SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૩ માર્ગ છે, બાપુ! અરે ! એ દુઃખી થયો છે. એ નિગોદના ભવ, એક શ્વાસમાં અઢાર કર્યા, ભાઈ ! એ ભૂલી ગયો, બધું ભૂલી ગયો. એ નરકના એક ક્ષણનાં દુઃખ કરોડો જીભે, કરોડો ભવે કહી શકાય નહીં એટલાં દુ:ખ વેઠયાં, બાપુ! એ આત્માના ભાન વિના. શુભક્રિયા કરી તો સ્વર્ગમાં ગયો પણ ત્યાંથી-શુભ પછી અશુભ થશે જ એને. બેય (શુભ ને અશુભ) થી રહિત આત્મા છે. એનું જ્ઞાન ને સમ્યગ્દર્શન એણે કદી કર્યું નહીં. અંદરમાં ગયો નહીં અને બહારથી છૂટયો નહીં. અને બહારના લક્ષે જેટલા વિકલ્પો થાય, -ભગવાન એમ કહે છે કે: અમને માનવામાં તને જે રાગ થાય, એ પણ અમે તો નિશ્ચય કહીએ છીએ કેઃ તે અનાચાર છે. વીતરાગ (જ) એમ કહે! જિજ્ઞાસાઃ તો વ્યવહારથી નિશ્ચય થાય એમ ક્યાં રહ્યું ? સમાધાનઃ લોકો માને છે વ્યવહારથી નિશ્ચય થાય. પ્રભુ! ક્યાંથી થાય? ઝેર પીતાં પીતાં અમૃતના ઓડકાર આવે? લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે ? આહા... હા! અંદર મીઠા સાગર ને અમૃતના પ્યાલા ભરેલા છે. ભગવાન તો વીતરાગી અમૃતસ્વરૂપ છે. એનું સેવન, એનું આરાધન, એ પણ વીતરાગભાવે આરાધન; એ સિવાયનો જેટલો વ્યવહાર–વિકલ્પ ઊઠે (એ અનાચાર છે). સંસારના-પાપના પરિણામ એ તો ઝેરમાં ઝેર છે. રળવાના ને ભોગના ને આ બાયડીછોકરાંને સાચવવાના ને છોકરાંને કેળવણી દેવાના ભાવ પૈસા ખર્ચવાના ને રાજી રાખવા ને-એ ભાવ તો અનાચાર છે જ. પણ શુભભાવ પણ અનાચાર (છે એ) અહીં પ૨માત્માએ તો કહ્યો છે, ભાઈ ! જિજ્ઞાસાઃ ગૃહસ્થને શુભભાવથી મોક્ષ કીધો છે ને...! સમાધાનઃ ના. ના. એ તો નિમિત્તથી થન છે. છે ને... ચરણાનુયોગમાં. એને (ગૃહસ્થને ) અશુભપણું વર્તે છે તેમાંથી શુભમાં આવે છે તેટલો અશુભ છૂટે છે અને ‘પછી શુભને છોડશે ' એ અપેક્ષાએ કહ્યું છે. અહીંયાં તો શુભભાવને અનાચાર કહ્યો ને...! એ અનાચારથી આત્માને લાભ થાય? આકરું કામ, ભાઈ! જિજ્ઞાસાઃ આ કુંદકુંદાચાર્ય પોતાને માટે કહે છે! સમાધાનઃ પોતાને માટે નહીં. આવો આ માર્ગ છે, એમ કહે છે. ‘આને પ્રતિક્રમણવાળો કહેવો ' એમ કહેવું છે. ‘પ્રતિક્રમણમય ’ –વાળો ય નહીં-આવા જીવને પ્રતિક્રમણમય કહેવામાં આવે છે. આહા... હા.. હા! અરેરે! બહારની હોંશ ને હરખમાં મરી ગયો. અહીં તો કહે છે કે: વ્યવહારના વિકલ્પ ઊઠે એમાંય મરી ગયો ! એમાં હોંશમાં-હરખમાં-એ (વ્યવહા૨) મારા છે ને આ તો હું કરું છું ને એની દયા મેં પાળી ને આટલાં વ્રત કર્યાં નેઆટલી ભક્તિ કરી ને આટલાં મેં પાંચપચીસ લાખનાં દાન કર્યાં ને-એ હોંશોમાં–હરખમાં ને હરખમાં–મરી ગયો છે ઈ ! આહા... હા ! જિજ્ઞાસા: આ તો ઉત્સર્ગમાર્ગ છે. અપવાદમાર્ગ હશે કે નહીં? સમાધાનઃ અપવાદમાર્ગ તે ક્યો ? કે એમાં (આત્મામાં ) ઠરી શકે નહીં ત્યારે (શુભ ) આવે એ અપવાદમાર્ગ. પણ ‘ અપ+વાદ ’ ને...? માથે એ સિદ્ધ કર્યું: એ તો ઉત્સર્ગમાં ઠરી શકે નહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy