં કાનને આધારે રહ્યાં નથી. ચશ્માંનો એક એક રજકણ બીજા રજકણને આધારે રહ્યો નથી. આવી વાતું, બાપા! પ્રભુનો માર્ગ! એ વીરનો માર્ગ છે શૂરાનો. એ કાયરનાં કામ ત્યાં નથી. આહા. હા! આ ચમત્કાર નથી? પરમાણુ એ પરમાણું સ્વયં સ્વના આધારે છે, પરના આધારે નથી; કેમકે પોતામાં પોતાનો આધાર નામનો ગુણ છે. એ આધાર દ્રવ્ય, ગુણ, પર્યાયમાં વ્યાપી રહ્યો છે. એ પરને આધારે છે જ નહીં. આ ચોપડી છે એ આના (ઠવણીના) આધારે રહી જ નથી. આ (હકીકત) કોઈ દી' સાંભળવા ય ન મળે. આહા.. હા! (લોકો) આ કારખાનાં બધાં ચલાવે છે ને? અરે બાપુ! શું કહીએ! પ્રભુ કહે છે : એ કારખાનાંના રજકણોને આંગળીનો રજકણ અડતો ય નથી. અને આંગળીના રજકણને આત્મા અડતો નથી. (શ્રોતા ) કારખાનાં તો વીજળીથી ચાલે છે! (ઉત્તર) વીજળીથી ય ચાલતાં નથી. વીજળીના રજકણ જુદાં ને કારખાનાના પરમાણુ જુદા. એક વીજળીનો પરમાણુ એ કારખાનાંને અડ્યો જ નથી. અરે! માર્ગ તો માર્ગ પ્રભુનો !! કાપડનો સંચો ચાલતો હોય ને દોરો તૂટી જાય તો ગાંઠ બાંધે... (પણ) એને, એ પદાર્થ (-હાથ ) અડ્યો ય નથી અને એ ગાંઠ વળી છે. એને શું કહેવું હવે આ? એવું આ છે, બાપુ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ વીતરાગ ત્રિલોકનાથે જડ અને ચૈતન્યનો સ્વભાવ જે વર્ણવ્યો છે તે ચમત્કારિક છે! આહા.. હા ! એવું (વસ્તુવિજ્ઞાન) ક્યાંય કોઈ (બીજ) ઠેકાણે છે જ નહીં અન્યમતમાં (તો) આ વાત જ નથી. વીજળી છે માટે સંચો ચાલે છે એમ નથી. મોટરનું જે પૈડું ચાલે છે તે નીચે જમીનને આધારે નહીં. પોતાના આધારે એના એક એક રજકણ
ીં. પોતાના આધારે એના એક એક રજકણનો પર્યાય સ્વતંત્ર પોતાથી ગતિ કરી રહ્યો છે. આકરી વાત! અને મોટર ચાલે છે માટે સાથે મોટરમાં બેઠેલો માણસ આમ ગતિ કરે છે એમેય નથી. આહા... હા ! શું છે આ તે વાત! માણસને તો એમ (લાગે) છે કે આ જૈનધર્મ આવો હશે ? અરે બાપ ! તને જૈનધર્મની ખબર નથી. “ઘટ ઘટ અંતર જિન બસે- એ રાગથી ભિન્ન પડીને (જિનસ્વરૂપી આત્માની) દષ્ટિ કરી તેને જૈન કહેવામાં આવે છે. એ જૈનપણું અંદર ઘટમાં છે; એ કાંઈ બાહ્યક્રિયામાં નથી. સમજાણું કાંઈ ? અને અહીં તો ચારિત્રની વ્યાખ્યા છે.
“અતીત (ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” (મૂળ ગાથામાં) ચોથું પદ છે ને.! “પરિક્રમાવી” – આદિ' શબ્દ પડ્યો છે ને...! તો કહે છે કેઃ “આદિ” શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રતિક્રમણાદિમાં જે આદિ શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે).” તો પ્રતિક્રમણ “આદિ' શબ્દથી પ્રત્યાખ્યાન પણ લઈ લેવું.
પચ્ચકખાણકહેવું કોને? કે કોઈ પણ રાગ-દયા, દાન-ના વિકલ્પથી ભિન્ન, ચૈતન્યમૂર્તિને વિશેષે કરીને જોઈને ઠરવું એને અહીં સંવર કહે છે. ભૂતકાળ (ના દોષો) નું પ્રતિક્રમણ, ભવિષ્ય (ના દોષો) નું પ્રત્યાખ્યાન, અને વર્તમાન (ના દોષો) ની આલોચના. આવે છે ને..! આલોચના એટલે સંવર. અભેદ ભગવાન આત્માનું જ્ઞાન કરી અને પછી રાગથી પણ (ભિન્ન) પડી અને સ્વરૂપના આનંદમાં લીન થાય તેને અહીંયાં પચ્ચકખાણ, સંવર, ભક્તિ, સામાયિક, સમાધિ કહે છે. આવે છે ને....! સમાધિના અધિકારમાં એને (સમાધિને) સામાયિક કહીએ.
આ (સંપ્રદાયમાં) તો પાંચ-છ વર્ષની છોકરી હોય ને મોઢે (મુખપટી) બાંધીને (આમ) બેઠી હોય ને.. નમો અરિહંતા... સિદ્ધા.. તો એ સામાયિક (કરે છે, એમ કહે છે.) એ બધા સામાયિક કરે એને વાટકાની લ્હાણી આપશું ને ફલાણું કરશું. બેસી જાય સો-બસો-પાંચસો... એ જાણે કે આપણે ક્યે ધર્મ ! અને (ઓલો માને કે) આપણે ધર્મને પૈસાથી મદદ કરીએ ! બેય મિથ્યાષ્ટિ છે. એ ધૂળે ય સામાયિક નથી, ભાઈ ! એક ક્ષણની સામાયિક જન્મ-મરણના અંતને લાવે. “મધ્યસ્થ” કહ્યું હતું ને..? ઈ સામાયિક છે; એટલે વીતરાગતા છે. સામ+આયક= “સમ' અર્થાત્ સમતા એનો “આય” અર્થાત્ લાભ; અને “ઈક' તો પ્રત્યય છે. તો એ વસ્તુ જે વીતરાગ સ્વરૂપે અભેદ છે એનું જ્ઞાન થયું હવે એ અભેદમાં ઠરે છે અર્થાત્ અંદર વીતરાગ સ્વભાવમાં ઠરે છે અને વીતરાગદશા થાય છે તેને સામાયિક કહેવામાં આવે છે. આહા.. હા! એને સામાયિક કહીએ.
અહીંયાં છે ને...! “પ્રત્યાખ્યાનાદિ_આદિ એટલે આને સામાયિક હીએ. આને સંવર ક્વીએ.
[ [ એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૧માં શ્લોક દ્વારા) કહ્યું છે કે- ]. तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૯૫ [અનુણુમ] “મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા કે વિત્ત છેવના
મર્ચવામાવતો વા વા યે રિન વોવના” (શ્લોકાર્થ:-] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કાંઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.”]
ભગવાન ત્રિલોકનાથ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાત સંતો આડતિયા થઈને જગતને માલ આપે છે કે અત્યાર સુધી જે કોઈ સિદ્ધ થયા, પરમાત્મા મોક્ષ પામ્યા, એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. એ વ્રત ને તપના પરિણામથી ભિન્ન પડી અને સ્વરૂપમાં અભેદપણે ઠરે છે એવા ભેદવિજ્ઞાન પામેલાને સિદ્ધિ થાય છે. આહા... હા! અત્યાર સુધી એ ભેદવિજ્ઞાનથી અનંતા (જીવ) મુક્તિને પામ્યા છે.
(શુભ) રાગ એ પુણ્યતત્ત્વ છે. ભગવાન (આત્મા) જ્ઞાયકતત્ત્વ છે. તે પુણ્યતત્ત્વથી જ્ઞાયકતત્ત્વને જુદું પાડીને એનું જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું, પછી તેને (સર્વથા) જુદો પાડીને સ્વરૂપમાં ર્યા એવા જીવ ભેદવિજ્ઞાનથી મુક્તિને પામ્યા છે. કોઈ વ્રત ને તપ ને ભક્તિ ( વડે મુક્તિ પમાતી નથી).
અમે વ્રત કર્યા ને તપ કર્યા ને. બાઈઓ આ વર્ષીતપ કરે છે ને..પછી કંઈ ખર્ચે. જાણે કે લાખબે લાખ ખચ્ય એટલે થઈ ગયો ધર્મ! ( એમાં) ધૂળે ય ધર્મ (થતો) નથી, સાંભળ ને!
એવિજ્ઞાનત: સિદ્ધ:—સર્વજ્ઞ પરમાત્માનો (આ) મહાસિદ્ધાંત! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ, ઇન્દ્ર અને ગણધરો વચ્ચે આમ કહેતા હતા (તે) આ વાત છે. અરે! આ વાત લોકોને (સાંભળવા ય) મળતી નથી. અનંત કાળમાં અનંતા અનંતા જીવો ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
મહિના અને આઠ સમયમાં ૬૦૮ (મનુષ્ય) મુક્તિ પામે. મનુષ્યની સંખ્યા ઘણી છે: નવ નવ નવ નવ નવ એવા ૨૭ આંકડા મૂકો એટલી સંખ્યા (ઉત્કૃષ્ટ) છે અને જઘન્ય હોય તો એક એક એક એવા ર૭ આંકડા (ભૂકો) એટલી સંખ્યા મનુષ્યની છે. એમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬O૮ સિદ્ધ થાય છે, થાય છે ને થાય છે. અહીં ન હોય તો મહાવિદેહમાં (તો શાથત ) ભગવાન બિરાજે છે ત્યાં પરમાત્મ-સિદ્ધપદ થાય છે. તો કહે છે કે છ મહિના અને આઠ સમયમાં ૬O૮ સિદ્ધ થયા એવા અનંતકાળમાં અનંતા સિદ્ધ અત્યાર સુધીમાં થયા છે. એ અનંતા સિદ્ધ થયા એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે! એ (કંઈ ) રાગની ક્રિયાથી સિદ્ધ થયા નથી. એ વ્રતના પરિણામથી સિદ્ધ થયા નથી.
વ્રતના પરિણામ તો રાગ છે. આસ્રવ છે! એને (લોકોને) ક્યાં કંઈ ખબર છે? એ તો સંવર છે એમ (માને છે). પહેલવહેલાં (અમે) ૧૯૮૨ ની સાલમાં જામનગર ગયા. વ્યાખ્યાન ચાલતું હતું (તેમાં) એવું આવ્યું કે આ બધી ક્રિયાઓ જેટલી છે (એનાથી ધર્મ થતો નથી). ત્યાં એક વૃદ્ધ ભાઈ, ઘણું વાંચેલું, બત્રીસ સૂત્ર સાધુ-સાધ્વીઓને વંચાવતા. (એ ભાઈ ) “ચાલતું સૂત્ર' કહેવાતા હતા. નરમ માણસ. એ વ્યાખ્યાન સાંભળતાં હતા. બપોરે એકલા આવ્યા. મહારાજ! આ બધું... આ સાંભળીને વિરોધ થશે. (મું) કીધું: શું છે? આ તમારું “જ્ઞાનસાગર' જુઓ! નામકર્મ ચાર પ્રકારે બંધાય; ત્યાં (ઇન્દ્રિયની), કાયાની, મનની, વચનની સરળતા લીધી છે, એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સરળતાનાં પરિણામ છે. એ શુભભાવ કષાય-રાગ છે એનાથી નામકર્મનું પુણ્ય બંધાય; ધર્મ નહીં. એનાથી પણ્ય થાય અને (શુભ ) નામકર્મ બંધાય અને અહીં મનની સરળતાનાં પરિણામ થાય, એ રાગની મંદતાથી ધર્મ થાય? આ બધું ક્યાંથી આવ્યું? મનની સરળતાનો ભાવ (એ) પણ પયબંધનું કારણ છે. અને અહીં (સંપ્રદાયમાં )એ કહે કે : મનની સરળતાનો ભાવ, વ્રત ને તપ એ ધર્મ છે! ભાઈ ! (સત્ય) માર્ગ તો આ છે. વ્રત ને તપનો ભાવ છે એ તો કષાય મંદ કર્યો હોય તો એને એનાથી તો પુણ્ય બંધાય, ધર્મ નહીં. ભાઈ ! ખરો મારગ તો આ છે! મનાવી બેસે વ્રત ને તપમાં ધર્મ; એ બધું વીતરાગમાર્ગથી વિરુદ્ધ છે.
“જ્ઞાનસાગર' પુસ્તક જામનગરથી છપાયું હતું. ૬૮ની સાલમાં દીક્ષા પહેલાં પાલેજમાં વાંચેલું. એમાં થોકડા બધા છે ને..! એ પહેલાં શીખ્યા હતા. બધા મોઢે કરેલા. પણ (યથાર્થ દષ્ટિ વિના) બધી વાતની લખનાર અને વાંચનારને ય ખબર ન મળે કે જેટલી મનમાં ક્રિયા, રાગની મંદતા-દયા, દાન, અનુકંપા, વ્રત, તપ-ની ક્રિયા, એ બધી પુણ્યબંધનું કારણ છે; (એનાથી) ધર્મ નહીં.
જુઓ ! (અહીંયાં) આ છે: “મેવવિજ્ઞાનત: સિદ્ધા: –શું કહે છે? કેઃ વ્રત ને તપનો ભાવ તે મોક્ષનું કારણ છે, વ્યવહાર નિશ્ચયનું કારણ છે (એમ લોકો માને છે, પણ અહીં કહે છે કે વ્યવહારથી ભેદ (ભિન્ન) પડે તે નિશ્ચયનું કારણ છે. સમજાણું કાંઈ? વ્યવહાર-ક્રિયા કરે તો પછી નિશ્ચય થાય, વ્યવહાર સાધન છે અને નિશ્ચય સાધ્ય છે (એમ લોકો માને છે, પણ અહીં તો કહે છે કે વ્યવહારથી પણ ભેદ પાડે તો સાધન પ્રગટ થાય.
આહા.. હા! ભારે વાતું!! અનંતકાળ આમ ને આમ જિંદગી ગઈ. ધર્મને નામે ખોટા (માર્ગ) સેવ્યા, મિથ્યાત્વ સેવ્યા અને સંસાર એમ ને એમ વધ્યો. નરક ને નિગોદ (નાં અનંતા દુઃખ વેઠયાં). આંખો મીંચાઈ જાય-કાંઈ નહીં રહે હારે. સંબંધ ક્યાંય રહી જશે અને ક્યાંય (એ) ઊપડી જશે.
(અહીંયાં) કહે છે કે જે કોઈ અત્યાર સુધી સિદ્ધ થયા (તે) ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. –લ્યો (આ) એક જ સિદ્ધાંત, એક જ યથાર્થ નિયમ!
આ (લોકો) કહે: વ્રત ને તપ કરીએ એનાથી સમ્યગ્દર્શન થાય અને એનાથી ધર્મ થાય. અહીં તો કહે છે કે: વ્રત ને તપના વિકલ્પથી ભેદ (ભિન્ન) પાડે તો તેની મુક્તિ થાય.
છે ને...! “ જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” આ ભાષા તો સાદી છે. બહુ ટૂંકા શબ્દો! આહા... હા... હા ! આમ રાગથી ભેદ પાડ્યો છે અને અભેદને અનુભવ્યો (છે), એમ કહે છે. અખંડાનંદ પ્રભુ ચૈતન્યપ્રકાશની મૂર્તિ અભેદને અનુભવતાં ભેદથી–રાગથી ભિન્ન પડે છે; એના-ભેદવિજ્ઞાનને કારણે સમ્યગ્દર્શન થયું છે, સમ્યજ્ઞાન થયું છે, સમ્યકક્યારિત્ર થયું છે અને તેનાથી મુક્તિ થઈ છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે.” જુઓ! હવે સિદ્ધાંતઃ અનંતકાળમાં જે કોઈ મિથ્યાત્વ અને અજ્ઞાનથી બંધાણા છે તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે. કર્મથી બંધાયા છે ને.. કર્મના ઉદયની તીવ્રતાને લઈને બંધાયા છે એમ નહીં. આહા... હા! છે ને સામે (પાઠ)! આ તો સાદી ભાષા ગુજરાતી છે. અનંતકાળમાં જે કોઈ રખડ્યા છે તે ભેદવિજ્ઞાનના અભાવને લઈને રખડ્યા છે. કર્મને લઈને રખડ્યા છે એમ નથી. આહા... હા! ચોર્યાશી લાખ યોનિમાં-એક એક યોનિમાં-અનંત અવતાર કર્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૯૭ નિગોદમાં બટાટા ને સકરકંદ, (બટાટાની અત્યારે જરી શંકા છે પણ) લસણ, ડુંગળી; એના એક એક રાઈ જેટલા કટકામાં તો અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત જીવ એમાંએક શ્વાસમાં અઢાર ભવ કરે, આ એક શ્વાસ લઈએ. ને એમાં તો અઢાર ભવ થાય, એવા નિગોદમાં-લસણમાં ને ડુંગળીમાં ને મૂળામાં અનંતા-અનંતા ભવ કર્યા છે. મૂળામાં જે કંદ છે એમાં અનંત જીવે છે અને એના પાંદડા હોય છે એ પ્રત્યક છે.
કહે છે કે અત્યાર સુધી જેટલા ચોર્યાશીના અવતારમાં રખડ્યા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી (રખડ્યા) છે. કર્મના જોરથી રખડ્યા છે એમ નથી. (પણ) ભેદવિજ્ઞાનનો અભાવ એટલે કે રાગની એકતાનો ભાવ; એનાથી બંધાણા છે. (જીવ) રાગની એકતામાં ખોવાઈ ગયો છે. ચાહે તો દયા, દાન, વ્રત, તપનો ભાવ હોય પણ એ ભાવ રાગ છે અને એની એકતામાં મને લાભ થશે એ ભાવ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને તે બંધનું કારણ છે.
કહો ! સમજાણું આમાં? બહુ સારો શ્લોક છે. સંવર (અધિકાર) નો શ્લોક છે. મહાશ્લોક અમૃતચંદ્રાચાર્યનો. એક મહાસિદ્ધાંત કે જે કોઈ મુક્તિને પામ્યા; તે રાગના-દયા-દાનના વિકલ્પથી ભિન્ન પડી અને અભેદની દૃષ્ટિ કરી ત્યારે સમ્યગ્દર્શન થયું; રાગથી ભિન્ન પડીને અભેદનું જ્ઞાન કર્યું ત્યારે સમ્યજ્ઞાન થયું પછી રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં ઠર્યા ત્યારે ચારિત્ર થયું એનાથી મુક્તિ થઈ; અને એના અભાવથી બંધાણા ! આહા.. હા !
આ તો બધા દિગંબરના શેઠિયાઓ જૂના માણસ, એને (આ) સાંભળવા મળ્યું નથી. દિગંબર ધર્મ તો આ છે! ચાહે તો દયા, દાન, વ્રતના ભાવ હો, એનાથી ભિન્ન પાડીને આત્માનું જ્ઞાન કરવું તે મોક્ષનો માર્ગ છે. અને રાગથી ભિન્ન કરીને અંદર આનંદમાં સ્થિરતા કરવી (એ ધર્મ છે). ચાહે તો શાસ્ત્રની ભક્તિ હોય કે ભગવાનની ભક્તિ હોય, એ બધો રાગ છે; એ રાગથી ભેદ પાડયો નહીં માટે બંધાણી છે અને રાગથી ભેદ પાડયો તે સિદ્ધપદને પામ્યા છે. આહા. હા! આ (પામવા) માં તો કોઈ જાણપણું બહું ઝાઝું હોય તો, અહીં ( એનું) કાંઈ કામ નથી. રાગનો વિકલ્પ છે” એ શું છે? (વિકલ્પ) ચાહે તો શાસ્ત્રભક્તિનો હો કે ભગવાનની ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો કે શ્રવણનો હો; પણ એ રાગ (છે અને તે) બંધનું કારણ છે.
આહા... હા! (જે કોઈ બંધાયા છે) તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયેલા છે અને ભેદવિજ્ઞાનના સભાવથી તે મુક્તિને પામે (છે) –આ એક જ સિદ્ધાંત! છે.! “જે કોઈ બંધાયા છે તે તેના જ ભેદવિજ્ઞાનના જ –અભાવથી બંધાયા છે.” –અહીં તો એમ કહ્યું. (પણ) કાલલબ્ધિ પાકી નથી માટે બંધાણા છે ને કર્મનું બહુ જોર છે માટે બંધાયા છે–એમ ન લીધું.
એ (જે કોઈ બંધાયા છે તે) પરથી ભિન્ન પાડવાના અભાવથી બંધાયા છે. “ભાવબંધ' (એટલે) ભેદજ્ઞાનનો અભાવ એ ભાવબંધ. ભેદજ્ઞાનનો ભાવ એ “ભાવઅબંધ' (અર્થાત્ ) અબંધપરિણામ. (જુઓઃ શ્લોક-૧૧૦, પૃ. ૧૯૮)
આહા... હા! આ સમયસારનો કેવો ભેદ છે! રાગથી ભિન્ન પડીને અનુભવ કરવો એ તે સમયસારનો કેવો પ્રકાર છે !
.. એનો અર્થ વિશેષ આવશે.
* * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૨૦-૨-૧૯૭૮
(વળી (આ ૮૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :इति सति मुनिनाथस्योचकैर्भेदभावे स्वयमयमुपयोगाद्राजते मुक्तमोहः। शमजलनिधिपूरक्षालितांहः कलंक: स खलु समयसारस्यास्य भेदः क एषः।। ११० ।।
| [ શ્લોકાર્થ:- ] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ) થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહરહિત) થયો થકો, શમજલનિધિના પૂરથી ( ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે (-શોભે ) છે;તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦. ).
(“નિયમસાર') કળશ-૧૧૦. કળશ બોલાઈ ગયો છે કાલે. (કહે છેઃ) “એ રીતે જ્યારે મુનિનાથને”-જોયું: “મુનિનાથ” કીધા! જેને આત્માના સ્વરૂપનું ઉગ્ર સ્વસંવેદન પ્રગટ થયું છે, એ જેનું ભાવલિંગ છે તેને અહીંયાં “મુનિનાથ' કહે છે. “અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાન પરિણામ) થાય છે.” એકલો (ભેદભાવ એમ) નહીં (પણ) “અત્યંત ભેદભાવ' (કહ્યું. કેમકે.) સમ્યગ્દષ્ટિને ભેદજ્ઞાન છે, પણ રાગથી ભિન્ન પડેલું એટલું જ ભેદજ્ઞાન છે; અને મુનિને તો રાગની અસ્થિરતાથી (પણ) ભિન્ન પડેલું ભેદજ્ઞાન છે. (એટલે) એમ કહ્યું કેઃ “અત્યંત ભેદભાવ' (અર્થાત ) ભેદવિજ્ઞાન પરિણામ થાય છે.
(હવે કહે છે કે, “ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી” - આત્મભગવાન, એ તો ઉપયોગ જ સ્વરૂપ છે. ત્રિકાળ જાણવું-દેખવું, એવું એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ છે. એ ત્રિકાળી દર્શન-જ્ઞાન છે, એને પણ ઉપયોગ કહેવામાં આવે છે. આહા... હા! સ્વયં ઉપયોગ હોવાથી “મુક્તમોહ (મોહ રહિત) થયો થકો”-પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુક્તમોહ થયો થકો (અર્થાત્ શું કહે છે? કે.) પરતરફની સાવધાનીનો રાગાદિ ભાવ (હતો) એનાથી સ્વતરફના અત્યંત ભેદજ્ઞાનને લઈને રાગથી મુક્ત થયો છે. –આવું મુનિપણું! અને એ મુનિપણા વિના મુક્તિ નથી !
એ (મુનિનાથ) મુક્તમોહ થયો થકો, “શમજલનિધિના પૂરથી” – આહા.... હા ! જુઓ! સરવાળો લાવ્યા: સમતારૂપી પાણીના દરિયાનું પૂર, વીતરાગરૂપી નિધિનું પૂર અર્થાત્ ભરતી આવી છે. શમરસજલથી ભરેલો ભગવાન, સમતારૂપી રસથી વીતરાગસ્વભાવ ભરેલો પ્રભુ; એને રાગથી ભિન્ન પાડીને સ્થિર થતાં એની પર્યાયમાં શમરસજલની ભરતી આવી; એનું નામ ચારિત્ર છે.
“શમ' નો અર્થ સમતારૂપી જલનિધિનો દરિયો, એનું પૂર એટલે ભરતી, (એનાથી) “(ઉપશમ સમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને [ વિરાજે (-શોભે) છે.)” શમજલનિધિના પૂર” નો એટલો અર્થ કર્યો: ઉપશમસમુદ્રની ભરતી '. પછી (કહ્યું:) પાપકલંકને ધોઈ નાખીને (અર્થાત્) સ્વભાવસ—ખમાં વીતરાગભાવ પ્રગટ થયો તેથી વિભાવભાવને ધોઈ નાખ્યા (છે). અહીં વિભાવભાવ-પુણ્ય અને પાપ બેય-પાપકલંક છે. આવો માર્ગ છે! પહેલું તો ભેદજ્ઞાન દ્વારા એટલે કે પ્રજ્ઞાછીણી દ્વારા, સાધક દ્વારા. પ્રજ્ઞાછીણી જે મૂળ તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૦ – ૧૯૯ અનુભવ છે-રાગથી ભિન્ન પડી સ્વરૂપનો અનુભવ-એ સાધકદશા છે, એ ધર્મની પહેલી સીડી છે. એનાથી આગળ વધીને મુનિરાજ તો પર્યાયમાં શમરસરૂપી જલના સમુદ્રની ભરતી લાવીને, વીતરાગપર્યાયની ભરતી લાવીને પાપકલંકને એટલે કે પુણ્ય અને પાપના ભાવ જે કલંક છે તેને ધોઈ નાખ્યાં છે. આહા. હા! “વિરાજે છે.” – પુણ્ય અને પાપના ભાવને ધોઈ અને પર્યાયમાં શમરસજલની ભરતી લાવીને “શોભે છે.”
આહા... હા! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે! અંતરમાં સ્વભાવનું અભેદપણું પ્રગટયા વિના ધર્મની શરૂઆત થતી નથી. અભેદ ચીજ જે સામાન્ય વસ્તુ ચૈતન્યઘન, આનંદકંદ, રસકંદ; તેને દષ્ટિમાં લઈને, અનુભવ કરવો; એનું નામ તો પ્રથમ સમ્યગ્દર્શન છે. એ પછી આગળ વધીને (તે) રાગના-અસ્થિરતાના ભાવો (જે) છે તેનાથી પણ ભેદ એટલે જુદો પડતો પડતો, અને વીતરાગી દરિયામાંથી વીતરાગીજલની ભરતી લાવીને પુણ્ય-પાપનો વ્યય કરે છે, વીતરાગની પરિણતિને ઉત્પન્ન કરે છે અને ધ્રુવ-ત્રિકાળી તો દષ્ટિમાં છે જ!
આહા... હા ! (માર્ગની ખબર નથી તેથી) આવું અજાણ્યું લાગે એટલે માણસને (લાગે કે ) આ શું કહે છે? (પણ) માર્ગ તો આ છે! જેને જન્મ-મરણથી રહિત થવું હોય તેને, જન્મમરણના કારણરૂપ ભાવથી પણ ભેદ પાડીને, અભેદને લક્ષે જે અભેદતા પ્રગટ થાય તેને અહીં સાચું ભેદજ્ઞાન કહે છે. સમજાણું કાંઈ ?
અરેરે! ચોર્યાશી લાખના અવતાર, ભાઈ! એણે સહન કર્યા છે. આપણે આત્મધર્મ” ગુજરાતીમાં આવ્યું હતું: નારકીનાં એક ક્ષણનાં દુ:ખ, કરોડો જીભે અને કરોડો ભવે ન કહેવાય, પ્રભુ! શું કહીએ ? આવાં આવાં દુઃખો એક ક્ષણના હોં! ભગવાન આનંદસ્વરૂપ છે; એનાથી વિપરીત “રાગ અને પુણ્યના ભાવ મારા ' એવો મિથ્યાત્વભાવ, જેના ફળ તરીકે નરક ને નિગોદ, અને એ નરકની એક ક્ષણનું દુ:ખ ! ભાષા ગમે તે હોય પણ એનો ભાવ સમજવો બહુ કઠણ, બાપા! આચાર્ય કહે છે, આપણે “ભાવપાહુડ” માં ય છે કે જેના એક ક્ષણનાં દુઃખોનું વર્ણન ક્રોડો જીભથી અને ક્રોડો ભવથી ન થાય, પ્રભુ. તે એવાં દુ:ખ, એ મિથ્યાત્વના ફળમાં વેઠયાં છે. આહ.. હા ! એ દુ:ખથી મુક્ત થવું હોય તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન આનંદસાગર છે, એ સુખનો અંદર દરિયો છે. પ્રભુ ! એવા આનંદસાગર ભગવાનને સંભાળી લે એટલે કે તેનો સ્વીકાર કર! અને દષ્ટિમાંથી રાગ અને પર્યાયનો સ્વીકાર છોડી દે! આહા. હા! આ તો (આનંદની) શરૂઆત.
અહીંયાં તો “મુનિનાથ' ની વાત (છે). મુનિપણું–બાપુ! એ તો પરમેશ્વરપદ છે; ભાઈ ! એ કઈ ચીજ છે!! આહાહા! જેને અંતરમાં અતીન્દ્રિય આનંદમાં શમજલની ભરતી આવે છે એટલે ઉત્પાદ થાય છે. ધ્રુવપણામાં તો સુખસાગર-મજલનિધિનો દરિયો છે પ્રભુ! પણ તેના તરફનો સ્વીકાર થતાં, એ ચૈતન્ય મહામુનિરતનનો અંતરમાં સ્વીકાર થતાં એને પર્યાયમાં પણ આનંદનો ભાવ આવે. અહીંયા તો મુનિની વાત વિશેષ છે. એને તો અંદરમાં એવી સ્થિરતા જામી છે કે પંચમહાવ્રતના વિકલ્પમાં આવવું એ પણ એને બોજો લાગે છે. આહા... હા ! એવી (નિરુપાધિક) ચીજમાં જેની રમતું જામી ગઈ છે. એની પર્યાયમાં-અવસ્થામાં વીતરાગી પૂર આવે છે. (એમ) કહે છે. (જેમ) ઘોડાપૂર (–ઘોડાની જેમ એકદમ ધસી આવતું પૂરા પાણીનું દળ આમ હાલ્યું આવે. અહીં પાણીનું ટીપું ન હોય અને વીસ ગાઉ છેટે પાંચ ઇંચ વરસાદ પડ્યો હોય તો નદીમાં એવું ઘોડાપૂર એકદમ) હાલ્યું આવે તેમ વીતરાગતાનું પૂર આવે છે. અંતરના આનંદસ્વભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦) – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ભગવાનનો આશ્રય લઈને, સ્વીકાર કરીને, રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં સ્થિર થયો, એની દશામાં તો વીતરાગી સ્વભાવનું પૂર આવે છે, એટલે કે ભરતી આવે છે. અરેરે ! આવી વાતો !! એ (ભરતી) પય-પાપના ભાવના કલંકને નાશ કરી નાખે છે તેથી તે શોભે છે. એ વીતરાગીપર્યાયનું પૂર છે એનાથી સંતો શોભે છે. (એ સિવાય) બીજો કોઈ ઉપાય નથી. આહા.. હા! નગ્નપણું ને મહાવ્રતનો વિકલ્પ, એ એની શોભા નથી. સમજાણું કાંઈ?
(હવે મુનિરાજ કહે છે કેઃ ) “-તે આ ખરેખર. આ સમયસારનો કેવો ભેદ છે!” પ્રગટ થઈ દશા એનો એ તે કેવો ભેદ છે! એટલે આ તે કઈ જાત છે? એ વીતરાગી જાત છે, એમ કહે છે.
જુઓઃ એટલા શબ્દ પડયા છે ને....! “શમજલનિધિ' એનું “પૂર'. દ્રવ્ય ઉપર, એ વર્તમાનપર્યાયને- દષ્ટિને જતાં એને શમજલનિધિની જઘન્ય-થોડી ભરતી આવે (છે). અને મુનિને તો ચારિત્રદશા યથાર્થ પ્રગટી છે, એને તો આનંદની અને વીતરાગતાની વિશેષ ભરતી આવે છે. એ વીતરાગતાની દશા દ્વારા પુણ્ય-પાપના કલંકને ધોઈ નાખે છે.- “શમજલનિધિ” નો આ અર્થ !! | જિજ્ઞાસા: આ તો મુનિની વાત છે. પણ ગૃહસ્થો માટે ?
સમાધાનઃ પહેલાં સમકિતી માટે કહ્યું ને..! પછી મુનિની વાત કહી. ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન પામનારને પહેલાં રાગથી ભિન્ન પડી, સ્વરૂપનો સ્વીકાર થઈને આનંદની થોડી ભરતી આવે છે. –એને સમકિતી-જઘન્યધર્મી કહીએ. પહેલી સાચી વાત “આ” છે. બેત્રણ વાર આવી ગઈ છે. એમ ને એમ કે આ મેં દાન કર્યા ને ફલાણાં કર્યા ને ધર્મશાળા બનાવી ને... માટે ધર્મ થઈ જશે, એમ નથી. બાપુ! ધર્મ (તો) એવી આ (કોઈ અપૂર્વ) ચીજ છે!!
આહા... હા! (ભગવાનઆત્મા) તો વીતરાગસ્વભાવનો સાગર પ્રભુ છે; અકષાયસ્વરૂપચારિત્ર એનો ગુણ છે; અને એ ગુણસ્વરૂપ જ છે. જ્ઞાનથી જુઓ તો જ્ઞાનસ્વરૂપ છે. ચારિત્રથી જુઓ તો ચારિત્રસ્વરૂપ-વીતરાગસ્વરૂપ છે. સ્વચ્છતાથી જુઓ તો સ્વચ્છસ્વરૂપ છે. પ્રભુતાથી જુઓ તો પ્રભુસ્વરૂપ છે. આનંદથી જુઓ તો આનંદસ્વરૂપ છે. –એ દ્રવ્ય (ની) પહેલી દષ્ટિ (એટલે કે) સમ્યગ્દર્શન-ધર્મની પહેલી સીડી–ધર્મનું પહેલું પગથિયું સોપાન (પ્રગટ) થતાં એને (સમકિતીને) પણ અંતરમાં વીતરાગીપર્યાય (પ્રગટે છે). સમ્યગ્દર્શન એ વીતરાગીપર્યાય છે. ત્યારથી એને ધર્મની શરૂઆત થાય છે. રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એનાથી ભિન્ન પડીને સ્વરૂપનો અનુભવ કરવો, દષ્ટિ (કરવી; એનું નામ) બે વચ્ચે પ્રજ્ઞાછીણી મારી; એટલે કે ઉપયોગને પકડી રાગથી ભિન્ન પડી ગયો. આહા.. હા! એવા સમ્યગ્દર્શનમાં પણ અંશે આનંદ અને જ્ઞાનની શાંતિની ભરતી આવે છે. (અહીં) તો આ મુનિની વિશેષ વાત છે. પરમાર્થ-પ્રતિક્રમણ છે ને..! (મુનિ ) અસ્થિરતાના રાગથી પણ હુઠી ગયા છે અને સ્થિરતાના સમુદ્રના પર્યાયમાં ઝૂલે છે, એ એની શોભા છે.
આહા... હા! વાત સાંભળવી ય કઠણ પડે. આ તો બહારથી કંઈક નગ્નપણું લીધું ને પંચમહાવ્રત (લીધાં, પણ) એ પંચમહાવ્રતનાં પરિણામનાં ય ક્યાં ઠેકાણા છે? આકરી વાત! લોકોને એવું લાગે છે...!
“–તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે!” જેમાં વીતરાગતા પ્રગટે તે સમયસારની કઈ દશા છે! આહા... હા ! પોતે મુનિ છે ને ! એટલે મુનિથી એ વાત કરે છે: પરમાર્થ-પ્રતિક્રમણ એને કહીએ.
(... શેષાંશ પૃ. ૨૦૨ ઉપર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૩ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
[ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ] मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।। ८३।। मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा।
आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम्।। ८३।। दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्रसमुदयनिरासोऽयम्।
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथ: अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूलकंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहितनिश्चयप्रतिक्रमणं भवतीति।
| ગુજરાતી અનુવાદ ૨ચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અન્વયાર્થ:- વનરવનાં ] વચનરચનાને [ મુવફ્તા ] છોડીને, [ 3TTIવિમાવવીર] રાગાદિભાવોનું નિવારણ [ વા ] કરીને, [૧:] જે [ માત્માનં] આત્માને [ ધ્યાયતિ] ધ્યાવે છે, [ તસ્ય તુ] તેને [ પ્રતિમvi ] પ્રતિક્રમણ [ ભવતિ તિ] હોય છે.
ટીકા:-દિને દિને મુમુક્ષુજનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે ( અર્થાત તેનું આમાં નિરાકરણ -ખંડન કર્યું છે ).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ (-પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત (સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ ( વિવિધ ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણ પરમાત્માને ધ્યાવે છે, તે જીવને-કે જે ખરેખર પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેનેવચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૨૦-૨-૧૯૭૮ (.. શેષાંશ)
(નિયમસાર) ગાથા-૮૩, ટીકા. “દિને દિને મુમુક્ષુજનો વડે”- મોક્ષના અભિલાષી જીવ વડે હંમેશાં સવાર અને સાંજ “ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે ( અર્થાત્ તેનું આમાં નિરાકરણખંડન કર્યું છે).” વચનમય પ્રતિક્રમણ એટલે “મિચ્છા મિ દુધઈ' ને. આ નહીં ને આ નહીં ને આ નહીં, એ વચનમય રચના; એ સમસ્ત પાપક્ષયના હેતુભૂત છે. અહીં એકલું પાપ લેવું, પુણ્ય ન લેવું. અશુભભાવના ક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય એટલે કે ભગવાનની વાણી (અનુસાર) સંતોએ જે પડિક્કમણ રચ્યું અને જે વાણી દ્વારા, વિકલ્પ દ્વારા બોલે છે તેનો આ નિરાસ છે. એવું વ્યવહારપ્રતિક્રમણના વચન અને વિકલ્પ તેનો આ નિરાસ છે (એટલે કે) એ પણ ખંડન કરવા લાયક. છોડવા લાયક છે. સમજાણું કાંઈ ?
મુનિરાજોએ-દિગંબર સંતોએ જે પ્રતિક્રમણની રચના કરી એ વચનમય રચના અને ત્યાં બોલતાં જે વિકલ્પ ઊઠે, એ બેય વ્યવહાર (છે) તેનું અહીંયાં ખંડન કરે છે. (કેમકે) એ કાંઈ સાચું પ્રતિક્રમણ નથી. છે...! “સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં નિરાકરણ-ખંડન કર્યું છે.”
આહા.... હા ! વ્યવહારપ્રતિક્રમણની શાસ્ત્રરચના કરે, અશુભથી આ “મિચ્છા મિ દુહ' ને...! (અહીં) કહે છે કે એ સૂત્રસમુદાય અને તેમાં થતો વિકલ્પ બેઉ નાશ કરવા લાયક છે, એને રાખવા લાયક નથી; કારણ કે એ વચનવ્યવહાર છે, એ બંધનું કારણ છે. (માટે તેનું) નિરાકરણ-ખંડન કર્યું છે. આચાર્ય મહારાજ કુંદકુંદાચાર્યના આ શ્લોક (ગાથા) છે. અને કુંદકુંદ આચાર્ય એમ કહે છે કે “આ શાસ્ત્ર મેં મારી ભાવના માટે બનાવ્યું છે.” અને એની ટીકા કરતાં પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે કે આમાં શુભનો-પ્રતિક્રમણનો (જે) વિકલ્પ છે, એ ખરું આવશ્યક નથી; (માટે) તેનું પણ ખંડન કર્યું છે.
હવે પરમ તપસ્યા એટલે અંદર ચારિત્ર હોં ! ( એ વિષે કહે છે કે, “પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ”આહા... હા ! જેમ પૂનમનો ચંદ્ર હોય ત્યારે સમુદ્રમાં ભરતી બહુ આવે, તેર-ચૌદશ આદિમાં ભરતી થોડી આવે, પણ પૂર્ણ ચંદ્ર જ્યારે ઊગે ત્યારે દરિયામાં ભરતી બહુ અ
. જેનો | સહજવૈરાગ્ય અમૃતના સાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર સમાન એવો જીવ “(-પરમ તપનું [ ચારિત્રનું] કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે ) જેમ દરિયામાં પાણીની ભરતી આવે તેમ જેને અંતરમાં આનંદની-નિર્વિકલ્પ આનંદ અને વીતરાગતાની-ભરતી પર્યાયમાં આવે; એનું નામ નિશ્ચય-સત્ય-સાચું પ્રતિક્રમણ છે.
વૈરાગ્ય' કીધો છે ને...! (એટલે કે) રાગથી હુઠી જાય છે ને...! સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે “ અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણચંદ્ર સમાન છે એવો જે જીવ” –મુનિ છે. જેની રમતું આનંદસ્વભાવમાં જામી ગઈ છે. આત્મા અતીન્દ્રિય આનંદનું પૂર પ્રભુ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે; (એની) પર્યાયમાં જે પરથી હઠીને, સ્વાભાવિક વૈરાગ્યરૂપી અમૃતનો સાગર ઉછાળવા સમર્થ છે (તે) પૂર્ણ ચંદ્ર સમાન છે. (એને ) પરથી તો વૈરાગ્ય છે, પણ જે પુણ્યનો વિકલ્પ ઊઠે છે તેનાથી પણ વૈરાગ્ય છે; એમ કહે છે. એટલે (કહ્યું કે ) જે સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ – ૨૦૩ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને (ઉછાળવા માટે) અર્થાત તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે. એવો જે ધર્માત્મા-ચારિત્રવંત, એને મુનિ કહીએ અને ચારિત્રવંત કહીએ. આહા... હા !
“અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત”—અશુભભાવની રચનાથી તો પરિમુક્ત, એટલે કે અશુભભાવ તો છોડી દીધો છે. (એમ) કહે છે. પરિમુક્ત= “પરિ' એટલે સમસ્ત પ્રકારે (મુક્ત” એટલે) છોડવું. “(-સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ (વિવિધ) વચનરચનાને (પણ) છોડીને ” આ વ્યવહારપ્રતિક્રમણ જે બોલે છે ને... એનો વિકલ્પ ઊઠે છે, એવી જે વિષમ વચનરચના-શાસ્ત્રની રચનામાં “મિચ્છા નિ ફુક્કડું' આ મારી ભૂલ થઈ (તે) “મિચ્છા નિ' (એમ આવે), એ વચનરચના વિષમ છે (એમ) કહે છે; અને એનો ભાવ પણ વિષમ-અસમતા છે. જે વ્યવહારપ્રતિક્રમણ છે તે વિષમભાવ છે, એ સમતાભાવ નથી કેમકે એ વિકલ્પ ને રાગ છે.
આવી દશા પંચમ આરાના સંતોની પણ હોય તો તેને મુનિ કહેવાય, નહીંતર મુનિ કહેવાય નહીં; એમ કહે છે. પોતે મુનિ છે. પોતાની વાત કરે છે. પદ્મપ્રભમલધારિદેવ પોતે આચાર્ય નથી, મુનિ છે.
પ્રતિક્રમણ સૂત્રની “વિષમ” (વચનરચના) નો અર્થ “વિવિધ ' કર્યો વિવિધ પ્રકારના શબ્દો હોય ને..! આમાં વિકલ્પ પણ વિવિધ પ્રકારના આવે ને..! (“સમયસાર) મોક્ષઅધિકાર” માં જેને વ્યવહારપ્રતિક્રમણના ભાવને-વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યો છે. અને એનાથી રહિત એટલે કે ભગવાન રાગથી ભિન્ન પડીને (પોતામાં) ઠરી જાય એ અમૃતનો કુંભ છે. અહીંયાં “અમૃતનો સાગર' કીધું ને..વૈરાગ્યરૂપી અમૃતના સાગરને (ઉછાળવા માટે અર્થાત તેમાં) ભરતી લાવવા માટે જે તૈયાર છે. આહા... હા! આવી આકરી વાતું!
હુજી (લોકોને) બહારથી નિવૃત્તિ લેવાનો પ્રસંગ (અવકાશ) નહીં! અહીંયાં તો “(મુનિ) અશુભથી તો છૂટયો છે; શુભથી છૂટે ત્યારે તેને સારું પ્રતિક્રમણ થાય” આ એની વસ્તુની સ્થિતિ છે; એ રીતે પણ હજી જેને શ્રદ્ધાનાં ઠેકાણાં નથી તે તો ડામાડોળ-રાગમાં એકાકાર થઈને પડ્યા છે; તેને તો વ્યવહારપ્રતિક્રમણ નથી અને નિશ્ચયે ય નથી. આ નિશ્ચય (પ્રતિક્રમણ) હોય તો તેને આવો વિકલ્પ-વ્યવહારપ્રતિક્રમણ હોય. એ પણ ઝેર છે (એમ) કહે છે.
વ્યવહારપ્રતિક્રમણમાં જે શુભરાગ ઊઠે છે ને...! એ અનેક પ્રકારના વિકલ્પો છે અને વચનરચના પણ અનેક પ્રકારની હોય (છે) –એમ એને વિવિધ પ્રકારનો કહીને, એમ કહે છે કે ( એને પણ) છોડીને “સંસારલતાનાં મૂળ-કંદભૂત”-સંસારરૂપી વેલડી, સંસારના ઝાડની વેલડી જે અનાદિથી ફાટી (ફાલી) છે, અર્થાત; એકેંદ્રિય, હિંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય (આદિનાં) ભવ, એવી સંસારરૂપી વેલડી (નાં મૂળ) –કંદભૂત “સમસ્ત મોહરાગદ્વેષ ભાવ” એ મોહરાગદ્વેષ કેવા છે? કે: સંસારરૂપી વેલડીનાં મૂળ-કંદભૂત છે; મૂળ છે, એમાંથી બધો સંસાર-ભાવ ફાટે છે.
આહા... હા! અહીં તો પુણ્ય-વ્યવહારનું પ્રતિક્રમણ છે. એ (પુણ્યને) પણ સંસારની લતામાં નાખી દેવું છે! એને લોકો વ્યવહારસાધન કહે (ક) આ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે. અરે ભાઈ ! (એમ નથી).
એક જૈનપત્રિકામાં આજે બહુ વિરોધનું લખાણ આવ્યું છે. એ લોકો (સોનગઢ) નિમિત્તને માનતા નથી. ઉપાદાનથી જ કામ થાય (એમ માને છે ). ઘણું બધું (લખાણ ) આવ્યું છે! (પણ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
નિમિત્ત એને માનીએ છીએ કે નિમિત્તની હયાતી છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ પણ થાય. તો તે નિમિત્ત ક્યાં રહ્યું? એ તો અંદર ઉપાદાનમાં ગરી ગયું. એક મોટા વિદ્વાને ખુલાસો ( પણ ) કર્યો છે કે: સોનગઢવાળા નિમિત્ત માને છે; નિમિત્ત નથી માનતા એમ નથી; પણ નિમિત્તથી ૫૨માં કાર્ય થાય, એમ માનતા નથી; એ જ યથાર્થ છે. નિમિત્ત કયાં નથી ? પણ જેની પર્યાય પોતાને કા૨ણે (પરિણમવાના લીધે) ઉપાદાન થઈ છે, તેનું નામ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તે કરાવ્યું છે એમ છે? (એમ નથી ). પરદ્રવ્ય (અન્ય) ૫૨માં કરે એવું ક્યાંય
નથી. આહા... હા ! એવી વાત છે.
અહીં કહે છે કે: એ સંસારનો બંધ ક્યારે અટકે? કેઃ સંસારલતાનાં મૂળ-કંદભૂત (સમસ્ત ) મોહરાગદ્વેષ ( ભાવ ) “એનું નિવારણ કરીને ” એનો અભાવ કરે ( તો ). ચાહે તો શુભરાગ હોય તોપણ તેનો અભાવ કરે કેમકે શુભરાગ એ હજી સંસાર અને ભવનું કારણ છે. આત્માના આશ્રયથી જેટલી જ્ઞાનધારા પ્રગટી તેટલો અબંધપરિણામ છે અને જોડે જેટલો રાગભાવ છે એ બધી બંધધારા છે, કર્મધારા છે. (સાધકને ) જ્ઞાનધારા અને કર્મધારા બેય હારે (સાથે ) છે. પણ અહીં તો એ કર્મધારાને છોડીને સ્વરૂપમાં લીન થાય છે ત્યારે તેને નિશ્ચયસાચું પ્રતિક્રમણ છે. સમજાણું કાંઈ ?
એનું
મોહરાગદ્વેષભાવોનું ) નિવા૨ણ કરીને “ અખંડ-આનંદમય
નિજ કા૨ણપ૨માત્માને ધ્યાવે છે.” –પાઠમાં “અપ્પાનું નો જ્ઞાયવિ” એનો અર્થ કર્યો છે. ભગવાનઆત્મા અખંડ આનંદમય, (‘આનંદવાળો' એમ નથી લીધું પણ] નિજ આનંદમય, ભગવાન અંદર અતીન્દ્રિય આનંદમય, નિજ અતીન્દ્રિય આનંદમય, અનાકુળ અણન્દ્રિય આનંદમય પ્રભુ, એ નિજ કા૨ણપ૨માત્મા, પોતાનો કા૨ણપ૨માત્મા, ત્રિકાળી અખંડ આનંદમય નિજ કા૨ણપ૨માત્મા (એમ લીધું ).- આહા...હા... હા! એ તે કંઈ શબ્દો છે!! આ તો શબ્દો છે પણ એનું વાચ્ય!! આહા... હા! અખંડ આનંદમય “નિજ” કા૨ણપ૨માત્મા! અહીં વીતરાગી પ૨માત્મા નહીં; એટલે ‘નિજ ’ શબ્દ લીધો છે.
પરમાત્માનું ધ્યાન કરે ને વિકલ્પ કરે, એ પણ રાગ છે. (શ્રોતાઃ) કષાયની પુષ્ટિ થાય છે? (ઉત્તરઃ ) એક એક કષાય છે–ભગવાનની ભક્તિનો ભાવ પોતે જ કષાય છે. એમાં (‘નિયમસાર ’ માં ) છે. એ વાત મળી નહોતી, એ વાત (શ્વેતાંબરમાં) હતી નહીં ને...! આ માર્ગ સમજવા માટે કાં તો વીતરાગસંસ્કાર જોઈએ અને કાં તો વીતરાગી સંત જોઈએ. બાકી એ સિવાય આ માર્ગ બહુ ઝીણો છે; (પોતાની મેળે સમજી લે તેમ નથી ). કાં તો સમ્યગ્દષ્ટિ જોઈએ, કાં એને પૂર્વના કોઈ સંસ્કાર જોઈએ; તે વિના આ વાતો બેસે એવી નથી. એ વસ્તુસ્થિતિ છે. “ અખંડ આનંદમય નિજ કા૨ણપ૨માત્માને ”– પાઠમાં (છે) “અપ્પાનું નો જ્ઞાવિ એનો અર્થ કર્યો: “જે આત્માને ધ્યાવે છે.” કેવા આત્માને ? કોણ આત્માને ? કેઃ “ અખંડઆનંદમય નિજ કારણપરમાત્માને.” આહા... હા ! એને આત્મા કહ્યો. શરીર નહીં, પુણ્ય-પાપના ભાવ નહીં, એક સમયની પર્યાય પણ (એ આત્મા ) નહીં. નિર્ણય કરે છે ‘પર્યાય ’. પણ એનો વિષય છે એ ‘નિજ કા૨ણપ૨માત્મા'. આહા.. હા! સમજાણું કાંઈ ?
(‘ સમયસાર ’) ગાથા-૩૨૦માં તો એમે કહ્યું કે જે સળનિરાવરણ, અખંડ, એક પ્રત્યક્ષપ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું” એમ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
,
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ - ૨૦૫ કોણ કહે છે કે જ્ઞાનની વર્તમાન ધારા, ઉત્પાદ, અંદરનું સમ્યજ્ઞાન, ખંડજ્ઞાન એ કહે છે કે “હું અખંડ છું” , “ધ્રુવ તે હું છું.’ આહી... હા! આવી વાતો છે !!
અરેરે ! અનંતા ભવ ગયા, બાપા! ત્યાં કોઈની સિફારસ કામ આવતી નથી. આહા. હા ! બ્રહ્મદત્ત ચક્રવર્તી હીરાના ઢોલિયે સૂતેલા, હીરાનો પલંગ, સોળ હજાર દેવ સેવામાં, છન્ને હજાર રાણીઓ. એક રાણીની હજાર દેવ સેવા કરે, એ ભાઈ દેવોની હયાતીમાં પોતે મરીને સાતમી નરક ગયો. એને હજુ અત્યારે તો થોડો વખત થયો છે. એને ૩૩ સાગર (ત્યાં) કાઢવા છે, બાપા! ચક્રવર્તીની સંપદા-જેના ૩ર કોળિયાનો ખોરાક.. એ ખોરાકમાં તો બધી હીરાની જ ભસ્મો હોય. એનો એક કોળિયો ૯૬ કરોડ પાયદળ પચાવી ન શકે. એની રોટલીમાં હીરા ને માણેકની ભસ્મો હોય. શીરો બનાવે તો અંદર હીરાની ભસ્મ હોય. અરે! એ ખાનારા મરીને (નરકે ગયા)! એમાં-ધૂળમાં (-સંપદામાં) કાંઈ નથી, બાપુ! એ એમાં ને એમાં મરી ગયો!
અહીં તો કહે છે કેઃ સવાર-સાંજ કરવાનું વ્યવહાર પ્રતિક્રમણ-શાસ્ત્ર જે સંતોએ રચ્યું છે, એ વળી જે વિકલ્પ ઊઠે છે એ પણ દુ:ખરૂપ છે. એનાથી હઠી, અખંડ આનંદમય નિજ કારણપરમાત્માને “ધ્યાવે છે.”
એ પ્રશ્ન થયો હતો ને...? કે તમે આત્માને “કારણપરમાત્મા’ કહો અને કાર્ય ન આવે તો એને કારણપરમાત્મા’ શેનો કહેવાય? એને તમે “કારણપરમાત્મા’ શી રીતે કહો છો ? કારણ હોય તો કાર્ય આવવું જ જોઈએ ! (તો) કીધું: વાત સાચી. પણ કોને “કારણ પરમાત્મા છે? એમ માન્યું એને કે નથી માન્યું એને ? “અંદર કારણપરમાત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે” એ (એણે) માન્યો છે જ ક્યાં હુજી? એ (તો) રાગની મંદતામાં સંતોષાઈ ગયો કાં વર્તમાન પર્યાયમાં કંઈક ઉઘાડ થયો (તો) એમાં સંતોષાઈ ગયો. આહા.... હા ! જેની એક સમયની પર્યાયનું સામર્થ્ય લોકાલોકને જાણવાનું છે–અત્યારે પણ હો! એક સમયની પર્યાયમાં-છ દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય-લોકાલોકને જાણે, ત્યારે પર્યાયનું એટલું સામર્થ્ય પડયુ કહેવાય. આહા... હા! એવી જે દષ્ટિ પર્યાયની છે, એને ય ઉઠાવી દઈને; જે પર્યાયમાં લોકાલોક જાણે છે એવી પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવી દઈને; (દ્રવ્યદૃષ્ટિ કરે, તો) એ પર્યાય સ્વય (કારણપરમાત્મા) ને જાણે છે. પણ જ્યાં દષ્ટિ રાગ ઉપર, અલ્પ ( શ પર્યાય) ઉપર (પડી હોય તો, તે સ્વય જણાવા છતાં જાણવામાં આવતો નથી). નહીંતર પર્યાયનો સ્વભાવ તો એનો (સ્વ-પર પ્રકાશક) છે (જ).
(“સમયસાર') ૧૭-૧૮ ગાથા. (ભલે ને) અજ્ઞાની (ના) જ્ઞાનની પર્યાય છે તોપણ એનો પર્યાયનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે ને..! ભલે (પર્યાય) નાની છે, એક સમયની સ્થિતિવાળી છે પણ એનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે. તો એ (પર્યાય) સ્વને પ્રકાશે જ છે. છતાં એની (અજ્ઞાનીની) દષ્ટિમાં (સ્વ) તરફનું વલણ નથી (માટે તેને એ સ્વ જણાતો નથી). એ (સ્વ છે તે ) “કારણપરમાત્મા” છે, તેને આ (સ્વ-પર પ્રકાશક પર્યાય ) જાણે છે, પણ ત્યાં એની (અજ્ઞાનીની) દષ્ટિ નથી. “કારણપરમાત્મા છે' એવો એને પર્યાયમાં સ્વીકાર નથી. તો એને કાર્ય શી રીતે આવે? જેને કારણ પરમાત્મા જ દષ્ટિમાં નથી, જાણવામાં નથી, માનવામાં નથી, હવે (તેને) એનું કાર્ય શી રીતે આવે? (પણ) જેને માનવામાં એમ છે કે આ કારણ પરમાત્મા, ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ એમાં અનંતગુણરત્નના ડાબલા ભર્યા છે; (જેના) એક ગુણની એક એક પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
લોકાલોકને જાણે એવી અનંતી પર્યાયોનો સમુદાય એ જ્ઞાનગુણ; લોકાલોકને જાણીને એવા જ પ્રમાણમાં એક શ્રદ્ધાની પર્યાય પ્રતીત કરે છે, એ શ્રદ્ધાની અનંતી પર્યાય અંદર એક શ્રદ્ધાગુણમાં છે; એવી એવી અનંતા ગુણની એક એક પર્યાયમાં અનંતતા છે એ બધી પર્યાયોનો સમુદાય ગુણ છે અને બધા ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે. સમજાણું કાંઈ ? આવું (વસ્તુસ્વરૂપ) છે!!
તે
લોકો કહે છે ને... કે: એ (સોનગઢ) વ્યવહારને ઉડાવે છે! પણ વ્યવહાર છે એને ઉડાવે છે કે ન હોય એને? જેને નિશ્ચય છે એને વ્યવહાર છે, એને ઉડાવીને અંત૨માં જાવું એમ કહે છે સમજાણું કાંઈ ? આવો માર્ગ વીતરાગનો છે!
જિનેન્દ્રદેવ ( ની ) સભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો હતા. ગણધરો એ ભવે મોક્ષ જનારા છદ્મસ્થ હતા એને ભગવાન આમ કહેતા હતાઃ એ આ વાણી છે અહીં. આહા... હા! “મુખ' ૐૐ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” એ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે કેઃ
66
જે અમે કહ્યું છે એવું વ્યવહા૨પ્રતિક્રમણ જે કરે છે એ પણ સાચું પ્રતિક્રમણ થાય. અમે નિશ્ચયસહિતનો જે વ્યવહાર કહ્યો અંદરમાં જા! ત્યારે સાચું પ્રતિક્રમણ થાય. આહા... હા !
છોડીને અંદરમાં જા! તો તને એ વ્યવહારને પણ છોડીને
‘નિયમસાર ’ નિશ્ચય-પરમાવશ્યક અધિકાર (ગાથાઃ ૧૪૫) માં આવે છે ને...! “ જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે પરાશ્રિત છે, પરવશ છે. એક ચીજ અખંડ કારણપરમાત્મા ભગવાન; એમાં ત્રણ ભેદે એનો વિચાર કરવો તે પણ વિકલ્પ અને અનાવશ્યક છે; એ જરૂરનું નથી એમ કહે છે.
અરેરે ! આવું ( પ્રતિપાદન બીજે) ક્યાં છે, પ્રભુ? અરે ભાઈ! એવા (સન્માર્ગથી અણજાણ ) લોકો વિરોધ કરે કે (સોનગઢનો ) વિરોધ કરો... વિરોધ કરો-વ્યવહારને માનતા નથી, વ્યવહારથી (નિશ્ચય) થાય એમ માનતા નથી. એકલા ઉપાદાનથી થાય એમ માને ( છે), નિમિત્તથી ( ઉપાદાનમાં કાર્ય) થાય એમ માનતા નથી. ( પણ ) બાપુ! છે તો (વસ્તુસ્થિતિ ) એમ જ; પણ તને બેસે શી રીતે, ભાઈ? દરેક પદાર્થની દરેક સમયે જેનો (સ્વ) કાળ છે તે પર્યાય થાય છે. હવે એ પર્યાય થાય છે એમાં નિમિત્ત સામે ભલે હોય પણ નિમિત્તથી એ પર્યાય થઈ નથી. ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? તેમ વ્યવહારમાં પ્રતિક્રમણનો વિકલ્પ હોય પણ તેનાથી નિશ્ચયમાં ગયો નથી, તેને છોડીને (નિશ્ચયમાં) જાય છે. તો વ્યવહા૨ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એમ ત્યાં રહેતું નથી.
66
( અહીંયાં કહે છે: ) “ અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે.” આહા.. હા! ભગવાનસ્વરૂપ પરમાત્મા, સાક્ષાત્ શક્તિ-સ્વભાવ નિજ કારણપરમાત્મા, એકલો ભગવાનસ્વરૂપ સિદ્ધસ્વરૂપ-દ્રવ્ય હોં! એવું જે કારણપરમાત્મતત્ત્વ; એને જે ધ્યાવે છે. એને જે ધાવે છે (જેમ ) બાળક માતાના સ્તનમાંથી દૂધ ધાવે છે (તેમ ) વસ્તુની અંદર જે કારણપરમાત્મા, અનંત આનંદમય છે તેને પીવે છે, ધાવે છે. તેનું ધ્યાન કરીને એમાંથી રસ કાઢે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
પ્રશ્ન: આવી વાતો શી હશે! પણ આમાં કરવું શું હવે ? પહેલું શું કરવું ?
સમાધાનઃ પહેલું આ કરવું-રાગ અને વિકલ્પથી ભિન્ન પાડવો અને કા૨ણપ૨માત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ - ૨૦૭ અનુભવવો. એ પહેલામાં પહેલું કરવાનું છે. એ વિના મુનિપણું ને ચારિત્ર ને સાચું ઘ્યાન, એ કાંઈ હોતાં નથી
(હવે અહીંયાં કહે છે કેઃ) “તે જીવને ” કારણપરમાત્માને ધ્યાવે છે તે જીવને “કે (જે) ખરેખર ૫૨મતત્ત્વનાં શ્રદ્ધાન ” ‘પરમતત્ત્વને’ જે ‘કારણપરમાત્મા ' કીધો તે. અખંડ આનંદમય નિજ પરમતત્ત્વનાં શ્રદ્ધાન-નવતત્ત્વનું શ્રદ્ધાન એ બધી વાત કાઢી નાખી-૫૨મતત્ત્વનાં શ્રદ્ધાન, પરમતત્ત્વનાં “જ્ઞાન ” શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. અહીં તો કહે કેઃ પરમતત્ત્વ (જે) જ્ઞાનનો સાગર પ્રભુ, એ જ્ઞાનના સાગરનું જ્ઞાન. ભારે વાતું, બાપા! એ કા૨ણપ૨માત્માનું શ્રદ્ધાન, કા૨ણપ૨માત્માનું જ્ઞાન-તે ક્યારે થાય? કેઃ એના સ્વસંમુખ થાય ત્યારે થાય. જે વસ્તુ છે તેની સંમુખ થાય તો તેનું શ્રદ્ધાન-શાન થાય. આહા.. હા.! “અને અનુષ્ઠાન ” એટલે ચારિત્ર. પરમતત્ત્વનું અનુષ્ઠાન અર્થાત કા૨ણપ૨માત્માનું ચારિત્ર એટલે પર્યાયમાં આચરણ. એ કારણપરમાત્મામાં આચરણ-અનુષ્ઠાન-સ્થિરતા, એ ચારિત્ર છે. આહા... હા! “(તે) વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું (છે). અનુષ્ઠાનની “સંમુખ છે” એટલે મૂળ તો સ્વભાવની સંમુખ છે, એમ કહેવું છે.
એ તો આગળ આવે છે ને...! શુદ્ધઉપયોગસંમુખને શિખામણ આપી છે. શુદ્ધઉપયોગ સંમુખ થયો છે, તેને સમજાવવામાં આવે ત્યારે તો એમ જ કહેવાય ને? અંદર આમ જવા માગે છે એને કહે છે કે: શુદ્ધઉપયોગને અંદ૨માં જોડી દે! એ અવશ્ય છે. એ આવશ્યક કરવા લાયક અને સાધન છે. બાકી વ્યવહાર-રાગાદિની ક્રિયા એ પણ બંધનું કારણ છે, વિષ છે, ઝેર છે.
“તેને-વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.” લ્યો ! તેને વચન અને રાગ વિનાનું, નિજ અખંડ પરમાત્માનું શ્રદ્ધા-જ્ઞાન-આચરણ-એનું આચરણ-તત્ત્વનું આચરણ– (હોય છે) તેને સાચું પ્રતિક્રમણ હોય છે; બીજાને સાચું પ્રતિક્રમણ હોતું નથી.
વિશેષ કહેશે.
***
....
પ્રવચન: તા. ૨૧-૨-૧૯૭૮
[[ એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વા૨ા ) કહ્યું છે કેઃ
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(માલિની )
દર
अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किंचिदस्ति।।
“[ શ્લોકાર્થ:– ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; અહીં એટલું જ કહેવાનું છે કે આ ૫૨મ અર્થને એકને જ નિરંતર અનુભવો; કા૨ણ કે નિજ૨સના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (-૫૨માત્મા) તેનાથી ઊંચું ખરેખ૨ બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).”]]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
,
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
“નિયમસાર' ગાથા-૮૩માં આ છેલ્લે આવ્યું ને...! “અપ્પTM નો જ્ઞા”િ નિશ્ચયપ્રતિક્રમણ, સાચું ચારિત્ર અથવા સત્ય સમભાવ, મોક્ષનો માર્ગ, એની વાત છે. અમૃતચંદ્રાચાર્ય દિગંબર (સંત) કહે છે: “બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ” –ઘણી વાત શું કહીએ? જેટલા વિકલ્પ ઊઠે છે તે બધા બેકાર છે. વધારેમાં વધારે શું કહીએ? “ મનમેનન”—બસ થાઓ, બસ થાઓ- શબ્દ કહીને (કહ્યું કે) પૂરું કરો. (બીજું) શું કહેવું? “અહીં એટલું જ કહેવાનું છે કે ભગવંત આચાર્યમહારાજ સંત દિગંબર એમ કહે છે કે અમારે એટલું કહેવું છે કેઃ “આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો” – આહા. હા! આ સિદ્ધાંત! પરમ પદાર્થ જે ભગવાન આત્મા, દ્રવ્યસ્વભાવ, શુદ્ધ ચિદ્દઘન, આનંદકંદ પ્રભુ એવો પરમાત્મા પરમ અર્થ આત્મા, વસ્તુ ત્રિકાળી જે ચીજ છે એ તો પરમ પદાર્થ પરમાત્મસ્વરૂપ છેએને એકને જ (અનુભવો). આહા. હા! એ વસ્તુ ભગવાન અનંતગુણની રત્નમાળા અંદર પડી છે એવો આત્મા અંદર (મોજૂદ છે એને) એકને જ નિરંતર અનુભવો.
આત્મા અનંત આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ; એનું સમ્યકદર્શન, એનું સમ્યકજ્ઞાન, અને એનું (સમ્યક ) ચારિત્ર એ એનું (આત્માનું ) ધ્યાન અને અનુભવ છે. વ્યવહારની ગમે તે વાતો હોય, નિમિત્તની ગમે તે વાતો હોય પણ (એ) પર છે, એ આત્મામાં નથી !
ભગવાન આત્મા તો અનંત અનંત ગુણનો રાશિ-ઢગલો-ઢેર એવો પરમાત્મા પોતાનું સ્વરૂપ એને “એકને જન્મ આહા.. હા! “એકને જ (નિરંતર અનુભવો ) ” – જુઓ, એમ છે! આહા... હા! જેને મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને તો આત્મા ચિદાનંદ પ્રભુની અંતદષ્ટિ કરીને અનુભવ કરવો. એ મોક્ષનો માર્ગ છે! સમજાણું કાંઈ ?
પાઠ તો એવો છે: “પરમ અર્થને એકને જ” –બીજી ચીજ (ને) નહીં; રાગને નહીં, નિમિત્તને નહીં અને એક સમયની પર્યાયને પણ નહીં; (આ એકને જ અનુભવો). માર્ગ બહુ
તતકાળમાં કદી કર્યો નથી એથી એને ચૈતન્યનો અનુભવ (કઠણ લાગે છે ). (આવે છે ને!) “અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ મોક્ષસ્વરૂપ.
(આ પરમ અર્થ) એ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા છે- “ઘટ ઘટ અંતર જિન બર્સ.” એ જિન બર્સ, ઘટ ઘટ અંતર આત્મા જિનસ્વરૂપી–વીતરાગસ્વરૂપી જ આત્મસ્વભાવ છે. (શ્રોતા ) દ્રવ્યસ્વભાવ કે પર્યાયસ્વભાવ? (ઉત્તર:) વસ્તુસ્વભાવ! પર્યાયમાં વીતરાગતા ક્યાં (પ્રગટ) છે? વસ્તુસ્વભાવ વીતરાગસ્વરૂપ છે. કહ્યું ને..! “ ઘટ ઘટ અંતર જિન બર્સે 'જિન એટલે વીતરાગસ્વરૂપ, એ અંદર ઘટ ઘટમાં બિરાજમાન આત્મા (છે); જેમાં દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ નથી, જેમાં એક સમયની પર્યાય પણ નથી. આહા.... હા! ઝીણી વાત છે, ભાઈ ! મોક્ષનો માર્ગ (અલૌકિક છે)!
કહે છે કે ભગવાન આત્મા અનંતગુણનો ઢગ, આનંદથી ભર્યો પડ્યો, લબાલબ અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો છે એવા આત્માને એકને જ (નિરંતર અનુભવો).
સૂક્ષ્મ વાત છે, બાપુ! અનંતકાળથી (આત્માનો અનુભવ કર્યો નથી. એ પંચમહાવ્રતાદિ ક્રિયા એ બધી રાગ (ક્રિયા) છે, એ કાંઈ આત્મધર્મ નથી, આત્મા નથી.
અહીંયાં તો પરમાત્મસ્વરૂપ ભગવાન અંદર “સિદ્ધ સમાન સદા પદ મેરો”- વસ્તુ હોં ! સિદ્ધ ( સમાન) પર્યાય નથી. દ્રવ્ય-વસ્તુ “સિદ્ધ સમાન સદા પદ મેરો” એવી જે ચીજ છે, એને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૩ – ૨૦૯ એકને જ (નિરંતર અનુભવો.).
એ ત્રિકાળી ચીજ (આત્મા) નો અનુભવ થવો અને અનુભવમાં પ્રતીતિ થવી એ સમ્યગ્દર્શન છે. એ હજી ચોથું ગુણસ્થાન છે. અહીંયાં તો વિશેષ શબ્દ કહે છે. આ એકનો જ નિરંતર-દર્શન-જ્ઞાન-ચારિત્રનો-અનુભવ કરો.
ત્રણે: દર્શન એટલે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદસ્વરૂપનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી, નિર્વિકલ્પ દષ્ટિ કરવી, એ સમ્યગ્દર્શન. અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે એનો સ્પર્શ કરીને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સમ્યગ્વજ્ઞાનની દશા પ્રગટ કરવી, એ જ્ઞાન છે. અને એ સ્વરૂપમાં સ્થિરતા કરવી અર્થાત્ અતીન્દ્રિય આનંદ ભગવાન આત્મામાં સ્થિરતા, રમણતા, જામવું, આનંદનું ભોજન કરવું, એ ચારિત્ર. –એ એકનો અનુભવ કરો.
આહા.... હા ! આચાર્ય કહે છે કે વિશેષ શું કહીએ? ઘણું કહ્યું. પણ એ બધા વિકલ્પથી હવે બસ થાઓ. દેહના રજકણથી અંદર ભિન્ન ભગવાન, કર્મના પરમાણુથી ભિન્ન અંદર ભગવાન આત્મા, અને પુણ્ય-પાપના શુભાશુભભાવથી પણ ભિન્ન, એવા (પરમ અર્થને) એકને જ નિરંતર (અનુભવો). (એ) દ્રવ્યથી દષ્ટિ ક્યારે ય ખસે નહીં, હઠે નહીં એમ નિરંતર અનુભવો. એમ કહે છે. આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વિષય (છે). અનંતકાળથી ક્યારેય (આત્માનુભવ) ર્યો નથી.
(અહીં કહ્યું , “ એકને જ ”—એકાંત થઈ ગયું? (નહીં). એ સમ્યફ એકાંત છે! આહા... હા! શુદ્ધચૈતન્યઘન ભગવાન આત્માને એકને જ નિરંતર અનુભવો. “અનુભવ કરવો” એ પર્યાય છે, અવસ્થા છે. જેનો અનુભવ કરવો છે એ દ્રવ્ય છે. દ્રવ્ય અર્થાત્ વસ્તુ, જ્ઞાયકભાવ, ચિદાનંદભાવ, વિજ્ઞાનઘનભાવ, સ્વભાવભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ, સદશભાવ, (ઍને) દષ્ટિમાં લઈને, એનું જ્ઞાન કરીને, એનો અનુભવ (અને એમાં) સ્થિરતા કરો.
કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ”_આહા.. હા! કેવો છે અંદર ભગવાન આત્મા? કે. ચૈતન્યજ્યોત, ચૈતન્યની ઝળહળ જ્યોત છે. અંદર અતીન્દ્રિય આનંદની જ્યોત છે. એ નિજરસના ફેલાવથી–નિજશક્તિ-નિજગુણ-નિજસ્વભાવના રસના ફેલાવથી–પૂર્ણ છે. આહા.... હા! અંતર નિજશક્તિના ફેલાવથી ભગવાન પૂર્ણ છે. આહા. હા ! સમજાણું કાંઈ ?
નવતત્ત્વમાં શરીર અને કર્મ, એ તો અજીવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય-ભોગવાસના (એ) પાપતત્ત્વ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ એ પુણ્યતત્ત્વ છે. (તથા) એ પુણ્ય-પાપ બે થઈને આસ્રવતત્ત્વ છે. –એનાથી ભિન્ન, ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ (-જીવતત્ત્વ) છે. આહા.... હા ! ઝીણી વાત છે, ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન જ સૂક્ષ્મ વિષય છે.
“નિજરસના ફેલાવથી”-પોતાના ગુણ અને સ્વભાવના રસના ફેલાવથી પૂર્ણ “જે જ્ઞાન” અહીં જ્ઞાનની પ્રધાનતા કરી. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા-અંદર શક્તિ હોં! “તેના સ્કુરાયમાન થવામાત્ર”—એની પ્રગટતા અંદર શક્તિરૂપે થવામાત્ર; સ્કુરાયમાન એટલે બહાર પર્યાય નહીં. “જે સમયસાર (-પરમાત્મા) - જુઓ! ત્રિકાળી ચીજ જ અંદર સ્કુરાયમાન છે (એમ) કહે છે. આહા... હા! અંતર ભગવાન આત્મા અનંતગુણથી સ્કુરાયમાન પડયો છે, (એ) પ્રગટ તત્ત્વ, વ્યક્ત તત્ત્વ છે, એમ કહે છે. આહા... હા! સમજાણું કાંઈ ? આવો ઝીણો માર્ગ છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
બહારની પ્રવૃત્તિ-દયા, દાન, વ્રત, ભક્તિ, યાત્રા-જેટલી હોય, તે બધો શુભભાવ છે. અને હિંસા, જૂઠું, ચોરી, ધંધાવેપારના ભાવ, એ તો બધાં પાપભાવ છે. એ પાપ અને પુણ્યના ભાવથી (ભિન્ન), નિજરસના ફેલાવથી વસ્તુ અંદર સ્કુરાયમાન-પ્રગટ પડી છે, એમ કહે છે.
સ્કુરાયમાન થવામાત્ર “જે સમયસાર એટલે પરમાત્મા” એ ત્રિકાળ અંદર ને અંદર અનંતશક્તિથી સ્કુરાયમાન છે, એમ કહે છે. અનંતશક્તિથી ભરેલો પ્રભુ અંદર પડ્યો છે, સ્કુરાયમાન એટલે પ્રગટ (પર્યાય) નહીં. અહીં તો પરમાત્મા એવો છે. એનો અનુભવ કરવો એ પર્યાય છે.
“તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી.” એક સેકંડના અસંખ્યમાં ભાગમાં એટલે કે એક સમયમાં પરિપૂર્ણ પ્રભુ આત્મા અંદર બિરાજે છે. એવો પરમાત્મા, અંદર પોતાનું સ્વરૂપ એ પરમાત્મા જ છે, પરમ આત્મા-પરમસ્વરૂપ (છે). એને ક્યારેય વિશ્વાસમાં-દષ્ટિમાં લીધો નથી. અને એની દષ્ટિ થયા વિના જે કંઈ કરે તે બધું સંસાર–ખાતે છે. સમજાણું કાંઈ ?
સમયસારનાં ર૭૮ કળશ છે ને...! અહીં આ ૨૪૪મો કળશ છે. એનો આધાર પદ્મપ્રભમલધારિદેવ મુનિ ટીકાકારે આપ્યો છે કે ભાઈ ! અમૃતચંદ્રાચાર્ય પણ આમ કહે છે. મૂળ (ગાથામાં) ત્રીજું પદ છે ને..! “ગપ્પા નો જ્ઞાતિ” એની આ વ્યાખ્યા છે કેઃ “જે આત્માને ધ્યાવે છે” તો આત્મા કોણ? કે: અનંતશક્તિના ફેલાવથી ભર્યો પડ્યો પરિપૂર્ણ પરમાત્મા એ આત્મા. એ શુભ-અશુભ ભાવથી પણ ભિન્ન અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી અભિન્ન-એવો “અપ્પા”– એને અહીંયાં પરમાત્મા કહ્યો. સમજાણું કાંઈ ?
તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી.” આહા.... હા ! સર્વોત્કૃષ્ટ વસ્તુ ભગવાન પરિપૂર્ણ આત્મા, એ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. (એમ કહે છે).
ઝીણી વાત છે, બાપુ! અપૂર્વ વાત!! અનંતકાળમાં મનુષ્યનાં ભવ અનંત કર્યા, એનાથી અસંખ્યગણા અનંતા નરકનાં કર્યા અને એનાથી અસંખ્યગણા અનંત સ્વર્ગના કર્યા. તો શુભભાવ (પ્રમાણમાં) ઘણો વધી ગયો. શુભભાવ પણ અનંતવાર કર્યો તો સ્વર્ગ મળ્યું. પણ સમ્યગ્દર્શન વિના એ જન્મમરણ મટે નહીં. સમજાણું કાંઈ ?
ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ! “પપ્પા સો પરમપ્પા” આવે છે ને તારણસ્વામીમાં. આત્મા એ તો અહીં પોતે જ પરમાત્મા છે. વસ્તુ તરીકે પોતે જ આ આત્મા પરમાત્મા છે. આહા.... હા ! એ પરમાત્માનો એનલાર્જ (સમ્યવિકાસ ) થાય ત્યારે પર્યાયમાં અરહંતપણુ-પરમાત્મપણું પ્રગટે.
દષ્ટિ-સમ્યગ્દર્શન એને કહીએ કે જેના ધ્યેયમાં-વિષયમાં પરિપૂર્ણ પરમાત્મા આવ્યો હોય. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુએ સમ્યગ્દષ્ટિનો વિષય, એ એનું ધ્યેય, એ (દષ્ટિમાં) આવ્યું હોય તેને સમ્યગ્દર્શન કહે છે. અને એનું જ્ઞાન કરવું એ સમ્યજ્ઞાન છે. શાસ્ત્ર-જ્ઞાન આદિ તો અનંતવાર કર્યો, પણ એ આત્મજ્ઞાન કર્યું નથી. જ્ઞાનનું જ્ઞાન કર્યું નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્માનું જ્ઞાન કર્યું નથી. (જ્ઞાનપર્યાયને) સ્વસંમુખ કરી નથી. અથવા સ્વથી વિમુખ થઈને પરની સંમુખ થઈને બધું આચરણ કર્યું. તે તો નિરર્થક ગયું. એનાથી ભવભ્રમણ મટયું નથી.
તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી”-સર્વોત્કૃષ્ટ વસ્તુ પરમાત્મા પોતાનું સ્વરૂપ તેનાથી ઊંચી કોઈ ચીજ છે જ નહીં. “(-સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી.”)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૧ - ૨૧૧ સમયસાર એટલે ત્રિકાળી ચીજ. એનો અનુભવ કરવો એ મોક્ષમાર્ગ.
આહા. હા! એ શ્લોક અમૃતચંદ્ર આચાર્ય (રચિત છે). કુંદકુંદ આચાર્ય સંવત ૪૯માં થયા. એમણે શાસ્ત્ર બનાવ્યાં. અને “નિયમસાર' માં તો એમ કહ્યું કે આ “નિયમસાર તો મેં મારી ભાવના માટે બનાવ્યું છે. આમાં છેલ્લે (ગાથા-૧૮૭) છેઃ “ળિયભાવ નિમિત્તે મy wવું fણયમHIRામસુવં” – કુંદકુંદ આચાર્ય કહે છે કે મેં મારી ભાવના-આનંદનો નાથ પ્રભુ અનાકુળશાંતસાગર એની એકાગ્રતા-માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. એના ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ છે અને સમયસાર”, “પ્રવચનસાર” ના ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદવ છે.
(વળી ( આ ૮૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :तथा हि
[ કાર્યા] अतीतीव्रमोहसंभवपूवार्जितं तत्प्रतिक्रम्य। आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेहमात्मना तस्मिन्।।१११।।
[ શ્લોકાર્થ:- ] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વ ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને, હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. ૧૧૧)
“અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને ” અતિ તીવ્ર મોહની મિથ્યાત્વાદિની-ઉત્પત્તિથી પૂર્વે ઉપાર્જેલું કર્મ, તેનું પ્રતિક્રમણ કરીને; પુણ્ય અને પાપના ભાવથી હુઠીને, શુભ-અશુભ ભાવથી હુઠીને હું પરમાનંદસ્વરૂપમાં રમણતા કરું છું એનું નામ સાચું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિ એટલે પાછા હુઠીને, “હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ)” એવો તે આત્મા- એ તો જ્ઞાનની મૂર્તિ પ્રભુ, આત્મા ચૈતન્યજ્યોતિ ઝળહળ સૂર્ય છે. જેમ આ સૂર્ય પરમાણુની સફેદાઈ છે, પ્રકાશ છે; તેમ ભગવાન (આત્મા) ચૈતન્યના પ્રકાશના નૂરનો પૂર છે. આહા. હા! એવો ભગવાન, એવો તે આત્મા સર્બોધાત્મક એટલે સમ્યજ્ઞાનસ્વરૂપ (છે). આત્મા તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી છે. બસ! “ એવા તે આત્મામાં આત્માથી” આહા... હા! જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસૂર્ય એવા તે આત્મામાં આત્માથી અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગથી આત્મા (માં) “નિત્ય વર્તુ છું.”
આહા.... હા! મુનિરાજ કહે છેઃ હું તો સબોધાત્મક-જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા ત્રિકાળ એવા (તે) આત્મામાં આત્માથી, “આત્માથી” એટલે પૂર્ણ પવિત્ર દશાથી, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની દશા એ આત્મા છે (અને) એ આત્માથી આત્મામાં (નિત્ય વર્તુ છું).
ઝીણી વાત, ભાઈ ! મોક્ષમાર્ગ સૂક્ષ્મ બહુ. અને તે માર્ગ જૈનદર્શનમાં જ છે, એ સિવાય ક્યાંય નથી. અન્યમાં ય ક્યાંય નથી. આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે. જેના માર્ગમાં સર્વજ્ઞ નથી તેના માર્ગમાં કોઈ વાત સત્ય હોતી નથી. કેમકે સર્વજ્ઞસ્વભાવી આત્મા છે; આત્મામાં સર્વજ્ઞશક્તિ-સ્વભાવ ભર્યો છે–એ આત્મા એના અવલંબનથી, એના આશ્રયથી પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સર્વશપણું થાય છે. જેમાં સર્વશપણું નથી એના આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે એમ પણ નથી; તો એને સર્વજ્ઞ હોતા નથી; (અર્થાત્ ) આત્મસ્વભાવની પ્રતીતિ હોતી નથી. સમજાણું કાંઈ ?
શ્રીમદ્ રાજચંદ્રજી થયા. ૧૭ વર્ષની ઉંમરમાં શ્રીમદ્જી (“ભાવનાબોધ” “અશરણભાવના' માં) કહે છે ને...! “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી”- સર્વજ્ઞભગવાનનો ધર્મ સુશર્ણ, એ ધર્મ શરણ છે. ભગવાને જે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની રીત બતાવી તે પરમશરણ છે. “આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી- એ પરમાત્મસ્વરૂપનો મહિમા કરીને, મહિમા કરીને આરાધ! ભગવાનસ્વરૂપ પરમાત્માનો મહિમા કરીને એની સેવા કર! “અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” – અનાદિનો અનાથ આત્મા (જો) એ સર્વજ્ઞ કહેલા આ આત્માની દષ્ટિ-જ્ઞાન કરશે તો અનાથનો સનાથ થશે. એ વિના કોઈ બાંહ્ય નહીં ઝાલે, બાપુ! આહા.. હા! ટળવળતો ટળવળતો અનંતવાર મરી ગયો, રાગની એકતા ને શરીરની એકતામાં ભગવાન પોતે (પોતાને) ભૂલી ગયો. એમાં એણે અનંત અવતાર કર્યા. એનાથી ભિન્ન, ભગવાને કહેલો (જે) ભગવાનસ્વરૂપસ્વભાવ, એની દષ્ટિ, જ્ઞાન ને આરાધનએ સર્વજ્ઞનો માર્ગ છે, (હવે ) એની સેવા કર!
એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું.” -મુનિરાજ કહે છે. “નિત્ય વર્ત' એમ બીજાને (માટે ) કહે. (અહીં) તો “નિત્ય વર્તુ છું' એમ મુનિ (પોતાને માટે ) કહે છે: જ્ઞાનસ્વરૂપ જે ભગવાન આત્મા એમાં હું નિત્ય વર્તુ છું, આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું, આહા.... હા ! ભાષા ટૂંકી (પણ) ભાવ અમાપ !!
જિજ્ઞાસા: પૂર્વમાં ઉપાર્જિત કર્મ (ક્યાં)?
સમાધાન: કરવું શું? એ પૂર્વમાં ઉપાર્જિત કરેલાં છે, એમ કહે છે. પૂર્વે મિથ્યાત્વાદિથી ઉપાર્જેલા કર્મ. હમણાં નહીં, પૂર્વે કરેલાં. એ પહેલાં કહ્યું ને...! અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જલું કર્મ તેનાથી હું નિવૃત્ત થાઉં છું. એ વાત ભાવકર્મની છે. દ્રવ્ય કર્મ સાથે લેવું છે. ભાવકર્મથી નિવૃત્ત થાય છે. દ્રવ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. સાથે હોય છે. તેનાથી નિવૃત્તિ થાય છે. તેના ઉપરથી લક્ષ છૂટી જાય છે એ નિવૃત્તિ. ભાષા તો કર્મથી આવે પણ અંદર ભાવ ભાવકર્મનો છે. દ્રવ્યકર્મ તો ભિન્ન જ પડ્યું છે. (તે) આત્મામાં પેઠું જ નથી, પ્રવેશ કર્યો જ નથી તે તો જડ છે. અત્યાર સુધી કર્મના લક્ષથી જે વિકારભાવ મિથ્યાત્વ અને રાગદ્વેષ કર્યા તેનાથી હું પ્રતિક્રમણ (કરું છું ), પાછો હુઠું છું અને મારા આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. આહા.... હા ! લખતી વખતે પણ ‘નિત્ય વર્તુ છું !?
આત્મા પૂર્ણાનંદસ્વભાવ જે સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાન થઈને, પ્રતીત થાય છે. સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય જે “ધ્રુવ” તે સમકિતીને દષ્ટિમાંથી ક્યારેય ખસતો નથી, તે તો નિત્ય (વર્તે છે). ચાહે તો વિકલ્પમાં આવો, ખાવાપીવામાં લક્ષ જાઓ; પણ એ નિત્ય-ધ્રુવની દષ્ટિ ક્યારેય ખસતી નથી. “ખસતી નથી' એનો અર્થ હુઠતી નથી.
અહીંયાં એ કહ્યું: “તે આત્મામાં”- કેવા “આત્મા’ માં? સમ્યજ્ઞાનસ્વરૂપ આત્મામાં એમ. એકલો જ્ઞાનનો પૂર, પુંજ, જ્ઞાનનો ચંદ્ર શીતળ... શીતળ... શીતળ... શીતળ શીતળ. એવો જે ભગવાન આત્મા, એવા તે આત્મામાં “આત્માથી” એની નિર્મળ પરિણતિથી “નિત્ય વર્તુ છું”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૧ – ૨૧૩ મુનિ તો કહે છે કેઃ હું તો ચોવીસે કલાક આનંદમાં વર્તી છું. હું તો આનંદકંદ ભગવાનમાં નિત્ય વર્તી છું. ‘વર્તી છું' એ પર્યાય છે. નિત્ય વર્તુ છું-નિત્યમાં નિત્ય વર્તી છું. ભાષા સહેલી પણ ભાવ બહુ ઝીણા છે! નિત્ય પ્રભુ ધ્રુવ, સમ્યગ્નાનની મૂર્તિ પ્રભુ (એ ) આત્મા; એવા આત્મામાં આત્માથી-વીતરાગીપર્યાયથી–નિત્ય વર્તી છું. એ મારું મોક્ષમાર્ગ અને મુનિપણું છે, એમ કહે છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતીને ( સકળ ) ચારિત્ર હોતું નથી. અને અહીં તો ( સકળ ) ચારિત્રસહિત ત્રણેયની વાત ભેગી લીધી છે. સમજાણું કાંઈ ?
શ્રેણિકરાજાને ચારિત્ર નહોતું પણ ક્ષાયિકસમકિત હતું. રાજમાં રહેતા હતા. (પણ ) અંતર આત્માનો અનુભવ કરીને આનંદનો સ્વાદ લઈને ક્ષાયિક પ્રતીતિ (શ્રદ્ધા ) પ્રગટ કરી. પણ (તે ) પહેલાં નરકનું આયુ બંધાઈ ગયું હતું ત્યારે પૂર્વકર્મને કારણે નરકની સ્થિતિ ઘણી બાંધી હતી તોપણ જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું તો આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ-ચોર્યાશી હજાર (વર્ષ) રહી ગઈ. શ્રેણિકરાજા ભગવાન (મહાવી૨) ના વખતમાં ૮૪ હજાર (વર્ષની ) સ્થિતિએ નરકમાં ગયા છે. ત્યાં અઢી હજાર (વર્ષ) ગયા (વીત્યા) છે અને સાડી એક્યાશી હજાર વર્ષ ( હજી ) બાકી છે. પણ આત્માનું સમ્યગ્દર્શન-અનુભવ પ્રગટ કર્યું એનાથી તીર્થંકગોત્ર બાંધ્યું તો ભવિષ્યમાં પહેલી નરકમાંથી નીકળીને તીર્થંકર થશે. આહા... હા! પદ્મનાભ નામના તીર્થંકર ! જેવા મહાવીર ભગવાન હતા (તેવા)! એ પ્રતાપ, આત્મા-પૂર્ણાનંદના નાથના અનુભવ અને સમ્યગ્દર્શન (નો છે)!
અહીં તો વિશેષ કહે છે કેઃ દર્શન, જ્ઞાન ને ચારિત્રની રમણતા-ત્રણેયની કહે છે. મુનિ છે ને...! હું તો ત્રણેયમાં નિત્ય વર્તી છું. નિત્યમાં નિત્ય વર્તી છું. આહા... હા! આકરું કામ છે. આનું નામ મુનિપણું છે. –“ગમો જોy સવ્વ ત્રિશતવર્તી સામૂળ’ આ સાધુ... હોં! આ.
કેટલાક કહે છે : ‘નમો નોy સવ્વ ત્રિગનવર્તી સાહૂણં' એમાં જૈન સિવાયના (પણ ) બધાયને લેવા ! ( પણ એમ નથી). જૈન ૫રમેશ્વરે જે અનુભવ કર્યો એ અનુભવ જૈનશાસનમાં જ હોય છે. બીજા માર્ગમાં એ છે જ નહીં. તો ‘નમો તો! સવ્વ સાહૂણં' – (એમાં) લોકમાં બધા સાધુઓ જે છે તેમને નમસ્કાર નહીં. જૈનના સંતો જે આમ વર્તે છે-આત્મામાં નિત્યમાંઆનંદમાં નિત્ય વર્તે છે- એ જૈનના સાધુ. એ સાધુ ‘સ્રોપ્’ માં ‘લોક' માં આવે છે. સમજાણું કાંઈ ?
,
એક સ્થાનકવાસી સાધુ કહે છે કેઃ ‘નમો નો સવ્વ સાહૂણં' – (એમાં ) જૈનના બધા અને જૈન સિવાયના બધા સાધુ લેવા! (એમ નહીં. એ) બિલકુલ વાત જૂઠી છે. સમિત જ હોય નહીં તો વળી સાધુપણું ક્યાં? ૫રમેશ્વર જૈન પરમાત્માના પંથ સિવાય સાધુ અને સમકિત થતા નથી. આ પણ ધર્મ સાચો અને તે પણ ધર્મ સાચો એમ નથી.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવે (જે) અનંતગુણનો પિંડ આત્મા કહ્યો એ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા-નિર્વિકલ્પદશાએ નિત્ય વર્તી છું; એમ કહેવામાં આવે છે..
(... શેષાંશ પૃ. ૨૧૬ ઉ૫૨ )
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“પોતાની પર્યાય જે પરદ્રવ્યને સ્પર્શતી પણ નથી તેને તો એક બાજુ રાખો પણ જે પોતાની પર્યાયનાં અસ્તિત્વમાં છે એ શાંતિ, આનંદ આદિની પર્યાય આવતી ન હોવાથી પદ્રવ્ય કહ્યું ને ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું. કેવળજ્ઞાનની પર્યાયમાંથી નવી આનંદ આદિની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું, તો સ્વદ્રવ્ય કોણ ? કેઃ ત્રિકાળી ગુણસ્વભાવ તે સ્વદ્રવ્ય. અનંત ગુણસ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું, તો તેનો આધાર કોણ ? કે: ત્રિકાળી એકરૂપ કારણસમયસાર તે સ્વદ્રવ્યનો આધાર છે. ત્રિકાળી સહજજ્ઞાન, ત્રિકાળી સહજદર્શનાત્મક, શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય છે, તેનો આધાર કારણસમયસાર છે. એ કારણસમયસાર ઉપાદેય છે. ”
-શ્રી ‘પરમાગમસાર' | પપ૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૪ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
| [ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ] आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८४।। आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८४ ।। अत्रात्माराधनायां वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्तम्।
यस्तु परमतत्त्वज्ञानी जीवः निरन्तराभिमुखतया ह्यत्रुटयत्परिणामसंतत्या साक्षात् स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः। विगतात्माराधन: सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा। विगतो राधो यस्य परिणामस्य स विराधनः। यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते।
ગુજરાતી અનુવાદ : છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અન્વયાર્થ:– વિરાધને ] જે (જીવ) વિરાધનને [ વિશેષેણ ] વિશેષતઃ [ મુક્વા ] છોડીને [ આરાધનામાં ] આરાધનામાં [ વર્તત ] વર્તે છે, [ સ: ] તે (જીવ ) [ પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ [૩વ્યસ્ત ] કહેવાય છે, [ પરમાત્ ] કારણ કે તે [ પ્રતિવ્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે ( –આત્મસંમુખપણે ) અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં આત્માની આરાધનામાં -વર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને એમ કહ્યું છે. જે પરિણામ ‘વિગતરાધ' અર્થાત *રાધ રહિત છે તે વિરાધન છે. તે ( વિરાધન વિનાનો-નિરપરાધ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. * રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૨૧-૨-૧૯૭૮ ( ... શેષાંશ)
66
‘નિયમસાર ’ ગાથા-૮૪ કુંદકુંદ આચાર્યમહારાજની ગાથા છે. ‘પ્રતિક્રમણવાળા ’ એમ નહીં પણ ‘પ્રતિક્રમણમય ’. “ અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે. ” –શું કહ્યું? કેઃ ભગવાન આનંદસ્વરૂપ, આનંદનો સાગર, અતીન્દ્રિય આનંદનો પ્રભુ આત્મા; એમાં જે વર્તે છે, રમે છે; એનું નામ પ્રતિક્રમણ છે. આહા... હા! સત્ય-સાચુંનિશ્ચયપ્રતિક્રમણ એને કહે છે.
( હવે ) વિશેષ ખુલાસો કરે છે: “જે ૫૨મતત્ત્વજ્ઞાની જીવ ”– પરમતત્ત્વજ્ઞાની જીવ; પરમતત્ત્વ જે ભગવાનઆત્મા એ પરમતત્ત્વજ્ઞાની જીવ; એ પરમતત્ત્વનો જ્ઞાની જીવ; ‘૫૨મતત્ત્વજ્ઞાની જીવ ' ( એટલે કેઃ ) પોતાનું પરમતત્ત્વ જે આત્મા એનો જ્ઞાની થઈને (જે) “નિરંતર અભિમુખપણે (આત્મસંમુખપણે )” -ભગવાન પૂર્ણાનંદસ્વરૂપની સંમુખ-અભિમુખ; ( ( એટલે કેઃ ) વિકલ્પથી વિરુદ્ધ-વિપરીતથી વિમુખ, રાગાદિથી વિપરીત-વિમુખ અને સ્વભાવથી સંમુખ; ૫૨મતત્ત્વજ્ઞાની અભિમુખપણે (આત્મસંમુખસ્વરૂપે ) અર્થાત્ આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ વીતરાગમૂર્તિ પ્રભુ એની અભિમુખ–સંમુખ થઈને “ ‘અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે ”–અંતરમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ ) જે વીતરાગીપર્યાય, એ પરિણામસંતતિ વડે ધારાવાહીપણે; ( એટલે કેઃ) શુદ્ધસ્વરૂપની દષ્ટિ અને જ્ઞાન જ્યાં નિર્મળ થયાં, તે જ્ઞાન ધારાવાહી છે; વચ્ચે રાગાદિ આવે છે તે કર્મધારા છે અને આ સ્વભાવધારા છે; (એ ) પરિણામસંતતિ વડે, એ વીતરાગીપર્યાયની નિરંતર સંતતિ વડે “સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાંઆત્માની આરાધનામાં વર્તે છે” –આત્મા આનંદસ્વરૂપની સેવનામાં વર્તે છે. આહા... હા... હા! ‘રાધ’ એ શબ્દ ‘સમયસાર' માં લીધો છે. ‘ રાધ ’ અર્થાત્ ‘સેવન'. આહા... હા! કોનું ? કેઃ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, નિર્વિકલ્પ શાંતસ્વરૂપ આત્મા; એની સેવનામાં-આરાધનામાં વર્તે છે તે નિશ્ચયપ્રતિક્રમણ છે. “ તે નિ૨૫૨ાધ છે. ” આહા... હા !
દ
અહીં તો જે ભાવથી તીર્થંકગોત્ર બંધાય તે પણ અપરાધ છે. ‘પુરુષાર્થસિદ્ધિઉપાય ’ અમૃતચંદ્ર આચાર્ય (ની રચના ). એમણે ‘સમયસાર' ની ટીકા કરી છે. જે ભાવથી તીર્થંકગોત્ર બંધાય, જે ભાવથી આહારકશરીર બંધાય એ પણ અપરાધ છે. રાગ છે ને! આહા... હા... હા ! એ અપરાધથી રહિત, નિ૨૫રાધી ભગવાનઆત્માની સેવનામાં (જે) વર્તે છે તે નિ૨૫રાધી છે. કઈ રીતે ? કેઃ એણે રાગનો ગુનો કર્યો નથી!
આહા..... હા ! આવી વાત છે, ભાઈ! ઝીણી બહુ, બાપુ! અનંતકાળમાં અનંતકાળનો અભ્યાસ બીજો અને આ અભ્યાસ બીજો.
આહા... હા ! સતત (પરિણામ ) સંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં-આત્માની [ –શુદ્ધ ચિનની ] આરાધનામાં વર્તે છે તે પુરુષ નિરપરાધી છે. છ વ્યવહા૨ આવશ્યક કરે એ પણ રાગ છે, અપરાધ છે. આહા... હા! ગજબ વાત છે. શુભભાવ આવે એ પણ અપરાધ છે કેમકે એ આત્માનો સ્વભાવ નથી.
અરે! મનુષ્યપણું મળ્યું ને એમાં સત્ય વસ્તુ સાંભળવા ન મળે તો એ સત્ય વસ્તુનું સેવન-શ્રદ્ધા-જ્ઞાન ક્યારે કરે? એમ ને એમ જગત બહારની હૂંફમાં ચાલ્યું જાય છે! અંદર ભગવાનની હૂંફ લીધી નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ - ૨૧૭ (અહીંયાં કહે છે:) “જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે”. ભગવાન શુદ્ધચૈતન્ય આનંદઘન પ્રભુની સેવામાં રહે તે આરાધના છે તે નિરપરાધ છે અને (જે) આત્માના આરાધન રહિત છે, શુદ્ધસ્વરૂપ આત્માની સેવના રહિત છે, તે બધું સાપરાધ છે. આહા... હા! વ્યવહારરત્નત્રયનો રાગ છે તે અપરાધ છે એમ કહે છે. અહીં.. હું. હા ! વીતરાગમાર્ગ !!
(જે) નિરંતર પરિણામસંતતિ વડે આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે. અને (જે) આત્માની આરાધના રહિત છે તે સાપરાધ છે. ચાહે તો છ આવશ્યકનો વિકલ્પ-રાગ હો, ભક્તિનો રાગ હો, એ શુભરાગ પણ અપરાધ છે. ગજબ વાત છે, પ્રભુ! વીતરાગસ્વભાવનીવીતરાગભાવની આરાધના એ નિરપરાધ છે. અને રાગમાં રહેવું એ કર્મધારામાં રહેવું એ સાપરાધ છે. સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા: અતૂટ પરિણામસંતતિ તો શ્રેણિમાં રહે છે?
સમાધાનઃ એ શ્રેણિમાં ય નીચે (નાં ગુણસ્થાનોમાં) ધારાવાહી દષ્ટિનું ધ્યેય પકડ્યું છે ને...! તો ધારાવાહી જ્ઞાનધારા ચાલે છે. ક્ષપકશ્રેણિની તો વાતે ય શું કરવી એ તો અંતર્મુહૂર્ત ખલાસ! આ તો મુનિપદની વાત કરે છે. એ છઠ્ઠી–સાતમામાં વર્તે છે. છછું આવે છે ત્યારે રાગ આવે છે તે અપરાધ છે. સમજાણું કાંઈ ?
આકરી વાત છે, પ્રભુ ! શું થાય? વીતરાગમાર્ગ અપૂર્વ છે. પૂર્વે ક્યારેય (એનું આરાધન) કર્યું નથી. તેથી એને દુષ્કર લાગે, જાણે નહીં કરી શકાતું હોય! એમ લાગે.
ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર બિરાજે છે. પ્રભુ પોતે પરમાત્માસ્વરૂપ છે. કારણ કે એમાં એક “પ્રભુતા' નામનો ગુણ છે. (જેમ) જ્ઞાનગુણ છે, દર્શનગુણ છે, આનંદગુણ છે એમ એક પ્રભુતા નામનો ગુણ છે તેથી એ ઈશ્વરસ્વરૂપે જ છે. આહા... હા... હા! અરે! એક ગુણ નહીં પણ અનંતા ગુણ ઈશ્વરસ્વરૂપ છે. અને અનંતગુણનો ધણી પોતે એ તો મહાઈશ્વરસ્વરૂપે છે... આત્મા! એટલે શું બાપું?! એ લોકોને (ખબર નથી). વર્તમાન પુણ્ય ને પાપના ભાવમાં રોકાઈ ગયો, અટકી ગયો એ તો સંસાર છે.
અહીંયાં તો (કહે છે કે, ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ; એમાં લીન થઈને આનંદની ધારા વહે છે એ નિરપરાધી. અને (જે) (આત્મ) આરાધના રહિત છે એ શુભરાગમાં આવે છે એ અપરાધી છે.
અંદર (પાઠમાં) નિરપરાધ અને સાપરાધ બંનેની વ્યાખ્યા છે કે નહીં? મૂળ પાઠમાં તો “મોજૂળ વિરાર” છે ને....! “વિરાધનાને છોડીને” (મૂકીને) રાધમાં (આરાધનામાં) આવવું (એટલે કે, ભગવાન આનંદના ઘરમાં અંદર જવું, એની આરાધના-સેવના વીતરાગભાવે કરવી, એ આત્મા નિરપરાધી છે. અને આ આત્માની સેવા કરવાની છોડીને દયા, દાન, વ્રતના રાગાદિની સેવનામાં રોકાય છે તે અપરાધી છે. સમજાણું કાંઈ ?
તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને- (એમ કહ્યું છે).” ક્યા કારણે ? આ કારણે કે-આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે અને આત્માની આરાધના રહિત છે તે સાપરાધ છે-તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને. -શું કહે છે? વિરાધનપણું તો સમસ્તપણે છોડીને. નિરવશેષપણે (એટલે) કોઈપણ અંશ રાગનો બાકી (એ) “વિરાધના' (છે, એને) છોડી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ દે! આહા... હા! “નિરવશેષ' (અર્થાત્ ) કંઈપણ બાકી રાખ્યા વિના રાગ-વિરાધના-ને છોડીને (એટલે કે) આ અંશ ઠીક છે. આ અંશ ઠીક છે એમ બિલકુલ નહીં, રાગના બધા અંશ છોડીને.
આહા.... હા ! આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ ! રાગથી વીતરાગપણું આવતું નથી. (કેમકે) રાગની દિશા પરતરફ છે અને ધર્મની-વીતરાગની દિશા તરફ છે. બેઉની દિશા ફેર તો દશા ફેર. સમજાણું કાંઈ ?
“નિરવશેષપણે વિરાધન છોડીને-એમ કહ્યું છે.” પાઠમાં છે ને..! “મોજૂળ વિરહ વિસેસેળ” ‘વિરેસેળ' એટલે નિરવશેષપણે-કંઈ પણ બાકી રાખ્યા વિના. કોઈ પણ રાગનો અંશ, ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ અપરાધ છે. આહા... હા! અપરાધ છે. શું થાય? એ અપરાધથી નિરપરાધી થાય? વ્યવહારથી નિશ્ચય થાય? (-એમ નથી) એમ કહે છે. શું થાય, ભાઈ ?
અહીંયાં તો કહે છે. જે પોતાના સ્વરૂપની આરાધનામાં રત રહે છે તે નિરપરાધી અને એનાથી રહિત તે સાપરાધી. તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને (પાઠમાં) એમ કહ્યું છે.
“જે પરિણામ “વિગતરાધ” અર્થાત્ રાધ રહિત છે.” “રાધ” ની વ્યાખ્યા: આરાધનાશુદ્ધસ્વરૂપની આરાધના શુદ્ધસ્વરૂપની પ્રસન્નતા; શુદ્ધસ્વરૂપની કૃપા આ કૃપા. કોઈ પરની કૃપા ત્યાં કામ ન કરે (એમ) કહે છે. એ શુદ્ધસ્વરૂપ જે પુણ્ય-પાપથી રહિત એવા ભગવાન આત્માનું સેવન એ આરાધના, એ રાધ અર્થાત સેવના, એ આત્માની પ્રસન્નતા. શુદ્ધતા તે આત્માની પ્રસન્નતા. શુભરાગ તે આત્માની અપ્રસન્નતા.
જિજ્ઞાસા: છ આવશ્યકની પ્રતિજ્ઞા લીધી હોય એનું (શું ?
સમાધાન: છે આવશ્યકનો વિકલ્પ આવે તે અપરાધ છે. એ તો પહેલાં કહી ગયા ને...! ગાથા-૮૩: “મોજૂન વયરિયાં રા/વીમાવવાનું વિચા” (વિકલ્પ) આવે પણ એને છોડીને સ્વરૂપની આરાધના કરવી એ નિશ્ચયપ્રતિક્રમણ છે. વ્યવહાર આવે છે પણ એ અપરાધ છે. આવું (વસ્તુસ્વરૂપ) છે!
જે પરિણામ “વિગતરાધ”” ( રાધ એટલે) પ્રસન્નતા. –આત્મા શુદ્ધસ્વરૂપ પરમાત્મા; એનું સેવન-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એને આરાધના કહીએ, પ્રસન્નતા કહીએ, કૃપા કહીએ, સિદ્ધિ કહીએ, વસ્તુની સિદ્ધિ થઈ (એમ કહીએ), પૂર્ણતા કહીએ. અને સિદ્ધ કરવું તે, વસ્તુની નિર્મળદશા સિદ્ધ કરવી (થવી) તે, અને પૂર્ણ કરવું તે. –એ બધી રાધની વ્યાખ્યા છે.
એ “સમયસાર” મોક્ષ અધિકાર (ગાથા-૩૦૪) માં આવે છેઃ “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” એ અહીં કહ્યું: “વિગતરાધ” અર્થાત્ રાધ રહિત છે તે વિરાધન છે. ભગવાન (આત્મા) ની આરાધના રહિત છે તે વિરાધન છે. ભગવાન આત્માની પ્રસન્નતાની વિરુદ્ધ છે. તે વિરાધના છે. આત્માની કૃપાથી વિરુદ્ધ છે. તે વિરાધના છે. આત્મસ્વરૂપસિદ્ધિ કરે એ સિવાય (ઉપયોગ) બીજે જાય તો વિરાધના છે. પોતાના પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણતા કરવાનો પ્રયત્ન (પુરુષાર્થ) ન હોય અને પરમાં જાય તો તે અપરાધ છે. પોતાના સ્વરૂપની સિદ્ધિ ન કરતાં રાગની સિદ્ધિ કરે તો તે અપરાધ છે. પૂર્ણ કરવું (જોઈએ, છતાં) પૂર્ણ ન કરે અને રાગમાં જાય તો તે અપરાધ છે. આહા. હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ - ૨૧૯ આકરું કામ, ભાઈ! માર્ગ આવો છે! સંતોએ ખુલ્લો મૂક્યો છે. દિગંબર સંતોએ તો દાંડી પીટીને જગતને જાહેર કર્યો છે. માનો ન માનો... માર્ગ તો આ છે!
“ તે (વિરાધન વિનાનો-નિ૨૫૨ાધ ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે. ” – તે જીવ નિશ્ચય પ્રતિક્રમણ સહિત છે, વિરાધન રહિત એટલે કે નિરપરાધ નિશ્ચયપ્રતિક્રમણમય છે. તે ( જીવ ) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપે વીતરાગભાવમાં શુદ્ધઉપયોગ (મય) થઈ ગયો છે. આહા... હા... હા! પુણ્યનો ભાવ અને પાપનો ભાવ એ તો અશુદ્ધઉપયોગ છે તે તો અપરાધ છે, ગુનો છે. અહીં તો આત્મા તરફનો શુદ્ધઉપયોગ તે આરાધન છે, એ પ્રતિક્રમણમય (છે) “તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. – એ મુનિને, એ આત્માને પ્રતિક્રમણસ્વરૂપ જ કહેવામાં આવે છે. કારણ કે રાગથી રહિત થઈને અંદર સ્વરૂપની વીતરાગપરિણતિમાં તત્પર થયો તે મુનિને આરાધક કહેવામાં આવે છે. ( એવા મુનિ) પ્રતિક્રમણસ્વરૂપ જ છે.
વ્યવહા૨૨ત્નત્રય પણ રાગ છે. આહા... હા! (‘નિયમસાર ') નિશ્ચયપ૨માવશ્યક અધિકારમાં આવ્યું છે. શુભોપયોગમાં પણ પરવશ છે. શુભઉપયોગ થાય છે એ પણ પ૨વશ છે. સ્વ આવશ્યક નથી. (શ્રોતાઃ ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરે તો ? ( ઉત્તર: ) ત્રણ વિચા૨-ભેદ કરે તોપણ પરવશ છે. આત્મા એક દ્રવ્ય છે, એની અનંત શક્તિ છે, એની પર્યાય છે-એવા ત્રણ ભેદ વિચારે તો એ પરવશ છે; કારણ કે વિકલ્પ-ભેદ છે; એ આવશ્યક નથી. આહા... હા! આવી વાત છે, ભાઈ !
અહીં આચાર્ય તો પોકારે છે કે: નિશ્ચય (પ્રતિક્રમણ ) તો આ છે, સત્ય છે. વ્યવહાર આવે છે પણ છે (તે ) અપરાધ. આહા... હા ! સમજાણું કાંઈ ?
એ આધાર આપે છે કે ભાઈ! અહીં જે કહ્યું એ જ (કુંદકુંદાચાર્ય ત્યાં ‘સમયસાર ગાથા-૩૦૪ માં ) કહ્યું છે. (જુઓ પૃ. ૨૨૦).
એ વિશેષ કહેશે.
***
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
,
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૨૨-૨-૧૯૭૮ [ [ એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૮૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેतथा चोक्तं समयसारे
“ संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयठें।
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।।" “[ ગાથાર્થ:- ] સંસિદ્ધિ, રાઘ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એકાર્થ છે; જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” ]
સમયસાર' (ગાથા-૩૦૪નો આધાર આપે છે.) “સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એનાર્થ છે.” – આત્માના આનંદસ્વરૂપની સિદ્ધિ થવી (અર્થાત્ ) જ્ઞાયક પૂર્ણસ્વરૂપની સંમુખતા થઈને નિર્મળ પર્યાય પ્રગટ થવી તેને સંસિદ્ધિ કહે છે; તેને રાધ-સેવન કહે છે; તેને સિદ્ધ કહે છે ( અર્થાત્ ત્રિકાળી સ્વરૂપનું સેવન (એટલે કે ) જ્ઞાયકભાવ પૂર્ણસ્વરૂપ અને ગુણોનો રાશિ-ઢગલો ભગવાન એની સેવા-અંદર સ્વસંમુખની એકાગ્રતા અને અહીંયાં સિદ્ધ કર્યું છે. એ પર્યાયથી સિદ્ધ છે. સિદ્ધસ્વરૂપ છે તેનું સાધન થયું તે પર્યાયને સિદ્ધ કર્યું છે. આહા... હા! સાધિત છે, એણે સાધ્યું છે, વસ્તુસ્વરૂપનું સાધન કર્યું (છે). આરાધિત (એટલે કે) એણે ચૈતન્ય ભગવાનને આરાધ્યો (છે). (એટલે કે) નિમિત્તનો પ્રેમ છોડી, રાગનો પ્રેમ છોડી, એક સમયની પર્યાય ઉપરની દષ્ટિ છોડી, ત્રિકાળ ભગવાન પરમાનંદસ્વરૂપને સેવવોસેવવો' એ પર્યાય છે- એને અહીંયાં આરાધના કહેવામાં આવે છે. “જે આત્મા “અપગતરાધ” અર્થાત્ એવી સેવનાથી રહિત છે એ “રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” આહા... હા! ચાહે તો શુભભાવમાં આવ્યો હોય તોય પણ તે અપરાધી છે. આહા... હા! આવી વાત છે !! જે રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.
[ [ શ્રી સમયસારની (શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭માં શ્લોક દ્વારા) કહ્યું છે કેउक्तं हि समयसारव्याख्यायां च
(માલિની) “अनवरतमनंतैर्बध्यते सापराधः स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
મવતિ નિરપરાધ: સાધુ શુદ્ધાત્મસેવા” “[ શ્લોકાર્થ:] સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદગલપરમાણુરૂપ) કર્મોથી બંધાય છે; નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ. જે સાપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.” ] ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ – ૨૨૧ “સાપરાધ આત્મા” અર્થાત્ રાગને પોતાનો માનીને, રાગની સેવામાં–શુભભાવમાં પણ ઊભો (હોય) તે નિરંતર સાપરાધી છે. આહા. હા! અહીં તો જે ભાવે તીર્થકરગોત્ર બંધાયતીર્થકરગોત્ર બાંધવામાં તો સમકિતી જ હોય, એવો ભાવ મિથ્યાદષ્ટિને તો હોય નહીં-એ ભાવ પણ અપરાધ છે. આહા... હા! આવી વાત અત્યારે લોકોને આકરી લાગે છે. સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદગલપરમાણુરૂપ) કર્મોથી બંધાય છે” – જેણે ભગવાન ચિદાનંદ પરમાત્મસ્વરૂપની સેવા અર્થાત્ આરાધન કર્યું નહીં અને રાગ-દયા, દાન, વ્રતાદિના પરિણામનું સેવન અને આરાધન કર્યું તે અપરાધી જીવ છે. એ અપરાધથી (તે) નિરંતર અનંત કર્મથી બંધાય છે. બીજી રીતે કહીએ તો તે અપરાધી (આત્મા) સ્વભાવની શુદ્ધતાનો અનાદર કરી અને અશુદ્ધતામાં એકાગ્ર થઈને (અશુદ્ધતાને) સેવે છે તે નવાં અનંત કર્મોથી બંધાય છે.
(સાપરાધ આત્મા) અનંત પુદગલ-પરમાણુથી બંધાય છે એમ કહ્યું ને..એની પરિણતિ પણ એટલી બધી અશુદ્ધ છે, સ્વભાવથી વિરુદ્ધ છે કે જેનાથી અનંત કર્મ-પરમાણુ બંધાય. હવે અહીં ગુલાંટ ખાય છે : “નિરપરાધ આત્મા”- શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાનસંમુખની સેવા કરનાર. આત્માની સેવા કહો કે સંમુખની સેવા-સંમુખ પર્યાય છે અને સેવા કહો. “બંધનને કદાપિ સ્પર્શતો નથી જ.” એટલે કે તે રાગના ભાવને સ્પર્શતો નથી જ. કદાપિ એટલે કોઈપણ કાળે બંધનને સ્પર્શતો નથી જ. આત્મા આનંદસ્વરૂપ ભગવાન, ચૈતન્ય રત્નાકર પ્રભુ; એની સંમુખની દૃષ્ટિ, જ્ઞાન ને લીનતાનું સેવન; એ કદાપિ કર્મને બાંધતો નથી. આહા.. હા ! અબદ્ધસ્કૃષ્ટ એવો ભગવાનઆત્મા; એની જેણે સેવા એટલે જેણે અબદ્ધપરિણામ પ્રગટ કર્યા, (તો તે પહેલાં) જે અનંત કર્મ બંધાતું હતું તે (હવે) અનંત કર્મનું (બંધાવું) અટકી ગયું અને, (તેને) અનંતી શુદ્ધિ પ્રગટ થઈ.
આહા.... હા! આવું (કથન) ! આકરું લાગે તેથી શું થાય? માણસને એકાંત એકાંત લાગે. (પણ) પોતાને જન્મ-મરણ રહિત કરવાનો માર્ગ તો આ છે, બાપુ!
જેમ રાગની સેવામાં અનંતપણું છે તેથી અનંત પરમાણુ બંધાય છે–આહા... હા! “તેરી અશુદ્ધતા ભી બડી.” (પણ) જ્યારે ગુલાંટ ખાઈને, આત્મા પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધસ્વભાવની સંમુખ થઈને, આત્માને સેવે છે એ પરિણામ પણ અનંત પ્રગટ્યા એથી એને કર્મનો બંધ જરીયે નથી, એમ કહે છે.
જિજ્ઞાસા: એક પરિણામમાં અનંતી શુદ્ધિ!
સમાધાનઃ “ચારિત્રપાહુડ” માં આવ્યું છે- ચારિત્ર અક્ષય અને અમેય છે. એ પરિણામ છે. ભગવાન આત્મા અક્ષય અને અમેય-નાશ ન થાય અને મર્યાદા વિનાની-ચીજ છે; એને અવલંબીને જે પરિણામ થયાં એને પણ પ્રભુ! કુંદકુંદ આચાર્ય તો કહ્યું કે-અક્ષય-અમેય છે, બાપા! આહા... હું.. ! ઝીણી વાત છે, બાપુ ! આ તો. બહારના માણસ હારે મેળ ખાય તેમ નથી.
આહા.... હા ! દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા, નામસ્મરણ, એ બધાં પરિણામ અપરાધ છે; એમ કહે છે. અને એ અપરાધમાં પડ્યો છે તેને પણ પર્યાયમાં અનંત શુદ્ધિની વિરુદ્ધ અનંતી અશુદ્ધિ થઈ ગઈ છે, તેથી અનંત કર્મને બાંધે છે. પણ ભગવાન આત્મા, અનંત... અનંત... અનંત... અનંત-બેહદ શક્તિઓની સંખ્યા અને બેહદ શક્તિઓનું સામર્થ્ય (ધરનાર છે), એવા ભગવાનઆત્માની અંતર્મુખ થાય છે તેને અંતર્મુખનાં પરિણામ એટલાં પ્રગટે છે કે એ પરિણામને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ આચાર્ય કહે છે કેઃ એ અક્ષય અને અમેય છે. આહા... હા.... હા! બીજી રીતે સંતો-દિગંબર સંતો-કુંદકુંદ આચાર્ય તો એમ કહે છે કેઃ જે કંઈ સમ્યગ્દર્શન-જ્ઞાનપરિણામ પ્રગટ્યાં તે અક્ષય છે હવે પાછા પડવાના નથી. ચારિત્રમાં (જો પૂર્ણ ન થાય તો દેવના ભવમાં ચારિત્ર ક્ષીણ) થાય. પણ અક્ષયવાળા કોઈ દી' પડે નહીં. સમજાય છે કાંઈ?
અરે ! સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે તો રત્ન ભર્યા છે અને ત્યાં (તળિયે) રેતી ન હોય. શું કીધું? –રત્ન ભર્યા છે. તો આ ય સ્વયંભૂ છે પ્રભુ! અંદર જે ચૈતન્ય રત્નાકર પ્રભુ ! એમાં અનંતરત્ન પડયાં છે. અહીં સ્વયંભૂરમણ સમુદ્રમાં નીચે ( તળિયે) રેતી નથી, કહે છે કે એકલાં રત્નોની વેળુ છે. અસંખ્ય યોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર. એકલો રત્નથી ભરેલો છે. અરેરે !! એનું ક્ષેત્ર મોટું છે અને આમ આ ભગવાન આત્માનું ક્ષેત્ર ભલે નાનું, પણ એના ભાવ તો અનંત અનંત ભર્યા છે. ભાઈ ! જેને સ્વભાવ છે એને ક્ષેત્રની વિશેષતાની જરૂર નથી. એની શક્તિના સામર્થ્યની વિશેષતા છે. આહા... હા! અનંત જ્ઞાન રતન, અનંત દર્શન રતન, અનંત શાંતિ રતન, અનંત આનંદ રતન, અનંત જીવતર રતન, અનંત ચિતિ રતન, (અનંત દશિ) રતન, (અનંત ) વીર્યરતન, (અનંત) પ્રભુતા રતન, (અનંત) વિભુતા રતન- એવી અનંતી શક્તિઓ સંખ્યાએ, અને એક એક શક્તિનું અનંતું સામર્થ્ય, એવો જે ભગવાન આત્મા એ પર્યાયથી પણ લક્ષને છોડી અને દ્રવ્ય ઉપર દષ્ટિ કરે છે ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે તે અબંધ પરિણામી છે. અબંધ વસ્તુનાં (લક્ષે થયેલાં) પરિણામ અબંધપરિણામ છે. લ્યો, આવ્યું ભાઈ ! અબંધ કહો કે મુક્ત કહો. જેવો મુક્તસ્વરૂપ ભગવાન છે એના સંમુખનાં પરિણામ પણ મુક્ત છે. એ પરિણામવાળો આત્મા નિરપરાધી છે.
બંધનને કદાપિ સ્પર્શતો નથી જ” એમ છે. છે! સંસ્કૃતમાં શબ્દ: “વંધનં નૈવ નાત” ‘ન વ નાતુ' – “નથી જ.’ આહા... હા ! જે ભગવાન અબંધસ્વરૂપ પરમાત્મા, એકલા અનંતા ચૈતન્યરત્નોથી ભરેલો સાગર પ્રભુ, એની સેવા જેણે કરી એટલે કે એની સંમુખ થઈને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણામ પ્રગટ કર્યા, એ નિરપરાધ પ્રાણી, એ કર્મથી બિલકુલ બંધાતો નથી. આહા... હા !
અહીં તો પરમાત્મા એમ કહે છે કે અમારું ભજન-એ ભાવ પણ અપરાધ છે, કારણ કે અમે પરદ્રવ્ય છીએ; એ પરદ્રવ્યનું (ભજન અપરાધ છે). “મોક્ષપાહુડ” ૧૬મી ગાથા: “પરબ્બીવો દુર.” એ તો વીતરાગ (છે), દુનિયાની દરકાર વિના વાત કરે. અમે પણ તારા (માટે) પરદ્રવ્ય તરીકે છીએ, પ્રભુ કહે છે. અમારું ભજન અને અમારા પ્રત્યે લક્ષ તું રાખે (તો) તે પણ અપરાધ થાય છે.
જિજ્ઞાસા: ભગવાનની ભક્તિથી કયો કષાય પુષ્ટ થાય છે?
સમાધાન: એ બધું છાપામાં આવ્યું છે. ભગવાનની ભક્તિમાં શું કષાય? બાપુ! એ લોકોને એમાં શું કહીએ? પણ ભગવાનની ભક્તિ જ રાગ અને કષાય છે. અરે! શું કહીએ, બાપુ? સ્વદ્રવ્યમાંથી ખસી અને જેટલો પરદ્રવ્ય તરફનો ભાવ થાય (એ અપરાધ છે). સવારમાં તો કહ્યું ને કે: તીર્થકરગોત્ર સમકિતીને જ બંધાય, (કેમકે) એવાં પરિણામ એને જ હોય, પણ એ અપરાધ છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અપરાધ છે. વધારે શું કહેવું? પેલા (સંપ્રદાયમાં) તો રાજીરાજી થાય-આહા... હા! તીર્થકરગોત્ર બંધાણું ને...પણ ગોત્ર બંધાણું એ તો પ્રકૃતિ જડની બંધાણી અને એના કારણરૂપે તારો શુભભાવ એ તો અપરાધ છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ – ૨૨૩ (શ્રોતા ) તીર્થકર થયા ઈ બધા અપરાધ કરીને થયા? (ઉત્તર) અપરાધ કર્યો ત્યારે તીર્થંકરપ્રકૃતિ બંધાણી. એનાથી કલ્યાણ નથી. એ અપરાધનો ભાવ છેદીને કેવળ થશે ત્યારે પ્રકૃતિના ઉદયનો સંયોગ થશે; એમાં એને શું? આવી વાતો !! બહુ આકરી, બાપા! લોકોને વાત બેસતી નથી ને... એટલે વિરોધ કરે છે. સમજાણું કાંઈ ?
અહીં તો પરમાત્મા એમ કહે છે કે તારા પરમાત્મામાંથી ખસીને, અમે આ ભગવાન છીએ (તો) પરમાત્મા પરમાત્મા પરમાત્મા... પરમાત્મા (એમ) નામસ્મરણ, (તેમજ અમારા પ્રત્યેનો) ભક્તિનો ભાવ, યાત્રાનો ભાવ, પૂજાનો ભાવ, એ બધો અપરાધ છે, પ્રભુ! આવી વાતો છે !!
એ (આત્મા) તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે ને.. પ્રભુ! એમાંથી જેટલી (બાહ્ય) વૃત્તિ ઊઠે (તે) ચાહે તો પંચમહાવ્રતની, ભગવાનની ભક્તિની (હોય) તે અપરાધ છે. અને ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ; એના સંમુખની જે પરિણતિ થાય છે તે વીતરાગપરિણતિ એ નિરપરાધ છે.
અરે.. રે! (લોકો) એમ કે: શરીર કંઈક ઠીક હોય, આબરૂ ઠીક હોય, બહારમાં જરા ઓલું (ઉઘાડજ્ઞાન) હોય, (તો) થઈ રહ્યું ! (ભલે ને પોતે) મૂંઝાઈને પડ્યા (હોય). વ્રત ને તપની કંઈક ક્રિયા કરતા હોય એટલે સંતોષાઈ ગયો જાણે આપણે-અહોહો ! શું કર્યું? બાયડીછોકરા છોડ્યાં, પાંચદશ લાખની પેદાશ હોય એવી દુકાન છોડી (બસ! થઈ રહ્યું). અરે, પ્રભુ! (નિવૃત્તિ લઈને) કરવાનું બાપું આ છે અત્યારે !
જિજ્ઞાસા: વાંચન કરવું એ અપરાધ છે ને..?
સમાધાન: વાંચન કરવું પણ એમાં લક્ષ રાખવું ને.. કે: આત્માનો નિર્ણય કરવો ને....! આત્માના ભેદજ્ઞાનને લક્ષે વાંચન કરતાં તેને ભેદજ્ઞાનનું લક્ષ થાય કે, આ (આત્મા) રાગથી ભિન્ન છે એટલું. પછી કરવું તો એને છે.
અહીંયાં કહે છેઃ નિરપરાધ આત્મા બંધનને કદાપિ (સ્પર્શતો નથી જ). “વંશનું નેવ ગીત” “નાતુ' છે ને..! “ ઇવ નાતુ' – “નીતુ' એટલે કદાપિ-કોઈ પણ કાળે “ ઇવ'. આહા. હા! આ તો અંતરની વાતો છે, ભાઈ ! લાખ તપ કરે ને અપવાસ કરે ને ક્રોડોનાં દાન કરે ને અભિગ્રહ ધારણ કરે ને રસત્યાગ કરે ને; પણ એને જ્યાં સુધી આત્માનો રસ ન પ્રગટે ત્યાં સુધી એ અપરાધી છે.
જિજ્ઞાસાઃ હમણાં નિવૃત્તિ લીધી એનાં વખાણ કર્યા અને હવે એને (કહો છો કે અપરાધી છે) !
સમાધાન: આ તો નિવૃત્તિ લે એને કરવાનું આ છે, એમ કહ્યું. નિવૃત્તિ લઈને પછી કરવાનું તો આ છે કે નહીં? અંતનિવૃત્તિ કરવાની છે ને...! પ્રવૃત્તિવાળાને તો વખતેય મળે નહીં. એ દુકાને બેઠો હોય ને માણસ-નોકર ને આમ હોહા. હોહા ! અને એ બધી સાવધાની. અહીં જુઓ તો અંદરમાં ન મળે- અંદર કોણ છે અને શું છે? કાંઈ ગતાગમ ) નહીં.
આહા.... હા ! “નિરપરાધી આત્મા બંધનને કદાપિ ”- “કદાપિ' કોનો અર્થ કર્યો: ‘નાતુ' નો. “સ્પર્શતો નથી જ. ‘નેવ= ‘ન+Uવ' નો અર્થ કર્યો ન જ, (નથી જ).
જે સાપરાધ આત્મા છે”. જે પ્રાણી શુભરાગને પણ કરે છે, જે પ્રાણી કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિના શુભરાગને પણ કરે છે તે અપરાધી છે. આહા. હા આવું સાંભળવું કઠણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ – પ્રવચન નવનીત ભાગ-૨ પડે. માર્ગ તો વીતરાગનો આ છે, બાપા !
સુધી એ આત્મા નિરપરાધી ન થાય ત્યાં સુધી એને સ્વરૂપ તરફનો પ્રયત્ન કરવો પડશે. એ પ્રયત્નથી થશે. ત્યારે, ક્રમબદ્ધ થશે ને ? પણ ક્રમબદ્ધનો નિર્ણય પ્રયત્નથી થશે. આહા.... હા! જે કાળે થવાનું હશે તે થશે. “પણ જે કાળે થવાનું હશે તે થશે” એ નિર્ણય પ્રયત્નથી કરે છે. સમજાણું કાંઈ ?
જે સાપરાધ આત્મા છે “તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો (સાપરાધ છે.)” જોયું! તે તો નિશ્ચયથી (પોતાને) અશુદ્ધ સેવતો થકો (સાપરાધ છે). એ શુભ અને અશુભભાવ બધા અશદ્ધ છે. અજ્ઞાની અશદ્ધને સેવતો અપરાધી થઈ અનંત નવાં કર્મને બાંધે છે. સાપરાધી જીવ-આ આત્મા એ તો નિશ્ચયથી પોતાને અશુદ્ધ સેવતો થકો અર્થાત્ એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ મારાં છે અને (એ) મને લાભ કરશે એમ અજ્ઞાની-સાપરાધી નિશ્ચયે અશુદ્ધને જ સેવે છે. આહા... હા! એક એક ગાથા અને એક એક કડીમાં (તત્ત્વ) આખું-બેહદ ભર્યું છે!
“નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.” “ભલી રીતે કેમ કહ્યું? “મવતિ નિરપરાધ: સાધુ”- “સાધુ” છે ને.! (“શુદ્ધાત્મસેવા”). ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર સાધુ-સાધુ એટલે ભલી રીતે. -એટલે શું? કે એણે ધારી રાખ્યું છે કે આત્મા શુદ્ધ છે અને અશુદ્ધ (છે) –એમ નહીં. (પણ) જેવો ભગવાન શુદ્ધસ્વરૂપ પવિત્ર છે, તેને તે રીત-ભલી રીતે-તેની સેવના, એકાગ્ર ( એકાગ્રતા) કરે છે. આહા... હા ! ધારણામાં ધારી રાખ્યું હોય કેઃ “આત્મા શુદ્ધાત્મા છે, અશુદ્ધનું સેવન કરવું એ આમ (દોષ) છે' તોય પણ (સેવના ન કરે તો) ત્યાં સુધી તે અપરાધી જ છે. સમજાણું કાંઈ ?
નિરપરાધ આત્મા તો”- “આત્મા તો કેમ કહ્યું? કે ઓલો (-સાપરાધ આત્મા) અશુદ્ધ સેવતો થકો-કહ્યું ને...! એટલે આ (નિરપરાધ આત્મા) તો ભલી રીતે શુદ્ધાત્મસેવી-શુદ્ધ આત્માનો સેવનાર-આત્માનો સેવનાર (હોય છે). આહા.... હા! ભગવાનની સેવા કરવી કે ભક્તિ કરવી (એ નહીં). આ તો આત્માનો અસેવનાર છે. આહા... હા ! જ્ઞાયક પરિપૂર્ણ પરમાત્મા; એના સંમુખની દષ્ટિ, જ્ઞાન અને રમણતા તે એની (આત્માની) સેવના છે. એ સેવના એ મોક્ષમાર્ગ છે.
અરે! અનંતકાળ ચાલ્યાં ગયાં, થાક્યો નહીં માળો ! અશુભમાંથી શુભમાં આવ્યો અને શુભમાંથી અશુભમાં આવ્યો, ત્યાં ને ત્યાં એણે રમતું માંડી !
નિરપરાધી ભગવાન આત્મા એ (તો) અશુભને ન સેવતો, પુણ્ય અને પાપના મલિન ભાવને ન સેવતો, નિર્મળાનંદનો નાથ પ્રભુ એની સેવા કરતો (થકો) એ સેવનાર હોય છે. આહા... હા! બહુ ટૂંકામાં પણ ઘણું ભર્યું! અહોહો! સંતોના સિંહનાદ તો આ છે. બકરાના ટોળામાં સિંહ ગરી ગયો હોય એને (પોતે) બકરું... બકરું કેવું લાગે. પણ જ્યાં એને બીજો સિંહ ભાળે અને આ તેની ત્રાડ સાંભળે ત્યાં એને ત્રાસ ન થાય. આ તો મારા જેવો જ સિંહ છે અને હું એના જેવો છું. જ્યાં સિંહુ ત્રાડ મારે ત્યાં આ બીવે નહીં. બકરા ભાગે (પણ) આ ન ભાગે. એમ ભગવાને દિવ્યધ્વનિ દ્વારા આમ ત્રાડ નાખી-ત્રણલોકનો નાથ પરમાત્મા તું છો ને..! આ રાગમાં ક્યાં સલવાઈ ગયો? બકરાના ટોળામાં આ તું સિંહ કેમ પેઠો?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧ર – ૨૨૫ “સમયસાર” પહેલી ગાથામાં કહ્યું ને...! સિદ્ધ પ્રતિછંદના સ્થાને છે. પડઘા સમાન. આમ અવાજ નાખે તો સામો અવાજ આવે-પ્રતિધ્વનિ. હે ભગવાન! તમે નિરપરાધી સિદ્ધ છો. સામો અવાજ આવે છે-હું આત્મા! તું નિરપરાધી સિદ્ધ છો.
આમાં કોઈ મોટાં ભાષણ ને મોટા હો... હા. એ કંઈ હાલે એવું નથી. (વસ્તુસ્વરૂપ આવું છે). દુનિયા માને ન માને સ્વતંત્ર છે, બાપુ! જે ગુનામાં ધર્મ માનશે એનાં ફળ તો એને ભોગવવા પડશે.
વળી ( આ ૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ) :તથા દિ
(માલિની) अपगतपरमात्मध्यान संभावनात्मा नियतमिह भवार्त: सापराधः स्मृतः सः। अनवरतमखंडाद्वैत चिद्भावयुक्तो
भवति निरपराधः कर्मसंन्यासदक्षः।। ११२।। [ શ્લોકાર્થ:- ] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે-પરમાત્મધ્યાને પરિણમ્યો નથી ) તે ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (-કર્મ ત્યાગમાં નિપુણ ) જીવ નિરપરાધ છે. ૧૧૨
“આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે”- આ જગતની અંદર (જે) આત્મા પોતાના પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત્ ) પોતાનો પરમાત્મા જે શુદ્ધ ચૈતન્યઘન એના પરમાત્મધ્યાનની (સંભાવના રહિત છે ), (એટલે કે) એમ કહે છે કે: પરમાત્મસ્વરૂપ પૂર્ણ પોતાનું છે (પણ) આ જગતની અંદર જે કોઈ જીવ એના (સ્વરૂપના) ધ્યાનની સંભાવનાથી રહિત છે, ધ્યાનની એકાગ્રતાથી રહિત છે” (અર્થાત) “જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે”-પરમાત્મસ્વરૂપના ધ્યાનની પરિણતિથી રહિત છે, આહા... હા! શુદ્ધ પરમાત્મસ્વરૂપની એકાગ્રતાથી જે શુદ્ધપરિણતિ થાય છે તેનાથી જે રહિત છે-“પરમાત્મધ્યાને પરિણમ્યો નથી”. પરમસ્વરૂપ ભગવાન આત્માને ધ્યાને (અર્થાત્ તેને) ધ્યેયમાં લઈને જેનું પરિણમન થયું નથી, આહા... હા! જે જીવ પરમ આત્મસ્વરૂપ ધ્રુવ, ચૈતન્યઘન, આનંદકંદ પ્રભુ, એના ધ્યાનથી એટલે તેના તરફની એકાગ્રતાની પરિણતિથી રહિત છે; તે ચાહે કોઈ સાધુ નામ ધરાવતો હોય, દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું હોય, નિરતિચાર પંચમહાવ્રત પાળતો હોય પણ એ પરમાત્માના ધ્યાનથી તો રહિત છે “તે ભવાર્ત જીવ” ભવઆર્ત=ભવમાં પરિભ્રમણ કરનારો જીવ, ભવાર્ત=ભવમાં આર્ત=ભવમાં પીડાયેલો જીવ-શુદ્ધ ચૈતન્ય ભગવાન પરમ આનંદના ધ્યાનથી રહિત છે એટલે કે શુદ્ધ પરમાત્માના ધ્યાનથી પરિણતિ-પર્યાયથી રહિત છે અને તે રાગ સહિત છે તે ભવાર્ત છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ – પ્રવચન નવનીત ભાગ-૨ ભવમાં ભ્રમણ કરનાર છે.
આહા... હા! આવું (તત્ત્વ) માણસને આકરું પડે એટલે લોકો આ બાહ્ય ક્રિયા ને તપ ને વ્રત (તરફ ) હાલી નીકળ્યા. અરે ભગવાન ! જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં તો જાતો નથી અને બહારની ક્રિયામાં રોકાઈને, પરમાત્માના ધ્યાનથી તો તે દૂર વર્તે છે. જૈન દિગંબર સાધુ થઈને નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાદષ્ટિ રહ્યો. તેને શુક્લલેશ્યા હતી પણ એ શુક્લલેશ્યા અપરાધ છે. એ ભવાર્ત પ્રાણી છે, ભવમાં રખડનારો પ્રાણી છે. જે “નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે.” જોઈ ભાષા?
(પાઠમાં) છે ને...! “નિયતમિદ ભવાર્ત:”- “નિયતમિદ' –નિશ્ચયથી તે. જિનસ્વરૂપી ભગવાન આત્માની સેવનાથી રહિત છે અને રાગની સેવાથી સહિત છે, તે નિયમથી ભવાર્ત પ્રાણી છે. આહા... હા! “નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે.” છે ને ? સાપરાધ : મૃત:એમ કીધું ને...! તેને અપરાધી ગણવામાં આવ્યો છે. “મૃત:” એટલે યાદ કરવામાં આવ્યો છે. નિયતમિદ ભવાર્તઃ સાપરાધ: મૃત: સ:” તે નિશ્ચયે આર્તધ્યાનમાં-ભવાર્તમાં પડ્યો છે એમ એનું સ્મરણ કરવામાં આવે છે એટલે કે એમ કહેવામાં આવે છે એટલે કે ગણવામાં આવે છે.
આમાં પકડવું ય કઠણ પડે એટલે લોકો બિચારા જાય બીજે રસ્તે ! અરે બાપુ! બીજે (રસ્ત) જાય, બાપા! એ (માર્ગ) ને શ્રદ્ધામાં પણ ન લાવે કે અહીં આત્માની જેટલી એકાગ્રતા થશે તે જ પરિણતિ ધર્મ છે. એ વિના ધર્મ નથી. ચાહે તો નિરતિચાર પંચમહાવ્રત પાળે, જાવજીવ શરીરનું બ્રહ્મચર્ય પાળે–બાળબ્રહ્મચારી રહે, કરોડો રૂપિયા (દાનમાં) ખ, ચાલતી દુકાનને છોડીને ભાગી થાય અને શુક્લલેશ્યા પ્રગટ કરે (તો ય ) એ ભવાર્ત પ્રાણી છે. આહા... હા ! આવી વાતું છે!!
હવે (કહે છે:) “જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે”. જે કોઈ આત્મા નિરંતર-અંતર પડયા વિના-અખંડ અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે. આહા. હા ! ભગવાન આત્મા અખંડ છે, અદ્વૈત છે, ત્રિકાળ ચૈતન્યભાવસ્વરૂપ છે, એનાથી યુક્ત છે.
| નિશ્ચયની વાત એટલે એ આ છે. એટલે કે સત્ય વાત આ છે. વ્યવહારની જેટલી વાતો છે. (તે) બધી અપરાધની વાતો છે. જ્ઞાનીને વ્યવહાર આવે પણ એ અપરાધ છે, એ કર્મધારા છે; જ્ઞાનધારા નહીં. આહા. હા! અજ્ઞાની તેને ધર્મધારા સમજે છે. શુભભાવ એક પછી એક, એક પછી એક કર્યા કરે ને..! હવે આપણે તો બસ... પાપથી નિવર્યા છીએ. પણ એ પુણ્ય પોતે પાપ છે, સાંભળ...ને! શુભભાવ પોતે (સંસાર છે). (યોગસાર” ગાથા-૭૧માં આવે છે ને..!) “પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” કેમકે (શુભભાવ કાળે) ચૈતન્યસ્વભાવ-નિજભાવમાંથી ખસી જવાય છે ને...! વ્યવહારરત્નત્રય (કાળે) પણ ચૈતન્યસ્વભાવથી દૂર-હુઠી જવાય છે ત્યારે વ્યવહારરત્નત્રય થાય છે. એને નહીં સેવનાર, અને અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી સહિત છે એટલે કે જેનાં દષ્ટિ, જ્ઞાન અને ધ્યેયમાં અખંડ ચૈતન્ય વર્તે છે, જેને ધ્રુવનું ધ્યાન વર્તે છે. આહા... હા! એ અખંડ, ધ્રુવ, ચૈતન્ય, અદ્વૈત ચૈતન્ય, એકરૂપ ચૈતન્ય, જ્યાં ગુણ-ગુણી ભેદ પણ નથી, અખંડ એટલે ખંડ રહિત, અદ્વૈત એટલે વૈત રહિત ચૈતન્યભાવ એનાથી જે સહિત છે અર્થાત્ દષ્ટિ-જ્ઞાન સહિત છે “તે કર્મસંન્યાસદણ (-કર્મ ત્યાગમાં નિપુણ) જીવ નિરપરાધ છે.” રાગના ત્યાગમાં નિપુણ એવો જીવ નિરપરાધ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૨ - ૨૨૭ આહા... હા... હા !
જૂના માણસે બધું જૂનું સાંભળ્યું હોય એમાં આ એવું લાગે કે-પણ આ તે શું કહે છે? બાપુ! માર્ગ તો આ છે, ભાઈ ! તું ભગવાન સ્વરૂપે છે ને..! એ ભગવાનસ્વરૂપની સેવા કરવી તે મુક્તિનો માર્ગ છે. માટે જેટલું લક્ષ પરદ્રવ્ય ઉપર જાય-દયાનું, દાનનું ને ભક્તિનું-એ બધો અપરાધ છે. આહા... હા! આવો માર્ગ !!
“ર્મસંન્યાવક્ષ:”– કર્મના ત્યાગમાં નિપુણ છે, એ તો ડાહ્યો છે. રાગના અભાવસ્વભાવ કરવામાં એ ડાહ્યો છે, દક્ષ છે, નિપુણ છે. રાગના અભાવસ્વભાવ કરવામાં એ વિચક્ષણ છે અને સ્વભાવની વિચક્ષણતા પ્રગટ કરવામાં એ નિપુણ છે. દુનિયા ગણે ન ગણે. દુનિયામાં ગણાવું એ આ માર્ગ નથી. આ તો એને પોતાની ગણતરીમાં આત્મા ગણાવાની વાત છે.
અહીં પરમાત્મા કહે છે એ દિગંબર સંતો કહે છે એ કેવળી પરમાત્મા કહે છે. (શ્રોતા ) આપ કહો છો ? (ઉત્તર:) એ સંતો કહે છે એ કહીએ છીએ અને અંદર બેઠેલું છે એ કહીએ છીએ. આહા... હા! (શ્રોતા:) શબ્દ ફેર હોય, ભાવ ફેર નથી. (ઉત્તર) ત્યારે લોકોને (મનએ) એકાંત થઈ જાય છે ને...! એને સમજાવો... સમજાવો, એમનું એકાંત થઈ ગયું છે! એમ લખે છે બધા બિચારા. તમે સમકિતી છો, સમકિતી છો તમે, તમારે વાત્સલ્ય જોઈએ ! તો એને સ્થિર કરો, એવું કહે છે બિચારા. શું કરે પણ એ ?
(અહીંયાં કહે છેઃ ) “તે જીવ નિરપરાધ છે.” –રાગના ત્યાગમાં નિપુણ છે તે નિરપરાધ છે. લ્યો! રાગને કરવામાં જે નિપુણ છે તે સાપરાધી-મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ ? “રાગ કરવા લાયક છે' એવી દષ્ટિ, અને રાગ કરવામાં જે નિપુણ છે તે ગુનેગાર, મિથ્યાદષ્ટિ, સાપરાધી છે.
અરે! પરમાત્માના વિરહ પડ્યા, ત્રણલોકના નાથ રહ્યા નહીં, કેવળજ્ઞાનાદિ પૂર્ણદશા પ્રગટે એવી લાયકાત રહી નહીં, અને આ બધા ઝઘડા ઊભા થયા. બાપુ! માર્ગ તો આ છે, ભાઈ !
આહા... હા ! (અહીંયાં) એક જ શ્લોક ગજબ કરે છે ને..! આહા... હા! એક એક ગાથા અને એક એક પદ, (અતિ ગહન છે ). ભાઈ ! આ તો નિરપરાધી અને સાપરાધીની વ્યાખ્યા છે. નિરપરાધી તો એને કહીએ કે: (જે) રાગના ભાવનો પણ અભાવ કરીને સ્વભાવની સેવા કરે, નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ કરે, સુખરૂપ દશા પ્રગટ કરે. (તો) તે સુખને, આત્માને (સેવ્યો કહેવાય છે. તે નિરપરાધી છે. આહા... હા! અને આનંદથી વિપરીત શુભભાવ, એ દુઃખભાવ છે; એ દુઃખને સેવે છે તે સાપરાધી પ્રાણી છે. આહા. હા! ભગવાન આત્મા આનંદસ્વરૂપ (છે) એનાથી (વિપરીત) શુભરાગ છે (તેથી) દયા, દાન, વ્રતનો (ભાવ) એ પણ ગુનો છે, અપરાધ છે, દુઃખ છે. (એ) દુઃખને સેવે છે તે અપરાધી જીવ ભવાર્ત (છે) –ભવમાં રખડશે. સમજાણું કાંઈ ?
અહીં તો હજી બહારની સામગ્રી-શરીર ને પૈસા ને આ બાયડી ને છોકરા ને મકાન-એ (મારાં છે એમ) માને છે અને અમે આવા છીએ, જુઓ ! આવા વધ્યા.
અહીં તો કહે છે કે ત્રણલોકના નાથનું સ્મરણ કરવું એ પણ અપરાધ છે. પાઠમાં છે ને....! બીજી લીટીમાંઃ “સાપરાધ: મૃત: સ:”—આહા... હા ! સંતોના આ માર્ગ છે. દિગંબરધર્મ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
છે. એ કંઈ વાડો નથી, બાપા! ભગવાન પૂર્ણાનંદનો નાથ નિર્વિકલ્પ વસ્તુ; એની સેવના તે બ્રહ્મચર્ય અને બ્રહ્મની ચર્યા છે. (જેને એવી ચર્યા હોય) તે નિરપરાધી પ્રાણી છે. અને શરીરથી બ્રહ્મચર્ય પાળે અને એમ માને કે ‘અમે ધર્મી છીએ' તો તે સાપરાધી પ્રાણી છે. સમજાય છે
કાંઇ ?
લ્યો, એ શ્લોક થઈ ગયો. હવે ગાથા-૮૫.
*
(... શેષાંશ પૃ. ૨૩૦ ઉ૫૨ )
( “ ત્રિકાળી દ્રવ્યનો અવતાર શુદ્ધજ્ઞાન જ છે. અવતાર એટલે નવી ઉત્પત્તિ એમ નહીં પણ શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે. વિકલ્પથી કે રાગથી રહિત જ છે. ગુણ-ગુણીના ભેદથી રહિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ જ છે તથા સુખસાગરનો પૂર છે. વસ્તુ પોતે સુખસાગરનો પૂર છે. વસ્તુમાં સુખસાગરની ભરતી ભરી પડી છે, અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે તે શુદ્ધભાવ છે, સામાન્યભાવ છે, જ્ઞાયકભાવ છે, તેનો એક સમયમાત્ર અનુભવ થતાં સમસ્ત સંસારનો નાશ થઈ જાય છે.”)
-શ્રી ‘૫૨માગમસાર ' / ૨૬૮ઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૫
શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [પરમાર્થ-પ્રતિક્રમણ અધિકા૨]
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८५ ।।
मुक्त्वानाचारमाचारे यस्तु करोति स्थिरभावम् ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८५ ।।
अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च भवतीत्युक्तम्।
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्तः सर्वोऽप्यनाचारः, अत एव सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावनास्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रति— क्रमणमयो भवतीति ।
ગુજરાતી અનુવાદ
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૫.
અન્વયાર્થ: ય: તુ] જે (જીવ) [અનાવારં] અનાચાર [મુત્ત્તા] છોડીને [આવારે ] આચારમાં [સ્થિમાવસ્] સ્થિરભાવ [ રોતિ] કરે છે, [સ: ] તે ( જીવ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ ૩વ્યતે] કહેવાય છે, [ યસ્માત્] કારણ કે તે [પ્રતિમળમય: ભવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક ૫૨મોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી ૫૨મોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહચિવિલાસલક્ષણનિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ આચારમાં જે (પરમ તપોધન ) સહજવૈરાગ્યભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે ૫૨મ સમ૨સીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૨૨-૨-૧૯૭૮ (... શેષાંશ) આહા... હા! અમૃત રેડ્યાં છે. આ દિગંબર સંતોની વાણી !! (બીજે આ વાત , ક્યાંય નથી. “નાગા બાદશાહથી આઘા”- દરકાર ન મળે, જગતની દરકાર ન મળે કે આવું કહેશે તો સમાજ સરકી જશે કે નહીં? સમાજ અમારો વિરોધ કરશે કે નહીં? –દુનિયા દુનિયાનું જાણે. માર્ગ આ છે! આહા.... હા !
અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક”- નિશ્ચયસ્વરૂપ, (નિશ્ચય) ચરણસ્વરૂપ, સ્વ-રૂપ, આનંદસ્વરૂપ, નિશ્ચયરમણતાસ્વરૂપ “પરમોપેક્ષાસંયમના ધરનારને ”જેને રાગથીવ્યવહાર-રત્નત્રયથી પણ ઉપેક્ષા વર્તે છે એ પરમ ઉપેક્ષા સંયમના ધરનારને “નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.”
-શું કીધું, સમજાણું? નિશ્ચયચરણસ્વરૂપ પરમ ઉપેક્ષા સંયમ-સ્વરૂપની રમણતાસ્વરૂપ અને રાગની પરમ ઉપેક્ષા ( રૂપ) એવું સંયમ-એના ધરનારને નિશ્ચય-સાચું-સત્ય પ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે.
આ સ્થાનકવાસી શ્વેતાંબર સાંજ-સવાર પ્રતિક્રમણ કરે ને...! અહોહોહો.... શું કર્યું જાણે! એમ થઈ જાય એને. દષ્ટિ મિથ્યાત્વ અને જરી શુભભાવ કરે (એમાં જાણે થઈ ગયો ધર્મ !)
૧૯૮૦ની વાત છે. બોટાદમાં એક ભાઈને પૂછયું કે આ બધું તમે કરો છો પણ એમાં આ ભગવાન શું ને અનુભવ શું એ કાંઈ ખબર છે? એ વિભાવ અને અનુભવ શું? તો કીધું કે આપણે આ વિભાવ અને અનુભવ હોય નહીં. એક સાધુએ તો કીધું કે: એ બધું વેદાંતમાં હોય. (મું) કીધું: આ શું કરો છો, પ્રભુ? ઓલા સાધુ એમ કહેતા-વિભાવ અને અનુભવ જૈનદર્શનમાં હોય નહીં. વિભાવ ને અનુભવ એ અન્ય મતિઓ કહે છે. અરર. ૨! કીધું, શું કરો છો પ્રભુ આ તમે?
અહીંયાં કહે છે કેઃ “નિશ્ચયચરણસ્વરૂપ પરમ ઉપેક્ષા' – જોયું! આહા... હા! રાગની ક્રિયા છે એ ઉપેક્ષા કરવા જેવી છે. પંચમહાવ્રતના પરિણામ આદિ ઉપેક્ષા કરવા જેવા છે, અપેક્ષા રાખવા જેવા નથી, એમ કહે છે. (પરમોપેક્ષાસંયમના) ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
.... વિશેષ કહેશે.
પ્રવચન: તા. ૨૩-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા-૮૫ ટીકા. “અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.” – શું કહે છે? કે: આત્મા પૂર્ણાનંદ અને અખંડાનંદસ્વરૂપ છે; એનું જેને પ્રથમ રાગથી ભિન્ન પડીને ભાન થયું કે હું તો જ્ઞાયક અને શુદ્ધ ચૈતન્ય છું” એ વખતથી તે રાગથી ભિન્ન પડી ગયો એટલે રાગનો સ્વામી નથી છતાંય જ્યારે (હજી) અસ્થિરતા છે તેને પણ છોડીને હવે હું મારા સ્વરૂપમાંઆનંદના ધામમાં રમવા માગું છું.
વ્યવહાર-આચાર આદિ જેટલા છે–પંચાચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ પાંચ છે ને...! ( પ્રવચનસાર” ચરણાનુયોગસૂચક ચૂલિકા.) જ્ઞાનાચારઃ કાળે ભણવું, વિનયથી ભણવું એ આદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રકાશ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેન *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૧ (આઠ પ્રકાર) વ્યવહાર, વિકલ્પ છે, રાગ છે. દર્શનાચાર: નિઃશંકિતત્વ આદિ (આઠ) બોલ એ પણ રાગ છે. ચારિત્રાચાર: પંચમહાવ્રત, સમિતિ, ગુતિ એ વ્યવહાર પણ બધો રાગ છે. તપાચાર: અનશન આદિ (બાર પ્રકાર) ના વિકલ્પ ઊઠે છે એ પણ રાગ છે.
વીર્યને અશુભમાં ન જતાં શુભમાં રાખવું એ પણ એક રાગ છે. ત્યાં તો એમ કહ્યું છે કે- પંચાચાર! તું મારું સ્વરૂપ નથી. પણ જ્યાં સુધી હું (પૂર્ણ) વીતરાગપણું ન પામું ત્યાં સુધી તારા પ્રસાદથી એટલે નિમિત્તથી હું આ પ્રમાણે (પંચાચારરૂપ) શુભભાવને આચરું છું. “પ્રસાદથી ” લીધું ને. ત્યાં વ્યવહાર (પક્ષ)વાળા પકડે. (પણ) અહીંયાં એનો નકાર કરે છે. એ પાંચેય આચાર શુભવિકલ્પ અનાચાર છે.
જિજ્ઞાસા: એ બેયમાંથી ક્યું સાચું?
સમાધાનઃ આ જ સાચું છે. અને ઇ એ સાચું છે, પણ કઈ અપેક્ષાએ? –નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કે એને આવું નિમિત્ત હોય. જેને આત્મજ્ઞાન-સમ્યગ્દર્શન થયું છે, એને પહેલેથી રાગનું સ્વામીપણું છૂટી ગયું છે, રાગથી વિરક્ત છે અને સ્વભાવમાં ૨ક્ત છે. પણ હુજી નબળાઈને લઈને રાગાદિ શુભ આચરણ આવે છે તો એને માટે કહે છે કે એ અનાચાર છે. ઝીણી વાતું બાપુ !
(જીવે) બહારમાં ફર્યાફર કર્યું છે. (પણ) અંદરમાં અંદર શું ચીજ છે અંતર વસ્તુ, એ કોઈ દી જોવા એણે પ્રયત્ન કર્યો જ નથી. (શ્રોતા ) પ્રયત્ન કરવા છતાં દેખાતો ન હોય ? (ઉત્તર) પ્રયત્ન કર્યો જ નથી. અને એ જાતનો પ્રયત્ન હોય તો દેખાયા વિના રહે જ નહીં.
બેને (“બહેનશ્રીનાં વચનામૃત” બોલ ૩૬૩માં) લખ્યું છે. અંદર આત્મામાં અતીન્દ્રિય આનંદના ભોજનના સ્વાદિષ્ટ થાળ ભર્યા છે એનો સ્વાદ મુનિઓ લે છે. આહા.. હા! મુનિપણું કોને કહેવું!! હજી તો (લોકોને) ભેદજ્ઞાન કોને કહેવું એનીય ખબર ન મળે.
અહીં તો રાગથી ભિન્ન પડીને અંદરમાં-સ્વરૂપમાં ગયો છે, રાગની એકતાનાં તાળાં તોડી નાખ્યાં છે અને સ્વભાવની એકતાનાં તાળાં ખોલી નાખ્યાં છે. આહા... હા! આવી વાતો છે ! દુનિયાને અત્યારે (ખબર નહીં) એથી વાત બહુ જુદી લાગે. પણ વસ્તુ તો પ્રભુ પોતે પરમ અતીન્દ્રિય આનંદનો (નાથ), પરમપરિણામિકસ્વભાવ, સહજ સ્વરૂપ, અનંત અનંત ગુણના રત્નાકરથી ભરેલો (છે) એનો જેણે પ્રથમ જ આશ્રય લીધો એને તો પ્રથમ સમ્યગ્દર્શન થાય. અહીંયાં તો એથી આગળ લઈ જવું છે-નિશ્ચયપ્રતિક્રમણ કહેવું છે ને ! પછી (મુનિદશામાં) તો જે રાગની અસ્થિરતા છે, વ્યવહારના જ્ઞાનાચરણ, દર્શનાચરણ (સમકિતના નિઃશંક, નિકાંક્ષ આદિ આઠ વ્યવહારાચાર) એ પણ અહીં તો અનાચાર કહેવામાં આવે છે. આહા... હા ! પંચમહાવ્રતના પરિણામ ને પાંચ સમિતિ, (ત્રણ) ગુમિ ( રૂ૫) વ્યવહાર એને પણ અહીં અનાચાર ગણવામાં આવે છે. (કેમકે) એ આત્માચરણ નથી. આવી વાત છે! ૨૮ મૂળગુણ ને મહાવ્રત ને. એ બધા અનાચાર છે.
(અહીંયાં ટીકામાં) છે! “નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને ” જે રાગથી નિરપેક્ષ-ભિન્ન પડ્યો છે-સ્વરૂપમાં સ્થિરતાની અપેક્ષાએ હોં! નિયમથી-નિશ્ચયથી પરમ ઉપેક્ષા સંયમ; જેને વ્યવહાર ને સંયમ જે વ્યવહાર છે એનાથી પણ જેને ઉપક્ષા થઈ ગઈ છે (તેને) “શુદ્ધ આત્માની આરાધના” ભગવાન પૂર્ણાનંદ પ્રભુ; એનું અંતરમાં જઈને સેવન (એ) શુદ્ધ આત્માની આરાધના; શુદ્ધ આત્મા” એ ત્રિકાળ; પણ “એની આરાધના” એ વર્તમાન સેવન. આહ.. હા ! આવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર – પ્રવચન નવનીત: ભાગ-૨ માર્ગ !! એ સિવાયનું બધું અનાચાર છે.
આ આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ; એની આરાધના, એની અંતર એકાગ્રતા-સેવન, વીતરાગી ભાવનું સેવન એ સિવાયના જેટલા ક્રિયાકાંડના રાગ ઊઠે-થાય-પંચમહાવ્રતનાં પરિણામ, વ્યવહાર સમિતિ-ગુતિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો પ્રેમ-રાગ-એ બધો અનાચાર છે!
જિજ્ઞાસા: કરવાનું તો કાંઈ રહ્યું નહીં?
સમાધાનઃ (આ) કરવાનું રહ્યું ને.. અંદરમાં જવાનું રહ્યું. “કરવાનું” એ કરવાનું છે! જ્યાં પરમાત્મા પોતે બિરાજે છે (ત્યાં જવાનું છે). પણ “આ આત્મા પરમાત્મસ્વરૂપ ને અતીન્દ્રિય આનંદ ને અનંત અનંત શાંતિના રસનો કંદ છે, એ વાત અને વિશ્વાસમાં બેસતી નથી.
અનાદિથી અનંતવાર સાધુ થયો દિગંબર... હોં! પણ એની દષ્ટિ વર્તમાન પર્યાય અને રાગની ક્રિયા ઉપર બસ ! (પરંતુ) એ રાગથી ભિન્ન, મહા ભગવાન પરમાનંદનો દરિયો છે, અનંત ચતુષ્ટય- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ –થી ભરેલો ભગવાન, એ તત્ત્વ છે. અનંત એટલે એની કોઈ મર્યાદા નથી એવો એનો સ્વભાવ છે. એના સ્વભાવનું સેવન એ આરાધના. એ સિવાયના જેટલા વિકલ્પ-પંચમહાવ્રતના, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ઊઠે એ પણ અનાચાર છે. [ એવો યથાર્થ નિર્ણય પણ ક્યારેય કર્યો નહીં! ] છે, કે નહીં એમાં (ટકામાં)?
જિજ્ઞાસાઃ સાતમા ગુણસ્થાનની અપેક્ષાએ અનાચાર અને છઠ્ઠી ગુણસ્થાનની અપેક્ષાએ સદાચાર?
સમાધાનઃ વ્યવહારની અપેક્ષાએ સદાચાર અને નિશ્ચયની અપેક્ષાએ અનાચાર–એ તો બધું એક ને એક છે. વ્યવહારને સદાચાર એટલે અશુભથી છૂટીને શુભ આવ્યો એ અપેક્ષાએ વ્યવહાર. પણ પરમાર્થની દષ્ટિએ જુઓ તો એ સદાચાર પણ અનાચાર છે.
આહી.. હા ! જગતને જૈનપણું સમજવું કઠણ અને એ વિના જન્મ-મરણના અંત આવે એવા નથી, પ્રભુ! એ કરોડપતિ-અબજોપતિ અહીં હોય, મરીને બીજી ક્ષણે ગાયની કૂખે, બકરીની કૂખે બચ્ચે થાય; ઓલા (તેઓ) માંસ ને દારૂ ખાતા ન હોય એટલે. એ ઢોલિયે સૂતો હોય, એ મરીને બકરીની કૂખમાં જાય. કેમકે એણે આત્મા શું ચીજ છે? એના સ્વરૂપ તરફ દષ્ટિ કરી નથી અને એનું માહાસ્ય આવ્યું નથી તેથી રાગનું માહાભ્ય ટળ્યું નથી. તેથી જે અનાચાર છે તેને આચાર માનીને સેવે છે એ મિથ્યાદષ્ટિ છે. આહા... હા! આવી વાત છે!
છે...! “શુદ્ધ આત્માની આરાધના સિવાયનું (બધુંય અનાચાર છે).” આ તો સાદી ભાષા છે. (શ્રોતા ) ભાવ ઊંડા (છે). (ઉત્તર) ભાવ ઊંડા છે, વાત સાચી.
તમે તો “ભગવાનદાસ” છો ને..! અંદર આત્મામાં ભગવાન છો ! “ભગ” અર્થાશ અનંત.. અનંત... અનંત જ્ઞાન-દર્શન-આનંદની લક્ષ્મી, ‘વાન' અર્થાત્ વાળોસ્વરૂપ=ભગવાન છે. એની સેવના (એટલે કે ) નિર્વિકલ્પ જ્ઞાન, દર્શન અને શાંતિથી નિર્વિકલ્પ આરાધના, રાગના અભાવની અપેક્ષા છોડીને, ( [ રાગનો) અભાવ કરવો’ એ પણ
જ્યાં અપેક્ષા નથી હવે (બીજી અપેક્ષા શી?) ] અંદરમાં નિરપેક્ષસ્વરૂપની સ્થિરતાની સેવના, એ સિવાયનું બધુંય અનાચાર છે. આહા... હા. હા! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય છે તે ભાવ પણ અનાચાર છે. આવી વાત !! વીતરાગનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૩
માર્ગ છે, બાપુ!
અરે ! એ દુઃખી થયો છે. એ નિગોદના ભવ, એક શ્વાસમાં અઢાર કર્યા, ભાઈ ! એ ભૂલી ગયો, બધું ભૂલી ગયો. એ નરકના એક ક્ષણનાં દુઃખ કરોડો જીભે, કરોડો ભવે કહી શકાય નહીં એટલાં દુ:ખ વેઠયાં, બાપુ! એ આત્માના ભાન વિના. શુભક્રિયા કરી તો સ્વર્ગમાં ગયો પણ ત્યાંથી-શુભ પછી અશુભ થશે જ એને. બેય (શુભ ને અશુભ) થી રહિત આત્મા છે. એનું જ્ઞાન ને સમ્યગ્દર્શન એણે કદી કર્યું નહીં. અંદરમાં ગયો નહીં અને બહારથી છૂટયો નહીં. અને બહારના લક્ષે જેટલા વિકલ્પો થાય, -ભગવાન એમ કહે છે કે: અમને માનવામાં તને જે રાગ થાય, એ પણ અમે તો નિશ્ચય કહીએ છીએ કેઃ તે અનાચાર છે. વીતરાગ (જ) એમ કહે!
જિજ્ઞાસાઃ તો વ્યવહારથી નિશ્ચય થાય એમ ક્યાં રહ્યું ?
સમાધાનઃ લોકો માને છે વ્યવહારથી નિશ્ચય થાય. પ્રભુ! ક્યાંથી થાય? ઝેર પીતાં પીતાં અમૃતના ઓડકાર આવે? લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે ?
આહા... હા! અંદર મીઠા સાગર ને અમૃતના પ્યાલા ભરેલા છે. ભગવાન તો વીતરાગી અમૃતસ્વરૂપ છે. એનું સેવન, એનું આરાધન, એ પણ વીતરાગભાવે આરાધન; એ સિવાયનો જેટલો વ્યવહાર–વિકલ્પ ઊઠે (એ અનાચાર છે).
સંસારના-પાપના પરિણામ એ તો ઝેરમાં ઝેર છે. રળવાના ને ભોગના ને આ બાયડીછોકરાંને સાચવવાના ને છોકરાંને કેળવણી દેવાના ભાવ પૈસા ખર્ચવાના ને રાજી રાખવા ને-એ ભાવ તો અનાચાર છે જ. પણ શુભભાવ પણ અનાચાર (છે એ) અહીં પ૨માત્માએ તો કહ્યો છે, ભાઈ !
જિજ્ઞાસાઃ ગૃહસ્થને શુભભાવથી મોક્ષ કીધો છે ને...!
સમાધાનઃ ના. ના. એ તો નિમિત્તથી થન છે. છે ને... ચરણાનુયોગમાં. એને (ગૃહસ્થને ) અશુભપણું વર્તે છે તેમાંથી શુભમાં આવે છે તેટલો અશુભ છૂટે છે અને ‘પછી શુભને છોડશે ' એ અપેક્ષાએ કહ્યું છે. અહીંયાં તો શુભભાવને અનાચાર કહ્યો ને...! એ અનાચારથી આત્માને લાભ થાય? આકરું કામ, ભાઈ!
જિજ્ઞાસાઃ આ કુંદકુંદાચાર્ય પોતાને માટે કહે છે!
સમાધાનઃ પોતાને માટે નહીં. આવો આ માર્ગ છે, એમ કહે છે. ‘આને પ્રતિક્રમણવાળો કહેવો ' એમ કહેવું છે. ‘પ્રતિક્રમણમય ’ –વાળો ય નહીં-આવા જીવને પ્રતિક્રમણમય કહેવામાં આવે છે. આહા... હા.. હા!
અરેરે! બહારની હોંશ ને હરખમાં મરી ગયો. અહીં તો કહે છે કે: વ્યવહારના વિકલ્પ
ઊઠે એમાંય મરી ગયો ! એમાં હોંશમાં-હરખમાં-એ (વ્યવહા૨) મારા છે ને આ તો હું કરું છું ને
એની દયા મેં પાળી ને આટલાં વ્રત કર્યાં નેઆટલી ભક્તિ કરી ને આટલાં મેં પાંચપચીસ લાખનાં દાન કર્યાં ને-એ હોંશોમાં–હરખમાં ને હરખમાં–મરી ગયો છે ઈ ! આહા... હા !
જિજ્ઞાસા: આ તો ઉત્સર્ગમાર્ગ છે. અપવાદમાર્ગ હશે કે નહીં?
સમાધાનઃ અપવાદમાર્ગ તે ક્યો ? કે એમાં (આત્મામાં ) ઠરી શકે નહીં ત્યારે (શુભ ) આવે એ અપવાદમાર્ગ. પણ ‘ અપ+વાદ ’ ને...? માથે એ સિદ્ધ કર્યું: એ તો ઉત્સર્ગમાં ઠરી શકે નહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ત્યારે અશુભથી બચવા શુભ આવે; પણ છતાં છે તો (તે) અનાચાર. આહા.. હા ! એ (છબ0) તો અંદરમાં ઠરી શકતો નથી; તો હઠથી અંદર જઈ શકે એમ છે નહીં. સહજ જઈ શકતો નથી. તો આચાર્યે કોઈની (શેહશરમ) રાખી નથી. સમાજને બેસો ન બેસો પણ સત્ય આ” છે!
છે...! “શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે. - “શુદ્ધ આત્મા” એટલે એકલો જ્ઞાનમૂર્તિ, આનંદમૂર્તિ, વીતરાગસ્વરૂપી ભગવાન, પૂર્ણાનંદનો સાગર એવો શુદ્ધ આત્માદ્રવ્ય હોં! એની આરાધના, એની સંમુખતાની દશા; એ સિવાયની પરતરફની દશાવિમુખતાનો ભાવ-ઓહોહો ! એ તો અનાચાર છે, એમ કહે છે. છે! “આરાધના સિવાયનું બધુંય” -પાછું “બધુંય” લખ્યું છે–અંદર સ્વરૂપમાં લીનતા-આરાધના સિવાય જેટલો વ્યવહારનો વિકલ્પ ઊઠે (એ) બધો અનાચાર છે, એ આચાર નથી.
તેથી જ સધળો અનાચાર છોડીને ” – શા માટે (એમ) કહે છે? કે આત્માના આનંદમાં રમણતા, અતીન્દ્રિય આનંદમાં રમણતા, વીતરાગભાવની રમણતા; એ સિવાય બધો અનાચાર કહ્યો- “તેથી જ (તે કારણે) સધળો અનાચાર છોડીને”- એ શુભરાગ પણ અનાચાર છે અને સ્ત્ર છોડીને, સત્ય પ્રતિક્રમણ કરવું હોય તો એને આમાં (આત્મામાં) રમવું પડશે. એ પ્રતિક્રમણનું જે શાસ્ત્ર રચીને એને બોલે અને એનો શુભરાગ આવે, પણ છે એ પરમાર્થે તો અનાચાર. તેથી બધોય અનાચાર છોડીને-ઈ પણ ઉપદેશ છે ને.બાકી ખરેખર તો સ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે એ અનાચાર ઉત્પન્ન થતો નથી. (તો) “એને છોડીને’ એમ કહે છે. ભગવાન પોતાના ધામમાં-સુખધામમાં આવે છે, પોતે આત્મા અતીન્દ્રિય સુખધામમાં આવે છે ત્યારે એને રાગની શુભની ઉત્પત્તિ થતી નથી, તેથી એમ કહ્યું કે: “અનાચાર છોડીને” ઉપદેશની શૈલી, તો શું આવે? –અનાચાર-શુભને પણ છોડીને.
“સહજચિવિલાસલક્ષણ”- “સહજ' અર્થાત્ સ્વાભાવિક, ‘ચિદ્' અર્થાત્ જ્ઞાન એટલે આત્મા. સહજઆત્મવિલાસલક્ષણ “નિરંજન નિજ પરમાત્મતત્ત્વ” આહા... હા... હા!
આવી ચોખ્ખી વાત શાસ્ત્રમાં પડી છે અને વાંચે નહીં ને વિચારે નહીં ને ( એમ કહે કે) એ વ્યવહારથી નિશ્ચય થાય એમ ન માને તે એકાંત છે. (પણ) પ્રભુ! તું શું કરે છે આ ? તારા સ્વભાવનો મહિમા તને નથી આવતો! () મહા ભગવાન છો ને આનંદ છો! એ સિવાય (જેટલો) વ્યવહાર છે તે બધો અનાચાર છે, સ્વરૂપને હણે છે, વાત કરે છે.
આહા... હા ! “સમાધિશતક' માં કહ્યું છે. અરેરે ! જગત હણાઈ જાય છે; આચાર્ય ખેદ કરે છે-છદ્મસ્થ છે (કરુણાનો) વિકલ્પ છે (તો કહે છે:) અરેરે ! જગત હણાતું જાય છે. એ રાગમાં હણાઈ જાય છે અને છતાં એમાં હોંશું કરે છે? ઝેર પીને- “તૃષા ટાળું છું” એમ હોંશ કરે છે! આહા.. હા ! આવો માર્ગ છે !!
“સહજજ્ઞાનવિલાસલક્ષણ” એ તો જ્ઞાનનો વિલાસલક્ષણ એવું ‘નિરંજન નિજ પરમાત્મ (તત્ત્વ)' - પાછું ! ભગવાન પરમાત્મા, એ નહીં. ‘નિરંજન' જેને કોઈ રાગાદિનો મેલ નથી એવું સ્વરૂપ છે. રાગ જે દયા, દાન, વ્રત, ને ભક્તિનો ભાવ એ પણ અંજન-મેલ છે. એ મેલ વિનાનું નિરંજન નિજ તત્ત્વ. આહા... હા ! નિજ પરમાત્મતત્ત્વ” – પોતાનું પરમાત્મતત્ત્વ. આહા... હા! એની “ભાવનાસ્વરૂપ આચારમાં” એની ભાવનાસ્વરૂપ અંતર રમણતાસ્વરૂપ આચારમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૫ નીચે ( ફૂટનોટમાં) કહ્યું છે: “સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવુંઅનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે.” – ભગવાન આનંદસ્વરૂપને અનુભવવો એ જ આચારનું સ્વરૂપ છે.
આહા હા ! (ભગવકુંદકુંદાચાર્ય આ શાસ્ત્ર) પોતાની ભાવના માટે કર્યું છે અને જગતને જાહેર કરે છે કે: માર્ગ ‘આ’ છે, બાપુ! (આ શાસ્ત્રને) બન્યાં બે હજાર વર્ષ થયાં અને હજુ તો રહેશે.
એવા આચારમાં જે પરમ તપોધન”- મુનિ, તારૂપી ધન છે જેને. અતીન્દ્રિય આનંદમાં ઠરવું એ ત૫. અતીન્દ્રિય આનંદમાં હરવું-જામી જવું એવા જે તપોધન, જેને તપરૂપી ધન છે. તે તપોધન “સ્થિરતા કરે છે.”—આવા આચારમાં (જે) સ્થિરતા કરે છે તે તપોધન. [“તે પોતે જ પ્રતિક્રમણ છે.” ]
અનશન અને ઉણોદરીને જે તપ કીધાં તે તો વ્યવહાર કીધો. વ્યવહાર (એ) વિકલ્પ છે, એ તો અનાચાર કીધો. બાર પ્રકારનાં તપ છે ને..? તે તો વિકલ્પ છે. તે તો નિશ્ચયથી અનાચાર છે. એને છોડીને, (જ) તપોધન (અર્થાત્ ) જેને અમૃતના આનંદના અનુભવના સ્વાદ આવે છે એવા તપોધન; જેના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ જેને ઝેર જેવો, દુઃખ જેવો લાગે છે; પંચમહાવ્રતના પરિણામ કે ભક્તિ (નો) ભાવ એ (જેને) દુ:ખરૂપ લાગે છે; અને ભગવાન આત્માના આરાધનામાં લીનતા એ (જેને) આનંદરૂપ લાગે છે; [ એવા જે તપોધન તે પોતે જ પ્રતિક્રમણ છે.)
આહા.... હા! આવી ચોખ્ખી વાત શાસ્ત્રમાં પડી છે. શાસ્ત્રમાં તો છે ને..! એક ભાઈએ તો પૂછયું હતું ને..? કીધું: આ (વાત) તમારા સંપ્રદાયમાં નથી, શાસ્ત્રમાં છે (એ) વાત સાચી, શાસ્ત્રમાં છે આ. (શ્રોતા:) (શાસ્ત્ર) બધાં મંદિરના ભંડારમાં પડયાં છે. (ઉતર:) એના અર્થ ઉકેલતાં આવડે નહીં. શાસ્ત્રનું પ્રયોજન શું છે? શાસ્ત્ર ભણીને પણ પ્રયોજન શું છે? -પ્રયોજન તો “અંતરમાં જવું' તે છે. કેમકે દરેક શાસ્ત્રનું પ્રયોજન વીતરાગતા છે. “પંચાસ્તિકાય” ગાથા-૧૭ર માં આવ્યું નેઃ જૈનદર્શનના ચાર અનુયોગનાં શાસ્ત્રો, તેનું તાત્પર્ય વીતરાગતા (છે). તો એ “વીતરાગતા” કેમ થાય? કે: સ્વનો આશ્રય કરે તો થાય. એનો અર્થ જ એ આવ્યો કે “સ્વનો આશ્રય” તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. આહા. હા! શું થાય?
(અહીંયાં કહે છે:) “જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.” પોતાની ભાવના માટે (શાસ્ત્ર) કર્યું પણ એવા જે હોય તે પોતે જ પ્રતિક્રમણ છે એમ કીધું. તપોધન મુનિ, વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય આનંદ, તેમાં જે રમે છે, નિજધામમાં જેણે રમતું માંડી છે તે તપોધન પોતે પ્રતિક્રમણ છે. એ (પોતે) પ્રતિક્રમણસ્વરૂપ જ છે. આહા.. હા ! સમજાણું કાંઈ ?
(ભાવનાસ્વરૂપ) આચારમાં “જે (પરમ તપોધન) સહજવૈરાગ્યભાવનારૂપે”-પરથીરાગથી સહજ વૈરાગ્ય છે અંદર. આહા.... હા
* સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવું અનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે; એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ – પ્રવચન નવનીત: ભાગ-૨
પુણ્ય-પાપના અધિકાર' માં આવે છે ને...! કે: પુણ્ય-પાપના ભાવથી ખસી જવું એ વૈરાગ્ય છે. પુણ્ય-પાપના ભાવથી હુઠીને ખસી જવું એ વૈરાગ્ય છે. આમ બાયડી છોકરાં છોડ્યાં ને કુટુંબ છોડ્યું ને ફલાણું (છોડ્યું) એ વૈરાગ્ય નથી. એને જે શુભભાવ જે રાગ આવે એનાથી પણ હુઠી જવું એનું નામ વૈરાગ્ય છે. સમજાણું કાંઈ ?
સવારે એક કલાક આવ્યું હતું ઝીણું અને આ પળ વળી પાછું ઝીણું. આહા... હા! થાય, ભાઈ ? અરેરે! દુઃખી દુનિયા. એને દુઃખની ખબરું ય ન મળે. અને કેમ શાંતિ મળે. કોની તરફ જવાથી ધર્મ મળે? –એની ખબરું ય ન મળે.
ભગવાન (આત્મા) તો અકષાય સાગરથી ભર્યો છે. અકષાય-શાંતિસાગરનો નાથ ભગવાન છે. પૂર્ણ અકષાય, પૂર્ણ વીતરાગ, જિનસ્વરૂપે બિરાજે છે. પૂર્ણ શાંતરસનો સાગર પ્રભુ છે. એની સેવના સિવાયનું બધુંય અનાચાર છે. આહા.... હા! “એની સેવના' એટલે એની ભાવના-એકાગ્રતા.
છે! સહજવૈરાગ્યભાગનારૂપે “પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે”_સહજપણે રાગથી વિરમીને સ્વરૂપમાં રમે છે. આહા.... હા ! સહજપણે (રાગથી) વિરમે છે, હુઠથી નહીં-એમ કહે છે. સમજાણું કાંઈ? આહા... હા ! સ્વાભાવિક વૈરાગ્યભાવનારૂપે (પરિણમે છે).
વિ. સં. ૧૯૬૭-૬૮ની વાત હશે. ભાવનગરમાં એક ફેરી ધ્રુવનું નાટક જોયું હતું. અન્યમતિમાં ધ્રુવ-પ્રહલાદ આવે છે. એની મા મરી ગયેલી. એનો બાપ નવી પરણ્યો. આ પોતે પછી સાધુ-બાવો થયો. વનમાં આમ કરીને (ટેકો કરીને તપસ્યા કરવા) બેઠો. ઉપર (સ્વર્ગ) થી બે ઇન્દ્રાણીઓ ઊતરે છે. એને લલચાવે છે કે, હું ધ્રુવ ! આ અમારાં શરીર તો જુઓ: માખણ જેવાં શરીર સુંદર રૂપાળાં, શરીરના આ બધા અવયવો! આમ અંગ અંગ બતાવે ને આમ બતાવે ને આમ બતાવે. ત્યાર પછી ધ્રુવ એટલો જવાબ આપે છે. માતા ! મારે જો ભવ કરવાનો હશે તો કોલકરારથી કહું છું કે તારી કૂખે આવીશ. બાકી બીજું હુરામ છે હોં ! તારી બીજી વાત મને લલચાવી શકે નહીં. એ લોકો એવા વૈરાગ્ય કરતા હતા. આવું નાટકમાં આવતું. આહા.. હા! અત્યારે તો ફિલ્મ કાળા કેર કરી નાખ્યા છે.
અહીં આપણે “આ” ધ્રુવની વાત કરવી છે હોં! (ત્યાં) એ જાતની દષ્ટિ નહીં અને તત્વની તો કાંઈ ખબર ન હોય. (અહીંયાં) આ તો સહજ વૈરાગ્ય છે. આહા... હા! અંતરના આનંદના ઊમળકા આવતાં રાગથી ખસી જાય છે, સહજપણે ખસી જાય છે. અંદર અતીન્દ્રિય આનંદના સ્વાદમાં, ધર્મી રાગના વિકલ્પથી સહેજે ખસી જાય છે. આહા... હા! એવા રાગના અભાવસ્વભાવરૂપે પરિણમ્યો થકો, થયો થકો ( સ્થિર થાય છે).
બાપુ! મારગડા જુદા બહુ બાપુ! વીતરાગ જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથ પરમેશ્વરની વાણીમાં ‘આ’ માર્ગ આવ્યો. અરે ! દુનિયાને સાંભળવા મળે નહીં. એ ક્યાં જઈને ઉતારા કરશે? અહીં સાંભળવા મળે તો એને ખ્યાલમાં એમ આવે કે કંઈક માર્ગ કોઈ જુદો છે આ તો.
“સહજ વૈરાગ્યની ભાવનારૂપે પરિણમ્યો થકો” – વીતરાગભાવે પરિણમ્યો થકો, રાગથી વૈરાગ્ય અર્થાત્ ઉદાસીનરૂપે પરિણમ્યો થકો- “સ્થિર ભાવ કરે છે.” અંતરમાં-આનંદમાં સ્થિરતા જામી જાય છે. આહા.... હા !
આ છોકરા રોટલી ખાતા હોય અને પછી નાના બેચાર સાકરના ગાંગડા આપે પછી છોકરાઓ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૭ ખાય અને ઓલી સાકર ભીની થઈ હોય અને માખી આવે, તેને ખાવા બેસે પછી છોકરી ફરીને ગાંગડો ઉપાડે ત્યારે માખીની પાંખ પણ દબાઈ જાય ઓલા (ગાંગડા) માં. પછી ચોટેલી હોય ને તો ઝટ ઊડે નહીં. આ (સાકરના) સ્વાદ આગળ પાંખ તૂટી જાય પણ માખી ત્યાંથી ખસે નહીં. એમ જેને આનંદના-સાકરના સ્વાદ આવ્યા, તે રાગના વિકલ્પથી તદ્દન હઠી ગયો છે તેને એ શરીર તૂટી જાય ને ભંગ થઈ જાય તોપણ દરકાર નથી. ઉપસર્ગ ને પરિષહુ અનેક આવે પણ તે ધર્મીને અડતા નથી. આહા... હા... હા ! બહારમાં ઉપસર્ગ ને પરીષહુના ઢગલા આવે છતાંય, પોતે આનંદનો સ્વાદિયો ત્યાંથી (આનંદથી) ખસતો નથી. જેમ એ માખી ઊડતી નથી (તેમ). સમજાણું કાંઈ ? આવો છે માર્ગ, બાપુ ! હજી એને ઓળખાણે ય ન મળે, એનું જ્ઞાને ય ન મળે (તો) શ્રદ્ધા તો ક્યાંથી લાવવી? અને સ્થિરતા તો ક્યાં ય રહી દૂરની વાત ).
આહા.... હા! (સહજવૈરાગ્યભાવનારૂપે) પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, “તે પરમ તપોધન - બીજો નહીં, એમ. અતીન્દ્રિય આનંદના સ્વાદમાં જામી ગયો છે એવો તપોધન જ-મુનિ “પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો”—હવે, (પહેલાં જે) “સ્થિરભાવ' કહ્યો તે શું છે (તે) કહે છે. તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો, પરમ વીતરાગની એકાગ્રતાપણે પરિણમ્યો છે. આહા. હા! વીતરાગભાવપણે અંદર પરિણમ્યો છે, કેમકે પ્રભુ પોતે આત્મા વીતરાગસ્વરૂપ છે; એની ભાવનાપણે વીતરાગભાવે પરિણમ્યો છે.
આહા... હા! “સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે”—લ્યો! તે સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે (અર્થાત ) તે પ્રતિક્રમણસ્વરૂપ જ છે. સમજાણું કાંઈ ?
ભાવ તો આકરા છે, ભાઈ ! અનંતકાળનો કોઈ દી અભ્યાસ નહીં. આ દુનિયાના અભ્યાસમાં મરી ગયો! એલએલ. બી. , એમ. એ. , ડૉકટર. - (એવાં ) મોટાં પૂંછડાં વળગાડયાં. દુઃખના રસ્તે વયો ગયો.
તે (પરમ તપોધન) જ સ્વાભાવિક નિશ્ચયપ્રતિક્રમણમય છે. “પ્રતિક્રમણવાળો છે” એમેય નહીં; પ્રતિક્રમણમય જ છે, એમ. આનંદના સ્વાદમાં એટલો મશગૂલ થઈ ગયો છે કે પ્રતિક્રમણસ્વરૂપ જ છે. પાપ (અને પુણ્ય) થી હુઠી ગયો છે અને સ્વરૂપમાં ઠરી ગયો છે. આહા... હા! આમાં કંઈક શાસ્ત્રના બહુ જાણપણાની જરૂર છે? કે એવું કાંઈ છે નહીં. આહા... હા! અંદરમાં જઈને ઠરવું, (બસ!) એ સહુજ પ્રતિક્રમણમય આત્મા છે.
અહીં (સંપ્રદાયમાં) તો પડિકમણું સાંજે કરે એટલે બસ! અમે પડિકમણું કરી આવ્યા. શું પડિકમણ? કોને કહેવું પણ? મિથ્યાત્વનું સેવન કરે-રાગ આવે અને એમ માને કે મેં ધર્મ કર્યોમિથ્યાત્વનું સેવન કરે અને માને કે અમે પ્રતિક્રમણ કર્યું. અરે ! શું થાય, બાપુ !
(... શેષાંશ પૃ. ૨૩૮ ઉપર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
[ હવે આ ૮૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં મુનિરાજ બે શ્લોક કહે છે: ]
(માતિની). अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा। निजशममयवार्भिर्निभरानंदभक्त्या स्नपयतु बहुभिः किं लौकिकालापजालेः।। ११३।।
[ શ્લોકાર્થઃ ] આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, સ્ફરિત સહજ જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (-ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપાળોથી શું પ્રયોજન છે ( અર્થાત્ બીજા અનેક લૌકિક કથનસમૂહથી શું કાર્ય સરે એમ છે )? ૧૧૩.
આહા. હા! “આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલાં” કેવો છે પ્રભુ! આ આત્મા? કે: નિજ પરમાનંદરૂપી અદ્વિતીય-અજોડ અમૃત, એના અમૃતની હારે કોઈને મેળ કરાય એવી (કોઈ) ચીજ નથી. આહા... હા ! આત્મા નિજ પરમાનંદરૂપી અજોડ અમૃતથી ગાઢ ભરેલો છે, ત્રિકાળ... હોં! અને તે “સ્કુરિત” છે. “સહજ જ્ઞાનસ્વરૂપ” અંદર સ્કુરિત જ છે, પ્રકટ જ છે. –એમ આ વાત પર્યાયની નથી. આહા. હા! અતીન્દ્રિય આનંદથી ભરેલો, ગાઢ ભરેલો- એમ. પોલો નહીં. આ દૂધમાં ઉફાણ-ઊભરો આવે એ બધું પોલું આવે. દૂધ પાંચ શેર હોય એમાં ઊભરો આવે ત્યાં તે કાંઈ વધીને દશ શેર થઈ ગયું છે એમ નથી. આ (આત્મા) તો અમૃતથી ગાઢ ભરેલો ભગવાન; (એ) પોલો નથી. આહા... હા! ભગવાન આત્મા અતીન્દ્રિય અમૃતના સાગરથી ગાઢ ભરેલો (છે). ત્યાં પોલાણ નથી (ક્યાંય). જેમ રત્નનો કરંડિયો પૂરો હોય છે તેમ અમૃતના સાગરનો કરંડિયો ભગવાન છે. અમૃતથી ગાઢ ભરેલો, પ્રગટ સહજ જ્ઞાનસ્વરૂપ, પ્રગટ એટલે સહુજ સ્વરૂપ જ્ઞાન અંદર શક્તિ-સ્વભાવરૂપે પ્રગટ જ છે. એ તો પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત પણ પોતાની એપક્ષાએ એ તો વ્યક્ત-પ્રગટ જ છે. આહા.... હા! ભગવાન પોતાના જ્ઞાનસ્વરૂપે પ્રગટ બિરાજમાન છે.
(સ્ફરિત (પ્રગટ) સહજ ) જ્ઞાનસ્વરૂપ “આત્માને નિર્ભર (-ભરચક)” – હવે, શું કહે છે? આવો જે ભગવાન અતીન્દ્રિય અમૃતના સાગરથી ગાઢ ભરેલો પ્રભુ (ને) “આનંદ-ભક્તિપૂર્વક”. ભાષા તો જુઓ! એની ભક્તિ કેવી? કે: આનંદમય ભક્તિ. આહા... હા... હા! ભરચક-નિર્ભર આનંદ-ભક્તિપૂર્વક. - પાછું જોયું! પોતે તો (અમૃતથી ગાઢ) ભરેલો છે. પણ એની ભક્તિ પણ ભરચક આનંદ (પૂર્વક), ભક્તિપૂર્વક ભરેલી છે. પરમ આનંદરૂપ થવું, એ નિશ્ચયભક્તિ છે. વ્યવહારભક્તિ-દેવ, ગુરુ, શાસ્ત્રની એ તો વિકલ્પ છે, એ દુઃખ છે. અને આ ભગવાન અમૃતથી ભરેલો એની પરમ આનંદ-ભક્તિ-આનંદની ભક્તિ, એમ કહ્યું (એટલે કે) પરમ આનંદ દશા પ્રગટ થઈ. આનંદ-ભિક્તપૂર્વક “નિજ શમમય જળ વડે” પોતાના વીતરાગસ્વભાવ દ્વારા, સમતાના જળ વડે “સ્નાન કરાવો”- આત... હા! લ્યો, આ કરવાનું કહ્યું !
શ્લોકો કેવા કર્યા છે. જુઓ ને...! આહા... હા! (શ્રોતા ) પવિત્ર તત્ત્વ છે તો વળી સ્નાન શું? (ઉત્તર) “સ્નાન કરાવો' એટલે (પવિત્રતા) પ્રગટ કરો એટલે પર્યાયમાં મલિનતાનો નાશ થઈ જાય, એમ. પર્યાયમાં આનંદ-ભક્તિથી સ્નાન કરાવો. વસ્તુ તો વસ્તુ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૩
૨૩૯
આહા... હા! આવી વાતું!! હવે આ બહારમાં માનીને બેસવું કે આ વ્રત પાળ્યા ને ઢીંકણું કર્યું ને વર્ષીતપ કર્યાં ને! -ધૂળેય નથી. બધાં ઝેરનાં પ્યાલાં છે.
અહીંયાં તો અમૃતમય ભક્તિ. ભરચક આનંદ-ભક્તિપૂર્વક આત્માને નિર્ભર–ભરચક નિજ શમરસ જળ વડે (સ્નાન કરાવો ). એ ‘ આનંદ-ભક્તિ' કેવી છે? વીતરાગભાવ જળ વડે એની પર્યાયમાં સ્નાન કરાવો. એટલે ત્યારે અશુદ્ધતા ટળે અને શુદ્ધતા છે તે પ્રગટ થાય છે, એમ.
=
แ
-શું કહ્યું એ ? મુનિ કહે છે: “ બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે? ” ભાઈ ! એ વ્યવહા૨ની-વિકલ્પની બધી લૌકિકજાળો (છે). વ્રત ને તપ ને ભગવાનની ભક્તિ ( એ ) બધી લૌકિક જાળ છે. આહા... હા! બહુ કહેવું-બોલવું, ( એ ) લૌકિક આલાપજાળ (છે ). (‘સમયસાર ’ કળશ-૨૪૪માં) આવ્યું હતું ને...! “ અતમતમ. ” એ ભાષા અહીં પોતે (ટીકાકાર મુનિએ ) વાપરી છે: બહુ કહીને શું કહેવું, ભાઈ? એ આલાપજાળથી શું પ્રયોજન છે? બહુ કહેવાના ક્શનથી શું પ્રયોજન છે? “ અર્થાત્ બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે?” આહા... હા! વ્યવહારક્રિયાકાંડ અને વ્રતાદિથી આત્માનું કાર્ય શું સરે એમ છે? એ બધું તો લૌકિક છે. આહા... હા! આ લોકોત્તર કાર્ય છે-ભરચક આનંદ-ભક્તિ (વર્ડ) આત્માને શુદ્ધ કરો-પર્યાયમાં હોં! આહા... હા! આ લોકોત્તર સ્નાન છે. ભરચક આનંદસ્વરૂપ તેને પર્યાયમાં ભરચક આનંદ-ભક્તિથી શુદ્ધ કરો. અહીં આવી વાતો !! આ ભક્તિ-આનંદસ્વરૂપ
પ્રભુ;
ભગવાનમાં એકાગ્ર થઈને આનંદની ભક્તિ કરો એ ભક્તિ.
(ભક્તિમાં ) ઢોલ વગાડે... અરે, બાપુ! એ શું છે, ભાઈ? એ ક્રિયા તો આત્મા કરતો નથી. પણ અંદર રાગ થયો એ આત્માનું કર્તવ્ય નથી. (લોકો ) એમ કહેઃ હળવે હળવે ચલાય ને! કે એકદમ કંઈ ચલાતું હશે ? અહીં તો કહે કેઃ એક્દમ નહીં (કે) હળવે... આ જ માર્ગ છે!
અંદર અતીન્દ્રિય આનંદની ભરચક ભક્તિ કર! એ ભગવાનની ભક્તિ છે. (બીજાથી ) શું કાર્ય સરે એમ છે? બાકી વ્યવહારનાં કથનો ગમે તે કરો અને રાગની જાળ ગમે તેટલી ઊભી કરો તેથી આત્માનું શું કાર્ય સરે? આહા... હા! ભરચક અતીન્દ્રિય આનંદ-ભક્તિથી આત્માની ભક્તિ કરે તો આત્માનું કાર્ય-આનંદનું કાર્ય સરે. આહા... હા ! આવી વાતું!!
આ શાસ્ત્ર ક્યાં અહીં સોનગઢનું બનાવેલું છે? આ તો પહેલાનું છે. અંદર ઘણું બધું પડયું છે. આહા... હા! “ બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે?” બીજો શ્લોક:
(... શેષાંશ પૃ. ૨૪૦ ઉ૫૨ )
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
| (ગ્નપથરી ) मुक्त्वानाचरमुच्चैर्जननमृत करंसर्वदोषप्रसंगं स्थित्वात्मन्यात्मनात्मा निरूपमसहजानंददृग्ज्ञप्तिशक्तौ। बाह्याचारप्रमुक्तः शमजलनिधिवार्बिन्दुसंदोहपूत: सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्धसाक्षी।। ११४ ।।
[ શ્લોકાર્થ:- ] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરૂપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (-સનાતન) આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
“જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વદોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને – જે આત્મા જન્મ-મરણને કરનારા, એ શુભભાવ પણ જન્મ-મરણના કરનારાં છે, એ બધા–સર્વ દોષો છે. આહા... હા! આવી વાતું છે!! વ્યવહારરત્નત્રયનો ભાવ એ દોષ છે!
વ્યવહારરત્નત્રય તે કારણ અને નિશ્ચય તે કાર્ય. (એમ) શાસ્ત્રમાં “તત્ત્વાર્થરાજવાર્તિક' માં પણ કાર્યના બે કારણ લખ્યાં છે! પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, બાપુ! શું થાય ? તત્ત્વાર્થરાજવાર્તિક માં “કાર્યના બે કારણ-ઉપાદાન ને નિમિત્ત' કહ્યા, તે તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, બીજી ચીજ સાથે હતી, બસ! એટલું. તેથી (નિમિત્તથી) કાર્ય થયું છે? (એમ નથી), કાર્ય તો ઉપાદાનથી જ થયું છે. એને શુદ્ધને ઉત્પન્ન કરવાની નિજક્ષણ છે, એ નિમિત્તને લઈને નથી. સ્વભાવને આશ્રય (જે) વીતરાગપરિણતિ પ્રગટી છે તે નિજક્ષણ છે, તેને ઉત્પન્ન થવાનો એ કાળ છે. નિમિત્તને લઈને (તે વીતરાગપરિણતિ) ઉત્પન્ન થઈ છે તેમ નથી. પણ ફક્ત નિમિત્ત જોડે છે તેનું જ્ઞાન કરાવવા “બે કારણનું કાર્ય' કહેવામાં આવ્યું છે. હવે, આવા અર્થ ન સમજે તો શું થાય ? અને વાણિયાને આ ( સમજવાની ) દરકારેય નથી, એમ ને એમ પડ્યા એ પડ્યા રહે વાડામાં, (વ્યર્થમાં) જિંદગી પૂરી થઈ ને હાલ્યા જવાના.
કીધું નહોતું ? લાઠીમાં અઢાર વર્ષની એક બાઈ. બે વર્ષનું પરણેતર. અમે એક વખતે
કીધુ. જોયેલી, એને શીતળાનો રોગ થયો. દાણે દાણે ઈયળ. એ બાઈનું આમ પડખું ?
પડખું ફરે ત્યાં હજારો ઈયળ આમ ખરે અને આમ પડખું ફરે તો (પણ એમ થાય ). બાઈ બિચારી કહે: બા ! મેં આ ભવમાં આવાં પાપ કર્યા નથી. આ મારાથી સહન થતું નથી, પડખું ફરે ત્યાં અગ્નિ બળે છે, આમ ફરે તો અગ્નિ બળે છે અને અંદર ઈયળો ચટકા-બટકા ભરે છે ! એ તો શરીરની અવસ્થા હતી. એણે એણે (પૂર્વે) રાગ કર્યો હતો.... તે (હવે) રાગને ભોગવવાનો. નાની ઉંમરની હતી, બિચારી હોં! એમાં ને એમાં મરી ગઈ. હેઠે તળાઈ પાથરી હતી. તળાઈ તે શું કરે? અહીં (શરીરમાં) જ્યાં કાણાં પડ્યાં ને જ્યાં ઈયળો પડી ત્યાં નીચે તળાઈ શું કરે, બાપુ? આહા... હા ! એવાં દુઃખોને પણ અનંતવાર સહન કર્યા છે, પ્રભુ! શુભની ક્રિયા એ પણ અનંતવાર કરી છે. પણ આત્મા શુભાશુભભાવથી ભિન્ન છે એના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ - ૨૪૧ અંદરમાં ગયો નથી, એ દરબારમાં પેઠો નથી; ભિખારાવેડામાં એ રખડ્યો છે. આહા. હા! ભગવાન ભિક્ષા માગે છે! રાગની ભિક્ષા માગે છે. રાગ કંઈ આપો. રાગ કરું તો લાભ થાયઅરે! ભિખારી.
અહીંયાં કહે છે: “જે આત્મા જન્મ-મરણ ને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા”- એમાં શુભભાવ પણ સર્વ દોષોનો પ્રસંગ છે.
આહા... હા! આવી વાત આકરી પડે. પછી (લોકો) સોનગઢને એમ કહે. નેસોનગઢમાં આમ છે ને આમ છે. બાપુ! કહો, ભાઈ ! માર્ગ તો આ છે, ભાઈ ! અને તે તારા હિતનો પંથ છે આ. બાકી અનંતકાળ દુઃખી થઈને મરી ગયો છે.
અહીંયાં કેટલા શબ્દ વાપર્યા જન્મ-મરણને કરનારા, સર્વ દોષો-જોયું! એ પુણ્ય અને પાપ સર્વ દોષ, અને પ્રસંગવાળા-એનો (પુણ્ય પાપનો) સંગ કર્યો, સહવાસ કર્યો, સંબંધ કર્યો, જોડાણ કર્યું એનાથી રખડી મર્યો છે.
... વિશેષ કહેશે.
* * *
પ્રવચનઃ તા. ૨૪-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા ૮પનો શ્લોક-૧૧૪. “જે આત્મા જન્મ-મરણને કરનારા” – જન્મ અને મરણ, ચોર્યાશીના અવતાર કરનાર “સર્વ દોષો” – એ બધા શુભ અને અશુભભાવ જન્મ-મરણને કરનારા સર્વ દોષ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગવાસના, એ તો પાપ છે, જન્મ-મરણને ઉત્પન્ન કરનારા (છે જ.) પણ (જે) દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ ભાવ છે એ પણ જન્મ-મરણને કરનારા દોષ છે. એ “સર્વદોષોના” –શુભ અને અશભના અસંખ્ય પ્રકાર (એના) “પ્રસંગવાળા” – દોષોના સંગ, સંબંધ, સહવાસ, એટલે કે શુભ રાગનો સહવાસ, સંગ અને શુભરાગમાં જોડાણ, એ બધા જન્મ-મરણને કરનારા છે એવા
અનાચારને” –એ બધા અનાચાર છે. આહા... હા! જે પાંચ મહાવ્રત અને વ્યવહાર સમિતિ, ગુતિને લોકો ધર્મ કહે છે (તેને) અહીં કહે છે કે તે રાગ છે, અનાચાર છે.
એક તો સમસ્ત દોષ અને તેનો સંગ-સહવાસ-પરિચય વારંવાર અનંતકાળથી કર્યો છે. એવા સંગવાળા (–પ્રસંગવાળા) અનાચારને “અત્યંત છોડીને” – અહીંયાં તો નિશ્ચયપ્રતિક્રમણ છે ને...! પહેલાં સમસ્ત રાગથી આત્માને ભિન્ન કરીને આત્માના આનંદની ભાવના કરવી એ તો પ્રથમ ભેદજ્ઞાનની દશા છે. (પણ અહીં એથી વિશેષ વાત છે).
(આત્મ) સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન (છે). આત્મા “નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાનવીર્યવાળો” (છે). આહા... હા! કેવો છે આત્મા અંદર? કેઃ સહજ આનંદ, સહજ દર્શન,
સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક વીર્ય (વાળો છે). અનંત ચતુષ્ટય લીધું. આહા.... હા! અંતર આત્માના સ્વભાવમાં બેહદ-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન છે. જેનું ધ્રુવસ્વરૂપ, એમાં અનંત આનંદ આદિ ભરેલો છે. –એવા અનંત આનંદ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય-એવાળા- એ આ ચાર ગુણ આદિવાળા “આત્મામાં ”–આત્મા એને કહીએ. (એમ) કહે છે કે જેમાં અતીન્દ્રિય-અનાકુળ આનંદ અનંત ભર્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
સ્વભાવ છે ને....! સ્વભાવની મર્યાદા શું હોય? આહા... હા ! સ્વભાવ તો અમાપ છે. જેનું માપ અપરિમિત છે. આહા.... હા! એવો જે આનંદ, જ્ઞાન, દર્શન અને વીર્ય સ્વભાવવાળો આત્મા; આવા આત્મામાં “આત્માથી સ્થિત થઈને” એટલે કે નિર્વિકારી સ્વરૂપમાં નિર્વિકારી પરિણતિથી સ્થિત થઈને, એમ. આવી વાત છે! ધર્મ ‘આ’ છે!
અનંત જ્ઞાન-આનંદસ્વરૂપ પ્રભુ; એમાં વર્તમાનમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગી પરિણતિ દ્વારા- એ આત્મા દ્વારા-આત્મામાં (અર્થાત્ ) “આત્મામાં આત્માથી” – “થી થકી' છે ને અપાદાન છે ને...! “થી' (એટલે આત્માથી) “સ્થિત થઈને ”_આહા... હા! આવી વાત !!
અનંત આનંદવાળો આત્મા. એમાં આત્માથી સ્થિર થઈને એટલે કે જેટલા પુણ્ય-પાપના વિકલ્પ છે એ તો અનાચાર છે, એને છોડીને, સ્વરૂપમાં જે સ્થિર થાય છે તે વીતરાગદશા, એ આત્મા છે. એમ
અહીંયાં આત્મામાં આત્માથી–શુદ્ધ ચૈતન્યમાં, શુદ્ધ ચૈતન્યની પરિણતિ દ્વારા સ્થિત થઈને. (શ્રોતાઃ) પરિણતિને આત્મા કીધો? (ઉત્તર) એ પરિણતિને અત્યારે (આત્મા) કીધો ને...! શુદ્ધપરિણતિ છે ને એની? એ દ્વારા, આત્મામાં આત્માથી, એટલે વીતરાગી પરિણતિથી. આત્મા અતીન્દ્રિય વીતરાગસ્વરૂપ છે. આનંદ અને શાંતિ ભરચક ભરેલાં છે. અને વર્તમાનમાં શાંતિ અને નિર્મળ વીતરાગપર્યાય દ્વારા (એટલે કે એ આત્માથી) આત્મામાં સ્થિત થઈને. આહા.. હા! આ આનું નામ ધર્મ. અને આનું નામ સાચું પ્રતિક્રમણ. એનું નામ સત્ય સામાયિક.
અનાદિથી જેની રમતું એક સમયની દશા-પર્યાયમાં છે, જે વિચાર આદિની વર્તમાનપર્યાય-દશા વ્યક્ત-પ્રગટ છે એમાં જ જેની અનાદિથી રમત છે એટલે એણે અંદર વસ્તુમાં ડોકિયું કર્યું નથી (માટે) એને આવો આત્મા બેસવો (કઠણ છે).
અતીન્દ્રિય અનંત આનંદસ્વરૂપ ભગવાન; એમાં એકાગ્ર થઈને “બાહ્ય આચારથી મુક્ત થયો થકો ”—એ વ્યવહારના જેટલા દયા, દાન, વ્રતાદિના વ્યવહારનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા વ્યવહારના આચારથી, –બાહ્ય કહો કે વ્યવહાર કહો
બાહ્ય આચારથી મુક્ત થયો થકો” (એટલે કેઃ) અહીંયાં તો બાહ્ય આચાર જે બધો વિકલ્પ છે. એ બધાં બંધનાં કારણ છે, એથી જેને અબંધપરિણામ પ્રગટ કરવા છે તે અબંધસ્વભાવી ભગવાનનો આશ્રય લઈને અબંધપરિણામથી અંદર સ્થિર થાય છે, તે બાહ્ય આચારથી છૂટી જાય છે, મુક્ત થાય છે. આમ સમજાય એવું વ્યાખ્યાન) છે. “મુક્ત થયો થકો ” એટલે અતીન્દ્રિય આનંદમાં ઊંડે ઊંડ જઈને ઠરે છે એટલે બાહ્યના લક્ષવાળા જે વિકલ્પો એમાંથી છૂટી જાય છે. આવી વાત!! સમજાણું કાંઈ? “બાહ્ય આચાર” એટલે “વ્યવહાર આચાર” થી મુક્ત થયો થકો, નિશ્ચયસ્વરૂપના આચારમાં સ્થિર થયો થકો અને વ્યવહારના આચારથી મુક્ત થયો થકો.
આ દેહની ક્રિયા નહીં; આ તો કાળે ભણવું-વિનયથી વાંચવું આદિ જ્ઞાનાચાર; નિશંક આદિ સમકિતના આચાર; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ એ તેર વિકલ્પ ચારિત્રના આચાર; બાર પ્રકારનાં તપના વિકલ્પ (એ) તપના આચાર, વીર્યને અશુભમાં જતું હતું તેને શુભમાં (યોજવાનો વિકલ્પ એ વીર્યાચાર); અને દયા, દાન, વ્રતાદિ (ના સધળાય વિકલ્પ) – એ પણ અનાચાર છે. એ અનાચારથી મુક્ત થઈ, સ્વરૂપમાં લીન થઈ, “શમરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ – ૨૪૩ આહા... હા! આ પંચમ આરાના સંતની વાણી છે! એમ કે આ તો ચોથા આરાના માટે છે, એમ (કોઈ કહે તો તે સત્ય નથી). માર્ગ તો “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ”. આહા... હા! શું થાય? ( સંપ્રદાયમાં) આખી વાત ફરી ગઈ છે ને...!
કહે છે કેઃ ભર્યા ભંડાર ઘરમાં પડ્યા છે. અનંત આનંદ, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા-એવામાં સ્થિર થઈને, (અર્થાત્ ) એવો જે આત્મા એમાં સ્થિર થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો અને અંતર આચારથી સહિત થયો થકો.
આહા... હા! આવી વાતો છે!! કઠણ પડ માણસને. (એનો ) અભ્યાસ નહીં અને બહારનો અભ્યાસ. બીજી (વિપરીત) પ્રરૂપણા. આખી બીજી શ્રદ્ધા.
અહીંયાં તો કહે છે કે જે બાહ્યાચાર છે તે આત્માથી વિરુદ્ધ-વિપરીત છે. એ પંચ મહાવ્રતના પરિણામ એ બધા વિપરીત છે, એ આત્માના આચારથી વિપરીત છે. (શ્રોતાઃ) નિશ્ચયથી? (ઉત્તર) નિશ્ચયથી એટલે વસ્તુસ્થિતિથી જ વિપરીત છે. વસ્તુસ્થિતિ એ નથી. વ્યવહારના રાગનો ભાવ, એ વસ્તુનું સ્વરૂપ જ નથી; એ એના (વસ્તુ ) સ્વરૂપની પરિણતિમાં ય નથી. સ્વરૂપ નથી એટલે સ્વરૂપની પરિણતિ પણ એવી છે કે જેમાં વ્યવહાર આચાર છે નહીં. આહા... હા! સમજાણું કાંઈ? (શ્રોતા ) વ્યવહારવાળા વાંધો જ કાઢે ! (ઉત્તર) (ભલે) કાઢે. બીજું શું છે હવે એમાં. આ તો (સનાતનો માર્ગ છે. આ કાંઈ અત્યારનો છે? આ તો પહેલેથી-હજારો વર્ષોથી હાલ્યો આવે છે. આ (વાત) શાસ્ત્રમાં છે કે નહીં? (એ) કાંઈ ઘરની કલ્પના છે?
આહા.. હા? આત્મા જેવી સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ જ નથી. એવો જે ભગવાન આત્મા; એને જ્ઞાનમાં બરાબર જાણીને નિર્ણય કરી અને અંતરમાં ઠરવું; અને વ્યવહાર આચારથી છૂટી જવું, મુક્ત થવું; (એ જ એકમાત્ર સુખનો પંથ છે ). | જિજ્ઞાસા: તો મંદિર શું કામ બનાવ્યાં?
સમાધાન કોણે બનાવ્યાં છે? રામજીભાઈએ ધ્યાન રાખીને કર્યો એમ હશે ? એમ નિમિત્તથી કહેવાય. બાકી તો જે કાંઈ એ પરમાણુની પર્યાય ભગવાનની પ્રતિમાની) અને મંદિરની જે ક્ષણે એની જન્મક્ષણ હતી, તે ઉત્પત્તિના કાળે, એના કારણે એની ઉત્પત્તિ થઈ છે.
અંગ્રેજીમાં એક કાગળ આવ્યો છે. લખ્યું છે કે તમારા તરફથી પોતૂર હિલમાં કુંદકુંદાચાર્યના તીર્થની પ્રસિદ્ધિ થઈ. તમે આ બહું સારું કર્યું છે. તીર્થને પ્રસિદ્ધિમાં લાવ્યા. તો નજીકમાં એક તીર્થ છે ત્યાં પ્રતિમા છે, ચમત્કારિક છે, રોગ મટાડે છે ને ફલાણું છે, આ તીર્થની પ્રસિદ્ધિ કરો. અહીં કહે છે કે એ બહારની પ્રસિદ્ધિ કોણ કરે? બાપા! એ તો જે કાળે થવાનું હોય અને એવા જોગવાળો હોય અને વિકલ્પ આવ્યો હોય તો એને વિકલ્પને નિમિત્ત કહેવાય. એ શાસ્ત્રરચના, પ્રતિમાનું પધરાવવું, એ બહારની ચીજ, એ કાંઈ આત્માની ક્રિયા છે? એ શુભભાવની ક્રિયા (આત્મામાં) થાય માટે તે બાહ્યની ક્રિયા (કાર્ય) થાય, એમ છે? અંદર શુભભાવ ભગવાનની ભક્તિ આદિનો આવ્યો હોય તેથી કરીને એ (બાહ્યમાં) ક્રિયા થાય છે? પ્રભુ! આ તો માર્ગ આકરો છે, બાપા ! બહુ ફેર.. ઘણો ફેર, ભાઈ !
અરેરે ! મરણ ટાળે એની પાસે કોઈ નહીં રહે, એ પોતે છે એ આત્મા રહેશે. એને ચારેકોરથી (પ્રતિકૂળતા આવશે). અત્યારે એને એક થોડું છોડવું કઠણ પડે! (પણ) દેહ છૂટવાને ટાણે એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ બધું છોડશે. શરીરના અવયવો કામ નહીં કરે, શ્વાસ નહીં ચાલે, બધાં કુટુંબી ભેગાં થયાં હશે, જોયા કરે આમ શું કરવું? આપે છે કાંઈ? આપી દેવાના છે? આહા... હા! જ્યાં ભંડાર ભર્યા છે ત્યાં સામું જોતો નથી અને જેમાં પોતે નથી એની સામું જોઈને “મારું કાંઈ સારું થાય, કલ્યાણ થાય અથવા આ મરણનાં દુઃખો (ભોગવવા ન પડે” એવી આકાંક્ષા રાખે. પણ) એક ક્ષણમાં બધું આમ ફડાક દઈને છૂટી જશે- એ મકાન ને દુકાન ને પૈસા ને એના ખાટલા ને ઘરવખરી-ફર્નિચર ને..! આહા.. હા!
મુંબઈમાં એક ભાઈને ત્યાં સાંજે આહાર કરવા ગયા હતા. મકાનમાં પાંચ લાખ રૂપિયાનું તો એકલું ફર્નિચર હતું. ઓરડે ઓરડ મખમલ પાથરેલા. ત્યાં મને તો એમ થાય કે: અરેરે ! અહીંથી (ઍને) છૂટવું આકરું પડશે. આહા... હા! બહારની વૃત્તિમાં એકાકાર થઈ ગયેલો. ભગવાન પોતે ક્યાં છે અંદરથી જુદો? એની ખબરેય ન મળે. અરે, પ્રભુ! ક્યાં રજકણ અને
ક્યાં (આ ભગવાન) ! અરે ! (જેને) રાગની હારે પણ (જ્યાં સંબંધ નથી, તો પછી આ મકાન ને દુકાન ને વેપાર ને, ફર્નિચર ને મખમલ એ તારાં ક્યાંથી થઈ ગયા ?)
અહીંયાં કીધું ને...! શુભરાગના પ્રસંગવાળો એ આત્મા છે? (એમ નથી). શુભરાગના પ્રસંગ એ તો બધા દોષો છે. (અનાચાર છે ). આહા... હા!
અકસ્માત.... એકદમ અંદર ફૂ.. જાણે કે અંદર તો આ શું થયું? અત્યારે તો જુઓ ને..! માણસો નાની નાની ઉંમરમાં હાર્ટફઈલ કેટલાં થઈ ગયાં. પણ એ ચીજ (શરીર) ની સ્થિતિ છે. એ તારામાં ક્યાં છે? એ તો (પરમાણુ ) એની સ્થિતિનાં (એનાથી) કરેલાં છે. એ (પરમાણું) ને “મારા” કહીને એકત્વબુદ્ધિથી (પોતાના) માન્યા, તે છોડવા ટાણે, પ્રભુ! બહું દુઃખ થશે. (પણ) એને છોડવાકાળે પોતે રાગથી છૂટીને (સ્વભાવને) ભિન્ન ભાળ્યો હોય, રાગથી છૂટીને જેણે જ્ઞાયકભાવ જુદો પાડ્યો હોય, એને મરતાં, ત્યાં જ દષ્ટિ પડશે કે- “હું તો આ છું.” હું તો અનંત જ્ઞાનઆનંદથી ભરેલો ભગવાન છું, જ્ઞાયક છું.” “હું રાગમાં ય નથી” હું પૂર્ણ સ્વરૂપ, એક સમયની પર્યાયમાં નથી.' (તો દુઃખ ન થાય).
(મરણની) એ પળ આ ભવમાં આવશે ને... કે ઓલા (આગળના) ભવમાં આવશે? આ ભવમાં તે પળ આવશે, બાપુ! એ સગાં-વહાલાં (તને) ટગટગ જોયા કરશે અને રોશે. દીકરો હોય તો એમ કહે: અરર.... ! ભાઈને અત્યારે સખ નથી. રાજકોટમાં ત્યાં આગળ ગયા” તા ને...? એક ભાઈ નવી પરણ્યો અને છેલ્લી સ્થિતિ થઈ ગઈ, એમાં આખું કહળ્યું કુટુંબ ભેગું થયું, ઓરડો ભરાઈ ગયેલો. મહારાજને બોલાવો, દર્શન કરવાં છે. બેય આંખમાંથી આંસુ હાલ્યાં જતાં હતાં. આમ હાથ ધ્રુજે. પીડા... પીડા... પીડા... પીડા... પીડા. આહા... હા! એક દિવસ એવો આવશે જાણે જન્મ્યો નહોતો. સગી નારી એ તારી કામિની ઊભી ટગટગ જોશે, આ રે! કાયામાં હવે કાંઈ નથી એમ ઊભી ઊભી રોશે. હાય.. હાય.. (કરશે.) એ એના સાટું રોતા નથી. એ મરીને ઢોરમાં જશે કે નહીં એનું એને કાંઈ (દુઃખ) નથી. (પણ ) અમારી સગવડતા જાય છે (તે માટે રોવે છે).
આહા.... હા! આવો ભગવાન આત્મા અંદર રાગના સંગ ને સહવાસ વિનાનો, એને પરના સંગ અને સહવાસ શું લાભ કરે ? મુનિઓ માટે નથી કહ્યું- લૌકિકસંગ છોડ જે! આવે છે ને. “પ્રવચનસાર' માં તું માણસો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
પાછળનું
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ - ૨૪૫ સાથે બહુ વાતો રહેવા દેજે. (નહીંતર) ત્યાં ભ્રમણામાં પડી જઈશ. તને ત્યાં રાગમાં રોકશેઆનું કેમ ને આનું કેમ ને આનું કેમ? હવે ભાઈ ! “આનું કેમ” મરવા દે ને. દેહ છૂટી જશે.
રાજકોટના એક ભાઈ મ્યુનિસિપાલટીમાં ઉપરી. જાનમાં ગયેલા. મૈસૂબ વગેરે ખૂબ ખાધું હશે તો એકદમ ડબલ ન્યુમોનિયા, છેલ્લી સ્થિતિ. ત્યાં એક પોલીસ આવ્યો, એમને રાવસાહેબનો ઈલકાબ મળ્યો તે... અહીં મરે છે. હું ઊભો હતો ત્યાં. આહીં બાયડી માથે બેઠી ખૂણે જઈ પૂછયા કરે અમારે શું કરવાનું આ દીકરીનું ને ફલાણું ને...? (ભાઈની) આંખમાંથી આંસુની ધારા (વહે). આહા. હા! કીધું: અરે ! તમે અત્યારે રહેવા દ્યો ને, ભાઈ ! તમે શું કરો છો ? દેહુ છૂટવાના કાળ આવ્યા છે ને...! તમે આ પૂછો (છો) તમારા સ્વાર્થ માટે. થવાનું હશે તે થાશે. પણ મા” બા મૂકે નહીં. ઠેઠ સુધી એ બાયડી પછેછોકરીનું-છોકરાઓનઆનું કેમ કરવું? મારે શું કરવું? આહા... હા ! એ મરી ગયા.
આવે છે ને...? એ બધી લૂટારાની–ધુતારાની ટોળી છે! (ભાઈ) અનુકૂળ હોય ત્યાં સુધી અમારા... અમારા કરે. પ્રતિકૂળ હોય-બહુ તણાણું. છ છ મહિનાથી રાતે ઉજાગરા... દેહ છૂટતો નથી. (ઓલા) બહુ દુઃખી થાય છે. પણ વાત છે કે અમારે ઉજાગરા કરવા પડે છે એ વાત એ ન મૂકે.
એક ભાઈ અહીં આવીને એમ કહે કે મહારાજ! (દાદા) બહુ દુઃખી થાય છે.... બહુ દુઃખી. (કહ્યું) તમારે ઉજાગરા કરવા પડે એટલે તમે દુઃખી ને? કોઈ પૂછે કે ક્યારે મરી ગયા. કેમ મરી ગયા? તમે સૂતા હતા? એટલું ય ધ્યાન ન રાખ્યું? એટલે વારાફરતી ઉજાગરા કરવા પડે એના ખાતર ને...? પણ બોલે એમ કેઃ ઓલા દુઃખી છે... (દેહ) છૂટતો નથી, અર.. ૨. ર! પંદર દી હવે ખેંચે એમાં એને ગમે નહીં; કેમકે ઉજાગરા કરવા પડશે. આહા... હા!
અરે પ્રભુ! તું કોણ છો, ભાઈ ! ક્યાં તું આવી ચડયો છે? બેને (“બહેનશ્રીનાં વચનામૃત” /૪૦૧માં) લખ્યું ને...! “આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે
ક્યાં આવી ચડ્યાં?” ભગવાન આનંદસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ પોતાનું નિજ વતન; એને છોડીને શુભરાગમાં આવે તો એ પરદેશમાં આવ્યો, એ એનો દેશ નથી. એ (વિભાવભાવ) એના વતન નહીં. આહા.... હા! આવી વાતો છે! આ રાગ અને પુણ્યના વિકલ્પમાં આવતાં, એ દુઃખના દેશમાં આવ્યો. આનંદનો દેશ ભગવાનઆત્માનો, એને તો છોડી દીધો! આહા... હા! તો પછી આ બહાર બાયડી, છોકરી ને કુટુંબ ને મકાનને માટે હેરાન હેરાન (એ તો અતિ અતિ દુઃખના દેશમાં આવવા જેવું છે). આહા.. હા! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે: “શમરૂપી સમુદ્રના જળબિંદુઓના” એટલે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી આત્મામાં ઠરે છે ત્યારે તેને સમતારૂપી વીતરાગીજળ પ્રગટે છે. શુભ-અશુભભાવ એ તો રાગનો (ભાવ) વિષમભાવ (છે). શુભ-અશુભભાવ છે એ અસમતા-વિષમભાવ છે; એનાથી છૂટીને
અંદરમાં એકાગ્ર થાય છે ત્યારે શમરૂપી–સમતારૂપી સમુદ્રનાં જળબિંદુઓ નીકળ્યાં. આત... હા! વિતરાગરૂપી સમુદ્રમાંથી વીતરાગરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે.”
આહા.. હા! વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા તો શાંતિ શાંતિ.. શાંતિ..શાંતિ, તદ્દન અકષાયસ્વભાવનો પિંડ પ્રભુ (છે); એમાં એકાગ્ર થતાં શાંતિના સમુદ્રનાં જળ બહાર પ્રગટે છે, સમુદ્રમાંથી શાંતિનાં જળ બહાર આવે છે, એનાથી પવિત્ર થાય છે. એટલે તો એમ કહ્યું કે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ - પ્રવચન નવનીતઃ ભાગ-ર ઓલા (પંચમહાવ્રતાદિના) શુભરાગથી પવિત્ર થતો નથી. (પણ) શુભરાગને છોડે છે ત્યારે પવિત્ર પરિણામથી પવિત્ર થાય છે. આહા.... હા? આવી વાતું !!
પ્રભુ શમરસનો તો દરિયો છે. પુણ્ય-પાપનો ભાવ તો એકલો વિષમભાવ છે, દુ:ખભાવ છે. ભગવાન તે સમતારૂપ-આનંદરૂપ ભાવ છે; એમાં એકાગ્ર થતાં એને સમતારૂપી જળનાં બિંદુઓ પ્રગટ થાય છે; એનાથી વિષમભાવનો નાશ થઈને, પવિત્ર થાય છે. એનો અર્થ કેઃ શુભભાવ છે એ અપવિત્ર છે. આહા... હા! પદે પદે આત્માની પવિત્રતા અને રાગનો દોષ વર્ણવ્યો છે !
જ્ઞાનીને રાગ થાય પણ એને એમ થાય (લાગે) છે કે: અરેરે ! આ ક્યાં મારા નિજઘરમાંથી નીકળીને બહાર આવ્યો; આ બોજો? આ બોજો-દુ:ખ સહન થતું નથી. આહા... હા! સમજાણું કાંઈ ? વાતે વાતે ફેર છે.
શમરૂપી સમુદ્રના જળનાં બિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે”- પર્યાય હોં! આહા... હા! સમતારૂપી દરિયો, એનાં જળબિંદુઓ-પર્યાયમાં વીતરાગતાનાં બિંદુઓ આવ્યાં-એનાથી તે આત્મા (-પર્યાય ) પવિત્ર થાય છે. આહા.. હા... હા !
તે આ પવિત્રપુરાણ” – એવો જે પવિત્ર સનાતન ભગવાન, આહા... હા! “પવિત્રપુરાણ “(–સનાતન)” છે ને...! (–સનાતન) “આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને” આહા... હા ! શુભાશુભ પરિણામરૂપી મેલ, તેનો નાશ-ક્ષય કરીને “લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે.” “ઉત્કૃષ્ટ સાક્ષી ”-જ્ઞાન-સમકિતમાં તો સાક્ષી છે જ પણ આ તો સિદ્ધ થતાં ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. આહા... હા ! સમજાણું કાંઈ ? આવી વાતો છે !!
પવિત્રપુરાણ (સનાતન) આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે.” -કેવળજ્ઞાની (થાય છે). સાક્ષી તો સમકિતી ય છે જ. આહા. હા! આ (કેવળજ્ઞાની) તો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. સમજાણું કાંઈ ?
પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ બે ય દોષ છે, ઝેર છે, વિષમ છે, દુઃખ છે. આહા... હા! પૈસા ને સ્ત્રી-કુટુંબ એ દુઃખ નથી, એ તો દુઃખના નિમિત્તો છે. દુઃખ તો અંદર જે વિષમભાવ ઉત્પન્ન થાય છે તે છે. એને છોડી; સમતાના જળથી ભરેલો ભગવાન આત્મા; એમાંથી સમતાનાં જળબિંદુઓ કાઢયાં એનાથી તે પવિત્ર થાય છે અને કલેશથી છૂટી જાય છે અને ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. એ ૮૫ (ગાથા) થઈ. હવે ૮૬.
(... શેષાંશ પૃ. ૨૪૮ ઉપર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસા૨: ગાથા ૮૬ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
| [ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર]. उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।।८६ ।।
उन्मार्ग परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८६ ।। अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्तः।
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिमुक्तः शुद्धनिश्चयसदृष्टि: बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्ग परित्यज्य व्यवहारेण महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोधषडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहजबोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमण परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध ईति ।
| ગુજરાતી અનુવાદ પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬. અન્વયાર્થ:૫: 1] જે (જીવ) [ સન્મા] ઉન્માર્ગને [ પરિત્યજ્ય ] પરિત્યાગીને [ fનનમા ] જિનમાર્ગમાં [ સ્થિરમાવત્ ] સ્થિરભાવ [ રોતિ ] કરે છે, [ સ: ] તે (જીવ) [ પ્રતિક્રમણ ] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [ યમ્માત્] કારણ કે તે [ પ્રતિક્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા-અર્હ ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિ પ્રશંસા અને *અન્યદષ્ટિ સંતવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠયાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને ( સહજ પરમ ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દષ્ટિ જીવ વ્યવહારે અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર ભાવ કરે છે, ) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત (-પરમાત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનાઃ તા. ૨૪-૨-૧૯૭૮ (... શેષાંશ) આહા... હા! શું કહે છે? “અહીં ઉન્માર્ગનો પરિત્યાગ”. જૈનધર્મ વીતરાગી પરિણતિ છે. એ જૈનધર્મ સિવાય જેટલા માર્ગો છે તે બધા ઉન્માર્ગ છે. અથવા તો આ વસ્તુનો સ્વભાવ જ વીતરાગ-જિનસ્વરૂપ છે.
(“સમયસાર નાટક' માં આવે છે ને..!) “ ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન, મતિ-મદિરાકે પાનસૌં, મતવાલા સમુઝે ન.” – એ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. આહા.. હા ! આત્મા જિનસ્વરૂપી છે, વીતરાગી સમતારસનો સાગર ભરેલો છે, એ જિન છે. એને આશ્રયે પરિણતિ પ્રગટ થતાં તે જૈનદર્શન, જૈનમાર્ગ છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે.
(જે કોઈ ) સમભાવ પ્રગટ કરવા માગે છે (તો) તે ક્યાંથી આવશે? એ સમભાવ એટલે વીતરાગભાવથી ભરેલો જ ભગવાન છે, વીતરાગસ્વાભાવથી ભરેલો પ્રભુ (છે); એના સંમુખ થતાં અને રાગાદિક્રિયાથી વિમુખ થતાં, એને પવિત્રતા (સમભાવ) પ્રગટે છે. એ ઉન્માર્ગનો ત્યાગ અને માર્ગનું ગ્રહણ (છે). એ (અહીં) આવશે:
અહીં ઉન્માર્ગનો પરિત્યાગ “અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.” પહેલા વ્યવહાર લે છેઃ
જે શંકા”- વીતરાગમાર્ગના વ્યવહારની શંકા, એ જેણે છોડી છે. “કાંક્ષા” –વ્યવહાર જેણે પરની ઈચ્છા છોડી છે. “વિચિકિત્સા” –દુર્ગછા છોડી છે વ્યવહાર. “અન્યદષ્ટિપ્રશંસા ”અન્યદષ્ટિની પ્રશંસા છોડી છે. “અને અન્યદષ્ટિસંતવ”- જેણે મિથ્યાષ્ટિનો પરિચય છોડ્યો છે (અર્થાત્ ) જેની દષ્ટિમાં મિથ્યાત્વ છે–રાગ ને દયા–દાન-વ્રતથી ધર્મ થાય એ મિથ્યાષ્ટિ છે, એવા મિથ્યાષ્ટિનો જેણે પરિચય છોડ્યો છે. એ આ હુજી શુભભાવ છે. મિથ્યાષ્ટિની સ્તુતિઃ જેની દષ્ટિ અસત્-જૂઠી છે એની સ્તુતિ (એ) મોટો દોષ છે એનાથી આ રહિત છે. આ વ્યવહારે હોં ! હજી આ તો મનથી મિથ્યાષ્ટિનો મહિમા કરવો-ભારે ત્યાગ કરે છે! ભારે વૈરાગ્ય કરે છે! –તે અન્યદષ્ટિપ્રશંસા છે અને મિથ્યાષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે અન્યદષ્ટિસંસ્તવ છે. એ સ્તુતિ, જેને વ્યવહારસમકિતમાં ય છોડી દીધી છે. (એ) અન્યદષ્ટિસંસ્તવથી રહિત છે. (અર્થાત્ એ બધા) “મળકલંકપંકથી વિમુક્ત (-મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ)” શુદ્ધનિશ્ચય આત્મા આનંદસ્વરૂપ ભગવાન, એની જેને અંતદષ્ટિ થઈ છે એટલે નિશ્ચયસમ્યગ્દર્શન. નિશ્ચયસમ્યગ્દર્શન એને કહીએ. (એ) નિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ “બુદ્ધાદિ પ્રણીત મિથ્યાદર્શન-જ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ” (ઉન્માર્ગનો પરિત્યાગી છે).
(બુદ્ધાદિ પ્રણીત ) એ બધા માર્ગાભાસ છે. બૌદ્ધધર્મ-વેદાંતધર્મ એ માર્ગ નથી; માર્ગાભાસ (અર્થાત્ ) માર્ગ જેવો આભાસ છે. આહા... હા! આકરું કામ! કુંદકુંદ આચાર્ય તો એમેય કહ્યું કે:“ અંતરમાં વીતરાગદશા અને બહારમાં નગ્નદશા એ મોક્ષમાર્ગ છે. એના સિવાયનાં બધાં ઉન્માર્ગ છે.” અંતરમાં આત્મા આનંદસ્વરૂપ ભગવાન; એનાથી વિરુદ્ધ એ બધા ઉન્માર્ગ છે. જૈનસર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલો જે વીતરાગભાવ એ એક જ સન્માર્ગ છે. આહા... હા ! રાગથી લાભ થાય' એ જૈનમાર્ગમાં ન હોય. અન્યમાં એ રાગથી, પુણ્યથી, દયા, દાન, વ્રતથી લાભ થાય. -એ બધા ઉન્માર્ગ છે. (આ વસ્તુસ્થિતિ છે) શું થાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૪૯ અહીંયાં એ કહે છે: શુદ્ધનિશ્ચય સમ્યગ્દષ્ટિ બુદ્ધાદિ પ્રણીત–બુદ્ધાદિથી કહેવાયેલોમિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ “ઉન્માર્ગને પરિત્યાગીને ” એ ઉન્માર્ગને છોડી (ને) “વ્યવહારે પાંચ મહાવ્રત” –- (એ) નિશ્ચયસમ્યગ્દષ્ટિને હોય છે. જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, (અર્થાત્) આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે જેની શાંતિને જેણે જોઈ છે અને અનુભવી છે, તેને અહીં શુદ્ધનિશ્ચયસમકિતી નિશ્ચયથી કહીએ. સમજાણું કાંઈ ?
- ભગવાન આત્મામાં એકલી શાંતિ ભરી છે, એકલો શાંતિનો પર્વત છે, શાંતિનો સાગર છે, શાંતિનો ડુંગર છે; એમાંથી જેણે શાંતિનો નમૂનો સ્વાદમાં લીધો છે, આહા... હા! (એ શાંતિનો માર્ગ!) એવા શાંતિના માર્ગથી ( વિરુદ્ધ ) જેણે કલ્પનાથી ધર્મ ને આ વસ્ત્ર સહિત મુનિપણું મનાવ્યું છે એ પણ ઉન્માર્ગ છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે!
એ બધા ઉન્માર્ગને છોડી દઈને-પરિત્યાગીને, સમસ્ત પ્રકારે છોડીને પાંચ મહાવ્રત, “પાંચ સમિતિ, ત્રણ ગુતિ, (પાંચ) ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠયાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે.” -અશુભ છોડીને આટલો શુભભાવ કરે છે. સમજાણું કાંઈ ?
વ્યવહારે” કીધું છે ને...! નિશ્ચયસમ્યગ્દષ્ટિ છે તે, અશુભથી છૂટીને, એવા (અઠયાવીશ મૂળગુણસ્વરૂપ) શુભભાવમાં આવ્યો છે. પણ જેને (નિશ્ચય) સમ્યગ્દર્શન નથી અને મહાવ્રતના પરિણામ છે તે તો તદ્દન માર્ગાભાસ (છે). આવું છે, ઝીણું બધું, બાપુ! શું થાય ? માર્ગ જુદો છે!
મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં (સ્થિર પરિણામ કરે છે)” – અહીંયાં સમકિતસહિતના (શુભભાવ) ની વાત છે... હોં! એકલો અશુભ છોડીને મહાવ્રતમાં આવે એની અહીંયાં વાત નથી. જેને નિશ્ચયસમ્યગ્દર્શન, અનુભવ, આનંદનો સ્વાદ આવ્યો છે અને થોડી અંતર-સ્થિરતા પણ છે અને આ અશુભથી છોડીને શુભ આવે છે એટલી વ્યવહાર સ્થિરતા કહેવામાં આવે છે.
અને શુદ્ધ નિશ્ચયનયે” સમ્યગ્દષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં માથે આવ્યું હતું ને... “વ્યવહારે”- તે સ્થિરતા રાખી ન શકે ત્યારે એને મહાવ્રતાદિના શુભભાવ હોય છે; છતાં એ છે બંધનું કારણ; પણ એ વ્યવહાર હોય છે. પૂર્ણ વીતરાગ ન હોય તેને આત્માનુભવસહિત (વ્યવહારે) પંચમહાવ્રત આદિના પરિણામ વીતરાગમાર્ગમાં હોય છે. એમ કહી “વ્યવહાર હોય છે એટલે સિદ્ધ કર્યું. પણ શુદ્ધનિશ્ચયનયે તો “સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત” છે ભગવાન. આહા... હા ! સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક વીર્ય, એવા શુદ્ધ ગુણોથી અલંકૃત છે, શોભિત છે ભગવાન. એ શુભરાગથી શોભિત નથી; શુદ્ધગુણોથી અલંકૃત છે. એ એનો અલંકાર છે. આહા... હા! જ્ઞાન, આનંદ, શાંતિ, દ્રષ્ટા, દર્શન આદિ ગુણોથી તે અલંકૃત છે. એવો જે આત્મા “સહજ પરમ ચૈતન્યસામાન્ય” કેવો છે (આત્મા)? કેઃ સ્વાભાવિક પરમ ચૈતન્યસામાન્ય, (એટલે) દર્શન “અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ,” (એટલે) જ્ઞાન. (શું કહ્યું? કેઃ) સ્વાભાવિક દ્રષ્ટા અને સ્વાભાવિક જ્ઞાતા, એવો એનો સ્વભાવ છે. એના સ્વરૂપમાં પર તો નથી, પણ પરતરફના લક્ષવાળો શુભભાવ એ પણ એના સ્વરૂપમાં નથી. પણ જ્યારે (પૂર્ણ) વીતરાગ નથી અને સમ્યગ્દષ્ટિ છે; આત્માનુભવી જીવે છે અને આગળ વધતાં આવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ શુભભાવ વ્યવહાર વચ્ચે આવે છે. સમજાણું કાંઈ ?
- જ્યાં સમ્યગ્દર્શન નથી તેને તો મહાવ્રતાદિ એ બધા પરિણામની તો અહીંયાં ગણતરી જ નથી. એને (તો) વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. (અહીં તો જેને) અંતરના આત્માના આનંદનું ભાન છે, અનુભવ છે (પણ પુરુષાર્થની ઓછપને લીધે) તે આનંદમાં ઠરી શકતો નથી એથી અશુભ છોડીને શુભમાં આવે છે એટલી વાત છે. –એ વ્યવહાર. સમકિતદષ્ટિનો એ વ્યવહાર છે. મિથ્યાષ્ટિને તો વ્યવહાર હોય જ નહીં. આહા... હા! ભારે કામ! રાગ અને પુણ્યથી ધર્મ માનનારા એ મિથ્યાષ્ટિને તો વ્યવહાર ય હોય નહીં. એ તો વ્યવહારાભાસ છે. આહા.... હા ! આવું (વસ્તુ) સ્વરૂપ છે.
શુદ્ધનિશ્ચયનયે સ્વાભાવિક જ્ઞાન આદિ શુદ્ધ ગુણોથી શોભેલો, પરમ ચૈતન્યસામાન્ય અને પરમ ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે- (પરમ) દર્શન અને જ્ઞાન જેનો પ્રકાશ છે. સૂર્યના તેજ જેમ પ્રકાશ છે તેમ ભગવાનમાં જ્ઞાન અને દર્શન જેનાં તેજ છે. આહા... હા! “એવા નિજ પરમાત્મદ્રવ્યમાં” જેનો જ્ઞાતા-દ્રષ્ટા નિજ સ્વભાવ છે એવા પોતાના આત્મા-નિજ પરમાત્મદ્રવ્યમાં “શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે.” –જોયું! ઓલો- “વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ (શુભભાવ) કરે છે, એ વ્યવહાર હતો અને આ “શુદ્ધ ચારિત્રમય સ્થિરભાવ કરે છે” એ નિશ્ચય. આહા... હા ! આનંદસ્વરૂપ અને અતીન્દ્રિય જ્ઞાનનું ભાન-અનુભવ હોવા છતાં જેને સ્થિરતા નથી તેને આવો (અઠયાવીશ મૂળગુણનો) ભાવ આવે, એ વ્યવહાર કહેવાય. અને એ વ્યવહાર છોડીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તેને નિશ્ચય કહેવાય. (આવા) મુનિઓ (હોય) અને મુનિ કહેવાય.
આહા... હા ! અનંત આનંદ અને અનંત અનંત જ્ઞાન જેનો સ્વભાવ છે, એવા સ્વભાવમાં શુભભાવથી રહિત થઈ-સ્વરૂપમાં (જે) વીતરાગભાવે ઠરે છે તે નિશ્ચયચારિત્ર છે. સમજાણું કાંઈ? વ્યવહારચારિત્ર (જે) કહ્યું પરંતુ તે પહેલાં “શુદ્ધ નિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ)” એમ કહ્યું, (તો એ વાત ) સમકિતી માટે (ની છે). પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય થાય, એમ અહીંયાં ન આવ્યું. સમજાણું કાંઈ ? પ્રથમ ચૈતન્યના આશ્રયે વિકલ્પની અપેક્ષા છોડી દઈ, નિરપેક્ષપણે જેણે આત્માનો આનંદ-અનુભવ-પ્રતીતિ થઈ છે એવા (સમ્યગ્દષ્ટિ) જીવને, પૂર્ણ સ્થિરતા થઈ નથી એથી વચમાં આવા પંચમહાવ્રતના પરિણામ આવે છે, એ વ્યવહાર છે, એ બંધનાં કારણ છે. નિશ્ચયથી તો તેનાથી (તેવા વ્યવહારથી) રહિત થઈને સમતાના ભાવમાં ઠરે છે (તો) શાંતિ.. શાંતિ.. શાંતિ.. શાંતિ.. શાંતિ. શાંતિ-વીતરાગી શાંતિ વધી જાય છે, તેને નિશ્ચયચારિત્ર કહે છે!
ભાઈ ! આવી વાતો છે!! ઓલા (વ્યવહારના પક્ષવાળા) રાડું પાડે છે. (પણ) બાપુ! માર્ગ તો “આ” છે, ભાઈ ! નિશ્ચયસમ્યક દર્શન વિના વ્યવહાર ય હોય નહીં. એ માટે તો અહીંયાં પહેલી વાત એ કરીઃ “શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ.” –એમ કહ્યું ને..? એ (સમકિતી) વ્યવહારે પાંચ મહાવ્રત, સમિતિ, ગતિ, ઇન્દ્રિયોનો નિરોધ, છે આવશ્યક, અઠયાવીશ મૂળગુણો આદિ મહાવ્રત વગેરે વ્યવહારમાં હોય છે. પણ જ્યારે એ રાગને છોડી, ભગવાન આનંદધામમાં સ્થિર થાય છે, સ્થિરતાથી જે નિર્વિકલ્પદષ્ટિ અંદરમાં જામી જાય છે, તેને સત્ય-નિજ ચારિત્ર કહેવામાં આવે છે. એ પોતાનું ચારિત્ર.
આમાં (લોકો) વાંધા ઉઠાવે-વ્યવારથી (નિશ્ચય) થાય! નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) થાય! (પણ) “વ્યવાર હોય છે” એમ તો કહ્યું. પણ થાય છે ત્યારે વ્યવહાર છોડીને (આત્મામાં)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૧ સ્થિર થાય છે. પહેલો તે રાગને ભિન્ન પાડીને સમ્યગ્દર્શન કરે છે. પછી અશુભ છોડીને શુભમાં આવે છે પછી એનેય છોડીને સ્થિર થાય છે. આહા... હા ! આવું (વસ્તુ) સ્વરૂપ છે!
જિજ્ઞાસા: જે સમકિતસમુખ છે, નિશ્ચયનયના પક્ષવાળો છે તેની કઈ કોટિ છે?
સમાધાનઃ તેની અહીં વાત નથી. અહીં તો સમ્યગ્દર્શન પામેલ જીવને સાચું મુનિપણું હોય છે. વ્યવહારે એનો વ્યવહાર આવો હોય છે, (એ વાત છે). એ તો પછી એને સમજવાનું રહ્યું. સમકિતસંમુખ હજી તો મિથ્યાદષ્ટિ છે ને....! એ એની વાત નથી. અહીં તો શુદ્ધસમ્યગ્દષ્ટિની વાત લીધી છે. તેથી લીધું ને...! “શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ.” (અહીં ) પામેલાની વાત છે. પામશે એ પછી. આ તો પામ્યો છે એ પણ પ્રથમ અશુભથી છૂટીને શુભના પંચ મહાવ્રતમાં આવે છે તો એને નિશ્ચયસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવે છે. પણ એને છોડીને, સ્વરૂપમાં નિર્વિકલ્પ જામી જાય છે અને નિશ્ચયચારિત્ર કહે છે. આહા.... હા ! વસ્તુ આમ છે–એવો પહેલાં જ્ઞાનમાં નિર્ણય તો કરે ! વસ્તુની સ્થિતિ જ આ રીતે છે!
વઢવાણમાં એક ભાઈ ભજન કરતા-“એક દિન જાવું છે નિર્વાણી, કરી લે ને આત્માની ઓળખાણી, એ કોણ છે ખાણમાં ભગવાન.” આહા.. હા ! બાકી બધું થોથાં છે.
(અહીંયાં કહે છે:) “સ્થિરભાવ કરે છે.” જોયું? કૌંસમાં લીધું: “(જે શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ વ્યવહાર અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિરભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે.” -લ્યો! સત્ય પ્રતિક્રમણ એને કહીએ. “ કારણ કે તેને પરમતત્ત્વગત (-પરમાત્મતત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે” પરમતત્ત્વ-ભગવાનગત, એના સંબંધવાળું, રાગના સંબંધવાળું નહીં, આનંદકંદ પ્રભુના સંગવાળું –પરિચયવાળું નિશ્ચયપ્રતિક્રમણ છે “તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.” –આ કારણે તે મુનિ સદા શુદ્ધ છે. આહા... હા !
... વિશેષ કહેવાશે.
* * *
પ્રવચન: તા. ૨૫-૨-૧૯૭૮ [ [ એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેचोक्तं प्रवचनसारव्याख्यायाम्
(શાર્વતવિઠ્ઠીડિત) “इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरैरुत्सर्गादपवादतश्च विचरबह्वीः पृथग्भूमिकाः। आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः
सर्वताश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम्॥" [ શ્લોકાર્થ:- ] એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (-ચારિત્ર) તેને યતિ પ્રાપ્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ કરીને, ક્રમશ: અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વત: સ્થિતિ કરો.”] ]
ઝીણી વાત છે. ચૈતન્યધન અનંત આનંદ, અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. અને જે શુભભાવ દેખાય છે તે બધા દુઃખરૂપ છે. એ દુઃખરૂપ ભાવથી ભેદજ્ઞાન કરીને (આનંદમૂર્તિની દષ્ટિ કરવી એ ધર્મ.) અને એ પુણ્ય-પાપના ભાવ, ચાહે શુભભાવ હોય તોપણ, છે તો એ અધર્મ. (કેમકે ) અંદર આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે એનાથી એ ભાવ વિરુદ્ધ છે. એમ પહેલેથી શરૂઆતમાં શુભ અને અશુભભાવથી (ભેદજ્ઞાન કરીને) આનંદસ્વરૂપ જ્ઞાયકની રુચિ કરીને, અનુભવ દષ્ટિમાં કરવો એ પ્રથમ ધર્મની શરૂઆત છે. ઝીણી વાત છે. શુભથી શુદ્ધ થયો એમ નહીં, એમ કહે છે. શુભથી હુઠીને (શુદ્ધ થવાય છે). જેને શુભરાગ-દયા, દાન, વ્રતાદિ શુભરાગ આવે છે એમાં જેને પ્રેમ છે તેને ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદ જ્ઞાયકસ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. ઝીણી વાત છે, ભાઈ ! આ વાત અત્યારે તો (સંપ્રદાયોમાં પ્રચલિત નથી પણ આ) પરમ સત્ય વાત છે. આહા.... હા! આનંદધનજી કહે છે ને...! “ઢષ અરોચક ભાવ.”
આત્મા અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ (છે). જેમ શેરડીમાં રસ ભર્યો છે (તેમ આત્મામાં એકલો અતીન્દ્રિય રસ ભર્યો છે). સમજાણું કાંઈ ? વાત (લોકથી) બહુ ફેર (વાળી) છે, ભાઈ ! અંદર આનંદકંદ પ્રભુ, સત્ ચિદાનંદ- “સ” અર્થાત્ શાશ્વત-સનાતન, ‘ચિત્' અર્થાત્ જ્ઞાન અને આનંદ-ના પૂર્ણરૂપથી ભર્યો પડ્યો છે; એનો-નિર્વિકલ્પસ્વભાવનો અનુભવ, પુણ્ય અને પાપના વિકલ્પથી ભિન્ન થઈને, પહેલાં કરવો; ત્યારથી ધર્મની પ્રથમ શરૂઆત (થાય છે) એ પહેલી સીડી છે. આહા... હા ! ઝીણી વાત છે, ભાઈ !
લોકો તો બહારથી (ધર્મ) માનીને બેઠા છે. એમ અનંતકાળ ચાલ્યો ગયો. અનંતવાર સ્ત્રી-કુટુંબ છોડયાં. અનંતવાર બાળબ્રહ્મચારી થયો. અને અનંતવાર પંચમહાવ્રત-અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો ભાવ-લીધાં, પણ એ તો રાગ છે, ભાઈ ! તને ખબર નથી. (જેમ) ઝેર પીતા પીતાં, લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે? તેમ એ શુભભાવ કરતાં કરતાં ધર્મનો ઓડકાર આવે ? -ત્રણ કાળમાં નહીં. બહુ ઝીણી વાત, બાપુ ! પ્રભ! તારો માર્ગ ( અલૌકિક છે )! તારી પ્રભુતા એટલી અંદર છે! એ તો અનંત આનંદ અને અનંત ચૈતન્યરત્નની ખાણ છે. ખાણમાંથી જેમ રતન નીકળે તેમ અંદરમાંથી શાંતિ અને આનંદ નીકળે એવી ખાણ-નિધાન આત્મામાં છે.
અહીંયાં પહેલાં એ કહ્યું, જુઓ: “એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણપુરુષોએ સેવેલું”—આ શબ્દો નહીં આ તો પાછળ-અંદર ભાવ ભર્યા છે. જેમ “સાકર” શબ્દ છે ને...? તો
સાકર' શબ્દમાં કંઈ “સાકર' વસ્તુ નથી. “સા કે ર” –એ ત્રણ અક્ષર છે. તો એ ત્રણ અક્ષરમાં સાકર” છે? અને “સાકર” માં એ ત્રણ અક્ષર છે? એ ત્રણ અક્ષર, એ તો સાકર પદાર્થમાં છે નહીં. “સાકર' એ શબ્દ થયો, એ શબ્દમાં સાકર વસ્તુ નથી. અને સાકર વસ્તુમાં, એ સાકર એવા ત્રણ અક્ષર નથી. બરાબર છે? લોજિક (ન્યાય) થી છે. એમ ભગવાન આત્મા! - “આત્મા” એ તો શબ્દ છે; પણ એનો વાચ્ય વસ્તુ જે છે તે તો અતીન્દ્રિય આનંદ અને અનંત જ્ઞાનની ખાણ છે-એ વાચ્ય છે. આત્મા વાચક-શબ્દ છે એનો એ વાચ્ય છે. એ વાચ્યમાં વાચક-શબ્દ નથી અને આત્મા શબ્દ છે એમાં વાચ્ય-વસ્તુ નથી. ન્યાય (છે ને..!) અહીં એમ કહે છે કે પ્રભુ આત્મા અંદર ચૈતન્યરત્ન (છે). આ જમ્બુદ્વીપ, લવણ સમુદ્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૫૩ આદિને છેલ્લે જે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેની નીચે (તળિયે) રેતી નથી, રત્ન છે. (આ મધ્યલોકમાં) અસંખ્ય સમુદ્ર અને દ્વીપ પણ એટલા છે. (પહેલો ) આ જમ્બુદ્વીપ એક લાખ યોજનનો, (પછી) બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે. (પછી) ચાર લાખ યોજનનો ધાતકીદ્વીપ (પછી આઠ લાખ યોજનનો સમુદ્ર એમ એકથી બીજા બમણો, એવા અસંખ્ય દ્વીપ-સમુદ્ર. પછી) છેલ્લે અસંખ્ય યોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર પાણીનો છે એમાં નીચે રેતી નથી, (એકલાં રત્ન છે). આહા.... હા ! એ તે કોણ માને ? આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયું. (શ્રોતા:) ત્યાં પહોંચાય કેટલા દિવસે ? (ઉત્તર) ત્યાં પહોંચે કોણ? અઢીદ્વીપ બહાર માણસ જઈ શકે નહીં. ત્યાં આગળ અંદર (સ્વયંભૂરમણસમુદ્રના તળિયે) રત્ન ભર્યા છે. એ તો અહીં અમે દષ્ટાંત આપીએ છીએ. એમ ભગવાન સ્વયંભૂ! (એ) અનંત આનંદ અને અનંત જ્ઞાનાદિ ગુણરત્નોનો ભંડાર છે. એમાં અંદરમાં પુણ્ય-પાપભાવ ( રૂપ) રેતી છે નહીં. આહા.. હા! સમજાણું કાંઈ ? જ્ઞાનમૂર્તિ પ્રભુ, આનંદની ખાણ, સ્વચ્છતા અને પ્રભુતાની મોટપથી ભર્યો પડ્યો છે. એની આગળ પુણ્ય અને પાપ તો રેતી સમાન, મેલ સમાન, અને દુઃખ છે.
જિજ્ઞાસા: પહેલાં પાપ છોડે કે પહેલાં પુણ્ય છોડે ?
સમાધાન: પાપ અને પુણ્ય બેય પાપ છે. (“યોગસાર' ગાથા-૭૧માં કહ્યું ને...! ] પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” – હિંસા-જૂઠાદિને પાપ તો સૌ કોઈ કહે છે. પણ ધર્મજીવ-અનુભવી-આત્માના જ્ઞાન અને આનંદને વેદવાવાળા (તો) એ શુભભાવ-પુણ્યને પણ પાપ કહે છે. અંતર આનંદસ્વરૂપમાંથી હુઠી જવું અને રાગમાં આવવું, એ તો ઝેરમાં આવવું છે. આહા. હા! આકરી વાતો છે, બાપા! લોકોએ સાંભળી નથી અને અત્યારે ચાલતી ય નથી. (શ્રોતા) પાપ-પુણ્ય બંને (ભિન્ન તત્ત્વ)? (ઉત્તર) બેય ( ભિન્ન છે). એ તો કહ્યું હતું ને....! અંદર સ્વરૂપથી ભિન્ન છે. પુણ્ય-પાપ પણ ભિન્ન ચીજ છે. એ ભિન્નતાનું ભાન ક્યારેય કર્યું જ નથી. એ દયા, દાન, વ્રતાદિનો સંતોષલાખએલાખ દાનાદિમાં ખર્ચા, બે લાખનું મંદિર બનાવ્યું-થઈ ગયો ધર્મ! ધૂળમાંય ધર્મ નથી. સાંભળ તો ખરો! એ શુભ-અશુભથી ભિન્ન, પૂર્ણ શુદ્ધ ચૈતન્યન; એની દષ્ટિ કરવાથી પ્રથમ અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ આવે છે. એ ધર્મની શરૂઆત થાય છે.
અહીંયાં એ વાત કહે છે: “એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણપુરુષો”—અનંત અનંત આત્માઓ થઈ ગયા, પુરાણપુરુષો. એમણે [“સેવેલું”] સેવન કરેલું. “આદર' નો અર્થ: કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન. નીચે નોંધ છે. શું કહે છે? કે જેની અંદર પૂર્ણાનંદસ્વરૂપમાં સાવધાની થઈ, જેનો પોતાનો પ્રયત્ન પૂર્ણાનંદમાં ઘૂસી ગયો અને પુણ્ય-પાપ-રાગનું બહુમાન છોડીને જેને અંતરવસ્તુનું બહુમાન આવ્યું તેને પ્રથમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને અહીંયાં તો વિશેષ ચારિત્રની વાત છે. મુનિ હોય છે, સાચા મુનિ હોં! ( એની વાત છે).
સાચા મુનિઓ તો નગ્ન હોય છે. એને વસ્ત્રનો ટુકડો પણ હોય નહીં. અને સાચા મુનિને અંતરમાં અહિંસા, સત્ય, દત્તાદિના-પંચમહાવ્રતના પરિણામ આવે છે તેને પણ રાગ જાણીને, દુઃખ જાણીને છોડવા ઇચ્છે છે. આહા.... હા! એ મુનિ અંતર અતીન્દ્રિય આનંદના સ્વાદિયા છે. જેમ (લોકો ) આ સ્વાદ લે છે ને..! આ આઈસક્રીમ ચૂસે છે ને....! તેમ સમ્યગ્દષ્ટિ-સ્વચ્છદષ્ટિ (જીવ) રાગથી ભિન્ન થઈને, (જ) અંતર આનંદસ્વરૂપ પ્રભુ છે એના આનંદને ચૂસે છે. આહા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ - પ્રવચન નવનીત: ભાગ-૨ હા... હા ! જેમ શેરડીમાં રસ છે તે, અને કૂચા છે તે, બંને ભિન્ન ચીજ છે. તેમાં ભગવાન આત્મામાં આનંદ અને શાંતિ છે એ રસ છે. અને પુણ્ય અને પાપ શુભાશુભ ભાવ છે તે કૂચા છે. તો એને પીલીને ભિન્ન કરે છે. શેરડીનો રસ કાઢવો હોય તો કૂચાને છૂટા પાડીને કાઢે છે (તેમ).
એ દષ્ટાંત પહેલાં આપ્યું હતું ને...! જેમ સકરકંદ ઉપરની જે લાલ છાલ છે તે કાંઈ મૂળ ચીજ નથી. પણ લાલ છાલની અંદરમાં એટલે કે લાલ છાલ સિવાય, એ છાલથી ભિન્ન જે (કંદ) છે તે મીઠાશનો પિંડ છે, સાકરનો પિંડ છે માટે સકરકંદ કહે છે. તેમ (આત્મા) શરીરથી તો ભિન્ન છે, પણ અંદરમાં પુણ્ય-પાપનો (જે) ભાવ છે તે છાલ છે, એ છાલની પાછળ જુઓ તો અંદરમાં આ ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ પડ્યો છે પ્રભુ!
અરે ! એને કેમ બેસે ? (આત્મહિતનો) કોઈ દી વિચાર નહીં અને આખો દી આ દુનિયાની હોળી-આ કરવું ને આ કરવું. આ બાયડી ને આ છોકરાં (સાચવવાં)... ને રળવું ને કમાવું. આહા... હા ! એક જુવાન માણસને મેં એટલું પૂછયું કે આ ૨૫-૫૦ કે ૬૦-૭૦ વર્ષ આયુષ્યના કહેવાય એ દેહનું કે આત્માનું? કહ્યું કે એ મને કંઈ ખબર પડતી નથી. એ કંઈ ઠેકાણાં વગરના. બિચારા આખો દી કમાવું અને એમાં ખેંચી જવું. કીધું: આ આયુષ્ય કહેવાય છે કે આ ૫૦ થયાં, ૪૮ વર્ષ થયાં, અહીં ૮૮ થયાં-કોને? એ તો શરીરને. (શ્રોતા:) આત્માની ઉંમર કેટલી ? (ઉત્તર) આત્મા તો અનાદિઅનંત છે, અવિનાશી છે, એની ઉંમર શી ?
એવી ચીજ (આત્મા) માં અંતર અતીન્દ્રિય આનંદની સાકરની મીઠાશ, અણઇન્દ્રિય આનંદ પડ્યો છે, અણઇન્દ્રિય અમૃતથી ગાઢ ભરેલો છે. (એની) પહેલાંમાં પહેલાં, શુભભાવથી ભિન્ન થઈને, અનુભવ-સમ્યગ્દર્શન કરવું. તે ઉપરાંત અહીંયાં વાત છે. પછી જ્યારે મુનિ થાય છે તો નગ્ન હોય છે, વસ્ત્રનો ટુકડો પણ નહીં અને અંતરમાં અતીન્દ્રિય આનંદ (નો ધોધ વહે છે). જેમ સમુદ્રને કાંઠે ભરતી આવે છે એમ આત્મામાં જ્યારે સાચું મુનિપણું હોય છે (તેને) તો ભગવાન આત્મામાં અંતર્મુખ સ્વસંવેદન કરીને પર્યાય અર્થાત્ વર્તમાન દશામાં-પોતાને કાંઠે અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહા... હા... હા !
આવી વાત!! કોઈ દી' (સાંભળી નથી). દુનિયાનાં-આ ર્ડોકટરનાં ને વકીલાતના
ર એ બધું જ્ઞાન છે. જજ પાસે દલીલ કરે ને લોકો બહુ વખાણે, પણ એ જ્ઞાન તો બધું કુશાન (છે). જ્યાં ભગવાન આનંદનો નાથ પ્રભુ છે એનું જ્ઞાન થયું નહીં તો બહારનું બધું જ્ઞાન કુશાન છે. જે હાથમાં હથિયાર પોતાનું માથું કાપે એ હથિયાર શા કામનું? એમ જે પરનું જ્ઞાન છે એ તો આત્માનું નુકશાન કરવાવાળું છે, અરે ! અંતસ્વરૂપ ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ; એની અંતર્મુખ થઈને જ્ઞાન કરે તો એ જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ સાથે આવે છે. તો અહીં આચાર્ય કહે છે કે એના (આત્માના) સ્વાદમાં લીન થવું એ ચારિત્રની નિશ્ચયદશા છે.
ચારિત્ર અર્થાત્ ચરવું. ચરવું અર્થાત્ સ્વરૂપની દષ્ટિ જે થઈ છે, સ્વરૂપનું ભાન થયું છે, એ સ્વરૂપમાં ચરવું, રમવું અને જામવું, અંદર આનંદમાં જામી જવું એનું નામ ચારિત્ર છે. (શ્રોતા ) સદાચાર? (ઉત્તર) એ સદાચાર અનાચાર છે. એ આપણે (ગાથા-૮૫માં) આવી ગયું ને..! લોકો જેટલાં સદાચાર કહે છે તે બધાં અનાચાર છે. (શ્રોતાઃ) બધી વાતો ખોટી ? (ઉત્તર) દુનિયા ખોટી છે! આહા... હા! પોતાની નિજ ચીજની શું કિંમત છે એ કિંમત ન કરીને આખી દુનિયાની કિંમત કરે છે!! “પરખ્યા માણેક મોતીડાં, પરખ્યાં હેમ-કપૂર.” એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૫ બધાંને પરખ્યાં, પણ એ “પોતે કોણ છે” એની પરીક્ષા નહીં! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે મહાપુરુષોએ-વિશિષ્ટ અર્થાત્ ખાસ આદરવાળા પુરાણપુરુષો. આદર શેમાં? જેને શુદ્ધસ્વરૂપમાં આદર હતો, પ્રયત્ન હતો, સાવધાની હતી. એ (પુરુષોએ) સેવન કરેલું-સેવેલું “ઉત્સર્ગ અને અપવાદ.”
-શું કહે છે? આ તો અધ્યાત્મભાષા છે. આ પ્રવચનસાર' નો (શ્લોક) છે. “ઉત્સર્ગ' નો અર્થ શું? કેઃ મુનિ થઈને (જે) પોતાના અતીન્દ્રિય આનંદમાં લીન રહે છે તે એનો નિશ્ચયઉત્સર્ગ અર્થાત્ મુખ્ય માર્ગ છે. પણ એમાં (સ્થિર) ન રહી શકે, એટલે કે–ભાન છે “હું શુદ્ધ જ્ઞાન છું, આનંદ છું” (અને) એવું વેદન છે; પણ એમાં લીન ન થઈ શકે ત્યારે શુભભાવ આવે છે. અહિંસાઅદત્ત આદિ પચમીવ્રત એ શુભભાવને અહીં અપવાદમાગે કર્યું છે. અને અતરમાં લીન થવું એને નિશ્ચય-ઉત્સર્ગ માર્ગ કહે છે. આહા.... હા ! ભાષા બીજી. ભાવ બીજા. આ તો લોકોત્તર વાત છે, ભાઈ !
પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (-ચારિત્ર)” –આ ચારિત્ર હોં ! સ્વરૂપ-આનંદમાં ચરવું, રમવું, જામવું.
દૂધ હોય છે એની નીચે અગ્નિ મૂકે તો દૂધમાં ઊભરો આવે છે. તો ) દૂધ વધે છે? (નહીં. એ તો) પોલાણ છે. (પણ) એવું આત્મામાં નથી, એમ કહે છે. આત્મામાં ધ્યાનાગ્નિ લગાવવાથી એની વર્તમાન દશામાં આનંદની ભરચક ભરતી આવે છે, અતીન્દ્રિય આનંદની ભરચક ભરતી આવે છે, ગાઢ ભરતી આવે છે. એ દૂધના પોલાણની જેમ નથી. દૂધના ઊભરામાં દૂધ એક ટીપું ય વધ્યું નથી. એમ આ બહારમાં પૈસા વધી ગયા ને બાયડી-છોકરાં ને બહારનાં જ્ઞાન-એ ઊભરો છે, એ પોલો ઊભરો છે. સમજાણું કાંઈ ?
આ આત્મા...! જ્યાં નિધાન ચૈતન્યરત્નાકર ભર્યા છે, પ્રભુ! ત્યાં આગળ દષ્ટિ કરીને લીન થવું એ ચારિત્ર. એ ચારિત્ર વિના બધું ફોગટ છે. અથવા એવી દષ્ટિ નથી અને ગમે તેટલા ક્રિયાકાંડ કરે તે બધાં વ્યર્થ (છે), ચાર ગતિમાં રખડાવવાવાળા છે. સમજાણું કાંઈ?
મોક્ષનો અર્થ શું? અનંત દુઃખથી આત્યંતિક મુક્ત થવું. મોક્ષ એટલે મુકાવું છે ને...! રાગાદિ દુઃખ છે એનાથી મુક્ત થવું અને એના સ્થાને પૂર્ણ અતીન્દ્રિય આનંદનું ઉત્પન્ન થવું એનું નામ મોક્ષ છે. સમજાણું કાંઈ ? –શું કહ્યું? આત્મામાં અતીન્દ્રિય આનંદ જે શક્તિરૂપે છે (તે પર્યાયમાં પ્રગટે છે). જેમ લીંડીપીપર હોય છે એને વૈદ ઘૂંટે છે, તો ચોસઠપહોરી તીખાશ પ્રગટ થાય છે. એ ચોસઠપહોરી એટલે સોળ આના એટલે રૂપિયો એટલે પૂર્ણ તીખાશ અંદરમાં ભરી છે અને લીલો રંગ અંદર પૂર્ણ ભર્યો છે તો ઘૂંટવાથી, છે તે પ્રગટ થાય છે, એમાં છે તે પ્રાપ્ત થાય છે. જો ઘૂંટવાથી આવે તો કોલસા ને લાકડી ન ઘૂટે? છે ક્યાં અંદર, તે આવે? એમાં લીંડીપીપરમાં ચોસઠપહોરી તીખાશ ભરી છે અને લીલો રંગ પૂર્ણ ભરેલો છે (તો તે બહાર આવે છે). તેમ આ ભગવાન આત્મામાં સોળ આના એટલે ચોસઠ પૈસા અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન પૂરું ભરેલું છે; જેમ એને (લીંડીપીપરને) ઘૂંટે છે તેમ અહીંયાં એકાગ્ર થાય છે એનું નામ ઘુંટવું-એમાં એકાગ્ર થવાથી જે અંદર શક્તિરૂપે પૂરું-પૂર્ણ જ્ઞાન છે તે એની દશામાં પ્રગટ થાય છે. આહા... હા! આ ધર્મ ! વાતે વાતે ફેર. આવી આવી વાતો. લોકો કહે કે દેરાસર બનાવો, ભક્તિ કરો, પૂજા કરો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ વ્રત કરો, શરીરથી બ્રહ્મચર્ય પાળો! (પણ અહીં કહે છે કે, સાંભળ ને....! એ બધું તો અનંતવાર કર્યું છે, પણ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ અર્થાત્ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ-આનંદસ્વરૂપ ભગવાન; ચર્ય અર્થાત્ અંદર ચરવું; એ અતીન્દ્રિય આનંદમાં ચરવું એ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું એ તો શુભરાગ-પુણ્ય છે, એ કંઈ ધર્મ નથી. (શ્રોતા ) એ અબ્રહ્મચર્ય છે? (ઉત્તર) નિશ્ચયથી તો તે અબ્રહ્મચર્ય જ છે. સ્ત્રીનું સેવન ન કર્યું-એવો શુભ ભાવ, શુભરાગ છે. નિશ્ચયથી અબ્રહ્મભાવ છે. એ આત્માનો બ્રહ્મભાવ નથી. (આત્મામાં) અમૃતનો સાગર અંદર ડોલે છે. પ્રભુ અમૃતથી છલોછલ ભર્યો છે. એમાં એકગ્ર થઈને, પુણ્યના પરિણામથી ભિન્ન થઈને, જે શાંતિ અને આનંદ થાય છે તે સાચો ધર્મ અને સાચો માર્ગ છે. બાકી બધા એકડા વગરનાં મીંડાં છે. પહેલાં અનંતવાર એવાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં, અનંતવાર સ્વર્ગમાં ગયા, એવી ચીજ તો અત્યારે છે જ નહીં; તોપણ ક્યારેય આત્માને પ્રાપ્ત કર્યો નહીં; કારણ કે આત્મા એ ક્રિયાકાંડના રાગથી અંદર ભિન્ન છે. તો રાગથી ભેદ પાડીને, પૂર્ણાનંદના નાથમાં અંદરમાં ચરવું-રમવું કે જેનાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ અને વેદન આવે એનું નામ ધર્મ છે. (શ્રોતાઃ) આમળાના છીલકા કાઢીને એનો રસ પીવો ! (ઉત્તર) એ આ આત્માનો રસ કાઢીને રસ પીવો! અહીં એમ કહે છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે, એમાં એકાગ્ર થઈને ચૂસો ! એ આમળાના રસ કરતાં એમાં મીઠાશનો પાર નથી, એ તો જડનો રસ છે. આવી વાત (બીજે) ક્યાં છે, ભાઈ ? (ધર્મને નામે શું ચાલી રહ્યું છે) બધી ખબર છે ને... દુનિયાની. મોટર દ્વારા આખું હિંદુસ્તાન ત્રણ વાર સંવત-૨૦૧૩, ૨૦૧૫, અને ૨૦૨૩માં જોયું છે. દશ દશ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ. ભોપાલમાં પંચકલ્યાણક હતું ત્યાં સભામાં ૪૦ હજાર માણસ, પણ અમારે વ્યાખ્યાન તો આ (જ હોય) છે. અહીં આપણે (પરમાગમ મંદિરનું) ઉદ્દઘાટન થયું, ર૬ હજાર માણસ હતું. સાગરમાં ગયા ત્યાં ૧૫ હજાર માણસ. વાત તો અમારી પાસે આ છે, બાપા! આ ચીજ છે. બાકી બધાં થોથાં છે. આહા... હા! આજે સમજો, કાલે સમજો... પણ આ સમજે જ એના જન્મ-મરણનો અંત આવે તેમ છે. બાકી તો મનુષ્ય મરીને ઢોર-પશુ, કીડા, કાગડા, કંથવાના અનંતવાર ભવ કર્યા, પ્રભુ! મિથ્યાત્વ તે સંસાર છે. –એ આવ્યું છે ને..! વિપરીત માન્યતા એ જ સંસાર-મહાદુઃખ છે. રાગથી ધર્મ થશે અને મને રાગથી કલ્યાણ થશે-એ મહા મિથ્યાશ્રદ્ધા, મહાપાપ (છે). એ પાપનાં ગર્ભમાં અનંતભવનું રખડવું પડયું છે. જેમ સ્ત્રીના ગર્ભમાં બાળક આવે છે ને..! તેમ મિથ્યાશ્રદ્ધા-પુણ્યથી ધર્મ થશે. અને શુભ કરતાં કરતાં ધર્મ થશે, એ મિથ્યાશ્રદ્ધા-ના પેટમાં અનંતા ભવના ગર્ભ પડયા છે. આહા... હા! આવી વાતું છે!
અહીંયાં એ કહે છે: મુનિઓએ એવું ચારિત્ર કરવું કે અંતર વસ્તુમાં લીન થઈ, સ્વસંવેદનના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં રહેવું. –એ નિશ્ચયચારિત્ર છે. અને એમાં (સ્થિર) રહી ન શકે તો હઠ ન કરવી. ત્યારે (જે) શુભભાવ આવે છે તો તે અપવાદ છે. અપવાદ એટલે કે દષ્ટિ ત્યાં (અંતર વસ્તુ પર) છે, આદરભાવ સ્વભાવ ઉપર છે, પણ નિર્વિકલ્પ-સ્થિર ન થઈ શકે તો શુભરાગ આવે છે તેને અપવાદ કહે છે. ઉત્સર્ગ અને અપવાદની એ વ્યાખ્યા છે. આ તો શબ્દશબ્દની વ્યાખ્યા જુદી છે, ભાઈ ! આહા.... હા ! મુનિઓએ અંતર આનંદના સ્વાદમાં રહેવું. એમાં રહી ન શકે તો (પણ) દષ્ટિ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ભગવાન ઉપર છે. પણ સ્વરૂપમાં રહી શકે નહીં ત્યારે એને શુભરાગરૂપી-દયા, દાન, વ્રતના પરિણામ-અપવાદમાર્ગ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૫૭ આ કળશ “પ્રવચનસાર” નો છે. ર૩ર-ગાથાથી (“મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન”) શરૂ થાય છે ને...! આહા... હા! આ શ્લોકના આવા અર્થ! પણ વાંચી જાય (સમજણ વગર) ગડગડીઆ કરીને. (પણ) અરે ભાઈ ! એક એક શ્લોકના ભાવ ઘણા ગંભીર છે. આ તો અધ્યાત્મગ્રંથ છે. આ કંઈ વાર્તા-કથાનું શાસ્ત્ર નથી.
તેને યતિ પ્રાપ્ત કરીને ” છે! યતિ એટલે મુનિ. યતિ એટલે યત્ના કરે, જન્ના કરે, રક્ષા કરે. -કોની ? પોતાના સ્વરૂપની. આ યતિ આ બાવા જતિ થાય છે તે નહીં હોં! સ્વરૂપપૂર્ણાનંદના નાથની યત્ના પ્રયત્નમાં રહેવું એનું નામ યતિ છે. (અન્યમાં) જતિ થાય છે એ નહીં. એ જતિ તો ઠેકાણાં વગરના (હોય છે.) અમે તો વડોદરામાં મોટો જતિ જોયો છે. મકાન બનાવ્યું હાથીપોળ છે ત્યાં. પણ એ જતિ બહારની ક્રિયામાં. અંતર યતિ નહીં.
(અહીંયાં, શું કહ્યું? છે...! ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પથક પથક ભુમિકાઓમાં વ્યાપતું જે ચરણ (–ચારિત્ર) “તેને યતિ પ્રાપ્ત કરીને ” –રાગથી ભિન્ન થઈને, પોતાના આનંદસ્વરૂપનું ભાન તો થયું. અને મુનિ છે તેને અંદરમાં સ્થિરતા પણ જામી ગઇ છે. તે (મુનિ ) પણ અંદર સ્થિરતામાં વિશેષ રહી શકે નહીં. નિર્વિકલ્પ-સ્થિરતામાં રહેવું એ નિશ્ચયચારિત્ર છે. એ યથાર્થ વસ્તુ છે. પણ એમાં રહી શકે નહીં તો શુભભાવ-અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો શુભભાવ-આવે છે, એમાં રહે છે. ત્યાં (શુભભાવમાં ) હુઠ કરીને રહેવું એમ પણ નહીં અને સ્વરૂપમાં રહી શકે નહીં તો (તેમાં) હઠ કરવી એમ પણ નહીં. -શું કહ્યું? આનંદસ્વરૂપનું ભાન થયું છે, વેદન છે; પણ અંદર નિર્વિકલ્પમાં રહી શકે નહીં તો શુભરાગમાં આવે છે. અને શુભરાગમાં હુઠ કરવી નહીં કે આ માર્ગ છે. (પણ) હું અંતરમાં રહી શકતો નથી, મારી કચાશને કારણે શુભભાવ આવે છે. બસ! પણ એ શુભભાવ બંધનું કારણ છે; (એ) ધર્મનું કારણ છે એમ નહીં..
“ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને ” ક્રમે ક્રમે ઉપમા ન હોય એટલી નિવૃત્તિ-આનંદમાં રહેવું. જ્યાં પ્રભુ પૂર્ણાનંદથી બિરાજમાન છે ત્યાં રાગથી અતુલ અર્થાત્ ઉપમા ન હોય એવી નિવૃત્તિ કરીને. મુનિની વિશેષ વાત છે ને...!
ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દર્શન થાય છે. રાગથી ભિન્ન પોતાનો અનુભવ થાય છે. પણ ચારિત્ર ગૃહસ્થાશ્રમમાં હોતું નથી. ચારિત્ર તો (મુનિને) અંતરમાં સ્વરૂપરમણતા કરવાથી, આખો ગૃહસ્થાશ્રમ છોડીને વેપાર-ધંધો છોડીને, એ મહાવ્રતનો શુભભાવ આવે છે. પણ એને પણ (તેઓ ) અપવાદમાર્ગ જાણે છે. અપવાદ એટલે (સામાન્ય નિયમમાં બાધ અર્થાત્ ) દોષ. અરે ! (આવી ) વાત! અનુભવીને દૃષ્ટિ અંતરમાં હોવા છતાં પણ સ્વભાવમાં સ્થિર ન રહી શકે તો શુભભાવમાં આવે છે, એ અપવાદ છે, દોષ છે; પણ આવ્યા વિના રહે નહીં. (આત્માનું) ભાન છે. દષ્ટિ ત્યાં છે. ધ્રુવ ઉપર ધ્યેય છે. (પણ પુરુષાર્થની કચાશને લીધે ) અંદરમાં નિર્વિકલ્પ-સ્થિર થઈ શકે નહીં. (એથી અપવાદમાર્ગમાં આવે છે.)
ધ્રુવનો તારો હોય છે ને...! એના લક્ષ વહાણ (રાત્રે) ચાલે છે. કારણ કે ધ્રુવ તારો ખસતો નથી. એક સ્થાને બરાબર હોય છે. તેથી દિશાની ખબર પડે છે. એમ ભગવાન ધ્રુવ નિત્ય; એનું લક્ષ કરવું એ ધ્રુવની ધારે ચાલવું. સમજાણું કાંઈ? અરે! પણ આ કઈ જાતનું (વ્યાખ્યાન)? કિલષ્ટ જેવું લાગે. કદી અભ્યાસ કર્યો નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
આમ ને આમ દુનિયામાં દુનિયાની હોંશુ કરીને મરી ગયો એમ ને એમ. કાંઈક ભગવાનનું સ્મરણ-“ખમો અરિહંતાઈ... જુમો સિદ્ધા....” કર્યું, (તો) એ શુભરાગ છે, એ કાંઈ ધર્મ નથી.
પણ અહીં તો કહે છે કે ધર્મ પ્રગટ થયો છે. ચારિત્રદશા અંદર થઈ છે. પણ અંદર નિર્વિકલ્પ અનુભવમાં વિશેષ સ્થિરતા ન રહી શકે તો એને (મુનિને) શુભભાવ આવે છે. અને શુભભાવ વખતે પણ દષ્ટિ તો ત્યાં રાખવી કે આ (શુભ) છોડીને ત્યાં અંદરમાં જવું છે. સમજાણું કાંઈ ? એમ અતુલ નિવૃત્તિ કરીને “ચૈતન્યસામાન્ય”—દર્શનગુણ છે એ ચૈતન્યસામાન્ય છે, દેખવાનો સ્વભાવ છે તે ચૈતન્યસામાન્ય છે. “અને ચૈતન્યવિશેષરૂપ”. જાણવાનો સ્વભાવ છે તે ચેતનનો વિશેષ છે, ભેદ છે. દેખવું એ સામાન્ય છે અને જાણવું એ વિશેષ છે. એ સામાન્ય અને વિશેષસ્વરૂપ ભગવાન આત્મા છે.
આહા.. હા! આવી અક્ષરની (અધ્યાત્મની) વાતો! આહા.... હા! અનંતકાળ જન્મમરણ! તો (કર્યા) બાપુ! અનાદિ ચોર્યાશીના અવતારમાં અનંતકાળ અનંત દુઃખના દિવસો ગયા છે. અરે ! અહીં જરીક સગવડતા મળે ત્યાં એમ થઈ જાય કે આહાહા ! અમે જાણે વધી ગયા ને! પાંચપચાસ લાખ મળે.... જ્યાં છોકરાંને ઠીક થાય ને બેપાંચ લાખની પેદાશ મહિનાની હોય.. –અમે સુખી છીએ ! –ધૂળેય નથી. સાંભળ ને હવે. (શ્રોતા) જોવા જવાની દષ્ટિ ફેર છે! (અમને) ત્યાં સુખ લાગે (છે.) (ઉત્તર) ત્યાં ધૂળ લાગે, માને છે. આહા.... હા! દેહ અને રાગની એકત્વબુદ્ધિમાં જ્યારે દેહ છૂટે ત્યારે પિલાશે, બાપુ! જેમ તલ ઘાણીમાં પિલાય છે તેમ જેને આ શુભરાગ અને દેહમાં એકત્વબુદ્ધિ છે (તે) એ દુઃખથી પિલાઈને દેહ છોડશે. અને ભવભ્રમણમાં જશે.
પણ જેને મારી ચીજ રાગની ભિન્ન છે, એવો અનુભવ કર્યો, તો મૃત્યુ વખતે પણ “હું તો રાગથી અને દેહની ક્રિયાથી ભિન્ન છું” એવી દષ્ટિનો અનુભવ લઈને, (હજી) જે થોડો રાગ બાકી હોય એને જાણવાવાળો રહે છે. પણ એને રાગથી સ્વર્ગાદિ મળે. પણ એ સ્વર્ગ મળે એમાં સુખ ન માને.
સ્વર્ગના દેવ છે. સાગરોપમનું મોટું આયુષ્ય. સાગર+ઉપમ=સાગરોપમ. દરિયો છે, એના પાણીના બિંદુની ઉપમા અસંખ્ય છે; એમ દેવનું આયુષ્ય અસંખ્ય અબજ વર્ષનું છે. આ તમારી થોડી થોડી ભાષામાં કહીએ છીએ, શાસ્ત્રભાષા બહુ આકરી છે. સાગરોપમ-સાગરની ઉપમા જેની આયુષ્યની, એટલું મોટું આયુષ્ય. પણ એ પણ આત્માના ભાન વિના પુણ્યક્રિયા કરીને સ્વર્ગમાં ગયો, ત્યાંથી મરીને ધૂળમાં-પશુમાં જશે. આહા.. હા!
અને ધર્માત્માનો આ જે ઉત્સર્ગ ને અપવાદ (માર્ગ છે); એમાં (ઉત્સર્ગમાં) જે અંદર રહી શકે નહીં. (ત્યાં) જે (અપવાદ-) રાગ આવ્યો હતો ) પણબંધ થઈ જશે, સ્વર્ગનો બંધ થઈ જશે, સ્વર્ગમાં જશે, ત્યાં પણ “હું રાગ અને પરવસ્તુથી ભિન્ન છું' એવો અનુભવ તો સાથે લઈને જાય છે. ત્યાં લાખો-કરોડો ઇન્દ્ર-ઇન્દ્રાણીઓ (હોય પણ) ક્યાંય સુખબુદ્ધિ નથી. ધર્મીજીવને પરમાં ક્યાંય સુખબુદ્ધિ નથી. સુખ તો અંતર આત્મામાં, અતીન્દ્રિય આનંદમાં (છે)
ત્યાં સુખબુદ્ધિ છે. પણ એમાં સ્થિર રહી શકે નહીં તો એ અપવાદમાર્ગ આવ્યો, પણ એમાં સુખબુદ્ધિ નથી.
આહા. હા! હવે આવું (સત્યસ્વરૂપ) ક્યારે સમજે ને ક્યારે (પ્રયોગમાં મૂકે?) આહા... હા! જેટલી ક્ષણ જાય છે. જિંદગી ચાલી જાય છે. એ દેહની સ્થિતિ પૂરી થવાનો નિશ્ચિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૯ કાળ છે. એમાં એક ક્ષણ વધે નહીં અને ઘટે નહીં. દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે. જે ક્ષેત્રે, જે કાળે, જે સંયોગે (દહ) છૂટવાનો તે છૂટશે, છૂટશે, છૂટશે. નિશ્ચિત જ એ વસ્તુ (સ્થિતિ) છે. તો જેટલી ક્ષણો અને દિવસો જાય છે તે બધાં મૃત્યુની સમીપ જાય છે. દેહ છૂટવાની સમીપ જાય છે. આહા.... હા ! એ જાણે છે કે “હું મોટો થયો. બાહુબળથી પૈસા વધાર્યા!' ભગવાન કહે છે કે તું મૃત્યુની સમીપ જાય છે.
(અહીંયાં કહે છે કે:) “અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ “જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં” નિજ દ્રવ્ય એટલે વસ્તુ. દ્રવ્ય એટલે આ તમારા પૈસા નહીં. નિજદ્રવ્ય વસ્તુ ભગવાન, અસ્તિ-અવિનાશી અનાદિ-અનંત એવી ચીજ છે. “છે” તેની ઉત્પત્તિ શી? “છે' તેનો નાશ શો? “છે” તેના સ્વભાવનો અભાવ શો? સ્વભાવ અંદર ત્રિકાળ પડ્યો છે. સમજાણું કાંઈ ? કોનો પ્રકાશ? –જેનો દર્શન અને જ્ઞાન પ્રકાશ છે, એવા નિજદ્રવ્યમાં
સર્વતઃ સ્થિતિ કરો.” -દર્શન અને જ્ઞાન પ્રકાશસ્વરૂપ એવો ભગવાનઆત્મા, એવા નિજપદાર્થમાં સ્થિતિ કરો. પ્રભુ! તમારે મુક્તિ જોઈતી હોય તો ત્યાં સ્થિર થાઓ. પરમાનંદનો ભાવ અને પરમદુઃખનો અભાવ, એમ જો કરવું હોય તો આ કરો. નહીંતર તો રખડો છો, રખડો. સમજાણું કાંઈ?
આયુષ્યની પળ જે છે તેટલી જ રહેશે... હોં! લાખ ઉપાય કરે તો કાંઈ ? ઉપાય કરે, તો આયુષ્ય વિશેષ વધી ગયું! બધી જૂઠી વાત છે. આયુષ્ય નિશ્ચિત છે તેટલું જ ત્યાં રહેવાની યોગ્યતા આત્માની છે.
જિજ્ઞાસાઃ જેટલા શ્વાસ લેવાના હોય તેટલા લ્ય. ધીમેથી લે તો વધારે વખત જીવે ?
સમાધાન: એ ય ખોટી વાત છે. એ બધી ખોટી વાત છે. (એ ય) લાઠીમાં જોયું હતું. ઘણાં વર્ષો પહેલાંની, સંવત ૧૯૭૧ની વાત છે. (એક) વૃદ્ધ હતા. ધીમે ધીમે હાલે. એને મેં પૂછ્યું કે શરીર તો નીરોગ છે તો આ કેમ એમ ચાલો છો ? ધીમે ધીમે ચાલવાથી શ્વાસ બહુ ન લેવા પડે તો આયુષ્ય વધી જાય. (શ્રોતા ) રૅક્ટર બહુ કહે છે! (ઉત્તર) ટૅક્ટરો ય બધા ગ૫ મારે. (શ્રોતા:) આરામ લેવાનું તો કહે છે ને ? (ઉત્તર) તો શું આરામ અંદર છે કે બહાર છે? દુનિયાની વિરુદ્ધ છે ને... બાપા ! દુનિયાની બધી ખબર છે, બાપા ! આખી જિંદગી આમ (નિવૃત્તિમાં ) કાઢી છે. પ્રવૃત્તિ થોડી. પાંચ વર્ષ-તેસઠથી અડસઠ-પાલેજમાં દુકાન ચલાવી હતી.. બસ! પછી છોડી દીધું બધું. તેને છાસઠ વર્ષ થયાં. (અત્યારે) દુકાન મોટી ચાલે છે. ત્રીસપાંત્રીસ લાખ રૂપિયા છે. એક વર્ષની ત્રણચાર લાખની પેદાશ છે. અમારા ભાગીદારનો છોકરો છે. –ધૂળમાં ય ક્યાંય નથી. (શ્રોતાઓ) પેલા વખાણ કરો પછી તમે કહો છો ધૂળ ! (ઉત્તર:) ધૂળમાંય... હેરાન થઈને મરી ગયો. અહીં તો (કહે છે કેઃ) પુણ્યભાવ આવે છે અને (જો) એમાં રોકાય તો હેરાન થઈને દુઃખી થાય. આહા... હા ! એ પુણ્યભાવ જેને સત્કાર્ય કહે, એ દુઃખ છે, વિકલ્પ છે, રાગ છે, વિકાર છે.
આહા... હા! એનાથી (પુણ્યભાવથી) ભિન્ન ભગવાન-ભગવાન પોતાનું સ્વરૂપ હોં ! નિજદ્રવ્ય લીધું ને..! –નિજદ્રવ્યમાં સર્વતઃ– ચારે બાજુથી–સ્થિતિ કરો. ત્યારે મુક્તિ મળશે. ત્યારે અતીન્દ્રિય આનંદનો લાભ થશે. અને અનંત દુ:ખથી મુક્તિ થશે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬O – પ્રવચન નવનીત: ભાગ-૨
વળી ( આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ) :તથા દિ
(માનિની) विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः तपसि निरतचिताः शास्त्रसंघातमत्ताः। गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः कथममृतवधूटीवल्लभा न स्युरेते।। ११५ ।।
[શ્લોકાર્થ:- ] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
“જેઓ વિષયસુખથી વિરક્ત છે” પરતરફના વલણવાળું જે વિષયસુખ છે એનાથી (જે) અંદર વિરક્ત છે, એ મુક્તિ મેળવી શકે છે, એમ કહે છે.
“શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે”-શુદ્ધ ભગવાન ચિદાનંદ પ્રભુ એમાં (જે) અનુરક્ત છે. આહા... હા! વિષયથી વિરક્ત છે, સ્વભાવમાં અનુરક્ત છે. આહા... હા! જે સ્વભાવમાં અનુરક્ત નથી તે સ્વભાવથી વિરક્ત છે, રાગથી રક્ત છે. આહા. હા! આવી વાતો !! સાંભળવા મળે નહીં. વિષયસુખથી વિરક્ત.... પણ વિષયસુખથી એકલા વિરક્ત નહીં પણ શુદ્ધતત્ત્વમાં અનુરક્ત (છે). એ આત્માના આનંદસ્વરૂપનો રંગ જેને ચડયો છે (તે) શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે.
તપમાં લીન જેમનું ચિત્ત છે”-તપ એટલે ચારિત્ર. સ્વરૂપમાં (લીન) તેને તપ કહે છે. આ અપવાસ કરવો ને ફલાણું કરવું એ કાંઈ તપ નથી; એ તો બધાં લાંઘણ છે. અંતર આનંદસ્વરૂપમાં પ્રતપન કરવું. (એટલે કે) જેમ સ્વર્ણ (સોના) ને ગેરૂ લગાવે છે તેમ ભગવાન આત્મામાં સમ્યગ્દર્શનપૂર્વક અંદર લીન થવું, જેનાથી આનંદથી ઓપિત આત્મા પ્રગટ થાય છે, એનું નામ તપ છે. “તપત્તિ રૂતિ તપ:”| આહા.... હા ! અરે ! ક્યારેય (સાચું તપ ) કર્યું નહીં. (સત્ય સમજવાની) દરકાર કરી નહીં. અને આ તપ-વર્ષીતપ કરે ને અપવાસ કરે ને (માની બેસે કે) થઈ ગયો ધર્મ! આહા... હા ! તપ “આ” છે. “તપમાં લીન જેમનું ચિત્ત છે.” -આ જ્ઞાન, જ્ઞાનમાં લીન છે.
શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે”—આહા... હા! એ શાસ્ત્રમાં મસ્ત છે, પાગલ છે. દુનિયાથી ભિન્ન થઈ ગયા (છે). આહા... હા! શાસ્ત્રસમૂહના ભાવમાં મસ્ત છે. શાસ્ત્રસમૂહમાં મસ્ત-ઘેલા છે, ઘેલા છે એ ધર્મી શાસ્ત્રસમૂહમાં ઘેલા છે. લોકો કહે, શું કહે છે આ? ઘેલા જેવી વાત કરે છે! પાગલ લોકો ધર્માત્મા-મુનિઓને જોઈને પાગલ કહે. -શું વાત કરે છે ? -આત્મા એવો છે ને આત્મા એવો છે. બાપુ! ભગવાન તું છો ! ( એ આત્માને) સમજણમાં લે તો તને (એની) ખબર પડે. આહા.... હા ! શાસ્ત્રસમૂહમાં મત્ત છે, (મસ્ત છે), ઘેલા છે, અતિ (શય) પ્રીતિવંત અને અતિ આનંદિત છે. શાસ્ત્રના (ભાવનો) અંદર પોતાના ભાવમાં જે અનુભવ થયો એમાં અતીન્દ્રિય આનંદ છે.
શાસ્ત્રનું એકલું જ્ઞાન નહીં; શાસ્ત્ર તરફ ઝુકાવ એ નહીં; પણ શાસ્ત્ર જે કહે છે કે “તારું સ્વરૂપ અંદર પૂર્ણ આનંદ છે” (તેનું શ્રદ્ધાન-જ્ઞાન કરવાથી) એવી અંદર આનંદમાં મસ્તી ચડી ગઈ, મસ્તી થઈ ગઈ મસ્તી! મસ્ત આહા.... હા! જેમ દારૂ પીને મસ્ત થઈ જાય છે ને!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૫ - ર૬૧ તેમ આત્માની શાંતિ પ્રગટ કરીને મસ્ત થઈ જાય છે. એને દુનિયાની કાંઈ પડી નથી. આહા.... હા! અતિ આનંદિત થાય છે. –એ શાસ્ત્રસમૂહુમાં મત્ત છે.
ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે” ભગવાન આત્મામાં અનંતગુણ પડ્યા છે. સંખ્યાએ ગુણ અનંત છે. વસ્તુ એક. ઝીણી વાત! જેમ સાકર એક; પણ સફેદાઈ, મીઠાશ, સુંવાળપ આદિ એની શક્તિ છે. એમ વસ્તુ એક; પણ જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે. આહા... હા! “ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે.” જેની દષ્ટિમાં ગુણયુક્ત આત્મા આવ્યો, એ ગુણરૂપી મણિઓનો સમુદાય-પિંડ આખો ભગવાન, એ સહિત છે. એમ કહીને શું કહ્યું? જુઓ! ગુણરૂપી મણિઓ અર્થાત્ અંદર ગુણરૂપી મણિઓ અર્થાત્ અંદર ગુણરૂપી મણિઓજ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, દર્શન, જ્ઞાન, વીર્ય એવા અનંત ગુણરૂપી મણિઓ અંદર-પડ્યાં છે. ગુણરૂપી મણિઓથી સહિત છે. આહા... હા... હા !
અને સર્વ સંકલ્પોથી મુક્ત છે.” –પરની એકતાબુદ્ધિથી જે સંકલ્પ-વિકલ્પ થાય છે (એથી મુક્ત છે), બેની વ્યાખ્યા છે જરી. સંકલ્પમાં પરની એકતાબદ્ધિવિકલ્પમાં અસ્થિરતા. - એ બેયથી મક્ત છે. “સમયસાર' માં ૩૫મા પાને ( કળશ-૧૦) આવે છે ને...! રાગ અને પરની એકત્વબુદ્ધિ, એ સંકલ્પ. અને અસ્થિરતાનો ભાવ થવો અનંતાનુબંધી, એ વિકલ્પ. દરેકનો અર્થ કરવા જઈએ તો ઝીણું પડે. (સર્વ) સંકલ્પ-વિકલ્પથી મુક્ત છે. “હું આનંદસ્વરૂપ છું' એવો વિકલ્પ પણ જેને અંતરમાં છુટી ગયો છે. છેલ્લી વાત છે તે કરે છે. અને અતીન્દ્રિય આનદમાં મસ્ત થઈ ગયા છે. આણ... હીં!
તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય?” આહા.... હા! શું કહે છે? એવો જે આત્મા આનંદસ્વરૂપ, અનંત ગુણના મણિઓથી સહિત છે; એવું (જેને) ભાન થયું, દષ્ટિ થઈ અને સ્થિરતા થઈ તો તે, મુક્તિસુંદરી-મુક્તરૂપી દશા, પૂર્ણાનંદપ્રાણિરૂપ દશા એ મુક્તિસુંદરી, એ મુક્તિરૂપી સુંદરી- (નો વલ્લભ થશે).
પાઠમાં “સ્ત્રી' કહ્યું છે ને...! “થમમૃતવયૂટીવજ્ઞમ સ્પરતે.” વધૂ એટલે સ્ત્રી. એવો ભગવાન આત્મા, (એવા) આત્મામાં જેની દૃષ્ટિ ને જ્ઞાન ને રમણતા જામી ગઈ છે તે મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ કેમ ન થાય? આહા... હા! એટલે શું કહે છે? કે એને પૂર્ણાનંદની પ્રાપ્તિમાં વલ્લભ અર્થાત્ પ્રેમ થશે. એ જ વલ્લભ (પ્રેમી) છે. મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ (છે). જેમ પતિ, પત્નીનો વલ્લભ છે તેમ આ મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ થશે. પૂર્ણાનંદની પ્રાપ્તિ એ ચારિત્ર અને સમ્યગ્દર્શનના પ્રતાપથી, શુદ્ધ આત્માના અનુભવના પ્રતાપથી એ પૂર્ણ સુંદરમુક્તિરૂપી સુંદરીનો વલ્લભ કેમ ન થાય? –નિશ્ચયથી એની મુક્તિ થશે જ. એને મુક્તિ થશે જ. એમ કહે છે (“અવશ્ય થાય જ”). -એ આત્માની દષ્ટિ અને (એનો) અનુભવ અને (એમાં) સ્થિરતા કરવાવાળો જરૂર મુક્તિ પ્રાપ્ત કરશે.
કોઈ બીજો કરાવે છે, કરાવી શકે છે? –પોતે કરે છે. કોઈ મોક્ષ આપી શકે ? મોક્ષ તો એને અંદર આનંદ પડ્યો છે, એ આનંદને પ્રગટ કરવાનું તેને છે. અને દુઃખ જે દશા છે તેનો નાશ કરવો તે વ્યય. અનંત આનંદનું પ્રગટવું તે ઉત્પાદ. અને ધ્રુવપણે તો ત્રિકાળ છે. એવી મુક્તિની પ્રાપ્તિ કેમ ન હોય? –થશે, થશે જ થશે!
* * * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“ધર્મી જીવે સહુજ તત્ત્વ ઉપર દૃષ્ટિ દીધી છે તેને તે વીતરાગતાનું ઘર છે. વીતરાગમૂર્તિમાંથી વીતરાગતા આવે છે. જેના ઘરમાં રાગ નથી પણ સમતાથી ભરેલું ઘર છે, તેના ઉપર દષ્ટિ દેતાં તેમાંથી સમતા પ્રગટે છે. આત્મામાં તો એકલી વીતરાગતા ભરી છે. તેમાં જેણે નજર કરી છે, તેને તો તે વીતરાગતાનું ઘર છે. તેમાંથી તેને-સમ્યગ્દષ્ટિને સમતા પ્રગટે
-શ્રી “પરમાગમસાર' | પ૨૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૭
શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [પરમાર્થ-પ્રતિક્રમણ અધિકા૨]
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८७ ।।
છે.
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८७ ।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः। निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्तत्वात् निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारत: । अत एव शल्यत्रयं परित्यज्य परमनिःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति।
ગુજરાતી અનુવાદ
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૭.
અન્વયાર્થ:[ ય: તુ સાધુ: ] જે સાધુ [શત્યમાવં] શલ્યભાવ [ મુવા] છોડીને [નિ:શÈ] નિઃશલ્યભાવે [પરિણમતિ] પરિણમે છે, [ સ: ] તે ( સાધુ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ઉચ્યતે] કહેવાય છે, [યસ્માત્] કારણ કે તે [પ્રતિમળમય: મવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્મપંકથી યુક્તપણું હોવાને લીધે (–વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) ‘તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે' એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે ૫૨મ યોગી ૫૨મ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત ( −નિજસ્વરૂપ સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનતા. ૨૬-૨-૧૯૭૮ નિયમસાર” ૮૭મી ગાથા. “પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર” છે ને...! “અહીં નિઃશલ્યભાવે પરિણત મહોતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.”
-શું કહ્યું? “તત્ત્વાર્થસૂત્ર' માં આવે છે ને...! “નિ:શન્યો વ્રતી.” નિઃશલ્ય અર્થાત માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. (એ) ત્રણ મહાદોષ છે. એને-ત્રણ શલ્યને છોડીને, નિશ્ચય નિઃશલ્યભાવે પરિણત. એટલે કે શલ્યરહિત, અંદર આનંદ અને જ્ઞાનની પરિણતિથી પરિણત. પરિણત અર્થાત્ અવસ્થામાં તે-રૂપે પરિણમન થયું. એવા મહાતપોધન-મહાસંતતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણ હોય છે. છે ને...! નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.”
પ્રથમ તો,” –મુખ્ય વાત એ છે કે “નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા” આ આત્મા જ છે એ નિઃશલ્ય, ત્રિકાળ નિઃશલ્ય જ છે. ભગવાન આત્માનું સ્વરૂપ પરમાત્મા; એનું સ્વરૂપ નિઃશલ્યભાવે જ છે. આત્મા નિઃશલ્યભાવે છે તો પર્યાયમાં નિઃશલ્યભાવ પરિણત થાય
છે.
પહેલી વાત કરીઃ નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા! આહા... હા! અહીં ભગવાન અરિહંતની વાત નથી. અહીંયાં ત્રિકાળ ભગવાન નિઃશલ્યરૂપે પરમાત્માસ્વરૂપ; એ એનું (–આ આત્માનું)
સ્વરૂપ છે, પ્રથમ સમ્યગ્દર્શનના વિષયમાં “એ ત્રણ શલ્યરહિત પરમાત્મા છે.” એ સમ્યગ્દર્શનનો વિષય છે. “નિઃશલ્ય પરમાત્માસ્વરૂપ” એ સમ્યગ્દર્શનપ્રાપ્તિનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષયધ્યેય-નિઃશલ્ય પરમાત્માસ્વરૂપ, ધ્રુવ છે. સમકિતનો વિષય નિમિત્ત નહીં, રાગ નહીં અને શુદ્ધપર્યાય પણ નહીં. એ (આત્મા) તો નિઃશલ્યસ્વરૂપ જ છે. જો નિ:શલ્યસ્વરૂપ છે તો પર્યાયમાં નિઃશલ્યસ્વરૂપે થાય છે. સમજાય છે કાંઈ? આવી વાતો છે !!
જિજ્ઞાસા: પર્યાયમાં શલ્યભાવ નથી ?
સમાધાનઃ એ પર્યાયમાં શલ્ય છે, વસ્તુમાં નથી. વસ્તુ દ્રવ્યસ્વભાવ જે દ્રવ્ય; એનો તો નિઃશલ્યરૂપે જ પરિણમનસ્વભાવ છે.
એવા નિઃશલ્યસ્વરૂપ “પરમાત્માને, વ્યવહારનયના બળે ” એ તો પર્યાયનોવ્યવહારનયનો વિષય છે એ કારણે “કર્માંકથી યુક્તપણું હોવાને લીધે ”_પંક અર્થાત્ મેલ૫કાદવ કર્મ છે એની સાથે યુક્તપણું; એ યુક્તપણું વ્યવહારનયથી છે. નિશ્ચયનયમાં તો કર્મ સાથે યુક્તપણું છે જ નહીં. આહા... હા! આવી આવી (વાતું!)
પહેલાં નિઃશલ્યપણે પરિણમે એ પ્રતિક્રમણ છે, એમ કહેવું છે. તે પહેલાં નિઃશલ્ય પરમાત્મા જ છે, એમ બતાવ્યું છે. સ્વરૂપ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ! એમાં તો નથી માયા, નથી નિદાન. નિદાન એટલે કે આ પુણ્ય કરું અને પછી કંઈ સ્વર્ગ મળે કે ચક્રવર્તીપદ મળે, એવું (નિદાન); સ્વરૂપમાં તો છે જ નહીં. તેમ મિથ્યાશલ્ય જે માન્યતા-રાગથી ધર્મ થાય, પુણ્યથી ધર્મ થાય-એવું જે મિથ્યાશલ્ય; એ સ્વરૂપમાં તો છે જ નહીં. આહા.... હા! એવું જે નિશ્ચયથી નિઃશલ્ય પરમાત્મસ્વરૂપ એ વ્યવહારથી કર્માંકથી મલિનતા સહિત દેખાય છે. એવું હોવાને લીધે “વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે.” –આહા. હાવસ્તુ સ્વરૂપ નિઃશલ્ય પરમાત્મા હોવા છતાં પણ (એ) પર્યાયમાં ત્રણ શલ્યપણે વર્તે છે. આહા.... હા! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ – ર૬૫ પહેલું તો એ સિદ્ધ કર્યું કે ત્રણ શલ્યપણે પર્યાયમાં વર્તે છે. “વર્તે છે” તેને છોડવું છે. આત્મા શલ્યપણે પરિણમે ? કે-હી. વ્યવહારનયે પરિણમે? ડૅ. ગાંગુલીનો એક પ્રશ્ન વારંવાર આવતો કે-આત્મા રાગરૂપે થાય? આહા.. હા! તત્ત્વની કાંઈ ખબર ન મળે. તત્ત્વ જે દ્રવ્યસ્વભાવ, શક્તિરૂપ સ્વભાવ, આત્મા સાથે તાદાભ્ય ગુણના સ્વભાવરૂપ વસ્તુ, એ તો તદ્દન નિર્દોષ-પવિત્ર છે; પણ એ આત્મા જ પોતે પોતાનું સ્વરૂપ ભૂલી અને પર્યાયમાં મિથ્યાત્વભાવ, માયાશલ્ય, નિદાનશલ્ય, (એ) પર્યાયમાં પરિણત થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા ) અહીં માયા આવી, ક્રોધ-માન નથી આવ્યા! (ઉત્તર) અહીંયાં માયાશલ્ય લેવું છે. કપટનું અંદર ઊંડ શલ્ય પડ્યું હોય (છે). “માયા હૃદય હાથ ન આવે” એવા માયા-કપટ-કુટિલતા, એ લેવું છે. મિથ્યાત્વ ને માયા (-કપટ) ને નિદાન. બસ! ત્રણ શલ્ય છે. પછી રાગનો અસ્થિરતાનો ભાવ મુનિને (પણ) હોય છે. પણ અહીંયાં તો ત્રણ શલ્યરહિત મહાતપોધન (હોય છે. અર્થાત ) ભગવસ્વરૂપ આચાર્યમુનિની પરિણતિમાં ત્રણ શલ્યરહિત દશા હોય છે. અને તેના (-શલ્યના) સ્થાનમાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય અનંત શાંતિની ઉગ્રતાનું પરિણમન હોય છે. શાંતિ. શાંતિ.. શાંતિ, આનંદ.. આનંદ! આહા... હા... હા!
ધર્મીને, કોઈ પરચીજમાં, પોતાની ચીજથી અધિકતા અને વિશેષતા ક્યાંય ભાસતી નથી. સમજાય છે કાંઈ ? ધર્મીને પોતાના આત્માના આનંદસ્વરૂપની વિશેષતા-ચમત્કારિક માહાભ્ય ભાસ્યું છે તેથી (તેને) કોઈ બાહ્ય પદાર્થ-શરીર સુંદર, ધણી લક્ષ્મી, કરોડો રૂપિયાના મોટા બંગલાની વિસ્મયતા-આશ્ચર્યતા દેખાતી નથી. આહા. હા! ઇન્દ્રનાં ઇન્દ્રાસન હોય તોપણ સમકિતીને (તેમાં) આશ્ચર્યતા-વિસ્મયતા લાગતી નથી.
(આત્માને) એ ત્રણ શલ્યો (વર્તે છે) “એમ ઉપચારથી કહેવાય છે.” –શું કહ્યું? ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ, ધ્રુવ; એમાં તો ત્રણ શલ્ય નથી. પણ પર્યાય, કર્મના સંગેકર્મના સંયુક્તપણાને કારણે-ત્રણ શલ્યપણે છે; એ વ્યવહારનયથી–ઉપચારથી કહેવામાં આવે છે. ઉપચારથી એટલે દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, માટે ઉપચાર છે. સમજાય છે કાંઈ ? વ્યવહારનયથી કહો કે ઉપચારથી કહો તો એ ત્રણ શલ્યસહિત વર્તે છે. વર્તે છે (અર્થાત્ ) એ આત્મા ત્રણ શલ્યમાં વર્તે છે. પર્યાયમાં ત્રણ શલ્ય (છે). ઇન્દ્રિયોમાં સુખબુદ્ધિ, પુણ્યના ભાવમાં હિતબુદ્ધિ, પાપના પરિણામમાં આનંદનું-સુખનું ભાસવું-એ બધો મિથ્યાત્વભાવ; એ ભાવમાં જીવ વ્યવહારનયે વર્તે છે. (શ્રોતાઃ) ઉપચાર કરવો એટલે? (ઉત્તર:) એ પર્યાયમાં છે, એ જ ઉપચાર. વસ્તુમાં નથી અને પર્યાયમાં છે એ વ્યવહાર કહો કે ઉપચાર કહો (એકાર્થ છે). પર્યાયમાં ત્રણ શલ્યપણું છે, એને આત્મા-દ્રવ્ય-જીવ-વસ્તુ તો નિમિત્તમાત્ર છે. નિમિત્ત એટલે કંઈ નહીં. પર્યાય ઉપાદાનપણે પોતામાં ત્રણ શલ્યપણે વર્તે છે.
“બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા' એટલે કે જગત નથી તેમ દોષ પર્યાયમાં નથી (–એમ નથી). પરમ સત્ય પ્રભુમાં દોષ નથી; પણ એની પર્યાયમાં દોષ નથી એવું (વસ્તુ) સ્વરૂપ નથી. જે દોષ ન હોય તો એને અતીન્દ્રિય આનંદનો અનુભવ જોઈએ.
કહે છે કે: એ ત્રણ શલ્યના ભાવસહિત વર્તે છે. વર્તે છે, એમ કીધું. કર્મને લઈને વર્તે છે. એમ નહીં. પોતે પોતાને ભૂલીને (એન), કર્મનું સંયુક્તપણું-સંબંધ છે. બસ! આહા.... હા! ઊંડ ઊંડે કંઈક પણ રાગના અંશના ભાગથી (મને ) લાભ થશે-એવું જે મિથ્યાત્વ શલ્ય છે, એમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ વ્યવહારનયે એ જીવ વર્તે છે. એને ઉપચારે કહેવામાં આવે છે.
ત્રણ શલ્યો વર્તે છે, એમ કીધું ને...! દોષ ચૈતન્યની પર્યાયમાં નથી, એમ નથી. તેમ કર્મને લઈને (દોષ) છે, એમ (પણ) નથી. તેમ તે (દોષ) છે માટે તે નિશ્ચયથી છે, એમ પણ નથી. અશુદ્ધનિશ્ચયથી એને કહેવાય; પણ અશુદ્ધનિશ્ચય એ વ્યવહાર જ છે. સમજાય છે કાંઈ? પરચીજ છે તે તો નિમિત્તમાત્ર છે. આહા.... હા! અરે! દોષ છે તેને પણ ભગવાન-દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. એટલે (દોષ) એનાથી (ત્રિકાળી દ્રવ્યથી) થતો નથી અને આનાથી (કર્મથી) થતો નથી. (શ્રોતા:) પર્યાયમાં છે પણ છૂટી જાય માટે? (ઉત્તર) છે, વ્યવહાર છે, તો છૂટી જાય છે. નિશ્ચયથી જ (દોષ) એના સ્વભાવમાં હોય તો છૂટે નહીં. (કેમકે) એ (દોષ) તો એનું વસ્તુસ્વરૂપ થઈ ગયું.
અહીં તો મુનિપણાની દશા નિઃશલ્યપણે વર્તે છે, એનું વર્ણન છે. અને તેને (મુનિને) સાચું પ્રતિક્રમણ હોય છે. એ શલ્યથી પાછો હુઠયો છે. પ્રતિક્રમણ છે ને...! વ્યવહારે જે શલ્ય છે તેનાથી તે ધર્મી વ્યવહારે પાછો હુક્યો છે. ત્યારે તેને નિઃશલ્ય પરિણમન પર્યાયમાં-અતીન્દ્રિય આનંદની વ્યક્તદશા પરિણમનરૂપે થાય છે. તેને અહીંયાં સત્ય-નિશ્ચય પ્રતિક્રમણ કહીને, પ્રતિક્રમણમય એ જીવ છે. -નિઃશલ્યપરિણમનસહિત જ એ જીવ છે.
એમ ઉપચારથી કહેવાય છે”. છે! “આમ હોવાથી જ” એટલે (ક) વસ્તુના ત્રિકાળસ્વભાવમાં તો, પરમાત્મસ્વરૂપમાં તો, એ ત્રણ શલ્યમાંથી એકેય શલ્ય છે જ નહીં, પણ પર્યાયમાં ત્રણ શલ્યપણે વર્તે છે–એથી “આમ હોવાથી જ' “ત્રણ શલ્યો પરિત્યાગીને ” ( અર્થાત્ ) છે તેને છોડ છે ને..! ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ, નિઃશલ્યસ્વરૂપ; એનો આશ્રય લઈ અને જ્યાં સ્થિરતા થાય છે ત્યારે (એ) ત્રણ શલ્ય છૂટી જાય છે. એટલે ત્રણ શલ્યનું એને પ્રાયશ્ચિત્ત થયું. પ્રતિક્રમણ થયું. “ત્રણ શલ્યો પરિત્યાગીને” – એકલો “ત્યાગીને ” શબ્દ નથી લીધો (પણ) “પરિત્યાગીને” એટલે કે સમસ્ત પ્રકારે છોડીને. આહા... હા!
આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય અમૃતનો સાગર! જેના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો (સડલા તરણા જેવા લાગે). અર્ધલોકનો સ્વામી શકેન્દ્ર અને એની કરોડો ઇન્દ્રાણીઓ-એ (કાંઈ ) આ ધાનના ઢીંગલાં નથી, એને તો હજારો વર્ષે કંઠમાંથી અમૃત ઝરે. એના (ઇન્દ્રના) ભોગ પણ જ્ઞાનીને દુ:ખદાયક અને ઝેર જેવા લાગે. કેમકે તેને અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ એ વિષયભોગના રાગનો સ્વાદ ઝેર જેવો દુ:ખરૂપ લાગે છે. તેથી તેને આનંદના સ્વરૂપમાં રમતાં રમતાં એ શલ્યનો ત્યાગ થઈ જાય છે.
જિજ્ઞાસા: બાહુબલીજીને શલ્ય હતું ને?
સમાધાન: બાહુબલીને જરીક વિકલ્પ હતો. મિથ્યાત્વશલ્ય નહોતું. રાગ જરી થોડોએટલો રહી ગયો હતો. વિકલ્પ ખસતો નહોતો. જરીક ( રાગ) ત્યાં (મુનિને) રહી જાય છે. (મુનિ) છઠ્ઠું-સાતમે, છટ્ટે–સાતમે (ગુણસ્થાને) રહ્યા જ કરે. સાતમે જાય તોપણ ( અસ્થિરતાવશ) પાછા છટ્ટે આવ્યા કરે. (વિકલ્પ) છોડીને અંદર (શ્રેણીમાં) જઈ શકે નહીં. એટલો જરી રાગ રહી ગયેલો શલ્ય નહીં; રાગ. વ્યવહારે કહેવાય એમ જરી-એ રાગમાં અટકયો કે હું કોઈની જમીનમાં ઊભો છું, એમ. ભરતને દુ:ખ લાગ્યું હશે? એવો જે વિકલ્પ, તે છઠ્ઠ આવે ત્યારે, રહ્યા જ કર્યો. સાતમે જાય ને પાછા છૐ આવે, (પણ) એ વિકલ્પ ખસે નહીં. આહા.... હા ! એ જ્યારે અંતર – અંદરમાં ઊતર્યા (ત્યારે) એ વિકલ્પનો નાશ થઈ ગયો અને વિશેષ-ઉગ્ર નિર્વિકલ્પ આનંદની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ - ૨૬૭ ધારા વહી. આહા.... હા ! એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આવી વાત છે !! સમજાણું?
સંવત-૧૯૮૦માં, બોટાદમાં બધા ભાઈ સાંજે પડિકમણ કરવા આવે. એકવાર બધાને મારાથી એમ કહેવાયું કે ભાઈ ! આ પડિકમણ છે એ ઠીક; પણ આત્માનુભવ અને વિભાવ શું ચીજ છે એ ખબર છે? એ તો બોલ્યા નહીં પણ પછી આ (બીજા સાધુ) બોલ્યા કે એ વિભાવ અને અનુભવ; જેવું આપણે ન હોય. આહા... હા! કાંઈ ખબર ન મળે, શું કહે? અને આમ કહેવાતા જૈનના બેરિસ્ટર. આ બેરિસ્ટરમાં એટલી આવડત! ૭૨ની સાલની વાત છે. એકવાર મેં ચીતલમાં પૂછ્યું કે: ધર્માસ્તિકાયમાં ગુણની સંખ્યા કેટલી ? ત્યારે કહ્યું કે એમાં બે ગુણ છે–એક ગતિ અને એક અરૂપી. (શ્રોતા ) ત્યારે આ ચાલતું જ નહોતું. અહીં તો પ્રભુ કહે છે કે દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ પણ અનંત અને વિશેષ પણ અનંત છે. હવે આ મોટા બેરિસ્ટર કહેવાય, એને એટલી ય ખબર નહીં! અહીં તો કહે છે કે આ પણ એક વસ્તુ છે. એ પોતાપણે છે અને પરપણે નથી, તો એમાં અનંત ધર્મ થઈ જાય છે. એને તો સાંભળ્યું ય ન હોય કે એમાં (આત્મામાં) અનંતધર્મત નામનો તો એક ગુણ છે. (એવા) અનંત ધર્મ, અનંત ગુણ, અનંત શક્તિ આત્મામાં છે. એ વિભાવ ને અનુભવ અને એ કંઈ વાત (સંપ્રદાયમાં છે જ નહીં).
ભાઈ ! રાગના ભાવથી છૂટી, ભગવાન પૂર્ણાનંદનો પ્રવાહ વહે છે, તેને અનુસરીને અંદર દશા પ્રગટ કરવી એનું નામ આત્માનો અનુભવ છે. અને એ અનુભવ રત્નચિંતામણિ (છે). આહા.. હા! “અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ.” –એ અનુભવ રસનો દરિયો છે. આહા... હા ! જેમાં અનંત પર્યાયો એકીસાથે શુદ્ધપણે પરિણમે (છે). આહા... હા ! એ અનુભવનું નામ પણ ન આવડે કોઈને (-સંપ્રદાયમાં) કે આપણમાં અનુભવની વાત નથી. અહીં કહ્યું:
અનુભવ ચિંતામણિરતન”-રત્નચિંતામણિ. એ આત્માનો રાગથી ભિન્ન પડીને અંદરમાં અનુભવ કરવો એ તો રત્નચિંતામણિ છે. એટલે ચિંતામણિનો પથ્થર મળે તો ચિંતવે તે થાય. એ પથ્થર દેવઅધિષ્ઠિત હોય છે, તેમ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનમાં આવ્યો ત્યારે જે આત્માનો અનુભવ થાય એ તો રત્નચિંતામણિ છે. અનુભવ હોં! વસ્તુની તો શી વાત કરવી? આહા... હા ! પૂર્ણાનંદનો નાથ ! જેમાં અનંત અતીન્દ્રિય આનંદ ભરચક ભર્યો છે. (અનંત) અતીન્દ્રિય જ્ઞાન, અનંત અતીન્દ્રિય શ્રદ્ધા શક્તિરૂપે, અનંત... અનંત... અનંત અતીન્દ્રિય પ્રભુતા-એનો તો પ્રભુ છે એ ભગવાન ! એની તો વાત શી કરવી અનુભવ પર્યાયમાં થાય તેને પણ અમે અનુભવ રત્નચિંતામણિ કહીએ છીએ. આહા.. હા.. હા!
આ (લખાણ) શાસ્ત્રમાં બધું છે... હોં! પણ વાંચતા નથી. દિગંબર શાસ્ત્રોમાં બધી વસ્તુ છે. એવી (વાત) બીજે ક્યાંય નથી. દિગંબરના શાસ્ત્રમાં તો બધુંય ભર્યું છે. દિગંબરના કોઈ પણ શાસ્ત્ર નાનામાં નાનું- “દ્રવ્યસંગ્રહ લ્યો, “ઇબ્દોપદેશ' લ્યો !
ઇષ્ટ ઉપેદશ-પ્રિય ઉપદેશ, યથાર્થ ઉપદેશ-કોને કહીએ? ત્યાં એમ ૩પમી ગાથામાં કહ્યું કે: જીવ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. (જીવે ) નિમિત્તથી ગતિ કરી નથી. પોતે ગતિ કરે છે ત્યારે સામે નિમિત્ત ધર્માસ્તિકાય કહેવાય. એવી રીતે (નિમિત્ત) બધાયને ધર્માસ્તિકાયવત્ (હોય છે). એવો પાઠ છે. (તેમ છતાં કેટલાક લોકોને) એ વાત બેસતી નથી. ના! એ નિમિત્ત કંઈક કરે. નિમિત્ત કંઈક (ઉપાદાનમાં) કરે. અગ્નિ આવે તો પાણી ઊનું થાય. છરી નિમિત્ત છે તો શાકના બે કટકા થાય. –બધી જૂઠી વાત છે. એ (શાકના) કટકા થવાનો (એ) પર્યાયનો કાળ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ એનો પોતાનો સ્વકાળ હતો તો થયા છે. ત્યારે છરીને નિમિત્ત કહેવામાં આવે છે.
અહીંયાં કહે છે: “ત્રણ શલ્યો પરિત્યાગીને –સમસ્ત પ્રકારે છોડીને, અને સમસ્ત પ્રકારે પૂર્ણાનંદના નાથનું અવલંબન લઈને, સર્વ બાજુથી ભગવાનના આશ્રમમાં આવીને.
• પ્રવચનસાર' મા “ આસન’ કહ્યું ને...! મૂળ આસન એ છે. એ આસનમાં આત્મા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન એ અંદર આસન છે. ત્યાં તને આનંદનું ધામ-ભગવાન મળે છે. જેમ એ
મકાનમાં જઈશ તો તને રાજા ત્યાં હશે તે મળશે એમ એ (આત્મા) ના આસન સમ્યગ્દર્શન-શાન; ત્યા જા તો તેને ભગવાનઆત્મા મળશે. આહી.. હીં !
એ ત્રણ શલ્યો પરિત્યાગીને “જે પરમ યોગી” જુઓ ! આ યોગી-ચોથે ગુણસ્થાને મુમુક્ષુને પણ યોગી–કહ્યા છે. પોતે જેટલી નિર્મળપર્યાયને દ્રવ્ય સાથે જોડે છે તે તેટલું યોગનું સાધન-યોગી છે. અને જે રાગના સાથને જોડે છે તે ભોગી જીવ, ભોગનો-વિકારનો ભોક્તાભોગી પ્રાણી છે. એ જગીથી ભોગી જુદી જાત છે.
અહીંયાં કહે છે: “જે પરમ યોગી”—એકલો યોગી શબ્દ વાપર્યો નથી. કેમકે ચોથે ગુણસ્થાને પણ યોગી તો કહ્યા છે. આપણે કહ્યું હતું ને...! મોક્ષાર્થી સિદ્ધાંત તો એમ સેવો. સંસ્કૃતમાં છે. મુમુક્ષુ એટલે યોગી, એવો શબ્દ છે. અહીં તો સમકિતદષ્ટિ શરૂ થઈ ત્યારથી તેને યોગનું જોડાણ સ્વભાવ તરફ થયું એટલે તેને યોગી કહેવામાં આવ્યો. અને મુનિ તો પરમ યોગી છે. શબ્દ પડ્યો છે ને...? આહી.. હા !
જેણે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય છોડ્યાં છે. (શ્રોતા ) વ્યવહારનયે વર્તે છે! (ઉત્તર) વર્તે છે ને...! –અજ્ઞાનીને પર્યાયમાં મિથ્યાત્વ વર્તે છે. (અજ્ઞાનીને) પર્યાયમાં મિથ્યાત્વ છે કે નહીં? વસ્તુમાં નથી. પર્યાયમાં મિથ્યાત્વ છે, નિદાન છે (અને માયા શલ્ય ) છે;
એને પર્યાયમાં છોડીને, નિર્મળપર્યાય પ્રગટ કરે. –એ તો વાત આવી ગઈ ને..! મિથ્યાત્વ, નિદાન અને માયા, એ પર્યાયમાં વર્તે છે, એની દશામાં વર્તે છે; કર્મમાં વર્તે છે એમ નહીં. (શ્રોતાઃ) આ મિથ્યાષ્ટિની વાત છે? (ઉત્તર) હ. મિથ્યાદષ્ટિની વાત છે. અને મિથ્યાષ્ટિ ગઈ ત્યારે પછી મિથ્યાત્વ વર્તતું નથી; પણ અંદર અચારિત્ર રાગાદિનું હોય છે. પણ અહીં તો ઉત્કૃષ્ટ વાત એટલે કે મુનિની (વાત) લેવી છે ને...! મુનિને તો ત્રણે શલ્યરહિત એકલી આનંદની દશા (વર્તે છે). આહા... હા! ગમે તેટલા પરીષહ અને ઉપસર્ગ આવે તો પણ તેમાં એ (મુનિ) ગભરાય નહીં, એ (તો) ઉત્કૃષ્ટ આનંદમાં જોડાઈ જાય (છે), આનંદના સ્વાદ લેવા એ અંદરમાં ઘૂસી જાય છે-જ્યાં અતીન્દ્રિય આનંદનો અંદર ઢગલો પડયો છે!
જિજ્ઞાસા: આવી વાત કંઈ હોય તો (આત્મા) ગયો ક્યાં? એમ કે મહારાજ ! બહુ વખાણ કરો છો: આત્મા આવો છે ને આવો છે! તો એ ધોયેલ મૂળા જેવો ચોખ્ખો-નિર્મળ આત્મા તે ગયો ક્યાં? એમ એક ભાઈ કહેતા.
સમાધાન: ગયો ક્યાંય નથી ! પણ તને ભાન નથી એટલે તને દેખાતો નથી. આહા.... હા! અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ, ધોયેલ મૂળા જેવો ચોખ્ખો પડ્યો છે!
અહીંયાં તો કહ્યું ને...! કેઃ એ તો નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા છે. એના સ્વરૂપમાં તો શૂલ્યની ગંધ નથી. આહા... હા! ધ્રુવ... ધ્રુવ! ધ્રુવના ધ્યેયને ધ્યાનમાં લઈને જેણે આત્માના અનુભવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ – ર૬૯ કર્યા અને ત્રણ શલ્યરહિત દશા થઈ એ પરમ યોગી કહેવાય છે. ઓલા અન્યમતિના યોગી બાવા કહેવાય, એ નહીં... હોં! આ તો સ્વરૂપ પરમાનંદનો નાથ-ઢીમ, અતીન્દ્રિય આનંદનો ઢીમ-ઢગલો, મહા અરૂપી સ્વભાવ પડ્યો છે; એમાં જેણે જોડાણ જડી દીધું છે-રાગમાં જે જોડાણ હતું તે છૂટીને, સ્વરૂપમાં જોડાણ કર્યું છે અને તે પણ ઉગ્રપણે કર્યું છે-તેથી તે સંતોને પરમ યોગી કહેવામાં આવે છે. આહા... હા! આ સંતોની સ્વરૂપદશા !!
આહા... હા! (આ જીવ) માંડ માંડ નિગોદમાંથી નીકળી, એકેન્દ્રિયમાંથી નીકળી, બેઇન્દ્રિય-ત્રિઇન્દ્રિય ચૌરેન્દ્રિય-પંચેન્દ્રિય, એમાંથી માણસ અર્થાત્ પંચેન્દ્રિયમાંથી માણસ થવું, આહા હા ! (અતિ દુર્લભ છે, ભાઈ ! અને) એમાં પણ આર્યકુળ, એમાં ઉત્તમ જૈનધર્મનું કુળ મળવું-આહા... હા ! એમાં પણ વીતરાગની વાણી યથાર્થ સાંભળવા મળવી, –આહા.... હા ! (ઉત્તરોત્તર દુર્લભ હોય છે). આહા... હા! (હવે) આવી દુર્લભ ચીજ મળી; એને લેખે લગાડી
ક્યારે કહેવાય? કે એ રાગથી ભિન્ન ભગવાનસ્વરૂપી પ્રભુની દષ્ટિ અને (એનો) અનુભવ કરો તો મનુષ્યપણું લેખે લગાડ્યું કહેવાય.
અહીં કહેવામાં આવે છે કે: (જે) પરમ યોગી “પરમ નિ:શલ્યસ્વરૂપમાં રહે છે” જોયું? પહેલાં મિથ્યાત્વ આદિમાં વર્તતો હતો એ જ્યારે ત્યાંથી છૂટીને સ્વરૂપમાં આનંદમાં આવ્યો ત્યારે નિ:શલ્યપણે રહે છે. પહેલાં શવ્યપણે રહેતો હતો. (એ) વાત પર્યાયની છે. વસ્ત તો (ત્રિકાળ ) નિઃશલ્ય છે. સમજાણું કાંઈ?
શ્વેતાંબરમાં તિખુન્નો, પડિકમણ, કાઉસગ્ગ, લોગસ્સ, નમોત્થણે આદિ સાત પાઠ આવે છે. એ પડિકમણ-સામાયિક કરે છે ને...? પોલેજમાં આઠ દી હું જ કરાવતો. આઠ દી બધા ભેગા થાય, પડિકમણ મોઢે કરેલું. સાંભળે બધા. –ધર્મ થઈ ગયો, લ્યો! આહા.... હા ! એ તો એક ઘડિયો (ગોખેલો) હતો. એ શુભભાવ અને એમાં પાછો ધર્મ માન્યો. (એ) મિથ્યાત્વશલ્ય હતું.
અહીંયાં તો કહે છે: (જે પરમ યોગી પરમ) “નિઃશલ્યસ્વરૂપમાં રહે છે” –ભાષા જોઈ ! અનાદિથી મિથ્યાશલ્યમાં રહેતો હતો એ મિથ્યાત્વ, નિદાન અને કપટ (માયા) ના ભાવને છોડી, શુદ્ધ ચૈતન્યધનના નિઃશલ્યભાવમાં પરિણમે છે, તેને સંત અને પરમ યોગી અને પ્રતિક્રમણમય કહેવામાં આવે છે. તે આત્મા પ્રતિક્રમણસ્વરૂપ જ છે. આહા. હા! સમજાણું કાંઈ ?
તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે”_જોયું! જે પરમ યોગી નિઃશલ્યપણે સ્વરૂપમાં રહે છે તેને સાચું પ્રતિક્રમણસ્વરૂપ, સત્ય પ્રતિક્રમણસ્વરૂપ-ખરેખર જેનાથી હઠવું છે તે હઠયો છે અને સ્વરૂપમાં આવ્યો છે માટે તેને સાચું પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. “કારણ કે તેને સ્વરૂપગત”–ઓલો (જે) રાગનો સંબંધ હતો તે છૂટીને હવે સ્વરૂપનો સંબંધ થયો છે. છે..! સ્વરૂપ સાથે સંબંધ (એટલે કે) હવે જ્ઞાયક ને અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુની સાથે જેને સંબંધ થયો છે. અનાદિથી તો રાગ અને પુણ્ય-પાપના ભાવની સાથે સંબંધ હતો અને તે મારા છે” એમ માનીને મિથ્યાત્વમાં હતો એમાંથી છૂટયો છે; નિઃશલ્યપણે રહે છે, સ્વરૂપમાં નિઃશલ્યપણે રહે છે. “તેને સ્વરૂપગત”—એ સ્વરૂપમાં રમે છે. હવે સ્વરૂપ સાથે સંબંધ થઈ ગયો છે. રાગનો સંબંધ છૂટીને સ્વરૂપનો સંબંધ કર્યો છે. આહા... હા !
ધ્યાન કરતાં તો એને આવડે છે. સમજાણું? પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. એક બાપ હતો. દીકરાનું લગ્ન વરઘોડો હાલ્યો ગયો. અને પોતે એકાંતમાં પડ્યો વિચાર કરતો હતો. અડધો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭) – પ્રવચન નવનીતઃ ભાગ-૨ કલાક સુધી વિચારમાં એટલો બધો મશગૂલ થઈ ગયો કે આને માટે શું કરવું અને કેમ કરવું? વરઘોડો વયો ગયો બજારમાં. પોતે હારે હોવો જોઈએ. એને ઠેકાણે ખૂણામાં બેઠાં વિચાર કરતાં એને કંઈ ખબર નહીં કે એ વરઘોડો ક્યાં ગયો? જુઓ! ધ્યાન કરતાં આવડે છે. બધું ભૂલીને ધ્યાન તો કરતાં આવડે છે. પણ ઊંધું! તો જેમ ધ્યાન આમ (ઊંધું ) આવડે છે એમ આમ (સીધું) કરતાં આવડે છે.
આહા.... હા! (પરમ યોગીને) “નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું”—અનાદિનું તો રાગ અને વિકાર સાથે સંબંધવાળું ધ્યાન હતું, અપ્રતિક્રમણ હતું. અને “આ' નિજસ્વરૂપ સાથે સંબંધવાળું “વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.” –ખરેખર તેને વાસ્તવિક-યથાર્થ પ્રતિક્રમણ કહેવાય છે. આહા... હા!
અહીં (સંપ્રદાયમાં) તો સાંજે જઈને પડિકમણ કર્યું અને થઈ રહ્યું (કર્તવ્ય), લ્યો! કાંઈ ન સમજે અર્થને. ન સમજે ભાવને. પડિકમણ હંમેશાં સવાર-સાંજ બે વાર કરીએ. અરે, ભાઈ ! પ્રતિક્રમણ તો “એને' કહીએ. કીધું ને.! તેને વાસ્તવિક પ્રતિક્રમણ છે જ. રાગને છોડીને, સ્વરૂપને ગ્રહીને, સ્થિર થાય છે તેને જ વાસ્તવિક પ્રતિક્રમણ છે જ. આહા.... હા! આવી પ્રતિક્રમણની વ્યાખ્યા !
[ હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
(અનુપુમ ) शल्यत्रयं परित्यज्य निःशल्ये परमात्मनि।
स्थित्वा विद्वान्सदा शुद्धमात्मानं भावयेत्स्फुटम्।। ११६ ।। [ શ્લોકાર્થ:- ] ત્રણ શલ્યને પરિત્યાગી, નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, વિદ્વાને સદા શુદ્ધ આત્માને ફુટપણે ભાવવો. ૧૧૬.
બહુ ભણ્યો હોય અને (અભ્યાસો કર્યો હોય એ વિદ્વાન નહીં. અહીંયાં તો “ત્રણ શલ્યને પરિત્યાગી”, (–છોડીને), “નિ:શલ્ય પરમાત્મામાં સ્થિત ” (રહે) તેને વિદ્વાન કહીએ, (એમ) કહે છે. આહા.. હા! એટલે શું? કે પહેલાં કહ્યું હતું-ત્રિકાળી આત્મા, નિઃશલ્ય પરમાત્મા છે! એ નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત “રહી વિદ્વાને ” ધર્માત્માએ, જ્ઞાનીઓએ “સદા શુદ્ધ આત્માને ” ત્રિકાળ ભગવાન પરમાત્મસ્વરૂપને [“ફુટપણે ”] પ્રગટપણે “ભાવવો.” આહા... હા! પર્યાયમાં તેની ભાવના કરવી. વસ્તુ તો વસ્તુ છે જ; પણ પ્રગટપણે તેની ભાવના કરવી. (એટલે કે:) અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં પ્રગટપણે તે આનંદની ભાવના કરવી. (અર્થાત્ ) પર્યાયમાં આનંદરૂપે પરિણમન કરવું. એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
છે ને...! આત્માને-શુદ્ધ આત્માને એટલે ત્રિકાળ, તે સદા. વિદ્વાન-ધર્મી જીવે સદા શુદ્ધ આત્માને (પ્રગટપણે ભાવવો). સાંજ-સવારે પ્રતિક્રમણ કર્યું, એમ નહીં, (પણ) અહીં તો કહે છેઃ સદા શુદ્ધ આત્માને ભાવવો. એને ચોવીસે કલાક પ્રતિક્રમણ છે. ઓલા-સ્થાનકવાસી સાંજેસવારે પ્રતિક્રમણ કરે ને...? આહા... હા! અહીં તો કહે છેઃ સદા. જ્ઞાનીએ સદા શુદ્ધ આત્માને પ્રગટપણે-પ્રત્યક્ષપણે ભાવવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૬–૧૧૭ - ૨૭૧ આહા... હા! વાતું બહુ આકરી. કઠણ તો ખરી ને..! અશક્ય નથી, કઠણ (છે.) ઘણો પુરુષાર્થ માગે છે. સત્ય પ્રતિક્રમણ માટે ઘણો પુરુષાર્થ માગે છે. રાગના કણથી પણ હુઠી અને નિઃશલ્ય પરમાત્મસ્વરૂપમાં ઠરવું એ કાંઈ ઓછી પુરુષાર્થદશા છે? એ અંદરની અધ્યાત્મદશા, એ વ્યવહાર થયો.
પરમાર્થવચનિકા” માં આવે છે ને..! અજ્ઞાનીને અધ્યાત્મના વ્યવહારની પણ ખબર નથી. આહા... હા! અધ્યાત્મનો વ્યવહાર એ કે ત્રિકાળ વસ્તુ છે એ નિશ્ચય, અને તેના આશ્રયે થયેલી વીતરાગી-નિર્મળદશા એ અધ્યાત્મનો વ્યવહાર છે એટલે કે આત્માનો એ આત્મવ્યવહાર છે. રાગાદિ એ તો મનુષ્યવ્યવહાર, લૌકિક વ્યવહાર, સંસારવ્યવહાર છે. એ (પ્રવચનસાર”) ગાથા-૯૪માં કહ્યું છે. એ અહીં કહે છે.
(અહીંયાં) કેટલાં વિશેષણો વાપર્યા છે-જુઓ ને..! નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, શુદ્ધ ચૈતન્યધન ભગવાન એમાં સ્થિત રહી, વિદ્વાને એટલે ધર્મીએ, જ્ઞાનીએ સદા-ચોવીસે કલાક (એ શુદ્ધ આત્માને ભાવવો).
જેણે (શલ્ય) છોડયું છે, એ (શલ્ય) ચોવીસે કલાક અંદર છોડેલું જ પડ્યું છે ! (સંપ્રદાયમાં લોકો) સાંજ-સવાર પડિકમણ કરે એમાં ક્યાં કંઈ છોડયું હોય છે). એ તો એક શુભભાવ છે, એ બંધનું કારણ છે; માને કે “મેં ધર્મ કર્યો' (તો તે મિથ્યાશલ્ય છે).
“ફુટપણે ભાવવો” – “ભાવવો' એટલે પર્યાય થઈ, પ્રગટ પર્યાયપણે (ભાવવો). શક્તિરૂપે તો ભગવાન પૂર્ણાનંદ નિઃશલ્ય છે જ; પણ પર્યાયમાં નિઃશલ્યપણે ભાવવો, પરિણમાવવું, પરિણમવું, એનું નામ યથાર્થ પ્રતિક્રમણ છે. એને પ્રતિક્રમણ છે જ. આહા... ! ૧૧૬ શ્લોક થયો.
| (પૃથ્વી). कषायकलिरंजितं त्यजतु चित्तमुच्चैर्भवान् भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः। स्वभावनियतं सुखं विधिवशादनासादितं
भज त्वमलिनं यते प्रबलसंसतेीतितः।। ११७ ।। [ શ્લોકાર્થ –] હે યતિ! જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ અને વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ છે-એવા કષાયકલેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે વિધિવશાત્ (-કર્મવશપણાને લીધે) અપ્રાપ્ય છે એવા નિર્મળ સ્વભાવનિયત સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭..
આહા... હા! ઉત્કૃષ્ટ વાત છે ને...! આ તો મુનિની વાત છે. “હે યતિ!” ઓલા (અન્યમાં) જતિ થાય છે તે નહીં હોં! સ્વરૂપની યત્ના કરનારો, જતન કરનારો, વસ્તુ જેવી છે તેવી તેને દષ્ટિ-જ્ઞાનમાં રાખનારો, તેને અહીંયાં યતિ કહેવામાં આવે છે. આહા... હા! હે યતિ! “જે ચિત્ત” એટલે અજ્ઞાનભાવ-મિથ્યાત્વભાવ “ભવભ્રમણનું કારણ છે.” –જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ છે, રાગવાળું ચિત્ત એ ભવભ્રમણનું કારણ છે. ચાહે તો શુભરાગવાળું ચિત્ત હો તોપણ તે સંસાર છે. અને તેથી તેને અણઆવશ્યક કહ્યો છે. શુભમાં રહેલો પ્રાણી પણ અણઆવશ્યક (અર્થાત્ ) આવશ્યકમાં નથી. અવશ્ય જે કરવા લાયક છે તેમાં તે નથી. હું યતિ! જે ચિત્ત ભવભ્રમણનું કારણ છે “અને વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર – પ્રવચન નવનીતઃ ભાગ-૨ છે” શું કહે છે? –પાંચ ઇન્દ્રિયોના બાહ્ય આકર્ષક વિષયોમાં દગ્ધ છે, બળી ગયો છે. આહા.... હા ! જે જ્ઞાનની વર્તમાન દશા બાહ્યપદાર્થની વિસ્મયતા દેખીને ખેંચાઈ જાય છે-શરીર સંદર. વાણી સુંદર, હાડકાં સારા, અંદર લોહી સારું, એવા બાહ્યમાં જે ચિત્ત આકર્ષાઈ જાય છે- (તે) વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ છે, એને બાહ્યની ચીજો અનુકૂળ લાગતાં ત્યાં રોકાઈ જાય છે. –એ જ્ઞાન દગ્ધ છે, કામબાણના અગ્નિથી બળી ગયું છે; કહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું ખેંચાણ-આકર્ષણ (થતાં) તે ચિત્ત-જ્ઞાન કામબાણના અગ્નિથી (દગ્ધ છે). કહે છે. એ (ખેંચાણ) તો અગ્નિ છે. આહા. હા! શરીર સફેદ–ધોળું હોય, હાડકાં-માંસ (સુઘડ) હોય, એના ઉપર પછી જરી અત્તર ચોપડીને (શરીર) આમ ચકચકાટ (કરતું) હોય એને જોઈને, (અહીં) કહે છેઃ એ કામબાણના અગ્નિથી બળી ગયું છે. સમજાણું? અનુકૂળ શબ્દ પ્રશંસાના સાંભળવા, એ કામબાણ-રાગ છે, એમાં રોકાઈ ગયો (તો) તે કામબાળથી દગ્ધ થઈ ગયો છે. ઓહો ! તમે તો ઘણું કામ કર્યું.... તમે તો આમ કામ કર્યા ને આમ કામ કર્યા. તમે તો બહુ સેવાઓ કરી છે-ગામની સેવા કરી, ન્યાતની સેવા કરી, ઢોરની સેવા કરી.! ( એવા) પ્રશંસાના શબ્દો સાંભળે, એ બધો રાગમાં રોકાઈ જાય છે; (તો અહીં) કહે છે. એનું ચિત્ત બની ગયું છે, અંદર એને કામનાં બાણ વાગ્યાં છે, ચિત્ત બની ગયું છે. સમજાણું કાંઈ ?
કામબાણના અગ્નિ ”—ભાષા જુઓઃ કષાય અગ્નિ છે. પરતરફના વલણમાં જે ખેંચાઈ જાય છે, એ કામબાણની અગ્નિ છે, એનાથી એનું ચિત્ત બની ગયું છે, અરર.... ! દઝાઈ ગયું છે. આહા... હા ! જેમ ચામડી ઉતરડીને કોઈ ઊનાં પાણી છાંટે તો અગ્નિનાં બાણ (જેવાં
એના રાગમાં. પરના પ્રેમમાં દગ્ધ-બળી ગયો છે. અંતરની શાંતિને દઝાડી દીધી છે.
–એવા કષાયકલેશથી રંગાયેલા ચિત્તને ” કષાયનો કલેશ છે (એનાથી) રંગાયેલા ચિત્તને “તું અત્યંત છોડ.” –એ રંગ લાગ્યા તેને છોડ, પ્રભુ! અને અંતર આનંદના નાથમાં રંગ લગાડ; એમ કહે છે. પડિકમણ છે ને...? પાછા ફરવાનું. આવું પડિકમણ છે. પડિકમણના બધા ઘડિયા તો (જીવે) બહુ કર્યા (પણ હવે) ચિત્તને તું અત્યંત છોડ.
“જે વિધિવશાત્ (–કર્મવશપણાને લીધે) અપ્રાપ્ય છે” શું(કે) આત્મા. આહા... હા! રાગને તાબે થયેલાને આત્મા અપ્રાપ્ય છે. શુભાશુભના રાગમાં તાબે થયેલાને પ્રભુ-આત્મા અપ્રાપ્ય છે.
એવા નિર્મળ સ્વભાવનિયત”-સ્વભાવમાં નિશ્ચિત રહેલો, સ્વભાવમાં નિયમથી રહેલો “સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ.” આહા... હા! આનંદસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદ છે. “સ્વભાવનિયત’–સ્વભાવમાં નિશ્ચિત રહેલ છે. સ્વભાવમાં નિયમથી અતીન્દ્રિય આનંદ રહેલ છે. “એવા નિર્મળ સ્વભાવનિયત સુખને”—એ અતીન્દ્રિય આનંદને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને (અર્થાત્ ) ચાર ગતિના ભવના ભયથી ડરીને ભજ. એ આનંદનું ધામ ભગવાન તેને ભજ. આહા... હા! આવી વ્યાખ્યા છે! તેને પ્રતિક્રમણ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર: ગાથા ૮૮ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ ૫૨માર્થ-પ્રતિક્રમણ અધિકાર]
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८८ ।। त्यक्त्वा अगुप्तिभावं त्रिगुप्तिगुप्तो भवेद्यः साधुः ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८८ ।।
त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत्।
यः परमतपश्चरणसरःसरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम् अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति, यस्मात् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति ।
ગુજરાતી અનુવાદ :
જે સાધુ છોડી અણુતિભાવ ત્રિગુસિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
અન્વયાર્થ:[ ય: સાધુ: ] જે સાધુ [ અનુન્નિમાવું] અગ્રુતિભાવ [ત્યવત્ત્તા ] તજીને [ત્રિમુસિJH: મવેત્] ત્રિગુતિગુપ્ત રહે છે, [સ: ] તે (સાધુ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ઉઘ્યતે] કહેવાય છે, [યસ્માત્] કારણ કે તે [પ્રતિભ્રમણમય: ભવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:ત્રિગુતિગુપ્તપણું (-ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
૫૨મ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ-આસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુતિગુપ્તનિર્વિકલ્પ-૫૨મસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૨૭-૨-૧૯૭૮
(‘નિયમસાર ' ગાથા ૮૮ની) ટીકાઃ- “ત્રિગુતિ (ગુપ્ત )પણું (--ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું ). ” ( એટલે કેઃ) મન, વચન અને કાયા તરફથી ખસીને ત્રણ ગુપ્તિ ( ગુપ્ત ) ( અર્થાત્ ) અંતમાં ગુસ થવું. આહા... હા! પાપના ભાવથી તો ખસી જવું પણ મન-વચન-કાયાના જે વ્યવહા૨-સમિતિ-ગુપ્તિનો વિકલ્પ-રાગ (છે) તેનાથી ખસી જવું, અંદર ગુપ્તિ કરવી. આ તો સાધુની વાત છે. પણ સાધુ (દશા) પહેલાં સમ્યગ્દર્શનમાં પણ, એ ચીજ ( આત્મા ) ચૈતન્યરત્નાકર ભગવાનમાં-દષ્ટિની અપેક્ષાએ, કોઈ પણ (સર્વ) પ્રકારના રાગના ભાવથી ખસી-શુદ્ધ આનંદસ્વરૂપમાં ગુસ થવું (થાય છે); તો એને પ્રથમ સમ્યગ્દર્શન હોય છે. પણ પછી પણ મન, વચન, કાયા સંબંધી રાગ-પાપના, કોઈ પુણ્ય-ના વિકલ્પો તો હોય છે. પરંતુ મુનિએ તો એ રાગને છોડીને (વિશેષ સ્વરૂપગુસ થયા છે ).
અહીં તો પરમાત્મા એમ કહે છે કે-અમારા તરફ લક્ષ કરીશ તો તને રાગ થશે. એકાગ્ર ક્યાંથી થઈશ ? તું એકાગ્ર ક્યાંથી થઈશ ? રાગ આવે, હોય, પણ એ પાપનો-પુણ્યનો વિકલ્પ છે એ દુઃખરૂપ છે.
અહીંયાં તો જેને ત્રણ ગુસથી ગુસ થવું છે (અર્થાત્ ) મન, વચન અને કાયા તરફનાં વલણનો જે વિકલ્પ છે, રાગ (છે), એનાથી છૂટીને અંદર ગુપ્ત થવું છે. મુનિની વાત છે ને...! સાધુની ઉત્કૃષ્ટ વાત છે. એને પંચમહાવ્રતનાં પરિણામ છે એ પણ કાંઈ ગુપ્તિ નથી; અગૃતિ છે.
ભગવાન ( આત્મા ) ચૈતન્યસ્વરૂપ, એકલા આનંદ આદિ રત્નોથી ભરેલો ભગવાન છે. આહા... હા ! એને નિર્વિકલ્પ કરવાને માટે એ વિકલ્પની જાત શુભ હોય કે અશુભ હોય-બેયથી છૂટીને, અંદરમાં એકાગ્ર થવું એને ગુતિ કહેવામાં આવે છે. શુભઉપયોગ એ અગૃતિ છે એને છોડીને, અંદરમાં શુદ્ધઉપયોગ કરવો (એ ગુપ્તિ છે ).
‘સમ્યજ્ઞાનદીપિકા ’ (વિશુદ્ધ) નું (લખાણ ) કાઢયું હતું ને...? (ભાઈ!) એ તો (ત્યાં) બીજી અપેક્ષાએ કહે છે. એ બીજી અપેક્ષા છે. પાપ તો સ્વસ્ત્રી હોય કે પરસ્ત્રી હોય (બંનેમાં છે). ૫૨સ્ત્રી (સેવન) માં તો મહાપાપ (છે ). અને સ્વસ્ત્રીમાંય પણ જ્યાં વિષયની વાસના છે એ પાપ (છે). એનાથી પણ છૂટવું છે. (તો ) એ (ભોગ) કરીને છુટાય ? (એમ ન હોય )! આવો માર્ગ છે!
આહા... હા! રાગથી ખસીને એ ચૈતન્યબ્રહ્મ ભગવાન, પૂર્ણાનંદસ્વરૂપ; એમાં ગુસ થવું છે. એ પહેલાં-સમ્યગ્દર્શનમાં પણ ભેદની દૃષ્ટિ અને રાગની દષ્ટિ છોડી, અભેદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુમાં દષ્ટિ લગાવવી ત્યારે પણ એટલો તો એ શ્રદ્ધા-જ્ઞાનથી ગુસ થયો છે; પરથી ગુસ થયો છે.
આહા... હા ! અહીંયાં તો આ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર એટલે ચારિત્રના પેટાભેદમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, ભક્તિ આદિ એ બધા એના ભેદ છે. પણ એ બધા નિર્વિકલ્પ-વીતરાગીદશાના ભેદ છે. જુદા જુદા પ્રકારથી ખસવું પડે છે ને...? એ પ્રકારનું લક્ષ લઈને કોઈને પ્રતિક્રમણ કહ્યું, કોઈને પચખાણ કહ્યા, કોઈને સમાધિ, કોઈને ભક્તિ ( કહી ).
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૮ - ૨૭૫ અહીંયાં કહે છે કેઃ નિશ્ચયગુસપણું “જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને ” આહા... હા! ધન્ય દશા! મુનિદશા ! એ વિના મુક્તિ નથી. ચારિત્રથી મુક્તિ છે. ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન હોય તો પછી ચારિત્ર આવે. અરે ! ચોર્યાશીના અવતારમાં પ્રાણી દુઃખી છે. રાડરાડ ચારેકોર પાડ બિચારા દુ:ખી (છે ).
અહીંયાં કહે છે: એવા જે પરમ તપોધન. એ (મુનિ) પરમ તપોધન છે. જેણે અમૃતનો સાગર ઉછાળ્યો છે એ પરમ તપોધન છે. એની પાસે તારૂપી લક્ષ્મી છે. આહા. હા! એની પાસે વીતરાગી-નિર્વિકલ્પ સમાધિ, રાગ વિનાનું નિર્વિકલ્પ ચારિત્ર, પરમ તપોરૂપી ધન છે. આહા.... હા ! એ ધન (વાન) કરોડો-અબજોપતિ હોય છતાં એ તો બધા રાંકા ને ભિખારી છે. ( એને) વરાકા કહ્યા છે. આહા.... હા ! એ (પોતાનું સુખ ) પર પાસેથી માગે છે (તેથી) માગણ છે.. માગણ. અને આ (જે) તપોધન (મુનિ ) છે તે બાદશાહુ છે. એને તારૂપી ધન-લક્ષ્મી અંદર પ્રગટી છે. આહા... હા! જેનો અતીન્દ્રિય આનંદ સ્વભાવ; એના ઉપર એકાગ્રતા થતાં, પર્યાયમાં-અવસ્થામાં અતીન્દ્રિય આનંદની ભરતી ઉછાળો મારે છે, તેને પરમ તપોધન કહીએ.
આવું ચારિત્ર અને આ મુનિમણું!! ધન્ય અવતાર છે ને..! આહા... હા! જેણે મનુષ્યપણું પામી, કરવાનું કાર્ય તો આ હતું તે કર્યું. દુનિયામાં ગણાય ન ગણાય એની કાંઈ વાત ( કિંમત) નથી. પોતે અંદર મોક્ષમાર્ગમાં ગણાણો (એમાં) બધું આવી ગયું. (એ તો) પરમાનંદ-અનાકુળ-શાંતિ... શાંતિ.. શાંતિ (માં કેલિ કરે છે ) !
સવારમાં કહ્યું હતું ને....! “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ, સીતલ ચિત્ત ભય જિમ ચંદન.” આહા.... હા! પ્રથમ સમ્યગ્દર્શનમાં પણ “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ'. રાગનો વિકલ્પ ચાહે તો શુભ હોય [કે પાપ (અશુભ); છેલ્લી સ્થિતિએ તો ત્યાં પાપ નથી પણ એ વિકલ્પ જે પુણ્યનો શુભ છે] તેનાથી ભેદવિજ્ઞાન કરીને, આહા... હા! “ભેદવિજ્ઞાન જગ્યૌ જિત્ત્વકે ઘટ, સીતલ ચિત્ત ભયૌ જિમ ચંદન” –ચંદન જેમ શીતલ (છે, તેમ) એની પર્યાયમાં શીતલતા-શાંતિ-અકષાયભાવ (રૂપ) શાંતિ પ્રગટી. અને અહીંયાં તો (મુનિને) ઉગ્ર શાંતિ પ્રગટી (છે). જ્યાં પંચમહાવ્રતના વિકલ્પ છે તેનાથી પણ ખસીને અંદર (આત્મામાં) ગુમ થયા, એવા તપોધનને “નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.” એ પ્રતિક્રમણાદિ બધા ચારિત્રના ભેદ છે ને...! સાચું ચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે” આહા. હા! અતીન્દ્રિય આનંદનું કમળ જેણે અંદરથી ખીલવ્યું છે. આહા. હા ! પરમ તપશ્ચરણ-આનંદરૂપી સરોવરના કમળસમૂહ માટે એની પ્રગટ-વિકાસશક્તિને માટે “પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિઆસન્નભવ્ય મુનિશ્વર” આહા... હા ! કહે છે કે, પરમ અતીન્દ્રિય આનંદરૂપી સરોવર, (એના) જે કમળનો સમુહુ છે.
તેને (માટે) પ્રચંડ સુર્ય સમાન (એવા જે) અતિઆસન્નભવ્ય, અર્થાત જેનો સંસાર ઓછો થઈ ગયો છે, અતિનિકટ (ભવ્ય), જેને નિકટ ભવ્યતા-યોગ્યતા પ્રાપ્ત થઈ છે એવા મુનિશ્વર “બાહ્ય પ્રપંચરૂપ અગુણિભાવ તજીને ” આહા... હા! એ શુભભાવ પણ પ્રપંચરૂપ અગુપ્રિભાવ છે.
આહા... હા ! હવે જ્યાં શુભભાવથી પણ લાભ નથી ત્યાં વળી આ પાપના, ભોગના, વાસનાના પાપથી લાભ થાય, નિર્વિકલ્પ થાય? ? રજનીશનું પુસ્તક છે એમાં એવું લખ્યું છેસંભોગથી સમાધિ થાય છે! અરર. ૨! આ તે કેવું (લખાણ)?! આ શું કઈ જાતની વાત? પાપ સેવતાં મુક્તિ થાય? પાપ કરીને પછી નિર્વિકલ્પ થાય? ભોગ હોય ને વાસના ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ હોય, તે ક્યાંથી થાય? એ તે કંઈ આવો માર્ગ (હોય) ? અરે! એવા (પાપની વાત) આ હિંદુસ્તાનમાં લૌકિક આર્ય ધર્મમાં (પણ) ન હોય!
અહીંયાં તો કહે છે. જેને રાગથી ભિન્ન, સમ્યગ્દર્શન થયું (એને) પણ જ્યારે પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે ત્યારે અગુતિ છે, એમ કહે છે. (તે) ત્યાંથી ખસીને અંદર ગુપ્ત થાય છે. (કેમકે) એ (પંચમહાવ્રતાદિનો) શુભરાગનો ભાવ પણ અંદર વિદ્ભકારી છે. (અંતર) અતીન્દ્રિય આનંદનું સરોવર, એના કમળના સમૂહ-ઢગલા પડ્યા છે. એ અનંતગુણનો વિકાસઅંદર આનંદની કળા અને અનંત જ્ઞાનની કળા ખીલવવાનો-વિકાસ-નો સમૂહ, એવો જે મુનિ, એ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય ઊગે અને કમળ ખીલે તેમ આ આત્માનો (મુનિનો) ઉગ્ર પ્રયત્ન-પુરુષાર્થ છે એનાથી અનંતગુણની રાશિનાં કમળો ખીલી ગયાં છે.
આહા.... હા! આવી અપૂર્વ વાતું છે, ભાઈ ! એ બાહ્યથી, કોઈ વ્યવહારથી ને આનાથી ને આનાથી કરીને (એટલે) મિથ્યાશલ્યથી મરી ગયો.
એનો (આત્માનો) સ્વભાવ ચૈતન્ય ભગવાન! એના સ્વભાવમાં જે અનંતસ્વભાવરૂપી સરોવર; એમાં જે અનંતગુણરૂપી કમળ; એના સમૂહને ખીલવવા માટે મુનિરાજ, વીતરાગીદશાથી, તે કમળોને ખીલવે છે. આહા... હા! ગુલાબની કળી જેમ સૂર્ય ઊગે ને ખીલી જાય છે તેમ અનંતગુણના કમળસમૂહુરૂપ ગુણો તે, અંદર વીતરાગીદશા (પ્રગટ) કરતાં ખીલી જાય છે.
આહા.. હા! આવો માર્ગ છે! હવે જે વ્યવહાર કરતાં કરતાં (નિશ્ચય) થાય; રાગ કરતાં કરતાં નિર્વિકલ્પ થવાય (તો); તે વાત ક્યાં રહી ?
(અહીંયાં કહે છે:) “એવા (જે....) મુનિશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ તજીને ” આહા.... હા! અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યાદિનો ભાવ જે શુભ છે એ અગુમિરૂપ પ્રપંચ છે. આહા.. હા! એ (શુભભાવ) બાહ્ય છે. એ અંતરવસ્તુ નથી. પંચમહાવ્રતના ભાવ, ૨૮ મૂળગુણના ભાવ એ વિકલ્પની જાળ, બાહ્ય પ્રપંચ છે. બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ; એ અગુતિભાવ તજીને. (અહીં) એ શુભભાવ (માટે) પણ બાહ્ય, પ્રપંચ અને અગુતિ, (એમ) ત્રણ શબ્દ લાગુ પાડયા છે. મનિને છઠ્ઠા (ગણસ્થાન) ને લાયક આત્મશાંતિ પ્રગટી છે: (પણ) એની યોગ્યતા પ્રમાણે. એનો (પંચમહાવ્રતાદિનો ) શુભભાવ હોય છે છતાં એ બાહ્ય પ્રપંચ (રૂપ) અગુતિ છે.
આહા... હા! આ કાયરનાં કામ નથી, બાપુ! આ તો વીરાનાં કામ છે. એ કાંઈ વાતે વડાં થાય એવું નથી. અંતર ભગવાન આત્મા, પૂર્ણ ચીજનો જ્ઞાનમાં ભાસ થયા પછી પણ જેટલી શુભવિકલ્પની જાળ વર્તે એ બધો બાહ્યભાવ છે, પ્રપંચ છે, અગુપ્રિભાવ છે. (તો) એ અગુપ્રિભાવથી અંદરમાં જવાય, નિર્વિકલ્પ થવાય? ( એમ નથી. પણ) એને છોડીને થવાય ! આવું (વસ્તુસ્વરૂપ) છે!! એક ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ જ્યાં દુઃખ છે. આહા... હા! અંદર ગુણ-ગુણીનો ભેદ કરવો (અર્થાત્ ) અભેદમાં ભેદ કરવો એ પણ એક વિકલ્પ અને દુ:ખ છે. છે તો એ શુભ (ભાવ), પણ છે તો દુ:ખ, છે તો બાહ્ય પ્રપંચ. (તેથી) અંતરમાં જવાના કારણમાં એ કારણ નથી. એને તજીને અંતરમાં જવાય છે. “તજીને” કીધું ને..! બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ-અગુક્તિભાવનાં બે વિશેષણ: બાહ્ય ને પ્રપંચ; (એન) –તજીને, “ત્રિગુતિગુસનિર્વિકલ્પ-પરમ-સમાધિલક્ષણથી લક્ષિત”—ગુતિ “ગુતિગુપ્ત' (અર્થાત) મન, વચન, કાયા તરફના વિકલ્પથી છૂટીને, (ગુતિ પાળવાનો જે ) વિકલ્પ-રાગ હતો તેને તજીને, છૂટીને, નિર્વિકલ્પસમાધિ-નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૮ - ૨૭૭ ૫૨મશાંતિલક્ષણથી લક્ષિત, ૫૨મ શાંતિના લક્ષણથી લક્ષિત (આત્માને ધ્યાવે છે.) આહા... હા ! (ગુતિનો ) શુભભાવનો ભાવ એ બાહ્ય પ્રપંચરૂપ અગૃતિ-અશાંતિ હતી, એ બાહ્ય વિકલ્પ હતો, એ અશાંતિ હતી. એને છોડીને નિર્વિકલ્પ-૫૨મસમાધિલક્ષણથી લક્ષિત “અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. ” આહા... હા... હા!
સમ્યગ્દષ્ટિ ( આત્માને ) તો ધ્યાવે છે. પણ આ તો મુનિ! અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. આહા... હા! અંદર લીન થઈ ગયા છે. ભગવાનના આનંદધામમાં, આનંદભૂમિકામાં લીન થઈ ગયા છે. જેની નજરોમાં અભેદ થઈને અંદર લીન થયા છે. એને સાચું પ્રતિક્રમણ અને સાચું ચારિત્ર હોય છે.
આવી વાત છે! પહેલાં જેવું છે એવું એનું-સ્વભાવનું જ્ઞાન તો કરે. પોતાની કલ્પનાથી માને કે આમ (મોક્ષ) થાશે, અને વ્યવહારથી આમ થાશે, (કોઈ ક્રિયાથી ) આમ થાશે. પણ (ખરેખર તો ) વ્યવહારનો અભાવ કરીને (મોક્ષ) થશે; વ્યવહારથી ન થાય. ગુપ્તિપણું એ તો બાહ્ય પ્રપંચ અગૃતિ છે. એનાથી અંતરમાં સ્થિરતા-૨મણતા-ગુપ્તભાવ થાય ? (−ન જ થાય ). આહા... હા! બહું આકરું કામ છે. આ બધી બાહ્યની કષાયઅગ્નિની જાતમાં લક્ષ જાય છે (તો ) એ એમ કહે છે કે, કષાયઅગ્નિ અશાંત છે તેને છોડીને સ્વરૂપમાં ઠરે છે તેને શાંતિનાં કમળો બધાં ખીલી જાય છે. આહા...હા! શાંતરૂપી સરોવર, વીતરાગરૂપી સરોવ૨, એમાં અનંતગુણોરૂપી કમળો, એમાં, રાગથી ભિન્ન પડીને ઠરે છે ત્યારે તે અનંત કમળો ખીલી જાય છે. ગુણનો વિકાસ, પર્યાયમાં થઈ જાય છે. તેને અહીંયાં ચારિત્ર ને પ્રતિક્રમણ નિશ્ચયથી કહેવાય છે.
પ્રશ્નઃ એ ખરું પણ પહેલું એનું સાધન શું?
સમાધાનઃ સાધન જ એ છે. પ્રજ્ઞાછીણી સાધન ન કહ્યું? રાગથી ભિન્ન પડીને અનુભવ (કરવો ) એ જ સાધન છે. બીજું સાધન (જ) નથી. ધ્યેયને પકડી અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવા એ સાધન (છે). સાધ્ય એટલે મોક્ષ. એ મોક્ષરૂપી સાધ્યનું સાધન એ છે. આહા... હા ! ‘નિયમસાર' માં તો આગળ કહ્યું છે: હે મુનિ! તું કદાચિત્ (ચારિત્ર) પાળી ન શકે તોપણ શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહીં કે, એનાથી (વ્યવહા૨થી) પણ (નિશ્ચય ) થાશે, એમ શ્રદ્ધા ન કરીશ. શ્રદ્ધા તો બરાબર રાખજે કે રાગથી રહિત થઈને સ્વરૂપમાં અનુભવ કરીને ઠરવું એ જ તારું સાધક (પણું) છે. શ્રદ્ધામાં કાંઈ ફરે પડયો તો મિથ્યાદષ્ટિ ને અજ્ઞાન છે. આહા... હા! પાંચમો આરો છે માટે એનું સાધન કંઈ હળવું જોઈએ ને...? હળવું કહો કે ઉગ્ર કહો કે હોય તે કહો તે આ છે. આહા... હા! પૂર્ણ ચૈતન્ય અનંતશક્તિના કમળથી ભરેલો પ્રભુ; એને વિકસાવવા માટે, ખીલવવા માટે, રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું એ જ એની ખીલવવાની કળા અને રીત છે. (એથી જ) “અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે.” અતિ અપૂર્વ (અર્થાત્ ) પૂર્વે નહીં ધ્યાન કરેલું-ધ્યાયેલું. એ અપૂર્વ ભગવાનઆત્માને તેં ધ્યાનમાં લઈને ધ્યાવ્યો નથી. એ રાગને લક્ષમાં લઈને રાગના આચરણમાં પડયો (છે) એ તો અનાત્માનું સાધન છે. (એ આત્મસાધક નથી ).
( અહીંયાં કહે છેઃ ) આવા અપૂર્વ આત્માને ધ્યાવે છે, “તે મુનિશ્વર ”-મુનિઓમાં ઈશ્વર: પ્રતિક્રમણમય ૫૨મસંયમી હોવાથી ”–તે પ્રતિ=બરાબર ખસી ગયો છે રાગથી, તેથી અંદરના અતીન્દ્રિય આનંદમાં ૨મી રહ્યો છે. જેમ બાગમાં ફૂલ ભર્યાં હોય અને (તેની ) સુગંધ લ્યે તેમ એ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ તો અનંત આનંદની સુગંધમાં લીન પડ્યો છે, એને સાચું પ્રતિક્રમણ અને ચારિત્ર હોય છે.
આહા... હા! આવી ચારિત્રની વ્યાખ્યા!! એને સાધારણ કરી નાખવી એ તો બધો (સત્યમાર્ગનો) વિરોધ છે. “પરમસંયમી હોવાથી જ”—એમ છે ને..? ત્રિગુતિગુસ-નિર્વિલ્પપરમસમાધિલક્ષણથી લક્ષિત (અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે) મુનિશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી “જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” -એ (ખરેખર) રાગથી હુઠેલો, સ્વરૂપમાં સ્થિરતાવાળો, સત્ય પ્રતિક્રમણસ્વરૂપ જ એ છે. પ્રતિક્રમણ કરનારો ને પ્રતિક્રમણવાળો એમ નહીં (પણ) એ તો પ્રતિક્રમણસ્વરૂપ જ થઈ ગયો છે. વીતરાગી અનંત શક્તિઓમાં જેની લીનતા (છે), (-જે એમાં) ગુમ થયો છે, તે મુનિશ્વર પ્રતિક્રમણસ્વરૂપ જ છે.
પહેલાં એટલી તો બહુ ઉગ્ર વાત ! પણ એની પહેલી દશાની વાત કેમ પ્રાપ્ત થાય? એ પહેલી દશાની વાત તો પહેલાં શુદ્ધભાવ (અધિકાર) માં કહી ગયા. કેઃ પર્યાયમાત્ર નાશવાન છે માટે હેય છે. દયા-દાનનો વિકલ્પ તો હેય છે પણ સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય પ્રગટી છે તે પણ હેય છે. નવ તત્ત્વ આવી ગયાં ને..! “નીવાવિવહિૉચે દેય...જીવની એક સમયની સંવરનિર્જરાવાળી પર્યાય, એક સમયની રાગ ને પુણવાળી પર્યાય (નાશવાન છે). ત્યાં તો કેવળજ્ઞાનને (પણ) નાશવંત કહ્યું છે. (કેમકે) (કેવળજ્ઞાન) એક સમય રહેનારું (છે). અને ચીજ (આત્મા) તો એવી ને એવી અનાદિથી પડી છે. આહા. હા! ચૈતન્યના રત્નોથી ભરેલો ભગવાન અનાદિથી એવો ને એવો રહ્યો અને પડ્યો છે. એની અપેક્ષાએ તો કેવળજ્ઞાન પણ નાશવાન તત્ત્વ છે. સર્વોત્કૃષ્ટ-અવિનાશી તત્ત્વ તો ધ્રુવ છે.
[ હવે આ ૮૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
(દરિણી) अथ तनुमनोवाचां त्यक्त्वा सदा विकृतिं मुनि: सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम्। भजतु परमां भव्यः शुद्धात्मभावनया समं
भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत्।। ११८।। [ શ્લોકાર્થ:- ] મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, ભવ્ય મુનિ સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુણિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮.
કોઈ એમ કહે છે કે, ભોગ-સંભોગ કરવામાં જે આનંદ આવે છે તે આત્માના આનંદનો અંશ છે. અરેરે... પ્રભુ! (એ) ઝેર છે! રાગનું ઝેર છે! એ તો નિર્વિકલ્પઅમૃતને ઘા (મારી) નાખે છે. આહા... હા! અહીં તો કહે છે કે પાપ તો ભિન્ન છે એને તો છોડ; પણ પુણ્યનોમહાવ્રતાદિનો, સમિતિ, ગુપ્તિ-વ્યવહારનો-વિકલ્પ, એને પણ છોડ; કારણ કે, એ પણ દુઃખરૂપ છે. એ વિકલ્પ પણ અશાંતિરૂપ છે, ભાઈ ! તારી શાંતિ તેનાથી ભિન્ન છે. આહા....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૮ - ૨૭૯ હા! એ (તું તો) શાંતિનો સરોવર છે. ભગવાન (આત્મા) તો શાંતિ-અકષાયસ્વરૂપચારિત્રસ્વરૂપ (છે). જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા, એમ એ ચારિત્ર-અકષાયસ્વરૂપ આત્મા (છે). એ (ચારિત્ર) તો શાંત... શાંત અકષાયસ્વભાવથી ભરેલી (એ) પૂર્ણ શાંતિ છે. એ શાંતિને પામવા માટે “મન-વચન-કાયાની વિકૃતિને સદા તજી” (દ)! ત્રણે માટે મનનો વિકલ્પ ઊઠે એ છોડ!
“મન-વચન-કાયાની વિકૃતિ ” એ તરફનું વલણ, એ જ વિકૃતિ છે, એને સદા ત્યજી દઈને (એટલે કે) સદાય છોડી દઈને “ભવ્ય મુનિ ”—એ ભવ્ય મુનિ છે. એ મોક્ષ જવાને લાયક થઈ ગયો છે. જ્યાં પરમાનંદની પ્રાપ્તિ, અતીન્દ્રિય આનંદના ઢગલા ભર્યો છે, એ મુનિ ભવ્ય છે.
ભવ્ય મુનિ “સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુણિને ” જોયું અહીંયાં તો ગુતિ” વિશેષણ લગાડયું-સમ્યજ્ઞાનના પંજમયી આ સહજ પરમ ગતિને. આહા... હા ! એ જ્ઞાનનો પુંજ પ્રભુ; પણ એમાં એકાગ્ર થયા એ પણ જ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. જેવો જ્ઞાનનો પુંજ પ્રભુ છે, એવી જ પર્યાયમાં જ્ઞાનનો પુંજ જેણે–રાગથી રહિત પુંજ-પ્રગટ કર્યો છે. આહા... હા ! ભવ્ય મુનિ (એ) સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુમિ “પુંજયી છેજોયું! સમ્યજ્ઞાનનો પુંજ તો પ્રભુ છે; પણ એમાં લીન થયો એ સમ્યજ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. એને એ શાંતિનો ઢગલો પ્રગટ થયો છે. રવા (ગોળની ચાકી) ને સૂર્ય (ના કિરણ) અડે અને પછી ગોળ ઝરે; એમ ભગવાન (આત્મા) આનંદનો રવો છે એમાં એકાગ્ર થાય છે ત્યારે (એમાંથી) અતીન્દ્રિય આનંદ ઝરે છે, એ પણ જ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. જે જ્ઞાન, રાગમાં ખંડખંડ થતું (હતું); એ રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થયો, એ એકાગ્રતા પણ જ્ઞાનનો પુંજ છે. કહે છે કેઃ પર્યાયમાં જ્ઞાનનો પુંજ, એની રમતું આવી ! આહા... હા! સમજાણું કાંઈ ? આવી ભાષા !! આ બધું જુદી જાતનું (વિવેચન ) !
(“સમયસાર') આઠમી ગાથામાં કહ્યું છે ને..! કે: વ્યવહારથી ઉપદેશ દઈ શકાય છે. તો ત્યાં (કેટલાક લોકો એ શબ્દોને) પકડ્યા કે જુઓ-વ્યવહારથી પરમાર્થ સ્થાપે છે કે નહીં ? એ તે દી” અહીં કહ્યું હતું ને..! લીમડીવાળા વકીલ, ૧૯૯૭માં મંદિર થતું હતું ત્યારે આવ્યા હતા ત્યારે એ આ કાઢયું કે, જુઓ ! આમાં (“સમયસાર” માં) કહ્યું છે કે-વ્યવહારથી પરમાર્થને સમજાવાય છે! પણ સમજાવાય છે એ તો ભેદથી સમજાવે છે; પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ક્યાં આવ્યું? એની શ્રદ્ધા વેદાંતની હતી. જૈનની શ્રદ્ધા ! –જૈન કોઈ સંપ્રદાય નથી. “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” રાગથી એકતા તોડીને, સ્વભાવમાં વીતરાગસ્વરૂપી ભગવાન આત્મામાં એકતા થવી તે જૈન છે. એ (જિનના આશ્રયે) જૈન થઈ ગયો. જિનરૂપી ભગવાનને આદર્યો ત્યાં જૈન થયો. રાગને આદરતો હતો ત્યાં સુધી અજૈન હતો.
એક ભાઈએ લખ્યું છે કે અહીંયાં (સોનગઢમાં) બધા ભોળા છે, તેથી બધા હા પાડે ! અહીં રામજીભાઈ ભોળા હશે? બેન (બહેનશ્રી ચંપાબેન) જેવાના આત્મા ભોળા હશે એટલે હા પાડતા હશે એમ ?
ભાઈ ! માર્ગ તો આવો છે, બાપુ! સત્ય અને સત્યવસ્તુને ઊભી રાખ. શ્રદ્ધામાં ફેરફાર ન કર. (નિશ્ચયચારિત્ર) પાળી ન શકે માટે એનાથી (વ્યવહારથી) થશે એમ ન કર. શ્રદ્ધામાં જો ફેર થયો તો મિથ્યાષ્ટિ છે, મૂઢ છે. એમાં સંસારનો મોટો ગર્ભ પડ્યો છે. મિથ્યાત્વમાં અનંત સંસારનો ગર્ભ પડ્યો છે. આહા. હા! અરે ! ક્યાં જશે? ક્યાંય ચોર્યાશીના અવતાર.. ક્યાંય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦ પ્રવચન નવનીત: ભાગ-૨
નિગોદ... કયા ક્ષેત્ર, કયા કાળ, કયા ભાવ? ભાઈ! તું તારા સ્વરૂપથી વેગળો રહીશ અને એનાથી ( વ્યવહારથી ) લાભ થાય એમ માનીશ તો વેગળો રહીને તારે રખડવું પડશે. આહા... હા! અરે પ્રભુ! આ તો તારા હિતની વાત છે ને...! એમાં તને એમ લાગે કે, અરે! આ તો એકાંત છે; કંઈ વ્યવહારસાધન તો બતાવતા જ નથી. (તો કહે છે:) ભગવાન પાસે જા. ભગવાન તો અહીં ના પાડે છે. ભગવાન પાસે જવાનાં એટલાં પુણ્ય પણ ક્યાં છે?
ઇન્દ્રો અને ગણધરોને ભગવાન એમ કહેતા હતા. “મુખ ૐ કાર ધ્વનિ સુનિ, અર્થ ગણધર વિચારે; ” ( ' કા૨) ધ્વનિમાંથી નીકળેલાં આ આગમ છે. આહા... હા! “ રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” નિઃસંશયસ્વરૂપ ભગવાન છે. રાગથી લાભ થાય (એમ માને તો ) એ બધા સંશય-મિથ્યાત્વભાવ છે. એ જિનવાણી સાંભળી (ભવિક જીવ સંશય નિવારે)
–
66
‘નિયમસાર ’ ગાથા-૮૯માં કહેશેઃ “બિનવનિર્વિદસૂત્રપુ” ભગવાને કહેલા સૂત્રમાં કહેલી આ વાત છે! આહા... હા ! ગાથા-૮૯માં ચોથું પદ છે. પાઠ એટલો છેઃ ‘બિનવનિર્વિષ્ટસૂત્રેવુ.” ટીકાકાર તો એમ કહેશેઃ જિનવરના મુખારવિંદમાંથી નીકળેલી વાણી... ટીકામાં છે! ‘પરમિજવેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં ( આમ ) કહ્યું છે. ” એ દ્રવ્યશ્રુતમાં આમ કહ્યું છે! આહા... હા! રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે એ ગુપ્તિ અને તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એમ દ્રવ્યશ્રુત-ભગવાનની વાણી, ( એમાંથી ) રચેલાં શાસ્ત્રો, એમાં આ કહ્યું છેઃ
મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, સહજ પરમ ગુપ્તિને “શુદ્ધાત્માની ભાવના સહિત ” એ તો ઈ (સમ્યક) જ્ઞાનપુંજમય ગતિ કહી તે શુદ્ધાત્માની ભાવના છે. શુદ્ધ ભગવાન, પૂર્ણ ૫રમાત્મા સ્વરૂપ; એની ભાવના-એકાગ્રતા (એ ૫૨મ ગુપ્તિ છે એને) શુદ્ધાત્માની ભાવના સહિત “ ઉત્કૃષ્ટપણે ભજો.” આ (ઉત્કૃષ્ટપણું) તો મુનિને છે ને...! સમ્યગ્દર્શનમાં ( ચોથે ગુણસ્થાને તો ) હજી જઘન્યપણે ભજે છે. (અહીં ) ચારિત્રની વ્યાખ્યા છે ને...! “(આ સહજ ) –સ્વાભાવિક ૫૨મ ગુતિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો.” એ તો ભાવના કહો, ભજો કહો, (સમ્યક્ ) જ્ઞાનનો પુંજ ગુતિ કહો (બધું એકાર્થ છે).
આહા... હા! ત્રિશુસિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” જેને છઠ્ઠ ગુણસ્થાને હજી રાગ વર્તે છે, સમ્યગ્દર્શન છે, ચારિત્ર (માં) ત્રણ કષાયનો અભાવ છે પણ હજી રાગ છે ત્યાં સુધી ચારિત્ર મલિન છે. આહા... હા !
(
ઉત્કૃષ્ટપણે ( ૫૨મ ગુતિને ) ભજો' એમ છે ને...! આ નિશ્ચયપ્રતિક્રમણ-ચારિત્રનો અધિકાર છે ને...! તો ચારિત્ર છે તે ઉત્કૃષ્ટપણે સ્વરૂપનો આશ્રય અને (એને) ભો, એ છે. સમ્યગ્દર્શનમાં જઘન્ય આશ્રય છે. એનાથી પાંચમામાં વિશેષ આશ્રય છે. અને છઠ્ઠામાં એનાથી વિશેષ (આશ્રય ) છે. અને સાતમામાં એનાથી વિશેષ (આશ્રય) છે એટલે ત્યાં ગુપ્તિ ( ગુપ્ત ) થયો; એમ કહે છે. ( શ્રોતાઃ ) અહીં દ્રવ્ય અને પર્યાય બેયને સાથે લીધા? (ઉત્તર: ) પર્યાય તો છે. ભાવના પર્યાય છે. પ૨મ ગુપ્તિ એ પર્યાય-પરિણતિ છે. શુદ્ધાત્મા (દ્રવ્ય) એ તો ત્રિકાળી. અને સમ્યગ્નાનના પુંજમયી આ સહજ પરમ ગુપ્તિ (એ) વર્તમાન, એને ભાવના કીધી, એને ભજો કહ્યું. એને આ વસ્તુની પર્યાયને એકને ભજો. “ભાવના ઉત્કૃષ્ટપણે ભજો.” ભજન તો એમ જ હોય ને...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ભક્તિ કરો, એમ કહે ને...! આગળ ( ગાથા૧૩૪, ૫૨મભક્તિ અધિકારમાં) આવે છે ને...! ભક્તિ તો દ્રવ્યની કરવી છે. પણ એ દ્રવ્યમાં ભક્તિ આ (સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૮ – ૨૮૧ જ્ઞાન-ચારિત્ર) ની કરી એટલે દ્રવ્યની ભક્તિ એમાં ભેગી થઈ (ગઈ ). (તો કહ્યું) આની ભક્તિ કરો. રાગની જે ભક્તિ કરે છે એને ઠેકાણે આની કરો એટલે દ્રવ્ય ઉપર દષ્ટિ (અર્થાત્ ) એનો જ વિશેષ આશ્રય (થયો.) અરે! આવી વાતું!! માર્ગ તો કોઈ એવો છે, બાપુ! આહા.. હા!
વીતરાગસ્વરૂપ પરમાત્મા; એમાં જ્ઞાનના પંજરૂપી ગુતિ, –આ વર્તમાન હોં! એને શુદ્ધાત્માની ભાવના, એનાથી ભગવાનને ભજો ! આહા... હા! નિર્જ ભગવાનને ભજો ! શુદ્ધાત્મા એટલે નિજાભા. ભજો-ભજન એ પર્યાય છે.
“ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” તે પહેલાં ચારિત્ર હોય છે પણ હુજી રાગ છે (માટે) તે મલિન છે, એમ કહે છે. સરાગ ચારિત્ર છે. ચારિત્ર તો છે; (તે) જેટલો ભાગ (છે) એટલો તો વીતરાગ છે. પણ હુજી રાગનો ભાવ છે તેથી તેને વીતરાગી ચારિત્ર જે જોઈએ તે નથી. “ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” મનથી પણ વિકલ્પ છૂટીને અંદર ઠરે છે તે મુનિનું ચારિત્ર નિર્મળ છે.
આહા... હા! એક કલાકમાં કંઈક ભાષા અને કંઈક ઝીણી ઝીણી વાત. બાપુ! આ તો જન્મ-મરણરહિત થવાનો માર્ગ (છે)! કલાકમાં ભિન્ન ભિન્ન વાત આવે. યાદ કેટલું રહે? યાદમાં એટલું યાદ રાખવાનું કેઃ “વસ્તુસ્વરૂપ પૂર્ણ છે તેના તરફની સ્થિરતા કરવી” –એટલું યાદ રાખવું. પછી એના વિશેષ ગમે તેટલા આવો (તે સઘળા ય જાણવાના વિષયો છે.)
આહા.. હા! “ ઉત્કૃષ્ટપણે ભજો” એમ છે ને....! (શ્લોકમાં) ત્રીજું પદ છે: “ભનતુ પુરમાં ભવ્ય:” પરમ પરમ પરમ પરમ ઉત્કૃષ્ટ ભજન કર ! –એ ૮૮ ગાથા (પૂરી) થઈ.
(... શેષાંશ પૃ. ૨૮૪)
( સહુજ તત્ત્વ) અંતર પડયા વિના, કર્મના વિપ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે. સહુજ તત્ત્વના સતત અભ્યાસ સુલભ છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. અજ્ઞાની આવી મહિમાવંત ચીજનો મહિમા લાવીને અંદર. ઊતરતો નથી ને બહારની ચીજમાં અટવાઈ ગયો છે.” !
-શ્રી “પરમાગમસાર' | પર૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“મુનિરાજ કહે છે કે અમે એ સંસારજનિત ભાવોમાં નથી. સ્ત્રી-પુત્ર-પૈસોધંધો છોડયો માટે સંસાર છોડયો છે એમ નથી. પર્યાયમાં જે સંસારજનિત સુખ-દુ:ખાદિ થાય તેનાથી દૂર વર્તે તેણે સંસાર છોડયો છે. જે ચીજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મૌજૂદ છે; જેનું અસ્તિત્વ પર્યાયમાં નથી અને ધ્રુવમાં જેનું અસ્તિત્વ છે; તેમાં જે નિષ્ઠ (શ્રદ્ધાવાન ) નથી તે આત્માથી ભ્રષ્ટ હોવાથી બહિરાત્મા છે.”
-શ્રી “પરમાગમસાર ' | ૫૪૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર: ગાથા ૮૯ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર]
मोत्तूण अट्टरुद्दं झाणं जो झादि धम्मसुक्कं वा। सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिढसुत्तेसु ।। ८९ ।। मुक्त्वार्तरौद्रं ध्यानं यो ध्यायति धर्मशुक्लं वा । स प्रतिक्रमणमुच्यते जिनवरनिर्दिष्टसूत्रेषु।। ८९ ।। ध्यानविकल्पस्वरूपाख्यानमेतत्।
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात् अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहद्द्द्वेषजनितरौद्रध्यानं च, एतद्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण ત્યવત્તા,
स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मेध्यानम्,
ध्यानध्येयविविधविकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनार्था नश्चयशुक्लंध्यानं च ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीकः निश्चयप्रतिक्रमणस्वरूपो भवति, परमजिनेन्द्रवदनारविन्द - विनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति । ध्यानेषु च चतुर्षु हेयमाद्यं ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति।
ગુજરાતી અનુવાદ :
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુકલને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવ૨કથિત સૂત્રો વિષે. ૮૯.
અન્વયાર્થ:[ ય: ] જે ( જીવ ) [ આર્ત્તરૌદ્રધ્યાન] આર્ત અને રૌદ્ર ધ્યાન [મુત્ત્વા] છોડીને [ધર્મશુવાં વા] ધર્મ અથવા શુકલ ધ્યાનને [ધ્યાયતિ] ધ્યાવે છે, [સ: ] તે (જીવ) [બિનવનિર્વિષ્ટસૂત્રેવુ ] જિનવરકથિત સૂત્રોમાં [પ્રતિમળસ્] પ્રતિક્રમણ [ ઉચ્યતે] કહેવાય છે.
ટીકા:-આ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય (ઇષ્ટ, સુંદર ) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું આર્તધ્યાન, તથા (૨) ચોર–જાર-શત્રુજનોનાં વધ-બંધન સંબંધી મહા દ્વેષથી ઊપજતું જે રૌદ્રધ્યાન, તે બને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુઃખનાં મૂળ હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે ( સર્વથા ) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ ( –બેદ ) સુખનું મૂળ એવું જે સ્વાત્માશ્રિત નિશ્ચય-૫૨મધર્મધ્યાન, તથા (૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત, “અંતર્મુખાકાર, (૧) (-અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું) સકળ ઇન્દ્રિયોના સમૂહથી અતીત (–સમસ્ત ઇન્દ્રિયાતીત ) અને નિર્ભેદ ૫૨મ કળા સહિત એવું જે નિશ્ચય-શુકલધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવપુંડરીક ( -ભવ્યોત્તમ ) ૫૨મભાવની (પારિણામિકભાવની ) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે–એમ પરમ જિનેન્દ્રિના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન તૈય છે, ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વા ઉપાદેય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૨૭-૨-૧૯૭૮ (.... શેષાંશ પૃ. ૨૮૧)
જિનેશ્વર ભગવાન ત્રિલોકના નાથ એણે જે સૂત્રો કહ્યાં એમાં આ કહ્યું છે-રાગ વિનાની, સ્વરૂપસ્થિરતા અને રમણતાનું નામ ચારિત્ર અને તેનું નામ પ્રતિક્રમણ છે. એમ જિનવર ભગવાનના કહેલાં આગમોમાં–શાસ્ત્રોમાં તો આ કહ્યું છે. (તો કોઈ કહે કે, ) આ કીધું છે તો વ્યવહાર છે તે કયાં ગયો? –એ તો જાણવા લાયક છે. વ્યવહાર છે તે જાણવા લાયક છે; આદરવા લાયક નથી. એથી અહીં આદરવા લાયકમાં તો “ત્રિકાળી ભગવાનમાં અંદર સ્થિર થાય' , એમ જિનવરનાં શાસ્ત્રોમાં દ્રવ્યશ્રુતમાં પણ આ કહ્યું છે.
લ્યો! આમાં આવ્યું “દ્રવ્યશ્રુત'. (“સમયસાર' ગાથા-૧૫માં આવેલ) “નવેસન્તH.” એક (વર્તમાન જૈન મુનિ ) કહે છે કેઃ અપદેશનો અર્થ અખંડ લેવો. પણ બાપુ! “માવે સન્તમ” નો અર્થ એમ નથી. અહીં તો આ દ્રવ્યશ્રુતમાં એમ લ્ય છે કે: અપદેશ એટલે કથન. ભગવાનની વાણીમાં પણ એ આવ્યું છે કે, આત્માને અબદ્ધસ્કૃષ્ટ દેખેઅનુભવે તે જૈનશાસન' છે. -એમ વીતરાગની વાણીમાં આવ્યું છે. એ દ્રવ્યશ્રત. ત્યારે (તેઓ) કહે છે. એ દ્રવ્યકૃતની વ્યાખ્યા તો કરી નથી એમને (ટીકાકાર આચાર્યને) કાંઈ સમજાયું નહીં હોય. અરે.. અરે બાપા! એમ (કહેવું) રહેવા દે ભાઈ ! દ્રવ્યહૃતમાં કહ્યું છે એ વાત મૂકી દીધી; ભાવકૃત ‘આ’ છે એમ એણે જણાવ્યું. ( વળી) ભાવશ્રુત આમ છે એ કહેનાર તો દ્રવ્યશ્રત છે. આહા.. હા! અરે પ્રભુ! પોતે પોતાની કલ્પના માટે શાસ્ત્રના અર્થમાં પણ હેરફેર કરે, એમ ન થાય, ભાઈ ! પરમેશ્વરનું કહેલું ત્રિલોકનાથ જિનવરદેવ, જેને ચૈતન્યમાં અનંતા રત્નો પૂરા ખીલી ગયાં છે. જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ જ્યારે રત્ન કહેવા તો એની પૂરી દશાને શું કહેવું?! આહા... હા ! એવા રત્નની રાશિઓ જેને ખીલી ગઈ છે, ભાઈ ! તને વિશ્વાસ આવવો જોઈએ, ભાઈ ! આહા... હા ! જેવાં અનંત રત્નો ચૈતન્યના દ્રવ્યસ્વભાવમાં પડ્યાં છે એવા જ પર્યાયમાં અનંત રત્નો ખીલી ગયાં છે! જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને રત્નત્રય કહીએ તો પછી પૂર્ણ પર્યાયને પણ જ્યારે મહારત્નના ઢગલા પ્રગટયા, એમ કહીએ તો વસ્તુના રત્નની શી વાત કરવી ?! ભગવાન પરમાત્માના અનંત ચૈતન્યરત્નો ધ્રુવપણે છે, આહા... હા... હા! એની શી વાત કરવી ?!
(“હરિગીત' પાછળ પૃ. ૨૮૨ પર આપવામાં આવેલ છે.)
એમાં (ગાથામાં) એ આવ્યું: “નવરદિસુસુ” “fબળવરદિ' –જિનવરે કહેલું. બસ! ત્યારે “અપવે સન્તમ' માં એ આવ્યું અરેરે..! (મતિકલ્પનાએ અર્થ ન હોય.)
ટીકાઃ “આ ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.”
“સ્વદેશના ત્યાગથી” ઊપજતું આર્તધ્યાન. સ્વદેશ છોડીને ક્યાંક પરદેશ કે જ્યાં નહીં કુટુંબ, નહીં કબીલો અને એકલા ચાલ્યા જવું-આ રળવા માટે જાય છે ને... આફ્રિકા ને અરબસ્તાન (વગેરેમાં). પહેલાં ક્યાંય કુટુંબ-કબીલો મૂકીને (ચાલ્યા જાય છે). પછી તો ત્યાં મકાન થાય ને વળી કુટુંબ ભેગું થાય. (પહેલા) એકલો જાય આમ. કોઈ સગુંવહાલું નહીં. આહા. હા! કહે છે કે, એ સ્વદેશના ત્યાગમાં એને જે ધ્યાન થાય (તે) આર્તધ્યાન (છે). અરેરે ! કોઈ ન મળે. એનું આર્તધ્યાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૫ દ્રવ્યના નાશથી” આર્તધ્યાન થાય. એ પૈસો.... પૈસો... પૈસો ઘટી જાય કે નાશ થાય (તો) એ ચિંતા વળગે અંદર. આપણે આટલા કહેવાણાં ને હવે લક્ષ્મી ઘટી ગઈ –એ ચિંતા. એ આર્તધ્યાન.
એને છોડીને હવે કહેવું છે કે આર્તધ્યાન છોડીને આત્માનું ધ્યાન કર! કારણ કે એ (આર્તધ્યાન) તો કર્યું છે, (એમ) કહે છે.
“મિત્રજનના વિદેશગમનથી”—વહાલા બહાર જાય, સગાં-વહાલાં-કુટુંબીઓ (બહાર જાય અને આ) અહીં દેશમાં એકલો રહેતો હોય, એનાથી એને આર્તધ્યાન થાય. અરેરે ! કોઈ મળે ! (શ્રોતા) આગળના વખતની વાત કહો છો (પણ) હવે તો એરોપ્લેનમાં બે કલાકમાં પહોંચી જવાય છે. આફ્રિકા છ કલાકમાં પહોંચી જવાય! (ઉત્તર) પણ છ કલાક એકલો હોય તેમાંથી એને કંઈક થયું હોય. હાય! હાય! કોઈ ન મળે...? એ આર્તધ્યાન છે.
“કમનીય કામિનીના વિયોગથી” વહાલી-સુંદરી સ્ત્રી જેની કમનીય એટલે રૂપાળી (હોય) એ મરી જાય, એમાં બધું કહ્યું હોય સુખ ને કલ્પના એમાં એનો વિયોગ થાય-મરી જાય, તો એના વિયોગથી (આર્તધ્યાન ઊપજે ). (શ્રોતા) છૂટાછેડા લે, એ પણ વિયોગ? (ઉત્તર) છુટાછેડા પછી શું કહે? બાઈ ડીને પાલવતું ન હોય તો છુટાછેડા કરે. આદમીને ય ન પાલવતું હોય તો છુટાછેડા કરે. ગોટાળા વળ્યા હોય તો પછી કોર્ટમાં લગ્ન કરે. કુંવારે ગોટાળા હોય પછી એના લગ્ન કરે. એ બધું (આર્તધ્યાન છે).
“અથવા અનિષ્ટના સંગોગથી ઊપજતું (આર્તધ્યાન)” –પ્રતિકૂળ સંયોગ, રોગ આવે કે દુશ્મન આવે, એનાથી ઊપજતું આર્તધ્યાન. –એ આર્તધ્યાનની વ્યાખ્યા કરી. એને છોડીને, સ્વરૂપનું ધ્યાન કરવું એમ કહેવું છે.
.. વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૨૮-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા-૮૯. ધ્યાનના પ્રકાર કહે છે. આર્તધ્યાનની વાત આવી ગઈ. ફરીને સ્વદેશના ત્યાગથી થતું આર્તધ્યાન. દ્રવ્યના નાશ, (અર્થાત્ ) લક્ષ્મીનો નાશ થાય, એનાથી થતું આર્તધ્યાન. મિત્રજનના વિદેશગમનથી થતું પાપ (આર્ત) ધ્યાન. કમનીય (ઇષ્ટ અને સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન. –એને આર્તધ્યાનપાપધ્યાન કહે છે. એનાથી સંસારના દુઃખમાં રખડવા જાય. પાપમાં એકાગ્રતા છે ને..! માટે
ધ્યાન. આ રળવામાં ને ખાવા-પીવામાં ને અનુકૂળતામાં એકાગ્રતા છે ને....! એ રાગ-ધ્યાન છે. દુકાન, દવાખાના, ધંધામાં (એના) રાગમાં એકાગ્ર થઈ જાય છે કે આમ કરવું છે ને આમ કરવું છે ને આનું આમ કરવું છે. અને સારા મિત્રનો વિયોગ થઈ જાય, પરદેશ ચાલ્યા જાય, અહીં હારે વાતચીતનો સથવારો રહે નહીં એટલે આર્તધ્યાન થઈ જાય. એ આર્તધ્યાનની વ્યાખ્યા કરી. - હવે, રૌદ્રધ્યાન. બેય ભૂંડાં ધ્યાન છે. (૨) “ચોર-જાર (વ્યભિચારી) –શત્રુજનોનાં વધ-બંધન સંબંધી” કોઈ ચોરથી, કોઈ (પર) સ્ત્રીના ભોગાદિથી, શત્રુજનોનાં વધુ (એટલે) શત્રુજનો આવીને વધ કરે, ખાટલે બાંધે, મારે (એવા) (વધ) –બંધન સંબંધી “મહા દ્વેષથી ઊપજતું (જે) રૌદ્રધ્યાન”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ – પ્રવચન નવનીત: ભાગ-૨
આહા... હા! આ ચોરલોકો આવે ને...! પેલો (ઘરઘણી) સૂતો હોય તેને પહેલાં દોરડેથી ખાટલે બાંધે અને પછી (કહે) લાવ માલની કૂંચી ક્યાં છે તારી? માથે બંદૂક રાખીને ઊભા હોય. જુઓ ! આ તને બાંધ્યો છે પણ અહીં બંદૂક જો... રાડ પાડીશ તો...! એ વખતે એને અંદરથી એવો દ્વેષ થઈ જાય-રૌદ્રધ્યાન. હાયહાય! એને (ચોરને) મારી નાખું કે શું કરું? પણ સાધન કંઈ રહે નહીં. આહા. હા!
તે બંને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી”_જુઓઅહીં તો પૂર્ણ શુભભાવ મોક્ષમાર્ગમાં હોય છે. અપરિમિત અર્થાત્ ઘણું સુખ છે ને..! સાગરોપરનું. સાગરોપમ: એક પલ્યોપમમાં અસંખ્યાતા અબજ વર્ષ જાય અને એવા એવા દશક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ. એવા એવા ૩૩-૩૩ સાગર સર્વાર્થસિદ્ધના. અહીંયાં અપરિમિત એટલે ઘણા કાળનું સુખ. અને મોક્ષનું અપરિમિત સુખ-બેય ભેગું. મોક્ષનું સુખ વાસ્તવિક છે. અને સ્વર્ગનું (સુખ) એ રાગની મંદતાના ફળ તરીકે આવે અને ત્યાં તો પછી અશુભભાવ છે. એ “પ્રતિપક્ષ”-સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ “સંસાર દુઃખનાં મૂળ હોવાને લીધે આહા... હા ! આર્તધ્યાન અને રૌદ્રધ્યાન (એ) સંસારદુઃખનાં મૂળ છે. “તે બંનેને નિરવશેષપણે (સર્વથા) છોડીને.” –જે કોઈ પ્રાણી આ આર્ત ને રૌદ્રધ્યાનને છોડી અને (૩) “સ્વર્ગ અને મોક્ષના નિ:સીમ સુખનું મૂળ”એટલે અપરિમિત-બેહદ (સુખનું મૂળ ) “એવું જે સ્વાભાશ્રિત નિશ્ચય (-પરમ) ધર્મધ્યાન.” –નિશ્ચયધર્મ-ધ્યાન તો ભગવાન આત્માના આશ્રયે થાય છે. તેનું ફળ તો પવિત્રતા છે. પણ વચમાં સમકિતી ધર્મીને જે રાગ રહી જાય છે; પૂર્ણ ધ્યાન નથી તેથી રાગ રહે છે; તેના ફળ તરીકે સ્વર્ગ છે. એટલે અહીં બેય (સ્વર્ગ અને મોક્ષસુખ) લીધા. આત્માના આશ્રયે નિશ્ચયધર્મધ્યાન એમાં પૂર્ણતા નથી. એથી (જેટલો ) આશ્રય ( આત્માનો) લીધો તેટલી તો પવિત્રતા (તે) મોક્ષનું કારણ. અને જેટલો અંદર મહાવ્રતાદિનો રાગભાવ બાકી રહ્યો છે તેના ફળ તરીકે સ્વર્ગ આવે છે. નિશ્ચય અને વ્યવહાર બેય લીધા. સ્વાત્માશ્રિત છે તે નિશ્ચય છે. અને પૂર્ણ આશ્રય નથી તેટલો, અંદર રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો આવે છે એના ફળ તરીકે એન ( સાધકન ) સ્વર્ગ છે. સમ્યગ્દીષ્ટજીવ મનુષ્ય કે તિર્યંચ હોય (એન) અદર પૂર્ણ-શુક્લધ્યાનની–એકાગ્રતા નથી. તેથી તેને અપૂર્ણ આશ્રય છે. દ્રવ્યનો જેટલો આશ્રય છે એટલી તો પવિત્રતા છે. એનું ફળ તો મોક્ષ જ છે. પણ એની સાથે રહેલો (જે) શભરાગ છે (તે) પૂર્ણ ધર્મધ્યાન નથી. ધર્મધ્યાનની પૂર્ણતા તો શુક્લધ્યાનમાં હોય છે. તેથી એને નિઃસીમ સુખનું કારણ સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન (છે).
- હવે, (૪) શુક્લધ્યાનઃ “ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત” ધ્યેય-આત્માનું ધ્યાન કરું છું એવા જે ભેદ પડ્યા છે વિકલ્પ-રાગ, એનાથી–વિકલ્પોથી રહિત-“ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત” “અંતર્મુખાકાર” અંતર્મુખ જેનું સ્વરૂપ છે. એકલું અંતર્મુખ છે, એમ કહેવું છે.
ઓલામાં (ધર્મધ્યાનમાં) “સ્વાભાશ્રિત' લીધો હતો પણ ત્યાં હુજી પૂર્ણ અંતર્મુખ નહોતો. સમજાણું કાંઈ ? આહ.... હા! ભગવાન પરમાનંદ, ચિધ્ધન વસ્તુ, જિનસ્વરૂપી, વીતરાગ પરમાત્મસ્વરૂપ આત્મા એનો આશ્રય લીધો એટલે ત્યાં ધર્મધ્યાન કહ્યું. અને અપૂર્ણ છે ત્યાં શુભરાગ (આવે) એ વ્યવહારધર્મધ્યાન; એનું ફળ સ્વર્ગ છે. અહીં તો (જે) તદ્દન અંતર્મુખાકાર' કહ્યું (એ) શુક્લધ્યાન તો અંતરમુખસ્વરૂપ છે. (એમાં) આત્માનો તદ્દન-પૂર્ણ આશ્રય લીધો છે. આહા.... હા! છે ને.. નીચે ( ફૂટનોટમાં) –અંતર્મુખાકાર (એટલે ) અંતર્મુખ જેનો આકાર અર્થાત્
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૭ સ્વરૂપ છે એવું. અંતર્મુખસ્વરૂપ!
સકળ ઇન્દ્રિયોના સમૂહથી અતીત (-સમસ્ત ઇન્દ્રિયાતીત)” -ત્યાં કોઈ પણ ઇન્દ્રિયનું લક્ષ નથી. અતીન્દ્રિય આનંદના ધ્યાનમાં કોઈ ઇન્દ્રિયનું લક્ષ હોતું નથી. ત્યાં શુક્લધ્યાનમાં એવું અતીન્દ્રિય આનંદનું ધ્યાન છે. આહા. હા!
“અને નિર્ભેદ”_જેમાં ભેદ નથી. ધર્મધ્યાનમાં તો થોડો રાગભાવ બાકી છે, ભેદ પડે છે. સ્વનો આશ્રય છે તેટલો નિર્ભર છે અને જેટલો રાગ છે એટલો ભેદ પડે છે. આ (શુક્લધ્યાન) તો તદ્દન નિર્ભેદ (છે).
પરમ કળા સહિત” કેવળજ્ઞાનને લે એવી પરમ કળા સહિત (છે). શુક્લધ્યાન (એ) સ્વભાવશક્તિને વિકસાવવા માટે પરમ કળા છે. આહા. હા!
એવું જે નિશ્ચય શુક્લધ્યાન, તેમને ધ્યાને ” અહીં તો ધ્યાનને ધ્યાને લીધું છે. ધ્યાનમાં ધ્યેય તો આત્મા છે. પણ ધ્યાનને ધ્યાઈને, એમ એમાં કહેવું છે ને...! ચાર ધ્યાન કહ્યાં છે ને...? બે ધ્યાન (આર્ત ને રૌદ્ર ) ને છોડીને, બે ધ્યાન (ધર્મ ને શુક્લ) ને ધ્યાવવાં. આહા.. હા! | જિજ્ઞાસા: ધ્યાનને ધ્યાવ્યું. પણ ધ્યાનના વિષયને ન ધ્યાવ્યું?
સમાધાન: એ તો ઘણીવાર કહેવાયું છે: “સમ્મત્તUTUવર નો ભત્તિ” (નિ. સા. ગાથા-૧૩૪) –ભક્તિ તો દ્રવ્યની છે. પણ એની ભક્તિ કરે એટલે એની (સમ્યગ્દર્શનશાનચારિત્રની) ભક્તિ કરે, એમ કહેવાય. સમજાણું કાંઈ ?
એમ કહ્યું ને...! ધર્મધ્યાન (અને શુક્લધ્યાન) ને ધ્યાઈને, “જે ભવ્યવરપુંડરીક (-ભવ્યોત્તમ) પરમભાવની (પારિણામિકભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે” ધર્મધ્યાનમાં હજી પરમભાવની પૂર્ણ ભાવના નહોતી તેથી રાગ હતો, તે સ્વર્ગનું કારણ (હતું). (પણ) અહીંયાં તો પરમ (ભાવ) –પરિણામિકભાવ (સ્વરૂપ) આખો ભગવાન, પૂર્ણ શુદ્ધ સ્વભાવ એની ભાવના (અર્થાત્ ) પંચમભાવની ભાવના (રૂપે પરિણમ્યો છે). એમાં ક્ષાયિકની ને ઉપશમની ભાવના ન લેવી. ઓલામાં લીધું કે: (ધર્મ ને શુક્લ) ધ્યાનને ધ્યાવવું. ધ્યાન તો ક્ષયોપશમ ને ક્ષાયિકભાવે છે. અહીં હવે કીધું કેઃ પરમપરિણામિકભાવને ધ્યાઈને, ભાવના કરીને, આહા... હા! પૂર્ણાનંદ પ્રભુ આત્મા, પરમપરિણામિકભાવ, સહજ પારિણામીક, (એની ભાવનારૂપે પરિણમ્યો છે).
“પંચાસ્તિકાય” સંસ્કૃત ટીકામાં આવે છે ને...! “પરિણામે ભવ: પરામિક: ”—સહજપણે હોય. એને કોઈ કર્મના નિમિત્તની અપેક્ષા નથી. નિમિત્તના અભાવની અપેક્ષા નથી. ક્ષાયિક, ક્ષયોપશમમાં તો હજી નિમિત્તના અભાવની અપેક્ષા છે. ઔદયિકમાં રાગના ઉદયની અપેક્ષા (છે). પણ સહજ સ્વરૂપ પારિણામિક ત્રિકાળ છે; તેમાં તો નિમિત્તના અભાવની અને નિમિત્તના સાપેક્ષતાના ભાવની અપેક્ષા નથી. આહા... હા !
એવો જે પરમપરિણામિકસ્વભાવ, પરમસ્વાભાવિકભાવ ત્રિકાળી ધ્રુવ, એની ભાવના. એટલે કે ક્ષાયિક, ક્ષાયોપથમિક આદિ પરિણતિએ પરિણમ્યો. એ એની ભાવના. પરમસ્વભાવભાવની ભાવના, એટલે એમાં એકાગ્રતા એ પરિણતિ છે, પર્યાય છે. પરમપરિણામિકભાવ છે એ દ્રવ્ય છે, વસ્તુ છે. અને એની ભાવના છે તે પર્યાય છે. પરમપારિણામિક, પરમભાવ-એમ લીધું છે ને....! પરમભાવ; એની ભાવના. એમ ભાષા છે. પછી તો સ્પષ્ટ કર્યું. પરિણામિકભાવ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ પરમભાવ (છે). ક્ષાયોપથમિક, ક્ષાયિક આદિ (એ) પરમભાવ નથી, એ પર્યાયભાવ છે. અને આ તો ત્રિકાળ પરમભાવ વસ્તુ... વસ્તુ... વસ્તુ.. વસ્તુ! એને ધ્યેય બનાવી, અને જે ભાવના અર્થાત એકાગ્રતા કરી છે, એ મોક્ષનું કારણ છે.
પ્રશ્ન: પંચમ આરામાં શુક્લધ્યાન તો અત્યારે નથી. છતાંય એ કેમ કહ્યું?
સમાધાન: વાત તો બધી કરે કે નહીં ? અત્યારે ભલે સ્વાશ્રિત ધર્મધ્યાન (છે) અને જરી રાગ બાકી હોય. પણ એને પછી પરમપરિણામિકભાવની પૂર્ણ ભાવનામાં જાવું છે ને? (તો) એ વાત પહેલેથી કરે છે. એની ભાવનારૂપે પરિણમ્યો છે. ભાષા જોઈ ! “પરમપારિણામિક ત્રિકાળસ્વભાવ છે” એવો વિકલ્પ કરીને ધારણામાં પડયો નથી. પણ પરમપરિણામિકભાવની ભાવનાએ પરિણમ્યો છે. એ વીતરાગી પરિણતિએ પરિણમ્યો છે. કેમકે પરમપરિણામિકભાવ પરમવીતરાગસ્વરૂપ છે; અને તેની ભાવનાએ પરિણમ્યો એ પણ વીતરાગભાવ છે.
એવો જે જીવ “તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” –એ ખરું પ્રતિક્રમણ. રાગના વિકલ્પથી પણ હુઠી, આત્માના આનંદમાં લીન થઈ ગયો છે; એ પ્રતિક્રમણસ્વરૂપ છે. (શ્રોતા ) બારમાં ગુણસ્થાન સુધી લઈ લેવું? (ઉત્તર) અહીં તો હેઠેથી–સાતમથી વાત છે. એ પછી શુક્લધ્યાન આઠમે થાય. આઠમથી શુક્લધ્યાન લીધું છે. તે ( રૂપે) પરિણમું છું ને-આવો વિકલ્પ, ત્યાં ક્યાં છે? અહીં તો એનું સ્વરૂપ બતાવે છે.
આહા... હા! પરમસ્વભાવનો ઢગલો પ્રભુ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપે-સ્વભાવે ત્રિકાળ ભરેલો ભગવાન, એ પરમભાવ, પારિણામિકભાવઃ એની એકાગ્રતામાં જે અતી પરિણમ્યો છે, એ અતીંદ્રિય આનંદ એ એની ભાવના છે. સમજાણું કાંઈ? “વસ્તુ” એ પૂર્ણ સ્વરૂપ છે, ત્રિકાળ ભાવસ્વરૂપ છે; એની ભાવનાએ પરિણમ્યો તે “પર્યાય છે.
પહેલી તો વાત (વસ્તુસ્થિતિ) હજી ખ્યાલમાં આવવી (જોઈએ). આહા... હા! કહે છે કેઃ આખો પ્રભુ અહીં (અંતરમાં) બિરાજે છે ને..! જ્ઞાયકભાવથી ભરેલો પરમભાવ (છે).
પ્રશ્ન: જ્ઞાયક કેમ કહ્યો?
સમાધાનઃ જેમ પરિણામિકભાવ તો પરમાણુમાં ય છે, ચાર દ્રવ્યમાં પણ છે. પણ આમાં (જીવમાં) પારિણામિક ન કહેતાં શરૂઆતમાં જ જ્ઞાયક લીધો. “સમયસાર” ગાથા-છઠ્ઠી, અગિયારમી. “ભયસ્થમ” “ભૂતાર્થ” એ “જ્ઞાયક”. કારણ કે “જાણનારો” એનો ત્રિકાળીસ્વભાવ, એવો જે પરમપરિણામિકભાવ; એમ. જ્ઞાનનો જે વર્તમાન ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક છે એ તો પર્યાય છે, એ તો ભાવના છે. પણ ભાવના કોની? -ત્રિકાળ ચૈતન્યમૂર્તિ ભગવાન, એવો જે પરમભાવ અથવા પરમપરિણામિકભાવ; (એની ભાવના). આહા... હા! એ પરમભાવની અપેક્ષાએ ક્ષાયિકભાવ પણ અપરમભાવ છે. સમજાણું કાંઈ ?
આવી બધી વાતો છે! ધર્મનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! બાકી તો આખો દી' પાપ કરે છે. એ તો પહેલું આવી ગયું ને..! આખો દી” આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. આ વ્યાપાર કર્યા ને, આ લીધા ને, આ દીધા ને, વ્યાજ ઉપજાવ્યાં ને, પૈસા ભેગા કર્યા ને, દીકરાને અમેરિકા મોકલ્યા ને ભણાવ્યા ને-એ બધાં ભૂંડાં ધ્યાન છે. ભગવાન અંદર અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર; એમાં ડૂબકી માર! એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૯ ડૂબકી એટલે ભાવના. અહીં તો ધ્યાનની વ્યાખ્યા છે ને..જેનાથી મોક્ષ મળે, સ્વર્ગ મળે. (એટલે કેઃ) નિશ્ચય ધર્મધ્યાનથી મોક્ષ, અને એ ધર્મધ્યાનમાં બાકી રહેલા વ્યવહાર-દયા, દાન, વ્રત-નો (જે) વિકલ્પ ઊઠે તેનું ફળ સ્વર્ગ છે.
એ એમ આવ્યું કે ભાઈ ! નિશ્ચય છે એ મોક્ષનો સાક્ષાત્ માર્ગ છે અને વ્યવહાર છે એ પરંપરા (માર્ગ) છે. એમ આવે છે ને...? (પણ) અહીં તો વ્યવહાર છે એ સ્વર્ગનું કારણ છે, એમ લખ્યું છે. (શ્રોતા ) નિશ્ચય હોય એને માટે ઓલી વાત છે ને...? (ઉત્તર) અહીં એની વાત છે. છતાં ફેર પાડયો છે, મારે એમ કહેવું છે. -શું કહ્યું એ? કે: નિશ્ચયઆત્મસ્વભાવનું ભાન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે એ નિશ્ચયમોક્ષમાર્ગ અને (ત્યાં એને) દેવ-ગુરુશાસ્ત્રની ભક્તિ આદિનો (જે) રાગ બાકી રહે છે એ વ્યવહારમોક્ષમાર્ગ. અને એને પરંપરા કારણ કહ્યું. અહીંયાં નિશ્ચય (સહિત )વાળા વ્યવહારને સ્વર્ગનું કારણ કહ્યું. એ ખરેખર કારણ નથી. આરોપીત (કારણ ) છે. એટલે અહીં ખુલાસો કરી નાખ્યો કે જે રાગ બાકી હતો, એને વ્યવહાર (અને) પરંપરા કારણ કહ્યું હતું, એ પોતે સીધું કારણ તો સ્વર્ગનું છે. (ખરેખર) આમ વાત છે!
જ્યાંત્યાં વ્યવહાર (ને કારણ) કહ્યું હોય ત્યાં આગળ એને નિમિત્ત દેખીને (ઉપચારથી કારણ કહ્યું હોય છે.) નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ તો સ્વચૈતન્ય ભગવાનના અવલંબને જ થાય છે. અને જે બાકી રાગ રહ્યો તે પરલક્ષે થાય છે, એ રાગને ત્યાં વ્યવહાર અને તેને (પરંપરા કારણ) કહ્યું છે. અહીં નિશ્ચયવાળાની જ વાત છે. નિશ્ચયવાળાને પરંપરા કારણ અને ( નિશ્ચય વગરના) વ્યવહારવાળાને (પણ) પરંપરા કારણ એવી વાત અહીંયાં છે જ નહીં. –શું કહ્યું એ ? કેઃ જેને આત્મા પરમાનંદ પ્રભુનો ભેટો સમ્યગ્દર્શન-જ્ઞાનમાં થયો છે અને કંઈક સ્થિરતા થોડી છે, અને જે વ્યવહરરત્નત્રયનો રાગ આવે ત્યાં તેને મોક્ષનું પરંપરા કારણ કહ્યું. એનો અર્થ કે એ (વ્યવહાર) ને છોડીને (આત્મસ્થિરતા) કરશે. નહીંતર તો એ (વ્યવહાર) તો બંધનું કારણ છે, સ્વર્ગનું કારણ છે. સમજાણું કાંઈ ? અહીં (વ્યવહારને) સ્વર્ગનું કારણ કહે, અને ત્યાં મોક્ષનું પરંપરા કારણ કહે છે; તો એનો અર્થ શું છે? (શ્રોતા:) એ માંથી આપે ગૂઢ રહસ્ય કાઢયું! ( ઉત્તર:) વસ્તુસ્થિતિ જ એ છે. આહા... હા!
ત્યાં ચરણાનુયોગમાં શ્રાવકની અપેક્ષાએ પરંપરા કારણ કહ્યું. શ્રાવકને તો તે વ્યવહારથી-શુભભાવથી પરંપરા થાય છે, તેમ કહ્યું. એનાથી (વ્યવહારથી) થાય, એમ કહ્યું. પણ એ કઈ અપેક્ષાથી ? કે-એનો અભાવ કરશે. અને (તે) ખરેખર તો નિશ્ચયના-સ્વના આશ્રયે થયેલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (હોય છે); એને, જે શુભભાવ થયો એ અશુભથી બચ્યો છે. મિથ્યાષ્ટિને તો “અશુભથી બચવું” એ કાંઈ છે જ નહીં. કારણ કે એને તો મિથ્યાત્વ જ મહાપાપ પડ્યું છે એનાથી બચ્યો નથી ત્યાં વળી અશુભથી બચવું...? વાત સમજાય છે કાંઈ છતાં વ્યવહારે એમ બોલાય કે અશુભ છોડીને શુભ કરો. ચરણાનુયોગમાં (એવી વાત ) આવે.
આહી. હા! અહીં તો સ્વર્ગનું કારણ અને મોક્ષનું કારણ “ધ્યાન” કહ્યું. ત્યારે ધ્યાન એટલે કે આત્મા અંદર ચિદાનંદ પ્રભુ; જેના અમૃતના સ્વાદ આવ્યા, ઓડકાર આવ્યા-એ નિશ્ચય (ધ્યાન). પણ હજી અપૂર્ણ આશ્રય છે એથી આનંદ પૂર્ણ પ્રગટ થયો નથી, તેટલો ત્યાં રાગરૂપી દુ:ખભાવ છે. પૂર્ણ આનંદનો અભાવ છે એટલે ત્યાં રાગ છે, દુઃખ છે. પૂર્ણ આનંદ થયો (હોય તો) ત્યાં રાગ અને દુઃખ નથી. પણ અહીં (સાધકને) પૂર્ણ આનંદ નથી, પણ અપૂર્ણ આનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦ – પ્રવચન નવનીત: ભાગ-૨ પ્રગટયો છે; એને જે રાગ આવે એને આરોપ કરીને વ્યવહારરત્નત્રય કહ્યો. (પરંતુ) ખરેખર એ વ્યવહારરત્નત્રય વસ્તુ (સાધ્ય) નથી. એ અહીંયાં ખુલાસો કરી નાખ્યો. ભાઈ ! એ વ્યવહારરત્નત્રયનો ભાવ સ્વર્ગનું કારણ છે, પુણ્યનું કારણ છે, સ્વર્ગ મળે; સમકિતી છે ને....! એટલે એને તો પુણ્યભાવમાં સ્વર્ગ મળે. અને એને ચોથે-પાંચમે (ગુણસ્થાનમાં) પાપભાવ (પણ) આવે, એને આર્તધ્યાન હોય, રૌદ્રધ્યાન હોય, વિષયની વાસના જરી અસ્થિરતા હોય; છતાં એને સ્વર્ગનું આયુષ્ય બંધાવાનું છે એટલે જ્યારે શુભભાવ આવે ત્યારે જ આયુષ્ય બંધાશે. એને (અશુભ કાળે) ભવિષ્યનું આયુષ્ય નહીં બંધાય. અને તિર્યંચનું અને મનુષ્યનું (પણ આયુષ્ય) નહીં બંધાય. એને તો સ્વર્ગનું જ બંધાશે. વૈમાનિકનો દેવ થાશે; દેવી નહીં. એ અપેક્ષા લઈને કહ્યું છે કે જેને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, પણ ધર્મધ્યાન છે, એટલે કે હુજી અપૂર્ણ આશ્રય છે, એને પરનો આશ્રય-વ્યવહાર રહી ગયો છે, એ વ્યવહારનું ફળ સ્વર્ગ છે. પણ એનું સુખ એ તો બેહદ અને અપરિમિત છે, એમ કહેવું છે. ત્યાં ઘણો કાળ છે ને... એ અપેક્ષાએ. બાકી ખરેખર તો એ (સુખ નથી) દુઃખ છે ત્યાં.
“પ્રવચનસાર” (ગાથા-૭૬માં) કહ્યું ને.. [“તો પુણ્ય પણ પાપની જેમ, દુ:ખનું સાધન છે એમ ફલિત થયું.” ] પાપ અને પુણ્યમાં કાંઈ ફેર માનતો હોય તો અમે કહીએ છીએ કે પાપના ફળમાં નરકનું દુઃખ અને પુણ્યના ફળમાં સ્વર્ગમાં પણ ત્યાં રાગથી દુઃખ જ છે. જ્યારે જેના ફળમાં દુઃખ છે તો એનો શુભભાવ સારો અને અશુભભાવ ખરાબ એવા બે ભેદ ક્યાંથી આવ્યા? આહા... હા! (સ્વર્ગનું) ફળ દુઃખ જ છે. અહીં તો જરી બીજ, નરક ને તિર્યંચના દુઃખ કરતાં જરીક શાતાવેદનીય આદિનું સુખ છે, એ ભાષાથી-વ્યવહારથી વાત કરી છે. બાકી શુભભાવ છે એનું ફળ સ્વર્ગનું સુખ છે, એ સુખ ભોગવવાના કાળે તો એનો ભાવ પાપ છે. સ્વર્ગનાં સુખો તરફ લક્ષ જઈને જે રાગ થાય છે એ તો અશુભ-પાપ છે. કઈ કઈ અપેક્ષાઓ હોય, એને ન સમજે ને એકાંત તાણે (એમ ન હોય). આ તો પ્રભુનો સ્યાદ્વાદમાર્ગ છે
આહા. હા ! (અહીં) છે ને...! “પરમ (ભાવની) પારિણામિકભાવની ભાવનારૂપે પરિણમ્યો છે.” વાત ધારી રાખી છે કે ધર્મધ્યાન આવ ને શક્લધ્યાન આવે ને. નહીં; એમ કહે છે. એ રૂપે દશા થઈ છે. આનંદનો નાથ ભગવાન, પ્રભુ અતીન્દ્રિય આનંદર આશ્રય થયો છે, એટલે પરિણતિ થઈ છે એટલે કે વીતરાગીપર્યાય, આનંદવાળી પર્યાય પ્રગટ થઈ છે; એવા જીવને અધૂરું ધર્મધ્યાન છે, પૂરું નથી; તેથી એના શુભભાવના વ્યવહારને (ઉપચારથી) ધર્મધ્યાન ગણીને એમ લીધું કે: ધર્મધ્યાનથી સ્વર્ગ અને મોક્ષ સુખ મળે (છે). અને પાઠમાં તો પછી એટલું લીધું કે સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન. પરાશ્રિત રાગ છે માટે (તેનાથી) સ્વર્ગનું ફળ એમ (સ્પષ્ટ) નથી કીધું. પણ પરાશ્રિતભાવથી સ્વર્ગ છે એ વાત ત્યાં ગૌણ રાખી દીધી. સ્વાશ્રિત ધ્યાનમાંથી એનો ભાગ બાકી રહી જાય છે એ વાત ગૌણ રાખી. એનું ફળ એને સ્વર્ગ છે. પાઠમાં એમ નથી લીધું-જુઓઃ “સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ સુખનું મૂળ સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન.” સ્વર્ગનું પણ કારણ (નિશ્ચયધર્મધ્યાન, એમ નથી). (શ્રોતાઃ) આપે ગર્ભિત વાત ખોલી દીધી. (ઉત્તર) તો (શું ) આશ્રયમાં એને સ્વર્ગ મળે? પણ અહીં અધૂરું છે અર્થાત સ્વઆશ્રિત છે, એવો નિશ્ચય તો છે, પણ અધૂરું ધર્મધ્યાન છે, શુક્લધ્યાનની દશા જેવું નથી; માટે ત્યાં રાગ હોય છે એનું ફળ એને સ્વર્ગ છે. આહા... હા! પણ કોને? કે, જેને સ્વઆશ્રિત દશા થઈ છે એને. આહા... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૯૧ આવી વાતું છે!
અરેરે! આ જગતની હોંશું... એ બધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાનની હોંશું છે. આ રળ્યા ને કમાણા ને આ થયા ને... આ બધી હોંશું છે. રળવાની આમ હોંશ.... હોંશ.... પૈસા મળ્યા, કરોડ રૂપિયા થયા ને બે કરોડ રૂપિયા થયા ને પાંચ કરોડ રૂપિયા થયા-આટલા કમાણા! શું છે આ બધું? કમાણા છે કે ખોટ ગઈ છે? આહા... હા ! કરો આજે તો ચૂરમાના લાડવા, લાપસી રાંધો, આજ પાંચ લાખ પેદા થયા છે. શું છે આ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ભાઈ ! (શાસ્ત્રમાં) આવે છે: “લક્ષ્મીનું વારંવાર ચિંતવન એ રૌદ્રધ્યાન છે”. અજાણી ભાષા છે. પરિગ્રહનું ઉગ્ર ચિંતવન એ રૌદ્રધ્યાન છે. એના ફળ તરીકે તો સંસારનાં દુઃખ છે. ત્યારે વળી શુભભાવમાં સુખ છે એમ કીધું.
“પ્રવચનસાર” માં એમ કહ્યું કે તેના (શુભભાવના) ફળમાં પણ ત્યાં (સ્વર્ગમાં) દુ:ખ જ છે. પંડિતજી ! ત્યાં તો એમ કહ્યું કેઃ શુભભાવથી અશુભભાવ જુદો કેમ પડે ? અશુભ ને શુભ જદો કેમ પડે? બંને એક જાત છે. કેમ ? એના ફળમાં પણ ત્યાં દુ:ખ જ છે. અજ્ઞાન આદિથી : વિષયને ભોગવે છે, એ દુઃખ છે, દુઃખ (ભોગવે છે). અને તમે ભેદ પાડો કે શુભમાં આ ફળ અને અશુભમાં આ (ફળ). બેયનાં એક જ ફળ (દુ:ખ છે). ત્યાં એમ કહ્યું. અને બીજે આમ કહ્યું છે કે, જ્યાં નિશ્ચયનો આશ્રય છે ત્યાં (એનો) વ્યવહાર એ પરંપરા કારણ છે. (અને અહીંયાં કહ્યુંઃ ધર્મધ્યાનમાં) પૂર્ણ આશ્રય નથી, તેથી વચમાં રાગ આવે છે; તો એ સ્વાશ્રયવાળાને રાગ આવ્યો છે એમ ગણીને સ્વાશ્રય-ધર્મધ્યાનવાળો સ્વર્ગ ને મોક્ષમાં જાય છે. એમ કહ્યું છે. સમજાણું કાંઈ ? આહા... હા! આ તો અધ્યાત્મ શાસ્ત્રો તો ગંભીર બહુ, ભાઈ ?
“તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” -ત્યાં શુક્લધ્યાન કીધું. એકલો પરમ આશ્રય. - ભગવાન-આત્મા; જેની પરિણતિ-ભાવના દ્રવ્યમાં જામી ગઈ છે. જેનું બાહ્ય લક્ષ જ નથી. હજી ધર્મધ્યાનમાં તો રાગ હતો એટલે બાહ્ય લક્ષ હતું એથી એનું ફળ સ્વર્ગ કહ્યું. અહીં તો બાહ્ય લક્ષ (જ નથી), એકલું અંતર્લક્ષમાં ગુમ થઈ ગયો છે. એવો નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
એમભાષા જુઓ પાછી. પાઠમાં એમ હતું: “નવરગિદિસુત્તેસુ” હવે આ અર્થ શું કરે છે કેઃ “એમ” (એટલે) આ ધ્યાનની વ્યાખ્યા કીધી. એમ “પરમ જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.”
આહા... હા! ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા (વીતરાગનો જ ઉપદેશ આપે છે.) આત્માવલોકન' માં (ગુરુઅધિકારમાં) આવે છે ને...! [“વીતર વીતરી નીવચ્ચે निजस्वरूपो वीतरागं मुहुर्मुरुः गृणाति कथयति स पुरुष गुरुपदं स्थानं भासति शोभते।” ] મુનિઓ તો વીતરાગનો જ ઉપદેશ આપે છે. “મુહુર્મુહુ' એટલે વારંવાર. એ તો સ્વાત્માના આશ્રયથી-વીતરાગતાની જ વાત કરે છે. પરાશ્રિતભાવને જણાવે છે પણ આદરણીય તરીકે તો સ્વાશ્રિતભાવને જે વીતરાગભાવ તરીકે કહે છે. આહા.... હા ! (ગુરુ એને કહીએ).
તેથી “પરમાત્મપ્રકાશ” માં કહ્યું ને...! કે જેને શુભરાગ ઉપાદેય તરીકે છે તેને ભગવાન આત્મા હેય તરીકે છે. જેને આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો શુભભાવ આદરણીય અને ઉપાદેય તરીકે છે તેને ભગવાન આત્મા હેય છે, એને આત્મા છાંડવા લાયક થઈ ગયો છે. આહા.. હા! જેને આત્મા ઉપાદેય છે તેને રાગ હેય છે. છતાં રાગ આવે છે એમ કહીને એમ કહ્યું કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ (તેને) સ્વર્ગનું સુખ મળે. અને તે સ્વર્ગનાં સુખ મળ્યાં એટલે સંયોગો મળ્યાં. હવે (તેને) ભોગવવા કાળે કાંઈ પુણ્ય નથી. સામગ્રી મળી એટલી અપેક્ષાએ કહ્યું કે જેટલો આત્માનો આશ્રય હતો એટલું ધર્મધ્યાન તો પવિત્ર છે ને મોક્ષનો માર્ગ છે અને જેટલો આશ્રય અધૂરો છે એટલો રાગભાવ આવે છે, એ રાગનું ફળ સ્વર્ગનાં સુખ છે. એ સ્વર્ગનાં સુખ છે એટલે ત્યાં એ સુખ ભોગવે છે? ત્યાં આગળ સુખની સામગ્રીઓ ઘણી છે. શુભભાવને લઈને ઘણી બધી સામગ્રી મળી છે બસ ! પણ એને ભોગવવા જાય છે ત્યારે તો પાપ જ થાય છે. સમજાણું કાંઈ ?
અરે! એણે ઘરની વાતું સાંભળી નહીં. અને ઘર બહાર આવ્યો ને એનાં ફળ શાં? સમકિતી પણ ઘરમાંથી બહાર આવ્યો, એનાં ફળ શાં? કે બહાર શુભભાવમાં આવ્યો તો એનું ફળ સ્વર્ગનું સુખ, એટલે કે સ્વર્ગની અનુકૂળ સામગ્રી. એ ભોગવવાનું લક્ષ જાય છે ત્યારે તો પાપ છે. અને તેથી તો કહ્યું: (“સમયસાર') કર્તા-કર્મ ગાથા-૭૬માં કેઃ શુભભાવ વર્તમાન દુઃખ છે અને ભવિષ્યમાં પણ દુઃખ (નું કારણ ) છે. શું કહ્યું ત્યાં? અને અહીં કહ્યું કે, શુભભાવનું ફળ સુખ છે. એ તો સામગ્રીની અપેક્ષાએ કહ્યું. સમજાણું કાંઈ ? અને અહીં ગુરુ કહે છે કે, ભાઈ ! શુભ અને અશુભભાવ બેય દુઃખનું કારણ છે. વર્તમાન દુ:ખનું કારણ છે. અને ભવિષ્યમાં એટલે સ્વર્ગ મળશે ત્યાં પણ દુઃખ થાશે. કારણ કે એનું લક્ષ જાશે એટલે એને દુઃખ જ થશે.
આહા... હા! ગજબ વાત છે ને...! કેટલી અપેક્ષા આવી ગઈ મગજમાં! ક્યાંનું ક્યાં આવ્યું? કોને ખબર એ ક્યાંથી કેમ આવે છે !!
આહા... હા ! એ ભગવાન આત્મા, ચૈતન્યભાવ; એનો આશ્રય લઈને જેને ધર્મધ્યાન પ્રગટયું છે, શુદ્ધિ પ્રગટી છે; (પણ હુજી) એને શુદ્ધિ થોડી હોવાને લીધે રાગની-શુભભાવની અશુદ્ધિ છે. તો એક ઠેકાણે એમ કહ્યું કે: (એ) અશુદ્ધિનું ફળ પરંપરાએ મુક્તિ છે. (અને ) અહીંયા કહે છે કે: (એ) અશુદ્ધિનું ફળ સ્ત્રનું સુખ છે. અને બીજે એમ કહ્યું કે શુભનું ફળ ભવિષ્યમાં દુઃખ છે. એ દુઃખ, ભોગવવાની અપેક્ષાએ છે; અપેક્ષાએ શુભભાવની સામગ્રી મળી છે, એટલું. આહા.... હા ! સમજાણું કાંઈ? વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ !
“આમ” ક્યાં કહ્યું છે? –પરમ જિનંદ્રના મુખારવિંદથી ! જુઓ ત્યાં પણ પાછું એકકોર એમ સિદ્ધાંતમાં (કહ્યું) છે કે ભગવાનની વાણી મુખથી હોય નહીં. હોઠ હાલે નહીં. મુખથી વાણી નહીં. આખા શરીરમાંથી પાણી આવે. અને અહીંયાં “મુખારવિંદથી–મુખરૂપી કમળથી. (કેમકે ) લૌકિક (જનો) એમ જાણે છે કે, ભાષા તો મુખથી નીકળે, એ અપેક્ષાએ (કહ્યું છે). નહીંતર ભગવાનને તો હોઠ બંધ હોય છે, કંઠ હુલે નહીં, હોઠ હલે નહીં; અંદરથી” “3ૐ' ધ્વનિ ઊઠે. આહા.... હા! “મુખ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે.” સમજાય છે કાંઈ ?
અહીંયાં “મુખારવિંદથી નીકળેલા” એમ કહ્યું. પરમાત્મા જિનંદ્રદેવ, વીતરાગ પરમેશ્વરના મુખકમળ (એટલે મુખરૂપી) અરવિંદ-મુખરૂપીકમળથી નીકળેલી વાણી. વાણી તો આખા શરીરથી નીકળે છે. અહીં તો (કહ્યું) : “મુખમાંથી'. પણ લૌકિક લોકો એમ જાણે, એ અપેક્ષાએ વાત કહી છે. જેમ કે, વાણીનું સાધન તો મુખ છે. (પરંતુ) અને (ભગવાનને ) આ શરીર ક્યાં કોઈ સાધન રહ્યું છે? અને વાણી કરું એ પણ ક્યાં છે? “ૐ'... બોલવું એ પણ ક્યાં છે? સમજાણું?
“મુખ. ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે.” “બનારસીવિલાસ' (જ્ઞાનબાવની) માં છે ને...! “ કાર શબ્દ વિશદ યાકે ઉભયરૂપ, એક આતમીક ભાવ એક પુદ્ગલકો.” – “3ૐ' શબ્દ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૯૩ વિશદ છે અને તેનો ઉભયરૂપ છે-એક આત્મિક શુદ્ધસ્વરૂપ જ છે એ “ૐ” છે. અને એક વાણી નીકળે છે એ શબ્દાત્મક “ૐ” છે. સમજાણું કાંઈ. આહા... હા ! (“શારદાષ્ટક') જિનાદેશ જાતા. માં આવે છે: “સો સત્યારથ શારદા તાસુ, ભક્તિ ઉર આન; છંદ ભુજંગપ્રયાતમેં, અષ્ટક કહાઁ બખાન.” આહા.... હા ! બનારસીદાસે બહુ સરસ લખ્યું છે. “બનારસીવિલાસ” માં આવે છે.
અહીંયાં (“મુખારવિંદથી) કહ્યું. (પણ ક્યાંય ) વિરોધ નથી ! લોકોને ખ્યાલમાં આવે એ શૈલીથી વાત કરી છે. સમજાણું કાંઈ ?
બીજી વાત “પરમ જિનંદ્રના મુખારવિંદથી.” “જિન” તો ચોથે ગુણસ્થાને પણ કહેવાય છે. બારમે ગણધરેય જિન કહેવાય છે. આ તો “પરમ જિનંદ્ર' તેરમી ભૂમિકા, તેરમું સયોગી ગુણસ્થાન, એને મુખારવિંદ હોય ને..! સિદ્ધને મુખારવિંદ ક્યાં છે? પરમાત્મા જિનંદ્રદેવ, સર્વ પ્રભુ; એના મુખરૂપી કમળ-અરવિંદથી “નીકળેલાં દ્રવ્યશ્રુત”. આહા.. હા ! બીજી ભાષાએ કહીએ તો ભગવાને કેવળજ્ઞાન વર્ણવ્યું નથી, શ્રત જ વર્ણવ્યું છે. વાણીમાં શ્રુતનું જ વર્ણન છે. એની વાણી શ્રુત કહેવાય છે. સમજાણું કાંઈ? કેમકે સાંભળનારને ભાવશ્રુતનું (તે) નિમિત્ત છે એથી અહીં દ્રવ્યકૃત વાણીને કહેવાય છે. ભગવાને શ્રત દ્વારા ઉપદેશ આપ્યો, એમ “ધવલ” માં આવે છે. કેવળજ્ઞાનથી ઉપદેશ આપ્યો, એમ કહ્યું નથી. કેવળજ્ઞાન તો વસ્તુ છે. વાણીમાં તો દ્રવ્યશ્રુત આવ્યું છે. એવી વાણીમાં દ્રવ્યશ્રુતનાં નીકળેલાં આ વચનો છે; એમ સિદ્ધ કર્યું, જોયું !
અને, એની ટીકા અમે કરીએ છીએ એ પણ અમે અમારી કલ્પનાથી કરી નથી, એમ કહે છે. એ ઠેઠ ગણધરોથી એની ટીકાનો ભાવ હાલ્યો આવે છે. અમે તે મંદબુદ્ધિ કોણ છીએ? આહા.... હા ! પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત, જેની વાણી ! કે આ ટીકા તો ગણધરદેવથી ચાલી આવે છે પરંપરા. અમે તે ટીકા કરનારા કોણ? મારે બીજું કહેવું છે કે એમાં પરંપરા એવી આવી કે “મુખારવિંદથી નીકળેલી” એમ પરંપરાથી હાલ્યું આવ્યું છે. સમજાણું કાંઈ ? આહા.... હા! શું એની ગંભીરતા! શું એની ઊંડપતા! આહા... હા ! વીતરાગવાણી, “ૐ” એવો આત્મા, તેને બતાવનારી છે. એવું દ્રવ્યકૃતમાં કહ્યું છે.
એ તો કાલે કહ્યું હતું ને..! કાવેરાસન્તમ”–શું કે “પસ્સદ્દેિ નિસાસાં સર્વ—જે કોઈ આત્માને અબદ્ધસ્કૃષ્ટ દેખે, રાગ અને કર્મના સંબંધ વિનાનો છે એમ દેખે, સામાન્ય દેખે, કષાયરહિત દેખે, વિશેષરહિત દેખે, વ્યવહારરહિત નિશ્ચય (સ્વરૂપે) દેખે, એણે “પરિ નિળસીસ સર્વે - (સર્વ) જિનશાસનને જોયું. તો જિનશાસન એ ભાવ થયો ત્યાં; અને દ્રવ્યશ્રુતમાં પણ એમ કહ્યું છે. એનો-દ્રવ્યશ્રુતનો અર્થ (ટીકાકારે) ન લીધો, એટલે
અપવેસન્તમ”માં અમૃતચંદ્રાચાર્ય મૂંઝાણા હતા, એમ નથી. ત્યાં એને (આના) “ભાવ” ના અર્થની જરૂર હતી એથી એને ભાવ કહ્યો (ક) દ્રવ્યશ્રુતમાં આમ કહ્યું છે. દ્રવ્યશ્રુતમાં પણ એ જ કહ્યું છે. “નો પસ્સવિ અપ્પાનું અદ્ધપૂડતું” _જે (પુરુષ) આત્માને અબદ્ધસ્પષ્ટ દેખે તે સમ્યગ્દષ્ટિજીવ સર્વ જિનશાસનને દેખે-એમ દ્રવ્યકૃતમાં કહ્યું છે અને ભાવકૃત “આ” છે. જે અંદર આત્માને અબદ્ધપૃર જાણે તે ભાવથુત છે. અને ભાવથુત છે તે શુદ્ધોપયોગ છે. અને શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. સમજાણું કાંઈ ? આવી વાત! હવે યાદ રહેવી મુશ્કેલ. કેટલા પડખા !! આહોહો !
પછી કહેશેઃ “ચાર ધ્યાનોમાં પહેલાં (આર્ત અને રૌદ્ર) બે ધ્યાન હેય છે,” છોડવા લાયક છે. “ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે.” શરૂઆતમાં (ધર્મધ્યાનમાં) આત્માનો આશ્રય છે તેથી તે ઉપાદેય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ છે; પૂર્ણ નથી છતાં તે ઉપાદેય છે. “એનું ચોથું સર્વદા ઉપાદેય છે.” પૂર્ણ આશ્રય છે તે સર્વદા ઉપાદેય છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન: એ વ્યવહારધર્મધ્યાન પણ કહેવાય કોને?
સમાધાનઃ જેને નિશ્ચયધર્મધ્યાન, આત્માના અવલંબને સમ્યગ્દર્શન, જ્ઞાન, વીતરાગી દશા પ્રગટ થઈ છે, જેને અતીન્દ્રિય આનંદના નમૂના સ્વાદમાં આવ્યા છે; એવા જીવને જે રાગ (બાકી રહે) તેને વ્યવહાર કહેવાય. એને વ્યવહાર કહ્યો.
પણ એ વ્યવહાર કહ્યો છે એ એને અહીંયાં નથી કહેવું. એને તો દ્રવ્યશ્રુતમાં અને ભાવશ્રુતમાં આ અબદ્ધસ્કૃષ્ટ આત્મા દેખ્યો એણે બધું દેખ્યું. કારણ કે વીતરાગભાવ એ જૈનશાસન છે. -શું કીધું? કેઃ ભગવાનનો માર્ગ પણ વીતરાગભાવ છે; અને ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગભાવ છે; કેમકે ભગવાને વીતરાગભાવનો જ ઉપદેશ આપ્યો છે. અને બીજો ઉપદેશ કહ્યો તે જાણવા માટે કહ્યો; પણ આ તો આદરવા માટે વીતરાગે આ જ ઉપદેશ કહ્યો (છે). સમજાણું કાંઈ ?
ત્રીજું પ્રથમ તો ઉપદેય છે.” “પ્રથમ' એટલે ? કેઃ સ્વદ્રવ્યનો આશ્રય છે પણ પૂરું નથી એટલે અત્યારે (ધર્મધ્યાનને) ઉપાદેય કહેવામાં આવ્યું. અને “ચોથું સર્વદા ઉપાદેય છે, (એમ કહ્યું).
[તથા વોવત્ત— એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
(અનુષ્ટ્રમ) " निष्क्रिय करणातीतं ध्यानध्येयविवर्जितम्।
अंतर्मुखं तु युद्ध्यानं तच्छुक्लं योगिनो विदुः।।” “[ શ્લોકાર્થ:- ] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પોરહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.”]
જે ધ્યાન નિષ્ક્રિય છે.” આહા... હા! નિષ્ક્રિય અર્થાત રાગના સંબંધ વિનાનું છે. જેટલો વિકલ્પ ઊઠે છે એ સક્રિય છે. અને શુક્લધ્યાન છે એ રાગની ક્રિયા વિનાનું છે, નિષ્ક્રિયા છે. છે તો ધ્યાન-પરિણતિ એ સક્રિય; પણ રાગને સક્રિય ગણીને રાગરહિત પરિણતિ તે નિષ્ક્રિય છે; એમ કીધી છે. સમજાણું કાંઈ ?
એકકોર હજી આગળ કહેશે કે: પરિણતિ-ધ્યાન એ કાંઈ અંદર વસ્તુના સ્વરૂપમાં નથી. એ ધ્યાન અને એની બધી વાતું કરે; પણ એ વસ્તુના સ્વરૂપમાં નથી. એમ કે પર્યાય અંદર નથી. એવું ભગવાનનું શાસન ઇંદ્રજાળ જેવું છે.
જે ધ્યાન નિષ્ક્રિય છે”-કઈ અપેક્ષાએ? ધ્યાન છે તો પરિણતિ. પરિણતિ છે તે સક્રિય છે. દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે. આહા... હા! શુદ્ધપરિણતિને ક્રિયા કીધી છે ને...! જડની ક્રિયા ભિન્ન. રાગની ક્રિયા ભિન્ન. અને શુદ્ધપરિણતિની ક્રિયા ભિન્ન. એમ ત્રણ પરિણતિ લીધી છે. તો ત્યાં રાગરહિત પરિણતિને પણ સક્રિય કીધી છે. જે પરિણમે છે તે સક્રિય છે. ત્રિકાળ દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે. પણ અહીંયાં બીજી અપેક્ષા લેવી છે કે જેવું એ નિષ્ક્રિય તત્ત્વ છે તેવી જ પરિણતિ થઈ છે તેથી તે પરિણતિ રાગ વિનાની છે; માટે રાગની ક્રિયા રહિત પરિણતિને અહીંયાં નિષ્ક્રિય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૨૯૫ કહીએ છીએ. આહા.... હા... હા!
આમાં કેટલું યાદ રાખવું? કેટલી વાતું ફરે! માર્ગ, બાપુ! (ગહન) છે. એને અભ્યાસ જોઈએ. આ તો (એન) અનંતકાળનો અભ્યાસ નહીં. એનો અભ્યાસ, વારંવાર રટણ, વારંવાર લઢણ, એની વારંવાર લગની લાગવી જોઈએ! અરેરે ! દેહ છૂટી જશે, બાપુ ! ક્યાં જઈશ તું? આહા... હા! અનંતકાળ ભવિષ્યમાં ગાળવો છે; કેમકે એ અવિનાશી તત્ત્વ છે. તો હવે ભવિષ્યમાં અનંતકાળ ક્યાં જઈશ, ભાઈ ? જ રાગના પ્રેમની રુચિમાં પડ્યો તો મિથ્યાત્વમાં તારો અનંતકાળ ભવિષ્યમાં જાશે એટલે કે દુ:ખના ગર્ભમાં જાઈશ, બાપા !
અને જેણે રાગથી રહિત મારું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન તો નિષ્ક્રિય છે જ; પણ પરિણતિ કરી, એને પણ અહીંયાં નિષ્ક્રિય-રાગની ક્રિયા વિનાની ગણીને નિષ્ક્રિય-કીધી છે, એ જીવ તો મોક્ષમાં જાય. અને જેને બાકી કાંઈક રાગ રહ્યો તો સ્વર્ગમાં જઈ, પછી મનુષ્ય થઈને મોક્ષે જશે.
આહા... હા! જુઓ ને...! સાંભળીએ છીએ કે, નાની નાની ઉંમરનાને ફલાણાને ન્યુમોનિયો થયો (અને મરી ગયો !) ત્યાં જામનગરમાં એક છોકરો હુમણાં મરી ગયો. ૧૯ વર્ષનો જુવાન છોકરો. ભણતો હતો. એકદમ ડબલ ન્યુમોનિયો થઈ ગયો. ઇસ્પિતાલમાં ગોઠવ્યો. આઠ દી '. એ ખલાસ થઈ ગયો બાપુ! એની સ્થિતિ પૂરી થાય ત્યારે કોણ રાખે ? એને વેંકટર ને દવા કોણ રાખે? જુવાન અવસ્થાએ ચાલ્યા જાય છે. દેહ છૂટી જાય છે. આહા.... હા! (આત્મહિત) કરવાનું રહી જાય ! હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું. હજી જુવાની છે. હજી તો ભણી લઈએ. રળી લઈએ. -ક્યાં જાય, બાપા?
અહીંયાં કહે કે ત્રણ લોકના નાથ શુદ્ધપરિણતિને નિષ્ક્રિય કહે છે. કહે છે કેઃ ઇંદ્રયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.” શુક્લ (ધ્યાન) અર્થાત ઊજળું-પવિત્ર ધ્યાન. આહા...
હા !
[ હવે, આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
(વસંતતિનવ>T) ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे। सास्तीत्युवाच सततं व्यवहारमार्गस्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम्।। ११९ ।।
[ શ્લોકાર્થ:- ] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે ધ્યાનાવલી (-ધ્યાનપંક્તિ, ધ્યાનપરંપરા) હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. “તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે ) ' એમ (માત્ર ) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિસેંદ્ર ! આવું તે તત્ત્વ ( તેં નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે. ૧૧૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
* *L LE
પણ.
૨૯૬ – પ્રવચન નવનીત: ભાગ-૨
ભગવાન તારી તો આ અંદર ઇંદ્રજાળ છે. એક નયે હા. અને બીજી નયે ના. એક નયે, શુદ્ધઆત્માના પવિત્ર આનંદનો સ્વાદ આવે તે ધર્મ અને બીજી નયે, એને જોડે રાગ આવે તેને વ્યવહારધર્મ-પુણ્ય. એકકોર પુણ્યને બંધનું કારણ કહો. એકકોર પુણ્યને પરંપરા કારણ કહો. - આવાં તારાં ન્યાયનાં વાક્યો, પ્રભુ! આહા... હા! સમજાણું કાંઈ?
પ્રગટપણે સદાશિવમય ” ભગવાન આત્મા તો અંદર સદાય મોક્ષસ્વરૂપ જ છે. શિવકલ્યાણમૂર્તિ પ્રભુ છે. દરેક ભગવાન અંદર બિરાજે છે, એ આત્મા ભગવસ્વરૂપ શિવસ્વરૂપ જ છે. ઉપદ્રવ અને અકલ્યાણ રહિત છે. સદા કલ્યાણસ્વરૂપ જ છે. આહા... હા !
એવા પરમાત્મતત્વને વિષે ” એવું જે પરમાત્મતત્ત્વ પ્રભુ અત્યારે હોં! ત્રણે કાળે એ પરમાત્મસ્વરૂ૫. કલ્યાણસ્વરૂપ જ ત્રિકાળ છે. એવા તત્ત્વને વિષે “ધ્યાનાવલી શુદ્ધનય કહેતો નથી.” –ધ્યાનની પંક્તિ, ધ્યાનની પરંપરા, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ધ્યાનમોક્ષનો માર્ગ-પર્યાય, એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. “ધ્યાનાવલી એટલે ધ્યાની પંક્તિ હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી.” આહા.... હા ! ગજબ છે ને..! “તે છે એમ વ્યવહારમાર્ગે સતત કહ્યું છે.” –એ સ્વાશ્રયે ધ્યાન-શુક્લધ્યાન આદિ છે તે પણ વ્યવહારનયે કહ્યું છે.
» વિશેષ આવશે.
* * *
પ્રવચન: તા. ૧-૩-૧૯૭૮ નિયમસાર” -૧૧૯ કળશ. વિશેષ ફરીથી. “પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વ”. આહા. હા! આત્મા તો સદાશિવમય છે, કલ્યાણસ્વરૂપ જ છે. (શ્રોતા ) પર્યાયવાળો કે પર્યાય વગરનો? (ઉત્તર) પર્યાય વિનાનો, પ્રગટપણે વસ્તુ છે. વસ્તુ દ્રવ્ય છે. સદા પ્રગટપણે શિવમય (છે). સદા અર્થાત્ નિરંતર શિવમય-કલ્યાણમય એવું જે પરમાત્મતત્ત્વ વસ્તુ. આહા... હા! પરમાત્મા અરિહંત થયા એ તો પર્યાયમાં થયા. આ (તત્ત્વ) વસ્તુ તરીકે સદા પરમાત્મા જ છે. સદાશિવમય, નિરંતર કલ્યાણસ્વરૂપ, પરમાનંદસ્વરૂપ, પૂર્ણ, સામાન્ય, વીતરાગસ્વરૂપ એવા “(તત્ત્વ) ને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી.”
પહેલાં આવી ગયું છે કે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે સ્વાશ્રિત હોવાથી નિશ્ચય છે. (શ્રોતા ) ઉપાદેય છે? (ઉત્તર) એ વળી પછી. આ બંને ધ્યાન) નિશ્ચય છે. એને અહીં પાછો વ્યવહાર-પર્યાય કહેશે. ગાથામાં કહ્યું ને ! “સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમધર્મધ્યાન.” (આવે) છે ને? સ્વાશ્રિત નિશ્ચય, (અને) પરાશ્રિત (તે) વ્યવહાર. ત્યાં એટલું સિદ્ધ કર્યું છે. છતાંય એ પર્યાય જે સ્વાભાશ્રિત થાય તે વ્યવહારમાર્ગમાં છે; વસ્તુમાં નથી.
આ તો ધીમેથી સમજવા જેવી વાત છે, બાપુ! (આત્મા) અંદર ભગવાન છે. અંદર ભગવાન સ્વરૂપ જ આત્મા છે. પૂર્ણ કલ્યાણમય (છે). પર્યાયમાં (ભગવાન) થાય એ જુદી ચીજ છે.
આહા... હા! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે નિશ્ચયમોક્ષમાર્ગ છે એ તો સ્વાશ્રિત છે માટે તેને નિશ્ચય કહ્યો અને પરાશ્રિત (તે) વ્યવહાર (છે). સમજાણું? (અહીં) એ કહે છે કે, પણ શુદ્ધનયે જોઈએ તો (એ) ધ્યાનાવલી-ધ્યાનની ધારા, એ બધી પર્યાય છે એવી ધ્યાનપંક્તિ, (પરમાત્મતત્ત્વમાં છે એમ) શુદ્ધનય કહેતો નથી. આહા.... હા! શુદ્ધનય તો શુદ્ધ ત્રિકાળી કલ્યાણમય છે, એમ કહું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૨૯૭ છે. એની ધ્યાનની પર્યાય છે, (એ) સ્વાશ્રિત છે માટે એને પહેલાં નિશ્ચય કહી હતી ને? – ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ તો સ્વાશ્રિત-નિશ્ચય. અને પરાશ્રિત છે તે) વ્યવહાર. એટલું સિદ્ધ કર્યું. પણ એ જે નિશ્ચય છે તે પર્યાય, પરમતત્ત્વ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપમાં નથી.
આવી વાત છે!! એક બાજુ “પ્રવચનસાર” ગાથા-૧૮૯માં એમ કહે કેઃ રાગ, દ્વેષ ભાવ (રૂપ) વિકાર થાય છે એ શુદ્ધદ્રવ્યનું, નિશ્ચયનયનું કથન છે. [ અર્થાત્ “શુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું] ઝીણી વાત, બાપુ! મારગડા એવા તો ઝીણા છે. શું કહ્યું? કે: વસ્તુ છે એમાં જે વિકાર-પુણ્ય, પાપ, દયા, દાન, વિકલ્પ, રાગ-થાય છે એ શુદ્ધદ્રવ્યથી કહીએ તો તે નિશ્ચયે એના જ છે, એનાથી થયા છે અને એમાં છે. અશુદ્ધનયથી કહીએ તો વ્યવહાર નિમિત્ત છે એમ કહ્યું. અશુદ્ધનય ત્યાં લીધોઃ અશુદ્ધવ્યવહાર એ વ્યવહાર કહ્યો. આહા... હા ! અહીં કહે છે ને કે પ્રભુ! તારી નયજાળ ઇંદ્રજાળ જેવી લાગે છે. આહા... હા ! સર્વજ્ઞનો ધર્મ !!
પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. એ સર્વજ્ઞને પરમાર્થ અનંત આનંદ આદિ એ તો પર્યાયમાં પ્રગટ થાય છે. પણ વસ્તુમાં તો (એ ત્રિકાળ મોજદ) છે. વસ્ત પર્ણ-પ્રગટ-વ્યક્તપણે છે. આહા.. હા ! એવા સદા શિવ (મય ) ભગવાનને (શુદ્ધનયે ધ્યાનાવલી નથી.) .
મારગડા જુદા, ભાઈ ! એકકરો, શુદ્ધદ્રવ્યના નિરૂપણથી વિકાર એનામાં છે, એમ કહે. એક બાજુ એમ કહે કે, શુક્લધ્યાન અને ધર્મધ્યાન (એ) સ્વાશ્રિત ભાવ છે માટે નિશ્ચય છે. (એને) વળી ત્યાં ને ત્યાં એમ કહે કે, એ (નિશ્ચય) તો વ્યવહારમાર્ગે કહ્યું છે; એ વસ્તુમાં નથી! આવો માર્ગ છે!! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ”-શ્રીમદ્દમાં (“આત્મસિદ્ધિ” ગાથા૮માં) આવે છે ને....! જે અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણો. (જો) આડું-અવળું ખેંચીને (અર્થઘટન) કરે તો આખું તત્ત્વ નાશ થઈ જશે.
આહા... હા ! એક બાજુ “પ્રવચનસાર ગાથા-૧ર૬માં એમ કહે કે, વિકારનો કર્તા ખરેખર જીવ જ છે. આવે છે ને...! “કર્તા, કરણ, કર્મ (અને કર્મફળ આત્મા છે)” . ખરેખર જીવ પોતે જ વિકારનો કર્તા છે, એનું કાર્ય છે, એનું સાધન છે. એણે પોતે સાધનથી ( વિકાર) કર્યું છે. અને એનું ફળ દુઃખરૂપ ભાવ પણ પોતે આત્મા છે. એ તો એ શેયવસ્તુને સિદ્ધ કરતાં (એમ કહ્યું છે.) “શય અધિકાર' છે ને...! “શેય” એટલે આત્મજ્ઞયમાં વસ્તુસ્થિતિ શું છે (કે) તે પોતે જ જ્ઞયમાં, પોતે જ ભૂલીને રાગ-દ્વેષ (રૂપ) કર્તા, કર્મ, કરણ (-સાધન) અને ફળ થાય છે. જીવ જ્યારે ધર્મકાળમાં પણ સ્વતંત્ર છે (અર્થાત્ ) એ ધર્મની-મોક્ષમાર્ગની પર્યાયને સ્વતંત્રપણે કરે તે કર્તા અને તેથી તે તેનું કાર્ય છે અને તેથી તે તેનું સાધન થયું છે અને તેથી તે તેનું સુખરૂપ ફળ છે.
અહીંયાં એમ વળી કહ્યું કે ધર્મધ્યાન તો નિશ્ચયથી છે. એટલે શું? કે એમાં વ્યવહાર (રૂ૫) પરાશ્રિત (પણું) નથી. છતાં ધર્મધ્યાનમાં તો સ્વાશ્રિત (પણું) લઈને એના ફળ તરીકે સ્વર્ગ અને મોક્ષ બે કહ્યાં. એટલે કે ધર્મધ્યાનમાં નો આશ્રય છે, પણ થોડો છે, તેથી ત્યાં વ્યવહારનો શુભરાગ હોય છે (તેથી) એનું ફળ સ્વર્ગ છે. અને જેટલો જે સ્વાશ્રય છે એ સંવર-નિર્જરા છે અને થોડોક રાગ બાકી રહ્યો છે તે આસ્રવ છે. સમજાણું કાંઈ? અહીંયાં એક બાજુ નિશ્ચયધર્મધ્યાન અને શુક્લધ્યાન કહ્યું. –એ કઈ અપેક્ષાએ છે? કેઃ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૮ પ્રવચન નવનીત: ભાગ-૨
સ્વાશ્રય છે, પરાશ્રય નથી એ અપેક્ષાએ નિશ્ચય કહ્યું. અને પાછું અરે! શુક્લધ્યાનની અને ધર્મધ્યાનની સ્વાશ્રિત ધારા એ તો શુદ્ઘનયે આત્મામાં નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા... હા ! આવો માર્ગ!! પોતાને-જાણના૨ને જાણ્યા વિના એનું ફળ ક્યાંથી આવે ?
આહા... હા! શુક્લધ્યાનમાં તો ત્યાં સુધી લીધું (કે એ) અંતર્મુખાકાર, અંતર્મુખસ્વરૂપ (છે). શુક્લધ્યાન એ નિશ્ચય અંતર્મુખસ્વરૂપ. એને અહીં કહે છે કે, એ વ્યવહાર (છે. ) કઈ અપેક્ષાએ ? કેઃ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ, અનંત અનંત પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન સદા કલ્યાણમય જ છે. જો કલ્યાણમય ન હોય તો પર્યાયમાં કલ્યાણપણું આવશે ક્યાંથી ? સમજાણું કાંઈ ? આવો માર્ગ છે!
–
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતર્મુખાકાર અને પાછું નિશ્ચયશુક્લધ્યાન કહ્યું. ૮૯મી ગાથાની ટીકામાં આવ્યું ને..! અહીંયાં કહે છે કે જે નિશ્ચયધર્મધ્યાન અને શુક્લધ્યાન કહ્યું એ ફક્ત પરાશ્રયપણું નથી, સ્વાશ્રય છે માટે તેને નિશ્ચય કહ્યું. છતાં જેનો આશ્રય છે એમાં એ વસ્તુ-પર્યાય-નથી. આહા... હા! આવો માર્ગ!!
‘પ્રવચનસાર ’ગાથા-૧૨૪માં આવે છે: “ જીવથી કરાતો ભાવ તે (જીવનું) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે; (૧) નિરુપાધિક (સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ. આ કર્મ વડે નીપજતું સુખ અથવા દુ:ખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે.” જુઓ! શું કહે છે? ભાવ મગજમાં હોય. પણ ગાથાના (શબ્દો નહીં ). કહે છે કેઃ આ આત્મા જે ત્રિકાળ સદાશિવમય છે, પરમાનંદ પ્રભુ છે. પર્યાયનો પરમાનંદ નહીં. સ્વભાવનો પરમાનંદ. ધ્રુવ એવો પરમાત્મા; એને જે શુદ્ધઉપયોગ થાય છે-ધર્મધ્યાન અને શુક્લધ્યાન જ કહ્યું એ શુદ્ધઉપયોગ થાય–તે કર્તાનું કર્મ-કાર્ય છે અને એનું ફળ સુખ છે, અનાકુળ સુખ છે, તે આત્માનું ફળ છે. અને પુણ્ય અને પાપનો ભાવ થાય, એ જે અશુદ્ધઉપયોગ છે તેનો પણ કર્તા તો આત્મા છે અને તેનું ફળ પણ દુઃખરૂપી આત્મા જ છે. એક બાજુ (પુણ્ય-પાપને) પુદ્દગલ કહ્યાં. અને એક બાજુ કર્મનો વ્યાપ્ય-વ્યાપક. –કઈ અપેક્ષા છે? અહીં (‘પ્રવચનસાર' માં) તો એનું શેયપણાનું અસ્તિત્વ, જે શેય આત્મા છે, એનું દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ એનું છે, તેમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ?
‘પંચાસ્તિકાય ’ ગાથા-૬૨માં કહ્યું ને...! કેઃ વિકૃતપર્યાય નિશ્ચયથી જીવની છે. તેનો કર્તા-કર્મ પોતે જીવ છે. એટલે પર્યાય છે. ત્યાં તો એકલી પર્યાય જ લેવી છે. તેને પરિમિત્તના કારકની અપેક્ષા નથી. આહા... હા! પોતાનો ભગવાન અનાકુળ આનંદસ્વરૂપ; એને ભૂલી જાય છે અને પર્યાયમાં વિકૃત અવસ્થા-જેટલી શુભ-અશુભકર્મ ( અર્થાત્) પાપ-વાસના કે પુણ્યવાસના-ઉત્પન્ન કરે છે એ (ભાવ) કર્મ; એ પર્યાય એના ષટ્કારકરૂપે પરિણમે છે. ‘પર્યાય ’ કર્તા, કર્મ, કરણ-સાધન, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ-એને, પરિમિત્તના કારકની અપેક્ષા નથી. ત્યાં તો એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જે અસ્તિત્વ છે એટલું સિદ્ધ કરવું છે, પંચાસ્તિકાય છે ને! ‘પ્રવચનસાર’ માં પણ (ત્યાં) જ્ઞેય અધિકાર છે, એમાં–જ્ઞેયમાં જેટલું પોતાનું (અસ્તિત્વ છે) એ સિદ્ધ કરવું છે.
અહીંયાં આપણે મોક્ષમાર્ગ (-૫૨માર્થપ્રતિક્રમણ ) અધિકારમાં, ‘મોક્ષમાર્ગ ' ક્યો ?
ભગવાન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ - ૨૯૯ પૂર્ણાનંદ, સદાશિવસ્વરૂપી પ્રભુ; એના આશ્રયે થતું ધર્મધ્યાન અને શુક્લધ્યાન. પછી અહીં સ્વાશ્રિત ધર્મધ્યાન કહીને, ફળમાં સ્વર્ગ અને અને મોક્ષ લીધો. કેમ કે એમાં (હુજી ) રાગ બાકી છે એને ગૌણ ગણીને ધર્મધ્યાન (કહ્યું) પણ એ વ્યવહારધર્મધ્યાન, એ રાગ (છે અને એ ) નું ફળ સ્વર્ગ છે. અરાગીપણું મોક્ષ છે. શુક્લધ્યાનને પણ સ્વાશ્રિત-નિશ્ચય અંતર્મુખ કહ્યું. આહા.. હા ! જે વસ્તુ સદાશિવમય છે એમાં અંતર્મુખ થઈને એ પરિણામ થયા છે. આહા... હા! આવું ક્યાં યાદ રાખે ? માર્ગ એવો ઝીણો, બાપુ !
ભગવાન અંતર પરમાત્મસ્વરૂપ વસ્તુ પડી છે. (એમાં) અંતર્મુખ થઈને જે પરિણામ થાય એને શુક્લધ્યાનસ્વરૂપ કહેવામાં આવે છે. અને તે શુક્લધ્યાન મોક્ષનું કારણ છે. પણ અહીંયાં તો એથી વધારે (ઊંડાણથી) કહે છે કે પ્રભુ! એ તો અમે વાત ભલે કરી, પણ એ બધા પર્યાયના-મોક્ષમાર્ગના ભેદો-ધ્યાનાવલી, ધ્યાનનો પ્રકાર, આમ ધારાવાહી ધ્યાન વહે એ વસ્તુમાં છે, એમ શુદ્ધનય કહેતો નથી. આહા... હું ! સમજાણું કાંઈ ?
એકકોર (કહે કે ) દ્રવ્ય અને પર્યાય માને એ સમ્યજ્ઞાન છે. નિશ્ચયથી દ્રવ્ય અને પર્યાય પોતાના છે એમ માને એ સમ્યજ્ઞાન છે. અહીં કહે છે કે, એ પર્યાય (બને ધ્યાનની) જે કીધી એ અંદર દ્રવ્યમાં નથી. તેથી બે (ચીજ) થઈ ને..? દ્રવ્ય અને પર્યાય બે થઈ ને? (તો એ) બેને જાણવું-માનવું એ જ્ઞાન, સમ્યજ્ઞાન છે. આહા.... હા! પણ એમાં બેપણું કેમ થયું? કે: દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી. એ રીતે નિશ્ચયથી જ્ઞાન થયું છે એવી જે જ્ઞાનની પર્યાય છે તે પણ સદાશિવમય ભગવાન આત્મા (માં નથી).
(વેદાંતી) શંકરને સદાશિવ કહે છે ને ! એ તો બધી કલ્પનાઓ છે. (અહીં) તો આ પ્રભુ સદાશિવસ્વરૂપ જ છે. “પ્રગટપણે સદાશિવમય”. હોં! શિવવાળો એમ નહીં. આહા.... હા ! નિરંતર કલ્યાણમય ભગવાન પ્રભુ છે. (પણ) પ્રભુ! તારી નજર ત્યાં ગઈ નથી. એ નજર પણ (ખરેખર) શિવમય-કલ્યાણસ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ ?
આહા... હા! આવો માર્ગ!! હવે (જે) એકેંદ્રિય-બેન્દ્રિય શીખ્યા હોય, મિચ્છા મિ દુક્કડ (ના ઘડિયા બોલતા હોય) તેને આ (સત્ય સમજવાની જિજ્ઞાસા ન હોય તો) કહે કે (સોનગઢવાળા) ક્યાં લઈ ગયા? ક્યાં લઈ જાય છે? આ તે વેદાંતનો માર્ગ હશે? (એમ નથી). વેદાંતમાં પર્યાય અને દ્રવ્ય અને ગુણ, એવા ભેદ ક્યાં છે? એ તો એક જ આત્મા કહે છે. એ (પ્રમાણે) વસ્તુ ક્યાંય છે નહીં.
અહીંયાં કહે છે. એવું પરમાત્મતત્ત્વ! પ્રગટપણે સદાશિવમય એવો પરમાત્મા! (જેને) (સમયસાર”) છઠ્ઠી ગાથામાં “જ્ઞાયકભાવ' કહ્યો, અગિયારમી ગાથામાં “ભૂતાર્થ' કહ્યો, એને અહીંયાં “સદાશિવમય' કહ્યો. એવા પરમાત્મતત્ત્વને વિષે, એવા સદાશિવમય ભગવાન આત્મા (ને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી). –કેમ બેસે? એક જરી શુભરાગ થાય તો એમ માને કે આપણે તો ધર્મ કર્યો અને અશુભરાગમાં-આબરૂમાં, ભોગમાં, વિષયમાં કે પ્રશંસા સાંભળીને-જ્યાં મીઠાશ વેદાય; તેને, “આ ભગવાન સદા આનંદમય છે, કલ્યાણમય છે” કેમ બેસે ?
બીજી ભાષામાં કહીએ તો એ (આત્મા) સદા આનંદઅમૃતસ્વરૂપ જ છે. નિગોદમાં પણ રહેલો આત્મા સદા અમૃતસ્વરૂપ જ છે. એવો જે આત્મા, એવા તત્ત્વને વિષે ધ્યાનાવાલી, ધ્યાન+આવલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO – પ્રવચન નવનીતઃ ભાગ-૨ = ધ્યાનની પંક્તિ, ધ્યાનની પરંપરા, હોવાનું પણ–રાગ નથી, સંસાર નથી, એ તો ઠીક; પણ આવી ધ્યાનાવલી હોવાનું પણ- (શુદ્ધનય કહેતો નથી). સમજાણું કાંઈ?
ભગવાનઆત્મા અંદર પૂર્ણાનંદનો નાથ; સર્વજ્ઞ પરમેશ્વર-જિનેશ્વરે કહ્યો એવો એ અંદર આત્મા છે. -એમ તને અંદરમાં બેસવું જોઈએ. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનનો વિષય-વ્યય. એ આ પરમાત્મા–પૂર્ણાનંદ પ્રભુ છે. એનો (સમ્યગ્દર્શનનો) વિષય, અશુદ્ધસ્વરૂપ તો નહીં પણ આ જે ધ્યાનની શુદ્ધપર્યાય છે એ પણ નહીં, એમ કહે છે. “પણ” કહ્યું છે ને કે “ધ્યાનાવલી હોવાનું પણ ”—એમ. એ પ્રભુમાં રાગ તો નથી, વિકાર તો નથી, વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો તો નથી, (પણ એ ધ્યાનાવલી પણ નથી). તું પ્રભુ છો, ભાઈ ! તને ખબર નથી. તારી પ્રભુતા” તને બેસતી નથી! અને તને અંદર પામરતા બેઠી છે (કે) “રાગ તે હું ને પુણ્ય તે હું ને પાપ તે હું ને.! ' સમજાણું કાંઈ?
(અહીંયાં કહ્યું કે, “ધ્યાનાવાલી હોવાનું પણ” – (શ્લોકમાં) “ઘ' છે ને....!” ધ્યાનાવનીમgિ ”—એમ ધ્યાનાવલી પણ. “”િ શબ્દ છે. આહા.. હા! ભગવાન ૫
સ, હા ! ભગવાન પૂર્ણાનંદથી ભરેલો. અતીન્દ્રિયના પર્ણ સ્વાદથી ભરેલો. એમાં ધ્યાનાવલી પણ (નથી). એમાં સંસાર તો નથી. ઉદયભાવ તો નથી. જેને-ઉદયને તત્ત્વાર્થસત્ર” માં સ્વતત્વ કહ્યું... લ્યો. હું અહીંયાં (કહ્યું કે:) મૂળ જે તત્ત્વ છે તેમાં એકેય રાગ નથી; એ રાગ અને સંસાર તો નથી પણ જે આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષનો માર્ગ, અંદરમં ધ્યાનની જમાવટ જામી એવી શ્રેણિધ્યાનની પર્યાય આત્મામાં (હોવાનું) શુદ્ધનય કહેતો નથી. આહા... હા ! શું પર્યાયને દ્રવ્યને ભિન્ન સિદ્ધ કરવાની (શૈલી) !! “ધ્યાનાવલી હોવાનું પણ શદ્ધનય કહેતો નથી.” “શદ્ધનય” કેવી છે એમ નહીં, “કેવો' છે એમ લીધુંને “શુદ્ધનય કહેતો નથી.” છે ને...! “ધ્યાનાવની િ૨ શુદ્ધનયો ન વિરપહેલા પદનો એટલો અર્થ થયો.” “વવર્તાસશિવમયે પરમાત્મતત્ત્વ” એ પહેલાં અર્થ કર્યો: “પ્રગટપણે સદાશિવમય એવા પરમાત્મતત્વને વિષે”.
હવે કહે છે: “તે છે” તો ખરો. અસ્તિત્વ તો છે. ધ્યાનનું, મોક્ષમાર્ગનું, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનું અસ્તિત્વ તો છે. “તે છે (અર્થાત “ધ્યાનાવલી આત્મામાં છે”) એમ માત્ર વ્યવહારમાર્ગે સતત કહ્યું છે.” આહા... હા ! એ તો પર્યાયમાર્ગને બતાવવો (એ) વ્યવહારમાર્ગ છે. એ પર્યાય આત્મામાં છે એમ વ્યવહારમાર્ગે સતત-નિરંતર કહ્યું છે.
એને (અજ્ઞાનીને) એમ થઈ ગયું છે કે, હું તો એક સાધારણ પ્રાણી છું. હું માણસ છું. હું બાયડી છું. હું ઢોર છું. એણે એનાં પશુના શરીર ને અવતાર દેખ્યા છે પણ અંદર મોટો ભગવાન છે એની ખબર ન મળે. આહા.. હા! હું નિર્ધન છું. હું સઘન છું. હું કુટુંબવાળો છું. હું દરિદ્ર છું. –એ બધું (૮) ક્યાં છે, પ્રભુ? તને ખબર નથી. તું તો મોટો ધનાઢય છો. તારા જેવો ધનાઢય! જગતમાં બીજી કોઈ ચીજ ક્યાંય નથી.
આહા... હા ! (અહીં) “તે (ધ્યાનાવલી) છે”-પર્યાય છે; (એ) દ્રવ્યમાં નથી, એમ સિદ્ધ કર્યું. આમાં તો, ભાઈ ! લગની લાગવી જોઈએ, એવી વાત છે. એને માટે ગાંડા થવું જોઈએ દુનિયાથી. (તે ધ્યાનાવલી) શુદ્ધનયે આત્મામાં નથી. આત્મામાં છે તે વ્યવહારમાર્ગે છે. પર્યાય તે વ્યવહારમાર્ગ કહ્યો. આહા... હા ! સમજાણું કાંઈ ? આવો માર્ગ (બીજે) ક્યાં છે, ભાઈ ? પ્રભુ! તું કેવડો મોટો છે ! હવે, એને શુભભાવથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૩૦૧ ધર્મ થાય, જે એમાં (તારામાં) નથી. અને જે અધર્મ છે એનાથી ધર્મ થાય (એ) કેવી રીતે બને? પણ લોકોએ ઘણુંઘણું વિરુદ્ધ કરી નાખ્યું. અહીં તો કહે છે કે, શુદ્ધભાવથી ધર્મ થાય એ શુદ્ધભાવ પણ પર્યાય (છે જે તારા મૂળસ્વરૂપમાં નથી ).
(“સમયસાર” ૧૫મી ગાથામાં) એમ કહ્યું ને... “નો પઃિ ગપ્પા” –જે (પુરુષ) આત્માને અબદ્ધસ્પષ્ટ દેખું-જાણે-માને તે જૈનશાસનને દેખે છે. પણ (અહીં) કહે છે કે, જે જૈનશાસન-શુદ્ધઉપયોગ થાય; (એની) શુદ્ધનય ના પાડે છે કે-એ દ્રવ્યમાં નથી. આહા... હા! સમજાણું કાંઈ ?
ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કહેવાની વાતનું ફળ વીતરાગતા છે. પણ એ વીતરાગપણે પણ સ્વાશ્રયે થાય માટે નિશ્ચય કહ્યું; છતાં, તે વીતરાગપણું દ્રવ્યમાં નથી. એ તો પરમ વીતરાગમૂર્તિ પ્રભુ છે! ત્યારે કહે કે છે ને..પર્યાયમાં છે. તે વ્યવહારમાર્ગે છે, એમ કહીએ છીએ.
હવે, એકકોર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિશ્ચય કહ્યો. એકકોર વ્યવહાર કહ્યો. બેય (ધ્યાન) ને અંતર્મુખાકાર સ્વાશ્રય નિશ્ચય કહ્યો. અને અહીં કહે છે કે, એ તો વ્યવહારમાર્ગ છે. આહા. હા! (પાઠમાં) એમ છે કે નહીં?
હવે, લોકોને આ બેસવું મુશ્કેલ પડે. પોતાની દરકાર કરે નહીં અને શું કહેવું), બાપા?
આ રીતે વસ્તુ પૂર્ણ શુદ્ધ છે. જેમાં પર્યાય નથી. એવી જેને દષ્ટિ ન થાય તો તો તેણે આત્માનો સ્વીકાર કર્યો નથી. જે વસ્તુમાં મોક્ષમાર્ગની પર્યાય, ધ્યાનની પર્યાય પણ નથી; એવું જે પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા, એનો સ્વીકાર પર્યાયમાં થાય; જે પર્યાય એમાં નથી; પણ પર્યાયમાં એનો સ્વીકાર થાય; ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય. છતાંય, એ સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યમાં નથી, (એમ) શુદ્ધનય કહે છે. આ તો પરમ સત્ય ત્રિલોકનાથ જિનંદ્રના મુખારવિંદથી નીકળેલું છે. માથે (ટકામાં) આવી ગયું છે. “એમ પરમ જિતેંદ્રના મુખારવિંદથી નીકળેલા દ્રવ્યશ્રતમાં કહ્યું છે.”
ભગવાન પરમાત્મા, જિનંદ્રદેવ, સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. (ત્યાં) કુંદકુંદઆચાર્ય ગયા હતા. તે કહે છે કે ભગવાનના મુખારવિંદથી નીકળેલી આ વાત હું કરીશ અને આ તો હું મારી ભાવના માટે કહું છું.
હવે, અહીં (સંપ્રદાયમાં) તો હજી તકરારો-વ્યવહાર, દયા ને દાન ને ભક્તિ ને પૂજાથી કલ્યાણ થાય; નહીંતર એકાંત છે, એમ માનો. અરરર! તું શું કરે છે, ભાઈ ? ભગવાન (– પોતા) ને ભૂલીને તું આ રાંક (થાય છે!) પાપ અને પુણ્યના બેય ભાવ પાપ છે. સ્વરૂપમાંથી પતિત કરે છે. એનાથી તને સ્વરૂપની પ્રાપ્તિ થાય? કોડીએ હીરા-રતન મળે? શું કરે છે તું આ? લીંબોળીએ નીલમણિ મળે? એમ ત્રણલોકનો નાથ ભગવાન એ શુભરાગની લીંબોળીએ પ્રાપ્ત થાય? (-ન થાય).
ભાઈ ! અહીં તો ભવચ્છેદ માટે જિનભાવના, જિનભાવના, નિજભાવના એ જિનભાવના વિના તારું જિનલિંગ (ધારવું) નિરર્થક છે. એ બધા (વ્રત-તપ) કરીને અનંતવાર મરી ગયો. વીતરાગી લિંગ-શુદ્ધભાવ વિના, એ તારા દ્રવ્યલિંગ બધા મીંડાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨ પ્રવચન નવનીતઃ ભાગ-૨
પાછું એમ પણ ( કહેવામાં) આવ્યું હતું કે: શુદ્ધભાવ-વીતરાગભાવ હોય એની સાથે રાગ અને નગ્નપણું-દ્રવ્યલિંગ પણ હોય (તો એ) ભાવ અને દ્રવ્યથી (નિશ્ચય ) પમાય. (પરંતુ ખરેખર તો ) ભગવાન પૂર્ણાનંદ પ્રભુનો આશ્રય લઈને જેનો ભાવ આવો શુદ્ધ-શુદ્ધઉપયોગ થયો એની સાથે જે વ્યહાર-રાગ થાય; એ (સાધકને ) હોય છે; પણ એ વ્યવહારથી નિશ્ચય થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ? અહીં તો નિશ્ચયમોક્ષમાર્ગ પણ (ખરેખર ) વસ્તુમાં નથી (એમ કહ્યું છે ).
-
આહા... હા! અનિત્ય તે નિત્યનો નિર્ણય કરે, જે અનિત્યપણું વસ્તુમાં નથી. મોક્ષમાર્ગ અનિત્ય છે. કેવળજ્ઞાન પણ અનિત્ય છે. આહા... હા! જે અનિત્ય છે તે ત્રિકાળીનો નિર્ણય કરે, એને સ્વીકારે (છે). આહા... હા ! (‘ સમયસાર') ૩૨૦મી ગાથામાં એ આવે છે ને.. ! “ ધ્યાતા પુરુષ ધ્યાવે છે.”
અહીંયાં તો કહે છે કેઃ “(ધ્યાનાવાલી હોવાનું પણ) શુદ્ધનય કહેતો નથી.” ‘તે છે’ તો ખરી. એમ (માત્ર) વ્યવહારનયે તે ધ્યાનાવલી આત્મામાં છે, વ્યવહારમાર્ગે છે. “હવાવ” છે ને.! ત્રીજું પદ છે: “ સાસ્તીત્યુવાન સતતં વ્યવહારમાર્જ ”- ‘સ+સ્તિ+કૃતિ+વાવ' -તે છે તે કહે છે કોણ-વ્યવહારમાર્ગ ‘ સતતં’.
આ ભગવાનની ભક્તિ ને પૂજા ને મંદિર ને... એ તો એના કારણે થાય, પણ એની ભક્તિ આદિનો ભાવ એ શુભભાવ છે, ધર્મ નથી. આહા... હા... હા !
અહીંયાં તો કહે છે કે જે શુદ્ધભાવ છે (એ) ૫૨ના નિમિત્તે થયો નથી. (તે તો) શુદ્ધસ્વભાવના આશ્રયે થયેલો અંતર્મુખવ્યાપાર તે શુદ્ધ છે, પવિત્ર છે, આનંદનો અનુભવ છે, અતીંદ્રિય આનંદનો અનુભવ છે. પણ એ અનુભવ, ‘સદાશિવમયમાં છે નહીં' (એમ) શુદ્ઘનય કહે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
(શ્રોતાઃ ) ઘડીકમાં કહે કે છે, ઘડીકમાં કહે નથી. (ઉત્ત૨:) બેય છે. એમ જાણવું જોઈએ. દોરડું તો એક જ છે પણ એના છેડા બે હોય કે નહીં? એક આની કોર તાણે ને એક પોચું મૂકે તો દહીંમાંથી (માખણ થાય ). પણ (છેડાને) છોડી દે તો (માખણ) થાય ? ( ન થાય ). એમ બે નય છે. જે નયે છે તે રીતે તેને જાણવું જોઈએ. (પણ) એને બીજી નયમાં ખતવી નાખે તો ય મિથ્યાત્વ છે. અને છે તેને ન માને તોપણ મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
.
“તે છે એમ” માત્ર કહ્યું છે. ‘હવાવ’ –એમ કહ્યું. કહેવામાત્ર. એમ છે ને...! આગળ આવશે ‘કહેવામાત્ર વ્યવહાર છે.' એ વ્યવહાર રાગનો... હોં! કળશ-૧૨૧. એ હવે તો આપણે છેલ્લો ને...! “ જે મોક્ષનું કાંઈક કથનમાત્ર ( -કહેવામાત્ર ) કારણ છે તેને પણ ( અર્થાત્ વ્યવહા૨૨ત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (ઘણા ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (−અમલમાં મૂકયું) છે.” આહા... હા ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અનંતવાર કરી છે. આહા... હા! વ્યવહા૨૨ત્નત્રય કહેવામાત્ર છે, એ કાંઈ વસ્તુ નથી. એમ કહે છે. છતાંય કર્યું છે અનંતવાર. અરે! એને ક્યાં (ખબર છે)? અહીં (પણ) કહે છે કે, આ જે મોક્ષમાર્ગ જે ધ્યાનાવલી છે, એ પણ કથનમાત્ર આત્માનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? છે ને...! “ એમ (માત્ર) વ્યવહા૨માર્ગે સતત કહ્યું છે.”
આહા... હા ! મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત જંગલમાં (વસનારા કહે છેઃ) હૈ ! જિવેંદ્ર ! આવું તે તત્ત્વ (-તે નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ ), –શુદ્ધનય ના પાડે, અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૩૦૩ વ્યવહારથી છે. આહા... હા! એકકોર મોક્ષનો માર્ગ નિશ્ચય છે એમ કહેવો અને એક બાજુ કહેવું કે એ તો વ્યવહાર છે, દ્રવ્યની અપેક્ષાએ. નિશ્ચય તો, રાગનો ભાવ નથી અને સ્વભાવનો આશ્રય છે, માટે નિશ્ચય છે. પણ છે એ પર્યાય અને વ્યવહાર. ત્રિકાળ દ્રવ્યની અપેક્ષાએ એ પણ વ્યવહાર છે. આહા... હા! એક બાજુ રાગને વ્યવહારરત્નત્રય કહેવો. એકકોર નિશ્ચયરત્નત્રયને વ્યવહાર કહેવો!
આહા.... હા! (વસ્તુ સ્વરૂપ) સમજ્યા વિના બધી જિંદગી હાલી જાય છે! પોતાને જે કરવાનું છે એ કરવું નથી અને (બાહ્યપ્રવૃત્તિની) ધમાલ.. ધમાલ... ધમાલ. “હું કંઈક ધર્મ કરું છું' , એ બતાવવા બારના ઠાઠ બધા (ક) જુઓ ને.. અમે કંઈક કર્યું, એમાં મૂળ વાત રહી ગઈ.
અહો જિનંદ્ર ! આવું તે તત્ત્વ; પાછું એમ કહે છે: “આવું તે તત્ત્વ'. એકકોર પરમાત્મતત્ત્વમાં ધ્યાનાવલી નથી; અને એકકોર (એ) વ્યવહારમાર્ગે છે, એ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. –આવું તે તત્ત્વ, “અહો ! મહા ઈદ્રજાળ છે.” જેમ ઇંદ્ર લશ્કરને વૈક્રિયક કરે અને સંકેલે ત્યારે એકલો હોય. પ્રભુ! તારા નયનો અધિકાર ઇંદ્રજાળ જેવો છે. આહા... હા! એને ન સમજે તો ફસાઈ જાય એવું છે. સમજાણું કાંઈ ?
અહો ! આવું મનુષ્યપણામાં વીતરાગીમાર્ગ છે એને આદરવો ને સેવવો એ કોઈ પળ ધન્ય છે. બાકી તો બધાં થોથાં છે. આહા. હા! બહારના દેખાવ કર્યા–પાંચપચાસ લાખ-કરોડ ખચ્ય, મંદિરો બનાવ્યાં ને ગજરથ કરાવ્યા ને પણ અરે ! તને નિવૃત્તિ, વિચાર કરવા (માટે) ન મળે અને આમાં ને આમાં રોકાઈ જાય છે! કરોડો મંદિરો બનાવે ને એક એકમાં કરોડો રૂપિયા ખર્ચ ને.... (તોપણ) ત્યાં ધર્મ નથી. એ તો એક શુભભાવ છે. એ ધર્મ નથી અને ધર્મનું કારણ પણ નથી. આવી વાત જગતને આકરી પડે.
અહીં તો વ્યવહારરત્નત્રય નિશ્ચયનું કારણ તો નથી એટલે વ્યવહારરત્નત્રય તો દ્રવ્યમાં નથી પણ નિશ્ચયરત્નત્રય પણ એમાં નથી. એ પર્યાય ઉપર-ઉપરટપકે છે, અંદર પેસતી નથી. દ્રવ્ય ઉપર પર્યાય તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. આહા.. હા! શું વાણી !! દિગંબર સંતોની વાણી સાક્ષાત્ પરમાત્માની વાણી છે. એ વાણી (બીજ) ક્યાંય મળે એવી નથી. અને જેના ઘરમાં છે એને ય હજી ખબરું ય ન મળે.
“હે જિસેંદ્રઆવું તે તત્ત્વ (- તે નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે.” એકલી ઇંદ્રજાળ ન લીધું... જોયું! “મહત ઇંદ્રજાળ'. પાઠમાં છેઃ “સ્તત્વ જિનેન્દ્ર તવેદો મહિન્દ્રનામ” –એ મોટી ઇંદ્રજાળ છે. ઇંદ્ર લાખો-કરોડો માણસો એકકોર વિક્રિય (થી) બનાવે છે ને....! (અને એને) સંકેલીને એકલો ઊભો રહે. એમ, વ્યવહાર અને નિશ્ચયની વાતો કરે અનેક. (એને) સંકેલી કાઢીને (કહે કે) મોક્ષના માર્ગની પર્યાય પણ દ્રવ્યમાં નથી, ત્યાં તારી દષ્ટિ હોવી જોઈએ. અને તે દષ્ટિ કાયમ રહેવી જોઈએ. આહા... હા! આવો માર્ગ!! (હવે,) બીજો શ્લોક ૧૨):
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
(વસંતતિલવા) सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं मुक्तं विकल्पनिकरैरखिले: समन्तात्। नास्त्येष सर्वनयजातगतप्रपंचो
ध्यानावली कथय सा कथमत्र जाता।।१२०।। [ શ્લોકાર્થ:- ] સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત (-સર્વ તરફથી રહિત) છે. (આમ ) સર્વનયસમૂહું સંબંધી આ પ્રપંચ પરમાત્મતત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાત ધ્યાનાવલી આ પરમાત્મતત્વમાં કમહોઈ શકે ) તે કહો. ૧૨૦.
આહા... હા! “સમ્યજ્ઞાનનું આભૂષણ” પછી કીધું કે, એ જ પરમાત્મતત્ત્વ (છે). તે જ્ઞાનનું આભૂષણ છે, હીરલો છે. જ્ઞાનનો હીરો ભગવાન છે. એ શોભતું આભૂષણ છે. આહા.. હા! ભગવાન અંદર આનંદનો નાથ, શોભતું આભૂષણ છે.
આહા... હા! સમ્યજ્ઞાનનું આભૂષણ “એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત” જેટલા વિકલ્પ ઊઠે એ સર્વથી મુક્ત-સર્વથા મુક્ત, આહા.. હા! (-સર્વ તરફથી રહિત) છે.”
(આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ” પર્યાયમાં મોક્ષમાર્ગ છે. એ પર્યાય દ્રવ્યમાં નથી. એ પરમાત્મતત્વમાં નથી. “આ પ્રપંચ” એટલે એ પર્યાય પરમાત્મતત્ત્વમાં નથી. આહા... હા! શુભરાગ પ્રપંચ તો ખરો. પણ નયના અનેક પ્રકારના વિકલ્પો પ્રપંચ છે. અહીં તો, સર્વનયનો સમૂહુ, એ સંબંધી આ પ્રપંચ, એમ લીધું. જોયું! એ પરમતત્ત્વ ભગવાન આત્મા વસ્તુ છે ને...! અતિ છે ને...! અવિનાશી છે ને...! કાયમ ટકતી ચીજ છે ને...! એવો જે ભગવાન આત્મા એમાં નયનો પ્રપંચ નથી; (એમ) કહે છે.
આહા... હા! એકકોર વ્યવહારનયના વિકલ્પો તો નથી, પણ નિશ્ચયનયની નિર્વિકલ્પ પર્યાય પણ જેમાં નથી. આહા... હા... હા! એકકોર નિશ્ચય કહેવો અને એકકોર એને પાછો વ્યવહાર કહેવો. આવું (વસ્તુ) સ્વરૂપ છે !!
એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત નયસમૂહ સંબંધી આ પ્રપંચ. જુઓ! પહેલાં એમ લીધું હતું ને.... “સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ” આમાં આ “નયસમૂહ સંબંધી આ પ્રપંચ. આહા... હા!
હી ! શુ કીધુ ? – “સવેનસમૂહ સંબંધી આ પ્રપંચ.” શેમાં ? કે: આ “પરમાત્મતત્ત્વમાં” એમ કીધું ને...! એમ આ પ્રપંચ “પરમાત્મતત્વમાં નથી.” આવો જે ભગવાન અંદર શુદ્ધ ચૈતન્યઘન, અનાદિ-અનંત જેમાં આદિ નથી, અંત નથી, આવરણ નથી, પર્યાય નથી (અને જે) અપૂર્ણ નથી, અશુદ્ધ નથી.
આહા... હા! આવી અધ્યાત્મની વાત લોકોને ઝીણી લાગે એટલે પછી નિશ્ચયભાસ કહીને કાઢી નાખે. કહે (ક) મહારાજ! અમારે હવે કરવું શું? પણ “આ” કરવું નથી ? (શું) બહાર ને બહારમાં રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૨૦ – ૩૦૫ કરવો એમ છે? –એ પણ મિથ્યાત્વભાવ છે તો એમાં પરનું કરવું એ તો છે જ ક્યાં?
અહીં તો કરવાલાયક છે જે નિર્મળપર્યાય એ પણ જેમાં નથી. આહા... હા! આત્મા કર્તા અને નિર્મળપર્યાય “કર્મ' –એ પણ ઉપચાર છે, (એમ કહે છે). સમજાણું કાંઈ ? “તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજી” ભાષા જોઈ? “થય સા વશમત્ર નાતા” –પાઠ એમ છે. આ કેમ ઉત્પન્ન થઈ ! આ પર્યાયની, મોક્ષમાર્ગની વાતો બધી કથન (માત્ર છે), વસ્તુમાં નથી; (તો) ઉત્પન્ન ક્યાંથી થઈ– “આમાં કઈ રીતે ઉપજી.” પછી અર્થ કર્યો: અર્થાત્
ધ્યાનાવલી આ પરમાત્મતત્વમાં કેમ હોઈ શકે.” ઉપજી એટલે પર્યાયમાં નિર્વિકલ્પ (ધ્યાનાવલી) ઊપજી ને..! (એ) વસ્તુમાં ક્યાં છે? આહા... હા! ભારે વાત આવી છે!
આચાર્ય પોતે કહે છે કે મેં મારી ભાવના માટે બનાવ્યું છે, બાપા! “ળિયાવળ નિમિત્તે મણે વં નિયમસાર સુદ્રી આહા. હા! દુનિયા જાણે, ન જાણે; બેસે ન બેસે, માર્ગ તો ‘આ’ છે, ભાઈ ! હિતના પંથ તો ‘આ’ છે!
એ હિતનો પંથ જેમાં દ્રવ્યમાં નથી. આહા... હા! આ છે તો ખરો ને? “છે” , એ વ્યવહારમાર્ગે છે. કીધું ને...! ‘હવી' –વ્યવહારથી કહેવામાં આવે છે.
“પ્રવચનસાર” –૯૪મી ગાથામાં કહ્યો છે ને.... “આત્મવ્યવહાર.” –નિશ્ચયમોક્ષમાર્ગ છે. એ આત્મવ્યવહાર છે. સમજાણું કાંઈ ? અને “પરમાર્થવચનિકા' માં કહ્યું છે કે: મોક્ષમાર્ગ સાધવો એ તો વ્યવહાર છે. વસ્તુ તરીકે જે છે એ તો નિશ્ચય છે. અને નિશ્ચયમોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. આવે છે.?
“નિશ્ચય' કહેવો ને વળી પાછો વ્યવહાર કહેવો! સ્વની અપેક્ષાથી નિશ્ચય કહ્યો પણ દ્રવ્યની અપેક્ષાએ તો (તે) વ્યવહાર છે. સમજાણું કાંઈ ?
- તે (ધ્યાનાવલી) પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે “તે કહો ”—આમાં કઈ રીતે ઊપજી? એમ કહ્યું ને.. “થય સા થમત્ર નીતા” –કેમ અહીંયાં આ (ઊપજી તે) કહો. શું કહેશે? (ભાવ અવક્તવ્ય છે. ).
(...... આ પૂરું થયું).
આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. એક જ્ઞાનસ્વરૂપ પ્રભુને ધ્યેય બનાવીને ધ્યાન કરવું એ સિવાય બીજું બધું એટલે કે શુભ ને અશુભભાવ ઘોર સંસારનું મૂળ છે. દયા-દાન આદિના રાગથી પણ ભિન્ન આત્માનું ધ્યાન-એ સિવાયનો જે કોઈ વિકલ્પ તે ઘોર સંસારનું મૂળ છે.”
-શ્રી “પરમાગમસાર' | પર૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયની
નિર્મળપર્યાય
સમ્યગ્દર્શન-જ્ઞાન
“ એક જે ચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનપર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે તો તેવી અનંત અનંત પર્યાયનો ધરનાર જ્ઞાનગુણ તે મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહામહા રત્નોનો ધરનાર આત્મદ્રવ્ય એ તો મહા રત્નોથી ભરેલો સાગર છે. એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને ષ્ટિ કરે તો ખબર પડે. ”
-શ્રી
‘ પરમાગમસાર ' ૨૯૫
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મા વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે. એ આખું પૂર્ણતત્ત્વ ત્રિકાળી અતિરૂપ છે. એનું સ્વરૂપ, એનું સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. તેને સમજે તો આત્માનો મહિમા-માહાભ્ય આવે અને રાગનું માહાભ્ય છૂટી જાય. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી છે, કેવા સામર્થ્યવાળી છે, એનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં ત્યે તો એનું માહાભ્ય આવે ને રાગનું ને અલ્પજ્ઞતાનું માહાભ્ય છૂટી જાય. એક સમયની કેવળજ્ઞાનની પર્યાય ત્રણકાળ-ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તે પણ ક્ષણે ક્ષણે નવી નવી થાય છે તો તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું ? એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર ત્યે તો આત્માનો મહિમા આવે.”
-શ્રી ‘ પરમાગમસાર' /૩૩૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “અહો ! જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણનો અંત નથી- એવી અનંત સ્વભાવી ચૈતન્યજ્યોતિ સદાય એકરૂપ ચૈતન્યસ્વરૂપ જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે. એની ગંભીરતા ભાસે નહિ ત્યાં સુધી ખરો મહિમા આવે નહિ. એની ગંભીરતા ભાસતાં આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતાં આવતાં એ મહિમા વિકલ્પને ઓળંગી જાય છે; વિકલ્પને તોડવો પડતો નથી પણ તૂટી જાય ને અતીન્દ્રિય આનંદનો સ્વાનુભવ થાય.” -શ્રી “પરમાગમસાર' |390 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com