SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૩ - ૨૦૭ અનુભવવો. એ પહેલામાં પહેલું કરવાનું છે. એ વિના મુનિપણું ને ચારિત્ર ને સાચું ઘ્યાન, એ કાંઈ હોતાં નથી (હવે અહીંયાં કહે છે કેઃ) “તે જીવને ” કારણપરમાત્માને ધ્યાવે છે તે જીવને “કે (જે) ખરેખર ૫૨મતત્ત્વનાં શ્રદ્ધાન ” ‘પરમતત્ત્વને’ જે ‘કારણપરમાત્મા ' કીધો તે. અખંડ આનંદમય નિજ પરમતત્ત્વનાં શ્રદ્ધાન-નવતત્ત્વનું શ્રદ્ધાન એ બધી વાત કાઢી નાખી-૫૨મતત્ત્વનાં શ્રદ્ધાન, પરમતત્ત્વનાં “જ્ઞાન ” શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. અહીં તો કહે કેઃ પરમતત્ત્વ (જે) જ્ઞાનનો સાગર પ્રભુ, એ જ્ઞાનના સાગરનું જ્ઞાન. ભારે વાતું, બાપા! એ કા૨ણપ૨માત્માનું શ્રદ્ધાન, કા૨ણપ૨માત્માનું જ્ઞાન-તે ક્યારે થાય? કેઃ એના સ્વસંમુખ થાય ત્યારે થાય. જે વસ્તુ છે તેની સંમુખ થાય તો તેનું શ્રદ્ધાન-શાન થાય. આહા.. હા.! “અને અનુષ્ઠાન ” એટલે ચારિત્ર. પરમતત્ત્વનું અનુષ્ઠાન અર્થાત કા૨ણપ૨માત્માનું ચારિત્ર એટલે પર્યાયમાં આચરણ. એ કારણપરમાત્મામાં આચરણ-અનુષ્ઠાન-સ્થિરતા, એ ચારિત્ર છે. આહા... હા! “(તે) વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું (છે). અનુષ્ઠાનની “સંમુખ છે” એટલે મૂળ તો સ્વભાવની સંમુખ છે, એમ કહેવું છે. એ તો આગળ આવે છે ને...! શુદ્ધઉપયોગસંમુખને શિખામણ આપી છે. શુદ્ધઉપયોગ સંમુખ થયો છે, તેને સમજાવવામાં આવે ત્યારે તો એમ જ કહેવાય ને? અંદર આમ જવા માગે છે એને કહે છે કે: શુદ્ધઉપયોગને અંદ૨માં જોડી દે! એ અવશ્ય છે. એ આવશ્યક કરવા લાયક અને સાધન છે. બાકી વ્યવહાર-રાગાદિની ક્રિયા એ પણ બંધનું કારણ છે, વિષ છે, ઝેર છે. “તેને-વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.” લ્યો ! તેને વચન અને રાગ વિનાનું, નિજ અખંડ પરમાત્માનું શ્રદ્ધા-જ્ઞાન-આચરણ-એનું આચરણ-તત્ત્વનું આચરણ– (હોય છે) તેને સાચું પ્રતિક્રમણ હોય છે; બીજાને સાચું પ્રતિક્રમણ હોતું નથી. વિશેષ કહેશે. *** .... પ્રવચન: તા. ૨૧-૨-૧૯૭૮ [[ એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વા૨ા ) કહ્યું છે કેઃ तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः (માલિની ) દર अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किंचिदस्ति।। “[ શ્લોકાર્થ:– ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; અહીં એટલું જ કહેવાનું છે કે આ ૫૨મ અર્થને એકને જ નિરંતર અનુભવો; કા૨ણ કે નિજ૨સના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (-૫૨માત્મા) તેનાથી ઊંચું ખરેખ૨ બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).”]] Please inform us of any errors on rajesh@AtmaDharma.com ,
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy