SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ - ૧૧૩ પરમનિશ્ચયની (વાત) પછી (લેશે ). સમજાણું કાંઈ ? ૫૨મજિનયોગીશ્વર જે પોતાનામાં સ્થિત છે, અનુભવ છે, અંશે સ્થિરતા છે; પણ (ત્યાં) નિર્વિકલ્પસ્થિતિ નથી; તેથી તેને પાપક્રિયાથી નિવૃત્તરૂપ એટલે કે ( અશુભ ) રાગાદિથી નિવૃત્તિરૂપ વ્યવહારનયથી ચારિત્ર હોય છે; “તેને ખરેખર વ્યવહા૨નયગોચર તપશ્ચરણ હોય છે. ” ( હવે કહે છે કે: ) 66 “ સહજનિશ્ચયનયાત્મક ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં ”-પોતાનો આત્મા ૫૨મસ્વભાવસ્વરૂપ, ધ્રુવ, એવો જે ૫રમાત્મા... પોતાનો! આહા... હા! એ પરમાત્મામાં 'પ્રતપન .” ( અર્થાત્ ) પ્ર=વિશેષે+તપન=ઉગ્રતા; ( એટલે કે: ) ચારિત્રમાં તપની-પુરુષાર્થની વિશેષ ઉગ્રતા-નિર્વિકલ્પસ્થિતિ; “ તે તપ છે.” આહા... હા ! ‘ સહનિશ્ચયનયાત્મક' પહેલાં કહ્યું અને ‘૫૨મસ્વભાવસ્વરૂપ ' પછી કહ્યું. ( કારણ કે: ) શુદ્ઘનિશ્ચયનયસ્વરૂપ, સહજનિશ્ચયનયસ્વરૂપ, પરમભાવ, પ૨મસ્વભાવસ્વરૂપ; એ (નયનો ) વિષય છે. અને નય તો જ્ઞાનનો વિષયી છે; પણ એનો વિષય જે પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મા, પોતાનું પૂર્ણ સ્વરૂપ, ભગવાન, પરમાત્મા! તેમાં પ્રતપન એટલે કે વિશેષ ઉગ્ર પુરુષાર્થથી અંદર સ્થિરતા-નિર્વિકલ્પતા જામી જવી, તે તપ છે. આહા... હા ! બહુ ( અલૌકિક) માર્ગ!! ‘વ્યવહાર' પહેલામાં, ‘આ' વ્યવહા૨ પહેલો છઠ્ઠા ગુણસ્થાનમાં (નિશ્ચયપૂર્વક) ગણવામાં આવ્યો છે! મિથ્યાદષ્ટિને વ્યવહાર પહેલાં અને પછી આમ ( -નિશ્ચય ), એ વાત છે જ નહીં. અહીંયાં તે છઠ્ઠાગુણસ્થાનમાં નિશ્ચયસ્વરૂપની પૂર્ણ સ્થિરતા (પર્યાયમાં ) નથી. (એટલે કે) તેને નિશ્ચયનયનો વિષય હોવા છતાં પણ ( હજી ) પૂર્ણ સ્વરૂપસ્થિરતા નથી; એવી દશામાં, એ અપેક્ષાએ, પાપની નિવૃત્તિથી શુભભાવ(રૂપ ) (જે) પરિણમન છે તેને વ્યવહારચારિત્ર કહેવામાં આવે છે. આવું છે, બાપુ ! બહુ આકરું કામ. જગતને (વસ્તુસ્વરૂપનું ભાન નથી, માટે) વ્યવહાર અને નિશ્ચયના ઝઘડા (વિવાદ)... એવાં તોફાન... તોફાન ! આહા... હા ! ભગવાન ૫૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન; ‘પ્ર' એટલે વિશેષે+ ‘તપન' (તે તપ છે). જેમ સુવર્ણ ગેરૂથી ઓપાયમાન થાય છે, દાગીના-ઘરેણાંને ગેરૂ લગાવવાથી તે ચળકી ઊઠે છે; એમ ભગવાનઆત્મામાં પોતાને દર્શન, જ્ઞાન, ચારિત્રનો અંશ ( પ્રગટયો ) છે પણ અંદરમાં વિશેષ સ્થિરતા જામતાં ચૈતન્યની ચમત્કારિકદશા, વીતરાગી ચમક પર્યાયમાં ઊઠે છે. આહા... હા ! તેને અહીંયાં તપ કહે છે. આહા... હા! મોટા ઝઘડા... વ્યવહાર પહેલાં, અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય ! (પરંતુ ) એ વાત એમ છે જ નહીં. અહીં તો સત્ય બતાવ્યું છે! ભગવંત પૂર્ણ સ્વરૂપ તો છે. (તે ) દષ્ટિમાં છે, જ્ઞાનમાં છે, પણ એમાં સ્થિરતાની પૂર્ણતા નથી; એ કારણે એને (૫૨મજિનયોગીશ્વરને ) પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના (ચારિત્રરૂપ) પરિણામ હોય છે. એ વ્યવહારનય ઉપચિરત છે. અને નિશ્ચય ( તો ) સહજનિશ્ચયનયસ્વરૂપ, પરમસ્વભાવસ્વરૂપ, પરમાત્મા, પૂર્ણસ્વરૂપ ૫૨માત્મા, પરમ આત્મા, પરમસ્વરૂપ, પૂર્ણ શુદ્ધ ધ્રુવ, ધ્રુવ પરમાત્મા સ્વરૂપ (છે); તેમાં પ્રતપન એટલે વિશેષે શોભા, અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ, એટલે કે વીતરાગીપરિણતિની ઉગ્રતા, એનું નામ તપ કહેવામાં આવે છે. શુદ્ધભાવનો અધિકાર છે ને...! ૫રમાત્માનો કહો કે શુદ્ધભાવનો Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy