________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૩ પ્રવચન: ૧૩-૨-૧૯૭૮
[ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ] [ અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે: ] |
(વંશ સ્થ) नमोऽस्तु ते संयमबोधमूर्तये स्मरेभकुंभस्थलभेदनाय वै। विनेयपंकेजविकाशभानवे विराजते माधवसेनसूरये।।१०८।।
[ શ્લોકાર્થ:- ] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન-એવા હે વિરાજમાન (શોભાયમાન ) માધવસેન-સૂરિ ! તમને નમસ્કાર હો. ૧૦૮.
નિયમસાર', પાંચમો અધિકાર “પરમાર્થ-પ્રતિક્રમણ” અધિકાર. ચોથા અધિકારમાં વ્યવહારચારિત્રનું વર્ણન આવ્યું. (નિશ્ચયચારિત્રને સુખનું મૂળ કહ્યું અને) તેનું પરંપરાકારણ વ્યવહારાત્મકચારિત્ર છે. એમ ત્યાં કહ્યું હતું. જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને અંશે ચારિત્ર છે, ત્યાં વ્યવહારચારિત્ર અર્થાત્ પંચમહાવ્રતાદિના પરિણામ થાય, એ વચ્ચે આવે છે એને છોડીને (સ્વાત્મામાં) સ્થિર થઈ જશે, એવા વ્યવહાર-પ્રતિક્રમણને પરંપરા કારણ કહ્યું. ત્યાં સાક્ષાત્ કારણ તો આ નિશ્ચય-પ્રતિક્રમણ છે. આ અધિકારના પ્રારંભમાં, ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાના શ્રીગુરુ શ્રીમાધવસેન આચાર્યને (ઉક્ત) શ્લોક દ્વારા નમસ્કાર કરે છે.
આહા... હા! પ્રથમ પોતે પોતાના શ્રીગુરુને વંદન કરે છે. પરમાર્થ-સાચા પ્રતિક્રમણની વ્યાખ્યા કરતી વખતે પહેલાં ગુરુને યાદ કરે છે. પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે, આચાર્ય નથી. કહે છે કે મારા ગુરુ કેવા છે? -મારા ગુરુ “સંયમ અને જ્ઞાનની મૂર્તિ છે! અંદર ભ જ્ઞાનસ્વરૂપ; (અને) એવી જ પર્યાયમાં પણ જ્ઞાનમૂર્તિ થઈ ગયા છે; એમ કહે છે. ભગવાન આત્મા, જેનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન (સ્વરૂપ ) છે તો પર્યાયમાં પણ (તેઓ ) અતીન્દ્રિયજ્ઞાનની મૂર્તિ અર્થાત (અતીન્દ્રિયજ્ઞાન) સ્વરૂપ થઈ ગયા છે. (શ્રોતા:) એવા એમના ગુરુ કે બધા મુનિ? (ઉત્તર) મુનિ તો એને જ કહીએ ! બધા મુનિ (આવા જ હોય) ! અહીંયા તો પોતાના મુનિને-ગુરુને યાદ કર્યા છે ને..!
આગળ કહેશે ને....! અંતર આનંદનો નાથ પ્રભુ, જીવાસ્તિકાય, જેમાં અશુભરાગ તો છે જ નહીં, શુભરાગ તો છે જ નહીં, પણ જેમાં ભેદ પણ નથી–એવો જીવાસ્તિકાય લીધો છે. “જીવ એવો છે' એમ ન લીધું. કેમકે “જીવ’ તો અન્યમતી પણ કહે છે. અહીં તો અસ્તિકાયઅસંખ્યપ્રદેશી, અનંતગુણોનો ધણી, એવા જીવાસ્તિકાયમાં અશુભરાગ તો છે જ નહીં, શુભરાગ તો છે જ નહીં (પરંતુ) ભેદ પણ નથી. ચૌદ જીવસ્થાનના ભેદ, ચૌદ ગુણસ્થાનના ભેદ, ચૌદ માર્ગણાસ્થાનના ભેદ, એ વસ્તુમાં નથી. એ બધા વિષય પર્યાયના છે. સમજાણું કાંઈ? આહા... હા ! એવો ભગવાન આત્મા ! (એની) જેને અંતરમાં આનંદની ભરતી થઈ ગઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com