________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૯૭ નિગોદમાં બટાટા ને સકરકંદ, (બટાટાની અત્યારે જરી શંકા છે પણ) લસણ, ડુંગળી; એના એક એક રાઈ જેટલા કટકામાં તો અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત જીવ એમાંએક શ્વાસમાં અઢાર ભવ કરે, આ એક શ્વાસ લઈએ. ને એમાં તો અઢાર ભવ થાય, એવા નિગોદમાં-લસણમાં ને ડુંગળીમાં ને મૂળામાં અનંતા-અનંતા ભવ કર્યા છે. મૂળામાં જે કંદ છે એમાં અનંત જીવે છે અને એના પાંદડા હોય છે એ પ્રત્યક છે.
કહે છે કે અત્યાર સુધી જેટલા ચોર્યાશીના અવતારમાં રખડ્યા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી (રખડ્યા) છે. કર્મના જોરથી રખડ્યા છે એમ નથી. (પણ) ભેદવિજ્ઞાનનો અભાવ એટલે કે રાગની એકતાનો ભાવ; એનાથી બંધાણા છે. (જીવ) રાગની એકતામાં ખોવાઈ ગયો છે. ચાહે તો દયા, દાન, વ્રત, તપનો ભાવ હોય પણ એ ભાવ રાગ છે અને એની એકતામાં મને લાભ થશે એ ભાવ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને તે બંધનું કારણ છે.
કહો ! સમજાણું આમાં? બહુ સારો શ્લોક છે. સંવર (અધિકાર) નો શ્લોક છે. મહાશ્લોક અમૃતચંદ્રાચાર્યનો. એક મહાસિદ્ધાંત કે જે કોઈ મુક્તિને પામ્યા; તે રાગના-દયા-દાનના વિકલ્પથી ભિન્ન પડી અને અભેદની દૃષ્ટિ કરી ત્યારે સમ્યગ્દર્શન થયું; રાગથી ભિન્ન પડીને અભેદનું જ્ઞાન કર્યું ત્યારે સમ્યજ્ઞાન થયું પછી રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં ઠર્યા ત્યારે ચારિત્ર થયું એનાથી મુક્તિ થઈ; અને એના અભાવથી બંધાણા ! આહા.. હા !
આ તો બધા દિગંબરના શેઠિયાઓ જૂના માણસ, એને (આ) સાંભળવા મળ્યું નથી. દિગંબર ધર્મ તો આ છે! ચાહે તો દયા, દાન, વ્રતના ભાવ હો, એનાથી ભિન્ન પાડીને આત્માનું જ્ઞાન કરવું તે મોક્ષનો માર્ગ છે. અને રાગથી ભિન્ન કરીને અંદર આનંદમાં સ્થિરતા કરવી (એ ધર્મ છે). ચાહે તો શાસ્ત્રની ભક્તિ હોય કે ભગવાનની ભક્તિ હોય, એ બધો રાગ છે; એ રાગથી ભેદ પાડયો નહીં માટે બંધાણી છે અને રાગથી ભેદ પાડયો તે સિદ્ધપદને પામ્યા છે. આહા. હા! આ (પામવા) માં તો કોઈ જાણપણું બહું ઝાઝું હોય તો, અહીં ( એનું) કાંઈ કામ નથી. રાગનો વિકલ્પ છે” એ શું છે? (વિકલ્પ) ચાહે તો શાસ્ત્રભક્તિનો હો કે ભગવાનની ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો કે શ્રવણનો હો; પણ એ રાગ (છે અને તે) બંધનું કારણ છે.
આહા... હા! (જે કોઈ બંધાયા છે) તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયેલા છે અને ભેદવિજ્ઞાનના સભાવથી તે મુક્તિને પામે (છે) –આ એક જ સિદ્ધાંત! છે.! “જે કોઈ બંધાયા છે તે તેના જ ભેદવિજ્ઞાનના જ –અભાવથી બંધાયા છે.” –અહીં તો એમ કહ્યું. (પણ) કાલલબ્ધિ પાકી નથી માટે બંધાણા છે ને કર્મનું બહુ જોર છે માટે બંધાયા છે–એમ ન લીધું.
એ (જે કોઈ બંધાયા છે તે) પરથી ભિન્ન પાડવાના અભાવથી બંધાયા છે. “ભાવબંધ' (એટલે) ભેદજ્ઞાનનો અભાવ એ ભાવબંધ. ભેદજ્ઞાનનો ભાવ એ “ભાવઅબંધ' (અર્થાત્ ) અબંધપરિણામ. (જુઓઃ શ્લોક-૧૧૦, પૃ. ૧૯૮)
આહા... હા! આ સમયસારનો કેવો ભેદ છે! રાગથી ભિન્ન પડીને અનુભવ કરવો એ તે સમયસારનો કેવો પ્રકાર છે !
.. એનો અર્થ વિશેષ આવશે.
* * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com