SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૭૧ એટલે એનો આધાર પરમપરિણામિકભાવ કહ્યો. જિજ્ઞાસાઃ- આધાર-આધેય બે થઈ ગયાં કે એક જ છે. સમાધાનઃ- બે એક છે. પહેલાં બે ભેદ કર્યા. છે બે. પણ દષ્ટિમાં બે નથી. દૃષ્ટિમાં ધય નથી. આધાર-આધેય તો બે છે... ભાવ અનેક છે, વસ્તુ એક છે. માટે “ભાવ” આધાર અને “(ભાવાન)” આધેય છે. પણ દષ્ટિના વિષયમાં બે ભેદ નથી. આહા.. હાઝીણી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ? અહીંયાં “પરમપરિણામિકભાવ” કહ્યો. અને ત્યાં (“સમયસાર” ગાથા-૬માં) “જ્ઞાયકભાવ' કહ્યો. ત્યાં આત્માને લેવો છે તેથી જ્ઞાયકભાવ કહ્યો. અહીંયાં આત્માને તો લીધો છે પણ (પરમ) પારિણામિકભાવ કહેવા પહેલાં એના જ્ઞાન, દર્શન (આદિ) ત્રિકાળભાવ લીધા. એ ભાવ તો બીજાં (દ્રવ્યોમાં) નથી. આહા... હા ! આશ્ચર્યકારી ટીકા છે! “शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार" આહા.. હા! “કારણસમયસાર” કહો, કારણજીવ કહો, જ્ઞાયક કહો, ભૂતાર્થ કહો, (એકાર્ય છે.) પણ અહીં તો શુદ્ધભાવ શબ્દ પડ્યો છે ને..! તો શુદ્ધભાવમાં પહેલાં શુદ્ધભાવ તો ત્રિકાળીને કહે છે; પણ એનો ભાવ સહજજ્ઞાનાદિ શુદ્ધ ત્રિકાળીભાવ, એનો આધાર પરમપરિણામિકભાવ છે, (એમ કહ્યું ). સમજાય છે કાંઈ ? જુઓ! “સ્વદ્રવ્ય' નો આધાર પરમપારિણામિકભાવ ( એવો કારણસમયસાર છે ). - પર્યાયને પણ પારિણામિકભાવ કહી છે. “જયધવલ” માં તો મિથ્યાત્વ-રાગદ્વેષના પરિણામને પણ પારિણામિકભાવ કહ્યા; પરમપરિણામિક નહીં. રાગ-દ્વેષ, પુણ્ય-પાપની પર્યાય પરમપરિણામિકભાવની પર્યાય છે એ અપેક્ષાથી પારિણામિકભાવ કહ્યો. ઉપશમભાવ, એ પરિણામિકભાવ; ક્ષાયિકભાવ, એ પારિણામિકભાવ; ક્ષયોપશમભાવ, એ પારિણામિકભાવ અને ત્રિકાળી એ પરમપરિણામિકભાવ! એ અપેક્ષાએ રાગને પણ પારિણામિકભાવ કહ્યો. જયધવલ” માં પાઠ છે. પણ, અહીંયાં પરમપારિણામિક કેમ લીધો ? નહીંતર તો પરમપારિણામિકભાવ તો છયે દ્રવ્યોમાં છે. પણ પહેલાં ભાવ બતાવ્યો કે આ દ્રવ્ય છે, અને એનો આધાર પરમપરિણામિક છે. આહા.. હા! સમજાય છે કાંઈ ? જરી (સૂક્ષ્મ પડે) એવી વાત છે, ભાઈ ! સનપરમપરિણામિક”... હોં! છે ને? પરમપારિણામિક, એને પારિણામિક કહ્યું. પંચાસ્તિકાય” માં “પરિણામે મવતિ પરિણાભિવ:” પાઠ છે ને! પારિણામિકભાવને પરિણામ કહ્યાં. અહીંયાં તો સહજજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવ કહ્યાં અને એને સ્વદ્રવ્ય કહ્યું. તો એનો “આધારપરમપરિણામિકભાવ, જ્ઞાયકભાવ, ત્રિકાળી દ્રવ્ય ! આહા... હા! એ જ્ઞાયકભાવ છે. જાણવાવાળો ભાવ, જાણકભાવ (છે). અહીંયાં આ જે સહજજ્ઞાન ત્રિકાળી છે એનો આધાર સહજપરમપરિણામિકભાવલક્ષણ. કોનું લક્ષણ ? કેક કારણસમયસારનું! જે સમ્યગ્દર્શનનો વિષય છે! ત્યાં તો આધાર-આધેય, એવો ભેદ પણ નથી. પણ જ્યારે સમજાવવું હોય ત્યાં શું થાય? ભેદ પાડીને સમજાવવું પડે છે. સમજાણું કાંઈ? આહા... હા! સહુજ પરમપરિણામિકભાવલક્ષણ; “લક્ષ” –કારણસમયસાર. ત્યાં એ લક્ષણ આવી વાતો છે !! શાસ્ત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy