________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૯૧ કરે છે. “અને તે કારણથી તે પરમ સંયમીઓને” – જુઓ! વીતરાગતા પ્રગટ કરે છે અને તે કારણથી તે પરમ સંયમીઓને “વાસ્તવિક ચારિત્ર થાય છે.”
અહીં તો કંઈક બાયડી, છોકરાં ને દુકાન છોડીને, કંઈક વ્રતનાં વિકલ્પ કર્યા ને થઈ ગઈ દીક્ષા ( એમ કેટલાક માને છે ). (પણ) બાપુ! એવું તો અનંતવાર કર્યું, ભાઈ ! એ કાંઈ ચારિત્રય નથી અને સમકિત ય નથી. આહા.. હા! સમજાણું કાંઈ?
આને ચારિત્ર કહે છે: જોયું! એવા પરમ સંયમીઓને ખરેખર ચારિત્ર થાય છે. અભેદ ચૈતન્યનું સમ્યગ્દર્શન-જ્ઞાન- પ્રગટ થતાં પછી પણ જે હજી અસ્થિરતાનો રાગ બાકી રહ્યો તેનાથી પણ ભેદ પાડીને અંતરમાં જતાં સંયમીઓને ચારિત્ર-વીતરાગતા થાય છે. અને તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે.”
તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ” એ સ્વરૂપમાં આનંદમાં ચરવું, આનંદનું ભોજન કરવું. અતીન્દ્રિય આનંદનો ઉગ્રપણે સ્વાદ લેવો એવા “ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ”- એમાં સ્થિરતા-ઠરે એવા હેતુએ “પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે.” એવી સ્થિતિના હેતુએ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, સામાયિક-સમાધિ અને આલોચના એ બધું નિશ્ચય, શું છે તે કહેવામાં આવે છે. – ‘નિશ્ચયક્રિયા' કહેવામાં આવે છે. અહીં સુધી કાલે
આવ્યું છે.
આહા.... હા ! દેહની ક્રિયા એ તો જડ છે, આ તો માટી છે, એ હાલ-ચાલે એ બધી ક્રિયા તો જડ (ની) છે. અને અંદરમાં (જે) દયા, દાન અને વ્રતના વિકલ્પો ઊઠે એ રાગ છે, એ રાગની ક્રિયા (છે). (એ રાગ) અને દેહની ક્રિયાથી ભિન્ન ચૈતન્યના આનંદસ્વરૂપ-સ્થિરતાની ક્રિયા ( એને નિશ્ચયક્રિયા ) કહેવામાં આવે છે. આહા... હા! ત્રણ પ્રકારની ક્રિયા: (એક) શરીર, વાણી, મનની ક્રિયા આ હાલે, ચાલે, બોલે, એ બધી જડની ક્રિયા. (બીજી) અંદર દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય, એ વિકારી-વૈભાવિક ક્રિયા. અને (ત્રીજી ) એનાથી પડીને, સ્વરૂપમાં સ્થિરતા કરે એ નિશ્ચયક્રિયા. એ “નિશ્ચયક્રિયા” તે મુક્તિનો માર્ગ છે. આહા.. હા ! આવું તો સાંભળ્યું ય ન હોય એને તો એવું લાગે કે આ શું હશે? આ તે જૈનમાર્ગ હશે? જૈનમાં તો ભાઈ ! આવું કાંઈ દયા પાળવી, બ્રહ્મચર્ય પાળવું, રાત્રે આહાર ન કરવો, ચોવિહાર કરવો, કંદમૂળ ન ખાવા –એવું તો સાંભળ્યું હતું, (પણ) આવો માર્ગ ક્યાંથી કાઢયો? અરે ભાઈ ! તને ખબર નથી. જૈનદર્શનનો માર્ગ દુનિયાથી કોઈ જુદી જાતનો છે!
જૈનપણું એટલે વીતરાગપણું. એ વીતરાગી સ્વભાવ ભગવાન આત્માનો છે. અંદર એ ભગવાન સ્વભાવ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું આવશે ક્યાંથી ? પર્યાય એટલે અવસ્થા. એ ભગવાનસ્વભાવને વીતરાગભાવે પ્રતીત કરી, સમ્યગ્દર્શનના આનંદના સ્વાદ લઈ, પછી રાગથી ભિન્ન પાડીને ઉગ્ર સ્વસંવેદનમાં આનંદના સ્વાદ લેતા એ જીવને નિશ્ચયક્રિયા-ધર્મની (ક્રિયા) થાય છે.
કોઈ કહે અરે ! આવો માર્ગ ક્યાંથી કાઢ્યો? આહા... હા! ભાઈ ! વીતરાગમાર્ગ બીજી ચીજ છે. લોકોને કાને પડી નથી અને અમે જૈન છીએ... જૈન છીએ ! બાપા! એ જૈનઃ “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” “ઘટ ઘટ અંતર જિન બસૈ” – દરેક દેહમાં ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપે–વીતરાગ સ્વરૂપે બિરાજમાન છે. અને “ઘટ ઘટ અંતર જૈન” – અંદરમાં રાગની એકતા તોડીને, સ્વભાવની એકતા કરે તે જૈન. એ પણ ઘટમાં અંદર વસે છે. એ કોઈ બાહ્યક્રિયામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com