SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૭ નથી-ક્યાંય છે નહીં. કારણપર્યાય ફક્ત ૧૫મી ગાથા “નિયમસાર” માં જ લીધી છે. અને એનો અર્થ ખૂબ સ્પષ્ટ કર્યો હતો તે વખતે. અને એ કાંઈ ચાલે? આ તો અંતરની વાતો છે, બાપુ ! (કારણપર્યાય) બીજે નથી. ત્યાં જ લીધી છે. ચૌદમી ગાથા... પછી ૧૫ મી ગાથામાં લીધું છે. અહીંયાં મોક્ષમાર્ગ છે ને...! “આ “નિયમસાર મેં મારી ભાવના માટે બનાવ્યું છે”. એમ કુંદકુંદઆચાર્ય કહ્યું. તો સારામાં સાર વસ્તુ એમાં નાખી છે. ઝીણી વાત છે, પ્રભુ! ૧૫મી ગાથામાં છે સ્પષ્ટ: “કારણપર્યાય એ ધ્રુવ છે. જેમ દ્રવ્ય ધ્રુવ છે, ગુણ ધ્રુવ છે. સમુદ્ર જેમ કાયમ છે, એનું જળ કાયમ છે, એની સપાટી પણ ઉપર કાયમ છે. અને આમ ઉપર પાણીનો જે લોઢ આવે છે ઓછોવત્તો. (તેમ) એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, એ તો પછી ઉપરનો લોઢ છે. આ તો ઝીણી વાત છે, બાપુ! બધી વાતો સમજવી પડશે, બાપુ! શું થાય? પણ અત્યારે આ વાત ચાલતી નથી. એટલે એકદમ સમજાવવી અને સમજવી (જરી અઘરી છે). “કારણપર્યાય ' ધ્રુવ છે, એ વાત ચાલતી નથી. વળી “કારણપર્યાય ધ્રુવ” એમ કેમ કહ્યું? પર્યાય કહેવી અને (તે) ધ્રુવ ?! (શ્રોતાઃ) આ પર્યાય શ્રુતપ્રમાણ કહેવાય? (ઉત્તર) પ્રમાણ એટલે? કહ્યું ને..કેટલી વાતો થઈ ગઈ. (કારણપર્યાય એ ધ્રુવ છે). અને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ પર્યાય છે (પણ એ ઉત્પાદવ્યયરૂપ છે). પછી પ્રશ્ન શું થાય છે? દ્રવ્ય-ગુણ છે એ પારિણામિક ભાવ છે. અને એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની પર્યાય છે તે પ્રગટ મોક્ષમાર્ગ-પર્યાય છે. (શ્રોતા:) આ પર્યાય કઈ ગણવી? (ઉત્તર) આ ત્રણમાંથી ગમે તે ઉપશમ હોય, ક્ષયોપશમ હોય, ક્ષાયિક હોય. અહીંયાં કહે છે: નિજ ( દ્રવ્યગુણપર્યાયના) સ્વરૂપમાં ચિત્ત અર્થાત્ જ્ઞાનને એકાગ્ર કર્યું છે. સાધારણ માણસને એ (કારણપર્યાયની વાત) ન બેસે ને ! એટલે પર્યાયનો અર્થ અત્યારે એ કરીએ છીએ. ઓલી વાત (કારણપર્યાયની વાત) તો કઠણ પડે જગતને, ભારે કઠણ પડે. કોઈ પણ ચીજ સંપ્રદાયમાં ચાલતી નથી. શ્વેતાંબરમાં તો છે જ નહીં. અને દિગંબરમાં પણ આ ૧૫મી ગાથા (નિયમસાર) સિવાય બીજે (આ વાત) ક્યાંય નથી. સમજાણું કાંઈ ? ૧૪મી ગાથામાં પર્યાય દ્વિવિધ છે: “સ્વપરાપેક્ષશ્વ નિરપેક્ષ:” એવો મૂળ પાઠ છે. હવે ૧૫મી ગાથા: णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा। कम्मोपाधिविवजियपज्जाया ते सहावमिदि भणिदा।। જુઓ ! એ (ટકામાં) નીચે છેઃ કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. જુઓ ટીકાઃ “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણ શુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.” હવે કારણશુદ્ધપર્યાય કોણ? તો “અહીં સહજશુદ્ધનિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શનસહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ- [ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવની નહીં.) (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધપર્યાય છે.” પણ એ અધિકાર ચાલતો હોય ત્યારે બધી દલીલ આદિ આવે. આ તો અહીંયાં નાખવું કઠણ પડે છે, આ તો જરી અહીંયાં નિર્મળપર્યાય પ્રગટ છે એ લેવી છે. અને તે તો અપ્રગટ છે-કારણશુદ્ધપર્યાય “ધ્રુવ” છે. અનાદિ-અનંત-દ્રવ્ય-ગુણ (ધ્રુવ છે તે) જોડયું. આ... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy