SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ હો. આપને નમસ્કાર હો ! એમ શરૂઆતમાં માંગલિક-ગુરુને વંદન-કરીને “નિશ્ચય-પ્રતિક્રમણ” કહીશ. મૂળ તો નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન એ બધા નિશ્ચયચારિત્રના પટાભેદ છે. અહીંથી નિશ્ચયચારિત્રનો અધિકાર શરૂ થાય છે अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्रप्रतिपादनपरायण परमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते। तत्रादौ तावत् पंचरत्नस्वरूपमुच्यते। तद्यथा હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે: “હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર” (છે). આહા.... હા! નિશ્ચયચારિત્ર છે તે વ્યાવહારિક ચારિત્રથી પ્રતિપક્ષ છે. (અર્થાત્ ) સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની [ પ્રાપ્તિથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય (પરમચારિત્ર) છે.) કેમકે વ્યવહારચારિત્રનું ફળ તો સ્વર્ગ છે. સમજાણું કાંઈ ? પણ અહીં (કળશ-૧૦૭માં તેને) પરંપરા (કારણ ) લીધું છે. જેને નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાન થયું છે તેને વ્યવહાર પરંપરાએ કારણ કહેવામાં આવ્યું છે. આ “વ્યવહારચારિત્ર અધિકાર" શ્લોક-૧૦૭માં આવી ગયું છે. જુઓ ! “આચાર્યોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે.” ગાથા-૫૧ થી પ૫ માં પણ આવ્યું છે ને...! કેઃ “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” અહીંયાં તો કહે છે કે વ્યવહારચારિત્ર (રૂપ) જે શુભક્રિયા (એટલે) પંચમહાવ્રત, ૨૮ મૂળગુણના રાગના અનેક પ્રકાર તથા તેના ફળની પ્રાપ્તિથી એ નિશ્ચયચારિત્ર (પ્રતિપક્ષ) છે. (જો) બંનેનું એક જ સ્વરૂપ હોય તો બે નય ક્યાંથી (સિદ્ધ) થાય? બે નય તો વિરુદ્ધ (સ્વભાવે) છે! નિશ્ચય અને વ્યવહાર બેઉ એકસરખા આદરણીય હોય તો બે કેમ હોય? બેઉ સત્ય હોય તો બે કેમ રહે? (એક જ રહે પણ તેમ નથી.) સમજાય છે કાંઈ? તેથી (સમયસાર” કળશ-૪માં) પહેલાં આવ્યું છે ને ! (જે જિન ભગવાનનું વચન છે તે) “સમયનયવિરોધ્વસિનિ” છે. વ્યવહારનય છે; નથી એમ નથી. એનો વિષય પણ છે. ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન, છે; “છે' એ પર્યાયનયથી છે. પણ એ આદરણીય નથી, જાણવા લાયક છે. વ્યવહારનય “વિષયી ” છે તો એનો “વિષય” પણ છે (એટલે કે) ભેદગુણસ્થાન આદિ, માર્ગણાસ્થાન, ક્ષાયિકભાવ-પર્યાય (આદિ ), એ બધો વ્યવહારનયનો વિષય છે. ક્ષાયિક, ઉપશમ, ક્ષાયોપશમ આદિ એ પર્યાયના જેટલા ભેદ છે તે બધો વ્યવહારનયનો વિષય છે; “છે નહીં” એમ નથી. પણ એનો આશ્રય લેવાથી રાગ થાય છે. સમજાય છે કાંઈ ? આહા... હા! ત્રિકાળી આનંદકંદનો આશ્રય લેવાથી વીતરાગ-પર્યાય ઉત્પન્ન થાય છે. તેથી અહીં વ્યવહારચારિત્ર અને વ્યવહારચારિત્રના ફળથી, નિશ્ચય (ચારિત્ર) અને તેનું ફળ પ્રતિપક્ષ છે. (શ્રોતા ) વીતરાગભાવથી રાગ પ્રતિપક્ષ છે? (ઉત્તર:) (હા.) રાગ પ્રતિપક્ષ છે. (શ્રોતા ) તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy