SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૨૯૭ છે. એની ધ્યાનની પર્યાય છે, (એ) સ્વાશ્રિત છે માટે એને પહેલાં નિશ્ચય કહી હતી ને? – ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ તો સ્વાશ્રિત-નિશ્ચય. અને પરાશ્રિત છે તે) વ્યવહાર. એટલું સિદ્ધ કર્યું. પણ એ જે નિશ્ચય છે તે પર્યાય, પરમતત્ત્વ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપમાં નથી. આવી વાત છે!! એક બાજુ “પ્રવચનસાર” ગાથા-૧૮૯માં એમ કહે કેઃ રાગ, દ્વેષ ભાવ (રૂપ) વિકાર થાય છે એ શુદ્ધદ્રવ્યનું, નિશ્ચયનયનું કથન છે. [ અર્થાત્ “શુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું] ઝીણી વાત, બાપુ! મારગડા એવા તો ઝીણા છે. શું કહ્યું? કે: વસ્તુ છે એમાં જે વિકાર-પુણ્ય, પાપ, દયા, દાન, વિકલ્પ, રાગ-થાય છે એ શુદ્ધદ્રવ્યથી કહીએ તો તે નિશ્ચયે એના જ છે, એનાથી થયા છે અને એમાં છે. અશુદ્ધનયથી કહીએ તો વ્યવહાર નિમિત્ત છે એમ કહ્યું. અશુદ્ધનય ત્યાં લીધોઃ અશુદ્ધવ્યવહાર એ વ્યવહાર કહ્યો. આહા... હા ! અહીં કહે છે ને કે પ્રભુ! તારી નયજાળ ઇંદ્રજાળ જેવી લાગે છે. આહા... હા ! સર્વજ્ઞનો ધર્મ !! પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. એ સર્વજ્ઞને પરમાર્થ અનંત આનંદ આદિ એ તો પર્યાયમાં પ્રગટ થાય છે. પણ વસ્તુમાં તો (એ ત્રિકાળ મોજદ) છે. વસ્ત પર્ણ-પ્રગટ-વ્યક્તપણે છે. આહા.. હા ! એવા સદા શિવ (મય ) ભગવાનને (શુદ્ધનયે ધ્યાનાવલી નથી.) . મારગડા જુદા, ભાઈ ! એકકરો, શુદ્ધદ્રવ્યના નિરૂપણથી વિકાર એનામાં છે, એમ કહે. એક બાજુ એમ કહે કે, શુક્લધ્યાન અને ધર્મધ્યાન (એ) સ્વાશ્રિત ભાવ છે માટે નિશ્ચય છે. (એને) વળી ત્યાં ને ત્યાં એમ કહે કે, એ (નિશ્ચય) તો વ્યવહારમાર્ગે કહ્યું છે; એ વસ્તુમાં નથી! આવો માર્ગ છે!! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ”-શ્રીમદ્દમાં (“આત્મસિદ્ધિ” ગાથા૮માં) આવે છે ને....! જે અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણો. (જો) આડું-અવળું ખેંચીને (અર્થઘટન) કરે તો આખું તત્ત્વ નાશ થઈ જશે. આહા... હા ! એક બાજુ “પ્રવચનસાર ગાથા-૧ર૬માં એમ કહે કે, વિકારનો કર્તા ખરેખર જીવ જ છે. આવે છે ને...! “કર્તા, કરણ, કર્મ (અને કર્મફળ આત્મા છે)” . ખરેખર જીવ પોતે જ વિકારનો કર્તા છે, એનું કાર્ય છે, એનું સાધન છે. એણે પોતે સાધનથી ( વિકાર) કર્યું છે. અને એનું ફળ દુઃખરૂપ ભાવ પણ પોતે આત્મા છે. એ તો એ શેયવસ્તુને સિદ્ધ કરતાં (એમ કહ્યું છે.) “શય અધિકાર' છે ને...! “શેય” એટલે આત્મજ્ઞયમાં વસ્તુસ્થિતિ શું છે (કે) તે પોતે જ જ્ઞયમાં, પોતે જ ભૂલીને રાગ-દ્વેષ (રૂપ) કર્તા, કર્મ, કરણ (-સાધન) અને ફળ થાય છે. જીવ જ્યારે ધર્મકાળમાં પણ સ્વતંત્ર છે (અર્થાત્ ) એ ધર્મની-મોક્ષમાર્ગની પર્યાયને સ્વતંત્રપણે કરે તે કર્તા અને તેથી તે તેનું કાર્ય છે અને તેથી તે તેનું સાધન થયું છે અને તેથી તે તેનું સુખરૂપ ફળ છે. અહીંયાં એમ વળી કહ્યું કે ધર્મધ્યાન તો નિશ્ચયથી છે. એટલે શું? કે એમાં વ્યવહાર (રૂ૫) પરાશ્રિત (પણું) નથી. છતાં ધર્મધ્યાનમાં તો સ્વાશ્રિત (પણું) લઈને એના ફળ તરીકે સ્વર્ગ અને મોક્ષ બે કહ્યાં. એટલે કે ધર્મધ્યાનમાં નો આશ્રય છે, પણ થોડો છે, તેથી ત્યાં વ્યવહારનો શુભરાગ હોય છે (તેથી) એનું ફળ સ્વર્ગ છે. અને જેટલો જે સ્વાશ્રય છે એ સંવર-નિર્જરા છે અને થોડોક રાગ બાકી રહ્યો છે તે આસ્રવ છે. સમજાણું કાંઈ? અહીંયાં એક બાજુ નિશ્ચયધર્મધ્યાન અને શુક્લધ્યાન કહ્યું. –એ કઈ અપેક્ષાએ છે? કેઃ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy