________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૩ અહીં તો ( ક્રમબદ્ઘ ) પર્યાયને સિદ્ધ કરવી છે ને...? આ સમ્યગ્દર્શનની પર્યાય, એનો આશ્રય ત્રિકાળી ભગવાન! –એનો આશ્રય લીધો હોય તો એ (સમ્યગ્દર્શની ) પર્યાય, ક્રમબદ્ધમાં ઉત્પન્ન થાય છે. અને તે પર્યાય ઉત્પન્ન થવામાં કર્મના અભાવની અપેક્ષા નથી. પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. ( પર્યાય, ) દ્રવ્ય-ગુણનું લક્ષ કરે છે તો (પર્યાય ) આશ્રય કર્યો, ( એમ કહેવાય છે.) પણ દ્રવ્યને કારણે એ પર્યાય લક્ષ કરે છે, (એમ ) નથી. એ પર્યાય પોતાની સત્તાનાસ્વભાવના કારણે સ્વનું લક્ષ કરે છે. એ પર્યાયનું સામર્થ્ય છે! આહા... હા! આવી વાત !! સમજાય છે કાંઈ ?
ત્યાં (‘પંચાસ્તિકાય ' માં કર્મના ) ષટ્કારકથી (આત્મામાં) વિકાર ઉત્પન્ન થાય એનો નકાર કર્યો છે. અમે તો એ બધું ૭૧ની સાલથી કહીએ છીએ. પહેલી વાત ૭૧ની સાલમાં લાઠીમાં બપોરે વ્યાખ્યાનમાં મૂકી હતી. ખળભળાટ થઈ ગયો. અરે! કર્મ વિના વિકાર થાય છે? કીધું : કર્મ વિના વિકાર થાય છે! વિકારનું પરિણમન ષટ્કારકશક્તિથી પોતાનાથી છે. વિકાર જે થાય છે (તે) પરની અપેક્ષા વિના થાય છે! (તે) પરની અપેક્ષા વિના થાય છે! કર્મથી વિકાર થતો નથી' ખળભળાટ...! ષટ્કારકપરિણમન (વિષેની સ્પષ્ટતા) તે દી' એટલી બધી નહોતી. બે વાત કહી હતી. તે વખતે ખુલાસો કર્યો હતો. કોઈ કહેતા હતા કે આ શું વાત કરે છે? ગુરુ બહાર બેઠા સાંભળતા હતા. બહુ ભદ્રિક હતા. શાંત હતા. બ્રહ્મચર્યમાં ઘણા પાકા હતા. દષ્ટિ તો હતી જ ક્યાં ? આ વસ્તુ (ત્યાં) હતી જ નહીં.
શું કહે છે? કર્મ વિના વિકાર થાય છે. (કેમકે ) કર્મ ૫દ્રવ્ય છે. પોતાની પર્યાયમાં વિકાર સ્વતંત્ર પોતાનાથી છે, એવો નિર્ણય જ્યારે થાય ત્યારે એની પર્યાય, દ્રવ્ય( નો ) આશ્રય કરે છે. કારણ કે, વિકાર મારાથી મારા કારણે થયા છે તે તો દુ:ખ(રૂપ) છે. તો એનાથી જ્યારે દૃષ્ટિ પલટાય છે ત્યારે દૃષ્ટિ, કારણપરમાત્માનો આશ્રય લઈને સમ્યક્ થાય છે. -બધો સાર આવી ગયો! વીતરાગતાનો સાર આવી ગયો. ક્રમબદ્ધ પણ આવી ગયું. નિમિત્તથી નથી થતું, એ પણ આવી ગયું!
(જોકે) નિમિત્ત છે. દરેક પર્યાયમાં ઉચિત નિમિત્ત હોય જ છે. ઉચિત હોં! ઉચિતનો અર્થ? કે–એને યોગ્ય હોય એવું નિમિત્ત હોય. પણ નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય ) થતું નથી ! આહા... હા! એ કોણ માને? ધ્વજા ચાલે છે એ પવનથી ચાલતી નથી, એમ કહે છે. ધ્વજાના પરમાણુની એ પર્યાય, એ સમયે પોતાના ષટ્કારકથી પરિણમતાં એમ ચાલે છે. (એ ધ્વજા ) વાયુને તો સ્પર્શતી જ નથી. પણ (વાયુને ) નિમિત્ત કહેવામાં આવે છે. ( ધ્વજા ), નિમિત્તને સ્પર્શી નથી; અને પોતાનાથી પરિણમન કરે છે, ભગવાન!
એવો ભગવાનઆત્મા; ( એને ) પોતાની વિકારી કે અવિકારની ક્રિયામાં પરની કંઈ અપેક્ષા જ નથી. આ અવિકારીપર્યાયમાં ૫૨ની અપેક્ષા નથી.
ભગવાન કારણપરમાત્મા, નિત્યાનંદ પ્રભુ; એ મને ઉપાદેય છે! ‘એ મને ઉપાદેય છે ' એવો ભેદ પણ ત્યાં નથી !
પણ કથન કરવું શું? સમ્યગ્દર્શનમાં આવે છે ને કેઃ ખરેખર એ આત્મા... એ આત્માએમ. નિત્ય તે આત્મા! એવો નિજ પરમાત્મા-સંસારનો કિનારો જેને અતિ નજીક આવ્યો છે ( અર્થાત્ જેને અલ્પ કાળમાં મુક્તિ-કેવળજ્ઞાન થશે ને થશે, એવા “ અતિ આસન્ન ભવ્યજીવોને ”– ( ઉપાદેય છે ). ( શું કહ્યું ? − ) એવો નિજ પરમાત્મા (જે) ધ્રુવ અતીન્દ્રિયસ્વભાવવાળો, ત્રિકાળી પ્રભુ (છે) –એવો નિજ ૫રમાત્મા; ૫૨ પરમાત્મા નહીં, નિજ પરમાત્મા; આ એક જ ઉપાદેય છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com