________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ વ્રત કરો, શરીરથી બ્રહ્મચર્ય પાળો! (પણ અહીં કહે છે કે, સાંભળ ને....! એ બધું તો અનંતવાર કર્યું છે, પણ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ અર્થાત્ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ-આનંદસ્વરૂપ ભગવાન; ચર્ય અર્થાત્ અંદર ચરવું; એ અતીન્દ્રિય આનંદમાં ચરવું એ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું એ તો શુભરાગ-પુણ્ય છે, એ કંઈ ધર્મ નથી. (શ્રોતા ) એ અબ્રહ્મચર્ય છે? (ઉત્તર) નિશ્ચયથી તો તે અબ્રહ્મચર્ય જ છે. સ્ત્રીનું સેવન ન કર્યું-એવો શુભ ભાવ, શુભરાગ છે. નિશ્ચયથી અબ્રહ્મભાવ છે. એ આત્માનો બ્રહ્મભાવ નથી. (આત્મામાં) અમૃતનો સાગર અંદર ડોલે છે. પ્રભુ અમૃતથી છલોછલ ભર્યો છે. એમાં એકગ્ર થઈને, પુણ્યના પરિણામથી ભિન્ન થઈને, જે શાંતિ અને આનંદ થાય છે તે સાચો ધર્મ અને સાચો માર્ગ છે. બાકી બધા એકડા વગરનાં મીંડાં છે. પહેલાં અનંતવાર એવાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં, અનંતવાર સ્વર્ગમાં ગયા, એવી ચીજ તો અત્યારે છે જ નહીં; તોપણ ક્યારેય આત્માને પ્રાપ્ત કર્યો નહીં; કારણ કે આત્મા એ ક્રિયાકાંડના રાગથી અંદર ભિન્ન છે. તો રાગથી ભેદ પાડીને, પૂર્ણાનંદના નાથમાં અંદરમાં ચરવું-રમવું કે જેનાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ અને વેદન આવે એનું નામ ધર્મ છે. (શ્રોતાઃ) આમળાના છીલકા કાઢીને એનો રસ પીવો ! (ઉત્તર) એ આ આત્માનો રસ કાઢીને રસ પીવો! અહીં એમ કહે છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે, એમાં એકાગ્ર થઈને ચૂસો ! એ આમળાના રસ કરતાં એમાં મીઠાશનો પાર નથી, એ તો જડનો રસ છે. આવી વાત (બીજે) ક્યાં છે, ભાઈ ? (ધર્મને નામે શું ચાલી રહ્યું છે) બધી ખબર છે ને... દુનિયાની. મોટર દ્વારા આખું હિંદુસ્તાન ત્રણ વાર સંવત-૨૦૧૩, ૨૦૧૫, અને ૨૦૨૩માં જોયું છે. દશ દશ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ. ભોપાલમાં પંચકલ્યાણક હતું ત્યાં સભામાં ૪૦ હજાર માણસ, પણ અમારે વ્યાખ્યાન તો આ (જ હોય) છે. અહીં આપણે (પરમાગમ મંદિરનું) ઉદ્દઘાટન થયું, ર૬ હજાર માણસ હતું. સાગરમાં ગયા ત્યાં ૧૫ હજાર માણસ. વાત તો અમારી પાસે આ છે, બાપા! આ ચીજ છે. બાકી બધાં થોથાં છે. આહા... હા! આજે સમજો, કાલે સમજો... પણ આ સમજે જ એના જન્મ-મરણનો અંત આવે તેમ છે. બાકી તો મનુષ્ય મરીને ઢોર-પશુ, કીડા, કાગડા, કંથવાના અનંતવાર ભવ કર્યા, પ્રભુ! મિથ્યાત્વ તે સંસાર છે. –એ આવ્યું છે ને..! વિપરીત માન્યતા એ જ સંસાર-મહાદુઃખ છે. રાગથી ધર્મ થશે અને મને રાગથી કલ્યાણ થશે-એ મહા મિથ્યાશ્રદ્ધા, મહાપાપ (છે). એ પાપનાં ગર્ભમાં અનંતભવનું રખડવું પડયું છે. જેમ સ્ત્રીના ગર્ભમાં બાળક આવે છે ને..! તેમ મિથ્યાશ્રદ્ધા-પુણ્યથી ધર્મ થશે. અને શુભ કરતાં કરતાં ધર્મ થશે, એ મિથ્યાશ્રદ્ધા-ના પેટમાં અનંતા ભવના ગર્ભ પડયા છે. આહા... હા! આવી વાતું છે!
અહીંયાં એ કહે છે: મુનિઓએ એવું ચારિત્ર કરવું કે અંતર વસ્તુમાં લીન થઈ, સ્વસંવેદનના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં રહેવું. –એ નિશ્ચયચારિત્ર છે. અને એમાં (સ્થિર) રહી ન શકે તો હઠ ન કરવી. ત્યારે (જે) શુભભાવ આવે છે તો તે અપવાદ છે. અપવાદ એટલે કે દષ્ટિ ત્યાં (અંતર વસ્તુ પર) છે, આદરભાવ સ્વભાવ ઉપર છે, પણ નિર્વિકલ્પ-સ્થિર ન થઈ શકે તો શુભરાગ આવે છે તેને અપવાદ કહે છે. ઉત્સર્ગ અને અપવાદની એ વ્યાખ્યા છે. આ તો શબ્દશબ્દની વ્યાખ્યા જુદી છે, ભાઈ ! આહા.... હા ! મુનિઓએ અંતર આનંદના સ્વાદમાં રહેવું. એમાં રહી ન શકે તો (પણ) દષ્ટિ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ભગવાન ઉપર છે. પણ સ્વરૂપમાં રહી શકે નહીં ત્યારે એને શુભરાગરૂપી-દયા, દાન, વ્રતના પરિણામ-અપવાદમાર્ગ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com