SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનના ફુરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહુજ થયાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી. | હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો ( વિભાવપર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે ). હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મિથ્યાદષ્ટિ આદિ કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એકંદ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી, સહુજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું શરીરસંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.' | (અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા-અનુમોદક| વિષે પણ સમજી લેવું.) | આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું | (-ત્યાગનું) વિધાન કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy