SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર: ગાથા ૮૩ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ] मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।। ८३।। मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा। आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम्।। ८३।। दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्रसमुदयनिरासोऽयम्। यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथ: अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूलकंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहितनिश्चयप्रतिक्रमणं भवतीति। | ગુજરાતી અનુવાદ ૨ચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અન્વયાર્થ:- વનરવનાં ] વચનરચનાને [ મુવફ્તા ] છોડીને, [ 3TTIવિમાવવીર] રાગાદિભાવોનું નિવારણ [ વા ] કરીને, [૧:] જે [ માત્માનં] આત્માને [ ધ્યાયતિ] ધ્યાવે છે, [ તસ્ય તુ] તેને [ પ્રતિમvi ] પ્રતિક્રમણ [ ભવતિ તિ] હોય છે. ટીકા:-દિને દિને મુમુક્ષુજનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે ( અર્થાત તેનું આમાં નિરાકરણ -ખંડન કર્યું છે ). પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ (-પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત (સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ ( વિવિધ ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણ પરમાત્માને ધ્યાવે છે, તે જીવને-કે જે ખરેખર પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેનેવચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy