________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
અહીં, ઔદયિક આદિ ચાર ભાવ કહ્યા. અને બીજે સ્થાને એને ચા૨ વિભાવભાવ પણ કહ્યા છે. ચારેયને વિભાવભાવ કહ્યા છે. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે ને...! તો એ વૈભાવિકશક્તિનો અર્થ ‘વિભાવ કરે’ એમ નથી. આત્મામાં જેમ જ્ઞાન છે, આનંદ છે, શાંતિ છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે, કર્તા-કર્મ આદિ અનંત શક્તિઓ ધ્રુવ છે, એમ એમાં એક વૈભાવિકશક્તિ પણ છે, જે સિદ્ધમાં પણ છે. પણ વૈભાવિકશક્તિનો અર્થ એવો નથી કે વિભાવ કરે માટે વૈભાવિકશક્તિ. વૈભાવિકશક્તિનો અર્થ એઃ (ધર્મ-અધર્માદિ) ચાર દ્રવ્યોમાં નથી અને જીવ અને પુદ્દગલ (દ્રવ્ય) માં છે, એ અપેક્ષાએ વિશેષભાવરૂપ વિભાવશક્તિ કહેવામાં આવી છે. વિભાવનો અર્થ એવો છે. ત્યાં વિભાવનો અર્થ એવો નથી કે વૈભાવિકશક્તિ છે તો વિકાર કરે છે. (જો વિકાર કરે ) તો વૈભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે! એનું તો શુદ્ધ પરિણમન છે. વીતરાગ પરિણમન છે. અતીન્દ્રિય આનંદરૂપ પરિણમન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
થોડું (સમજાય ); પણ પ્રભુ! સત્ય તો આ છે. અરે! લોકોને એકાંત લાગે છે. અહીંથી એમ કહેવામાં આવે છે ને...! કેઃ વ્યવહારથી (નિશ્ચય પ્રાસ) ન થાય. નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) ન થાય! હમણાં (એક મોટા વિદ્વાને) એ વાત તો કબૂલ કરી છે કે ‘ ક્રમબદ્ધ છે’. પહેલાં ક્રમબદ્ધનો નિષેધ હતો. ૨૧ વર્ષ થયાં. સંવત ૨૦૧૩ની સાલ. સમ્મેદશિખરમાં વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી ત્યારે એ બધા પંડિતો બેઠા હતા. (તેઓ ) એમ કહેતા હતા (કે) ‘ક્રમબદ્ધ નથી ’. (પર્યાય ) એક પછી એક, એમ (ક્રમબદ્ધ) જ થાય છે, એમ નથી. એક પછી એક થાય છે, પણ આ પછી આ જ અને આ પછી આ જ (પર્યાય ) હોય, એવું ક્રમબદ્ધ નથી-એમ કહેતા હતા. હવે એમણે કબૂલ કર્યું છે કે, ક્રમબદ્ધ-વસ્તુ વ્યવસ્થિત છે. દરેક દ્રવ્યની પર્યાય જે સમયે, જે ક્ષણે ઉત્પન્ન થવાની લાયકાતથી થાય છે (તે તેનો ) જન્મક્ષણ-ઉત્પત્તિનો કાળ છે, એનું નામ ‘ ક્રમબદ્ધ’ છે. પણ ક્રમબદ્ધનો નિર્ણય કરવાવાળાની દષ્ટિ ક્રમબદ્ધપર્યાય ઉપર નથી.
અમારે તો ૬૨ વર્ષ પહેલાં એ ચર્ચા સંપ્રદાયમાં ઘણી થઈ હતી. (પહેલાં) અમે એમાં (સ્થાનકવાસીમાં ) હતા ને...! સંવત ૧૯૭૦માં દુકાન છોડીને દીક્ષા લીધી. એમાં (સંપ્રદાયમાં ) એમ કહેવાય ને કે ‘દીક્ષા લીધી ’. દીક્ષા તો હતી ક્યાં? એક ગુરુભાઈ હતા. તે તો વારંવાર એમ કહેતા કે ‘ કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે શું પુરુષાર્થ કરીએ ? આપણે કાંઈ કરી શકીએ નહીં'. બે વર્ષ તો સાંભળ્યું. પછી ૧૯૭૨ની સાલ. ફાગણ માસ. સુદ તેરશ. મોટી ચર્ચા થઈ. કીધું કેઃ ક્યાંની આ વાત છે? કોની સાથેની આ વાત છે? એવું ક્યાં લખેલું છે? ( તમે કહો છો ) એવું કેવી રીતે છે? કેવળજ્ઞાન જગતમાં છે. એક સમયમાં જ્ઞાનગુણની એક પર્યાયમાં અનંતા કેવળી જણાય છે. એવી પર્યાય જગતમાં છે. એ પર્યાય જગતમાં છે એની સત્તાનો (તમને ) પહેલાં સ્વીકાર છે? ‘કેવળીએ દીઠું હશે (તેમ થશે ’) એ પછી વાત!
‘ કેવળ( જ્ઞાન ) ' શું છે? (કેવળજ્ઞાન) એક સેકંડના અસંખ્યમા ભાગમાં-એક સમયમાં અનંત કેવળીઓને, અનંત સિદ્ધોને, અનંત નિગોદના જીવોને જાણે છે. એમ જાણે છે એ કહેવું પણ વ્યવહાર છે. પણ પોતાની પર્યાયમાં એવી જાણવાની તાકાત છે કે-ત્રણકાળ-ત્રણલોક, એનાથી અનંતગણા હોય તો પણ (તે) જાણી શકે છે. એ ‘પરમાત્મપ્રકાશ ' માં આવે છેઃ વેલનો મંડપ હોય તો વેલ તો મંડપ હોય ત્યાં સુધી જાય છે અને મંડપ ન હોય તો પછી વેલ આમ ઉ૫૨ ૨હે છે. વેલ આવે તો જતી નથી, મંડપ હોય ત્યાં સુધી જાય છે. એમ કેવળજ્ઞાન, મંડપ અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com